સ્વામિશ્રીજી તા.૨૨/૭/૧૩
ગુરૂપૂર્ણિમા
જય ગુરૂહરિ પપ્પાજી,
કાકાજી-પપ્પાજી શતાબ્દી પર્વની જય જય જય,
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો,
ગુરૂપૂનમ પવિત્રપર્વના સર્વને હેતભર્યા જય સ્વામિનારાયણ !
જ્યોતમાં આજે ગુરૂપૂનમનો સમૈયો ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો હતો.
ગઈ કાલે ગુણાતીત પ્રકાશ ભાઈઓની શિબિર વિદ્યાનગર પરમ પ્રકાશમાં થઈ હતી. આજે ગુરૂપૂનમનો સમૈયો જગ્યાની સંકડાશને લઈને બે વિભાગમાં કર્યો હતો. ભાઈઓની સભા જ્યોત મંદિરમાં અને બહેનોની સભા પંચામૃત હૉલમાં થઈ હતી.
{gallery}/images_in_articles/newsletter/2013/July/22-07-2013 guru purnima sabha bhiyo mandir/{/gallery}
બહેનોની સભામાં બહેનો અને ગૃહસ્થ મુક્તો વતી પુષ્પાર્પણ કર્યું હતું. જ્યોતના બહેનો વતી ૧ બહેનની પૂ.જાગૃતિબેન ઠક્કરની વારી હતી. ગૃહસ્થ મુક્તો વતી ૧ ભાભી આફ્રિકાથી આવેલા પૂ.ગીતાબેન તેમણે અનુભવ દર્શન કરાવી પ્રત્યક્ષનો મહિમા પ્રસંગો સાથે ગાયો હતો.
{gallery}/images_in_articles/newsletter/2013/July/22-07-13 gurupurnima sabha behno panchamrut hall/{/gallery}
જૂના જોગી એવા જ્યોતમાં રહેતા બા (બા-ફોઈ) ૧૦૦ વર્ષની વયે સભામાં આવી પ.પૂ.દીદીનું પૂજન કર્યું હતું. આ બા-ફોઈ ખૂબ શૂરવીર સેવાભાવી ! કે જેમને બોરસદમાં ડૉક્ટર બહેનોની દિવ્ય માતા તરીકે પપ્પાજી-દીદીની આજ્ઞાથી ખૂબ સેવા સંભાળ લીધી હતી. આ બા-ફોઈ કે જેઓ સ્વતંત્રસેનાનીમાં સામેલ થયા હતાં. એમાં જેલમાં જવું પડ્યું હતું તો જેલમાં પણ ગયા હતાં. એવું ગૌરવવંતુ પાત્ર એટલે બા-ફોઈ ! તેના દર્શન કરી શતાબ્દીના અભિનંદન પાઠવ્યા હતાં. મોટેરાં સ્વરૂપોએ સભામાં આશીર્વાદ આપ્યા હતાં.
{gallery}/images_in_articles/newsletter/2013/July/22-07-13 gurupurnima prabhu krupa darshan/{/gallery}
પ્રભુકૃપામાં અને જ્યોતમાં ગુરૂપૂજન-ગુરૂવંદના માટે ભક્તોની ભીડ જામી હતી. ખૂબ શિસ્તબધ્ધ મહિમાથી સંકડાશમાં પણ એક્મેકનો મહિમા સમજીને લાભ લીધો હતો. પ્રભુકૃપામાં તો વહેલી સવારથી દિનભર દર્શનાર્થે ભક્તો પધારતા હતાં.
જ્યોત મંદિરમાં ભાઈઓની સભા-મોટેરાં ભાઈઓના સાંનિધ્યે ખૂબ સરસ થઈ હતી. જેમાં પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન આશીર્વાદ આપવા પધાર્યા હતાં.
ગુરૂપૂનમે જ્યોતના બોર્ડ પર લખેલ લખાણ તેને આપણે સહુ વાંચી લાભ લઈએ.
તા.૨૨/૭/૧૩
ગુરૂપૂર્ણિમા
ગુરૂહરિ પપ્પાજી અને સહુ સ્વરૂપોના ચરણોમાં પાયલાગણ સહ વંદના જય સ્વામિનારાયણ !
આપણા જીવનમાં ગુરૂની અનિવાર્યતા છે. શિક્ષક વગરની શાળા નહીં, દાક્તર વગરની ઈસ્પિતાલ નહીં, મૂર્તિ વગરનું મંદિર નહીં.
પપ્પાજી કહેતાં, ‘ધૂળ વિના ધાન નહિ ને ગુરૂ વિના જ્ઞાન નહિ.’
જ્ઞાન શું ? ગુરૂ જે આજ્ઞા આપે તે પ્રમાણે જીવવાથી ત્યાગી કે ગૃહી સહુને અક્ષરધામના સુખ, શાંતિ, આનંદ પ્રાપ્ત્ થાય.
ધન્ય છે પપ્પાજીને ! આવા ગુરૂ સ્વરૂપો ઓળખાવ્યા ! કોટિ કોટિ વંદન હો ગુરૂ સ્વરૂપોને !
ભાગ્યશાળી ભૂલકાં યાચીએ, સદા સાથે રહેજો.
આજનો સમૈયો ખૂબ સરસ થયો હતો. જે ભક્તો નથી પધારી શક્યા તેઓએ આધુનિક ટેકનોલોજી સેલફોન દ્વારા ગુરૂના આશીર્વાદ લીધા હતાં. અને આ બીજો લાભ ટેકનોલોજીનો એ છે કે વેબસાઈટ દ્વારા આજના દર્શન ઘર બેઠા વિદ્યાનગર આવીને કર્યા બરાબર માણીશું.
બસ, તો આવજો ! સહુ મુક્તોને અત્રેના સહુ મુક્તોના જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સેવક P.71 ના જય સ્વામિનારાયણ.