Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

2013 – Diwali Newsletter

સ્વામિશ્રીજી                        

ગુરૂહરિ પપ્પાજીની જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, 

દિવાળી તથા નૂતનવર્ષના હેતપૂર્વક જય સ્વામિનારાયણ !

() તા./૧૧/૧૩ ધનતેરસ 

નવેમ્બર માસ દિવાળીના તહેવારો લઈને આવ્યો. જ્યોતમાં સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ ધનપૂજનની મહાપૂજા પૂ.તરૂબેન, પૂ.દેવ્યાનીબેન, પૂ.કલ્પુબેન દવેએ કરી. તથા ધન-સુવર્ણ ધોવાની પવિત્ર વિધિ જ્યોત ઑફિસના બહેનોના હસ્તે સંપન્ન થઈ. ગૃહસ્થ મુક્તોએ પોતાનું પ્રિય સોનું કે નાણું શ્રધ્ધાના ભાવથી આપેલું હોય. આવી વિધિસરની મહાપૂજા આજે થઈ.

પરંતુ આજના પ્રસંગને આધ્યાત્મિક રૂપ આપનાર ગુરૂહરિ પપ્પાજીએ લખેલ સંકલ્પ પ.પૂ.દીદીએ કરાવ્યો. તથા ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધાં. તેમાં આ પર્વની વ્યાખ્યા ગુરૂહરિ પપ્પાજીની એકદમ જુદી જ છે.

 

ગુરૂહરિ પપ્પાજીની પરાવાણી…

ચીલાચાલુ ધનપૂજન આપણે નથી કરતા. દેખાડા માટે કે ડોળ દંભ નથી. આપણે જે કાંઈ ધન કમાઈએ વાડી, બગીચા, ગાડી, મિલકત બધું ધનમાં આવી જાય. આપણું ધન પ્રભુ અર્થે વાપરીએ તો  નિષ્કામ બને. મનમુખી સંકલ્પ એ આપણા માટે ધન છે. સંકલ્પ એ પુરૂષ છે. આપણે પ્રકૃતિ પુરૂષથી પરના છીએ. સત્પુરૂષનો પ્રકાશ છીએ. ગુરૂમુખી સંકલ્પ એ સત્ય સંકલ્પ છે. મનમુખી સંકલ્પ મનને ખાટું કરી નાખે. ગુણાતીત ભાવમાંથી પાડી દે. એકાંતિકપણામાંથી પાડી દે માટે મનમુખી મૂકી ગુરૂમુખી ઠરાવરહિત જીવવું. અક્ષરધામની સમાધિમાંથી પાડે તે ધન, તેને ધોઈ નાખી અખંડ ગુણાતીતભાવમાં રહેતા થવાય તેવી આજની પ્રાર્થના અને આશીર્વાદ.

{gallery}/images_in_articles/newsletter/2013/Nov/01-11-13 dhanteras mahapooja/{/gallery}

આજે સાંજે ૧લી તારીખની કીર્તન આરાધના પણ વિશેષ રીતે થઈ હતી. બહેનોએ હૈયામાં બ્રહ્માનંદ છલકાય તેવાં નોન-સ્ટોપ ભજનોનું ટૂંકનું ગાન કર્યું. ત્યારબાદ ભાઈઓએ પણ ખૂબ સરસ ભજનો ગાયાં. તેમાં બે નાનાં ભૂલકાંઓને પણ ભજનો ગાવાનો ચાન્સ આપ્યો હતો. આ રીતે ખૂબ મહિમાસભર રીતે દિવાળીના માહોલમાં કીર્તન આરાધના સંપન્ન થઈ હતી.

() તા./૧૧/૧૩ અક્ષર ચૌદશ 

ગુરૂહરિ પપ્પાજી એ કાળી ચૌદશ ને “અક્ષર ચૌદશ” તરીકે બિરદાવેલ છે. આજે મંગલસભામાં પ.પૂ.દીદીએ લાભ આપ્યો હતો. આજે સદ્દગુરૂ સ્વરૂપ પૂ.શોભનાબેનના સુવર્ણ સાક્ષાત્કારદિન રાત્રે ૮.૪૫ થી ૧૦.૦૦ની બહેનોની સભામાં ઉજવાયો હતો. પ.પૂ.શોભનાબેનના સુવર્ણ સાક્ષાત્કારદિનની ઉજવણીની સભા ખૂબ ભવ્ય અને દિવ્યતાસભર થઈ હતી. આહવાન શ્ર્લોકથી કાર્યક્રમનો પ્રારંભ પણ સભા સંચાલકે બ્રહ્મસૂત્રથી કરાવ્યો.

૧. “પ્રથમ પ્રભુ પછી પગલું” એ શોભનાબેનનું આપેલું બ્રહ્મસૂત્ર છે.

૨. સાધનાનો સમય કેટલો ? આપણી વારે વાર

૩. આપણે, રૂમ ને અંતર્દ્ષ્ટિ

૪. મનભેદ નહીં તો મતભેદ પણ શા માટે ?

૫. આપણી મોટપ બીજાને આપણાથી શાંતિ થાય તે નથી. પણ આપણી અંતરની શાંતિ ક્યારેય ના ભેદાય એ ખરી મોટપ છે.

સભાનો પ્રારંભ પૂ.શોભનાબેને સાધના દરમ્યાન આપેલા મુખ્ય પાંચ બ્રહ્મસૂત્રની રજૂઆતથી થયો. તે પહેલાં સ્વાગત થયું. પુષ્પાર્પણનો કાર્યક્રમ પણ થયો. ત્યારબાદ સૌ પ્રથમ લાભ પ.પૂ.દીદીનો લીધો. પ.પૂ.દીદી તો અહોહો ! ખૂબ વરસ્યા. પૂ.શોભનાબેનનું આખું જીવન દર્શન ખૂબ શાંતિથી અને સરળ શૈલીમાં રજૂ કરીને આખા સમૈયાનો સાર (નવનીત) આપી દીધો. શોભનાબેનની સરળતા, વફાદારી, નમ્રતા, સ્વરૂપનિષ્ઠા, સ્વધર્મનિષ્ઠા, ભજનની ટેવ વગેરે દરેક ગુણ ઉપર એક એક જીવન પ્રસંગ કહીને પૂ.શોભનાબેનનો આદર્શ આપ્યો હતો. આમ, જાણે શિબિરસભા જેવો સમૈયો થયો હતો. જે કે પૂ.શોભનાબેનનું જીવન જ સ્વયં શિબિરરૂપ છે. આદર્શરૂપ છે. કોટિ નમન પૂ.શોભનાબેનને !

{gallery}/images_in_articles/newsletter/2013/Nov/02-11-13 p.sobhnaben suvarna divine day/{/gallery}

લંડન જ્યોત વતી પૂ.રેખાબેન ખમારે પુષ્પમાળા, કાર્ડ અર્પણ કરીને માહાત્મ્યગાનમાં લાભ આપ્યો હતો. પૂ.ઈલાબેન મારડીયા રચિત ભજન ગવાયું હતું અને સર્વને મહિમાસભર કરી દીધાં. પૂ.શોભનાબેનના પણ આશીર્વાદ લીધાં. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા જેમાં પૂ.શોભનાબેનની વાત કરી. સાધનામાં મૂંઝવણ અનિવાર્ય નથી. આવે તો સ્વભજનથી ટાળી દેવી. પૂ.શોભનાબેને વગર મૂંઝવણે સાધના કરી. “આપણે, રૂમ ને અંતર્દ્ષ્ટિ” ત્રણ જ રાખ્યું તો જ્ઞાન અંદરથી ફૂટ્યું. બ્રહ્મમય સૂત્રોનું જીવન એટલે પૂ.શોભનાબેનનુ જીવન. બ્રહ્મમય નાદ થઈ ગયો. ૨૪ કલાક ભગવાન તેનામાં રહે છે. ગુણાતીત ભાવમાં જે રહે તેનામાં પ્રભુ નિવાસ કરીને રહે છે. અક્ષરધામની સમાધિમાં રહીને જીવે છે. જીવનમંત્ર  બોલીએ છીએ તેવું માહાત્મ્યેયુક્ત, સ્વધર્મેયુક્ત જીવન શોભનાબેનનું છે. સ્વરહિત બધા બની જઈએ. તેવો ધક્કો પૂ.શોભનાબેન મારે તેવા આશીર્વાદ સાથે આનંદથી આજની સભાની પૂર્ણાહુતિ થઈ હતી.

() તા./૧૧/૧૩ દિવાળી 

દિવાળી તહેવારોની ઉજવણીની સાથે સાથે સવારે ૯.૩૦ થી ૧૨.30 જ્યોત સભામાં પ.પૂ.સોનાબાના પ્રાગટ્યદિનની ઉજવણી કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/Nov/03-11-13 P.P.sonaba pragtya din/{/gallery}

સાંજે ૬.૦૦ થી ૮.૦૦ શારદા પૂજનની મહાપૂજા ખૂબ જ ભવ્યતાથી અને દિવ્યતાસભર થઈ હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/Nov/03-11-13 sharda poojan evening/{/gallery}

() તા./૧૧/૧૩ નૂતનવર્ષ સંવત ૨૦૭૦ 

આજે આખો દિવસ નવા વર્ષના કાર્યક્ર્મો ભક્તિભાવ સભરતાથી સંપન્ન થયા હતા. મંગલ પ્રભાતે ૫.૦૦ વાગ્યાથી પ્રભુકૃપામાં મંગલ દર્શન શરૂ થયું હતું. જ્યોત મંદિરનો આજે પાટોત્સવ ! સવારે બહેનોએ ૫.૪૫ થી ૬.૩૦ દરમ્યાન ઠાકોરજીની પૂજા, આરતી અને ધૂન્ય ભજન કર્યા હતાં. સવારે ૬.૩૦ વાગ્યે નૂતન વર્ષની મંગલ મિલન સભા કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/Nov/04-11-13 nutan varsh milan sabha/{/gallery}

ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતા.

ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદમાં એક ભજન જેવું ગાયું હતું કે,

“સેવા કરે તે જીતે બંદા, સેવા કરે તે જીતે…

આવડો મોટો મલક તમારો કરવો નિર્ગુણ જોગીની રીતે”….

આવું ગાઈને પપ્પાજીએ તેમના જીવનના પ્રસંગો વર્ણવ્યા હતાં કે, એક વખત હું ગોંડલ દેરીએ દર્શન કરવા ગયો. મને એમ કે હું આવડો મોટો એગ્રીનો ડાયરેક્ટર તો કેટલાય માન-પાન આપશે. પણ બાપાએ તો કહ્યું કે આ દેરીમાં બધા ગાદલાં છે તે ઉપાડી લો. એમ નાનામાં નાની સેવા કરવાની વાત કરી. અને બીજા બે-ત્રણ પ્રસંગો પણ કહ્યા હતાં. નવા વર્ષે આપણા બધાની “આધ્યાત્મિક જીત” થાય તેવા કૃપા આશિષ વહાવ્યાં.

સવારે ૧૧.૦૦ થી ૧૨.૩૦ અન્નકૂટ દર્શન, થાળ, આરતી જ્યોત મંદિરમાં અને પ્રભુકૃપામાં ખૂબ દિવ્યતાસભર ભાવોથી થયાં હતાં.

{gallery}/images_in_articles/newsletter/2013/Nov/04-11-13 annkut darshan/{/gallery}

સાંજે ૫.૦૦ થી ૭.૩૦ ભાઈબીજની સભા પંચામૃત હૉલમાં થઈ. રાત્રે મહાપ્રસાદ બાદ દિપોત્સવી તહેવારોની પૂર્ણાહુતિ થઈ હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/Nov/04-11-13 eveninv bhai bij sabha/{/gallery}

ઉપરોક્ત તા.૩જી અને ૪થી નવેમ્બર દરમ્યાન ઉજવાયેલા કાર્યક્રમનાં દર્શન વિડીયો દ્વારા વેબસાઈટ પર માણેલ હશે. તેથી અહીં ટૂકમાં લખી વિરમું છું. બીજું કે આ વખતે દિપોત્સવી તહેવારોની ઉજવણી સ્થાનિક રીતે રાખી છે. તેથી સુરત, મુંબઈ, રાજકોટ, માણાવદર જ્યોત શાખાઓમાં પણ અન્નકૂટ ઉત્સવ થયા હતાં.

દિવાળીનો તહેવાર એટલે પ્રકાશનો તહેવાર કહેવાય છે.  નૂતનવર્ષની સભામાં ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ આપ્યાં કે, નવા વર્ષે આપણી આધ્યાત્મિક જીત થતી રહે. ગુરૂહરિના એ આશીર્વાદ મુજબ આપણા જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ વધતો રહે એટલે કે આનંદ અને ઉલ્લાસ વધતાં રહે એવી ગુરૂહરિ પપ્પાજી અને સર્વે સ્વરૂપોના ચરણોમાં પ્રાર્થના.

નવા વર્ષની અનંત શુભકામનાઓ સાથે આપ સર્વને અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો. ફરીથી સર્વને નૂતન વર્ષાભિનંદન સાથે જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવક P.71ના જય સ્વામિનારાયણ.