Param Pujya Aksharvihari Swamiji

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનું અક્ષરધામ ગમન

 

ગુરૂહરિ પપ્પાજીના પૂર્વાશ્રમના જ્યેષ્ઠ પુત્ર અને પૂ.પ્રફુલ્લભાઈ (અનુપમ મિશન)ના વડીલ બંધુ ગુણાતીત સ્વરૂપ, ગુણાતીત સમાજના જ્યોતિર્ધર પ.પૂ.અક્ષરવિહારીસ્વામીજી (ઉં.વ.૮૩) શનિવાર, તા.૨૧ ડિસેમ્બરે ૨૦૧૯ના દિવસે સવારે ૪.૧૫ વાગ્યે લાંબી માંદગી પછી રાજકોટની વોકહાર્ટ

હૉસ્પિટલમાં અક્ષરધામ સિધાવ્યા. આ સમાચાર સાંભળી સમગ્ર ગુણાતીત સમાજે ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવી.

 

– પ.પૂ.અક્ષરવિહારીસ્વામીજીનું પૂર્વાશ્રમનું નામ રમેશભાઈ હતું. તેમનું પ્રાગટ્ય તા.૧૫/૧/૧૯૩૬ ના રોજ ધર્મજ ગામે થયું.

 

– તા.૧૧/૫/૬૧ના પ.પૂ.યોગીજી મહારાજના જન્મ જયંતિ મહોત્સવે ગઢડામાં ભાગવતી દીક્ષા લીધી. ‘અક્ષરવિહારીદાસજી’ એવું શુભ

  નામાભિધાન થયું. 

 

– ૧૯૬૧ થી ૧૯૬૫ સુધી અક્ષરભુવન દાદરમાં પ.પૂ.મહંત સ્વામીની સંન્નિધિમાં રહ્યાં. 

 

– ૧૯૬૫થી યોગીજી મહારાજે સદ્દગુરૂ બનાવ્યા. ને સંતોને સાચવવાની સેવા સોંપી.

 

– ૧૯૬૬માં પાર્ટીશન થયા બાદ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી અને અક્ષરવિહારી સ્વામીજીને સંતો સોખડા પધાર્યા. ૧૯૬૭માં અમુક સંતો

  સાથે સાંકરદા મંદિરે સ્થાયી રહ્યા ને સંતોનું જતન કર્યું.

 

– ૧૯૬૮માં સાંકરદામાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી. ત્યાંના પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીને મહંત તરીકેની વરણી કરી. 

 

– પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી પ.પૂ.પપ્પાજીને ગુરૂહરિ સ્થાને રાખી સંતો, યુવકો તથા હરિભક્તો પાસે અસાધારણ માહાત્મ્યેયુક્ત સેવા

  તથા ભજન-પ્રાર્થના કરાવડાવી દિવ્યતાનાં પૂર વહેવડાવ્યા. ફળ સ્વરૂપે સ્વામિ સ્વરૂપ સંતો, યુવકો ને હરિભક્તો પાક્યા. આખા સમાજનું 

  આધ્યાત્મિક રીતે જતન કર્યું. તેમની દાસત્વભક્તિ અજોડ હતી.

 

– ઈ.સ.૨૦૧૮માં કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દીનો સમૈયો અખિલ ગુણાતીત સમાજ ભેગા મળી સાંકરદા ઉજવે તેવો દ્રઢ સંકલ્પ

  તેમનો હતો. પવઈના સંતભાઈઓના સંકલ્પ અને ભક્તોના સહકારથી સાંકરદા નૂતન મંદિરના નિર્માણની સેવા તેમણે રાજી થકા સ્વીકારી અને 

  બધાને ખૂબ મદદ કરી નિશ્ર્ચિંત કર્યા. 

 

છેલ્લા થોડા વખતથી નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે અવારનવાર હૉસ્પિટલમાં સારવાર માટે જવાનું થતું. અંતેવાસી સંતો પૂ.નિષ્કામજીવનસ્વામી, પૂ.બાપુ સ્વામી તથા સેવકો પૂ.વજુભાઈ, પૂ.બિમ્પલભાઈ, પૂ.ભીમસિંહભઈ વગેરે ખૂબ જ શ્રધ્ધા ને ભક્તિભાવથી તેમની સેવા કરતા. પૂ.સ્નેહલ સ્વરૂપ સ્વામીએ તો છેક પૂર્વાશ્રમથી તેમની અંગત સેવા અત્યંત મહિમા અને ભક્તિથી કરી હતી. શારીરિક તકલીફ પોતાને હોવા છતાં તેમણે ક્યારેય પણ કોઈ ફરિયાદ કરી નહોતી. કંથારીયાથી પૂ.વિજ્ઞાન સ્વામી પણ અવારનવાર સાંકરદા આવી અક્ષરવિહારીસ્વામીજી ની દેખરેખમાં સંતોને સાથ આપતા. પ.પૂ.હરિપ્રસાદસ્વામીજી સંભાળી, પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજી, સંત ભગવંત સાહેબજી, ગુણાતીત જ્યોતનાં બહેનો અને ગુણાતીત પ્રકાશના ભાઈઓ તથા મુંબઈમાં પવઈના સંતભાઈઓએ પણ તેમની સારવાર દરમ્યાન અંગત રસ લઈ તમામ પ્રકારની સુવિધા ગોઠવી હતી.

 

છેલ્લે રાજકોટમાં હવાફેર માટે અને આયુર્વેદિક સારવાર અર્થે ગયા હતા. પણ તબિયત વધારે બગડતા વોકહાર્ત હૉસ્પિટલમાં દાખલ કર્યા. પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના અંગત ડૉ.શ્રી દેવાંગભાઈની દેખરેખમાં સ્વામીજી રહ્યા. હરિધામના પૂ.પ્રેમસ્વરૂપ સ્વામી અને પૂ.ત્યાગવલ્લભ સ્વામીએ રાજકોટમાં સ્વામીજીની બધા પ્રકારની સેવાઓ કરી. પરંતુ તેમણે પોતે જ દેહલીલા સંકેલવાનો સંકલ્પ કર્યો હોય એમ વોકહાર્ટ હૉસ્પિટલમાં ૧૦ દિવસની સારવાર બાદ તા.૨૧ ડિસેમ્બરે ના રોજ બ્રાહ્મમુહૂર્ત મંગલપ્રભાતે .૧૫ વાગ્યે પોતાની દેહલીલા સંકેલી સ્વતંત્ર થકા અક્ષરધામમાં બિરાજી ગયા. સમગ્ર ગુણાતીત સમાજે ખૂબ ઘેરા શોકની લાગણી અનુભવી. તેમના દિવ્ય વિગ્રહને રથમાં વિરાજમાન કરી રાજકોટ વોકહાર્ટ હૉસ્પિટલમાંથી વિદાય લઈ આત્મીયયોગીધામેથી અંતિમ સ્મૃતિ યાત્રાનો પ્રારંભ થયો.

{gallery}images_in_articles//newsletter/2019/Dec/21 22 P.P.AKSHARVIHARI SWAMI AKSHARDHAM GAMAN{/gallery}

 

પ્રથમ વિદ્યાનગર ગુણાતીત જ્યોત અને પ્રભુકૃપા પાસે લાવવામાં આવ્યો. સદ્દગુરૂ સ્વરૂપો, જ્યોતના સર્વ બહેનોના સાંનિધ્યે સ્થાનિક વ્રતધારી સંત ભાઈઓગૃહસ્થ મુક્તોએ ખૂબ  ભારે હ્રદયથી ભાવાંજલિપુષ્પાંજલિ અને પૂજન કર્યાપધારેલ સૌ ભક્તજનોએ તેમનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યાપ્રભુકૃપામાંથી વિદાય લઈ સ્વામીજીનો રથ બ્રહ્મજ્યોતિતીર્થસ્થાન પર પધાર્યોત્યાં .પૂ.સાહેબજી, સર્વ વ્રતધારી ભાઈઓમહેમાનમુક્તો વગેરેએ પૂજનપુષ્પાંજલિ અર્પણકર્યાત્યારબાદ પપ્પાજી તીર્થ પર શાશ્વતધામે પધાર્યાત્યાં ઉપસ્થિત રહેલા સંતોમુક્તોએ દર્શનપૂજનનો લાભ લીધો. ત્યારબાદ કંથારિયા મંદિરે પધાર્યાત્યાં પૂ.વિજ્ઞાનસ્વામી અને સંતોમુક્તોએ પૂજનદર્શનઆશીર્વાદનો લાભ લીધોત્યાંથી નીકળી સીધા હરિધામ (સોખડાપધાર્યાત્યાં .પૂ.હરિપ્રસાદસ્વામીજીની પ્રત્યક્ષ હાજરીમાં નેક સંતોઅંબરીષમુક્તોહરિભક્તો વગેરેએ ખૂબ ભાવપૂર્વક અક્ષરવિહારીસ્વામીજીનાં દર્શનપૂજનપુષ્પાંજલિ, આરતી દ્વારા તેઓને ભાવાંજ્લિ અર્પી. સ્વામીજીએ અદ્દભૂત ભક્તિભાવથી ખૂબ જ ગદ્દગદ્દ કંથે પ્રાર્થના અર્પણ કરી.

 

ત્યારબાદ લગભગ ૨.૩૦ વાગ્યે સ્વામીજીના પાર્થિવ દેહને સાંકરદા નૂતન મંદિરે લાવવામાં આવ્યોત્યાંના પૂજારીએ તેમનીવિધિવત પૂજનઅર્ચન ર્યાંસાંકરદાનો આખો સમાજ અક્ષરવિહારી સ્વામીજીનાં અંતિમ દર્શનપ્રાર્થનાપૂજનપુષ્પાંજલિકરવા આતુર હતો. ત્યાં ‘પ્રભુસ્મૃતિ હૉલ’ માં તેમનો રથ પધાર્યોઅહીં અનંત નયનો આતુરતાથી અને દુઃખદાયક હ્રદયથીતેમને નીરખી રહ્યાં. હરિભક્તોએ અત્યાર સુધી ખાળી રાખેલાં અશ્રુ બંધ છૂટી ગયા અને સહુએ અત્યંત દુઃખદાયક હૈયે તેમને પ્રાર્થના, ભજન ધૂનથી પુષ્પાંજલિ અર્પી.  દ્રશ્ય ખૂબ  હ્રદય દ્રાવક હતુંગમગીન હતુંસર્વત્ર સન્નાટો છવાઈગયો હતો ‘પ્રભુસ્મૃતિ હૉલમાં મંચ પર તેમની ગરિમા મુજબ ખૂબ  પવિત્ર અને દિવ્ય સાદગીભર્યું બરફના આસનપર અક્ષરવિહારીસ્વામીજીને પધરાવવામાં આવ્યા ને સહુએ વારાફરતી દર્શન-પૂજનનો લાભ લીધો. 

 

જે દર્શન કરતાં સહુ અનુભવી રહ્યા હતા કેસ્વામીજી હમણાં આશીર્વાદ આપશેઆનંદ કરાવશેપ્રભુની સ્મૃતિઓકરાવશેસાધનાની માર્ગદર્શિકા પૂરી પાડશે એવું સહુ અનુભવી રહ્યા હતામૌન બની વિનવી રહ્યા હતાંમાયિક ચક્ષુથીઅંતરમનમાં  અંતિમ સ્મૃતિઓને ચિરંજીવ કરી રહ્યા હતામાહાત્મ્ય સમ્રાટ એવા પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ. કોટિ વંદન સહ જય સ્વામિનારાયણ.

 

તા.૨૨/૧૨/૧૯ રવિવાર પ.પૂ.અક્ષરવિહારીસ્વામીજીની અંત્યેષ્ટિ વિધિ

 

૨૧૮ વર્ષ પૂર્વે માગશર સુદ એકાદશી શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય ઉદ્દઘોષણા મહામંગલકારી દિવસ.

આવા શુભ દિવસે પ.પૂ.અક્ષરવિહારીસ્વામીજી જેમની અંત્યેષ્ટિ વિધિ સાંકરદા તીર્થધામે આજ રોજ સાંજના ૫.૩૦ વાગ્યે રાખી હતી. ગુણાતીત સમાજના ગુણાતીત સ્વરૂપો પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી અને સંત મંડળ, અંબરીષ મંડળ, પ.પૂ.સાહેબદાદા અને વ્રતધારી ભાઈઓ, પવઈથી પૂ.ભરતભાઈ, પૂ.વશીભાઈ અને મુક્ત સમાજ, સમઢિયાળાથી પૂ.નિર્મળ સ્વામીજી અને મુક્ત સમાજ, દિલ્હીથી પ.પૂ.ગુરૂજી અને સંતો, મુક્ત સમાજ, ગુણાતીત જ્યોત વિદ્યાનગરથી પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન, પ.પૂ.પદુબેન અને બહેનો, ગુણાતીત જ્યોત વિદ્યાનગરના ગુણાતીત પ્રકાશ વ્રતધારી ભાઈઓ અને સૌરભ મુક્તો, કંથારિયાથી પૂ.વિજ્ઞાન સ્વામી અને સંતો, પ.પૂ.આનંદી દીદી અને બહેનો, પ.પૂ.પ્રેમબેન અને બહેનો, પૂ.માધુરીબેન અને બહેનો, સાંકરદા સમાજના સર્વ હરિભક્તો, મુક્તો વગેરે આશરે ૧૦૦૦ દર્શનાર્થીઓ શ્રધ્ધાંજલિ, ભાવાંજલિ અર્પણ કરવા પધાર્યા હતા. 

 

પવઈના પૂ.બાપુ અને પૂ.રાજુભાઈએ તેમને વિશિષ્ટ હાર અર્પણ કર્યો. પૂ.ભરતભાઈ, પૂ.વશીભાઈએ ગુણાતીત સમાજના અન્ય કેન્દ્રોના જ્યોતિર્ધરો સાથે ફૂલની ચાદર અર્પણ કરી. ગુણાતીત સમાજ વતી સંતોએ સ્વામીજીને ગુણાતીત સમાજનો ધ્વજ અર્પણ કર્યો. સ્થાનિક સરપંચ વતી શ્રી.અભેસિંહભાઈ તથા વિધાન સભ્યો શ્રી. કેતનભાઈ ઈનામદાર અને પિયૂષભાઈ દેસાઈએ પણ પુષ્પહાર દ્વારા અંતિમ અંજલિ અર્પણ કરી. પિયૂષભાઈના પિતાશ્રી અને ગુણાતીત સમાજના આત્મીય સ્વજન પ.ભ.દિનકરભાઈ દેસાઈ ૯૭ વર્ષની જૈફ વય અને નાદુરસ્ત સ્વાસ્થ્ય હોવા છતાં અક્ષરવિહારી સ્વામીજીનાં અંતિમ દર્શન કરવા તથા અંજલિ અર્પવા ખાસ સાંકરદા આવ્યા હતા. વર્ષોથી સ્વામીજીની એકધારી અંગત સેવા અત્યંત ભક્તિભાવથી કરનાર અને તેમની જોડે અનન્ય પ્રીતિથી જોડાયેલા બિંપલભાઈએ તેમની અંતિમ બિમારીની માહિતી સંક્ષિપ્તમાં ગદ્દગદ્દ કંઠે આપી અને સર્વે ગુણાતીત સ્વરૂપોને પ્રાર્થના કરી કે, ‘અમે અમારા જીવનથી સદૈવ સ્વામીજીને પ્રગટ રાખી શકીએ.’

 

ત્યારબાદ સ્વામીજીની પાલખી યાત્રા શરૂ થઈ. જેમાં પ્રથમ સર્વ સંતોએ લાભ લીધો. વ્રતધારી ભાઈઓ, મહેમાનો અને મુક્તોએ પાલખીયાત્રામાં અંતિમ સેવાની તક ઝડપી લેવા તત્પર હતા. આતુરતા દાખવતા હતા. તેમના માટેનું અંતિમ વિશ્રામ સ્થાન અક્ષર બાગમાં ઉત્તર દિશામાં ખૂબ જ સાદગીપૂર્ણ છતાં દિવ્યતા પ્રસરાવતું વેદિકા આસન સેવકોએ તૈયાર કર્યું હતું. જ્યાં તેમની અંતિમ ક્ષણોના દુઃખદાયક અશ્રુબિંદુઓને દબાવીને પણ આ બધી અંત્યેષ્ટિ વિધિ સેવકો તૈયાર કરી રહ્યા હતા. અહીં પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી, પ.પૂ.સાહેબજી, પ.પૂ.ગુરૂજી (દિલ્હી) તથા નિર્મળ સ્વામીજીએ અંતિમ પુષ્પહાર અર્પણ કર્યા.

 

સ્વામીજીએ તેમને અંતિમ અંજલિ અર્પણ કરતાં કહ્યું કે, ‘અક્ષરવિહારીસ્વામીજીનું પહેલેથી જ ખૂબ જ સરળતાભર્યું જીવન હતું. તેમની દાસત્વભક્તિ અજોડ હતી. તેમની ગરીબાઈને મહિમાસભર જીવન બેનમૂન હતાં. તેઓ બાપાની જે રીતે સેવા કરતા, તે જોઈ મારી આંખમાં આંસુ આવી જતાં અને હૈયું ગદ્દગદ્દ થઈ જતું. અક્ષરવિહારીસ્વામીજીને ગુણાતીત સમાજમાં આપણે આપણી વચ્ચેથી જવા દેવા નથી. કાયમ જીવંત રાખવા છે. તેમના જેવા વિવેક, મર્યાદા, માહાત્મ્યસભર સેવા, સરળતા વગેરેથી જ શક્ય બનશે. આપણે તેમને પ્રાર્થના કરીએ કે આ સૌ દિવ્ય ગુણો આપણને બક્ષિસ આપે અને અક્ષરધામમાં મહારાજ ને સ્વામીજીની આગળ આપણે દાસના દાસ થઈને જીવીએ એવી આપણા વતી પ્રાર્થના કરે.’ ત્યારબાદ સ્વામીજી અને સાહેબજીએ નિષ્કામજીવનસ્વામીજીને અક્ષરવિહારીસ્વામીજીના વારસદાર તરીકે જાહેર કરી તેમને વિશિષ્ટ હાર અર્પણ કર્યો. નિષ્કામજીવનસ્વામીજીએ પણ વિનમ્રભાવે સહુનું પૂજન કર્યું.

 

ત્યારબાદ સર્વે કેન્દ્રોના અગ્રણી હરિભક્તોએ સુખડનાં કાષ્ઠ અક્ષરવિહારીસ્વામીજીના અંત્યેષ્ટિ વેદિકા પર અર્પણ કર્યાં. એ પછી સર્વે સ્વરૂપો થકી પ્રસાદિક થયેલી મશાલ દ્વારા નિષ્કામજીવનસ્વામીજી, બાપુ સ્વામી, વિજ્ઞાન સ્વામી, બિંપલભાઈ, વજુભાઈ અને બાબુભાઈ (કંથારિયા)એ તેમના પાર્થિવ દેહને અગ્નિ સ્પર્શ કરવાની સેવા કરી, મનોમન અંર્તર્દષ્ટિ અને પ્રાર્થના કરી સ્વામીજીને ખૂબ વિનવી રહ્યા. માફી માગી રહ્યા. તેમના ચિંધેલા આદર્શો, ઉપદેશોને જીવંત રાખીશું, તેવા સંકલ્પ કર્યા. પધારેલા સર્વ દર્શનાર્થીઓએ ભાવ સભર પ્રદક્ષિણા કરી, તેમને અંજલી અર્પણ કરી. અંતે અગ્નિદાહ સાથે ‘અક્ષરવિહારીસ્વામીજી અમર રહો…’ એ જયનાદથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું. 

 

સાંકરદાના સંત બહેનોની સ્થિતિ તો અત્યંત નાજુક હતી. તેમને સહુને સર્વે કેન્દ્રોના વડીલ સંત બહેનોએ હૈયાધારણ અને આ આઘાત જીરવી શકે એ માટે બળ આપ્યું. અક્ષરવિહારીસ્વામીજીની દિવ્ય સ્મૃતિ હ્રદયસ્થ કરી સહુએ ભારે હૈયે વિદાય લીધી. 

બુધવાર તા.૧લી જાન્યુઆરી, ૨૦૨૦ના દિવસે સવારે ૯.૦૦ વાગ્યે તેઓની ત્રયોદશી નિમિત્તે વિશિષ્ટ મહાપૂજા સાંકરદા ખાતે રાખવામાં આવી હતી. તે પહેલાં તા.૨૩ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦, સાંજે ૫ થી ૬ અને રાત્રે ૮ થી ૧૦ દરમ્યાન વિશિષ્ટ ધૂન, ભજન અને ‘અક્ષરના તેજ’ પુસ્તકનું પારાયણ રાખવામાં આવ્યું હતું. 

 

પ.પૂ.અક્ષરવિહારીસ્વામીજીના સ્વધામગમન નિમિત્તે પ્રભુ પ્રાગટ્ય સ્મૃતિ દિને’ તા.//૨૦૨૦ ના રોજ મહાપૂજા સાંકરદા નૂતન મંદિરના પ્રાંગણમાં સવારે .૩૦ થી ૧૨.૦૦ રાખી હતી.

 

ગુણાતીત સમાજના સંતોવ્રતધારી ભાઈઓવ્રતધારી સંત બહેનોઆજ્ઞાધારી ગૃહસ્થ મુક્તો, પ.પૂ.સાહેબજી.પૂ.દિનકરભાઈ.પૂ.શાસ્ત્રીસ્વામી (હરિધામ), .પૂ.નિષ્કામજીવનસ્વામીજીપૂ.રતિકાકાના સાંનિધ્યે પૂ.ઈલેશભાઈપૂ.હેમંતભાઈ મોદીએ ખૂબ   ભક્તિભાવથી મહાપૂજા કરી હતી

 

શ્રી ઠાકોરજીની સાથે ગુરૂહરિ શ્રી કાકાશ્રીગુરૂહરિ શ્રી પપ્પાજીપ્રગટ ગુરૂહરિ હરિપ્રસાદસ્વામીજી મૂર્તિ સ્વરૂપે બિરાજમાન હતાંછતાં પણ સાક્ષાત્  બિરાજમાન હોય તેવી દિવ્ય અનુભૂતિ પધારનાર દરેક મુક્તોને  દિવ્ય વાતાવરણમાં થતી હતી.

 

.પૂ.સાહેબજી એ સર્વે સ્વરૂપો વતી આશીર્વાદનો લાભ આપ્યો હતોગુણાતીત સમાજની ઐતિહાસિક સ્મૃતિ યાત્રા કરાવી હતીબ્ર.સ્વ.યોગીજીમહારાજ.પૂ.કાકાશ્રી.પૂ.પપ્પાજી.પૂ.હરિપ્રસાદસ્વામીજી.પૂ.અક્ષરવિહારીસ્વામીજીના મહિમાગાનની અદ્દભૂત વાતો કરીને સહુને ધન્ય કર્યા હતા.પૂ.સાહેબજીના આશીર્વાદ બાદ સાંકરદાના બે સાધક ભાઈઓ પૂ.બિમ્પલભાઈ અને પૂ.મનોજભાઈએ પ્રાર્થના સુમન પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીના ચરણે ધર્યા હતા.આમભક્તિભાવપૂર્વક દિવ્ય વાતાવરણમાં આ મહાપૂજાની પૂર્ણાહુતિ કરી હતી.