01 to 15 Apr 2010 – Newsletter

 
Special news from Gunatit Jyot India from the 1st to 15 April 2010. The news letter is in Gujarati and covers the following topics:

• Kirtan Aradhana takes place every 1st of the month and explains why we have Kirtan Aradhana on the 1st.
• Details of Mahapuja Smurtis. Mahapuja is done every day at Jyot but sometimes we have special occasions to do Mahapuja when it is requested by haribhakto. The newsletter explains why it is important that we do Mahapuja.
• Details of Pujya Mayaben Desai’s Divine day celebrations on 2nd April followed by Pujya Masiba’s Divine day celebrations on 6th April and Pujya Kamuba’s Divine day celebrations on 10th April.
• Pujya Avniben and family from Australia visited Gunatit Jyot to celebrate Pujya Ansh 7th Birthday on 4th April.
• Dr. C. L. Patel’s 75th Birthday celebrations were held on 10th April at Shastri Medan at Vidyanagar and Gujarat MP Shree Narendra Modi made a special guest appearance.
• The celebrations of Adhikmas started on the 15th April and will end on the 14th May. For more details regarding Adhikmas, please see the newsletter under UK and India centres.
• Also, there is information on what is going to happen in the next two weeks (from 15 to 30 April 2010).
Click on page two for the newsletter.
 
 
સ્વામિશ્રીજી
તા ૧૫. ૪. ૧૦ ગુરૂવાર અધિકમાસ પ્રારંભ દિન

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા અક્ષર મુકતો……!
શ્રી ગુણાતીત જયોત વલ્લભ વિધ્યાનગર શુભ સ્થાનેથી આપનાજ દિવ્ય બહેનો તથા સર્વે મુકતોના જય સ્વામિનારાય.
ગુરૂહરિ પપ્પાજીની કૃપા અને સ્મુતિ સાથે આપ સર્વે કુશંલ હશો. અત્રે પ.પૂ. બેન, પ પૂ જ્યોતિબેન, પ પૂ દીદી, પ પૂ જશુબેન, અને સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. જેમનાં દર્શને તાજી સ્મુતિ સાથે અહીં આપણે કીએ. ગયા ૧૫ દિવસ દરમ્યાન એટલે તા ૧થી તા ૧૫ એપ્રિલ ૨૦૧૦ દરમ્યાન જયોતમાં જે કાંઇ નાના-મોટા સમૈયા કે અન્ય વિશેષ કાર્યક્રમ યોજાયા તેની સ્મૃતિ કરવા ચાલો વિધ્યાનગર !

(1) તા ૧.૪.૧૦ ગુરૂવાર, કીર્તન આરાધના દર મહિનાની તા.૧લીએ સાંજે ૭.૩૦ થી ૮.૩૦ જયોતમાં બહેનો-ભાઇઓની
સંયુકત સભામાં ભજન- કીર્તન નો કાર્યક્રમ, વાજીંત્રો સાથે વર્ષોથી હોય છે. તે મુજબ આજે પણ ભજન-કીર્તન થયાં. પહેલાં બહેનોએ ૩-૪ ભજન ગાય શ્રોતા સર્વે તાલ મિલાવી ગાયક બની જાય. એવી લય અવસ્થાથી મૂર્તિમાં જતાં રહેવાય. થાય કે ઘડિયાર થંભી જાય તો સારુ. કીર્તન પછી એક મોટેરાના આશિષ તથા ગુરૂ હરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ પણ પ્રાપ્ત થાય. ગુરૂહરિ પપ્પાજીની પ્રેણા અને આશીર્વાદથી થતી કીર્તન આરાધનામાં સહકુટુંબ
હરિભકતો પર્ધાયા, તેઓ પપ્પાજીની સ્મૃતિ સાથે ખીચડીનો મહાપ્રસાદ લઇને જાય.

કીર્તન આરાધનામાં તારીખ ૧લી કેમ રાખી છે ? ખબર છે ? પપ્પાજીની ૧લીની ખૂબજ સ્મુતિ છે.
૧ પપ્પાજીનો પ્રાગટ્યદિન ૧લી સપ્ટેમ્બર (૧. ૯. ૧૯૧૬)
૨ પપ્પાજીનો સાક્ષાત્કારદિન ૧લી જૂન (૧. ૬. ૧૯૫૨)
૩ શ્રી ગુણાતીત જયોતનો સ્થાપનાદિન ૧લી જૂન (૧.૬.૧૯૬૬)
સ્વયંમ પપ્પાજીને ૧લી તારીખ ખૂબ ગમતી. પપ્પાજી લેખ કે કાંઇપણ લખે ત્યોય ઘણીવાર એવું બન્યું છે કે તેઓ તેની આસપાસના દિવસે ૧લી તારીખ લખે.
એમનો સ્મૃતિ મહીમાં સ્વયમ પોતેજ કૃપા કરીને સમજાવે છે. આમ, ૧લી તારીખ પપ્પાજીને ખૂબ ગમતી.જયોત પપ્પાજીના સુખદ સ્વાસ્થય માટે લંડન મંડળની ધૂન દર ૧લી એ શરૂ કેલી, તે વખતે પપ્પાજી ખૂબ રાજી થયા હતા.
અરે, પપ્પાજીએ તો સ્યંમ દેહત્યાગના દીને પણ એકડાનો આંક તિથીમાં રાખ્યો. જેઠ સુદ-૧ તા ૨૮.૫.૨૦૦૬ રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે પપ્પાજીએ દેહત્યાગ કર્યો હતો.
એટલુંજ નહી પરંતુ હરિદ્રવાર પપ્પાજીના શાશ્ર્વત પુષ્પ વિસરજનની મહાપૂજા અખીલ ગુણાતીત સમાજે ભેગા મળીકરી હતી. ત્યારે પણ ૧લી માર્ચ હતી અને તે પણ પપ્પાજી પ્રેરિત જ ગોઠવાયેલી. કાર્યર્કમ ફરી ફરીને ૧લી તારીખે જ આવ્યો.એ છે પપ્પાજીનું પ્રત્યક્ષપણુ. આમ આપણે હવે જયાં પણ ૧નો આંક જોઇશું, ત્યારે અવશ્ય પપ્પાજીની સ્મૃતિ થશે.
 
મહાપૂજા સ્મૃતિ
ગુરૂહરિ પપ્પાજીએ દરરોજની મહાપૂજા, નિષ્કામ ભાવની મહાપૂજા જયોતમાં શરૂ કરાવેલી છે. તે વર્ષોથી ચાલે છે. તે ઉપરાંત પણ વિશેષ મહાપૂજા થાય છે. ગુરૂહરી પપ્પાજીએ – સર્વનું સર્વેરીતે મંગલ કરો ની ભાવનાને વહેતી કરી છે, તે સામાન્ય નથી. યોગીબાપાનું સૂત્ર છે. ભગવાન સહુનું ભલું કરો. આવા ભાવ મુજબના આ ઉદ઼ગારો છે. આ કળિયુગમાં દિલના આવા ઉદ઼ગારો માનવ હ્રદય મનમાં પ્રગટાવવા એ પપ્પાજીનું પ્રુથ્વી પર અક્ષરધામ ખડુ કરવાનુ કાર્ય છે. આવા ઉદ઼ગારોને જે કોઇ ગૃહી કે ત્યાગી પ્રાપ્ત કરે તે પરમ ભાગવત સંત. હરિભકતોના એવા સારા-માઠા પ્રસંગ નિમિત્તે મહાપૂજાનું આયોજન વિશેષ રીતે પણ થાય છે. તેની સ્મૃતિ જોઇએ.
(૨) તા. ૪.૪.૧૦ પૂ. રામભાઇ દેવડા અચાનક હ્રાર્ટ એટેકથી ધામમાં ગયા. (ઉ. ૬૫ વર્ષ) આખુ કુટુંબ નજીકનું જૂના જોગી સમ. વળી, પૂ રામભાઇ વર્ષોથી જ્યોતની રખેવાળીની સેવા મધરાતની બજાવતા એવા છુપા સેવકના નિમિત્તે પારાયણ એમના શ્રેય પ પૂ દીદી, પૂ જસુબેન, પૂ કુસુમબેન દવે, વગેરેના સાનિધ્યે બહેનોએ કરી. અને તા. ૪.૪.૧૦ની ના રોજ જ્યોત મંદિરમાં પૂ જયાબેન દેવડાએ કુટુંબીજનો સગા સબંધીને બોલાવીને મહાપૂજા કરાવડાવી.. ઠાકોરજીનો થાળ અને જ્યોતના બધા બહેનોને મુક્તોને જમાડયા. આવા દિલ દુભાવ એવા કપરા પ્રસંગે પૂ જયાબેનને પપૂ દીદી, પૂ કુસુમબા, અને મોટેરાંઓએ ખૂબ હુંફ આપી બળ આપ્યું. આવા પ્રસંગે મહાપુજા પૂ યશવંતભાઇ દવે અને પૂ ઇલેશભાઇ ખૂબ સુંદર રીતે કરી રહ્રા છે.
{gallery}/photoalbums/Photos_In_articles/April 2010 – jayben devda ni mahapuja 2 April – VVN{/gallery}

(૩) બીજી મહાપૂજા તા.૧૩.૪.૧૦
લંડનના જૂના સત્સંગી પૂ શશીકાંતભાઇ મદાણી, તેમના દીકરા પૂ જીજ્ઞેશભાઇ અને પુત્રવધુ પૂ નીપાભાભી બે દીકરીઓ સાથે ફક્ત બે દિવસ માટે અત્રે આવેલા. તેઓને મહાપૂજામાં ખુબ શ્રધ્ધા. વળી, બહેનોને જમાડવાની ભાવના. તેથી ખુશીથી અને સંકલ્પસિધ્ધિ નાઆભાર રૂપે તથા નવા સંકલ્પની પ્રાથના સાથે મહાપૂજા કરાવી. જ્યોત મંદિરમાં ખૂબ સરસ મહાપૂજા થઇ. પ પૂ બેન પણ અચાનક પધાર્યા હતા અને દર્શન-આશીર્વાદનો લાભ આપ્યો હતો. આમ, જ્યોત મંદિરમાં આ પખવાડિયામાં ત્રણ મહાપૂજા પ પૂ જ્યોતિબેન, પ પૂ દીદી, વગેરે મોટેરા સ્વરૂપો તથા સદ઼ગુરૂઓના સાનિધ્યે થઇ હતી. તથા હરિભકતો એમના ઘેર સારા-માઠા પ્રસંગે સદ઼ગુરુને, સંતબહેનોને બોલાવે અને મહાપૂજા કરાવે.

{gallery}/photoalbums/Photos_In_articles/April 2010 – Shashikantbhai Madani Mahapuja 13 April – VVN{/gallery}

(૪) ચિ. અંશકુમારન ૭મો બર્થ ડે મનાયો.
ડૉ સ્વીટીબેન (પ્રીતિબેન) નાં બહેન અવનિબેન પ પૂ પપ્પાજી, પ પૂ બેનના પરમ ભક્ત છે. ઓસ્ર્ટેલિઆથી સ્પેશ્યલ પુત્ર અંશના જ્નમદિને વિદ્યાનગર પધારેલા. હરિભકતોને કેવો ઉમંગ હોય છે. જ્યોતનાં બહેનોના સાનિધ્યે જન્મદિન મનાવી, આશીર્વાદ લેવા આવ્યા. નાનો કાર્યક્રમ પંચામૃત હોલમાં તા ૪.૪.૧૦ ના રોજ સાંજે યોજાયો. બાળક મોટા થાય પછીથી તો જ્યોતમાં આવી ના શકે. તેથી બહેનોનો જમાડી આનંદ કરાવી અંશના કુમળા માનસપટમાં દિવ્ય સંસ્કાર આપવાની ભાવના સાકાર થઇ. સોનામાં સુગંધ ભળી. પ પૂ બેન પણ આશીર્વાદ આપવા પધારી ગયા.

{gallery}/photoalbums/Photos_In_articles/April 2010 – Ansh Birthday 4 April – VVN{/gallery}
 
(૫) સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી
ગુરૂહરિ પપ્પાજી વર્ષોથી જ્યોતમાં સદ઼ગુરૂનાં સ્વરૂપાનુભૂતિદીનની ઉજવણી કરાવે છે તેઓએ કઇ રીતે સાધના કરી? તેનું વિધવિધ દર્શન અન્ય સહુનેય થાય. બાળપણની વાત નહી, સ્વમાં રાચવાની વાત નહી, પરંતુ સ્વરૂપ સાથેની સ્મૃતિ, સાધનાના આજ્ઞા પાલનના પ્રસંગનું દર્શન કરાવવા, સ્વામીની વાત: પ્રક્રણ ૧લાની ૧લી. ભગવાન અને સાધુના મહિમાની વાતુ નિરંતર કરવી અને સાંભળવી. એ વાત મુજબ મહિમાં ગાવા સાંભળવાથી જીવ બ્રહ્મરૂપ થઇ જાય. તેવા હેતુથી પપ્પાજીએ સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી કરવાનું શરૂ કરેલ છે. પ્રત્યક્ષની ઓળખાણ અને નિષ્ઠા થઇ ત્યારથી દ્રીજ (નવો જન્મ) થઇ ગયો. માટે પપ્પાજીએ જન્મદિવસને યાદ કરવાની ના પાડી છે.
 
(૧) પૂ માયાબેન દેસાઇનો સ્વરૂપાનુભૂતીદ
સદ઼ગુરૂ સ્વરૂપ પૂ માયાબેન દેસાઇનો સ્વરૂપાનુભૂતિદિન તા ૨.૪.૧૦ના રોજ જ્યોતની સભામાં પંચામૃતમાં ઉજવાયો.
પૂ માયાબેન દેશાઇ એક આદર્શ સાધક તરીકે જયોતમાં ઇ.સ.૧૯૭૦માં નડિયાદથી નાની વયે ભગવાન ભજવા આવ્યા. ખૂબ ખપ, ગરજ અને અસાધરણ મહાત્મ્યથી જીવન જીવીને ટુંક સમયમાં પ્રાપ્તિ કરી લીધી. ગુરૂ પ પૂ તારાબેન હતા. પરંતુ જયાં જેમના હાથ નીચે મૂક્યા ત્યાં તેમને પ્રભુનું સ્વરૂપ માનીને બે હાથ જોડી સેવા કરી લીધી. દેહ અને
દેહભાવને ગણ્યો નહીં. પોતાની જાતને ગુલામ માનીને ર્વત્યા. સ્વાધ્યાય, મનન અને ધ્યાન દ્રારા પપ્પાજીના જીવનના સાધનાના પ્રસંગોને વાગોળ્યા. મનથી એકાંતવાસ ધારી મૂર્તિ સિધ્ધ કરી લીધી. ગુરૂહરી પપ્પાજીનું વચન:
૧. હું મારો ઠાકર અને મારા સ્પંદનોની તીવ્રતા. એટલું જ રાખવું.
૨. કોઇનીય સાથે સરખામણી ના કરવી.
પપ્પાજીની કથાવાર્તામાંથી માયાબેને ચાતકની જેમ વચન ઝીલી લીધા. અને તે
પ્રમાણે જીવન બનાવી દીધુ . તો આજે માયાબેન આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, જ્ઞાનસમાધિમાં
રહી જ્યોતના સર્વ કાર્ય કરે છે. સાથે આખિલ ગુણાતીત સમાજની મહાપૂજા કરે છે. જંગમ
મંદિર બની ગયા છે. માયાબેનને એમના સ્વરૂપાનુભૂતિદિને કોટી કોટી વંદન.
To see the photo album for this, please click here.
(૨) પૂ માસીબાનો સ્વરૂપાનુભૂતિદિન
સદ઼ગુરૂ સ્વરૂપ પૂ માસીબાનો સ્વરૂપાનુભૂતિદિન તા. ૬.૪.૧૦ ના રોજ જ્યોત સભામા ઉજવાયો. પૂ માસીબા એટલે આફ્રીકા (કેન્યાના) ભગવાન. બાલ વિધવા માસીબાએ નાનપણથી ખૂબ ભક્તિ કરી અને સમાજના ગુરૂ તરીકે હતા. ખૂબ ધનવાન કુટુબંના દીકરી કરમસદ એમનું ગામ. ખાનદાની, ખુમારી અને શ્રીમંતાઇનો ઠસ્સો તો હલનચલનમાં સહજ તરી આવતો. તારદેવથી પપ્પાજી પાસે આવ્યા. તારાબેનનો સમાગમ કરવાનું કહ્યું. ખુબ દાસત્વભાવ ધારણ કરીને તારાબેનનું શરણુ સ્વીકાર્યુ અને વિદ્યાનગર જ્યોતમાં પ્રથમ ૫૧ બહેનોની સાથે ભગવા વસ્ત્રોની દીક્ષા લીધી. કેન્દ્ર નો નં-૪ ધારણ કર્યો.
To see the photo album for this, please click here:
 
 
રાજરાણી એવા પુ માસીબાને પપ્પાજીએ જ્યોતના રસોડાની જવાબદારી સોંપી. આર્થિક ખૂબ ભીંસના સમયમાં માસીબાએ ભજનથી કામ લીધું. જાતને હોમી દીધી. રસોડામાં વહેલા ૩-૪ વાગ્યે આવી જાય. પોતાનું ભજન, પૂજા, નિત્યનિયમ કરીને આવે. કયરેય ભક્તિ ચૂકે નહીં. પપ્પાજી ઓચિંતાની રસોઇ બનાવવાનું માસીબાને કહે તો તરત ‘હા’. માસીબાના મુખમાં ‘ના’ શબ્દ જ નહીં.
છેલ્લા ૭ વર્ષથી માસીબાને બધા મુક્તો માટેની મહાપૂજા કરીને ભજન કરવાની આજ્ઞા આપેલી. તે પણ ખુબ સિન્સીર્ય રહીને માસીબાએ પાળી છે. સુહ્રદભાવ માસીબાના જીવનું જીવન હતું. સમાજનો કોઇ પણ મુક્ત હોય ! પણ માસીબા એકપક્ષીય તેની સેવા કરી લઇને મૂર્તિ લૂટી લે. ધસમસતો મહાત્મ્યનો પ્રવાહ. મહાત્મ્ય સ્વરૂપ એવા માસીબાના સ્વરૂપાનુભૂતિદિને કોટી કોટી પ્રણામ. માસીબા – આપ જયાં હો ત્યાંથી અમ સહુને માટે પ્રાર્થના ભજન કરજો.આશીર્વાદ
આપજો. રાજી રહેજો. અને પપ્પાજી પ્રસન્ન રહે તેવા વિચાર, વાણી અને વર્તન કરવા અમને અંતરમાં બળ, બુધ્ધિ ને પ્રેરણા દેજો.

(૩) પૂ. કમુબાનો સ્વરૂપાનુભુતિદિન
પૂ કમુબાનો ૮૭મો પ્રાગટ્યદિન જ્યોતમાં બહેનોની સભામાં તા.૧૦.૪.૧૦ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ માં ઉજવાયો.
પૂ કમુબાએ સભાના પ્રાંરભેથી સભા સંચાલકને કહેલું કે, સભા ટાઇમસર પુરી કરી દેજે હં..? આવું કોણ કહે. જે સ્વરહિત હોય તે જ. પૂ કમુબા પૂર્વાશ્રમમાં નડિયાદ, કરમસદ અને આફ્રિકાથી પપ્પાજીનો યોગ પામેલા છે. ૧૯૬૬ માં જ્યોતની શરૂઆત થઇ ત્યારથી એક અનુભવી જવાબદાર તરીકે પપ્પાજીએ સેવા લીધી છે. કોઠા, પેશન્ટ મુક્ત સાથે દવાખાનામાં રાતવાસો કરવો ગમે…..અને ખાસ તો પુ કાશીબાના અક્ષરધામગમન પછી તેઓના સાથીદાર આ કમુબાને પપ્પાજીએ મહાપુજા અને ભજન સંતો, બહેનો, ભાઇઓ અને ગૃહસ્થ હરીભક્તો માટે કરવાની આજ્ઞા આપીછે. તેઓ નિત વહેલી સવારે ઉઠી પરવારી ભજન કરે છે.તેમની દિનચર્યા, નિર્માનીપણું અને ભક્તઅવસ્થા આદર્શરૂપ છે. શ઼ત શત જીવો હે કમુબા.

 
To see the photo album for this, please click here:
 
(૬) ડૉ.સી.એલ. પટેલ સાહેબનું સન્માન
વિદ્યાનગર ચારૂત વિદ્યામંડળના ચેરમેન શ્રી ડૉ સી એલ પટેલ સાહેબના અમૃતપર્વ જયોત મંદિરમાં નાનો છતાંય ઉમદા એવો સમારોહ યોજાયો. ડૉ સી એલ પટેલ સાહેબનો ૭૫ મો પ્રાગત્ય દિન તો તા ૧૦.૪ના હતો, અને તેની ઉજવણી કરવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પધારેલા. તા ૯.૪ ના સાંજે શાસ્ત્રી મેદાનમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો. તે વખતે નજીકથી પૂરતો લાભ બધા ના લઇ શકીએ એ સ્વભાવિક છે તેથી પ પૂ જ્યોતિબેન, પ પૂ દીદી,ની પ્રેરણા પ્રમાણે પૂ ઇલેશભાઇ, અને ભાઇઓએ પૂ ડૉ સી એલ પટેલ સાહેબને જયોતમાં પધારવા આમંત્રણ આપ્યું ખૂબ સરળ એવા ડૉ સી એલ પટેલ સાહેબે આમંત્રણ સહજ સ્વીકારી તા ૧૨.૪ ના મંગલ પ્રભાતે ૯.૧૫ વાગ્યે પ્રભુક્રુપામાં
દર્શને આવીશું એવું કહ્યુ. ૯.૧૫ વાગ્યે તેઓ પ્રભુક્રુપામાં પધાર્યા. ત્યાં દર્શન બાદ જ્યોત મંદિરમાં પધાર્યા. સાથે ડૉ વી એસ પટેલ સાહેબ અને પૂ રતિકાકા પણ પધારેલા. શોર્ટ અને સ્વીટ સભા થઇ. તેઓને જ્યોત તરફથી અપાયેલ સન્માન પત્રમાં તો આખું જીવનકાર્ય સમાઇ ગયું હતુ. જેની કોપી અહીં ઉપલબ્ધ છે.
{gallery}/photoalbums/Photos_In_articles/April 2010 – Dr CL Patel 75th Birthday 12 April – VVN{/gallery}
 
પૂ ડૉ છોટુભાઇ સ્વમિનારાયણના ભક્ત. વડતાલ મંદિર અને પ પૂ પ્રમુખ સ્વામી મહારાજના રાજીપાનુ પાત્ર બનેલા છે. પપ્પાજી-કાકાજીના યોગમાં આવેલા છે. પ પૂ સાહેબજી ,પ પૂ હરિપ્રસાદ સ્વામિજી, પૂ ડૉ વી એસ પટેલ સાહેબની સાથે વિદ્યાનગરમાં ભણ્યા.ખાસ તો ગુરૂહરી પપ્પજીના દેહત્યાગના સમયે પધારેલા ત્યારે આપણે પ્રમુખ સ્વામીબાપાને સંદશો અને પ્રાર્થના આ પૂ છોટુભાઇ સાહેબ મારફતે મોકલેલી. અને તેઓએ બાપાને રૂબરૂ પહોંચાડેલી.વગે વાત પણ કરી હતી. આવા સર્વદેશીય ડૉ સી એલ પટેલ સાહેબે એક અદ઼ભૂત દર્શન એ કરાવ્યુ કે, આંબામાં કેરી આવે તેમ નમતો જાય. એ ઉક્તિ અનુસાર એક પ્રસંગ ૧૯૭૯નો ઉભરાટની શિબિર વખતનો કાકાશ્રીનો કહીને તો પોતાની નિખાલસતા, નમ્રતા, એકાતાના ગુણોનું દર્શન શાંત રીતે ટૂ્કી વાતમાં કરાવી દીધુ. વળી, પોતાની જાતને નાનો માણસ કહી નમ્રતાભર્યા ભાવે હાથ જોડી પપ્પાજીની સ્મૃતિ કરાવતા રહ્યા. અંતમા પ પૂ દીદીએ આશીર્વાદમાં પૂ છોટુભાઇનો અદ઼ભૂત ગુણ સબંધ જોઇને સેવા કરી લેવાનું પપ્પાજી આપણને કહે છે તે ગુણનુ દર્શન કરાવી આપણા સહુ માટે આશીર્વાદ માંગ્યા અને પૂ છોટુભાઇની તંદુરસ્તી અને શતાયુની પ્રાર્થના માટે સમૂહ ધૂન્ય પણ કરાવી હતી.
ડૉ.સી એલ પટેલ સાહેબ જ્યોત મંદિરમાં કદાચ પ્રથમવાર જ પધાર્યા હશે. મંદિરમાં મૂકેલ ઇતિહાસરૂપ ખાતમૂર્હત કરતા યોગીબાપા સાથે પ્રમુખ સ્વામી, કાકાશ્રી, સાહેબની મૂર્તિના દર્શન પૂ ભાઇઓએ ડૉ સી એલ પટેલને કરાવ્યા.

(૭) અધિકમાસ નિમિતે જ્યોતમાં પારાયણ. પ્રદક્ષિણા અને ધૂન્યનું આયોજન થયું. તા.૧૫.૪.૧૦થી પુરૂષોત્તમ માસ શરૂ થયો. જ્યોતનો કાર્યક્રમ પાંચ ટાણાંની સભા સાથે આ અધિકમાસની ભક્તિ પણ ઉમેરી. વિશયમાં સાજે ૫.૪૫ થી ૭.00 માં પારાયણ, ધુન, ગોડી, સંધ્યા આરતી, સ્તુતિગાન, વગેરે પંચામૃત હોલમાં રાખેલ. આખા મહિનાનુ આયોજન છે.
પ્રથમ દિવસે જ પારાયણમાં પ પૂ બેન પણ પધાર્યા. અહોહો, ખૂબ રાજી થયા. પપ્પાજીની જેમ બેનને પણ ભક્તિ કરતાં આપણને જોઇને ખૂબ રાજીપો વરસે. એક કલાક સભામાં બિરાજમાન રહ્યા. જાણે પ્રભુકૃપામાંથી પપ્પાજી આવા ટાણે બિરાજી પ્રસંન્નતા બતાવતા, તેવું અનુભવાયું. ૯૬ વર્ષની ઉમરે આવો દેહ નાજ ચાલે. પરંતુ દેહાતીત એવી ગુણાતીત અવસ્થામાં વિચરતા એવા બેન જયારેજયારે જરૂરિયાત હોય ત્યારે દોડીને પહોંચી જાય છે. પ્રભુનું કાર્ય કરવાનુ હોય ત્યારે પ્રભુનો ને મુક્તોનો અવાજ ઝીલીને પ પૂ બેન એ સમય પૂરતા અવશ્ય પધારી જ જાય. પ પૂ જ્યોતિબેન, પ પૂ દીદી, પ પૂ જસુબેન તથા સદ઼ગુરૂ સ્વરૂપાના સાનિધ્યે પારાયણ ચાલી રહયુ છે. પ પૂ દીદી પારાયણના પ્રથમ દિવસે ૧૫/૪ ના અમદાવાદ પધારેલા. જૂના જોગી સમ જ્યોતના રખેવાળ પૂ બાવનજીબાપા ફળદુ ગુણાતીત પ્રકાશ વ્રતધારી છે. તેમનું આંતરડાનું કેન્સરનું ઓપરેશન આજે હતું. પપ્પાજી-બા-બેનના સ્વરૂપે પૂ દીદી ઓપરેશન વખતે અમદાવાદ હાજર રહ્યાં હતાં સવારે ઓપરેશનના સમયે અહી બહેનોએ જ્યોતમાં, ભાઇઓએ પ્રભૂકૃપામાં સુહ્રદધૂન કરી હતી. જયોત શાખાઓમાં મુક્રતોએ પણ ધુન્ય કરી હતી. પરિણામ ધાર્યા કરતાં સારૂ આવ્યુ અને સરસ ઓપરેશન પણ થઇ ગયુ. ગુણાતીત પ્રકાશના ભાઇઓએ સેવા ઉપાડી લીધી હતી. પપ્પાજીએ શીખવેલ સેવા- ભજન અને સુહ્રદભાવનાં દર્શન મુકતોમાં સહજ પપ્પાજી કરાવી રહ્રા છે. ઓહો ! ઓહો ! ઘન્ય ભાગ્, ધન્યભાગ સિવાય કાઇ જ કહેવાનું નથી રહેતું.

 
૧ તા ૨૫.૪.૧૦ કમલા એકાદશી આવે છે. તે દિવસે સવારે ૯.૩૦ થી ૧૨.3૦ જ્યોત સભામાં પૂ ડૉ નિલમબેનનો સ્વરૂપાનુભૂતિદિન ઉજવીશું. કમલા એકાદશી ઉપરથી એક સ્ર્મૃતિ સમાચાર. પ પૂ મમ્મીજીનું નામ પૂ કમળાબેન હતું જે આપ સહુ જાણો છો. પ પૂ દીદીબાએ અશોક વાટીકા મકાન આપણને મલી ગયું છે તેનુ નામ કમલા પુષ્પક પાડયું છે. પ્રભુકૃપાની બાજુનું મકાન કે તે લેવાનો પ પૂ મમ્મીજીનો ખાસ સંકલ્પ હતો. એટલે પ પૂ દીદી આપણા સમાજના ફોઇબા છે, તેઓ પાસે નામાભિઘાન કરાવેલ છે.
૨ તા ૨૮, ૨૯ શાશ્ર્વ સ્મૃતિ તારીખે જ્યોતમાં દર મહીનાના આ બે દિવસે જ્યોતમાં અને જ્યોત શાખા મંદિરમાં બહેનો(મુક્તો) વિશેષ ભક્તિ કરે તેવું ફીક્સ ટાઇમ-ટેબલ છે. તા ૨૮મીએ સર્વો બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ઘામે પ્રદક્ષિણા માટે

૭.૦૦ થી ૯.૦૦ દરમ્યાન વારાફરતી જાય છે.
રાત્રે ભાઇઓ ૮.૦૦ થી ૯.૩૦ પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રદક્ષિણા અને રાત્રી
સભા કરે છે.
સવારે ૧૧.૦૦ વાગ્યેં અંતિમ ક્ષણોની સ્મૃતિએ મૌનનો કાર્યક્રમ માઇક પરથી પ્રસારણ થાય. મૌન ધ્યાનનો ૧૦ મિનિટનો કાર્યક્રમ હોય છે. બહેનોની રાત્રી સભામાં ભજન-કીર્તન રાખીએ છીએ.

તા ૨૯ મીએ સાંજે સંધ્યા આરતી પહેલા ૬.૦૦ થી ૬.૪૫ સમૂહ ધૂન પંચામૃત હોલમાં કરીએ છીએ. રાત્રે પપ્પાજીના દર્શન (પ્રભુદર્શન)નો કાર્યક્રમ સમૂહ વિડિયો દર્શન સ્ર્કીન પર કરીને ધન્ય થઇએ છીએ. આ સિવાય અણધાર્યા વરસતા વરસાદની જેમ જ્યોતમાં નિત નવું આયોજન વગરનુ આયોજન થઇ જતું હોય છે. તેવું જેથશે તેની સ્મૃતિ માટે આવતી વેળાએ મળીશું. અસ્તુ ! ઇતિશ્રી !જયોત સ્મૃતિગાથા સમાપ્તમ઼ !

એ જ જ્યોત સેવક મની
જય સ્વામિનારાયણ