સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા પૂ.અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !
અહીં આપણે માર્ચ મહિના દરમ્યાન ગુણાતીત જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવો અને ભક્તિના કાર્યક્ર્મની સ્મૃતિ આનંદ માણીશું.
(૧) તા.૧/૩/૨૦૧૪ શનિવાર
આજે સવારે બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રદક્ષિણા–ભજન માટે ગયા હતાં. સાંજે ૭.૦૦ થી ૮.૩૦ કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ સંયુક્ત સભામાં સંપન્ન થયો હતો.
{gallery}images_in_articles/newsletter/2014/March/01-03-14 kirtan aardhna/{/gallery}
{gallery}images_in_articles/newsletter/2014/March/01-03-14 pappaji tirth/{/gallery}
(૨) તા.૨/૩/૧૪ ફાગણસુદ – ૧રવિવાર
પ.પૂ.ગુરૂજી ( મુકુંદજીવન સ્વામીજી) ના ૭૭મા પ્રાગટ્યપર્વ દિલ્હી તાડદેવ મંદિરે ખૂબ ભવ્ય રીતે, દિવ્યતાસભર વાતવરણમાં ઉજવાયો હતો. વિદ્યાનગરથી પૂ.હંસાબેન ગુણાતીત, પૂ.મનીબેન, પૂ.ડૉ.નિલમબેન, પૂ.ડૉ.વિણાબેન અને બહેનો તથા પૂ.ઈલેશભાઈ, પૂ.નંદુભાઈ વીછીં, પૂ.વિજયભાઈ વગેરે ગુણાતીત પ્રકાશના ભાઈઓએ સમૈયામાં ભાગ લીધો હતો. તા.૧લી થી તાડદેવ મંદિરના હૉલમાં ભક્તિ સભર કાર્યક્ર્મો યોજાયા હતા. સાંજે ૭ થી ૯.૩૦ માહાત્મ્યગાનની સભા થઈ હતી. તથા તા.૨/૩ ના સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ ભક્તિસભર મહાપૂજા અને સભા થઈ હતી. બંને સભા જાણે શિબિર સભા તુલ્ય હતી. જે સબીજ વાતો હતી. સત્ય અનુભવની વાતો હતી.
તા.૨/૩ના સાંજે ૭.૦૦ થી ૧૦.૦૦ મુખ્ય સભા હતી. પ.પૂ.ગુરૂજીના ૭૭મા પ્રાગટ્યદિનની સભા ૩ફરવરી પાર્કની લોનમાં હતી. સુંદર સુશોભન હતું. એક સુંદર વાતાવરણ ખડું થયું હતું. જાણે પૃથ્વી પર અક્ષરધામ ઉતરી આવ્યુ ન હોય ! સ્ટેજ ઉપર સૂત્ર (બ્રહમ વાક્ય) હતું.
“સ્વરૂપલક્ષી મૈત્રી રખોગે તો સંતકી પ્રસન્નતા મિલેગી ઔર પ્રભુ આપકે સભી કામ હલકે આસાન કરકે સફલ કર દેંગે”
બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ
સમૈયાની આ સભામાં ગુરૂજી વિષે માહાત્મ્યગાનની વાતો પણ ખૂબ અદ્દભૂત થઈ હતી. ગુરૂજીનું જીવન સમાજ માટે તથા સાધક માટે મુમુક્ષુ માટે પણ આદર્શ છે.
સમાજ માટે – કૌટુંબીક ભાવના. કાકાજી–પપ્પાજીની જે જીવન ભાવના હતી. આત્મીયતા, સત્સંગી સાથે આત્મબુધ્ધિ ને પ્રિતીની જે ભાવના તે ને જીવન બનાવ્યું છે.
સાધકો–મુમુક્ષુ માટે – ગુરૂજીનું જીવન ભજનિક છે. દરેક બાબતે ભજનથી કામ લે છે. બહુ ઓછો સમય આરામ કરે છે. ભક્તોનું આધ્યાત્મિક અને લૌકિક સેવન ખૂબ ખંતથી કરે છે. ગૃહી–ત્યાગી સર્વનું ખૂબ કામ કરીને જતન કરે છે.
– ગુરૂજી ટ્રાન્સપરન્ટ છે.
– ગુરૂજી ગમે તે સમયે હાજર હોય છે.
– ગુરૂજી ભક્તોને અનૂકૂળ છે.
– ગુરૂજી સંબંધવાળાની ર્દષ્ટિથી જીવે છે.
– ગુરૂજીની ર્દષ્ટિ સ્વરૂપલક્ષી છે. યોગીજી મહારાજ, કાકાજી તરફ ર્દષ્ટિ રાખી છે. કોઈ શું અભિપ્રાય આપે છે તે તરફ જોયુ નથી.
{gallery}images_in_articles/newsletter/2014/March/02-03-14 delhi guruji birthday celebration/{/gallery}
પાવરફૂલ મન, બુધ્ધિ, ચિત્ત હતું પણ બાપા પાસે એકદમ ઓપન. સ્વરૂપલક્ષી જીવન ગુરૂજી જીવ્યા તો ગુણાતીત ભાવને પામી ગયા. ગુણાતીત ભાવનાવાળા સાધુ બનાવવાનું ધ્યેય સ્વરૂપોનું હતું. તે ગુરૂજીએ સિધ્ધ કર્યું છે. સંબંધવાળાને જોઈને હૈયું હરખી ઉઠે ! સંબંધવાળા માટે શું ના થાય ? એવી ભાવના ગુરૂજીના અંતરમાં અહોનીશ વહ્યા કરે છે. યોગી પરિવારના ભક્તોને જોઈને હૈયું નાચી ઉઠે છે. એટલે તો ગુરૂજીએ આશીષ પ્રવચનમાં ભૂલકાના અદાથી એ વાત મુખ્ય કરી કે,
આ અક્ષુ (નાનો બાબો) ની જેમ મને પણ દર જ્ન્મદિન પૂરો થાય એટલે એવું થાય કે હવે ફરિવાર જન્મદિવસ ક્યારે આવશે ? સ્વરૂપો પધારે, યોગી પરિવારના ભક્તો પધારે તો ખૂબ આનંદ થાય ! આ વખતે અક્ષરવિહારી સ્વામિજી, સાહેબજી, જ્યોતિબેન વગેરે નથી પધારી શક્યા. નથી પધારી શક્યા એનો રંજ નથી પણ સોરામણ જરૂર થઈ છે. માટે પહેલી વાત એ કરવી છે કે આવતા વર્ષે પણ સર્વે આવજો. સ્વામીજી પધાર્યા તો હૂંફ રહી છે. વગેરે બીજી ઘણીક કથાવાર્તાનો લાભ મળ્યો હતો. ખૂબ આનંદ થયો હતો.
(૩) તા.૨/૩/૧૪ પૂ.સવિતાબાઠક્કર ની ત્રયોદશીની મહાપૂજા
સવારે ૧૦ થી ૧૨ જ્યોત પંચામૃત હૉલમાં પૂ,સવિતાબા ઠક્કરની ત્રયોદશીની મહાપૂજા થઈ હતી. તેઓના સગા સંબંધીઓ મહાપૂજા કરાવવા અને બહેનોને થાળ જમાડવા મુંબઈથી પધાર્યા હતાં. જૂના જોગી પૂ.સવિતાબા એ આખી જીંદગી સત્સંગ પ્રધાન જીવન જીવીને સત્સંગનો વારસો સંતાનોને આપ્યો છે. પૂ.અદિતીબેનને ભગવાન ભજવા ગુણાતીત જ્યોતમાં ધામ ધૂમથી મોકલ્યા છે. આવી દિકરી ભગવાન ભજવા તૈયાર કરનાર મૂળમાં સંસ્કાર આપનાર આ દાદી સવિતાબા છે. અઠવાડિક સભામાં નાનપણથી સાથે લઈને બોરીવલી જ્યોતમાં જતાં. અને જે બીજ રોપાયા તે ઉગી ઝાડ થયા. આખું કુટુંબ સત્સંગ પ્રધાન સેવા–ભાવનાથી જીવે છે. એવો સત્સંગ આપનાર સવિતાબાને કોટિ વંદન.
(૪) તા.૭/૩/૧૪ કાકાશ્રીસ્મૃતિપર્વ (નિર્વાણદિન)
આજે સવારે બહેનોની મંગલ સભામાં કાકાશ્રીના સ્મૃતિપર્વ નિમિત્તે પ.પૂ.દીદીએ આ દિનની સ્મૃતિ કરાવીને પ.પૂ.કાકાજી–પ.પૂ.પપ્પાજીની અખંડ ઐક્યતાના દર્શન કરાવ્યા હતા.
રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ સંયુક્ત સભામાં કીર્તન આરાધના થઈ હતી. કાકાશ્રીના માહાત્મ્યના ભજનો તથા કાકાશ્રીને ગમતા ભજનો બહેનોએ–ભાઈઓએ ગાયા હતાં અને આખી સભા બ્રહ્મમસ્તીમાં જાણે લીન થઈ હતી.
{gallery}images_in_articles/newsletter/2014/March/07-03-14 kakashri nirvan din/{/gallery}
(૫) તા.૮/૩/૧૪ રાજકોટજ્યોત ‘રજતજયંતિ’ મહોત્સવ
શ્રી ગુણાતીત જ્યોત રાજકોટ શાખાની ‘રજત જયંતિ’ ની ઉજવણી ખૂબ ભવ્ય રીતે ! દિવ્ય રીતે થઈ હતી. શ્રી મેઘાણી રંગભવનમાં સાંજે ૪.૦૦ થી ૮.૦૦ દરમ્યાન સભા રાખી હતી. રાજકોટ જ્યોત–ઝોન સંબંધિત મંડળો મોરબી, થાનગઢ, જામનગર વગેરે ગામોગામથી હરિભક્તો સહકુટુંબ આ સમૈયાનો લાભ લેવા પધાર્યા હતા. માણાવદરથી જ્યોત સંબંધિત હરિભક્તો જૂનાગઢ વગેરેથી પણ પધાર્યા હતા. ખૂબ સરસ સભા થઈ. ગુરૂહરિ પપ્પાજીએ અને પ.પૂ.જશુબેને રાજકોટના પૂ.નર્મદાફોઈ અને પૂ.ભગવાનજીફુવાની સેવાની ભાવના સ્વીકારી જ્યોતની સ્થાપના કરી. ગુરૂહરિ પપ્પાજીને અહીંના મુમુક્ષુ ભક્તોનું દર્શન હતું. સત્સંગનો જોગ ભક્તોને કાયમ મળે તેવી બહેનોને મૂક્યા. પૂ.વનીબેન ડઢાણિયા, પૂ.ઈલાબેન ઠક્કર અને બહેનો વર્ષોથી એકધારા રાજકોટ સેન્ટર પર રહી સત્સંગ તાજો રાખ્યો છે. આપમેળે સત્સંગ વધતો રહ્યો છે. સભા–મહાપૂજા–સેવા–સત્સંગીમાં સુહ્રદભાવ જે ગુરૂહરિ પપ્પાજીના સિધ્ધાંતો પ્રમાણે જીવન જીવી ભક્તોની નિષ્ઠા વધારી છે. સુખીયા કર્યા છે. એ કાર્યને વધાવવા આજે આટલા બધા સ્વરૂપો મુક્તો પધાર્યા હતાં અને ૨૫ વર્ષના તાજા ઈતિહાસની અનેક સ્મૃતિની વાતોનો લાભ વક્તાઓ દ્વારા મળ્યો હતો.
આગલી સંધ્યાએ તા.૭/૩ ના રોજ આ સ્વરૂપોના સાંનિધ્યે બાલિકા, યુવતી અને મહિલા મંડળની બહેનોએ રાસગરબા કરી ખૂબ બ્રહ્માનંદ માણ્યો હતો.
{gallery}images_in_articles/newsletter/2014/March/08-03-14 rajkot jyot rajat jayanti/{/gallery}
(૬) તા.૧૨/૩/૧૪ ના સમૂહ મહાપૂજા પંચામૃત હૉલમાં થઈ હતી. મહાપૂજા સુવર્ણ જયંતિ નિમિત્તેના આ અભિયાનની વિગતવાર સ્મૃતિ વાત એ વખતે લખી મૂકેલ હતી તેથી અહીં
વધારે નથી લખ્યું.
(૭) તા.૧૬/૩/૧૩ સદ્દગુરૂસ્વરૂ પપૂ.લીલાબેન દેસાઈનો સ્વરૂપાનુભૂતિદિન
પૂ.લીલાબેન દેસાઈનો સ્વરૂપાનુભૂતિદિન આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ની બહેનોની સભામાં પંચામૃત હૉલમાં ઉજવાયો હતો. આજે પૂ.લીલાબેનનો ૭૫મો પ્રાગટ્યદિન પણ હતો. અમૃતપર્વના પ્રારંભે સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી ખૂબ જ સરસ રીતે થઈ હતી. આધ્યાત્મિક સાધનાની વાતો પ્રસંગો સહિત વક્તાઓ પૂ.મયૂરીબેન, પૂ.મીનાબેન ગાંધી, પૂ.નીપાબેન શાહ, પૂ.દક્ષાબેન પટેલ, પૂ.ભાવનાબેન ડી, વગેરે દ્વારા સાંભળવા મળી હતી. પ.પૂ.દીદીના આશીર્વાદની વારીમાં પૂ.લીલાબેનનું જીવન ચરિત્ર ચરીતાર્થ થયું હતું. ધ્વનિ મુદ્રિત પ.પૂ.પપ્પાજી, પૂ.તારાબેનના આશીર્વાદ લીધા. તેઓના સ્વમુખે પૂ.લીલાબેને લીધેલી આંતરિક પ્રસન્નતા અને વિશ્વાસના ઉદ્દગારો સાંભળી ધન્યતા અનુભવી હતી.
ગુરૂહરિ પપ્પાજી પૂ.લીલાબેનને જતી કહેતા. નિયમોનું યથાવત પાલન એટલે પૂ.લીલાબેન ! કર્તવ્યનિષ્ઠ રહી બહેનોની સેવા નર્સ તરીકે કરી છે. પોતે પૂર્વાશ્રમમાં શિક્ષક હતાં. પરંતુ જ્યોતમાં આવ્યા પછી પૂ.લીલાબેનને દવાખાનું સોંપ્યું. તો બધી દવાઓના જાણકાર થઈ ગયા. વાંચી–વિચારી આખું દવાખાનું સંભાળી લીધું. તેવું જ ઑડિયો વિભાગ સોંપ્યો તેમાં પણ ચોક્કસાઈ, ચિવટાઈથી સેવા કરી અને કરાવી. ગુરૂહરિ પપ્પાજીની પરાવાણી ઉતારી લેવા માટે ત્યારે નહીંવત મશીનરી હતી. તેના દ્વારા મહેનતથી ત્યારે જે પરાવાણી ઉતારી લીધી છે. જે આજે આપણે સાંભળીએ છીએ. તે બધું પૂ.લીલાબેનની સેવાને લીધે છે.
{gallery}images_in_articles/newsletter/2014/March/13-03-14 P.lilaben divine day/{/gallery}
‘પ્રથમ પ્રભુ પછી પગલું’ એ જીવન પૂ.લીલાબેનનું પહેલેથી છે. ઑડિયો વિભાગની બહેનોને સેવા શરૂ કરતાં પહેલા ધૂન કરાવીને સેવાનો પ્રારંભ કરતાં. આમ, અનેક ગુણ સાધક તરીકેના પૂ.લીલાબેનના જીવનમાં સારધાર રહ્યાં છે. એવા પૂ.લીલાબેનને કોટિ વંદન સાથે નિરામય દીર્ધાયુની પ્રભુ ચરણે પ્રાર્થના.
આજે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનો પ્રાગટ્યદિન પણ હતો. જ્યોત પંચામૃત હૉલમાં રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ બહેનોની સભામાં ઉજવાયો હતો. ફગવા શિત ભગતજી મહારાજના માહાત્મ્યના ભજનો ગવાયા હતાં. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં.
“સંબંધે સ્વરૂપ માની જીવન જીવનારા ભગતજી મહારાજ આપણા આદર્શ છે”. ભગતજી મહારાજની સામે રસ્તામાં એક વખત ચાંદલો કરીને કૂતરો મસ્કરીમાં ઉભો રાખેલો. તો ભગતકી મહારાજે ચાંદલો જોઈ કૂતરાને દંડવત્ કર્યા. સંબંધવાળા ઝાડ, પાન, પશુ–પક્ષી, જરજનાવર બધાનું માહાત્મ્ય ! શ્રીજી મહારાજનો સંબંધ જ જોયો. પ્રકૃતિ પુરૂષ સુધીનું કાંઈ જ જોયું નહીં. સ્વામિનારાયણ નો સંબંધ છે. તો તેના દોષ જોયા વગર સંબંધવાળાની સેવા કરી લઈએ. એવી સિધ્ધાંતિક પરાવાણી વહાવી ગુરૂહરિ પપ્પાજીએ પ્રત્યક્ષ પણાનો અનુભવ કરાવી ધન્ય કર્યા હતાં. પૂ.ડૉ.પંકજબેને ભગતજી મહારાજના જીવન દર્શન વિષે અને ગુરૂહરિ પપ્પાજીની પરાવાણી ઉપર વધુ પ્રકાશ પાડ્યો હતો. સુંદર વાતો કરી હતી.
{gallery}images_in_articles/newsletter/2014/March/17-03-14 holi parva/{/gallery}
(૮) તા.૧૭/૩/૧૪ ધૂળેટી સંતભગવંત પ.પૂ.સાહેબજીનો ૭૫મો પ્રાગટ્યદિન
હોળી પછીનો દિવસ ધૂળેટી. ખૂબ પ્રસાદીનો આ દિવસ સ્વયં શ્રીજી મહારાજ સંતો–હરિભક્તો સાથે રંગે રમતા ! એવા આ સ્મૃતિદિન પ.પૂ.સાહેબજીનો પ્રાગટ્યદિન ! વળી, આજે તો ૭૫મો જન્મદિવસ, અમૃતપર્વનો પ્રારંભ છે.
સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ માહાત્મ્યગાનની સભા
સાંજે ૭.૩૦ થી ૧૧.૦૦ પ્રાગટ્યોત્સવની મુખ્ય સભા થઈ હતી.
ગામોગામથી હરિભક્તો પધાર્યા હતાં. ગુણાતીત સમાજના સ્વરૂપો, મુક્તો સહિત પધારી સમૈયાના બ્રહ્માનંદમાં અભિવૃધ્ધિ કરી હતી. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન અને સર્વે સદ્દગુરૂ સ્વરૂપો બહેનોના વૃંદ સાથે પધારી લાભ લીધો હતો. પ.પૂ.સાહેબને ભક્તો ખૂબ વ્હાલા ! ભક્તોના દર્શનથી મુખ પર આનંદ–હાસ્ય સતત છલકાતું રહ્યું હતું.
સાહેબ એટલે માહાત્મ્ય સ્વરૂપ !
– સાહેબ એટલે Positive Thinking !
– સાહેબ એટલે આનંદ સ્વરૂપ !
– સાહેબ એટલે મહિમાગાનનું સ્વરૂપ !
– સાહેબ એટલે દરિયા જેવા દિલનું સ્વરૂપ !
આવા આનંદ મહિમાના ઉદ્દગારો પ.પૂ.પપ્પાજીના સ્વમુખે સાંભળ્યા છે. એવા ભવ્ય સ્વરૂપ પ.પૂ.સાહેબજીના પ્રાગટ્યદિનના મંચનું ડેકોરેશન પણ એમના સદ્દગુણોનું દર્શન કરાવે તેવું કુદરતી સૌંદર્યનું હતું. તેમાં છીપલામાં પ.પૂ.સાહેબનું આસન હતું.
સહુ પ્રથમ સુશોભિત રથ (ગાડી) માં બિરાજમાન સાહેબનું સ્વાગત ભક્તોએ કર્યું. બે હાથ જોડી સાહેબજી સ્વરૂપોને વંદન અને ભક્તોને હાથ ઉંચો કરી જય સ્વામિનારાયણ કરતા હતાં. સ્વાગત, પુષ્પાર્પણ, સ્વાગત પ્રવચન બાદ માહાત્મ્યગાન અને સ્વરૂપોના આશીર્વાદ બાદ સભાનું સમાપન થયું હતું.
સાહેબજીના માહાત્મ્યની વાતોમાં સર્વે તરબોળ થયા હતાં. સહુનાય મન–બુધ્ધિ–ચિત્તને પકડી રાખે તેવું સભાનું આયોજન હતું. તેથી સમય ક્યાં પૂરો થઈ ગયો તેની ખબરેય ના પડી. આમ, સાહેબજીનો ૭૫મો પ્રાગટ્યદિન ખૂબ જ ભવ્યાતાથી તથા દિવ્યતાસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ આખું વર્ષ અમૃતવર્ષ છે. તો પ.પૂ.સાહેબજીના ગુણ–સિધ્ધાંતને આપણા જીવનમાં વણી લેવાની સુરૂચી રાખીએ એ સાચા અર્થમાં ઉજવણી પણ છે. આવતાં વર્ષે વધારે આનંદ સાથે વિશેષ રીતે આ દિવસને માણીશું.
(૯) તા.૨૦/૩/૧૪ ગુરૂવાર પૂ.મંદાભાભી પટેલની ત્રયોદશીની મહાપૂજા
પૂ.મંદાભાભી આર. પટેલની ત્રયોદશીની મહાપૂજા જ્યોત પંચામૃત હૉલમાં સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ દરમ્યાન થઈ હતી. મહાપૂજા પૂ.યશવંતભાઈ, પૂ.ઈલેશભાઈએ ખૂબ સરસ કરી હતી. આખું વાતાવરણ દિવ્યતાથી ભરાઈ ગયું હતું. જેમ પૂ.મંદાભાભીનું આખુંય જીવન દિવ્યતાસભર હતું. પૂ.મંદાભાભી ખૂબ ટૂંકા સમયની બિમારી બાદ નીરવ સભર વદને શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજીના શ્રી ચરણોમાં બિરાજી ગયા. એમની માંદગી સમયનું દર્શન પણ અલૌકિક હતું. નહીં કોઈ ફરિયાદ, નહીં કોઈ માંગ, ના કોઈ ઈચ્છા, ના રાગ, ના દ્વેષ. આદર્શ ગુણાતીત સાધુની અદાથી બે હાથ જોડી સહુનેય નમન કરતા હતાં. કેવળ પપ્પાજી પપ્પાજી રટણ હતું. એવા મંદાભાભીનું આખુંય જીવન પણ ગૃહી–ત્યાગી સહુ માટે આદર્શ હતું. સાદો વેશ, શાંત, ધીર–ગંભીર ચાલ, વિવેકી, વાણીમાં નમ્રતા, ભક્તિ સભર દિનચર્યા, પ્રથમ પ્રભુ પછી પગલું એવું એમનું સાદુ સાધુ જીવન હતું. એવા મંદાભાભીનું સાંનિધ્ય સહુનેય ગમે. એમનો વિરહ સહજ સહુનેય સાલે ! છતાંય સંતાનો, સગા–સંબંધીઓ સહુ ખૂબ બળ રાખી પ્રભુની મરજીને શીરોમાન્ય કરીને આ સંજોગોમાં હસતાં રહ્યાં. પૂ.મંદાભાભીના સંસ્કારોના દર્શન સંતાનોમાં પુત્રવધૂમાં સહજ થતાં હતાં.
મહાપૂજા બાદ પૂ.રમેશભાઈએ પ્રાર્થના ભાવ ધરવાનો હતો.. તેમાં તેઓએ જે ટૂંકી વાત કરી તેમાં તેમની આધ્યાત્મિક સ્થિતિના દર્શન થયા હતાં. સમતામાં રહી સ્વધર્મ બજાવી રહેલ એવા પૂ.રમેશભાઈની સ્થિતિ એ સાહેબજીનું ગૌરવ છે. એવા ગૃહસ્થ સાધુ રમેશભાઈને પણ અભિનંદન ! પૂ.મંદાભાભી વિષે જે જે મુક્તોએ વાત કરી તે આદર્શ ગૃહસ્થ સાધુનું વર્ણન હતું. ગુરૂ પ.પૂ.દીદી, સંત પૂ.કુસુમબેન સહિત મંદાભાભીને કોટી વંદન ! અનંત અભિનંદન ! જય સ્વામિનારાયણ !
(૧૦) તા.૨૩/૩/૧૪ ના સાંજે પ.૩૦ થી ૭.૦૦ જ્યોત મંદિરમાં પૂ.નલિનીબેન બાબુભાઈ ગોહીલે આનંદ ખુશીથી ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બેનની પ્રસન્નતાર્થે મહાપૂજા કરાવી હતી. અને સદ્દગુરૂ સ્વરૂપોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. પ.પૂ.દેવીબેન, પૂ.રમીબેન તૈલીએ મહિમાગાન કરી સહુને ધન્ય કર્યા હતાં.
આમ, આખો મહિનો ભક્તિ–મહિમા સભર, સેવા સાથે પસાર થયો હતો. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.
એ જ લિ.જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !