July 2013 – Newsletter

સ્વામિશ્રીજી                                        

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષર મુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે જુલાઈ માસ દરમ્યાનની જ્યોત ઉત્સવ સ્મૃતિ માણીશું.

() તા.//૧૩સોમવાર 

સાંજે ૭.૩૦ થી ૯.૦૦ કીર્તન આરાધના દર ૧લીએ હોય છે તે મુજબ પરંતુ નવા ભાવો સાથે પ્રાર્થના સાથે બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં થઈ હતી.

() તા.//૧૩પૂ.નીમુબેનસાકરીયાનોસ્વરૂપાનુભૂતિદિન 

પ.પૂ.બેન સ્વરૂપ નીમુબેન સાકરીયાનો સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી આને જ્યોત પંચામૃત હૉલમાં બહેનોની મંગલ સભામાં થઈ હતી.

લંડનથી એડવાન્સમાં પ.પૂ.બેનનો પ્રાગટ્યદિન ઉજવવા પધારેલ ગૃહસ્થ બહેનોએ પૂ. નીમુબેનના મહિમાની અનુભવની વાતો કરી હતી.

પૂ.નીમુબેન સાકરીયા એટલે દાસત્વનું-રાંકભાવનું સ્વરૂપ. ભજન, સેવા, આત્મીયતા જેવા અનેક સદ્દગુણો ભર્યું તેઓનું જીવન છે છતાંય પોતાની જાતને દાસ માનીને હું કાંઈ નથી તેવા ભાવે આજની સભામાં યાચના (પ્રાર્થના) કરી હતી. પ.પૂ.દીદીએ ખૂબ સરસ લાભ આપીને આશીર્વાદ આપ્યા હતાં. આમ, પૂ.નીમુબેન સાકરીયાનો સમૈયો બેનના સમૈયા પહેલા જેમ મંદિરમાં દર્શન કરતાં પહેલા હનુમાનજી ગણપતિના દર્શન થાય છે તેવી જ રીતે બેન સ્વરૂપ પૂ.નીમુબેન સાકરીયાનો સ્વરૂપાનુભૂતિદિન ઉજવાયો હતો.

() તા.//૧૩ 

પ.પૂ.દેવીબેન લંડનની ૪૪ દિવસની ટૂંકી ધર્મયાત્રા કરીને આજે બપોરે ૧૨.૦૦ વાગ્યે વિદ્યાનગર જ્યોતમાં પધાર્યા. પંચામૃત હૉલમાં બહેનોની સભા ચાલુ હતી. પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેન અને મોટેરાં સ્વરૂપોએ પુષ્પગુચ્છથી સત્કાર્યા તથા બહેનોએ ભાવથી પ.પૂ.દેવીબેન અને પૂ.દક્ષાબેન તેલીનું સ્વાગત કરી ધન્યતા અનુભવી હતી. પ.પૂ.દેવીબેને ચોમેર ર્દષ્ટિ કરીને ભૂલકાંઓના (બહેનોના) ખબર અંતર પૂછ્યા હતા.

() તા.//૧૩મંગળવાર.પૂ.બેનશતાબ્દીપર્વનોપ્રારંભ 

ઓહોહો !! આજે તો ખૂબ ભવ્ય દિવસ ! મંગલ પ્રભાતથી સહુનાય અંતરમાં અનેરો આનંદ હતો. પ્રભુકૃપામાં પૂ.જીતુભાઈ ચિતલીયા અને ભાઈઓએ અગાઉથી સુંદર ડેકોરેશન કરેલું. વિશેષમાં છીપલામાં પ.પૂ.પપ્પાજીની મૂર્તિ પધરાવી પ.પૂ.બા-પ.પૂ.બેનને બિરાજમાન કરેલા. આમ, છીપ મંદિરના પ્રત્યક્ષ દર્શન અઠવાડીયાથી ભક્તો માણી રહ્યા હતાં. વેબસાઈટ પર પણ નિત્ય દર્શન (પ્રભુકૃપા દર્શન) માં આપ સર્વેએ કર્યા હશે.

જ્યોતમાં પ.પૂ.બેનના નિવાસ સ્થાનની આસપાસ બહેનોએ સુંદર સુશોભન દ્વારા આજના દિવસનો ઉમંગ વ્યક્ત કર્યો હતો. પ.પૂ.બેનના શતાબ્દી પ્રારંભની સંયુક્ત સભા આજે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં થઈ હતી. પ.પૂ.બેનનું સ્વાગત આવા ભવ્ય દિવસે વિશેષ રીતે થાય તેવી ભાવના ભક્તોને હોય જ. તે ભાવનાને પણ મૂર્તિમાન કરવા પૂ.જીતુભાઈ અને ભાઈઓએ સુંદર પ્લાન ગાડીમાં – ગાડી (વ્હીલચેર) મૂકાવી અને બેનની આ અવસ્થાની તબિયતને તકલીફ ના પડે તેવી ગોઠવણ સંપ-સુહ્રદભાવે થઈ હતી. પ.પૂ.બેનને તે ગાડીમાં બિરાજમાન કર્યા હતાં. ભક્તોએ જ્યોત અને પ્રભુકૃપામાં દર્શન-સ્વાગતે ધન્યતા માણી હતી. સુંદર સુશોભનમાં સ્ટેજ પર ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બેન મૂર્તિ સ્વરૂપે બિરાજમાન હતા. સુશોભિત વ્હીલચૅરમાં પ.પૂ.બેનના પ્રત્યક્ષ દર્શન સભા દરમ્યાન અમૂલ્ય પળોમાં થયા હતાં. નબળી શારીરિક અવસ્થામાં પણ હાર, કેક, પુષ્પ ગુચ્છ ગ્રહણ કરીને ભક્તોને દર્શન લાભ આપી ધન્ય ધન્ય કર્યા હતાં. સભામાં જ્યોતના સાધક બહેનોમાંથી તથા ગૃહસ્થ ભાઈ-ભાભીઓમાંથી પ્રવચન દ્વારા પોતાના સ્વાનુભવની વાતો ખૂબ સરસ રીતે કરી હતી.

પ.પૂ.બેન ખરેખર પ્રભુસ્વરૂપ બની ગયા છે. પળેપળનું બેનના તંત્રનુ સંચાલન પ્રભુ કરી-કરાવી રહ્યાં છે. તે આજના સભાનો સાર છે. આવી નાજુક શારીરિક સ્થિતિમાં પણ જ્યારે જીવનો પોકાર હોય અથવા ગુરૂહરિ પપ્પાજી વતીનુ આધ્યાત્મિક રીતે પણ કોઈ કાર્ય કરવાનું આવે તો બેન તે પળે કરી લઈને પાછા મૂર્તિરૂપી માળામાં અખંડ રહે છે. આવું અલૌકિક પળેપળનું જીવન હાલનું પ.પૂ.બેનનું છે. પ.પૂ.બેનની તબિયત સરસ રહે, આવો જ આનંદ ૨૮,૨૯ ડિસે. ૨૦૧૩ના પ.પૂ.બેનના શતાબ્દી પર્વે આપણે કરીએ તે માટે સમૂહ ધૂન સભામાં કરી હતી. સભાના અંતમાં મોટા મોટા ફુગ્ગા (ફાનસમાં) દીપ પ્રગટાવી આજના આનંદને ચિદાકાશમાં ખુલ્લો મૂક્યો હતો. ૯મી તારીખના ૯ દિપ એક પછી એક વિહરતા મૂકી સ્વતંત્ર વિહાર દર્શનનો આનંદ માણ્યો હતો. આજના આ બ્રહ્માનંદનો લાભ આપે ઈન્ટરનેટ દ્વારા માણ્યો હશે તેથી અત્રે વધારે ના લખતા બધા બેનના શતાબ્દી પર્વના સમૈયામાં પધારશો. આમ, આપણે ટૂંક સમયમાં મળીશું. તે આનંદમાં સર્વને જય સ્વામિનારાયણ.

બીજું કે શતાબ્દી પ્રારંભે પ.પૂ.બેનને પ્રભુકૃપા મંડળના મુક્તોએ બેનને ભાવતો થાળ બનાવી જમાડ્યા હતાં. પ.પૂ.બેને પણ ખૂબ આનંદથી થાળ ગ્રહણ કરી ભક્તોને રાજી રાખ્યા હતાં. તેવું જ, તા.૧૩/૭ ના રાત્રે નવા મકાનનો સ્લેબ ભરાતો હતો તો સામેથી અડધી રાત્રે ૩.૩૦ વાગ્યે કાર્યકર સાધક ભાઈઓને દર્શન પ્રસાદનું સુખ આપવા પધાર્યા હતાં. આમ, જરૂરિયાતે અમૂલ્ય સમયે ગુરૂહરિ પપ્પાજી આ તંત્રમાં પ્રવેશી કાર્ય કરાવી જાય છે. ભક્તોને સુખથી ભર્યા ભર્યા કરી દે છે.

() તા.૧૦//૧૩ (રથયાત્રા) રક્ષાબંધનનિમિત્તેનીમહાપૂજા 

આપણે જાણીએ છીએ તે મુજબ જ્યોતના બહેનો રક્ષાબંધને રાખડી સ્વહસ્તે બનાવીને સમાજના દિવ્ય ભાઈઓના પરિવારના સર્વે મુક્તોને મોકલે છે. અલ્પ સંબંધવાળા પણ તે રાખડી બાંધી ભાગ્યશાળી બને છે. રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. રાખડી ખૂબ મોટી સંખ્યામાં તૈયાર થઈ ગઈ છે. પરદેશની રાખડી મોકલતા પહેલા ઠાકોરજી પાસે ધરીને, સમૂહમાં બહેનો મહાપૂજા કરીને, પ્રાર્થનાથી પ્રભુ પાસે શક્તિમાન બનાવીને પછી કવર તૈયાર કરવામાં આવે છે. એ રીતે આજે રક્ષાની મહાપૂજા હતી. પંચામૃત હૉલમાં સાંજે ૫.૩૦ થી ૭.૩૦ ખૂબ દિવ્યતાથી મહાપૂજા થઈ હતી. મુખ્ય મહાપૂજા પૂ.કલ્પુબેન દવેએ કરી હતી. તથા આ જુલાઈ મહિના દરમ્યાન જે બહેનોના ર્દષ્ટાદિન હતા તે બહેનો મહાપૂજામાં બેઠા હતા. અને જે બહેનોના જન્મદિવસ આ મહિનામાં હતા તે બહેનોએ મહાપૂજા કરનાર બહેનોનું પૂજન કર્યું હતું. મહાપૂજામાં ઠાકોરજી સમક્ષ અન્નકૂટના થાળ ધરાવીએ તે રીતે રાખડીના થાળા તેમજ સુશોભનમાં રાખડી મૂકેલી. મહાપૂજા ખૂબ ભક્તિભાવે થઈ ! તેમાં પ્રાર્થના અને ત્યારબાદ ધૂન દ્વારા પ્રભુને વિનવ્યા. થાળ-આરતીનો લાભ સહુએ લીધો. પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પ.પૂ.પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ પણ લીધા હતાં. ગુરૂહરિ પપ્પાજી ની પ્રત્યક્ષ હાજરી આ મહાપૂજામાં હતી તેવું અનુભવાતું હતું. આમ, ભાવસભર ભક્તિ સાથે આજનો મહાપૂજાનો કાર્યક્ર્મ સંપન્ન થયો હતો. આ રાખડી જે જે મુક્તો બાંધશે તેમની કાળ-કર્મ-માયા થકી આલોક ને પરલોકમાં સદાય પ્રભુ રક્ષા કરશે. સાથે રહેશે. તેવી એક શ્રધ્ધાની ખાત્રી સાથેના ભાવની અનુભૂતિ મહાપૂજા કરનારને અને લાભ લેનારને થઈ હતી. સૌએ ધન્યતા અનુભવી હતી.

 

 

 

 

 

 

 

() તા.૧૯//૧૩દેવપોઢીએકાદશી (નિયમનીએકાદશી) 

આજે જ્યોત પંચામૃત હૉલમાં બહેનોની મંગલ સભામાં સભા સંચાલક પૂ.સ્મૃતિબેને જ્યોતની પત્રિકામાં આપેલા નિયમોનું વાંચન કર્યું હતું. પ.પૂ.દીદીએ તે નિયમો ઉપરાંત વિશેષ આધ્યાત્મિક નિયમો પણ બહેનોને આપ્યા હતાં. એવું જ જ્યોતની રાત્રિ સભામાં પ.પૂ.દેવીબેને નિયમ આપ્યા હતાં. પપ્પાજી સ્વરૂપે પૂ.દીદી-પૂ.દેવીબેને સહુને ધન્ય કર્યા હતાં.

() તા.૨૧//૧૩ 

પૂ.પ્રમીલાબેન પૂ.વિજયભાઈ આર સંઘવી એ આજે દિવ્ય ગુરૂહરિ પપ્પાજી અને સર્વે સદ્દગુરૂ સ્વરૂપો, ભક્તોના સાંનિધ્યે જ્યોત મંદિરમાં આનંદ ખુશીથી મહાપૂજા કરાવી હતી. ખૂબ સરસ મહાપૂજા થઈ હતી. મહાપૂજા બાદ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન,  પ.પૂ.પદુબેન અને પૂ.ડો.નિલમબેને પ્રાસંગિક લાભ આપ્યો હતો. અને પૂ.પ્રમિલાબેન-પૂ.વિજયભાઈએ પપ્પાજીનો આભાર માની બહેનોને થાળ જમાડી ધન્યતા અનુભવી હતી.

() તા.૨૨//

ગુરૂપુનમ 

ગુરૂપૂનમની સ્મૃતિ અને દર્શન તે જ દિવસોમાં આપ સહુએ વેબસાઈટ પર માણ્યું હશે.

() તા.૨૩//૧૩.પૂ.સોનાબાનોપ્રાગટ્યદિન(તારીખપ્રમાણે) 

આપણે શ્રાવણ સુદ-૨ ના દિને પ.પૂ.બાનો પ્રાગટ્યદિન વર્ષોથી ઉજવીએ છીએ. પરંતુ આવા દિવ્ય સ્વરૂપની તો જેટલી સ્મૃતિ મહિમાગાન કરીએ એટલા ઓછા જ છે. તે ન્યાયે આજે જ્યોતની મંગલ સભામાં અને રાત્રિ સભામાં બા ને ગમતું ભજન ‘મળ્યા પ્રત્યક્ષ ભગવાન’ એ ભજન ગાઈને એ ભજનના શબ્દો મુજબ પ્રાર્થનાથી ઉજવણી કરી હતી.

(૧૦) તા.૨૪//૧૩હીંડોળાપ્રારંભ 

ગામડાનો ખેતરનો સીન અને તેમાં ઝૂંપડી. ઝૂંપડીમાં ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજીને ઝૂલાવ્યા હતાં. સાંજે ૫.૦૦ વાગ્યે હીંડોળાની આરતી કરી પ્રસાદ ધરાવ્યો હતો. દર્શનથી ખૂબ આનંદ અને સ્મૃતિ તાજી થતાં હતાં. આજે રાત્રિ સભામાં ડૉ.ભાવનાબેન શેઠે પપ્પાજીની હીંડોળાની સ્મૃતિઓ તાજી કરાવી હતી.  વળી, તા.૨૭મીએ આજ ર્દશ્ય,માં સગરામ વાઘરીને શ્રીજી મહારાજ સાથેનો સ્મૃતિ પ્રસંગ છે “મારે ઘેર સ્વામિનારાયણ” એ અભિનય પ.પૂ.પપ્પાજીના સાંનિધ્યે અનેકવાર માણ્યો છે તે આજે સરપ્રાઈઝમાં આ સ્મૃતિ અભિનય માની સહુ મુક્તો સ્મૃતિમાં તરબોળ થયા હતાં. મિલેનીયમ પહેલાનું વાતાવરણ સર્જાયું હતું. મોટેરાં સ્વરૂપો, ભક્તો ખૂબ રાજી થયાં હતાં.

(૧૧) તા.૨૮,૨૯શાશ્વતસ્મૃતિદિન 

દર મહિનાની તા.૨૮ અને ૨૯મીએ ગુરૂહરિ પપ્પાજીની સહજ સ્મૃતિ અંતરમાં હોય જ. વિશેષ રીતે તે સ્મૃતિમાં ડુબકી મરાય તેવી આજ્ઞા આજે પ.પૂ.દીદીએ મૌન જપયજ્ઞની આપી હતી. તા.૨૮મીએ સવારે ૧૦ થી સાંજના ૬ સુધી મૌન જપયજ્ઞ બહેનો માટે રાખ્યો હતો. તા.૨૯મી એ સાંજે સમૂહ ધૂન્ય, ભજન અને સંધ્યા આરતી-સ્તુતિનો કાર્યક્ર્મ દર ૨૯મી એ થાય છે તે મુજબ આજે પણ સંપન્ન થયો હતો.

બીજા નવા હીંડોળા દર્શન લાઈટીંગ સાથે આજથી શરૂ થયા હતાં. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેન વગેરે સ્વરૂપો ખૂબ રાજી થયા હતાં. હીંડોળા બનાવનાર બહેનોને પ.પૂ.દીદીએ રાજીપારૂપે પ્રસાદ આપ્યો હતો. પ્રભુકૃપામાં પણ હીંડોળા દર્શન ઉપલબ્ધ છે. જો કે વેબસાઈટ પર નિત્ય દર્શન (પ્રભુકૃપા દર્શન) માં આપે તે દર્શન માણ્યું જ હશે.

(૧૨) તા.૩૧//૧૩.પૂ.જ્યોતિબેનનોમિલનસમારંભ 

પેરિસની ધરતી પર “કાકાજી-પપ્પાજી શતાબ્દી પ્રથમ સોપાન” તા.૧૨, ૧૩, ૧૪ ઑગષ્ટ ૨૦૧૩ ના રોજ પેરિસ તીર્થધામે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તે સમૈયો ઉજવવા આપણા સહુ વતી આજે પ.પૂ.જ્યોતિબેન ત્રણ દેશની ધર્મયાત્રાએ પધારી રહ્યાં છે.

(૧) સ્વીત્ઝરલૅન્ડ

(૨) પેરીસ

(૩) લંડન

પ.પૂ.જ્યોતિબેન અને સેવક પૂ.રસીલાબેન, પૂ.ભાવનાબેન ગજ્જરને બહેનોએ પુષ્પ ગુચ્છ અર્પણ કર્યા. અને પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધાં. આજે રાત્રિ સભામાં પૂ.દયાબેન, પૂ.સુમાબેનનું પણ સ્વાગત કર્યું હતું.

એક આવે અને બીજા જાય. આમ, દુનિયા ઘણી નજીક આવી ગઈ છે. વળી, ઈન્ટરનેટ જેવી આધુનિક ટેકનોલોજીએ તો સ્વજનોની વિરહ વેદનાને મિટાવીને નિશ્ર્ચિંતતા બક્ષી છે. એવું જ આધ્યાત્મિકતામાં પણ અંતર સાંનિધ્ય અનુભવાય તેવું ગુણાતીત વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે. એવી ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીની સ્મૃતિ સહ જુલાઈ મહિનાની સ્મૃતિનું સમાપન કરીએ છીએ. અત્રે સર્વે સ્વરૂપો મુક્તોના આપને જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવક P.71 ના જય સ્વામિનારાયણ

 

તા.ક. હે અક્ષર મુક્તો,

આનંદ સાથે આપને વિદિત થાય કે…

‘પ્રભુકૃપા દર્શન’ નિત્ય દર્શન તરીકે આપણે હાલ માણીએ છીએ તે મુજબ આપ દરરોજ પ્રભુકૃપામાં દર્શને પધારશોજી. સાથે સાથે..

ગુરૂહરિ પપ્પાજીએ જે દિવસે જે વાત કરી હોય, તેમાંથી સુવાક્ય, સ્મૃતિ પ્રસંગ જે તે તારીખે નોટીસબોર્ડમાં લખાય છે. તે પણ માણીશું અથવા વચનામૃત સ્વામિની વાતુમાંથી પપ્પાજીએ જે વાક્ય પર ભાર મૂક્યો હોય તે સુવાક્યરૂપે માણીશું. O.K. રાજી રહેશો.