01 to 15 Jun 2018 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિપપ્પાજીનીજય

 

કાકાજીપપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !

 

ઓહોહો ! આ મહીનાની ૧લીતારીખ તો ગુરૂહરિ પપ્પાજીના ૬૬મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી લઈને આવી છે. તો ચાલો આજે અહીં આપણે તા.૧ થી ૧૬ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૧/૬/૧૮

 

આજે પહેલી જૂન. ગુરૂહરિ પપ્પાજી મહારાજનો સ્વરૂપાનુભૂતિદિન અને ગુણાતીત જ્યોતનો સ્થાપના દિન. સમગ્ર સમાજના મુક્તો

માટેનો ભાગ્યોદયનો દિવસ.

 

આપણા આખા ગુણાતીત સમાજના સૌ મુક્તો ખૂબ આનંદ કિલ્લોલ કરતાં કરતાં પ્રગતિ કરી રહ્યા છે. પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.સોનાબાના અથાગ પરિશ્રમે આ ગુણાતીત સમાજનુ સર્જન થયું.

 

તનના, મનના, ધનના અપાર ભીડામાંથી અને અસહ્ય અપમાનોની આંધીઓમાંથી આ ત્રણેય મહાપુરૂષો પસાર થયા. પ.પૂ.પપ્પાજી મહારાજ આફ્રિકાથી ભારત પધાર્યા. નાનાભાઈ દાદુભાઈ માટેની સાક્ષાત્કાર અંગે થતી વિવિધ વાતોની સાચી વિગત જાણવા માટે આવ્યા. અને યોગીજી મહારાજ જાણે પોતાનું કાર્ય પ.પૂ.પપ્પાજીને સોંપવા માટે રાહ જોઈને જ ન બેઠા હોય ? અને પછી જે ઘટનાક્ર્મ બન્યો તે ગુણાતીત સમાજના ઈતિહાસના ઉદ્દભવનું એક સમયચક્ર હતું. અને તે સમયનો ભાગ્યવંતો દિન એ જ પહેલી જૂન. આજના દિવસની પ.પૂ.પપ્પાજી મહારાજને ‘હું જોગીનો પ્રકાશ છું.’ એવી અનુભૂતિની એ દિવ્ય ક્ષણ ઐતિહાસિક બની ગઈ. પ.પૂ.પપ્પાજીનું સમગ્ર જીવન યોગીજીની આહુતિ બની ગયું. ગુરૂ યોગીજી અને તેની અભિપ્રાયની ભક્તિ સિવાય કાંઈ જ ના રહ્યું. અંતિમ શ્વાસ સુધી પોતે એક વિરાટ શક્તિ હોવા છતાંય કોઈનેય અણસાર માત્ર આવવા દીધા સિવાય અલ્પ સંબંધે અજ્ઞાત બનીને રહ્યા. છતાંય પોતાના સંબંધમાં આવેલા સૌ કોઈને બ્રાહ્મી સ્થિતિના માર્ગે દોડતા કર્યા. અને એવા સંત સ્વરૂપ બહેનો અને ભાઈઓએ ગુરૂહરિના કાર્યને એમની અનુવૃત્તિ પ્રમાણે આગળ ધપાવી રહ્યા છે. તો સમાજના પ્રત્યેક મુક્તને એમની દિવ્ય હાજરીનો અહેસાસ થાય છે અને અનેકના જીવન પલટાય છે. 

 

તો હે પપ્પાજી મહારાજ ! આપની સમર્પણગાથાને સદાય નજર સમક્ષ રાખી નાની નાની વાતોમાં જરાય અટવાઈયે નહીં. અમને સહન શક્તિ આપજો. અમને નિરંતર આપની પ્રાપ્તિનો કેફ દેજો. આનંદ પૂર્વક સાધના પંથે હળીમળીને આગળ વધતા જ રહીએ એવી કૃપા કરો એ જ અંતરની પ્રાર્થના. 

{gallery}images_in_articles//newsletter/2018/Jun/01-06-18 1ST JUNE KASAMBARI DIKSHA MAHAPOOJA{/gallery}

 

આજના આ ભવ્ય દિવસે ૬ બહેનોને કાષાંબરી દીક્ષા અને એક બહેનને પાર્ષદી દીક્ષાનું વ્રત આપ્યું. દરેક બહેનનો ટૂંકમાં પરિચય સભા સંચાલક પૂ.બકુબેને આપ્યો. એક એક બહેનનો પરિચય આપતા જાય અને તે બહેનની માતા તેમને લઈને સ્ટેજ પર આવે અને ગુરૂહરિ પપ્પાજી અને  સ્વરૂપોને પાયલાગણ કરે અને પ.પૂ.દીદી તેમને ભગવો સાડલો ઓઢાડે. ત્યારબાદ તે બહેન ભગવો સાડલો પહેરીને પોતાના ગુરૂ સાથે સ્ટેજ પર પધારે. ગુરૂહરિ પપ્પાજી, સ્વરૂપોને પાયલાગણ કરી સ્ટેજ પર જ્યાં તેઓ મહાપૂજા કરવાના હતા ત્યાં સ્થાન ગ્રહણ કરે તે દરેક બહેનનો પરિચય આપણે જોઈએ.

 

(૧) પૂ.ભૂમિબેન દેકીવાડીયા (કેન્દ્ર નં.૪૨૯)

 

પૂ.હંસાબેન હરસુખભાઈ નવાગામના સુપુત્રી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢના જોગી  ગુણાતીતાનંદ સ્વામીની સંતપરંપરાના પીપલાણાના જોગી સ્વામીના યોગવાળું કુટુંબ. તેમના ફોઈ પૂ.લતાબેન (અજાબ) તેમના લીધે તેમને આ જ્યોતનો જોગ મળ્યો. ૧૩ વર્ષથી તેઓ આ જ્યોતના સંબંધયોગમાં છે. વેકેશનમાં ભૂમિબેન અહીં તેમના ફોઈની દીકરી સાથે શિબિરમાં આવતાં. સેવા-કથાવાર્તાનો લાભ લેતા લેતા જ્યોતમાં ગમી ગયું. ગુરૂહરિ પપ્પાજીના દર્શને અંતરમનમાં તેમના થઈને જીવવાની ઈચ્છા ર્દઢ થઈ ને પૂ.મનીબેન જેવા રાહબરનું જતન પામતાં તેમને ગુરૂપદે સ્વીકારી ભગવાન ભજવાનો નિશ્ર્ચય કરી લીધો. તેમને ભણતરમાં B.A. પાસ કર્યું છે.

 

(૨) પૂ.ભાવનાબેન જેઠવા (કેન્દ્ર નં.૪૩૦)

 

નર્મદાબેન પુરૂષોત્તમભાઈ માણાવદરના સુપુત્રી. સ્વામિનારાયણ ભગવાનના સંબંધવાળું કુટુંબ. તેમના વડવાઓ દાહાબાપા જેઠવાને સાક્ષાત્ શ્રીજી મહારાજનો જોગ થયેલો. મહારાજે તેમનું ખરજવું જળ આપીને મટાડેલું. તેમના બે દીકરાને દહરાનંદ અને પ્રસાદાનંદ નામ આપી સાધુ કરી નંદપંક્તિમાં રાખ્યા. એ પેઢીનાં આ બહેન. ૨૦ વર્ષથી સત્સંગના યોગમાં છે. ગુરૂહરિ પપ્પાજીનાં દર્શને અવારનવાર આવતાં. માણાવદર શાખા મંદિરે સેવા દર્શન કથાવાર્તાનો લાભ લેવા જતાં. ફળ સ્વરૂપે તેમને પણ આ કુટુંબનાં ૪ બહેનો આ માર્ગે છે, તેમની સાથે જોડાવાનું પસંદ કર્યું. પૂ.ધર્મિષ્ઠાબેનને ગુરૂપદે સ્વીકારી તેમના હસ્તે કંઠી ધારણ કરી. તેમનો અભ્યાસ A.M.P પાર્ટ-૧ સુધીનો છે. સિલાઈકામમાં તેમની માસ્ટરી છે. 

 

(૩) પૂ.ઝરણાબેન ભટ્ટ (કેન્દ્ર નં.૪૩૧)

 

અમદાવાદ નિવાસી અલ્પાબેન અતુલભાઈ ભટ્ટના સુપુત્રી છે. યોગીજી મહારાજના વખતના નિષ્ઠાવાન ને પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજી, પ.પૂ.સોનાબાના યોગવાળા મુંબઈ મંડળના સત્સંગી પૂ.મણીબા ત્રિવેદીના સંબંધે આખું કુટુંબ સત્સંગી થયું. તેમાં જન્મ મળ્યો. ગળથૂથી પૂ.ઈન્દુબેન જેવા સંત સ્વરૂપે જ પાયેલી. ૪ વર્ષનાં હતાં ત્યારે ખૂબ ભારે ઘટના બનેલી. એ પડી ગયેલાં ને ખૂબ ગંભીર ઈજાગ્રસ્ત થઈ ગયાં. ત્યારે ગુરૂહરિ પપ્પાજી તેમને દર્શન આપવા પધારેલા. તેમના આશીર્વાદે તેઓએ પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું. ત્યારથી ૧૪ વર્ષ સુધી ગુરૂહરિ પપ્પાજીના દર્શન, વાતુ, પ્રસાદીનો લાભ લીધો. પૂ.ઈન્દુબેન જેવા દિવ્ય માવતરની ગોદમાં જ સેવાનો લાભ લીધો. તેમના વચને જ ભણ્યાં. કોમર્સ પાસ કર્યું. IIT માં ૧ વર્ષનો Copa (કોપા- કમ્પ્યૂટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ)નો કોર્સ કર્યો. 

 

(૪) પૂ.નીશાબેન પંચાલ (કેન્દ્ર નં.૪૩૨)

 

મુંબઈ નિવાસી પૂ.હંસાબેન ચંદુભાઈ પંચાલનાં સુપુત્રી છે. તેઓ માટુંગામાં જોબ કરતા હતાં. તેમની સાથે એક બેન સર્વિસ કરતા હતાં. તેઓ સત્સંગી હતાં ને તેમના યોગે પ.પૂ.દીદીના દર્શન થયાં. તેમના હસ્તે કંઠી ધારણ કરી ગુરૂ તરીકે સ્વીકાર્યા. ૧૮ વર્ષથી તેઓ આ સત્સંગના યોગમાં છે. નાનપણથી એમને એમ હતું કે આ મનુષ્ય દેહ મળ્યો છે તો વેડફી નથી નાંખવો ને કંઈક કરી જવું છે. જ્યારે સત્સંગના યોગમાં આવ્યાં ને પ.પૂ.દીદીને ગુરૂ કર્યા ને ગુરૂહરિ પપ્પાજીના આરાધના પર્વે દર્શન કર્યાં ત્યારથી જીવમાં મનાઈ ગયું કે ગુરૂહરિ પપ્પાજી જ મારા કલ્યાણના દાતા છે ને મારે જે કરવું છે તે આ માર્ગે જ થઈ શકશે. ને તેઓએ ભગવાન ભજવાનું ને સેવા કરવાનું નક્કી કરી લીધું. પણ કુટુંબમાં સત્સંગ નહોતો. તેથી ૧૦ વર્ષ સુધી ખૂબ ભજન કર્યું ને શ્રધ્ધા રાખી તો ગુરૂહરિ પપ્પાજીએ સાનુકૂળ સંજોગો ગોઠવી આપ્યા. ભગવાન ભજવાની રજા મળી ગઈ. આજે તો કુટુંબીઓ જ્યોત ને સત્સંગ પ્રત્યે સદ્દભાવ ધરાવતા થઈ ગયા છે.

 

(૫) પૂ.ફાલ્ગુનીબેન પટેલ (કેન્દ્ર નં-૪૩૩)

 

નખત્રાણા કચ્છના રહેવાસી પૂ.દમયંતીબેન ભરતભાઈ પટેલનાં તેઓ સુપુત્રી છે. પ.પૂ.જ્યોતિબેન કચ્છમાં વિચરણ અર્થે પધારેલ ત્યારે નાનબાઈ નામના હરિભક્તને ત્યાં પધારેલ. તેમની દોહિત્રી થકી ત્યારે તેમને પ.પૂ.જ્યોતિબેનના દર્શન કર્યાં, વર્તમાન લીધાં, ત્યારથી સત્સંગના યોગમાં છે. ગુરૂહરિ પપ્પાજીનાં પ્રત્યક્ષ દર્શન નથી કર્યાં પણ જ્યોતનો જોગ થયા પછી ભગવાન ભજવાની તીવ્ર ઈચ્છાને લીધે ભણવામાંથી રસ ઉડી ગયો ને છોડી દીધું. ૬ વર્ષથી જ્યોતમાં સેવિકા તરીકે આવી ગયાં. ૧૨ કોમર્સ સુધીનું તેમનું ભણતર છે. પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ અને પૂ.ડૉ.વિણાબેનના જતને આજે દીક્ષા લઈ રહ્યાં છે. 

 

(૬) પૂ.કાજલબેન ઉર્ફે પરાબેન ભરવાડ (કેન્દ્ર નં-૪૩૪)

 

ગામ હાડેવા નિવાસી પૂ.જશુબેન અરજણભાઈ ભરવાડના સુપુત્રી છે. તેમના કુટુંબને જ્યોતનો સત્સંગ હતો. તેમની સાથે સમૈયામાં અહીં આવતા. પૂર્વના મુમુક્ષુ ચૈતન્ય હશે તો ત્રણ વર્ષમાં સત્સંગમાં મન ભગવાન ભજવા તૈયાર થઈ ગયું. ભણવાનું તો ચાલુ જ હતું. પણ મન લાગતું નહોતું. સંસારમાંય જવું નહોતું. ૧૦મું પાસ કર્યું. ગુરૂહરિ પપ્પાજીનાં પ્રત્યક્ષ દર્શન નથી કર્યા. પણ પૂ.દિવ્યાબેન જેવા સંત સ્વરૂપના જતને ભગવાન ભજવાનું મન બનાવી લીધું.

 

(૭) પૂ.યોગીતાબેન રાઠોડ (પાર્ષદી દીક્ષા)

 

પૂ.શારદાબેન દિલીપભાઈ રાઠોડનાં તેઓ સુપુત્રી છે. ૧૨ કોમર્સ પાસ અને જ્વેલરી ડીઝાઈનનો ડીપ્લોમાનો કોર્સ કર્યો છે. પ.પૂ.જ્યોતિબેનનાં દર્શન કર્યા અને ભગવાન ભજવાનું નક્કી કરી લીધું. બોરીવલી જ્યોતમાં સેવા સમાગમ માટે જતાં. પૂ.વાસંતીબેન તન્નાને ત્યાં સેવા-સમાગમ માટે જતાં. ૧૮,૦૦૦ માળા કરી અને ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.જ્યોતિબેનની કૃપાથી જ્યોતમાં સ્થાન મળ્યું. ૨૦૧૪ થી જ્યોતમાં સેવા-સમાગમ માટે આવે છે. 

 

વ્રત લેનાર બહેનોને સંકલ્પ પ.પૂ.દીદીએ કરાવ્યો હતો. ગણેશપુરીની સ્મૃતિ સાથે હાથમાં ગુલાબનું પુષ્પ આપીને સંકલ્પ કરાવ્યો હતો. ત્યારબાદ વ્રત લેનાર બહેનના માતા-પિતા અને સદ્દગુરૂને પણ સંકલ્પ પ.પૂ.દીદીએ કરાવ્યો હતો. ત્યારબાદ સ્વરૂપોએ દરેક બહેનો પર પુષ્પ વૃષ્ટિ કરી હતી. જ્યોતના બધા બહેનો વતી સાત બહેનોએ એ આ સાત બહેનોને આવકારી હતી. આમ, આજના વ્રતધારણના ઉત્સવની ખૂબ ભવ્ય રીતે સમાપ્તિ થઈ હતી. ગુરૂહરિ પપ્પાજી આ સમૈયામાં હાજર હતાં તેવી અનુભૂતિ સહુ મુક્તોને થઈ હતી.

 

આ સમૈયાનાં વિશેષ દર્શન આપ સહુએ વેબસાઈટ ઉપર કર્યાં હશે. તેથી અહીં વિરમું છું. 

રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ રાબેતા મુજબ કીર્તન આરાધના પપ્પાજી હૉલમાં કરી હતી. આજે સવારે સમૈયો હોવાથી બહેનો અને ભાભીઓ સાંજે ૫.૩૦ થી ૭.૦૦ પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં. 

{gallery}images_in_articles//newsletter/2018/Jun/01-06-18 KIRTAN AARDHNA PAPPAJI HALL{/gallery}

 

પપ્પાજી તીર્થ પર સંતો માટે નવું નિવાસ સ્થાન જેનું નામ ‘પ્રાણેશ’ છે. તેનું ઉદ્દઘાટન આજે પ.પૂ.દીદી અને સ્વરૂપોના હસ્તે કુંભ મૂકી કર્યું હતું. પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા. હજુ થોડું કામકાજ બાકી હોવાથી વાસ્તુ મહાપૂજા તા.૨૪ જૂન ગુણાતીત સમાજના કેન્દ્રોના સ્વરૂપો અને સંતો-મુક્તોના સાંનિધ્યે થશે.

{gallery}images_in_articles//newsletter/2018/Jun/01-06-18 PAPPAJI TIRTH DHUN PRADXINA PRANESH MAKAN MAHAPOOJA{/gallery}

 

(૨) તા.૨/૬/૧૮  અને તા.૩/૬/૧૮ 

{gallery}images_in_articles//newsletter/2018/Jun/03-06-18 P.P.PAPPAJI SHKSHATKAR DIN{/gallery}

 

તા.૨/૬/૧૮ પ.પૂ.દીદીનો સાક્ષાત્કાર દિન અને તા.૩/૬/૧૮ ગુરૂહરિ પપ્પાજીનો ૬૬ મો સાક્ષાત્કારદિન તથા ગુણાતીત જ્યોતનો સ્થાપના દિન. આ બંને સમૈયાની ઉજવણી ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં થઈ હતી. જેના લાઈવ દર્શન આપ સહુએ વેબસાઈટ પર કર્યાં હશે. તેથી અહીં વિગતે લખ્યું નથી. 

{gallery}images_in_articles//newsletter/2018/Jun/02-06-18 P.P.DIDI DIVINE DAY PAPPAJI HALL{/gallery}

 

(૩) તા.૩/૬/૧૮ પૂ.કોકીલાબેન બિલખીયા અક્ષરધામગમન        

 

શ્રી ગુણાતીત જ્યોતના સંત બહેન પૂ.કોકીલાબેન બિલખીયા આજ રોજ અક્ષરધામ નિવાસી થયા. જેમનો કેન્દ્ર નં.૨૭૩, ઉ.વર્ષ-૬૫

આજે ૩જી જૂન રવિવારે જ્યોતમાં ૧લી જૂન નિમિત્તેનો સમૈયો હતો. ૯.૦૦ થી ૧૨.૩૦ની સભા પૂરી થતાં જ પ્રભુએ કોકીલાબેન (કોકીમાસી)ને અક્ષરધામ લઈ જવાનો સમય પસંદ કર્યો. એ પૂ.કોકીમાસીના પુણ્યનો પ્રતાપ છે.

 

પૂ.કોકીલાબેનને જ્યોતમાં સહુ બહેનો કોકીમાસીના હુલામણા નામે બોલાવતા. પૂ.કોકીમાસી એટલે ભક્તિ અને શ્રધ્ધાનું સ્વરૂપ ! મુંબઈનાં દીકરી કે જેમને પૂ.વસુબાના સંબંધે આ સત્સંગ થયો. વિદ્યાનગર આવતા-જતા થયા. ગુરૂહરિ પપ્પાજીનો અને ગુરૂ પ.પૂ.જશુબેનનો જોગ થયો. પૂ.જયેશભાઈ JVPD વાળા જે હાલ અનુપમ મિશનના સાધક ભાઈ છે. જે અમેરિકા મંદિરમાં રહે છે. તેના માસી પૂ.કોકીબેન. પૂર્વાશ્રમના ઘરે પૂ.જયેશભાઈની ગંભીર શારિરીક સ્થિતિમાંથી નવું જીવન આ કોકીમાસીના ભજન અને શ્રધ્ધાથી ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.જશુબેનના જળથી મળ્યું છે. પૂ.જયેશભાઈ અઠવાડીયું કોમામાં રહ્યા અને પાછા જાગ્યા. આ પૂ.જયેશભાઈનાં માસી પૂ.કોકીબેન, પણ જ્યોતનાં બહેનોનાં પણ માસી બન્યાં. ભગવાન ભજવાની આસ્થા હૈયામાં હતી. ગુરૂહરિ પપ્પાજીએ કૃપાનો મેહ વરસાવ્યો. તેમાં પૂ.કોકીબેન પણ અમૃતવર્ષામાં ભીંજાઈ ગયાં. ગુરૂહરિ પપ્પાજીનો અમૃતપર્વ (૭૫મો પ્રાગટ્યદિન) બ્રહ્મ જ્યોતિ પર ઉજવાયો ત્યારે ૭૫ બહેનોને બદલે ૧૦૮ બહેનોએ દીક્ષા લીધી. તેમાં પૂ.કોકીમાસીએ પણ ઝંપલાવ્યું. 

 

ત્યારથી એકધારી સેવા રસોડાની ૨૫ વર્ષ સુધી હસ્તે મુખે, માહાત્મ્યથી કર્યા કરી. આદર્શ સેવક બન્યા. એકાએક બિમારી આવી. તેમાંય હસતા મુખે દેહાતીત રહી જીવ્યા અને આદર્શ બન્યા. એક વર્ષ પથારીમાં રહ્યાં. પરંતુ તેમને મળવા જે કોઈ આવે તેની ખબર પોતે પૂછે. સેવા સંભાળ પૂ.પ્રફુલ્લાબેન દોશી અને પૂ.સવિબેન એમ. રતનપરા કરતાં. તેઓ તમની સાથે આત્માથી એકાકાર હોય તેવું દર્શન થતું. ઘણાં બહેનો પૂ.કોકીમાસીની સેવા કરવા મદદે સામેથી જતાં. એ્મનો સ્વભાવ એવો હતો કે સહુનેય વહાલાં લાગતાં. તેમનાં બહેન અને સગાં-સંબંધીઓ પૂ.કોકીબેનને મળવા જોવા આવતાં. તે જ્યોતનાં બહેનોની આવી સેવા-ભક્તિ અને તેમના તરફનો પ્રેમ જોઈને તેઓનું મસ્તક નમી પડતું. આવી સેવા અમારાથી ના થઈ શકે. આ બધાનું કારણ, પૂ.કોકીબેનનું જીવન એક પરમ ભાગવત સંત તરીકેનું હતું એ છે.

 

પૂ.કોકીબેને કોઈનેય પોતાના તરફથી ભીડો નથી આપ્યો. તે અક્ષરધામગમનનો દિવસ પણ સમૈયાના દિવસે એવો સમય પસંદ કર્યો કે આખો જ્યોત સમાજ ગુરૂહરિ પપ્પાજીના સમૈયામાં હાજર જ્યોતમાં હતાં, અને બપોર પછી બધાને પુષ્પાંજલિ પ્રદક્ષિણા કરવાનો યોગ પ્રાપ્ત થયો.

 

વળી, સ્પેશ્યલ પારાયણ પણ ગોઠવવાનું ના થયું. અધિકમાસનું પારાયણ ચાલુ હતું. તેમાં બીજા દિવસે પૂ.ડૉ.નીલાબેન નાણાવટી અને પૂ.મીનાબેન દોશીએ પૂ.કોકીબેનના જીવનની ઉમદા વાતો કરી હતી. પ.પૂ.જશુબેને અદ્દભૂત આશીર્વાદ આપ્યા હતા. ગુણાતીત જ્યોતનાં આ બહેન પૂ.કોકીમાસી અમર બની ગયાં. 

 

ગુરૂહરિ પપ્પાજીના અંશ સમાન જ્યોતના આત્માઓ એક એક અજોડ અને અદ્વિતીય છે. જય હો ગુરૂહરિ પપ્પાજીનો ! જય હો ગુરૂ પ.પૂ.જશુબેનનો ! જય હો સદ્દગુરૂ સ્વરૂપોનો !

{gallery}images_in_articles//newsletter/2018/Jun/03-06-18 P.KOKIBEN BILAKHIYA{/gallery}

 

(૪) તા.૧૦/૬/૧૮ પ.પૂ.દેવીબેન પરદેશની ધર્મયાત્રાએ                     

 

પ.પૂ.દેવીબેન આજે પરદેશ-લંડન-અમેરિકાની ધર્મયાત્રાએ પધારી રહ્યાં છે. તેમનો વિદાય મિલન આજે સાંજની પારાયણની બહેનોની સભામાં  થયો હતો.

 

પ.પૂ.દેવીબેન ૮૪ દિવસની ધર્મયાત્રાએ પધારી રહ્યાં છે. તે દરમ્યાન ગુરૂપૂનમ અને રક્ષાબંધન જેવા પર્વ નિમિત્તે હાર, કલગી અને રક્ષા પૂ.મધુબેન સી., પૂ.હેમાબેન અને પૂ.તરૂબેને અર્પણ કરી પ્રાર્થના કરી હતી કે, પ.પૂ.દેવીબેનની તબિયત સારી રહે. મેડીકલ ફાઈલ આ વખતે ખોલવાની જ ના થાય એવી પ્રાર્થના કરી હતી. તે માટે દરરોજ ૧ માળા સભામાં કરવાનું સભા સંચાલકે જાહેરાત કરી હતી.

 

પ.પૂ.દેવીબેને ખૂબ રાજીપો દર્શાવતાં જ્યોત શાખાનાં ગુણગાન ગાયાં હતાં અને ઉત્તમ આદર્શ દર્શાવ્યો હતો. અને સહજ રીતે આખું ગુણાતીત જ્ઞાન અને ગુરૂહરિ પપ્પાજીના સિધ્ધાંતોની વાત આવરી લઈને ૪ મહિનાનું ભાથું બાંધી આપ્યું હતું. અને રૂડા આશીર્વાદ આપ્યા હતાં. 

{gallery}images_in_articles//newsletter/2018/Jun/10-06-18 P.P.DEVINEN ARDESH DHARMA YATRA{/gallery}

 

(૫) તા.૧૨/૬/૧૮ પ.પૂ.કાકાજી મહારાજનો ૧૦૦મો પ્રાગટ્યદિન – શતાબ્દી પર્વ

 

ઓહોહો ! આજે ભવ્ય દિવસ ! બ્ર.સ્વ.કાકાજી મહારાજનો ૧૦૦મો પ્રાગટ્યદિન – શતાબ્દી પર્વ ! ગુણાતીત સમાજમાં ઠેર ઠેર આજના આ ગૌરવવંતા દિવસની ઉજવણી જુદી જુદી રીતે થઈ રહી હતી. શ્રી ગુણાતીત જ્યોતમાં પણ આજે…

 

સવારે ૧૦.૩૦ વાગ્યાની બહેનોની સભામાં પ.પૂ.કાકાજી મહારાજનો શતાબ્દી પ્રાગટ્યદિનની ઉજવણી થઈ હતી. આવાહન શ્ર્લોક, ભજન, પૂજન, પુષ્પહાર અર્પણ બાદ માહાત્મ્યગાન “અસ્ખલિત મંગલ કૃપા ધારા”માંથી પૂ.સ્મૃતિબેન દવેએ પસંદ કરેલ પ્રસંગોનું વાંચન કર્યું. શ્રવણ કરતા મુક્તો કે જેમણે પ.પૂ.કાકાજીના દર્શન કર્યાં હોય કે નથી કર્યાં તેવા સર્વે મુક્તોના અંતરમનમાં પ.પૂ.કાકાશ્રીની અદ્દભૂત ઝાંખી થઈ હતી. તે પછી તરત પ.પૂ.કાકાશ્રીની ધ્વનિ મુદ્રિત પરાવાણીનો સ્ત્રોત વહ્યો. અદ્દભૂત ખુમારી, જોશ, દેહભાવનાં છાપરાં ઉડી જાય અને બ્રહ્મભાવનું સૂર્ય કિરણ આત્મામાં પ્રવેશે એવી એમની પરાવાણી હતી. તથા તરત ગુરૂહરિ પપ્પાજીની પરાવાણી સાંભળી. આપણામાંથી આ બંધુબેલડીને વધારે કોણ ઓળખતું હશે ? તો એ બંને ભાઈઓ જ ખરા અર્થમાં એકમેકને યથાર્થ ઓળખે છે અને આપણને ઓળખાવે છે. 

{gallery}images_in_articles//newsletter/2018/Jun/12-06-18 P.P.KAKAJI 100 PRAGTYADIN{/gallery}

 

ઓહો ! આવી પ્રાપ્તિ આપણને થઈ ! ધન્ય થયા ભવોભવના !

અંતમાં પૂ.શોભનાબેને આશીર્વાદ આપ્યા અને પૂ.દયાબેને પ.પૂ.કાકાશ્રીની તારદેવની સ્મૃતિ કરાવીને આશીર્વાદ આપ્યા હતા.

 

આજે સાંજે ૫.૦૦ થી ૯.૦૦ પવઈ મંદિરે પ.પૂ.કાકાશ્રીના શતાબ્દી પ્રાગટ્ય પર્વની ઉજવણી અદ્દભૂત રીતે થઈ હતી. તે સમૈયામાં પ.પૂ.દીદી અને જ્યોતનાં ૧૫ બહેનો, ૧૦ ગુણાતીત પ્રકાશના ભાઈઓ અને બોરીવલી જ્યોત મંડળના સૌરભ હરિભક્ત ભાઈઓ-બહેનો સર્વે મળી ૧૦૦ની સંખ્યામાં પવઈ સમૈયામાં ભાગ લીધો હતો.

 

વિદ્યાનગર જ્યોતમાં પપ્પાજી હૉલમાં રહ્યા છતાંય પવઈ પહોંચી જઈને આધુનિક ટેકનોલોજી (લાઈવ દર્શન) એ અંતર ટાળી દીધું છે. ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજીએ અંતરાય ટાળી દીધો છે. તેથી આખા ગુણાતીત સમાજના ભક્તો ઘરે ઘરે અને દેશ પરદેશમાં જ્યાં હશે ત્યાં ભાગ લઈ શકે તેવું પ્રભુએ સુગમ કરી આપ્યું છે. અને તે રીતે દૂર છતાંય નજીક રહી સહુએ આ પર્વનો લાભ લઈને આ દિવસની પળેપળને સનાતન બનાવી હતી. 

 

પ.પૂ.કાકાશ્રીનો શતાબ્દી પ્રાગટ્યદિનની ઉજવણી પવઈ મંદિરે અદ્દભૂત રીતે અને આધ્યાત્મિક રીતે થઈ હતી. પવઈના મેદાનમાં ૧૦૦ ફુગ્ગા ઉડાડીને પ.પૂ.કાકાજીના ૧૦૧મા પ્રાગટ્ય પર્વનો આનંદ સાથે સમૈયાનો પ્રારંભ કર્યો હતો. 

 

ખૂબ ટૂંકા સમય દરમ્યાન ગુરૂહરિ કાકાશ્રીની પ્રાસાદિક વસ્તુઓનું સ્મૃતિ મંદિર સાધકોએ અને ગૃહસ્થ મુક્તોની મદદથી તૈયાર કર્યું હતું. તેનું ઉદ્દઘાટન પ.પૂ.હંસાદીદી (ગુણાતીત જ્યોત) ના વરદ્દ હસ્તે કરાવ્યું હતું. 

 

કીર્તન આરાધના અને સભા પણ અદ્દભૂત થઈ હતી. દરેક વક્તાઓએ ખૂબ સિધ્ધાંતિક વાતો કરીને સહુને ધન્ય કર્યા હતા. સભા દરમ્યાન નૃત્ય દ્વારા પ.પૂ.કાકાશ્રીના જીવન પ્રસંગો યુવકોએ ખૂબ સરસ રીતે રજૂ કર્યા હતા. પૂ.દિનકરભાઈ શિકાગોથી કમરમાં દુઃખાવો હોવા છતાં ૨૪ કલાક માટે પ.પૂ.કાકાશ્રીના પ્રાગટ્યદિનની સભામાં પધારીને આત્મીયતાનો લાભ આપીને સર્વે ભક્તોને રાજી રાજી કરી લીધા હતા.

 

સભાના અંતમાં વિશેષ આરતીનો કાર્યક્ર્મ હતો. આમ, ભજન, આનંદ, વાતો અને ભક્તિના સમન્વય સાથેનો સમૈયો થઈ ગયો. થોડા સમયમાં વધારે સ્મૃતિ-જ્ઞાનનું ભાથું ભક્તો પોતાના ઘરે લઈ ગયા.

 

(૬) તા.૧૩/૬/૧૮

 

આજે અધિકમાસની પારાયણની પૂર્ણાહુતિ થઈ ! રોજ સાંજે ૫.૩૦ થી ૭.૦૦ પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં ખૂબ ભક્તિભાવે પારાયણ થતું ! જેમાં વિદ્યાનગર મંડળના ગૃહસ્થ બહેનો પણ ભાગ લેવા આવતાં.

 

૧ ‘વચનામૃત’ તથા ‘યોગીજી મહારાજ’ના પુસ્તકમાંથી તથા ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનું પારાયણ પૂ.ભારતીબેન સંઘવી ખૂબ જ સરસ શૈલીમાં વાંચતાં. જેથી બધા એકીટશે રસપૂર્વક શ્રવણ કરતાં. પારાયણ બાદ નવી નવી સુશોભિત કરેલી આરતી વારાફરતી લઈને બહેનો આરતીમાં લાભ લેતાં. સુંદર આયોજન સભા વિભાગના બહેનોનું આખા મહીનાનું હતું. તે પ્રમાણે સહુએ ભાગ લીધો. અને ભક્તિની ધન્યતા અનુભવી હતી. વળી, પારાયણ ચાલુ રાખવાની માંગને માન આપી સાંજે ૬.૦૦ થી ૭.૦૦ પારાયણ હાલ ચાલુ રાખેલ છે. 

 

એવું જ પ્રભુકૃપામાં ભાઈઓની રાત્રિ સભામાં ૮.૩૦ થી ૧૦.૦૦ પૂ.ઈલેશભાઈ અને ભાઈઓ પારાયણ કરતાં. તેમાં “વચનામૃત” સાથે એક નવું પુસ્તક “ભક્ત કલ્પતરૂ” નું પારાયણ થતું. તેમાં પણ સર્વને ખૂબ ભક્તિનો આનંદ આવ્યો હતો. ભાઈઓ સભા પછીનો પ્રસાદ રોજ જુદા જુદા ગૃહસ્થ ભાઈઓ તેમના તરફથી રાખીને મૂર્તિ (સેવા) દૈવત લૂંટી લેતા હતા. આજે અધિકમાસના પારાયણની પૂર્ણાહુતિ થઈ હતી. 

 

આમ, આખું પખવાડીયું ખૂબ ભક્તિસભર પસાર થયું હતું. પ.પૂ.દેવીબેન સુખરૂપ લંડન અને ત્યાંથી અમેરિકા પહોંચી ગયા છે. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !