08 Mar 2017 – Pujya Induben Darbar

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

પૂ.ઈન્દુબેન દરબાર (સ્વામી)

 

 

ગુરૂહરિ .પૂ.પપ્પાજી, .પૂ.સોનાબા અને ગુણાતીત જ્યોતનું અદ્દભૂત સર્જન…!

પૂર્ણ ગુણાતીત સાધુ બનીને, બ્રહ્મરૂપ રહીને, સ્વધર્મેયુક્ત કર્તવ્ય કર્મો કર્યા કરીને પરબ્રહ્મની અખંડ ઉપાસના કરીને પળેપળ

પરાભક્તિ કરનારા અમદાવાદ તીર્થપ્રદેશનાંસ્વામીબનીને ભક્તોનીયે દાસભાવે નિરંતર ભક્તિ કરીને ત્યાગીગૃહી સૌને ગુણાતીત પ્રીતિથી જોડીને આધ્યાત્મિક સૂઝ, સુખ અને સમર્પણની રીતિનીતિ શીખવીને અખંડ અક્ષરધામમાં નિવાસ કરીને જીવ્યાં. પળેપળ હસતાં રહીને શ્રીજીપપ્પાજીની પ્રત્યક્ષ મૂર્તિનું મંદિર બનીને જીવ્યા ને જીવતાં શીખવ્યું.

 

 

વિચાર, વાણી ને વર્તનથી ગુણાતીત સ્થિતપ્રજ્ઞતાનો આદર્શ સ્થાપ્યો કેસંબંધે સ્વરૂપ માની સેવા કરી લઈએ તો ઘર અને દેહ મંદિર બની રહે.’ ૧૯૬૬ થી પૂ.સોનાબાના પરછાંઈરૂપ બનીનેહાશમેળવી લીધી અને ૧૯૭૪માં અમદાવાદ કેન્દ્રના મહંતનું સ્થાન પામી છેલ્લા શ્વાસ સુધી ગરજ રાખીને ત્રણ ત્રણ પેઢીને પ્રગટ પ્રત્યક્ષ ગુરૂહરિ પપ્પાજીની નિષ્ઠા અને પ્રાર્થના ભજનથી સર્વેના તનમનધનઆત્માના દેશકાળને બદલી અક્ષરધામરૂપે પ્રગતિ કરાવીને સનાતન સુખનો અનુભવ કરાવ્યો. ચૈતન્ય મા બનીને સૌનું અનંત રીતે જતન કરીને ગુણાતીત જ્યોત સમાજની સેવામાં હોમ્યા અને સુખીયા સુખીયા કર્યા. એવા વહાલા માહાત્મ્ય સમ્રાટ પૂ.ઈન્દુબેનના અલ્પ માહાત્મ્યને માણીએ….

 

 

વામનસ્વામીવિરાટસ્વરૂપે

 

 

ભગવાન શ્રી સ્વામિનારાયણની જેમ જે સહજ નિરંતર આનંદનું સ્વરૂપ સહજાનંદ છે. ગુણાતીતાનંદ સ્વામી જે હંમેશાઠાકરઠાકરકરતા તેમની જેમ પળેપળબાપપ્પાભગવાનકરે છે. ભગતજી મહારાજે ચાંદલો કરીને આવેલામોકલેલા કૂતરામાં પણ પ્રભુદર્શન કરી દંડવત કર્યા, તેમની જેમ જે અલ્પસંબંધીમાં પણ પપ્પાજી મહારાજનાં દર્શન કરે છે. કૃષ્ણજી અદાનું વાક્યનાને સે હો નાના રહીયે જૈસી નાની દૂબઘાસ ફીસ સબ ડૂબ ગયા, દૂબ ખૂબ કી ખૂબતેની જેમ જે હંમેશા દાસના દાસની ભાવનામાં રહે છે. જાગા સ્વામિની જીવન ભાવનાની જેમ જે હંમેશાં પોતાનો આકાર, પોતાની ક્રિયા અને પોતાનો દોષ જોવાનો આગ્રહ પ્રથમ રાખે છે. શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરૂષોત્તમના ડંકા દિગંતમાં બજાવ્યા, તેમની જેમ જેનાં રગેરગમાં બાકાકાજીપપ્પાજીનાં ગુણાતીત સમાજનો મહિમા વહી રહ્યો છે. યોગીજી મહારાજનાં ઉદ્દગારભગવાન સૌનું ભલું કરોતેમની જેમ માનઅપમાન કે જશ અપજશમાં પણ જેણે સામેની વ્યક્તિનું હંમેશા હિત થાય તેવી ઈચ્છા રાખી છે. ગુરૂહરિ પપ્પાજીની પરાભક્તિ જેનાં રોમેરોમ અને રક્તનાં બુંદેબુંદમાં વ્યાપ છે.

 

 

.પૂ. સોનાબાના જે એક અદનો સેવક રહ્યાં છે. .પૂ.કાકાજીનાંમેં કીસકી ઘરવાની હું ?” નો કેફની જેમ, રૂંવાડે રૂંવાડે ગુરૂહરિ પપ્પાજી અને .પૂ.સોનાબાનો કેફ જેણે ધારણ કર્યો છે. હરિપ્રસાદ સ્વામીજીની જેમ જેનાં અંગેઅંગ અલ્પ સંબંધી માટે આત્મીય બનાવ્યાં છે. અક્ષરવિહારી સ્વામી એટલે માહાત્મ્ય સમ્રાટએમની જેમ, જેણે પોતે અને પોતાનાં ભક્તજનોમાં કેવળ અને કેવળ માહાત્મ્યનું સિંચન કરી રહ્યાં છે. ઉકરડામાંથી પણ ગુણ લે તે સાહેબ એમની જેમ, હંમેશા જેઓ પોઝીટીવ વિચારથી જીવ્યાં છે અને જીવાડે છે.

 

 

.પૂ.બેનની જેમ અલ્પ સંબંધીને પણ માથાનો મુગટ માની તેની સેવા કરી રહ્યાં છે. .પૂ.તારાબેનની જેમ, દિવ્યભાવ રાખવામાં અને રખાવવામાં કોઈ જાતની કચાશ ક્યાંય રાખી નથી અને રખાવતાં પણ નથી. .પૂ.જ્યોતિબેનની જેમ, જેના મુખેથી નીકળતાં બોલમાં ખુમારી ભારોભાર નીતરે છે. .પૂ.હંસાદીદીની જેમ જેની સ્વરૂપનિષ્ઠાનો દુનિયામાં કોઈ તાળો મળે તેમ નથી. .પૂ.દેવીબેનની ધીરજ ને જેણે કાયમ પોતાનો સ્વભાવ બનાવી ગ્રહણ કરી રાખી છે. .પૂ.જસુબેનના ભાગ્યશાળી શબ્દને વર્તનમાં આપણે દર્શન કરીએ છીએ. .પૂ.પદુબેનની જેમ પદ્મમાર્ગી સાધનામાં પણ તેઓ શિરમોર રહ્યાં છે.

{gallery}images_in_articles//newsletter/2017/p.p.induba akshardham gaman photo{/gallery}

 

 

પરાભક્તિ, સમર્પણ, પ્રેમ, હેત, સ્વધર્મ, સમજણ, ખુમારે, કેફકાંટોમસ્તી, સ્વરૂપનિષ્ઠા, ધીરજ, દાસત્વ, રાંકભાવ, સત્યતા, પવિત્રતા, દયા, નિર્દોષભાવ, ત્યાગ, સંતોષ, તપ, વૈરાગ્ય, પ્રભાવી, નિપુણતા, સદાચાર, જ્ઞાનનું ઉંડાણ, આસ્તિકતા, નિર્માની, નિઃસ્વાદી, નિષ્કામી, નિર્લોભી, નિઃસ્નેહી જેવા અપાર ગુણોના ભંડાર છે એવા સ્વામીને સહજપણે વંદન અને નમન થઈ જાય છે.

 

 

 

સ્વામીમાટેનીહાંહાંગડથલ

 

 

એમની પાસે ગુણાતીત સંસ્કારોનું ખમીર છે. એમની આત્મનિષ્ઠા અદ્દભૂત છે. ભૂલકાંઓ નહીં, આબાલવૃધ્ધ સૌનાં હીર છે. એટલે આપણાં સ્વામી છે.

એમની પાસે ગુણાતીત જ્યોતનો પ્રાસ છે. તીર્થો તણો ગુણાતીત સમાજ તણો પ્રવાસ છે. સૌનાં દુઃખોમાં એક માત્ર સહવાસ છે. એટલે આપણાં સ્વામી છે.

 

 

એમની પાસે ઉત્સવોસમૈયાઓનો રાસ છે. પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપોના જ્ઞાનનો ઊજાસ છે. દાસના દાસ બની રહેવા માટેનું સોનેરી પરભાત છે. એટલે આપણાં સ્વામી છે.

એમની પાસે ભક્તિના નીર છે. સાધનાનું વલોવાયેલું ઉત્તમોઉત્તમ માખણ છે. પ્રભુમાં લીન થઈ જવાની અનેરી તકદીર છે. એટલે આપણાં સ્વામી છે.

સૌનાં છે, સૌમાં છે અનેકનાં છે, અનેકમાં છે. મારાતમારા સૌમાં છે. પરંતુ સામે બિરાજમાન પ્રત્યક્ષ સ્વામી પણ છે. એટલે આપણાં સ્વામી છે.

 

 

એમના ચરણે એક પ્રાર્થના કરીએ કે મૌન વાણી ને સંકલ્પ પ્રાર્થના ઈશારે આપે પ્રગતિ પંથ કપાવ્યો. કર્તાહર્તા ને સર્વવ્યાપી પ્રત્યક્ષ પપ્પાજીને માનીને સેવામાં પરમપદ માનીને સંપ, સુહ્રદભાવ ને એકતાથી અમો સૌ જીવન જીવીએ તેવી શક્તિને પ્રેરણા દેજો.