Dec 2016 – Newsletter

સ્વામિશ્રીજી

                      

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોશતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !

 

 

આજે અહીં આપણે તા. થી ૧૫ ડીસેમ્બર દરમ્યાન જ્યોતની નવી અને જૂની સ્મૃતિ માણીશું. શતાબ્દી મહાપર્વનો સમૈયો પૂરો થયાને એક મહિનો થઈ ગયો. પરંતુ અવેરનેસમાં હોઈએ તેવું અનુભવાય છે. સમૈયો કરીને હરિભક્તો જે ઘરે ગયા તેઓને પણ એવું અનુભવાતું હશે. ખરૂંને ? જ્યોતમાં હજુ પરદેશના ભક્તો હોય તેથી વાતાવરણ ભર્યું ભર્યું હોય ! પરંતુ સમૈયા પછીથી પણ જે જે બન્યું તે પણ સમૈયાના એક ભાગરૂપ હોય તેવું છે. તે સ્મૃતિ અહીં માણીએ.

GKP 8157

 

 

() તા./૧૨/૧૬

 

 

સવારે .૦૦ થી ૧૦.૦૦ દરમ્યાન બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રાર્થનાપ્રદક્ષિણા માટે ગયાં હતાં. પપ્પાજી તીર્થ પર સમૈયો હતો. પરંતુ બહેનોથી શાશ્વત ધામે ખાસ જવાયું ના હોય ! તે રીતે સમૈયાનો એક ભાગ હતો ખરૂંને !

 

રાત્રે .૦૦ થી ૧૦.૦૦ પપ્પાજી હૉલમાં કીર્તન આરાધનાનો રાબેતા મુજબનો કાર્યક્ર્મ હતો. પ્રથમ બહેનોએ વાજીંત્રો સાથે ભજન ગાયા હતાં. પછી ભાઈઓએ તો ભજનોની રમઝટ મચાવીને શતાબ્દીનો બ્રહ્માનંદ માણ્યો હતો.

 

શાશ્વત મહાપર્વનો સમૈયો કરીને આજે રાત્રે પૂ.અરૂણાબેન અને પૂ.દિલીપભાઈ ભોજાણી ઈંગ્લેન્ડ જઈ રહ્યા છે ! તેઓને પુષ્પ ગુચ્છ અર્પણ કર્યાં અને બંનેનો લાભ લીધો હતો.

{gallery}images_in_articles/newsletter/2016/Dec/01-12-16 kirtan aardhna{/gallery}

 

 

 

પૂ.અરૂણાબેને શતાબ્દી પર્વની સ્મૃતિની વાતો કરી કે, શતાબ્દી પર્વ સરસ ઉજવાઈ ગયો. એક મહિનો ક્યાં પસાર થઈ ગયો તે ખબર ના પડી ! બહુ આનંદ આવ્યો. સંપ, સુહ્રદભાવ, એકતામાં આપણે આગળ વધ્યા હોઈએ એવું લાગતુંતુ. આપણા જીવનમાં કોમ્પીટીશન અને કમ્પેરીઝન ના હોય તો સુખે સુખે આગળ જવાય. હજારોની વસ્તીમાં રહેતા હોઈએ પણ અંતરથી આપણે ને આપણો પ્રભુ બે હોઈએ. આપણે પ્રભુની વફાદારીથી એમના કાયદે જીવવાનું છે. ગુરૂહરિ પપ્પાજીને ના ગમે તેવું જીવી ના શકીએ. ગુરૂહરિ પપ્પાજીએ આપણા માટે બહુ દાખડો કર્યો છે. એમના દાખડાને સફળ કરીએ.

 

 

પૂ.દિલીપભાઈએ એમની લાક્ષણિક શૈલીમાં આનંદ સાથે છતાંય ખૂબ ગંભીરતાપૂર્વક શિબિર પ્રવચન જેવી વાતો કરી હતી.

હમણાંથી હું રોજ ભાઇઓના સંઘધ્યાનમાં ગુરૂહરિ પપ્પાજીના પ્રવચનો સાંભળું છું. ગુરૂહરિ પપ્પાજીએ ગમ્મતમાં કેટલું બધું જ્ઞાન આપ્યું છે. કેટલી બધી મહેનત કરી છે. ગુરૂહરિ પપ્પાજીને સાંભળ્યા કરીએ તેવું થયા કરે. સવારે સંઘધ્યાનમાં જઈએ તો જાણે ગુરૂહરિ પપ્પાજી બેઠા છે, એવું લાગે. આપણી બધી પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપે છે. આપણી પાસે ચેકબુક છે પણ એને વાપરતા નથી. સેવા કરીને જે પુણ્ય કમાયા છીએ તે કોઈનું જોઈને પુણ્ય ખલાસ ના થઈ જાય એવું ભજન કરીએ. સંપ, સુહ્રદભાવ, એકતાથી આગળ જઈએ. આપણા માટે તો શતાબ્દી પર્વ ચાલુ છે.” વગેરે લાભ આપી તેઓ વિદાય થયા. લગભગ મોટી સંખ્યામાં પરદેશી ભક્તો સમૈયો કરીને વિદાય થયા છે. થોડી સંખ્યામાં છે તે તા./૧૨ સુધીમાં વારાફરતી જશે. સમૈયો પૂરો થયોને દેશના હરિભક્તો ઝટપટ જતા રહ્યા. કારણ બાળકોનું વેકેશન ખુલવાનું છે. ઍડવાન્સ સેવામાં ઘણા વહેલા આવ્યા હોય. તેથી પટાપટ જ્યોત તો ખાલી થઈ ગઈ ! પરદેશી મુક્તો ધીમે ધીમે વારાફરતી જતા હતા. તેથી સાવ સૂનું ના થઈ ગયું. બાકી ભક્તો વગર ગમે નહીં. એવી આત્મીયતા આપણા વચ્ચે ગુરૂહરિ પપ્પાજીના માધ્યમે થયેલ છે. જેની ટાણે ખબર પડે ! જેવી રીતે એક દોરામાં માળાના ૧૦૮ મણકા પરોવાયેલા હોય છે. તેમ આપણા અંતર આત્માઓ ગુરૂહરિ પપ્પાજીના માધ્યમે જોડાયેલા છીએ. આનંદ બ્રહ્માનંદ છે. જે જગત પાસે નથી. આપણી પાસે છે. તેથી આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. .પૂ.જશુબેનની કથાની વારીમાં પહેલું વાક્ય હોય છે. આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. એવા માહાત્મ્ય સમ્રાટ ! શ્રધ્ધા સ્વરૂપ .પૂ.જશુબેનનો સ્વરૂપાનુભૂતિદિનના સમૈયાની વાત આપણે હવે કરીએ.

 

 

() તા./૧૨/૧૬ રવિવારે .પૂ.જશુબેનના સ્વરૂપાનુભૂતિ દિન

 

 

 

સવારે .૩૦ થી ૧૨.૩૦ .પૂ.જશુબેનના સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો હતો. પરંતુ જાને જાનકી નાથે, કાલે સવારે શું થવાનું છે.” પંક્તિ પ્રમાણે તા./૧૨ના બ્રાહ્મમુર્હૂતે સવારે .૩૦ વાગ્યે પૂ.જયંતિભાઈ દોશી અક્ષરધામ નિવાસી થયા.

 

 

કેવો અક્ષરધામનો સુયોગ ! પૂ.જયંતિભાઈનું મૃત્યુ તો મંગલ હોય. તેથી સમૈયાની સભા યથાવત ચાલુ રહી. કારણ અંતિમવિધિ માટે તેઓના પૂર્વાશ્રમના પૌત્ર પૂ.ઋજુલ હૈદરાબાદથી આવે, દીકરી સ્મિતા લંડનથી આવે પછી તા./૧૨ના સવારનો સમય .૦૦ વાગ્યાનો નક્કી થયો. .પૂ.જશુબેનનો સમૈયો કરવા હરિભક્તો આગલી સાંજથી પધારી ગયા હતા. હમણાં હજુ શતાબ્દી સમૈયો ઉજવીને હરિભક્તો ઘરે ગયા અને ફરી આજે ગામોગામથી હરિભક્તો પધાર્યા હતા. તેઓનેએક પંથ દો કાજ રીતે આજે તા./૧૨ના ૧૦.૩૦ થી .૦૦ .પૂ.જશુબેનના સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો કર્યો. જાણે કંઈ બન્યું નથી. એવું આખું વાતાવરણ બન્યું તેનું મુખ્ય કારણ હતું, .પૂ.જશુબેનની જનકવિદેહીની

 

 

સ્થિતિ ! છતીદેહે આવું નિર્લેપ જીવન હોઈ શકે નહીં. ગુરૂહરિ પપ્પાજી પોતાનું અક્ષરધામ અને સાજ લઈને પૃથ્વી પર પધારી એક અદ્દભૂત દર્શન પૂ.જશુબેન અને પૂ.જયંતિભાઈનો દાખલો બેસાડીને કરાવ્યું.

{gallery}images_in_articles/newsletter/2016/Dec/04-12-16 P.p.jasuben swarupanubhutidin{/gallery}

 

 

 

તા./૧૨/૧૬ના .પૂ.જશુબેનના સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો પપ્પાજી હૉલમાં સંયુક્ત સભામાં ઉજવાયો તેનું દર્શન વેબસાઈટ દ્વારા આપે કર્યું હશે. તે મુજબ સભાની શરૂઆત .પૂ.દીદી, .પૂ.જશુબેનના આશીર્વાદથી તથા પૂ.લક્ષ્મણબાપા જેવાની બળભરી વાતોથી થઈ હતી. ત્યારબાદ પૂ.નિરવભાઈ, પૂ.દમયંતીબેન (ન્યુઝીલેન્ડ), પૂ.રેખાબેન પટેલ (અમેરિકા), પૂ.ચંદ્રકાંતભાઈ (હાલોલ), પૂ.વિજયભાઈ પંચાલ, પૂ.ભક્તિબેન નવસારી, પૂ.મિતેષભાઈ ભાવસાર, પૂ.ડૉ.નીલાબેન નાણાવટીએ વગેરે ભક્તોએ ખૂબ સરસ રીતે ગુરૂહરિ પપ્પાજી અને .પૂ.જશુબેનના અનુભવની અને મહિમાની વાતો દાખલાઓ સાથે કરી હતી.

 

 

અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા. અને .પૂ.જશુબેને ગુરૂહરિ પપ્પાજીના ખૂબ મહિમાગાન સાથે આશીર્વાદ આપ્યા હતા.

 

  

આમ, આજની સભા .પૂ.જશુબેનના માહાત્મ્યગાન સાથેની બપોરે .૩૦ વાગ્યે પૂરી થઈ. જાણે કાંઈ બન્યું નથી. અદ્દભૂત દર્શન ! ગુરૂહરિ પપ્પાજી દિવ્યદેહે હાજર હોય તેવી દિવ્યતા અનુભૂતિ સતત સહુનેય અનુભવાતી હતી.

આમ, આજની સભા .પૂ.જશુબેનના માહાત્મ્યગાન સાથેની બપોરે .૩૦ વાગ્યે પૂરી થઈ. જાણે કાંઈ બન્યું નથી. અદ્દભૂત દર્શન ! ગુરૂહરિ પપ્પાજી દિવ્યદેહે હાજર હોય તેવી અનુભૂતિ સતત સહુનેય અનુભવાતી હતી.

આજે રાત્રે .૦૦ થી .૩૦ કીર્તન આરાધના રાખી હતી. હરિભક્તો આવતીકાલના કાર્યક્ર્મ માટે રોકાયા અને માણાવદર, જૂનાગઢ, સુરત વગેરેથી બીજા ભક્તો આવવા લાગ્યા. ગામોગામથી ગુણાતીત પ્રકાશ ભાઈઓ તો રાત સુધીમાં પ્રભુકૃપાના પ્રાંગણમાં આવી પહોંચ્યા. અને આખું સુકાન સંભાળી લીધું.

 

 

.નિ.પૂ.જયંતિભાઈ દોશીની અંતિમ દર્શન વિધિ તા./૧૨ ના સવારે .૦૦ વાગ્યે પ્રભુકૃપાના પ્રાંગણમાં રાખી હતી. તથા તે દિવસે સાંજે .૩૦ થી .૩૦  પ્રાર્થના સભા જ્યોત પપ્પાજી હૉલમાં છે તે જાહેરાત થઈ. ન્યુઝ પેપર, વૉટ્સ ઍપ, વેબસાઈટ વગેરે દ્વારા જાણકારી થઈ.

 

 

 

() તા./૧૨/૧૬ પૂ.જયંતિભાઈ દોશીની અંતિમવિધિ

 

 

 

આજનો દિવસ ઉગ્યો ! પ્રભુકૃપા અને જ્યોત પ્રાંગણમાં રાતોરાત ભવ્ય મંડપ બંધાયો ! પુષ્પોથી પાલખી વગેરેના શણગાર થયા. પૂ.મહેન્દ્રભાઈ દોશી, ઋજુલ અને પૂ.સ્મિતાબેન સર્વે પણ સવારે આવી ગયા.

 

 

પૂ.જયંતિભાઈના દેહને પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યો. ચારેકોર દિવ્યતા રેલાતી હતી. સ્વામિનારાયણ મંત્રની ધૂનનો મીઠો ગુંજારવ હ્રદયના જાપ સાથે ચોમેર રેલાતો હતો. એની સાથોસાથ અંતિમવિધિની શરૂઆત પણ બીફોર ટાઈમ જ્યોતના મોટેરાં બહેનોથી થઈ. ગુણાતીત સમાજમાંથી ભક્તો અંતિમ દર્શને આવવા લાગ્યા. પવઈથી ભાઈઓ પધાર્યા. બ્રહ્મજ્યોતિ પરથી .પૂ.સાહેબજી વ્રતધારી ભાઈઓ સહિત પધાર્યા. સાંકરદાહરિધામકંથારિયાથી સંતો પણ પધાર્યા. સહુએ પુષ્પહાર અર્પણ કરી પૂ.જયંતિભાઈને શ્રધ્ધાંજલિ અર્પી હતી. ગુણાતીત સમાજના કેન્દ્રોના એક એક ભાઈઓએ મળી પુષ્પની ચાદર અર્પણ કરી હતી. ગુણાતીત પ્રકાશના વ્રતધારી ભાઈઓના વડિલ પૂ.જયંતિભાઈ હતા. તે બધા ભાઈઑએ સાથે મળીને પૂ.જયંતિભાઈને પુષ્પાંજલિ અને આરતી કરવાનો લાભ લીધો હતો. અંતિમવિધિમાં પધારેલ સહુ કોઈ ભાભીઓભાઈઑએ પ્રદક્ષિણા કરી પ્રાર્થના સુમન મનોમન ધર્યાં હતાં.

 

 

કેવી અલૌકિક વાત ! આજે તા.૫મી ડીસે. .પૂ.જશુબેનનો સ્વરૂપાનુભૂતિદિને મંગલ પ્રભાતે પ્રભુકૃપાના પ્રાંગણમાં પૂ.જયંતિભાઈના અંતિમવિધિ થઈ. વળી, ૯૦ વર્ષની પૂ.જયંતિભાઈની વય ! ગુરૂહરિ પપ્પાજીએ  ૯૦ વર્ષની વયે દેહત્યાગ કરેલ. બધો સુમેળ સામાન્ય બાબત નથી. વળી, આજે માગસર વદ નો દિવસ હતો.

 

 

 

તા.//૧૯૬૬ માં શ્રી ગુણાતીત જ્યોતની સ્થાપના થઈ.  ત્યારે એક કુટુંબને બહેનોના જતન માટે વિદ્યાનગર લાવવાનું હતું. ચારપાંચ કુટુંબમાંથી પૂ.જશુબેન, પૂ.જયંતિભાઈની પસંદગી થઈ.  તેનું કારણ હતું, .પૂ.જશુબેનની પ્રભુ ભજવાની ઝંખના. ૩૦૦૩૦૦ માળા તે માટે કરી અને પૂ.જયંતિભાઈ પાસે પણ કરાવી. પરિણામે ૪૦ વર્ષના પૂ.જયંતિભાઈ અને ૩૩ વર્ષના પૂ.જશુબેનના બાળકો સાથે વિદ્યાનગર આવ્યા. અને પ્રભુકૃપામાં .પૂ.પપ્પાજીપૂ.મમ્મીજી અને પૂ.પ્રફુલ્લભાઈ સાથે રહ્યા. તેમજ પૂ.મણીબેન, પૂ.મધુભાઈના કુટુંબની જવાબદારી પૂ.યોગીજી મહારાજે ગુરૂહરિ પપ્પાજીને આપેલી તે કુટુંબના બાળકો વગેરેને ગુરૂહરિ પપ્પાજીએ સંભાળ્યા. ગુરૂહરિ પપ્પાજી એક વખત કોઈપણની જવાબદારી લે તેને સંપૂર્ણ પાર પાડે . એનું સાકાર સેમ્પલ પૂ.જયંતિભાઈપૂ.જશુબેનનું કુટુંબ છે. પૂ.જયંતિભાઈએ પ્રભુકૃપામાં રહીને ગુરૂહરિ પપ્પાજીની સેવા તથા જ્યોતની ઑફિસ સંભાળી. વર્તનથી આણંદ વિદ્યાનગરમાં જ્યોતની કીર્તિ ફેલાવી. .પૂ.જશુબેનની ધખણા પ્રમાણે તેઓને પાંચ વર્ષમાં જ્યોતની બહેનો સાથે ભગવાં વસ્ત્રોમાં ગુરૂ તરીકે મૂકી દીધા.

 

 

 

 

પૂ.મીનાબેન, પૂ.પ્રફુલ્લાબેન, પૂ.સ્મિતાબેન જ્યોતમાં નાનાં હતાં ત્યારથી હૉસ્ટેલમાં આવ્યા. વિદ્યાનગર ગો.જો સ્કૂલમાં ભણવા મોકલ્યાં. પૂ.મહેન્દ્રભાઈને પૂ.શાંતિભાઈ સોંપી ભણાવ્યો, કલેક્ટર થયો.

 

૨૦ વર્ષના થઈને પોતાની જાતે દરેક બાળકને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા દીધા. તે દરમ્યાન ગુરૂહરિ પપ્પાજીએ ખૂબ મહેનત અને જતન પોતે પણ કર્યું. પૂ.મીનાબેન દોશીએ નિર્ણ્ય કર્યો કે મારે આજીવન બહેનો સાથે રહીને ભગવાન ભજવા છે. તેવું પૂ.પ્રફુલ્લાબેને પણ જાતે ભજવાનો નિર્ણય કર્યો. ગુરૂહરિ પપ્પાજીએ બંનેને વ્રત અપાવી જ્યોતમાં સેવામાં ગુરૂના હાથ નીચે મૂક્યા ! તો સ્મિતાબેન કહે, પપ્પાજી ! મારે તો લગ્ન કરવાં છે. મારાથી આખી જીંદગી જ્યોતમાં રહી ભગવાન નહીં ભજાય. મારે પરદેશમાં જવું છે. તો ગુરૂહરિ પપ્પાજીએ તેમને ૧૯૭૭માં ઉભરાટ શિબિર વખતે લંડનથી આવેલ પૂ.પ્રવિણભાઈ ખમાર સાથે લગ્ન કરાવી આપ્યાં. તેમ મહેન્દ્ર પણ મોટૉ થઈ તેની પસંદગી પ્રમાણે તે ગૃહસ્થાશ્રમી બન્યો. ગુરૂહરિ પપ્પાજીએ કોઈનેય ત્યાગ લાદયો નથી. સ્વતંત્રતાના આગ્રહી એવા ગુરૂહરિ પપ્પાજી લોક કે સમાજ શું કહેશે ? જોવાને બદલે દરેક ચૈતન્યને પોતાની રીતે જીવન આપી ન્યાલ કર્યાં છે.બાળકોને બિચારા નથી રાખ્યા.એવું જીવંત દર્શન ગુરૂહરિ પપ્પાજી શતાબ્દીના સમૈયાનો એક ભાગ છે.

 

 

 

અક્ષરધામ નિવાસી પૂ.જયંતિભાઈ નિમિત્તે એક અઠવાડિયું તા./૧૨ થી ૧૧/૧૨ ભક્તિના કાર્યક્ર્મો યોજાયા તે ટૂંકમાં જોઈએ/૧૨ ના સાંજે .૩૦ થી .૦૦પપ્પાજીની પરાવાણીપુસ્તકનું પારાયણ તે નિમિત્તે થયું. તા.૧૦મીએ સવારે અસ્થિ વિસર્જન મહીસાગર નદીવેહેરાખાડીએ ભજનધૂન્ય સાથે હોડી ફૂલોથી શણગારી પવિત્ર રીતે કરવામાં આવ્યું હતું.

 

{gallery}images_in_articles/newsletter/2016/Dec/06-12-16 to 11-12-16 P.Jayantibhai soshi parayan mahapooja{/gallery}

 

 

 

 

તા.૧૧ડીસે. પારાયણની પૂર્ણાહુતિ તથા ત્રયોદશીની મહાપૂજા પૂ.યશવંતભાઈ દવે, પૂ.ઈલેશભાઈ અને ભાઈઑએ કરી. અને તેઓના સગાસંબંધીઓની પાસે કરાવી હતી. અદ્દભૂત પ્રાર્થનાભજન થયાં.  ત્યારબાદ પૂ.જયંતિભાઈનુ મહિમાગાન થયું. અદ્દભૂત વાતો થઈ. ઐતિહાસિક સ્મૃતિઓ માણી. તે આપે ૨૧ ડીસે.૨૦૧૬ની પત્રિકામાં વાંચ્યું હશે. તેથી અહીં વિરમું છું.

 

 

 

પૂ.જયંતિભાઈના અક્ષરધામ ગમન નિમિત્તે પૂ.પન્નાબેન દવેએ સહુ ગુણાતીત જ્યોતનાં બહેનો વતી તેમના ચરણે પ્રાર્થનાધરી હતીતે જોઈએ

 

ગુરૂહરિ પપ્પાજીની  અત્યંત પ્રસન્નતાના પાત્ર પૂ.જયંતિભાઈ દોશી.

અનંત કોટિ કોટિ વંદન હો ! જેમણે અમ કાજે એમનું સર્વસ્વ ન્યોછાવર કરી સેવા ભક્તિની ભાવનાને દીપાવી પ્રભુ ભૂલકાંની નિષ્કામભાવે સેવા કરી.

ખૂબ વ્યવહાર કુશળતા છતાંય દેખાડો નહીં. આગવી સૂઝ છતાં આગ્રહ, અપેક્ષા નહીં.

 

એવું સહજ અને સ્વાભાવિક જીવન જીવી એક વિશ્વાસ સંપાદન કરી પ્રભુના સિધ્ધાંતને વર્તન બનાવી મૂક સેવક, મૌન સમર્પણ કરી એક આધ્યાત્મિક અવસ્થાની પ્રાપ્તિ કરી.એમનું સાંનિધ્ય અને વાયરો મુક્તોને શાતા અર્પણ કરતો. એવા ગૃહસ્થ છતાં ત્યાગી સાધુ, ગુણાતીત પ્રકાશને ફેલાવી અનંતને અજવાળ્યા.

ધન્ય હો આપની ભક્તિને ! ધન્ય હો કુટુંબીજનને ! જેમણે સાથ આપી ભક્તિના સહભાગી બન્યા. ધન્ય હો આપના સેવકોને ! જેમણે તક ઝડપી જીવન દીપાવ્યું ને અમે તો આપના ખૂબ ઋણી છીએ.

એવા નિષ્કામ, નિરપેક્ષ ગુરૂહરિ પપ્પાજીના પ્રથમ સેવક પૂ.જયંતિભાઈ દોશીને શતાબ્દી પર્વે સો સો સલામ !

અમ સહુ ગુણાતીત જ્યોતનાં બહેનોના પ્રણામ, આશિષ અર્પજો. પ્રસન્નતાનાં પાત્ર બની રહીએ.

 

 

 

() પપ્પાજી સ્વરૂપ.પૂ.સવિબેન સ્વરૂપાનુભૂતિ દિન

 

 

 

 

આજે .પૂ.સવિબેનનો સ્વરૂપાનુભૂતિદિન. પૂ.પન્નાબેન દવે સહુ જ્યોતનાં બહેનો વતી તેમના ચરણે પ્રાર્થના અર્પી હતી.

આત્મબુધ્ધિ ને પ્રીતિના દોરે બંધાઈ પ્રભુના દરેક વચનમાં સહજ અને સરળતાથી હોમાઈ ગયાં. પ્રભુના એક દિવ્ય કાર્યનું એક અજોડ ને અનોખું સર્જન . લેશ માત્ર પ્રભુના કાર્યમાં સંશય નહીં . પ્રભુ આપને વર્ણીય થયા ને આપ પ્રભુને વર્ણીય થયાં.

 

 

પ્રભુ ભૂલકાંનુ નિષ્કામભાવે, નિરપેક્ષ રહી, પ્રેમથી જતન કરી એક ગુરૂહરિ પપ્પાજીનો સંકલ્પસંપ, સુહ્રદભાવ, એકતાનો સાકાર કરી બતાવ્યો.

ધન્ય છે આપની પૂર્ણ ભક્તિને ! કેવી પ્રાર્થના, સંકલ્પએ તો આપ અને આપના પ્રભુ જાણે. આવા અમ સહુના વહાલાં સવિબેનને એમના આશ્રિતજનને ! પપ્પાજી શતાબ્દી મહાપર્વ વર્ષે સો સો સલામ. ધન્ય છે આપ સહુ મુક્તોને !

હે સવિબેન ! ડગલે ને પગલે સદાય સાથે રહેજો. આશિષ અર્પજો સહુ ભક્તોને !

 

 

 

() તા.૧૭/૧૨/૧૬ શનિવાર પૂ.ડહીબા શર્માની જીવચર્યાની મહાપૂજા

 

 

 

પૂ.ડહીબા શર્મા (અમદાવાદ) ના ૭૫મા જન્મદિન અમૃતપર્વ નિમિત્તે જીવચર્યાની મહાપૂજા જ્યોત મંદિરમાં થઈ હતી.

ગુરૂહરિ પપ્પાજીએ ગૃહી ત્યાગીનો મેળ રહેવા દીધો નથી. ગૃહસ્થ અક્ષરમુક્ત જગતમાં રહીને પણ પ્રત્યક્ષની નિષ્ઠા રાખી મંડી પડે તો છતીદેહે ત્યાગી કરી શકે તેવી સ્થિતીને પામી શકે છે. તેવા ઘણા ચૈતન્ય માધ્યમ મુક્તોને ગુરૂહરિ પપ્પાજીએ અને સ્વરૂપોએ તૈયાર કર્યા છે. એવા એક પૂ.ડહીબા શર્મા છે. તેઓના ૭૫મા પ્રાગટ્યપર્વે તેમની જીવચર્યા નિમિત્તે મહાપૂજા કરાવવા તેમના દીકરાવહુદીકરીઓ સહ પરિવાર સગાસંબંધીઓ સહીત પધાર્યા હતા. દિવ્ય ગુરૂહરિ પપ્પાજી અને પ્રત્યક્ષ સર્વે સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે જ્યોત મંદિરમાં મહાપૂજા કરાવી હતી. પૂ.યશવંતભાઈ દવે, પૂ.ઈલેશભાઈએ ખૂબ સરસ દિવ્ય રીતે મહાપૂજા કરી હતી અને ત્યારબાદ પ્રાસંગિક માહાત્મ્યગાન પૂ.ડૉ.નિલમબેન, પૂ.ડહીબાની દીકરી પૂ.પારૂલબેન કર્યું હતું. ત્યારબાદ .પૂ.દીદીના આશીર્વાદનો લાભ સહુએ માણ્યો હતો. તેના સારરૂપ માહાત્મ્ય અહીં આપણે પણ માણીએ.

 

 

 

પૂ.ડહીબા ૭૫ વર્ષનાં છે. પરંતુ એક યુવતી જેવા છે. પ્રત્યક્ષ પ્રભુની પ્રાપ્તિનો કેફ દિવસે દિવસે વધતો રહે છે. એક કીડની પર ૪૪ વર્ષથી જીવે છે. આખા કુટુંબમાં પ્રત્યક્ષની નિષ્ઠા કરાવી શ્રધ્ધા વધારી છે. વ્યવહાર છે તેથી મુશ્કેલી તો આવે. પણ બધામાં સવળું લે છે. આખા કુટુંબમાં સત્સંગના સંસ્કાર છે. ગુરૂહરિ પપ્પાજીએ સતયુગ ચલાવ્યો છે. ઘરના ઘર મંદિર બનાવ્યા છે. ડહીબાની જેમ પ્રાપ્તિનો કેફ સહુનેય રહે તેવી પ્રાર્થના કરી મહાપૂજાનો કાર્યક્ર્મ સંપન્ન થયો હતો. આજનો ઠાકોરજીનો થાળ અને સર્વે સંત બહેનો હરિભક્તોનો થાળ તેમના દીકરા પૂ.કિરણભાઈએ જમાડીને ધન્યતા અનુભવી હતી.

 

 

 

() તા.૧૩/૧૨/૧૬

 

 

 

શતાબ્દી સમૈયા પછી .પૂ.દેવીબેન પ્રથમવાર કોઈ હરિભક્તના લગ્ન નિમિત્તે સુરત પધાર્યા હતા. અને સુરત ગુણાતીતધામ પર મહિલા મંડળની સભામાં લાભ આપવા પધાર્યા. શતાબ્દી સમૈયામાં સુરત મંડળના ભાભીઓએ જે સેવા માહાત્મ્યેયુક્ત કરી હતી તેની પ્રસન્નતાનો ભાવ .પૂ.દેવીબેનના હૈયામાં થનગનતો હતો. તેથી પૂ.મીનાબેન દોશી અને મંડળના ભાભીઓ પર ખૂબ પ્રસન્નતા વરસાવી હતી. એના માધ્યમરૂપે પ્રસાદ અને સ્મૃતિભેટ ૧૦૦ મુક્તોને અર્પીને ખૂબ બળ પ્રેરણા બક્ષ્યાં હતાં.

 

 

 

() તા.૨૭/૧૨/૧૬ .નિ.સુરૂભાઈ ઠક્કર (લંડન)ની ત્રયોદશીની મહાપૂજા

 

 

 

પૂ.સુરૂભાઈ ઠક્કરની ત્રયોદશી નિમિત્તે તથા અસ્થિપૂજન નિમિત્તેની મહાપૂજા આજે સવારે ૧૦ થી ૧૨ જ્યોતમંદિરમાં થઈ હતી. મહાપૂજા તેમના ધર્મપત્ની પૂ.શોભાભાભી ઠક્કરે કરાવી હતી. લંડનથી સ્પેશ્યીલ મહાપૂજા કરાવવા પૂ.સુરૂભાઈના બહેનબનેવી પૂ.મંજુલાબેનપૂ.જયંતિભાઈ આવ્યા હતા.

{gallery}images_in_articles/newsletter/2016/Dec/27-12-16 P.Surubhai thakkar{/gallery}

 

 

 

પૂ.યશવંતભાઈ દવે અને પૂ.ઈલેશભાઈએ ખૂબ ભક્તિભાવે મહાપૂજા કરી કરાવી હતી. સુરૂભાઈનું મહિમાગાન તેમના દિવ્ય દીકરી પૂ.હરણાબેને કર્યું હતું. ગુરૂહરિ પપ્પાજીએ ભગવાન ભજવાનું અલૌકિક સ્થાન અને દિવ્ય સંબંધો માતપિતાના આપીને દેહનાં સગાં ભૂલાવી અને સત્સંગના દિવ્ય સંબંધો દ્વારા સક્રિય રાખ્યા છે. પૂ.શોભાબેન અને પૂ.સુરૂભાઈ મારા દિવ્ય માતપિતા છે. પૂ.સુરૂભાઈને ..૧૯૮૦માં ગુરૂહરિ પપ્પાજી ભગવાન તરીકે આત્મામાં મનાઈ ગયા. પૂ.સુરૂભાઈને મોટી લોન્ડ્રી હતી. ગુરૂહરિ પપ્પાજીના વસ્ત્રો તેઓની લોન્ડ્રીમાં ધોવાતા હતા. લૌકિક સેવાથી ગુરૂહરિ પપ્પાજી પ્રસન્ન થઈ ગયા અને જન્મોજન્મના પ્રારબ્ધ ધોઈ અક્ષરધામનાં પ્રારબ્ધ કરી આપ્યાં. આજે પૂ.સુરૂભાઈનો આત્મા ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં બિરાજમાન છે. પૂ.શોભાભાભી લંડન જ્યોતનાં બહેનોનીમાસમાન છે. શતાબ્દી પર્વે લંડન જ્યોતના બેહેનો અહીં આવ્યાં હતાં ત્યારે પૂ.શોભાભાભી ત્યાં સેવા માટે જ્યોતમાં રહ્યાં હતાં. બહેનો અહીંથી ગયા પછી પૂ.શોભાભાભી અહીં આવ્યાં અને આજે મહાપૂજા કરાવી.

 

 

 

.પૂ.દીદી અને પૂ.શોભનાબેનના આશીર્વાદ લીધા. તેમાં તેઓએ અત્યાર સુધીનું જે ખરૂં જીવન અને સેવા ભાવના તેની વાત ખૂબ પ્રસન્નતાથી કરી અને રૂડા આશીર્વાદ આપ્યા હતા.

પૂ.શોભાભાભીએ ગુરૂહરિ પપ્પાજી અને સર્વે સદ્દગુરૂ સ્વરૂપોને પુષ્પઅર્પણ સ્મિત સાથે ભાવથી કરીને સર્વદેશીય માહાત્મ્ય રેલાવી ગુરૂહરિ પપ્પાજી અને પૂ.શોભનાબેનની શોભા બની રહ્યાં હતાં.

મહાપૂજાના કાર્યક્ર્મ બાદ મંદિરના પ્રાંગણમાં પૂ.સુરૂભાઈના અસ્થિની પૂજા ભાઈઓબહેનોએ કરીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. પૂ.શોભાભાભી તરફથી આજની મહાપૂજાનો થાળ અને સંત બહેનોનો થાળ હતો. સહુ ભક્તોને જમાડી ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોની પ્રસન્નતા લીધી હતી.

બપોર પછી પૂ.સુરૂભાઈના અસ્થિવિસર્જન મહિસાગરમાં પધરાવવા વ્હેરાખાડી, નદી તટે પૂ.શોભનાબેન અને બહેનો તથા ભાઈઓ ગયા હતા.

 

 

 

() તા.૨૪/૧૨/૧૬ થી ૩૦/૧૨/૧૬ ગુરૂહરિપપ્પાજી સ્મૃતિ સપ્તાહ

 

 

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ જ્યોતના બહેનોનીગુરૂહરિ પપ્પાજી સ્મૃતિ સપ્તાહ શિબિરનું આયોજન .પૂ.દીદીની પ્રેરણાથી સભા વિભાગનાં બહેનોએ કર્યું હતું. ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિઅનુભવ પ્રસંગ ૧૦૦ બહેનોએ સપ્તાહ દરમ્યાન કહેવાનું રાખેલ હતું. તે ૧૦૦ બહેનોને પસંદગી પણ ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીની સ્મૃતિ સહ હતી.

 

{gallery}images_in_articles/newsletter/2016/Dec/24-12 to 31-12-16 Guruhari Pappaji smruti saptaha{/gallery}

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વ વાક્યમાં સમાયેલા અક્ષરો પરનાં બહેનો એટલે કે , , , , , , , , , અક્ષરથી શરૂ થતા નામ ધારી બહેનોએ માત્ર મિનિટમાં ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ કહેવાની તક આપી હતી. તેમાં બહેનોએ ગુરૂહરિ પપ્પાજીની અદ્દભૂત સ્મૃતિની વાતો કરી હતી. લગભગ સ્મૃતિ દરેક બહેન ટૂંકમાં કહી શકતાં હતાં. તે સ્મૃતિની પાછળ છૂપાયેલા ગુરૂહરિ પપ્પાજીના જે અદ્દભુત ગુણ તેનું દર્શન થતું હતું. ગુરૂહરિ પપ્પાજીએ એક એક મુક્ત સાથે આગવો સંબંધ બાંધી ચૈતન્યલક્ષી કાર્ય દરેકના જીવનમાં કર્યું હતું. અઠવાડિયાની દરેક સભાના મુખ્ય યજમાન પદે મોટેરાં બહેનોની નિમણુંક કરી હતી.

 

 

 

તા.૨૪/૧૨ના સ્વામિનારાયણ મંત્ર પ્રાગટ્યતિથિ હતી. જોગાનુજોગ આજે એકાદશી પણ હતી. (માગશર વદ૧૧) આજે બધાં બહેનો એકાદશી કરે તેવો હળવો આદેશ .પૂ.દીદીનો હતો. નાનામોટા સહુએ એકાદશી કરી હતી. અને પપ્પાજી હૉલમાં આજે સાંજે .૩૦ થી .૦૦ની સભાથી સ્મૃતિ સપ્તાહનો પ્રારંભ થયો હતો. .પૂ.દીદીના પ્રમુખ પદે (સભાપતિ પદે) આજની સભા હતી. વળી, ક્રિસમસ ટ્રીનું નાનું એવું ડેકોરેશન હતું. પ્રારંભ ખૂબ સારા દિવસથી થયો.

ગુરૂપદે તા.૨૪.પૂ.દીદી, તા.૨૫.પૂ.જશુબેન, તા.૨૬પૂ.શોભનાબેન, તા.૨૭પૂ.દયાબેન, તા.૨૮પૂ.હંસાબેન ગુણાતીત, પૂ.૨૯પૂ.મધુબેન સી., તા.૩૦પૂ.મણીબેન, તા.૩૧ પૂ.માયાબેન (સાંજે) પૂ.મનીબેન (રાત્રે) હતાં. સભા બાદ ગુરૂપદે જે સદ્દગુરૂ હોય તેના આશીર્વાદનો લાભ લગભગ માણતા હતાં. દરરોજની સભા એકથી એક દિવસની અદ્દભૂત થઈ હતી. દરરોજ ૧૫ બહેનોનો લાભ લેવાનું રાખ્યું હતું. સ્વામીની વાતુમાં વાંચ્યું છે કેભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભગવાન તો ભક્તોના મનોરથ પૂરવા પૃથ્વી પર પધાર્યા છે.”   વાક્યોને ચરિતાર્થ કરતું દર્શન બહેનોની વાતોમાં થતું હતું.

 

 

 

અંતર્યામીપણે ગુરૂહરિ પપ્પાજીએ અંતરમાં રહેલો ભાવ જમાડવાનો પૂરો કરવા સામેથી જમવાની આઈટમ આવીને ગ્રહણ કરી હોય. તો વળી, રસોડાની સેવા કરતા બહેનોથી દાળશાકમાં મીઠું વધારે પડી ગયું હોય કે દૂધની સેવામાં કાંઈ નાનો પ્રોબ્લેમ (ક્ષતિ) થઈ હોય. એનો બંધબેસતો ઉકેલ ગુરૂહરિ પપ્પાજીએ એકમાબનીને શોધી આપ્યો હોય અથવા પ્રાર્થનાથી તે બહેનની આઈટમમાં સ્વાદ ભરી દીધો હોય. અથવા રસોઈમાં સેહ પૂરીને રસોઈ ખૂટી ના હોય એવા એવા અનેક અનુભવો ગુરૂહરિ પપ્પાજીએ કરાવ્યા છે. આવડા મોટા સત્પુરૂષ ગુરૂહરિ પપ્પાજી હોવા છતાંય નાનામાં નાના મુક્તની કક્ષાએ જઈને દરેકને મૂર્તિ આપી સંકલ્પ પૂરા કરીને હૈયું ભર્યું ભર્યું કરી દીધું છે. તો વળી માન, સ્વાદ, સ્નેહ, લોભ અને કામને અઢળક સેવા માહાત્મ્યેયુક્ત કરાવીને ધોઈ નાખ્યા છે. કોઈને વઢે, કોઈને વખાણે, કોઈની ઉપેક્ષા કરે, કોઈનો મનોરથ પૂરો કરે વગેરે પણ તે કેવળ ચૈતન્ય દર્શી ક્રિયા હતી. જેના ફળસ્વરૂપે જીવનું જગત ખોટું થતું હતું.

 

 

 

લીધેલી જવાબદારી પૂર્ણ કરનાર લોખંડી પુરૂષ બાબુભાઈ એટલે કે ગુરૂહરિ પપ્પાજીના અનંત ગુણોનું દર્શન, આધ્યાત્મિકતાનો અહેસાસ અને પરભાવની પિછાણ દરેક બહેનની અંતરમાંથી આવતી વાતોમાંથી સર્વને અનુભવાતી હતી. શ્રોતા જ્યોતનાં બહેનો હતાં તથા હરિભક્ત ભાભીઓ પરદેશના કે વિદ્યાનગર મંડળના નજીકના ભાભીઓ હતાં. તે સર્વ એકીટશે વાતો સાંભળતાં હતાં. ગુરૂહરિ પપ્પાજીની વાતો સહુને પકડી રાખતી હતી અને વળી દરેક શ્રોતાના અંતરમનમાં પણ વક્તાની વાતો મળતી આવતી હતી. આમ, અનેક મુક્તોએ પ્રત્યક્ષ પ્રભુ પપ્પાજીમાં સાક્ષાત્ સ્વામિશ્રીજીનાં દર્શન અનુભૂતિ પામ્યા છે. સર્વ મુક્તોના એક ઉદ્દગારો હતા કે ખૂબ મઝા આવે છે, ખૂબ આનંદ આવે છે. સભાખંડ વગર કહ્યે ભક્તોથી ભરેલો રહેતો હતો. આમ, ગુરૂહરિ પપ્પાજી સ્મૃતિ સપ્તાહની પૂર્ણાહુતિ ખૂબ બ્રહમાનંદથી થઈ. ૩૧મીએ પણ સભા રાખી અને માંડ ૧૦૦ વારી પૂર્ણ કરી હતી.

 

 

 

સપ્તાહની સાથે સાથે તા.૩૧મી રાત્રે .૩૦ થી ૧૧.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં બાય બાય ૨૦૧૬ અને વેલકમ ૨૦૧૭ નિમિત્તેનો અદ્દભૂત કાર્યક્ર્મ રાખ્યો હતો.

તેમાંઅનેનામધારી બહેનોને બે સેર મોતીની, આર્ટીફીશીયલ ફૂલ, કઠોળ કે કોઈપણ વસ્તુની બે ફૂટની સેર બનાવવાની હતી. બધી સેર ભેગી કરીને ૧૦૦ ફૂટનો હાર પૂ.ચારૂબેન સી. અને બહેનોએ ખૂબ મહેનત કરીને બનાવ્યો હતો અને રાત્રે સભાની શરૂઆતમાં તે નામધારી બહેનોએ ગુરૂહરિ પપ્પાજીને અર્પણ કર્યો હતો અને ત્યારબાદ મંચસ્થ થયેલા સ્વરૂપોને અર્પણ કરી વિવિધતામાં એકતાનું દર્શન કરાવ્યું હતું અને પછી આરતી કરી હતી.

ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સાથેનો આનંદબ્રહ્મ કમિટી રચિત કાર્યક્ર્મ હતો. જેમાં ગાયકવાદ્યવૃંદે ગુરૂહરિ પપ્પાજીની જીવન ઝરમર (યશગાથા) ના ભજનોની ટૂંક આવરી લઈને ગુરૂહરિ પપ્પાજીના જીવન સ્મૃતિ દર્શનને ગદ્યપદ્યમાં કરાવ્યું હતું. તથા ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોની સ્મૃતિ સહ બે પાર્ટીમાં રમત રમાડીને મુક્ત આનંદ કરાવ્ય હતો.

{gallery}images_in_articles/newsletter/2016/Dec/shibir sabha{/gallery}

 

 

 

આજના ગુરૂપદે પૂ.મનીબેન હતાં છેલ્લે તેમનો લાભ લીધો હતો. ત્યારબાદ .પૂ.દીદીના આશીર્વાદ લઈ ૧૧.૪૫ વાગ્યે સભા પૂરી કરીને સહુ મુક્તો પ્રભુકૃપામાં પધાર્યા. બરોબર ૧૨.૦૦ વાગ્યે ૧૨ ડંકા પડ્યા અને ગુરૂહરિ પપ્પાજીને થાળ અર્પણ કર્યો અને ત્યારબાદ આરતી કરી. ૨૦૧૬ની સાલની વિદાય અને ૨૧૦૭ની સાલનું વેલકમ નવા વર્ષના જય સ્વામિનારાયણ મિલન સાથે પ્રસાદથી મીઠું મોં કરીને બ્રહ્માનંદ પ્રાપ્ત કર્યો હતો.

પૂ.જીતુકાકા ચિતલીયા અને પ્રભુકૃપા મંડળના મુક્તોએ ખૂબ સુંદર ભવ્ય ૧૦૦ રંગબેરંગી દીવાઓનું સુશોભન કર્યું હતું. અને અક્ષરધામનું દ્રશ્ય ખડું કર્યું હતું.

તા.૩૧મીની રાત્રિ સભાનું દર્શન આપે વેબસાઈટ પર માણ્યું હશે. તેથી અહીં વિરમું છું.

 

 

 

આમ, શતાબ્દી મહાપર્વ લઈને આવેલી ૨૦૧૬ની સાલે વિદાય લીધી. હે પપ્પાજી ! હે ગુરૂ સ્વરૂપો ! અમારાથી આખા વર્ષ દરમ્યાન જાણે અજાણે કંઈ ભૂલચૂક થઈ હોય તો અમે હ્રદયના ભાવથી આપની ક્ષમા યાચીએ છીએ.

૨૦૧૭ની સાલમાં વિચાર, વાણી, વર્તનનો વિવેક કદી ચૂકીએ. આપની સૌરભ બનીને રહીએ. એવું જીવવાનું ખૂબ ખૂબ બળ આપો નવા વર્ષની આપના ચરણોમાં પ્રાર્થના. આપ સર્વને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જય સ્વામિનારાયણ !

 

 

 

આમ, આખો મહિનો ભક્તિ સભર પસાર થયો હતો. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !