May 2014 – Newsletter

                                        સ્વામિશ્રીજી                         

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે મે મહિના દરમ્યાન જ્યોતમાં અને જ્યોતશાખામાં થયેલ શિબિર, મહાપૂજા અને સમૈયાનું આયોજન થયું તેની સ્મૃતિ બે વિભાગમાં માણીશું.

() વિભાગ મે મહિના દરમ્યાન જ્યોત જ્યોતશાખામાં થયેલ સમૈયા, મહાપૂજા વગેરે

() વિભાગ મે મહિના દરમ્યાન જ્યોત જ્યોતશાખામાં તથા મંડળોમાં થયેલ ગ્રીષ્મ શિબિરોનો અહેવાલ

GKP 1996

 

વિભાગ

() તા.//૧૪ ગુરૂવાર

શાશ્વત ધામે દર તા.૧લી બહેનો દર્શન પ્રદક્ષિણા માટે જાય છે. તેમ વખતે સંજોગ અનુસાર તા.૨જીએ સવારે જવાનું ગોઠવાયું હતું. શાશ્વત સ્મૃતિ દિન તથા શાશ્વત ધામના અનાવરણની સ્મૃતિ સાથે બહેનોએ ભક્તિભાવથી દર્શનપ્રદક્ષિણાનો લાભ પપ્પાજી તીર્થ પર જઈ શાશ્વત ધામે લીધો હતોદર તા.૧લીએ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્ય સ્મૃતિસહ કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ સાંજે .૩૦ થી .૦૦ સંયુક્ત સભામાં હોય છે. તેમ આજે પણ ખૂબ દિવ્યતાસભર કીર્તન આરાધના થઈ હતી. પ્રથમ બહેનોએ ભજન ગાયા હતાં. પછી ભાઈઓએ ભજનની રમઝટ મચાવી હતી. સહુ ભક્તો ભક્તિમાં તલ્લીન થયા હતાંનાનો ગાયક બાલ મંડળનો દીકરો ચિ.મોક્ષ અગ્રવાલ ધૂ.૪માં ૯૯.૯૮% માર્કસ સાથે ઉત્તિર્ણ થયો હતો. તેથી તેનું અભિવાદન સભામાં કર્યું હતું. .પૂ.દીદીએ સ્મૃતિભેટ અર્પીને તેને ઉત્તેજન આશિષ અર્પ્યા હતાં. ચિ.મોક્ષને પૂછવામાં આવ્યું કે તું આટલા સરસ માર્કસ કેવી રીતે લાવ્યોતો તેણે માઈક પર આવી વાત કરી કે, હું પરિક્ષાનું પેપર લખતા પહેલા ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થના કરું કે, મારી સાથે રહેજો ને લખાવજો.” ૧૧ વખત સ્વામિનારાયણ મંત્ર બોલુ અને પછી પેપર લખું છું. બાળકની નાની પ્રાર્થના ઘણી મોટી છે. સભાના મુક્તોએ તેને તાળીઓના ગડગડાટથી બિરદાવ્યો હતો.

() તા.//૧૪ આદર્શશિક્ષક પૂ,મંજુ્લાબેન ફળદુનો વિદાયસમારંભ

નડિયાદ શારદા મંદિર સ્કૂલમાં જ્યોતના બહેનો કર્મયોગ કરે છે. સાધનાના ભાગરૂપે કર્મયોગ કરતી બહેનો વર્તનથી પ્રભુની, જ્યોતની સુવાસ પ્રસરાવી રહ્યાં છે. હવે દર વર્ષે અમુક બહેનો રિટાયર્ડ થાય છે. વર્ષે પૂ.મંજુલાબેન એમ ફળદુ રિટાયર્ડ થયા. નડિયાદ સ્કૂલમાં તેમનો વિદાય સમારંભ હોય . પરંતુ નડિયાદ જ્યોતમાં પણ સાથી બહેનોએ પૂ.મંજુલાબેનનો વિદાય સમારંભ રાખ્યો હતો. ત્યારે શિક્ષિકા બહેનોને જમાડવાની પૂ.તારાબેનના ગ્રુપના બહેનોની ભાવના હતી. આમ, ભક્તિ ભાવથી વિદાય ઉર્ફે મિલન સમારંભ યોજાયો હતો. પૂ.મંજુલાબેનને ડ્રોઈંગ શિક્ષક તરીકે ૩૩ વર્ષ સર્વિસ કરી છે. અને ચિત્રકામ ક્ષેત્રે શાળાને ઘણા મેડલ અપાવ્યા છે. અને સ્કૂલની તથા જ્યોતની શાન વધારી છે. સર્વિસ ચાલુ રાખવા માટેની માંગ આચાર્ય શ્રી પૂ.વિમુબેન પંડ્યાની હતી. પરંતુ તેમની નાદુરસ્ત તબિયત રહેવાથી તેઓએ માંગ સ્વીકારી શક્યા નથી. ઉપરથી તેમનું વર્તન કાર્યનું દર્શન થાય છે. પૂ.કલ્પુબેન મહેતા, પૂ.રેવંતાબેન પરસાણીયા, પૂ.હંસાબેન મહેતા પણ રીટાયર્ડ થાય છે. પરંતુ સ્કૂલની માંગ મુજબ તે બહેનોએ સર્વિસ ચાલુ રાખી છે. ત્રણેય બહેનોને ખૂબ ખૂબ અભિનંદન છે.

() મહાપૂજા અભિયાનના ભાગરૂપે પેરિસમાં મહાપૂજા થઈ ! પેરિસનો સત્સંગ સમાજ ગુરૂહરિ પપ્પાજીએ જેમને સોંપ્યો છે, તેવા સ્વામિ સ્વરૂપ પૂ.દિલીપભાઈ ભોજાણી                     અને પૂ.અરૂણાબેન ભોજાણીએ મે ના ૧લા અઠવાડિયામાં પેરિસ પધારેલા અને ત્યાના અનન્ય નિષ્ઠાવાન પૂ.કંચનબેન મગનભાઈના દિકરા પૂ.હીરેનભાઈના નવા ઘરના વાસ્તુ       નિમિત્તે મહાપૂજા કરી હતી. પૂ.હીરેનપૂ.મનીષાના લગ્નને વર્ષ પૂરા થતા હતાં. ત્રિવેણી અવસરે ગુરૂહરિ પપ્પાજીની પ્રસન્નતાર્થે ભક્તિ કર્યાનો દિવ્ય આનંદ માણ્યો હતો.        પ્રત્યક્ષની પ્રાપ્તિના આનંદે સ્મૃતિ રસપાન કર્યું હતું.

() તા.//૧૪ ગુરૂવાર

આજે જ્યોત પંચામૃત હૉલમાં સમૂહ મહાપૂજા ખૂબ ભક્તિભાવથી બહેનોએ કરી હતી. આપણે જાણીએ છીએ તે મુજબ મહાપૂજા સુવર્ણ વર્ષ ચાલી રહ્યું છે. તેથી દર મહિનાની ૮મીએ વિધવિધ રીતે સમૂહ મહાપૂજાનું આયોજન થાય છે. તે મુજબ આજે જ્યોતના નાના બહેનો દ્વારા મહાપૂજા થાય તેવું અદ્દભૂત આયોજન પૂ.બકુબેન પટેલ અને સભા વિભાગના બહેનો દ્વારા થયું હતું.

જ્યોતની ભક્તિ ગ્રુપ, પ્રસન્નગ્રુપ અને સેવિકા ગ્રુપના બહેનોએ મહાપૂજામાં બેસવાનો લાભ લીધો હતો. તેઓથી ઉપરના ગ્રુપના બહેનોએ બહેનોને નાડાછડી બાંધી હતી, બેજ ધારણ કરાવ્યો હતો. સોના ગ્રુપના બહેનોએ આરતી કરવાનો લાભ લેવાનો હતો. તો તે બહેનોએ આરતીની થાળીમાં વિધવિધ સુશોભન કરી ભક્તિ સભર આરતીની થાળી તૈયાર કરી હતી અને મહાપૂજામાં આરતી વખતે તે બહેનોએ શ્રી ઠાકોરજીની તથા ગુરૂહરિ પપ્પાજી આરતી ઉતારવાનો લાભ લીધો હતો.

મહાપૂજા વિષે .પૂ.દીદીએ મહાપૂજા પહેલા સરસ લાભ આપ્યો હતો. જેમાં મહાપૂજા પ્રારંભની વાત કરી હતી. મહાપૂજા શરૂ થયા તે ૫૦ વર્ષ થયા ! તારદેવના ઘરમાં ગુરૂહરિ પપ્પાજીએ એક દિવસ નક્કી કર્યું કે, સ્વામિનારાયણના નિષ્ઠાવાળા અને જેને એકાંતિકી ધર્મ સિધ્ધ કરવો છે. તેવા મુક્તોની મહાપૂજા કરવી છે. તા.//૬૪ના દિવસે તેની શરૂઆત થઈ તેને ૫૦ વર્ષ પૂરાં થાય છેગુરૂહરિ પપ્પાજીએ કહ્યું છે કે એકાંતિકી સાધનાગુણાતીત જ્યોત યાવત ચંદ્ર દિવા કરૌ રહેશે. દુનિયામાં બધું થાય છે. ધરતીકંપ થાય છે. વાવાઝોડા આવે છે. સુનામી, દરિયાઈ તોફાન થાય છે. પણ સૂર્યચંદ્ર યથાવત રહ્યાં છે. તેનો કદી નાશ થતો નથી. નાયગ્રા ધોધ પણ અનંત વર્ષોથી વહ્યા કરે છે. એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એકાંતિક ધર્મ સિધ્ધ કરાવવા પ્રગટ થયા આપણે ખૂબ ભાગ્યશાળી છીએમહાપૂજાનું સુવર્ણ વર્ષ, પૂ.કલ્પુબેન દવેનો કેન્દ્ર નં.૫૦ છે. તેમણે .પૂ.દીદીને પુષ્પમાળા અર્પણ કરી હતીભક્તિ ગ્રુપના બહેનોએ ભક્તિભાવથી મહાપૂજા કરી અને તેની પૂર્ણાહુતિએ .પૂ.જ્યોતિબેન, .પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા હતાં. .પૂ.જ્યોતિબેને રીતે ભક્તિ કર્યા કરવી. ભગવાનને કાલાવાલા કરવાનિ, ભગવાનને પ્રસન્ન કરવાનો રૂડો અવસર છે. બે કલાક ભગવાનમાં રહ્યાં. હવે સેવા કરતાં કરતાં ભજન કરીએ. અને પ્રભુ આપણને જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું ભાસે રેએવું આપણને થઈ જાય તેવા રૂડા આશીર્વાદ આપ્યા હતાં.

.પૂ.દેવીબેને મહાપૂજાના દર્શન કર્યા. અક્ષરધામ છે. આપણે અક્ષરધામમાં બેઠા છીએ. આપણે ગુરૂહરિ પપ્પાજીને રાજી કરવા છે. એવું અંતરમાં અખંડ રહ્યા કરે છે. ગુરૂહરિ પપ્પાજીએ કૃપા કરીને બાપાની આજ્ઞાથી એમના પ્લોટમાં જ્યોત બાંધી અને આપણને એમાં રહેવા મળ્યું. અહીં બેસીને મહાપૂજા કરવાની સુંદર તક આપી. સ્થાનમાં જે આવ્યા કે આવે છે. તેના પ્રારબ્ધ ધોવાઈ ગયા. જૂના પ્રારબ્ધ ઉભા ના કરીએ. એટલે શું ? વખતના કેલેન્ડરમાં સરસ વાક્ય છે, “મહારાજને સર્વોપરી માનો છો ? તો એકબીજાનું જોશો નહીં.” (વચનામૃત ..૨૯) કોઈનુંય જોશો નહીં. દરેકના ગુણ વિચારવાની પ્રેક્ટીસ પાડી દઈએ. હે પપ્પાજી ! હે સ્વરૂપો ! અમે અખંડ આત્મારૂપે રહી આપની પરાભક્તિ કરતા રહીએ એવું કરવા ખૂબ બળ, બુધ્ધિ ને પ્રેરણા અમોને બક્ષજો.

() તા.૧૭//૧૪ સદ્દગુરૂસ્વરૂપ .પૂ.મનીબેનની હીરકજયંતી નિમિત્તે સાંસ્કૃતિકકાર્યક્ર્મ

રાત્રે .૩૦ થી ૧૦.૦૦ જ્યોત પંચામૃત હૉલમાંહીરક આનંદ ઉત્સવ ની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્ર્મ દ્વારા પૂ.મનીબેનના ભૂલકાંઓએ કરાવી હતીખૂબ ભક્તિભાવ સભર નૃત્યો તેમજ સંવાદો અને અનુભવો રજૂ થયા હતાંસૌ પ્રથમ .પૂ.જસુબેને  દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરી કે, જ્યોતનું તીર્થત્વ અને દૈવત ઉત્તરોત્તર વધતું રહે તેવી ભાવના સૌના જીવનમાં જવલંત રહે તેવી ભાવનાથી દીપ પ્રાગટ્ય કર્યુ હતું. પૂ.મનીબેન નાના હતા ત્યારથી .પૂ.દીદીની આજ્ઞાથી આરતી કરતા હતાં. તેમને આરતી કરવી ખૂબ ગમે. તેથી દીપ પ્રાગટ્ય બાદ મોટેરાં સદ્દગુરૂ સ્વરૂપોએ આરતી કરી હતી.

સાંસ્કૃતિક કાર્યક્ર્મ બાદ .પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા કે, પૂ.મનીબેને ગુરૂહરિ પપ્પાજીને ચકચૂર રાજી કરી લીધા છે. પૂ.મનીબેન વિચરણમાં જાય છે તો કેવું કાર્ય કરે છે તેનું દર્શન સાંસ્કૃતિક કાર્યક્ર્મમાં થયું. પૂ.મનીબેને ભગવાન પ્રાપ્ત કરી લીધા છે ને બીજાને આપતા થયા છે ખૂબ ખૂબ ધન્યવાદ પૂ.મનીબેન અને પૂ.માયાબેનને. અમને બધાને નિશ્ર્ચિંત કરી દીધા છે.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપ્યા કે, કળીયુગમાં જ્ઞાન કામ લાગે. પણ આવા પોગ્રામ યાદ રહી જાય. આજનો પોગ્રામ બનાવનારને ખૂબ ખૂબ ધન્યવાદ ! ગુરૂહરિ પપ્પાજીના ને પૂ.મનીબેનના માહાત્મ્યનું દર્શન થયું. પૂ.મનીબેન ગુરૂહરિ પપ્પાજીના વચનમાં ખપી ગયા, ખોવાઈ ગયા, હોમાઈ ગયા તો આજે સ્વરૂપ થઈ ગયા. આજે બહેનોએ ભીડાને ભક્તિ માનીને સાંસ્કૃતિક કાર્યક્ર્મ કર્યો તો જય જયકાર થઈ ગયો. કરિષ્યે વચનમ તવ. આટલું કરવાનું છે. જ્યોતમાં બધા હીરા ભર્યા છે. એટલે ગુરૂહરિ પપ્પાજીનું કાર્ય યાવત ચંદ્ર દીવા કરૌ રહેવાનું છે તે રહેશે .

{ તા.૧૮//૧૪ .પૂ.મનીબેનના હીરકપર્વની સભા

પૂ.મનીબેનના હીરક પર્વની ઉજવણી સવારે .૦૦ થી .૦૦ જ્યોત પંચામૃત હૉલમાં ખૂબ ભક્તિ સભર અને દિવ્યતાસભર વાતાવરણમાં થઈ હતીપ્રભુકૃપામાં પ્રભુના દર્શન કરી કલગી અને પ્રસાદ ધર્યો. ત્યારબાદ બ્રહ્મ વિહારની અક્ષરકુટિરે પાયલાગણ કરી જ્યોત દરવાજે પધાર્યા ત્યારે કળશધારી યુવતીઓ, ધ્વજ લીધેલ યુવતીઓ અને ભાભીઓ દાંડીયારાસ  વડે સ્વાગત કરતાં કરતાં પૂ.મનીબેન સાથે જ્યોત મંદિરે પધાર્યા. ત્યાંથી સ્વાગત આનંદ કરતાં કરતાં જ્યોત પંચામૃત હોલમાં પધાર્યા. જ્યાં હીરા આકારના સ્વાગત દ્વારમાંથી સદ્દગુરૂ .પૂ.જસુબેન સાથે સ્વરૂપોને પાયલાગણ કરી નીજ આસને  બિરાજ્યા.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, પૂ.મનીબેન અહીં આવ્યા. ગુરૂહરિ પપ્પાજીએ એમને પારખ્યા. પૂ.મનીબેન અહીં ભણતાતા ને ૧૯૭૪માં ગુરૂહરિ પપ્પાજીનો હીરક પર્વ આવ્યો ત્યારે જંગમતીર્થ જે આખું તૈયાર કર્યું તેમાં પૂ.મનીબેનની હોંશિયારી અને આવડતના દર્શન થયા. ઉભરાટની શિબિરમાં પૂ.દયાબેન સ1થે બહુ સરસ વ્યવસ્થાની સેવા કરી. પૂ.મનીબેને પોતાની આગવી આવડતથી, નિર્દોષ બુધ્ધિ રાખી, ગુરૂહરિ પપ્પાજીના સિધ્ધાંતે બધું કરતા. અત્યારે પૂ. મનીબેનના સંકલ્પમાં તાકાત આવી ગઈ. આપણે બધાએ એવી પ્રાપ્તિ કરવાની છે. પૂ.મનીબેન ગુરૂહરિ પપ્પાજીના વારસદાર થઈ ગયા. પૂ.મનીબેન એક આદર્શ સ્વરૂપે આપણી સન્મુખ બિરાજ્યા છે. ગુરૂહરિ પપ્પાજીએ કેટલો બધો દાખડો કર્યો છે. હે પપ્પાજી ! આપને ધારીને, આપની પરાભક્તિ કરીએ તેવું કરી આપજો.

પૂ.મનીબેનના પૂર્વાશ્રમના બેન પૂ.કાંતિબેને પૂ.મનીબેનની નાનપણની વાતો કરી ખૂબ આનંદ કરાવ્યો. પૂ.મનીબેનને નાનપણથી ભણવું અને રમવું બે ગમે. હું કહું કે બા, એને કામ કરતાં શીખવાડો. તો પૂ.મનીબેન કહે, મોટા થઈને મારે બહુ કામ કરવાનું છેગૃહસ્થ ભાભીઓ તરફથી પૂ.જાગૃતિભાભી ઝાલાવાડીયાએ પૂ.મનીબેનના વચનમાં વર્તી કેવા સુખી થયા અનુભવની વાત કરીપૂ.સ્મિતાબેન દરજીએ પ્લેનમાં મુસાફરી કરતાં પહેલા પ્રોબ્લેમ થયો એમાં પૂ.મનીબેને આપેલા પ્રસાદ અને ધૂનની આજ્ઞાએ કેવો પ્રોબ્લેમ સૉલ્વ થયો ને યાત્રા સફળ થઈ વાત કરીગ્રુપ તરફથી પૂ.અર્ચનાબેન ઝાલાવાડીયાએ માહાત્મ્યગાન કરતાં કહ્યું કે એક વખત પોષીપૂનમના સમૈયે ખૂબ ઠંડી હતી. ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોને ભાઈઓને કંઈક ગરમ ગરમ જમાડવાની ઈચ્છા થઈ. પૂ.મનીબેન ત્યારે વ્યવસ્થામાં હતાં. ગુરૂહરિ પપ્પાજીએ પૂ.મનીબેનને બોલાવી વાત કરી. પૂ.મનીબેને તત્કાળ આયોજન કરી ભાઈઓને  ગરમ ગરમ પાઉંભાજી જમાડી. ત્યારે ગુરૂહરિ પપ્પાજીએ ખૂબ પ્રસન્નતા બતાવતાં કહ્યું કે, ‘ઈંદિરા ગાંધી પૂ.મનીબેન જેવાને પોતાના સલાહકાર રાખે તો બધે સરસમાં સરસ વહીવટ ચાલે.

પૂ.રેણુકાબેન વ્યાસે માહાત્મ્ય દર્શન કરાવતા કહ્યું કે, પૂ.મનીબેનને સતત અંતરમાં એવી ભાવના રહે કે, જ્યોતની બહેનો માટે શું કરૂં ? અમારે પૂ.મનીબેનના હીરક પર્વ નિમિત્તે ૬૦ સત્કર્મ કરવા હતાં. તો પૂ.મનીબેન કહે, ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી નિમિત્તે ૧૦૦ સત્કર્મ કરજો. અખંડ ગુરૂહરિ પપ્પાજી સામે પૂ.મનીબેનની ર્દષ્ટિ છે. પૂ.મનીબેનને ભજનભક્તિ ખૂબ ગમે. પૂ.મનીબેને જેમ ગુરૂહરિ પપ્પાજીને નિશ્ર્ચિંત કર્યા એમ અમે પૂ.મનીબેનને નિશ્ર્ચિંત કરીએ.

પૂ.મનીબેને આશીર્વાદ આપતાં વાત કરી કે, આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને સાક્ષાત્ત શ્રીજી મહારાજ ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપે એનું પરબ્રહ્મ તત્ત્વ પ્રાપ્ત થયું. ગુરૂહરિ પપ્પાજીએ પૃથ્વી ઉપર પધારીને જે કાર્ય કર્યું છે. તે ખૂબ અજોડ છે. દરેકના જીવમાં ગુરૂહરિ પપ્પાજીએ સ્થાન લીધું છે. એટલે બધા ગુરૂહરિ પપ્પાજીએ પ્રગટાવેલા દીવડા છે. ગુરૂહરિ પપ્પાજીએ અહીં કોઈનામાં સ્ત્રીભાવ રહેવા નથી દીધો. બધા ગૃહસ્થોને પણ એવા અનુભવ ગુરૂહરિ પપ્પાજીએ કરાવ્યા છે કે ગુરૂહરિ પપ્પાજી શ્રીજી મહારાજનું સ્વરૂપ છે. તે પ્રાર્થના કરે છે ને સુખીયા થાય છે. બાળકોને એવા સંસ્કાર આપજો. ગુરૂહરિ પપ્પાજી ઓળખાવજો. ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થના કરશો એટલે જંગલમંગલમાં રક્ષા કરે છે. તો એવી માળા ફેરવ્યા કરીએ. એમને ઓળખાવતા રહીએ. મારામાં પપ્પાજીએ બધું કર્યું છે. મારામાં કાંઈ નહતું. તો પણ મને બિરદાવી છે. મારી પપ્પાજીને પ્રાર્થના છે કે બધા ગુરૂહરિ પપ્પાજીનું સ્વરૂપ ઓળખે. જે સંબંધમાં આવે તે બધા તન, મન, ધન, આત્માથી સુખીયા થાય. ઘર અને દેહ મંદિર બને. આપણે ગુરૂહરિ પપ્પાજીનું ૠણ અદા કરવું છે. ગુરૂહરિ પપ્પાજી આપણામાં અખંડ રહીને એમનો દીવો જલતો રાખે એવું જીવીએ પ્રાર્થના. ગુરૂહરિ પપ્પાજીનું સ્વપ્નું સાકાર કરીએ એવું સૌ સ્વરૂપો બળ, બુધ્ધિ ને પ્રેરણા આપે પ્રાર્થના.

.પૂ.જસુબેને આશીર્વાદ વહાવતાં કહ્યું કે, અક્ષરધામથી પ્રભુ સંગે પધાર્યા છો એવા પૂ.મનીબેનની જય જય જય. ઝીરો બન્યા વગર હીરો બનાતું નથી. આજે મને ખૂબ ખૂબ આનંદ છે. પૂ.મનીબેને જ્યોતનું ગુરૂહરિ પપ્પાજીનું ખૂબ ખૂબ શોભાડ્યું. પૂ.મનીબેને ગુરૂહરિ પપ્પાજીને ભગવાનનું સ્વરૂપ માન્યું. તો ચાર મોટેરાને પણ પપ્પાજીના સ્વરૂપ અંતરથી માન્યા. પૂ.મનીબેન સાથે અંતરાયરહીત જીવજો. પૂ.મનીબેનની આજ્ઞામાં જે જોડાયા છો તે રહેજો. તમારું ગમતું મૂકી પૂ.મનીબેનના ગમતામાં રહેજો. એવું જીવવાનું સહુને બળ મળે પ્રાર્થના.

અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધામનીબેને સાધના સરળ બનાવી દીધી. અહીં રહી શબ્દ લઈ મંડી સાધના સરળ બનાવી. ખરેખર જે લઈ મંડે એના માટે મેદાનમાં મૂક્યું છે. Out of way જઈ મનીબેને સેવા કરી છે. ગુરૂમુખી ઠરાવરહીત એટલે મનીબેન. આંતરિક વફાદારી રાખી રાંકપણે જીવી મનનું વલણ એણે તૈયાર કરી દીધું. વચન પ્રમાણે જીવી હૈયાની વરાળ બહાર કાઢી નહીં. ઓશિયાળા કર્યા નહીં. સ્વભજનથી બાજી જીતી ગયા. મનીબેન અને માયાબેન આદર્શ છેગુરૂમુખી ઠરાવરહિત જીવો તો સુખે સુખે સાધના થશે. એવી સરળ સદ્ય સિધ્ધ સાધના થાય અને બધા મનીબેન જેવા સુખી થાય પ્રાર્થના ને આશીર્વાદઆમ, ખૂબ ભક્તિ સભર વાતાવરણમાં પૂ.મનીબેનના હીરક પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી.

લિ. પૂ.ડૉ.ભાવનાબેન શેઠ(P.133) ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ

() તા.૧૯//૧૪ સદ્દગુરૂસ્વરૂપ .પૂ.મણીબેન પટેલનો સ્વરૂપાનુભૂતિદિન

ગૃહસ્થમાંથી કુટુંબ પરિવાર સાથે પૂ.મણીબેનને સાચા સાધુ બનાવ્યા. એવા ગુરૂહરિ પપ્પાજી તથા તેઓના ગુરુશ્રી યોગીજી મહારાજને કોટી વંદન .પૂ.મણીબેનને પ્રણામ.

આજે જ્યોતની બહેનોની મંગલ સભામાં પૂ.મણીબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી મહિમાગાનથી કરી હતીગુરૂહરિ પપ્પાજીના ધ્વનુ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં. પૂ.મણીબેનની સેવાની ભાવના ખૂબ હોય ! તારદેવથી .પૂ.બા, .પૂ.જ્યોતિબેન, .પૂ.તારાબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન ગોંડલ પધારે. અહોહો ! સ્વરૂપો પધારે છે ! એવા ભાવથી સેવા કરે. ત્યાં સોનાબાની ર્દષ્ટિ પૂ.મણીબેન ઉપર પડી ગઈપૂ.મણીબેનના  સસરા મણીભાઈનું આણંદમાં ઘર. શાસ્ત્રીજી મહારાજનું ઘર. હક્ક કરીને શાસ્ત્રીજી મહારાજ ત્યાં પધારતાં. હરિભક્તોને લઈને પધારતાં. .પૂ.સોનાબા.પૂ.કાકાજી તે જોઈને ખૂબ રાજી થતાં. વગેરે જૂની સ્મૃતિની વાત ગુરૂહરિ પપ્પાજીએ કરી ને પૂ.મણીબેન ભગવાન ભજવા આવી ગયા. પ્રથમ ૫૧ બહેનોમાં તેમનો નંબર લાગી ગયો ? તેના અનુસંધાનમાં આજે તેમના તારદેવથી સાથી એવા પૂ.દયાબેને મણીબેનના જીવન વિષે વાત કરી હતી. પૂ.મણીબેને ગોંડલ ખૂબ સેવા કરી અને સાથે સંકલ્પ કર્યો કે બહેનોની જેમ ભગવાન ભજવા છે. ગોંડલ અક્ષરડેરીમાં પ્રદક્ષિણા ફર્યા. જોગીબાપાએ મધુભાઈની જવાબદારી લીધી. સાધુ કર્યા. પૂ.મણીબેન અને બાળકોની જવાબદારી બાપાએ ગુરૂહરિ પપ્પાજીને આપી. જ્યોતમાં પ્રથમ ૫૧માં નંબર લગાડી દીધો. પૂ.મણીબેનના સંકલ્પમાં તાકાત છે. ધાર્યું નિશાન પાર પાડે . જ્યોત સાથેની જબર જસ્ત આત્મબુધ્ધિ ને પ્રિતી ! હરિભક્તો પાસે સેવા કરાવડાવે. મોગરીમાં (પપ્પાજી તીર્થની) જમીન એક વખત જોઈને એમને સંકલ્પ થઈ ગયો કે બહેનો માટે જગ્યા મળવી જોઈએ. એમના સંકલ્પમાં એવી સામર્થી છે અનેક ગુણ પૂ.મણીબેનના છે. એવા દિવ્ય પૂ.મણીબેનને આજના દિને  પાયલાગણ સહ જય સ્વામિનારાયણ.

() તા.૨૫//૫/૧૪ વૈશાખ વદબારસ

બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પ્રાગટ્યતિથિ પર્વ

ગુરૂહરિ પપ્પાજી.પૂ.મમ્મીજીએ પ્રભુતામાં પગના માંડ્યા તેને ૭૭ વર્ષ પૂરાં થયાં.

સ્વામી સ્વરૂપ મધુબેન સી. પટેલનો સ્વરૂપાનુભૂતિદિન

જ્યોતની બહેનોની મંગલ સભામાં  પર્વ નિમિત્તે પ્રવચનગોષ્ટિ થઈ હતી.

. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં. બ્રહ્મરૂપ રહેવું. મૂંઝવણ, વિક્ષેપ, અભાવમાં ટકવું નથી. સેવા કર્યા કરવી છે. જોગી મહારાજને ઘણું ઘણું વિત્યું છે. પણ સેવા નથી મૂકી. વઢવેડ નથી કરી. માન અપમાનમાં એકતા સુખ દુઃખમાં સમભાવ.” એવું જોગી મહારાજ દરેક પ્રસંગે સમતાથી જીવ્યા છે. દરેકનો ગુણ લે. રાંકભાવે, નિર્માનીપણે દરેક પાસે રહ્યા છે. તો જોગી મહારાજનો સંકલ્પ બળીયો થયો અને આખો ગુણાતીત સમાજ સંકલ્પે સ્થાપી દીધો. સંતો, બહેનો, યુવકો અને ગૃહસ્થોમાં જોગી મહારાજે સિધ્ધ પુરૂષો બનાવ્યા.

. .પૂ.દીદીએ કથાવાર્તાનો લાભ આપ્યો હતો. આપણા માટે આજનો દિવસ મંગલકારી છે. યોગીબાપાના સંકલ્પેઆશીર્વાદથી જ્યોત ખોલી. વળી, મુખ્ય જેમણે આપણને ગુરૂહરિ પપ્પાજીની ભેટ આપી. એવા યોગીબાપાનો આજે પ્રાગટ્યદિન છે. ૧૯૬૬માં આપણે અહીં આવ્યા. વિમુખ પ્રકરણ થયું ત્યારે ગુરૂહરિ પપ્પાજીના મિત્ર મેઘાણી સાહેબ આફ્રિકાથી અહીં આવ્યા અને યોગીબાપાને પૂછ્યું કે, બાપા ! બાબુભાઈને કહું કે બહેનોને ઘરે મોકલી દે. યોગીબાપા કહેના સંતોબહેનો તો મારા ૪૦ વર્ષના યોગનું ફળ છે.” ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનો છે.૨૬ વચનામૃતના હવિ સિધ્ધ થાય એવું યોગી મહારાજે વિચાર્યું અને બહેનોનું કામ ગુરૂહરિ પપ્પ્પાજીને સોંપ્યું. મારા બાપુજી (ભગવતરાય દવે) યોગીજી મહારાજને પૂછવા ગયા કે મારી દીકરીને ભગવાન ભજવા છે તો શું કરે ? બાપા કહે, એવું કોણ પૂછવા આવે છે ? ભલે તારદેવ રહીને ભગવાન ભજે. મારા બાપુજી કહે બાપા, અમે તો બ્રાહ્મણ છીએ અને તો પટેલ છે. બાપા કહે, જેને ભગવાન ભજવા હોય તેને નાતજાત નથી. બાપાએ આપણને ગુરૂહરિ પપ્પાજી જેવા સ્વરૂપની ભેટ આપી.

બીજું કે પૂ.મધુબેનનો આજે સ્વરૂપાનુભૂતિદિન. નિર્માનીસાચા સાધુ પૂ.મધુબેન છે. પૂ.મધુબેન તારદેવ ભગવાન ભજવા આવ્યા. આજ્ઞાથી પટેલ રૂબીમાં નોકરી કરી. ઘરે આવીને સેવામાં લાગી જાય. પૂ.મમ્મીજી તેમના પર ખૂબ રાજી. જ્યોતમાં આવ્યા તો ઑફિસ, રસોડું, સફાઈ, મંદિર બધી ટુકડીઓમાં સેવા કરી છે. બાળક જેવા નિર્દોષ પણ અતિ ર્દઢતાથી સાધનામાં પગલા માંડ્યા છે.

. પૂ.ડૉ.ભાવનાબેન શેઠે યોગીજી મહારાજની મૂર્તિને પુષ્પહાર અર્પણ કર્યો. અને પૂ.ડૉ.ભાવનાબેન શેઠનો ગોષ્ટીમાં લાભ પણ લીધો.

યોગીબાપા એટલે રાંકભાવનું સ્વરૂપ !

યોગીબાપા એટલે નિર્દોષબુધ્ધિનું સ્વરૂપ !

યોગીબાપા એટલે સંપ, સુહ્રદભાવનું સ્વરૂપ !

એવી બ્રાહ્મી સ્થિતિમાં જીવનારા સત્પુરૂષ ગુરૂહરિ પપ્પાજી છે. ગુરૂહરિ પપ્પાજી હંમેશા યોગીજી મહારાજને  આગળ રાખીને જીવ્યા છે. આજે ગુરૂહરિ પપ્પાજીએ પ્રભુતામાં પગલા માંડ્યા અને આપણને પૂ.મમ્મીજી જેવા ખાનદાન માવતરની ભેટ મળી. ગુરૂહરિ પપ્પાજી પોતે એવા કલ્યાણકારી જબરજસ્ત સત્પુરૂષ હતા તો પણ કહેતા કે હું તો ગૃહસ્થ છું. પોતાનું પેન્શન બ્રિટિશ સરકારનું આવતું તેમાંથી ફૂડબીલ ભરે, પોતાની જરૂરિયાતનું તેમાંથી વાપરીને બાકીનું જ્યોતને સમર્પિત કરી દીધું. ગૃહીત્યાગી સહુનેય માટે આદર્શ પૂરો પાડ્યો છે. આવા ભવ્ય ! સાચા સ્વરૂપની પ્રાપ્તિ આપણને થઈ છે. ધન્ય ભાગ્ય !

-A આજે રાત્રિ સભામાં .૩૦ થી ૧૦.૦૦ બહેનોનો ભજનોનો કાર્યક્ર્મ યોગી જયંતિ નિમિત્તે હતો. યોગીજી મહારાજના માહાત્મ્યના ભજનો મ્યુઝીક સાથે ભજન મંડળીના બહેનોએ ગાયા હતાં. અને યોગીજી, ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિમાં લીન થયા હતાં. ખૂબ દિવ્ય આનંદ અનુભવ્યો હતો. પૂ.ડૉ.નિલમબેને યોગીજીમહારાજ, ગુરૂહરિ પપ્પાજી મહારાજ તથા પૂ.મમ્મીજીના જીવન વિષે સરસ લાભ આપ્યો હતો.

() .૨૪/૫ અને.૨૬/૫ જ્યોતમા બહેનોની શિબિર સભા બે વિભાગમાં જ્યોતમંદિરમાં થઈ હતી.

. તા.૨૪/ સવારે થી ૧૨.૩૦ અમૃતગ્રુપ સુધીના મોટા બહેનોની શિબિર હતી. જેમાં .પૂ.દીદીએ લાભ આપ્યો હતો.

. તા.૨૬/ સવારે .૩૦ થી ૧૨ ભક્તિગ્રુપ, સોનાગ્રુપ, પ્રસન્ન ગ્રુપ અને સેવિકા ગ્રુપ એમ નાના બહેનોની શિબિર હતી. જેમાં .પૂ.દીદી, .પૂ.દેવીબેને લાભ આપ્યો હતો.

.પૂ.દીદી ૨જી જૂને પરદેશ પધારી રહ્યાં છે. તેથી .પૂ.દીદીના સાંનિધ્યે શિબિર રાખી હતી. તેથી બંને દિવસની સભામાં મુખ્યત્વે .પૂ.દીદીનો લાભ લેવાનો રાખેલ. .પૂ.દીદીએ બહેનોને પોતાના અંગરૂપ માનીને ખરા અર્થમાં શિબિર કરી હતી. લાભ આપ્યો હતો.

() તા.૨૮//૧૪આઠમોશાશ્વત સ્મૃતિપર્વ

ગુરૂહરિ પપ્પાજીએ ૨૮//૧૬ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે પાર્થિવ દેહનો ત્યાગ કરી વ્યાપ્ત બન્યા.એને આજે આઠ વર્ષ પૂરાં થાય છે. પર્વ નિમિત્તે

.પ્રભુકૃપા મંદિરે પુષ્પાંજલીનો સુંદર કાર્યક્ર્મ હતો. ગુરૂહરિ પપ્પાજીના ચરણાર્વિંદ પર દરેક મુક્તપુષ્પવૃષ્ટિ કરી શકે તેવું નવીન ડેકોરેશ નવી ટેકનોલોજીની મદદથી  કર્યું  હતું.હૉલમાં પણ દિવ્ય પ્રકાશ ફેલાવતું તથા સૂર્યમુખીના પ્રતિક દ્વારા અખંડ વૃત્તિ પ્રભુમાં રાખવી .પ્ર.૧લું વચનામૃત મુજબની યાચના ધરી હતી. સુશોભનના દર્શનનો લાભ અત્રેના સહુ મુક્તોને મળ્યો હતો.

. પવઈથી પૂ.વશીભાઈ, પૂ.અશ્વિનભાઈ વગેરે ૪૦ હરિભક્તો સહીત આજે મંગલ પ્રભાતે પ્રભુકૃપામાં દર્શને પધાર્યા હતાં. માણાવદર સમૈયામાં જઈ રહ્યાં હતાં. ૨૮મીનીમંગલ પ્રભાતે .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન, .પૂ.જસુબેનના સાંનિધ્યે નાની સરસ સભા પણ થઈ હતી૧૯૬૬માં ૨૮મેનારોજ સવારે ૧૧.૦૦ વાગ્યે આપણે  વિમુખ જાહેર થયા હતાં. અને તારીખે, સમયે ગુરૂહરિ પપ્પાજીએ ૨૦૦૬માં બરાબર ૪૦ વર્ષે અહીં પાર્થિવ દેહ ત્યાગ કર્યો. કેવો સુમેળ ! ગુરૂહરિ પપ્પાજી ૪૩ દિવસ પ્રભુકૃપામાં સમાધિમાં રહી, ખૂબ કષ્ટ વેઠી ભક્તોને ભજન કરાવી લઈને સહુનાય હૈયાઅની એક પળ માટે પણ અનુમતી લઈને તેઓ સ્વધામ સીધાવ્યા છે. છતાંય તત્વે કરીને અખંડ અહીં છે તેવી અનુભૂતિ આબાલ વૃધ્ધ સહુનેય કરાવી રહ્યાં છે.

. જ્યોત બહેનોની મંગલ સભામાં આજે સમૂહ મહાપૂજા રાખી હતી. સવારે .૩૦ થી ૧૨.૦૦ પંચામૃત હૉલમાં પૂ.કલ્પુબેન દવે, પૂ.શારદાબેન ડઢાણીયા અને બહેનોએ મહાપૂજા કરી હતી.પૂ.દીદીએ બહેનોને સંકલ્પ કરાવ્યો હતો અને આશીર્વાદ આપ્યા હતાંગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતાંયોગીજી મહારાજ જતા નથી. યોગીજી મહારાજ પ્રગટ ને પ્રગટ રહ્યાં કરશે. અત્યારે પ્રેક્ટીકલ અનુભવ કરીએ છીએ. એમનું વચન લઈને મંડીએ મૂર્તિ. તો મનન દ્વારા સંગ કરીએ અખંડ અક્ષરધામની સમાધિમાં રહેતા થઈ જવાશે. પ્રગતિ કરતા ચૈતન્યો મનાઈ જશે. વચનામૃત ..૨૮ છેલ્લા ૧૧ માં મહારાજે લખ્યું છે. અનુપમ ભાગ ૬માં પ્રેક્ટીકલ અનુભવ જ્ઞાન લખ્યું છે. એટલું સરસ માખણ આપણને આપ્યું છે. કર્તા હર્તા પણું એમનું માનીએ. કા.૧૦ વચનામૃતનું સવારથી સાંજ જાણપણું રાખીએ. .પૂ.દીદીએ પણ લાભ આપ્યો હતો. તથા ૧૧ વાગ્યે સમૂહ મૌન અને ત્યારબાદ શાશ્વત ભજન ગાઈને પ્રાર્થના સુમન અર્પીને છૂટા પડ્યા હતાં.

. આજે તા.૨૮મી મે પ્રભુકૃપા મંડળના ભાઈઓ પપ્પાજી તીર્થ પર રાત્રે .૩૦ થી ૧૦.૦૦ પ્રાર્થના, પ્રદક્ષિણા, ભજન માટે પધાર્યા હતાં. અને ખૂબ ભક્તિભાવ પૂર્વક ભજન ભક્તિ કર્યા હતાં.

(૧૦) તા.૨૯//૧૪ જેઠસુદશાશ્વતસ્મૃતિ તીથિપર્વ

તા.૨૮//૨૦૦૬ના રોજ ગુરૂહરિ પપ્પાજીએ દેહ ત્યાગ કર્યો ત્યારે તિથિ જેઠ સુદ હતી. આજે પણ જ્યોતમાં તે અનુસંધાને મંગલ સભામાં .પૂ.દીદીએ લાભ આપ્યો હતો. તથા સાંજે .૦૦ થી .૧૫ પંચામૃત હૉલમાં બહેનોની સમૂહ ધૂન્ય ભજનઆરતીનો કાર્યક્ર્મ હતો. તે ખૂબ ભક્તિભાવે સંપન્ન થયો હતો. તથા રાત્રે .૦૦ થી ૧૦.૦૦ કીર્તન ભજનનો બહેનોનો કાર્યક્ર્મ જ્યોત પંચામૃત હૉલમાં હતો અને ભાઈઓનો કીર્તન ભજનનો કાર્યક્ર્મ પ્રભુકૃપામાં હતો. ભાઈઓએ વાજીંત્રો સાથે ભજનની રમઝટ મચાવી ભક્તિમાં ગુલતાન થયા હતાં.

(૧૧) તા.૩૦//૧૪ પૂ.કાનજી કાકા પટેલ વિદ્યાનગરના અક્ષરધામ ગમન નિમિત્તે જ્યોત મંદિરમાં સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ મહાપૂજા અને શ્રધ્ધાંજલિની મહિમાગાનની સભા

      ભાઈઓબહેનોની થઈ હતી.

જૂના જોગી એવા પૂ.કાનજીકાકા જ્યોત ઈતિહાસના સાક્ષી અને સભ્ય હતાં. એવા કાનજીકાકા ખૂબ ટૂંકા સમયની બિમારી બાદ જો કે હાલતાં ચાલતાં તા.૨૬//૧૪ના રોજ અક્ષરધામ નિવાસી થયા હતાં. તે સાંજે તેમની અંતિમ વિધી સંતો, ભક્તોએ ભેગા મળીને પૂજનઅર્ચન, પ્રદક્ષિણા ભક્તિભાવે કરીને વિદાય આપી હતી.

કચ્છના પટેલ કરાંચી રહેતા હતા. પૂર્વના મુક્ત તેથી જોગમાં આવી ગયા. જોગીબાપાની પ્રસન્નતાનું પાત્ર બન્યા. બોરીવલી રહેવા આવ્યા અને તારદેવ ગુરૂહરિ પપ્પાજી, .પૂ.કાકાજી, .પૂ.બાના જોગમાં આવ્યા. પછી વિદ્યાનગર કાયમી રહેવા આવ્યાગુરૂહરિ પપ્પાજીની આજ્ઞાથી શ્રી ગુણાતીત જ્યોત મકાનના બાંધકામની સેવા કરી. ફરીથી જ્યારે જ્યોત મકાનનું બાંધકામ થયું ત્યારે પણ પૂ.રતિભાઈ, પૂ.વિરેન્દ્રભાઈ અને પૂ.કાનજીકાકાની ત્રિપુટીએ આત્મબુધ્ધિ અને પ્રિતીથી સેવા કરી છે.

પૂ.કાનજીકાકા કચ્છના સ્વામિનારાયણ ધર્મના તત્વજ્ઞાની ભક્ત હતાં. વળી, પ્રત્યક્ષની નિષ્ઠા એમને થઈ એટલે સગાં સંબંધીને પણ સત્સંગ આપ્યો. નિર્દોષબુધ્ધિનો ખરો સત્સંગ કર્યો. તેમાં પૂ.ગંગાભાભીનો પણ એવો સાથ અને નિષ્ઠા હતી. તેથી તો પોતાના સંતાનોને ભગવાનના માર્ગે વાળ્યા. પૂ.રમેશભાઈ (લોથાર) ને અનુપમ મિશનમાં અને પૂ.હર્ષદાબેન કે. પટેલને ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજવા મોકલ્યા. તેઓએ સારધાર ત્યાગાશ્રમ નિભાવ્યો. બીજા બે દીકરા અને પુત્રવધુ પણ ગૃહસ્થ સાધુ છે. પૂ.હરિકૃષ્ણભાઈ અને પૂ.યશોદાભાભી મીશનમાં ત્યાગી સમ સેવા બજાવી રહ્યાં છે. અને પૂ.કિશોરકાકા અને પૂ.વિણાભાભીએ તો પોતાની દીકરી પૂ.રીનાને પણ શ્રી ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજવા માટે મોકલી. વળી, જવાબદાર બનીને સમૈયાની સેવા પૂ.કિશોરકાકા વર્ષોથી સંભાળે છે. પરિણામે ગુરૂહરિ પપ્પાજીએ તેમને સમૈયાનુ પ્રમુખપદ આપેલ છે. વળી, પુત્ર સહજ પણ સવાયો સેવક બની રહ્યો છે. આમ, પૂ.કાનજીકાકાએ બે પેઢી સત્સંગનો વારસો નિહાળ્યો છે. નિભાવ્યો છે. પેઢી દર પેઢી ચાલુ રહે એવા પૂ.કાનજીકાકાના અક્ષરધામ ગમન નિમિત્તે તેઓના ઘર મંદિરે તા.૨૭, ૨૮, ૨૯ ત્રણ દિવસ સાંજે બહેનોએ પારાયણ કર્યું. મહિમાગાન કર્યું હતું. આજે મહાપૂજામાં  તેઓના સગાં સંબંધીઓ અને હરિભક્તો પધાર્યા હતાં. પૂ.યશવંતભાઈ દવે અને પૂ.હરિશભાઈ ઠક્કરે સરસ મહાપૂજા વિધિ કરાવી.

શ્રધ્ધાંજલી અને મહિમાગાન પૂ.નગીનભાઈ પટેલ (કચ્છ) પૂ.કાનજીકાકાના ભત્રીજાએ કર્યું. સ્વામિનારાયણનો સત્સંગ તો અમને હતો . તેમાં પ્રત્યક્ષની નિષ્ઠા પૂ.કાનજીકાકાએ કરાવી વગેરે ઘણી સ્મૃતિની વાતો સત્સંગ સમાજની વાતો કરીને પરિવારના વડીલ પૂ.કાનજીકાકાને અંજલી અર્પી હતી. પૂ.કિશોરકાકા, પૂ.ગોપાલભાઈ (અનુપમ મિશન બોરીવલી) વગેરે ખૂબ સરસ મહિમાગાન તથા યાચના કરી હતી.

.પૂ.જશુબેન, .પૂ.દેવીબેન, .પૂ.જ્યોતિબેન અને .પૂ.દીદીએ જૂની સેવાની વાતો કરીને ૫૦ વર્ષ પૂર્વેના ઈતિહાસની સ્મૃતિ તાજી કરાવી હતી, અને રૂડા આશીર્વાદ સહુનેય આપ્યા હતાં.

(૧૨) તા.૨૯/૩૦મે માણાવદરમંદિર પાટોત્સવ

તા.૨૯/૩૦ મે માણાવદર અક્ષર પુરૂષોત્તમ મંદિરના ૫૦મા પાટોત્સવ નિમિત્તેનો ભવ્ય કાર્યક્ર્મ હતો. ગુણાતીત સમાજ લક્ષી સમૈયામાં જ્યોત તરફથી પૂ.હંસાબેન ગુણાતીત, પૂ.માયાબેન, પૂ.ધર્મિષ્ઠાબેન અને બહેનોએ તથા પૂ.ફુવા, પૂ.ઈલેશભાઈ, પૂ.વિજયભાઈ અને ભાઈઓએ તેમજ હરિભક્તોએ ભાગ લીધો હતો. ખરેખર ભવ્યાતિભવ્ય સમૈયો ઉજવાયો હતો. ઐતિહાસિક પ્રદર્શન, યજ્ઞમહાપૂજા, સભા અને કીર્તન આરાધના પાટોત્સવ મહાપૂજા વગેરે વિધવિધ કાર્યક્ર્મ દ્વારા ભક્તિ છલકાતી હતી. વળી, સેવા સમંદર ઉછળતો હતો. પૂ.દેવશીબાપા વખતના મંદિરની પ્રતિષ્ઠા યોગીજી મહારાજે .પૂ.કાકાશ્રીના પ્રાગટ્યદિને કરી હતી. ગુરૂહરિ પપ્પાજી, .પૂ.બા, .પૂ.બેન, .પૂ.સાહેબ, .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન વગેરેના સાંનિધ્યે થયેલ પ્રતિષ્ઠાવિધીએ ભાવિ દર્શન છે. એવા યોગીજી મહારાજે ડેરીને ગોંડલ અક્ષરડેરી તુલ્ય બિરદાવ્યું હતું. પ્રાણપૂર્યા હતાં. યોગીજી મહારાજની જયંતિ અહીં ૧૯૬૩માં ઉજવાઈ ત્યારે બાપાએ ભવિષ્યવાણી ભાખી હતી કે ભૂમિ પર મહારાજે અસંખ્ય મુમુક્ષુના બી છાંટ્યા છે. એવું માણાવદર ગોકુળીયું ગામ જે રામાનંદ સ્વામી, મહારાજ અને ગુણાતીત્ના વખતનું પ્રસાદીભૂત છે. મયારામ ભટ્ટ ગામના ભક્ત હતાં. ત્યારનો જૂનો સત્સંગ અને તેમાં યોગીજી મહારાજની નિષ્ઠા કરાવનાર દેવશીબાપા અને દિકરા હરિભાઈએ .પૂ.કાકાજી, .પૂ.પપ્પાજી અને .પૂ.બાની ઓળખાણ કરાવીને પ્રત્યક્ષની નિષ્ઠા વધતી રહી હતી. .પૂ.કાકાશ્રીએ ખૂબ શ્રમ ! અહીંના ભક્તોને જોગી મહારાજનું સ્વરૂપ ઓળખાવી સાધુ થવાની પ્રેરણા આપી છે. .પૂ.પપ્પાજી, .પૂ.બાનો સતત જોગ રહ્યો એના પરિણામે ગામમાંથી ભગવાન ભજવા મોટા સમૂહમાં ભક્તો નીકળ્યા છે. હરિધામમાં, સાંકરદામાં, કંથારિયામાં સંતો છે. તેમાંના ઘણાં અહીંના સંતો છે. જ્યોતમાં બહેનો છે તેમાં પણ બહુ સંખ્યામાં અહીંના છે. અનુપમ મીશનમાં ભાઈઓ પણ ઘણાણ અહીંના છે. આમ, ગુણાતીત સમાજના ચાર પાંખાળા અક્ષરમુક્તો ભૂમિમાં પાક્યા છે. એવા સ્થાનના મંદિરનિ સુવર્ણ પાટોત્સવ ઉજવાયો તે પણ આખા ઈતિહાસને આંખ સામે તાર્દશ્ય કરી દે તેવો ભવ્ય રીતે ઉજવાયો હતો. .પૂ.સાહેબ, .પૂ.નિર્મળ સ્વામીજી અને સંતો, વ્રતધારી બહેનો, ભાઈઓ, ગૃહસ્થોના સમૂહમાં અનોખી રીતે ઉજવાયો હતો. અનુપમ મીશનના ભાઈઓએ મંદિરને ગાજતું રાખ્યું છે. પૂ.અરૂણભાઈ, પૂ.રણછોડભાઈ અને પૂ.દિનેશભાઈ વગેરે મુઠ્ઠીભર સાધક ભાઈઓએ .પૂ.સાહેબની પ્રેરણા અને હરિભક્તોની મદદથી ખૂબ ટૂંકા સમયમાં સમૈયાનું આયોજન કર્યું અને આખા ગુણાતીત સમાજને ઐક્યતાનો દિવ્ય આનંદ કરાવ્યો હતો. બાપા, .પૂ.પપ્પાજી, .પૂ.કાકાજી, .પૂ.બા અને સર્વે સ્વરૂપો ખૂબ રાજી થતા હશે. .પૂ.કાકાશ્રીનો પ્રાગટ્યદિન ઉજવ્યો તથા .પૂ.કાકાજી.પૂ.પપ્પાજીની શતાબ્દી સાચા અર્થમાં ઉજવી હોય તેવી અનુભૂતિ અંતરમાં થઈ હતી. ગુણાતીત સમાજના સહુ મુક્તોએ પણ સમૈયામાં પધારી, ભળી, સંપ, સુહ્રદભાવ, એકતાની સેવાભક્તિ અદા કરી હતી.

(૧૩) તા.૩૧//૨૦૧૪ શનિવાર

આજે સવારે .૦૦ થી ૧૧.૩૦ બહેનોની મંગલસભા ૧લી જૂન નિમિત્તે માહાત્મ્યગાનની સભા તરીકે થઈ હતી. ગુરૂહરિ પપ્પાજીનો સાક્ષાત્કારદિન અને શ્રી ગુણાતીત જ્યોતનો સ્થાપનાદિન હતો તે નિમિત્તેશ્રી ઠાકોરજી મહારાજ અને ગુરૂહરિ પપ્પાજી મહારાજને પુષ્પહાર અર્પણ કર્યો. .પૂ.જશુબેન, .પૂ.દીદીએ જૂની સ્મૃતિ ગાન સાથે સરસ આશીર્વાદ આપ્યા હતાંહ્રદયે હ્રદયે આનંદ આનંદ..’ નવું ભજન ગવાયું. અને પૂ.હંસાબેન કંપાલાનો પણ આજે સ્વરૂપાનુભૂતિદિન હતો. તેથી તેમને પણ ગુરૂહરિ પપ્પાજીને હાર પહેરાવી સ્વરૂપોના આશીર્વાદ લીધા હતાં. અને આશીષ યાચના કરીને લાભ આપ્યો હતોધ્વનિ મુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ પણ લીધા હતાંઆજે રાત્રિ સભામાં .૩૦ થી ૧૧.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં .પૂ.દીદીના સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો સંયુક્ત સભામાં ઉજવાયો હતો. વળી, .પૂ.દીદી તા./ ના પરદેશની ધર્મયાત્રાએ મહિના પધારી રહ્યાં છે. તેથી તેમનો મિલન સમારંભ પણ સાથે હતો.

શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી મહારાજને પુષ્પહાર અર્પણ થયાં. .પૂ.દીદીને પુષ્પહાર અર્પણ પૂ.હર્ષાબેન પટેલે જ્યોત વતી કર્યો.  ભજન – ‘અનુપમ સર્જન …’ ગવાયું.

માહાત્મ્યગાન તથા અનુભવ દર્શનમાં પૂ.ડૉ.વિણાબેને લાભ આપ્યોસાથી મિત્ર છતાંય પૂજ્ય એવા પૂ.જ્યોતિબેને પૂ.દીદીના જીવનના અદ્દભૂત પ્રસંગો કહીને સરસ આશીર્વાદ સહુનેય આપ્યાપૂ.પ્રતિક્ષાબેન ચિતલીયાએ યાચના પ્રવચન અનુભૂતિના ઉદ્દગારો અને ઉદાહરણ સાથે કર્યું હતુંઅનુભવ દર્શન પૂ.રમેશભાઈ પ્રજાપતિ, પૂ.મિતાબેન દવે, પૂ.પ્રિતભાઈ (હાલોલ) અને પૂ.અશ્વિની જોશીએ કરાવ્યું હતું. .પૂ.પપ્પાજી.પૂ.દીદીના વિધવિધ અનુભવોની માળા તેઓએ જાણે અર્પણ કરી ના હોય.

.પૂ.દીદીએ સરસ આશીર્વાદ ૧૯૫૫થી માંડીને આજ દિન સુધીના યાદગાર વાતો સાથે આપ્યા હતાં.

અંતમાં ધ્વનિ મુદ્રિત આશીર્વાદ ગુરૂહરિ પપ્પાજીના લીધા હતાં. જેમાં ગુરૂહરિ પપ્પાજીએ .પૂ.દીદી પર રાજીપાના ઉદ્દગારો, કાર્યના વખાણ અને .પૂ.દીદીને ભક્તો પર કાયમ આશીર્વાદ વરસાવ્યા કરવાની આજ્ઞા આવી હતી.પૂ.દીદીને ગમતો પર્પલ (લવંડર) ડેકોરેશનમાં આજનો સમૈયો ઉજવાયો હતો. આખા સમૈયાનું વિડિયો દર્શન યથાવત આપણે વેબસાઈટ પર માણ્યું હશે. તેથી અહીં લખવું વામળું દીસે. જેથી આજના સમૈયાનું વર્ણન પૂરું કરું છું.

      આખો મે મહિનો ખૂબ સમૈયા ભક્તિ સભર પસાર થયો હતો મહિના દરમ્યાન થયેલ ગ્રીષ્મ શિબિરની વાત આપણે વિભાગ૨માં ટૂંક સમયમાં જોઈશું. અત્રેના સર્વે સ્વરૂપો        મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. .પૂ.દીદી સુખરૂપ લંડન પધારી ગયા છે.

જ્યોય સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ