15 Jul 2011 – Gurupoonima Ustav Newsletter

સ્વામિશ્રીજી તા.૧૫/૭/૧૧

જય ગુરૂહરિ પપ્પાજી, પરાભક્તિ પર્વની જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ સર્વે અક્ષરમુક્તો ! ગુરૂપૂર્ણિમાના મંગલકારી પર્વના ભાવભર્યા જય સ્વામિનારાયણ

હિન્દુ સંપ્રદાયમાં આજના દિવસનું ખૂબ મૂલ્ય છે. સ્વામિનારાયણ ધર્મમાં તો ગુરૂ પરંપરા ચાલતી જ આવી છે. આપણા પપ્પાજીએ તો આ દિવસને ખૂબ મોટો બનાવી દીધો છે ! કેવી રીતે ? તો….બહાર બધે ગુરૂ થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગુરૂ થકી પ્રભુની પ્રાપ્તિ થાય છે ! જ્યારે અહીં તો સ્વ સંકલ્પે તૈયાર કરેલા ગુરૂઓની ભેટ ગુરૂહરિ પપ્પાજીએ ભક્તોને આપી છે. એવા

ગુરૂઓ સંકલ્પે જ આપણામાં બધું કરે છે. અને એમના સંકલ્પે જ બધું થવાનું છે. એ પપ્પાજીનું બિરૂદ છે.

 

આજનો દિવસ તો ગુરૂને દક્ષિણા આપવાનો દિવસ ! આપણી કઈ દક્ષિણા આ પ્રકૃતિ પુરૂષથી પરના ગુરૂહરિને પહોંચે ? તેઓ દક્ષિણામાં આપણા અહંરૂપી અંગુઠો ઈચ્છે છે. એકલવ્ય પાસે ગુરૂ દ્રોણે અંગુઠો માંગ્યો. તરત કાપીને એક્લવ્યે આપી દીધો. ખૂબ સરળતાથી આપી દીધો. એ અંગુઠો જ એનો અહંકાર વધારત ! પ્રથમ નંબર આવી શકત ! તેને બદલે ગુરૂદક્ષિણા અર્પીને ગુરૂને પોતાનું મૂળભૂત સ્વ અર્પી દીધું તો સદાય હિન્દુ ધર્મમાં આદર્શ શિષ્ય બની ગયો.

આજના પર્વે જ્યોત સભામાં બસ ‘હું’ ‘અહમ્’ ના ભાવો કેવી રીતે અર્પણ કરવા ! તે વિષે આપણા મોટેરાં સ્વરૂપોએ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેને આશીર્વાદ અર્પણ કર્યા હતા. આજના દિવસની સમૈયાની સ્મૃતિ માણીએ. ઠેર ઠેર ગુરૂભક્તિના હાં હાં ગડથલના દર્શન થતાં હતાં.

(૧) પ્રભુકૃપામાં આજના દિને વિશેષ દર્શન

યજ્ઞવેદી પ્રભુકૃપાના પ્રાંગણમાં પૂર્વ બાજુના (લાલ) વરંડામાં કે જ્યાં ગુરૂહરિએ અનેકવાર બિરાજી દર્શન લાભ આપ્યો છે. એવી પ્રસાદીની ભૂમિ પર આજે યજ્ઞ શરૂ થયો. મહાપૂજા પૂ.યશવંતભાઈ દવે એ કરી. પછી મોટેરાં સ્વરૂપોના સાંનિધ્યે સવારે ૮.૩૦ વાગ્યે અગ્નિ પ્રજવલિત થયો. ચંદનની લાકડીથી યજ્ઞ પ્રગટતા ફોરમ ફેલાણી. મૂલ્યવાન ઘીના આગમનથી સ્નિગ્ધ ભક્તિ ભાવો ઉમટ્યાં. જવ-તલ હોમાયા જાણે કાના માત્ર વગરનું નિરવ મન બન્યું. આજે ગુરૂપૂનમે યજ્ઞ કેમ ?

{gallery}/images_in_articles/newsletter/2011/July/15.7.11 gurupoornima news letter/{/gallery}

પ્રભુ સેવક પૂ.જીતુભાઈ ચિતલીયાએ પ્રભુ પ્રેરણા ઝીલી. એમને સાથી સંગાથીએ ટેકો આપ્યો. અને યજ્ઞમાં યજમાન પદે આદર્શ ગૃહસ્થ પૂ.બેચરભાઈ અને પૂ.શારદાબેન હતાં. યજ્ઞનું સુંદર આયોજન થયું. પપ્પાજીએ હંમેશા ગુરૂદક્ષિણામાં અહંકારની જ માગણી કરી છે. આજના આ યજ્ઞમાં આહુતિ રૂપે ભક્તોએ પોતાને નડતો સ્વ નો ભાવ (અહંભાવ) જુદા જુદા શબ્દોમાં મનોમન હોમ્યો. ભાઈઓનું નવું નિવાસ સ્થાન ‘પરમ પ્રકાશ’ માં જે હરિ મંદિર બનાવવાની મૂર્તિઓ છે તે પ્રભુકૃપામાં આજે પધરાવી છે. અને તેની સમક્ષ આ યજ્ઞ થયો. જાણે ઠાકોરજી સહિત ગુરૂહરિ અને સર્વ સ્વરૂપો મૂર્તિ સ્વરૂપે બિરાજમાન હતાં. યજ્ઞમાં શ્રીફળ મોટેરાંના હસ્તે હોમાયું. યજ્ઞના દર્શન કરી ભક્તોએ શ્રધ્ધાપૂર્વક પ્રાર્થનાઓ સાથે આહુતિ આપી ધન્યતા અનુભવી. આમ, એક બાજુ યજ્ઞ પ્રભુકૃપામાં ચાલતો રહ્યો અને સાથે સાથે જ્યોત પપ્પાજી હૉલમાં ગુરૂપૂનમની સભા સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ થઈ હતી. આજની સભાની વિશેષતા એ હતી કે,

૧. સ્ટેજ પરના સ્વરૂપોના આશીર્વાદ સભાની શરૂઆતે લીધા હતા.

૨. વક્તા મુક્તોએ જુદી જુદી વાર્તા દ્વારા ગુરૂપૂનમની યાચના કરી હતી.

વિશેષમાં જયકુમાર જી. અગ્રવાલનું બહુમાન થયું. જયકુમાર વલ્લભ વિદ્યાનગર પપ્પાજી ગૃપ ના ભાઈ છે. તેમને 12th Science માં 93.6% આવ્યા. સાથે IIST (Indian Institute of Space time & Technology) માં 80,000 Student માંથી 1185 ક્રમાંક્રે પાસ થયાને Indian Government તરફથી ISRO (Indian Space Research Organization) માં 156 Student માં તેમનો નંબર લાગ્યો. ખૂબ જ સરસ હ્રદય સ્પર્શી સભા થઈ હતી.

(૨) સાંજે ૪.૦૦ થી ૭.૦૦ પ.પૂ.બાના ૧૦૫મા પ્રાગટ્યદિનની સભા થઈ હતી. પૂ.સ્મૃતિબેન દવે રચિત ભજન ગવાયું. “સોનાબા સોનાબા ધન્ય સોનાબા” બા નું સમગ્ર જીવન દર્શન જાણે

આમાં ગુંથાયું હતું. છતાંય બા ના જીવનની વાત તો જીવનભર પણ કરીએ તો જિંદગી ઓછી પડે ! તેવું બા નું ગુણાતીત માનું જીવન છે. આપણા જીવનની પળેપળને સનાતન

બનાવવાના હેતુથી બા ના મહિમા ગાનની વાતો વિધ વિધ વક્તાઓ દ્વારા માણી. જુદા જુદા અનુભવની વાત દ્વારા માહાત્મ્ય ગાન કર્યું હતું. વચ્ચે વચ્ચે પુષ્પ માળા અર્પણ થયું હતું. આજે સાંજની સભામાં પણ પ.પૂ.બેન દર્શન દેવા પધાર્યા હતાં. સભામાં બિરાજી મૌન દર્શન આપી પ્રભુકૃપામાં પધાર્યા હતાં.

પ.પૂ.બા આપણા સહુનાય આદિ ગુરૂ છે. તેથી તો ગુરૂપૂર્ણિમાના શુભદિને જ બા નો પ્રાગટ્યદિનની ઉજવણી થવી એ પણ બ્રહ્મનું નિયંત્રણ છે. દિનભર ગુરૂહરિ પપ્પાજીની દિવ્ય સંન્નિધીની અનુભૂતિ સહુનેય થતી જ રહી. આમ, ધન્યતાના ભાવો સાથે ગુરૂપૂનમનો દિન પૂર્ણ થયો હતો. જે સનાતન રહેશે.

{gallery}/images_in_articles/newsletter/2011/August/P.P.SONABA PRAGTYA SABHA 15.07.11 NEWS LETTER PHOTO{/gallery}

લિ. જ્યોત કિરણ P.૭૧ ના જય સ્વામિનારાયણ