June 2013 – Newsletter

સ્વામિશ્રીજી                       

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ.

ગયા ન્યુઝલેટરમાં આપણે તા.૬/૬ પ.પૂ.દીદીના સાક્ષાત્કારદિન સુધીની જ્યોતની સ્મૃતિ માણી હતી. અહીં આપણે તે પછીની જૂન મહિના દરમ્યાનની સ્મૃતિ કરીશું.ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનું શ્રવણ તો રોજ મંગલ પ્રભાતે કરીએ છીએ. આપ સર્વ પણ ઘર મંદિરમાં આધુનિક ટેકનોલૉજીનો ઉપયોગ કરતાં હશો. ના કરતાં હોય તો કરજો હં ! ઘરમાં, ગાડીમાં કે વાડીમાં. મોબાઈલ કે પેનડ્રાઈવ કે C.D – D.V.D કે રેકોર્ડર

દ્વારા લાભ લઈ શકાય. પપ્પાજીની પરાવાણી સાંભળવાથી આપણા કાન દિવ્ય બની જાય છે. અંતરની બેટરી ચાર્જ થઈ જાય છે. પપ્પાજીની પરાવાણી પર મનન કરવાથી મન દિવ્ય બની જાય છે. આત્મામાં ઉજાસ વરતાય છે. આપણી બુધ્ધિના મૂલ્યાંકનો બદલાય છે. પપ્પાજીનું જ્ઞાન જ અલૌકિક છે. ખૂબ ઉચ્ચ કોટિનું જ્ઞાન આપણા માનવ તંત્રમાં સમજાતા ‘ભાગવતી તનુ’ બંધાય છે. સમાગમ ખૂબ જરૂરી છે. તે આપણને ઘરે બેઠા સુલભ છે. ફકત તે માટે આપણે સમય ફાળવવો પડે. ખર્ચ કરવો પડે. બીજા ખર્ચા ઘણાં થાય છે. તેના કરતાં આમાં ખર્ચ કરવાથી લક્ષ્મી પણ નિર્ગુણ બને છે. પપ્પાજીની વાત કરીને જ આજના ન્યુઝલેટરનો પ્રારંભ કરીએ. આ મહિના દરમ્યાન જ્યોત સભામાં થયેલ બે-ત્રણ વાત ગોષ્ટિરૂપે માણીએ.

 

() તા.૧૧/નામંગલસભામાં.પૂ.દીદીએવાતકરીકે,

સૌરાષ્ટ્રમાં સરસ વરસાદ પડ્યો. ન્યુઝપેપરમાં હતું. ખેડૂતો ખેતરમાં વાવણી કરવા લાગ્યા. આપણા ઉપર પણ કૃપાનો વરસાદ થયો છે. તો તક ઝડપી લઈને આપણામાં વાવણી કરવા મંડવું છે ને ? સભા પછી પ.પૂ.દીદીએ બોર્ડ પર લખ્યું…

“ચાલોને મુક્તો ગુરૂહરિ પપ્પાજીને કર્તા હર્તા માનવારૂપી ‘બી’ આપણા પૂ.મનજીભાઈના ખેતરમાં બુધ્ધિ બળદીયાને હૈયાના હળમાં જોડી, ચિત્તના ચિંતવનનો ચારો આપી એક પછી એક બી નાંખી મંડી પડીએ. આતમના પરમાત્માનું સુખ માણવા કરવું છે ને ? સાથે સંગાથે.

(૨) ડેન્હામ જ્યોતમાં પપ્પાજી બિરાજમાન હતાં. બહેનો પપ્પાજીના દર્શન કરતાં સામે બેઠા હતાં. પપ્પાજીને એક બહેને પૂછ્યું કે, એક વાર દિવો પેટાવ્યો તે વારે વારે પેટાવવો પડે ? પપ્પાજી કહે, ‘ના’. “હું એકવાર દિવો પેટાવું તે જન્મોજન્મ ચાલ્યા જ કરે. પ્રભુના પ્રકાશરૂપ જીવવું એ આપણે કરવાનું છે. પ્રાપ્તિ થઈ તેને જાળવી રાખવી. તેવી જ વાત ડૉ.નિલમબેને સભામાં પપ્પાજીની કરેલી કે,

પતંગીયું દીવા તરફ ખેંચાઈને બળી ભસ્મ થઈ જાય છે. આપણે પતંગીયું છીએ. આપણને ગુણાતીત દીવો મળ્યો છે. એમાં આપણે ખેંચાયા છીએ. આપણી અહંતા મમતા બાળી દઈને દિવ્ય પતંગીયા તરીકે બહાર ઉડીશું. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. આપણે હવે એટલું જ કરવાનું છે કે તેમની મૂર્તિમાં સર્વોપરીભાવે રહેવું. તેમનામાં ખોવાઈ જવું. અંદરથી હોમાઈ જવું.

તા.૧૨//૧૩બુધવાર.પૂ.કાકાશ્રીનો૯૫મોપ્રાગટ્યદિન

જ્યોતમાં બહેનોની મંગલ સભામાં પ.પૂ.કાકાજીના પ્રાગટ્યદિનની ઉજવણી બહેનોએ કરી હતી. સભાના પ્રારંભે પ.પૂ.દીદી પધાર્યા. અને તેઓએ ભજન ગવડાવ્યું. “ઘરવાળા (૨) અમે તારા ઘરવાળા…” દીદી કહે કાકાશ્રીને હંમેશા એવો કેફ રહેતો “કીસકી ઘરવાલી હું !”

કાકાશ્રીનું આ સૂત્ર ખુમારી મને આજે ઉઠતાની સાથે યાદ આવ્યું. દીદીએ કાકાશ્રીના મહિમાગાનની વાત કરતાં કરતાં જૂની ઐતિહાસિક વાતો કરી કે, જે જાણે નવા સાધકોએ પ્રથમવાર જ સાંભળી હોય ! નવું કાર્ય પૃથ્વી પર કરવા કાકાજી-પપ્પાજી એક જ કુટુંબમાં જન્મ્યા. તેમાં ‘બા’ નો જબરજસ્ત સાથ. આ ત્રિપુટીએ મળી બહેનોનું નવું કાર્ય કર્યું. ગુણાતીત સમાજ સ્થાપી દીધો. પ.પૂ.બા ની એક સરસ વાત કરી કે,શૂરવીર સોનાબા ચાર દિકરીઓ અને એક જ દિકરો (કાંતિભાઈ), વિધવામાના નાના કાંતિએ રંગનો ધંધો કર્યો. ખોટ ગઈ અને દોઢ લાખનો કેસ પણ થયો. કાંતિભાઈ મૂંઝાયેલો ફરે. પણ બાને કાંઈ જણાવા ના દે. પણ બા ખૂબ જ બુધ્ધિશાળી. કાંતિનું મોં જોઈને ઓળખી ગયા. બા ને થયું હે ભગવાન ! હે શાસ્ત્રી મહારાજ ! કાંતિને જો બીજો ભાઈ હોત તો પોતાના ભાઈને દિલની વાત કહી શકે. સુખ, દુઃખના ભાગીદાર બની શકે. બાના આ સંકલ્પે શાસ્ત્રીજી મહારાજે કાંતિભાઈ અને કાકાશ્રીને ભાઈ બનાવેલા. આમ, જૂની ઐતિહાસિક વાતો સાંભળીને જાણે પિક્ચરની સ્ટોરી જોતા હોઈએ તેવું અનુભવાતું હતું.

{gallery}/images_in_articles/newsletter/2013/June/12-06-2013 KAKAJI 95 BIRTHDAY/{/gallery}

ધ્વનિ મુદ્રિત પ.પૂ.કાકાશ્રી તથા પ.પૂ.પપ્પાજીની પરાવાણીનો લાભ લીધો હતો. પ.પૂ.કાકાશ્રીએ વાત કરી કે, હું કાંઈપણ બોલું તો ખોટું ના લગાડશો. તે માટે વાત કરતા પહેલા માફી માંગી લઉં છું. હું બધી જ વાત વચનામૃતના આધારે જ કરું છું. પ્રત્યક્ષ સ્વરૂપને જેવા માનો તેવા તમે થઈ જાશો. યોગી મહારાજે કલ્પનાથી બહારનો અનુગ્રહ કર્યો. પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત પરાવાણીમાં એક સૂત્ર આપ્યું,  “આધ્યાત્મિક સમતાભરી નિર્દોષ બુધ્ધિ સહુમાં સહુ પળે સર્વ પ્રસંગે રાખવી.” ગુરૂ પ્રત્યેની અપ્રતિમ પ્રિતી, રાંકભાવ, સ્વરૂપ સંકલ્પ કરશે તો ઓળખી શકીશું. કાકાજી યથાર્થ સ્વરૂપ ઓળખનારા છે. યથાર્થ સ્વરૂપનિષ્ઠા થઈ જશે તો જગત જીતવું સહેલું થઈ જશે. સહેજે ખરી પડશે. એમની ભક્તિરૂપ જીવન જીવાશે. “યોગીબાપાને નહીં ઓળખો ત્યાં સુધી અક્ષરધામમાં પેસવા નહીં મળે.” ખૂબ શૂરવીરતાથી કાકાજીએ બુંગીયો ફૂંક્યો. જોગી મહારાજને ઓળખાવ્યા. હેતે કરીને, કથા કરીને સ્વરૂપ ઓળખાવ્યું. આપણે હવે વ્યાપકમાં આપણા ગુરૂહરિને (આપણા સ્વરૂપોને) જોતાં થઈ જઈએ. સંબંધવાળાનું માહાત્મ્ય હેતે કરીને જોગીએ સમજાવ્યું. આપણે પણ એવી રીતે સેવી લઈએ. ભલે જોગી મહારાજને તે વખતે ના ઓળખી શક્યા. તો હવે આપણા સ્વરૂપને એવા માનીને દરેકમાં આપણા સ્વરૂપને મૂકી દઈએ. જોગી મહારાજના વખતમાં બન્યા તેવા દાખલા અત્યારે નથી બનવાના. પણ આપણા સ્વરૂપનું દર્શન કરીએ. કાકાશ્રીએ એવું કર્યું. વ્યાપકમાં જોગી મહારાજને જોયા.

() તા.//૧૩જેઠસુદ (પડવો) 

ગુરૂહરિ પપ્પાજીના સાતમા શાશ્વત સ્મૃતિદિન નિમિત્તે બહેનોની રાત્રિ સભામાં ‘કીર્તન આરાધના’ કરી ભક્તિ અદા કરી હતી.

(૪) જ્યોત શાખાઓમાં પણ વિધવિધ ભક્તિના કાર્યક્ર્મ સંપન્ન થતાં રહ્યાં છે. ભીમ એકાદશીએ રાજકોટ જ્યોત શાખા મંદિરે, મંદિરના નવનિર્માણ નિમિત્તે ૭૫ આઈટમનો થાળ ધરાવી, મહાપૂજાનો કાર્યક્ર્મ મહિલા મંડળની સભામાં પૂ.વનીબેન ડઢાણીયા અને પૂ.ઈલાબેને રાખ્યો હતો. જોગાનુજોગ તેઓની ભાવના મુજબ પૂ.મનીબેન રાજકોટથી પસાર થતાં હતાં. તેમને બોલાવી સાથે મળી મૂર્તિની અન્નકૂટ આરતી કરી હતી. તેમની વાણીનો લાભ પણ ભક્તોને અપાવ્યો હતો.

(૫) ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી પર્વ અનુસંધાને આ વેકેશન દરમ્યાન મંડળવાઈઝ શિબિરો થઈ હતી. તેમાં જ્યાં જ્યાં બાકી રહી ગઈ હતી ત્યાં અનૂકૂળતા મુજબ શિબિર કરી હતી.

* તા.૯/૬ દહેમી પૂ.લીલાબેન અરવિંદભાઈ પટેલના ઘર મંદિરે મહિલા મંડળની

શિબિર સભા કરવા વિદ્યાનગરથી પૂ.મીનાબેન ગાંધી, પૂ.નલિનીબેન, પૂ.જાગૃતિબેન ઠક્કર, પૂ.વિદ્યાબેન ગયા હતાં.

{gallery}/images_in_articles/newsletter/2013/June/09-06-13 Dahemi shibir/{/gallery}

* તા.૧૮/૬ના નવાગામમાં પૂ.મનીબેન અને માણાવદર જ્યોતના બહેનો પૂ.ધર્મિષ્ઠાબેન, પૂ.હંસાબેન કંપાલા શિબિર સભા કરવા ગયા હતાં. પૂ.હંસાભાભી હરસુખભાઈ દેકીવાડિયાના ઘરે સભા કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/June/09-06-13 Navagam shibir/{/gallery}

આમ, નાના નાના ગામમાં પણ સરસ, રસમય, યાદગાર શિબિરો થઈ હતી. યોગીબાપા-પપ્પાજી હંમેશા કહેતાં કે એક રૂચિવાળા જણ ભેગા મળી સભા કરો તો ૫૦૦૦ની સભા માનવી. એ પ્રમાણે સંખ્યા ઓછી પણ ભાવના ખૂબ મોટી વાત છે. આપણે સુરૂચિ-ભાવના રાખીશું તો પ્રભુ આપણા ઘર દેહને મંદિર બનાવી અખંડ બિરાજમાન રહેશે. સુખ, શાંતિ, આનંદ આ કળિયુગમાં પણ ભોગવતા રહીશું.

() તા.૧૩//૧૩.પૂ.મનીબેનનોસ્વરૂપાનુભૂતિદિન 

પ.પૂ.દીદીએ સવારની સભામાં માહાત્મ્ય આશિષ આપતા કહ્યું કે, પૂ.મનીબેન એટલે આપણું ઓલરાઉન્ડર ગુણાતીત સ્વરૂપ છે. ગુણાતીત સમાજનાં દરેક સેન્ટરો સાથે મનીબેનને આગવો આધ્યાત્મિક સંબંધ છે. અમારે પૂ.મનીબેનને ખાલી કહી દેવાનું કે આ સેવા તમારે કરવાની છે. એટલે એ પોતાનું સમગ્ર તંત્ર પરોવીને ગુણાતીત સમાજમાં દરેકને ગુણ આવે એમ પપ્પાજીની રીતનું કાર્ય કરે. પપ્પાજીની માળાના મણકાના મનીબેન છે. આપણે ભગવાનનું સુખ લેવું છે તો પૂ મનીબેનની જેમ આંતરિક રાંકભાવે માહાત્મ્યથી દરેક મુક્તો સાથે રહેવું છે. પપ્પાજીએ પૂ.મનીબેનને આદર્શ બનાવ્યા છે. તો તેમનો મહિમા સમજી મહાત્મ્યથી રહીએ એવી આજે પપ્પાજીના ચરણે પ્રાર્થના કરીએ.

{gallery}/images_in_articles/newsletter/2013/June/13-06-13 P.MANIBEN DIVINE DAY/{/gallery}

() તા.૨૬/સરપ્રાઈઝદર્શનડે 

ગુરૂહરિ પપ્પાજીએ ઈ.સ.૧૯૮૪ માં ખૂબ મોટી સરપ્રાઈઝ આપી હતી. પપ્પાજી એટલે એક કાંકરે અનેક પક્ષી વિંધનાર. એક ક્રિયાની પાછળ કેટલાય હેતુ હોય છે. એવું જ આ સરપ્રાઈઝમાં પણ હતું. પપ્પાજી ગઈકાલે ૨૫/૬ ના વિદ્યાનગરથી લંડન જવા મુંબઈ પધાર્યા. મુંબઈ તા.૨૬/૬ના વિઝા લઈ ૨૮મીએ લંડન જવાના હતાં. ૨૬/૬ ના વિઝાની લાઈનમાં પ્રથમ પપ્પાજી હતાં. (બોરીવલી મંડળના ભાઈઓ અગાઉથી ગોઠવણ કરી લેતાં.) પપ્પાજીએ સવારે વીઝા મળે કે તરત પ્લેનમાં મુંબઈથી અમદાવાદ જવાનો પ્લાન કરી લીધેલો. પૂ.નલીનકાંતભાઈ દવે અને એકાદ-બે ભાઈઓ દ્વારા ટિકીટ લેવડાવી રાખેલી. વીઝા તો તરત મળી ગયા. પપ્પાજી અને નિલમબેન મુંબઈથી અમદાવાદ પ્લેનમાં પધાર્યા. ત્યાં ફક્ત પૂ.રજનીભાઈ સંઘવી અને પૂ.ગૌતમભાઈને કહેલું કે, મને ગાડી લઈને લેવા આવજો. કોઈનેય જણાવશો નહીં. એ ભાઈઓ પણ એવા અંગત પપ્પાજીના ભક્તો હતાં. તેથી ચુપચાપ એરપોર્ટ ગાડી લઈને આવી ગયા.

એ વખતે અમદાવાદમાં હીપેટાઈટીસ B (ઝેરી કમળો) નો જીવલેણ રોગ ફેલાયો હતો. તેમાં જ્યોતની બે બહેનો કે જેઓ અમદાવાદ સીવીલ હૉસ્પીટલમાં નર્સ હતાં. પૂ.મીનાબેન ભટ્ટ અને પૂ.રાજુબેન જસાણી તેઓને પણ દર્દીઓની સેવા કરતાં કરતાં આ રોગ લાગ્યો હતો. તેઓ સ્થિતી ગંભીર હતી. પપ્પાજી તેઓને દર્શન દેવા પધાર્યા ! આશીર્વાદ આપી નવું જીવન છતીદેહે આપ્યું. પપ્પાજી જાણે છેલ્લા દર્શન દેવા પધાર્યા હશે એવું સહુનેય લાગતું હતું. પણ ના ! દયાળુ, કૃપાળુ પ્રભુ પપ્પાજીએ તો તે બંને બહેનોને સાજી કરી દીધી. અત્યારે પણ તે બહેનો જ્યોતમાં છે. પપ્પાજી અમદાવાદ જ્યોતમાં ભટ્ટદાદાને ત્યાં સ્નાન કરી, ભોજન લઈને રાત્રે વિદ્યાનગર પધાર્યા. સારૂં એ હતું કે એ વખતે મોબાઈલ નહોતા. પપ્પાજીના વફાદાર ભક્તો એવા કે કોઈએ ફોનથી પણ હરખ જણાવા ના દીધો.

વિદ્યાનગરથી પપ્પાજી પધાર્યા ત્યારે રાતના ૧૦.૦૦ વાગ્યા હશે. જ્યોતનો દરવાજો તો ૯.૦૦ વાગ્યાથી ત્યારે બંધ થઈ જતો. અંદર હૉલમાં બહેનો ચોળીનું શાક સમારી રહ્યાં હતાં. બોલ્યા વગર પપ્પાજીએ લાકડીથી દરવાજો ઠોક્યો. લક્ષ્મણબાપા પહેરેગીર તરીકે હતાં. લક્ષ્મણબાપા કહે કોણ છો ? બોલો પછી જ ખોલીશ. પપ્પાજી બોલ્યા જ નહીં. બાપાએ ઉપર પાળીએ ચડીને જોયું તો, ઓહો  પપ્પાજી ! સગરામ વાઘરી જેવું થયું. જ્યોતમાં પણ ક્યારેય ના મચ્યો હોય તેવો કોલાહલ આનંદ આશ્ર્ચર્યનું મોજુ ફરી વળ્યું. કોઈ મુક્તના કેટલાય, ભાવ, વાત કે પ્રશ્નના જવાબ પપ્પાજીએ અંર્તયામીપણે આપ્યા. અને આ દિવસની સ્મૃતિ સનાતન બની ગઈ. ૨૬ જૂનને સરપ્રાઈઝ સ્મૃતિદિન તરીકે ઓળખીએ છીએ. આવા આ શુભદિને આજે જ્યોત મંદિરમાં એક મહાપૂજાનું આયોજન થયું.

હાલોલના હરિભક્ત પૂ.શાતાંબેન રમેશભાઈ પ્રજાપતિના દિકરા અને પુત્રવધુ પૂ.રક્ષિતભાઈ અને પૂ.નિકીતાભાભી અમેરિકા રહે છે. પ.પૂ.પપ્પાજીના આશીર્વાદ લઈ લગ્ન કરેલા. અમેરિકામાં તેમના ઘરે દોઢ વર્ષ પહેલાં એક દિકરીનો જન્મ થયેલો. તેનું નામ પ.પૂ.દીદીએ ‘નિષ્ઠા’ રાખેલું. દિકરીને જન્મથી અન્નનળી અને શ્વાસનળી જોઈન્ટ હતી. તેથી જન્મી ત્યારથી હૉસ્પીટલમાં હતી. ઘણાં ઑપરેશન થયા બાદ આજે તેને પરદેશમાં તેના ઘરે આવવાની રજા આપવાના હોવાથી તેના આનંદમાં પૂ.રમેશભાઈએ જ્યોતમાં મહાપૂજા કરાવી. બહેનોને જમાડવાનો સંકલ્પ કર્યો. આજે ૨૬/૬ના સરપ્રાઈઝ ડે ના શુભદિને જ્યોત મંદિરમાં મહાપૂજા થઈ. પૂ.શાંતાબેન, પૂ.રમેશભાઈ તેમના બીજા દિકરા તથા ભાઈના પરિવાર સહિત મહાપૂજા કરાવવા આવેલા. હાલોલ મંડળના ભક્તોને લઈને આવ્યા. પૂ.યશવંતભાઈ દવે, પૂ.ઈલેશભાઈએ સરસ મહાપૂજા કરી. પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા. પૂ.નિલમબેન અને પૂ.રમેશભાઈએ બધી અલૌકિક વાત કરીને યાચના કરી હતી. ઠાકોરજી તથા બધા સ્વરૂપોને થાળ જમાડી અક્ષરધામનો દિવ્ય આનંદ પ્રાપ્ત કર્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/June/26-06-13 MAHAPUJA/{/gallery}

આમ, જ્યોતમાં અવનવા સ્મૃતિ ભક્તિના આયોજન પપ્પાજીની ગોઠવણ મુજબ અને નવી પ્રેરણા મુજબ થતાં રહે છે. તેમાંય વળી આજે ૨૭/૬ના મંગલ પ્રભાતે ૫.૦૦ થી ૭.૦૦ શ્રમયજ્ઞ બહેનોએ કર્યો. વર્ષો પહેલા પ.પૂ.બા, પ.પૂ.પપ્પાજીના સાંનિધ્યે મકાન બાંધકામની સેવામાં માટીના તબાસરા પાસ કરવાની સેવા એટલે શ્રમયજ્ઞનો બહેનોનો કાર્યક્ર્મ યોજાતો. અત્યારે જ્યોતમાં હૉલનું બાંધકામ ચાલી રહ્યું છે. પપ્પાજી ગ્રુપના યુવકો વિદ્યાનગર, હાલોલ, વડોદરા, અમદાવાદ વગેરેથી શ્રમયજ્ઞ માટે રાત્રે રાત્રે પધારે છે. પરંતુ આજે તો બહેનોને પણ તે સેવાનો લાભ પ્રાપ્ત થયો હતો. જે કામ JCB થી ના થઈ શક્યું હોય તેવું અમુક કામ હાથથી કામદારો દિવસે કરતાં હોય. વરસાદના વાતાવરણને કારણે ઝડપ કરવાના હેતુથી ભાઈઓ સેવા કરતા જ હતાં. આજે બહેનોએ ખોદી, તબાસરા ભરી પાસ કરવાની સેવા આનંદ-કીલ્લોલ સાથે કરી હતી. પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેને ર્દષ્ટિથી આશીર્વાદ, પ્રસાદ આપ્યા હતાં. પપ્પાજી બહેનોને ચકલીઓ કહેતાં. આ ચકલીઓએ હાં હાં ગડથલ કરી હતી અને જૂની સ્મૃતિ તાજી કરી હતી.

આમ, આખો મહિનો બ્રહ્માનંદથી ભરપૂર ગયો હતો. અત્રે પ.પૂ.બેનની તબિયત સરસ છે. સર્વે સ્વરૂપો મુક્તોની તબિયત સરસ છે. સર્વે મુક્તોને અત્રેના સર્વે સ્વરૂપો, મુક્તો વતી જય સ્વામિનારાયણ.

એ જ લિ.જ્યોત સેવક P.71ના જય સ્વામિનારાયણ.