Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

May 2014 – Newsletter part 2

સ્વામિશ્રીજી                         

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

વિભાગ

ઍપ્રિલમે મહિના દરમ્યાન જ્યોત જ્યોતશાખામાં તથા મંડળોમાં થયેલ ગ્રીષ્મ શિબિરનો અહેવાલ ગયા પરિપત્રમાં આપણે એપ્રિલ મહિના દરમ્યાન થયેલ ગ્રીષ્મ શિબિરની સ્મૃતિ માણી. વખતે મહાપૂજા અભિયાનના ભાગરૂપે શિબિરની સાથે મહાપૂજાનું આયોજન પણ થયેલ છે. જે સેન્ટરની જેવી અનુકૂળતા પ્રમાણે પ્લાન કરી પ્રભુ તરફની ભક્તિ અદા કરી રહ્યાં છે. ધન્યવાદ છે.

 

સુરત વલસાડ શિબિર માટે વિદ્યાનગરથી બહેનો પૂ.તરૂબેન, પૂ.રમીબેન, પૂ.સુમાબેન, પૂ.બકુબેન પટેલ, પૂ.નીપાબેન શાહ વગેરે બહેનો સુરતથી પધાર્યા હતાં.

() તા.૧૫//૧૪ વડીલગૃહસ્થ (સિનીયર) ભાભી ઓની શિબિર

ગૃહસ્થ બહેનોએ ધૂનભજનથી સભાની શરૂઆત કરી.

{પૂ.મીનાબેનદોશીએસહુપ્રથમલાભઆપ્યો.

શિબિરની માહિતી અને શિબિરમાં જે સ્વરૂપો વિદ્યાનગરથી પધાર્યા હતા તેનો મહિમા અને માહાત્મ્યની વાત કરી. ત્યારબાદ આખા દિવસનો કાર્યક્ર્મ કહ્યો. ગુરૂ પાસે નિષ્કપટ રહેવું અને તેની આજ્ઞા પ્રમાણિકપણે પાળવી. ગુરૂહરિ પપ્પાજીએ પૂ.જસુબેનને સુરત મોકલ્યા અને આપણે સૌ કૃપામાં એની ર્દષ્ટિમાં આવી ગયા. મોટેરાં સ્વરૂપો આપણા માટે રોજ મહાપૂજા, પ્રાર્થના ને સંકલ્પથી આપણું જતન કરે છે. આટલાં સુખિયા થયા તેમાં આપણે શું કર્યું. તો, કંઈ નહીં. સત્સંગમાં આવ્યા ત્યારે આપણે કેવા હતાં અને અત્યારે કેવા બનાવી દીધાં તે બધું જ્યોતની સેવાનું ફળ છે. આપણે તો સેવા કરતાં થયા પણ આપણા ઘરમાં પણ વારસો ચાલુ રહે તેવી ટ્રેનીંગ આપણા ઘરમાં આપણે આપવી પડશે. આપણે આપણા ઘરમાં હળી મળીને રહીએ. ઘરનાં મુક્તો સાથે ગોષ્ટી કરીએ તેવી ટેવ પાડવી છે. તો આપણું ઘર મંદિર બની જશે. કોઈની ખટપટ, આઘીપાછી, મારીતારી કરશું તો આપણું કરેલું પુણ્ય ધોવાઈ જશે.

{પૂ.રમીબેન

ઘર અને દેહને મંદિર બનાવો. આપણે સાસુ અને વહુ તરીકે નહીં પણ મા અને દીકરી તરીકે રહેવું છે. બીજાને આપણી રીતે વર્તાવવું પણ આપણે તેમની રીતે વર્તવું ,તો સામેની વ્યક્તિ આપણી વાત મનાશે. કોઈપણ વાતે આગ્રહ રાખવો. બધાંની રીતભાત જુદા હોય છે. પણ પહેલેથી ના મનાય પણ આગ્રહ રાખીએ. શાંતિથી કહીએ અને સાથે ભજન કરીએ તો તેને અપનાવશે.

{ પૂ.બકુબેન

સંબંધવાળાની સેવા કરી લેવાની. શ્રીજી મહારાજનાં પ્રસંગની વાત કરીને કહ્યું કે મહારાજનો રાજીપો એમાં છે. અલ્પ સંબંધવાળાની સેવા ખરેખર મારો રાજીપો. તમે ખૂબ ખૂબ નસીબદાર છો કે વર્ષની શિબિર અહીંયાથી શરૂ થઈ. ગુરૂહરિ પપ્પાજી મહારાજના પ્રસંગની વાત કરી કે ગુરૂહરિ પપ્પાજી પણ યોગી મહારાજનાં સંબંધવાળાની સેવા યોગી સ્વરૂપ માની કરતાં એમાં ચંપલ સાચવવાની સેવા, પરદેશથી મુક્તો પધારતાં એમની સેવા, સંતોની સેવા માહાત્મ્યેયુક્ત સેવાનો પ્રારંભ તારદેવની ભૂમિ પરથી થયો. તારદેવ ગુણાતીત જ્ઞાનની ગંગોત્રી સમાન તીર્થધામ છે. વાત કરીને સેવા ઉપર ખૂબ સરસ લાભ આપ્યો.

{ પૂ.સુમાબેન

ભગવાન તરફની નિષ્ઠા કેવી ? તેના ઉપર એમનાં દાદીમાની વાત કરી. તે પ્રસંગની આખી વાત કરી અને .પૂ.શાસ્ત્રીમહારાજ તરફની નિષ્ઠા કે પોતાના મરી ગયેલા દિકરાની સામે પણ ના જોવું ત્યારબાદ પૂ.જયશ્રીબેને સભામાં બધા ઝીલી શકે તેવું ખૂબ સરસ ભજન ગવડાવ્યું.

{ પૂ.તરૂબેન

આપણી સાથે ભગવાન જ્યારે જે કરે તે સારૂં કરે છે એમાં રાજા અને વજીરની વાર્તા કરી. ગુરૂહરિ પપ્પાજીએ આપણી ઉપર ખૂબ કૃપા કરી છે અને દાખડો કર્યો છે. થોડાં થોડાં સમયે સુરત પધારતાં ને સામેથી લાભ આપતાં ત્યારે તે બીજ વાવ્યા તો આપણે અત્યારે ફળ ભોગવીએ છીએ. તેમાં પૂ.લક્ષ્મણબાપાની અને પૂ.દામજીભાઈના દેશકાળની વાતો કરી. પહેલાં તેમની પરિસ્થિતિ કેવી હતી અને અત્યારે ગુરૂહરિ પપ્પાજીનાં વચને સેવા કરી તો ગુરૂહરિ પપ્પાજીએ એમને ફળ પણ આપ્યું. આમ, આપણે પણ જ્યારે જે આજ્ઞા આવે તે પાળવી. દરેક વાતમાં ધીરજ રાખવી.

બપોરે .૩૦ થી .૩૦ પૂ.મીનાબેને ખૂબ સરસ મહાપૂજા કરાવી. ત્યારબાદ બીજી શિબિર સભાનો પ્રારંભ થયોપૂ.રમીબેને વડીલભાભીઓને આરોગ્ય વિશે થોડી માહિતી અને કસરત શીખવાડી. ઉંમર પ્રમાણે શું શું તકલીફ થાય. હાથપગ, નાકકાન, પેટ માટે ગેસ, અપચો વગેરે તેના પર ખૂબ સરસ માર્ગદર્શન આપ્યુંગુણાતીત સૌરભ પુસ્તિકામાંથી પૂ.તરૂબેને તન, મન અને આત્માનું આરોગ્ય જળવાય તે માટે આપણે આળસ મૂકવી પડશે. જેમ ગુલાબનું પુષ્પ અને મોગરાનું પુષ્પ સુગંધ પ્રસરાવે તેમ આપણે આપણા જીવનમાં વર્તનની સુવાસ પ્રસરાવીએ. આપણું જીવન વફાદારી પૂર્વકનું હોવું જોઈએ. તો પ્રભુ રાજી થશે. તમે ભગવાનમાં હશો તો તમારા આંદોલનનો વાયરો બીજાને લાગશે. આપણું મન નવરું નખ્ખોદ કાઢશે. તે માટે આપણે ભગવાનથી ભર્યા રહેવું પડશે. ભગવાનમાં રહેવાની પ્રેક્ટીશ કરવાની. મન વાંદરવેડા કરે તેથી મનને કહેવાનું કે હે મન તું નમ. જીભ વાપરી જીભાજોડી કરવી તેનાં કરતાં જીભ વાપરી જપયજ્ઞ કરવો. નાનામોટા પ્રસંગોમાં જપયજ્ઞ. કંઈપણ થાય તો પ્રભુનો આશરો લેવો. આપણી જીભ પર કંટ્રોલ રાખવો.

{પૂ.નીપાબેન

ત્રણ કઠપૂતળીની વાર્તા કરી. ગુરૂનાં વચન પ્રમાણે જીવીએ તો હળવા થઈ જવાય. ભગવાનને રાખી જીવીએ તો આપણને સારૂં સૂઝાડશે. આપણે ભગવાન પાસે રક્ષા માંગવી કે ક્યારેય કોઈનુંય જોવાઈ જાય. કોઈ બીજાત્રીજાની વાત કરતું હોય તો ત્યાંથી આપણે ખસી જવું. સંબંધવાળા કે અલ્પ સંબંધવાળા કોઈનુંય જોવું નહીં.

{ પૂ.રમીબેનતૈલી

મને નાનામોટા કોઈપણ વચન આપ્યા. તેનું સતત મનન કર્યું. આપણને એકાંતિક થવાનો ચાન્સ આપ્યો છે તે એળે જવા દેવો.

ખરેખર બ્રહ્મરૂપ થવું એટલે શુંમારૂં તંત્ર કોઈપણ સંજોગોમાં મૂંઝવણ, વિક્ષેપ, અભાવમાં જાય નહીં તે. ખપ, ખટકો, ગરજ એમાં આપણે આપણા ગુરૂ બનવું પડશે. આપણે એક આદર્શ ગૃહસ્થ તરીકે પામવું, જીવવું હશે આપણા હાથમાં છે. આપણે શરૂઆતમાં આવ્યા ત્યારે કેવા હતાં ? સાવ કંગાલ હતા. ગુરૂહરિ પપ્પાજીએ દાખડો કર્યો. શ્રમ કર્યો. એમના સંબંધમાં આવ્યા. તમને જે સ્મૃતિ મળી છે તે તમે સંભાળો તેમાં તમે પ્રેક્ટીસ કરો. અંતર મન સાથે એકાકાર થવાની પ્રેક્ટીસ પાડો. દરેકની રીત જુદી જુદી હોય. પોતાની રીત શોધી ભગવાનમાં રહેવાની ટેવ પાડવીઆપણી પ્રાર્થનાનું ફળ ઉત્તમ આવે પણ કક્ષાએ પ્રાર્થના કરવી.

{પૂ.મીનાબેન

આજે અત્યારે આપણી શિબિર પૂરી થશે. તમને સૌને સ્વામિનારાયણ મંત્રની બુક મંત્ર લેખન કરવા સ્મૃતિભેટ આપશે. હવે આવતા વર્ષે પાછા ભેગા થઈએ ત્યારે આપણું સરવૈયુ કાઢવું કે મારામાં કેટલાં ફેરફાર થયા. ઘરમાં આપણું વર્તન બદલાય. ઘર મંદિર બને. ઘરનાં મુક્તો ભેગા મળીને, હળીમળીને રહીએ. આપણા થકી વહુ, દીકરા, દીકરી સૌને સત્સંગનો વારસો ચાલુ રાખીએ. આપણે ગુરૂ પાસે સાચું નિષ્કપટ થઈશું તો એની પ્રાર્થનાથી, એની આજ્ઞાથી આપણા સ્વભાવ બદલાશે. માટે જે કંઈ કરીએ તેમાં પ્રભુને આગળ રાખીને કરવું.   શિબિરમાં સૌને પૂ.સરલાબેન ઝાખરીયા તરફથી આઈસ્ક્રીમ આપ્યો હતો.

છેલ્લે પૂ.તરૂબેન, પૂ.રમીબેન સૌને મંત્રલેખનની બુક અને લાલ બોલપેનની સ્મૃતિભેટ આપી. શિબિરની પૂર્ણાહુતિ થઈ.

¬તા.૧૬//૧૪નાની (જુનિયર) ભાભી ઓની શિબિરસભા

{ પૂ.મીનાબેન

શિબિરની માહિતી અને શિબિરમાં લાભ આપવા આવ્યા તે સ્વરૂપોનો મહિમા અને શ્રમ કર્યો તેના પર કૃપાલાભ પૂ.મીનાબેને આપ્યો. આપણા સાચા સગાસંબંધી, સુખદુઃખના ભાગીદાર સ્વરૂપો છે. તો એમનો અંતરથી લાભ લઈએ. ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોની ર્દષ્ટિ આપણા પર છે. આપણા આત્માનું જતન કરે છે. સાચી સૂઝ, સમજ અને પ્રેરણા આપે એમનો દાખડો એળે ના જાય. એમને જે વિશ્વાસ આપણા પર છે તે સફળ કરીએ. આપણું ઘર મંદિર બનાવીએ. અંતરમાં શાંતિ કરી દઈએ. અને શિબિરમાંથી કંઈ મેળવીને જઈએ.

{ પૂ.તરૂબેન

તમે જે કાંઈ કરો તે સમજીને કરતાં થાવ. નવા યુગના છીએ. ભવિષ્યના આપણે વારસદાર છીએ. આપણા વિચારો પોઝીટીવ રાખવા. આપણા જેવા વિચારો હશે તેવા આપણામાં સાકાર થાય. ગુરૂહરિ પપ્પાજીના સત્સંગી છીએ. એટલે આપણા વિચારો સંકલ્પ બને છે. આપણે જે ધારશું તે સિધ્ધ થશે. પણ ગુરૂહરિ પપ્પાજીનો આશરો લેવો તે સર્વોપરી છે. ગુરૂહરિ પપ્પાજી અંતર્યામી છે. આપણું બધું જાણે છે. હિતમાં હશે એમ થવા દેશે. દરેક પળે આપણી રક્ષા કરશે. આપણા માટે આપણા ઘરનાં વડીલો વપરાશે. માટે ગુસ્સો કરવો. સામે ના બોલવું. ધૂન કર્યા કરવી. ગુરૂહરિ પપ્પાજીને સંભાર્યા કરવા. મૌન રહેવું તો સામેવાળું પાત્ર આપોઆપ નમતું આવશે. આપણા ઘરનાં વડીલો જે કાંઈ સૂચન કરે તે સારા માટે કરે. બધાયમાં ભગવાન છે જડમાં કે ચેતનમાં. એટલે પ્રાર્થનાથી જીત મેળવવી ને પોઝીટીવ વિચારો કરવા. ઘરમાં બધાની સેવા કરી રાજી કરી લઈ આશીર્વાદ મેળવી લેવા. પ્રેમ અને પ્રાર્થનાથી જીત મેળવો. આપણા વર્તનથી આપણાં બાળકો સારું શીખે ને આપણને વફાદાર રહે. આપણું વર્તન કોઈને દુઃખ પહોંચે એવું કરવું.

{પૂ.રમીબેનતૈલી

આપણે માનવ છીએ. એમાંથી આપણો નંબર મહામાનવ બનવામાં લાગ્યો.

મારે મારી પ્રકૃતિ બદલવી હોય તો ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થના કરવી. પણ આપણે બદલાવું છે ? તો પરિવર્તન થશે. ક્યારેય કોઈનીય સાથે સરખામણી કરવી. સરખામણી ખતરનાક વસ્તુ છે. જેનો ક્યારેય અંત આવતો નથી. પણ મારી જરૂરિયાત કેવી છે. તે મુજબ કરવું. આપણે આપણું મન સાચા માર્ગે દોરી આપણી રીત ભગવાનમાં રહેવાની શોધી કાઢીએ તો જીવવાની મજા આવશે. મહાત્મ્યેયુક્ત સેવા કરીને ફળ અને પુણ્ય આપણે મેળવવું છે. આપણે શરૂઆતમાં આવ્યા ત્યારે કેવાં હતાં ? અત્યારે સત્સંગમાં આવ્યા તો આપણા વિચાર, વાણી, વર્તન કેવા છે અને કેવા ભાવથી સેવા કરીએ છીએ, તેનો આનંદ આવે છે.

સાંજે .૩૦ થી .૩૦ પૂ.મીનાબેને મહાપૂજા કરી.

{પૂ.સુમાબેન

બહારની ખાવાપીવાની વસ્તુ ચોખ્ખાઈની ખાત્રી વગરની ખાવી નહીં. આપણે ભગવાનમાં રહેવું તો આપણી રક્ષા કરશે. અને ભગવાનને સંભારવા. તો આપણને દરેક વાતે સૂઝ પાડશે. ગુરૂ આજ્ઞા આપણા જીવનમાં મહત્વની રાખવી. આપણને ખબર ના હોય પણ નાની બાબતે ઘણી રક્ષા કરશે અને આપણને આગળ જતાં અનુભવ થશે. આપણું ફોકસ આપણા ગુરૂને પડે છે. એમની આજ્ઞા અને વચન પાળવાનું અનુસંધાન રાખશું તો વધુ ને વધુ સુખી થઈશું. અને આજ્ઞા પાળવાનું બળ વધુ મળતું રહેશે.

{પૂ.નીપાબેનશાહ

ચોખ્ખાઈ અને ચોક્સાઈ, ચિવટાઈ અંગે ઝીણી ઝીણી સૂઝ ને માહિતી આપી. ઘરમાં કોઈ સાથે ગુસ્સો કરવો નહીં. ગુસ્સો થઈ જાય તો તમારો દોષ જોઈ ગુરૂ પાસે નિષ્કપટ થઈ માફી માંગવી જેથી ગુસ્સાની માત્રા ઓછી થઈ જશે. સંપ, સુહ્રદભાવ, એકતા રાખવી. શરૂઆત આપણાથી કરવી. આજે શિબિરમાં આવ્યા છીએ તો કંઈ મેળવીને જજો. આપણો સ્વભાવ મૂકવા પ્રયત્ન કરજો. આપણી શિબિર એળે જાય.

આજે આપણી શિબિર પૂરી થશે. હવે જે કંઈ સૂઝ, સમજ મળી છે તે ઘર જઈને ભૂલી નહીં જતાં. છેક વિદ્યાનગરથી સ્વરૂપો પધાર્યા છે તો આપણું જીવન આવું જીવી ગુરૂહરિ પપ્પાજીનું ઋણ ચૂકવીએ. મંત્રલેખનની બુકની સ્મૃતિભેટ આપશે તો એવા મહિમાથી મંત્રલેખન કરજો. તો ફળ મળશે. નિષ્કપટ થવાની ને ગુરૂને પૂછીને કરવાની ટેવ પાડજો. તો તમારે પસ્તાવું નહીં પડે. આપણા બાળકોને થાળ, આરતીની ટેવ પડાવજો. ત્યારબાદ સ્મૃતિભેટ આપી સભા વિસર્જન થઈ.

¬તા.૧૭//૧૪યુવતી, બાલિકા અને કિશોરીમંડળની શિબિર

આવાહન શ્ર્લોક, ધૂન, બાલિકા અને યુવતી મંડળે અલગ અલગ ભજન ગાયું. ત્યારબાદ સ્વામિની વાતો બોલ્યા. પૂ.મીનાબેને શિબિરની માહિતી આપી અને જે ગયા વર્ષનું લેશન આવડતું હતું તે બધા પાસે બોલાવ્યું ત્યારપછી મુખપાઠની પુસ્તિકા આપી.

{પૂ.સુમાબેન

જે પુસ્તક આપ્યું તેના વિષે તથા થોડી ચોખ્ખાઈ અને સંસ્કારની વાત કરી. ચોરી ના કરવી તેના પર વાત કરી.

{પૂ.નીપાબેન

મંદિરના સ્વરૂપોની ઓળખાણ આપી. થોડીક કસરત કરાવી. નિષ્કપટ થવું, કંઠી કેમ પહેરવી જોઈએ તેના પર દાખલો આપ્યો. સંતો સાથે મિત્રતા કેમ રાખવી ? તે બાબત પર વાત કરી.

{પૂ.રમીબેન

જે કાંઈ જોઈએ તે પ્રાર્થનાથી માંગવું. તેના વિષે પોતાનો દાખલો આપ્યો અને ભગવાન પાસે આપણી રક્ષા માંગવી. આપણે આપણું ટાઈમટેબલ બનાવવું. નિયમિતતા રાખવી.

{પૂ.તરૂબેન

અમે છીએ સૌ તમારા…’ ભજન ગવડાવ્યું. સાથે સમજાવ્યું. મૂંઝવણ આવે ત્યારે ભજન કરવું. આપણે સંસ્કાર લેવા માટે અહીંયા આવ્યા છીએ. પેપર લખતી વખતે પહેલાં ભગવાન ને સંભારવા. લખવા માટે બોલાવવા. આપણે ભગવાનનાં ઉત્તમ સંસ્કાર લેનારા, ભણવામાં ખૂબ હોંશિયાર થઈએ એવા આદર્શ બાળકો છીએ. આપણે તો સંપ, સુહ્રદભાવ, એકતા રાખવી. આપણે તો આધ્યાત્મિક ગુરૂહરિ પપ્પાજીનાં બાળકો છીએ. સાચું સાચું બોલીએ અને સારું સારું જીવન જીવીએ. ત્યારબાદ બહેનો તરફથી યુવતીઓ, બાલિકાઓને સ્મૃતિભેટ આપીજેમાં

      બાલિકાઓ ધોરણ થી ને ફૂટ, પેન્સિલના પાઉચ

      યુવતીઓ  ધોરણ થી ૧૨ને દરેકને લોંગબુક આપીજે સંકલ્પ આપ્યો હતો. તેનું વાંચન કર્યું. ત્યારબાદ સવારની સભા પૂરી કરી.

બપોરે.૦૦ – .૦૦ બીજીસભા

તેમાં આવાહન શ્ર્લોક, ભજન, ધૂન ગવડાવી. એક બહેને જાતે બનાવેલ સરસ ભજન ગાયું. ત્યારબાદ પૂ.બકુબેને મુખપાઠમાં લખેલ પ્રશ્નોના જવાબ પર લાભ આપ્યો. પોતે પ્રશ્ન બોલે. બધાએ પુસ્તીકા ખુલ્લી રાખી જવાબો વાંચવા જણાવ્યું. દરેક બાળકોને સમજ પડે તે રીતે સમજાવતાં ગયા.

પૂ.મીનાબેને જણાવ્યું દરેક બહેનોએ આરતી કરવી . ભાભીઓ પણ ૫૦ મહાપૂજાનો નિયમ લે. તેમ આપણે ત્રણ મહિનામાં ૫૦ આરતી કરશું અને તેમને સ્મૃતિભેટ આપીશું.

વળી, દરેક મહિનાના છેલ્લા શનિવારે .૦૦ થી .૦૦ સભા ભરવી અને જે ૧૨ સભા ભરશે તેમને પણ સ્મૃતિભેટ આપીશું. વળી, આરતી અને થાળ ઘરમાં આપણે કરવા તેવું રાખવું વિશે લાભ આપ્યોત્યારબાદ નાની બાલિકા તૈયાર થઈને આવી હતી. તેવી બેત્રણ બહેનોએ ડાન્સ કર્યો. ત્યારબાદ ગરબા કર્યા પછી આરતી કરી, પ્રસાદ લઈને બધાએ વિદાય લીધી. દરેકને ખૂબ મજા આવી.

એક દિવસની શિબિર રાખી હતી.

() તા.૧૮//૧૪ વલસાડ

પૂ.મીનાબેને લાભ આપ્યો કે, આપણે આપણા ઘરને મંદિર બનાવીએ. આપણા વાણી, વર્તન, વિચાર ગુરૂહરિ ને ગુરૂને રાજી થાય એવા કરવા અને ઘરને મંદિર બનાવવું. આપણે આપણા આત્માના ખોરાકને આવરદાનો ધર્માદો કરી લેવો છે.

ગુરૂહરિ પપ્પાજીની મહારાજની પરાવાણીઅમૃત સમીપેપુસ્તકનું વાંચન કર્યું. ત્યારબાદ પૂ.તરૂબેને લાભ આપ્યોઆપણે જાગ્યા ત્યારથી સવાર જે કાંઈ કરીએ તે સમજીને કરીએ. બધામાં ગુરૂહરિ પપ્પાજીના દર્શન કરવા ને મંત્રજાપ કર્યા કરવો. અક્ષરધામ આપણી પાસે છે. આઘું નથી. આપણે કોઈનુંય જોવું નહીં. ગુરૂહરિ પપ્પાજીનો સિધ્ધાંત પાળવો ને બધામાં મહારાજ જોવા. આપણે શા માટે કૂથલી રસમાં પડવું છે ? શું કરવા કોઈના માટે અનુમાન કરવાં છે? પછી એક વાત કરી સદાવ્રતની….ર્દષ્ટાંત આપ્યું કે બીજા માટે અનુમાન કરી બીજાનું જોયું તો ભગવાને સંતો ધામમાં ગયા તો તેનું પાપ તેના માથે નાખ્યું. આપણે આધ્યાત્મિક જીવન જીવવું છે. તન, મન, આત્માની રક્ષા કરવી છે. હજારો હાથવાળા આપણી રક્ષા કરવા બેઠા છે. તો આપણે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સભર જીવન જીવવું છે.

સ્મૃતિ અને સેવાથી આપણું પ્રારબ્ધ ધોવાઈ જશે. સ્મૃતિ અને જપયજ્ઞ આપણા પ્રારબ્ધ ભૂંસવાનું રબ્બર છે. આપણે તો ઘેર બેઠા ગંગા છે. આપણે કાંઈ કરવાનું નથી. સંતોને યાદ કરો તો અહીંયા હાજર થઈ જાય છે. માટે કોઈનુંય જોવું નહીં. નવા પ્રારબ્ધ ઉભા કરવા નહીં. પ્રથમનું પહેલું વચનામૃત ને પહેલા પ્રકરણની પહેલી વાત વાંચીને સમજીએ તો આપણે કાંઈ કરવાનું રહે નહીં. ગુરૂહરિ પપ્પાજીને રોજ પ્રાર્થના કરવી કે હે પપ્પાજી ! તમારું જેવું છે તેવું સ્વરૂપ ઓળખાવજો. સ્વરૂપો મળ્યા છે પછી અડસઠ તીર્થની પર્વતભાઈની વાર્તા કહી. આપણને સર્વોપરી ભગવાન મળ્યા છે. આપણે કાંઈ જેવા તેવાં નથી. આપણે તો અક્ષરધામના છીએ. તેથી, આનંદ કર્યા કરવો. ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીનાં ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા.

પૂ.સુમાબેને વાત કરી કે, ગુરૂહરિ પપ્પાજીએ મૂર્તિ ધારવાની વાત કરી કે, આપણા ગુરૂને અંતરથી સંભારી લેવા. બે ચરણ સ્મૃતિ ને ઉપાસના રાખવી. પછી સરસ વાર્તા કરી. અને ર્દષ્ટાંત આપ્યું. ભગવાનમાં જેટલા રહીશું, એમની જેટલી આજ્ઞા પાળીશું આપણી સાથે આવશે. બીજું કાંઈ નહીં આવે. પછી બીજી વાર્તા કરી કે, ભગવાન પાસે રક્ષા માંગીશું તો રક્ષા કરશે. મહારાજ વખતની કંઠી પહેરવાથી કેવી રક્ષા થાય છે. યમરાજા કંઠી જોઈને પાછા જાય છે. કંઠી આપણી રક્ષાનું કવચ છે. આપણે હાલતાં ચાલતાં ભગવાનને સંભારવા. આપણે ગૃહસ્થ છીએ. આપણને કદાચ ટાઈમ મળે તો ક્રિયા કરતાં ચોવીસ કલાક સંભારવા. આપણે મંદિર બની જઈશું. ઘરમાં બધાને સારા સંસ્કાર મળશે. હાલતાંચાલતાં મંદિર બની જશું અને આપણા જીવનમાં સાકાર થાય ને વધુ ને વધુ સુખીયા થઈ જઈએ પપ્પાજીના ચરણે પ્રાર્થના.

પૂ.બકુબેને વાત કરી કે, ગુરૂહરિ પપ્પાજી કહે છે કે ગૃહી ત્યાગીનો કોઈ મેળ નથી. જે જ્યોતમાં સાધક બહેનો કરે છે તે તમે ઘર બેઠાં કરો છો. આપણા જીવનમાં સત્સંગના બી પડ્યાં છે તો ભવિષ્યમાં પ્રસંગે ઉગી નીકળશે તેની ચિંતા કરવી નહીં. સંબંધવાળાની સેવા કરવાની જે તમે બધાં કરી રહ્યાં છો. સત્સંગીઓમાં સુહ્રદભાવ રાખી, એકબીજાના સુખે સુખી, દુઃખે દુઃખી થઈએ સાચો સત્સંગ છે. સગામાં થાય પણ સત્સંગીમાં થાય તો ગુરૂહરિ પપ્પાજીને ગમે. એમ વાત કરતાં કરતાં ઝીણાભગતના વખતની મહારાજની વાર્તા કહી. કરમસીભાઈ ધામમાં ગયા ને તેને કાંધ આપી ને એમની સેવા મહારાજે નોંધીને ખૂબ રાજી થયા તો મહારાજ અંતકાળે એમને લેવા આવ્યા ને મહારાજે કાંધ આપી. જોઈ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો ને મહારાજે રહસ્ય સહુને કહ્યું કે, સત્સંગીની સેવા કરવાથી ભગવાન કેટલા રાજી થાય છે. આપણે સુહ્રદભાવ રાખીશું તો આપણા ગુરૂસ્વરૂપો ખૂબ ખૂબ રાજી થાય ને પ્રસન્ન થાય.

() તા.૧૯//૧૪ નવસારી

નવસારી શિબિર માટે વિદ્યાનગરથી પૂ.તરૂબેન, પૂ.ડૉ.નીલાબેન નાણાવટી અને પૂ.મીનાબેન દોશી સુરતથી ગયા હતાં.

{પૂ.મીનાબેન

તમે બધા બધું મૂકીને અહીંયા લાભ લેવા આવ્યા છો. તમને બધાને ધન્યવાદ. મહાપૂજા સુવર્ણ વર્ષ નિમિત્તે આપણે ઘરે બેસીને મહાપૂજા કરીશું તો આત્માનું ભાથું ગણાશે. આજે જેમ શિબિરમાં આવ્યા તેમ અઠવાડિક સભામાં આવવાનું રાખજો. ખૂબ મજા આવશે.

{પૂ.ડૉ.નીલાબેન

કોઈપણ સંજોગોમાં કોઈ વ્યક્તિ કે પ્રસંગ આવે તો તેમાં કર્તા હર્તા ભગવાનને માનવા. આપણને જે મળ્યા ગુરૂહરિ પપ્પાજીએ એના જેવા આપણા ગુરૂને તૈયાર કર્યા. માનવ અવસ્થાથી પર જવા માટે હું પોતે શું છું તે નોંધવું. એમાંથી પર લઈ જવા માટે ગુરૂ મળ્યા છે. પહેલા મન જીતવાની વાત થઈ. મહાપૂજામાં લય થઈ જાવ. શ્ર્લોક ગાઈએ. ભજન ગાઈએ, થાળ કે આરતી કરીએ તેમાં લય થઈ કરો. અહીંયાંથી વાત લઈને જવું. મારે એક પળ ભગવાનમાં રહેવું છે. એક પળ બીજી પળને ખેંચી લાવશે. આપણી આવડતનો ઉપયોગ કરી ભગવાન ને રાજી કરો. ઘરમાં હરેક ક્રિયા કરતાં મનને ભગવાનમાં જોડાયેલું રાખવું.

{પૂ.તરૂબેન

શિબિરમાં આવનાર સર્વ મુક્તોને ધન્યવાદ. હે પપ્પાજી ! તમે મને બળ આપજો કે હું પ્રથમ પ્રભુ અને પછી પગલું ભરું. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠાં મળ્યા અક્ષરવાસી. ને મળ્યા આપણી સર્વોપરી પ્રાપ્તિ થઈ. ગુરૂ આજ્ઞા પર મહારાજ વખતનો દાખલો આપ્યો. ત્યાગી, ગૃહીનો મેળ નથી. દેહ અને ઘર ને મંદિર બનાવો. સર્વોપરી ભગવાનના ઉપાસકો છે. શ્રેષ્ઠ સાધના થઈ રહી છે. ઈયળ ને ભમરીનો દાખલો આપ્યો.

મન કહે જપયજ્ઞ કર. આત્માને કહેવું તું પોકાર કર. ભગવાન આપણું સાંભળશે. તમે તમારા ભગવાનને વાપરતાં થઈ જાવ. સંકલ્પ સિધ્ધ થતાં વાર નહીં લાગે. અભાવઅવગુણને ભાવફેર કરવો તે આપણી સાધના છે. તમે એવું જીવન બનાવો તમારા બાળકો એટલું સરસ સિંચન પામે. સત્સંગીઓ છીએ તો રોજ ઘરમાં થાળ અને આરતી કરો. આપણા જીવનમાં ભગવાનની બે આંખોની બીક હંમેશા રાખવી. આપણી પાસે જે ભગવાન છે તે બીજા કોઈ પાસે નથી.

શિબિરાર્થી તરફથી પૂ.ભક્તિબેને વાત કરી કે, દરેકને શિબિરમાં ખૂબ મજા આવી. પૂ.મીનાબેન, પૂ.તરૂબેન, પૂ.રમીબેન સૌએ ખૂબ સરસ લાભ આપ્યો. હજુ બે દિવસ ચાલુ રહે તો સારૂં. તેવું અમને સૌને થતું હતું. અમારા સૌ માટે જે દાખડો કર્યો તે સફળ કરીએ પ્રાર્થના.

() તા.૨૬૨૭ ઍપ્રિલ, કિશોરયુવકભાઈ ઓની શિબિરસુરત

તા.૨૬૨૫ ઍપ્રિલ બે દિવસીય કિશોર યુવક શિબિરનું આયોજન થયું હતું. કુલ ૪૦ જેટલી સંખ્યામાં શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે ગુણાતીત ધામ પર સવારે .૪૫ વાગ્યે સૌ આવી ગયા. વર્ષ મહાપૂજા સુવર્ણ પર્વ હોવાથી શિબિર સભાની શરૂઆત મહાપૂજાથી પૂ.અતુલભાઈએ કરાવી. પૂજન, હાર, થાળ, આરતી, સંકલ્પ અને ધૂન કર્યાં. નાડાછડી સૌને બાંધી. નાના ભૂલકાંઓએમારે મંદિર મહાલે રે બસ તું તું તું…’ ભજન ગાયું. ત્યારબાદ પૂ.પિયૂષભાઈએ ભગવાન અને એના કાર્ય અને ભગવાને આપેલા અદ્દભૂત શરીરની સુંદર વાતો કરી. સમજવા મળ્યું કે આપણે કાંઈપણ કરી શકવા સમર્થ નથી. અને ભગવાન સમર્થ છે તે સમજાયું. થોડીવારના વિરામ બાદ ફરીથીપ્રાર્થનાહૉલમાં સૌ ભેગા થયા. પૂ.રાજુભાઈ, પૂ.અનુપભાઈએ ચાર ટીમો પાડી ગ્રુપવાઈઝ બધાને સરસ સરસ શીખવા મળે તેવી રમતો રમાડી. બપોરે મહાપ્રસાદ બાદ મુખપાઠનો કાર્યક્ર્મ થયો. બપોર પછી બધાને મોટા સ્ક્રીન પર ભગવાન સ્વામિનારાયણ ચરિત્રસ્ટ્રીમ ઑફ ઈવીલની મૂવી બતાવી.

બીજી સભામાં ભગવાન સ્વામિનારાયણ થી લઈને .પૂ.પપ્પાજી સુધીના સ્વરૂપોનો મહિમા અને અત્યારના મોટેરાં બહેનોભાઈઓ અને આપણી સંસ્થા, સમાજ વિષે .પૂ.પપ્પાજીના કાર્ય વિષે સમજૂતી અને માહાત્મ્યની વાતો કરી. અઠવાડિક સભા અને તેનું જીવનમાં મહત્વ, સત્સંગનો જોગ અને સંગ. તેનું જીવનમાં મહત્ત્વ વગેરે વિષયો પર પૂ.રાજુભાઈ, પૂ.અનુપભાઈએ સરસ લાભ આપ્યો. સાંજે .૦૦ વાગ્યે સમૂહ આરતી કરી, પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા.

બીજા દિવસે વિશિષ્ટ કાર્યક્ર્મ હતો. .પૂ.પપ્પાજી અને સ્વરૂપો તથા બહેનોના પ્રસાદીના સ્થળ એવા અનિર્દેશમાં શિબિરનું આયોજન હતું. વહેલા વહેલા સૌ ઉત્સાહ ઉમંગથી ગુણાતીત ધામ પર પહોંચી ગયા. ત્યાંથી વાહનોમાં બેસી .૦૦ વાગ્યે અનિર્દેશ પહોંચ્યા.

અનિર્દેશમાં આવી સૌ પ્રથમપ્રાર્થનાડેરીમાં .પૂ.પપ્પાજીનાં દર્શન કર્યાં અને ૧૧ પ્રદક્ષિણા કરી. પૂ.વિરેનભાઈના સાંનિધ્યમાં સમૂહ પૂજા સાથે જ્ઞાનનું ભાથું મેળવ્યું. પૂ.વિરેનભાઈએ .પૂ.પપ્પાજીના બાળપણના પ્રસંગોની સ્મૃતિ સાથે ભણતર અને સંસ્કારના ઘડતર વિષે સુંદર લાભ આપ્યો. તો સામે શિબિરાર્થીઓએ ગઈકાલની શિબિરનો વિસ્તૃત અહેવાલ આપ્યો. ત્યારબાદ થોડો શ્રમયજ્ઞ અને સફાઈ યજ્ઞ કર્યો અને રમતગમતનો લાભ લઈ આનંદબ્રહ્મ કર્યો. બપોરે જ્યોતમાંથી આવેલ મહાપ્રસાદ સૌ જમ્યા. શિબિરની અંતિમ સભા પૂ.વિરેનભાઈ અને પૂ.નિલેષભાઈના સાંનિધ્યમાં ડેરીની સામેની લોનમાં ભેગા થયા. સૌ શિબિરાર્થીઓએ શિબિરમાંથી શું મેળવ્યું ? અને શિબિર પછી કેવું જીવન જીવશો તે અંગે પ્રાર્થનાઓ કરી. નિયમિત સભામાં આવવા વિષે ર્દઢ સંકલ્પ કર્યા. સ્વામીની વાતો મોઢે બોલીને ભૂલકાંઓએ રંગ રાખ્યો. પૂ.વિરેનભાઈએ સૌનું જીવન સરસ અને આદર્શ બને તેવા આશીર્વાદ આપ્યા. જ્યોતમાં જવા માટે સૌએ તૈયાર થવાનું હતું પણ કોઈનેય અહીંથી જવાનું મન થતું હતું. છતાંય સૌ મન મનાવીને વાહનોમાં બેસી જ્યોતમાં આવ્યા. રાત્રે રવિવારની મોટી સભામાં સૌને સ્મૃતિભેટ અને ઈનામ વિતરણ થયાં. ઈંગ્લીશ, હિન્દી અને ગુજરાતીમાં બાળકોએ સુંદર રીપોર્ટ આપ્યો. રવિસભાની સાથે શિબિરની પણ પૂર્ણાહુતિ થઈ. સૌને જીવન જીવવાના બળ, પ્રેરણા અને સમજણ મળ્યાં.

() તા., , મે, ૨૦૧૪ શુક્ર, શનિ, રવિ વિદ્યાનગર

વિદ્યાનગરના યુવકકિશોરમંડળના મુક્તોની શિબિર પૂ.ઈલેશભાઈ અને મોટેરાં ભાઈઓના

સાંનિધ્યે રાખી હતી. જેમાં આસપાસના ગામના યુવકોનો પણ સમાવેશ થાય છે. કરમસદબાકરોલ, ગાના, મોગરી, આણંદ વગેરે

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી પર્વ અંર્તગત ગુણાતીત સંસ્કાર સિંચન શિબિરપરમ પ્રકાશમકાનના હૉલમાં રાખી હતી.

શિબિર સંચાલનપૂ.ઈલેશભાઈ, પૂ.ગોપાલભાઈ, પૂ.લક્ષ્મીકાંતભાઈ વગેરેએ ખૂબ ધગશ રાખીને કર્યું હતું. નાના સાથે નાના થઈ જઈને માર્ગદર્શન આપ્યું હતું. વાર્તાઓ, ઉદાહરણો દ્વારા એક એક શિબિરર્થીઓને મનમાં ગેડ બેસે તેવી રીતે કથાવાર્તા કરી હતી.

મોનિટરની રીતે મદદનીશ તરીકે પપ્પાજી ગ્રુપના પૂ.નીરવભાઈ અને પૂ.રંગતભાઈએ સક્રિય રહીને કાર્યભાર સંભાળી લઈ મદદરૂપ થયા હતા.

તા.૩જી સાંજે શિબિરાર્થીઓને પપ્પાજી તીર્થ પર દર્શન, પ્રદક્ષિણા અને આનંદ બ્રહ્મ માટે લઈને ગયા હતા. ગમ્મત સાથે જ્ઞાન અર્પીને સહુને આનંદવિભોર કર્યા હતાં. ભેળ પાર્ટી કરાવી હતી. વેકેશનનો આનંદ પણ કરાવ્યો હતો.

શિબિરાર્થી લીડર્સ શિક્ષકો હતા તેથી ભણાવવાની અદાથી થોડા સમયમાં બાળકોને આદર્શ સંસ્કાર સિંચન કર્યું હતું. બ્રહ્મજ્ઞાન પીરસ્યું હતું. બપોરના સમયે મુખપાઠ કરાવાનો આપેલશિબિર પૂર્ણાહુતિની સભા જ્યોત મંદિરમાં રાખી હતી. .પૂ.દીદી આશીર્વાદ આપવા પધારેલ અને તેઓના વરદ્દ હસ્તે દરેક શિબિરાર્થીઓને સ્મૃતિભેટ અર્પીને ઉત્તેજન આપ્યું હતું. સહુ શિબિરાર્થી આનંદ સાથે આત્માનું ભાથું ભરીને છૂટા પડ્યા હતા.

() તા., , મે, રાજકોટ

રાજકોટ જ્યોતમાં સૌરાષ્ટ્ર ઝોનના યુવક કિશોર મંડળની શિબિર રાખી હતી. શિબિર કરવા વિદ્યાનગરથી પૂ.ઈલેશભાઈ, સુરતથી પૂ.પિયૂષભાઈ અને માણાવદરથી પૂ.અતુલભાઈ રાજકોટ પધાર્યા હતા. મદદનીશ તરીકે પૂ.રંગતભાઈ, પૂ.રાજુભાઈ વાછાણી, પૂ.નિરવભાઈ, પૂ.ઋષિતભાઈ, પૂ.તેજસ વગેરે યુવકોએ મૉનિટર તરીકે શિબિર ઉપરાંત મદદનીશ રહ્યા હતા.

તા.૬ઠ્ઠીએ સાંજ સુધીમાં બધા શિબિરાર્થીઓ રાજકોટ આવી ગયા હતા. રાત્રે માહિતી સભા કરી હતી.

તા. અને બે દિવસ ખૂબ સરસ સભાઓ કરીને ગુણાતીત સંસ્કાર સિંચન કર્યું હતું. સ્વામિનારાયણ ભગવાનથી માંડીને અત્યારના સ્વરૂપો સુધીની પિછાણ મહિમાગાન સાથે આપી હતી. ઉદાહરણ સાથે સૉલીડ જ્ઞાનવાર્તાઓ કરી હતી. તનનું, મનનું આરોગ્ય જ્ઞાન પ્રેક્ટીકલ કસરત શીખવીને કરાવ્યું હતું.

સભા બાદ થોડો સમય રમતો રમાડી આનંદબ્રહ્મ કરાવ્યો હતો. બપોરના સમયમાં મુખપાઠ કરાવ્યો હતો. શિબિર સમીક્ષા અને સ્મૃતિભેટ અર્પી આખા વર્ષનું ભાથું બાંધી આપ્યું હતું. તા.૮મી રાત્રે સહુ રાજકોટથી વિદાય થયા હતા.

() તા.//૧૪,  ડાકોરમહાપૂજા અને સભા કરવા વિદ્યાનગરથી .પૂ.દેવીબેન.પૂ.મણીબેન, પૂ.પમીબેન, પૂ.દક્ષાબેન પટેલ, પૂ.ભાવનાબેન ડી. વગેરે બહેનો ગયા હતાં.                 પૂ.મીનાબેનને ત્યાં મહાપૂજા અને સભા રાખી હતી. પૂ.દક્ષાબેન પટેલે સરસ મહાપૂજા કરી  અને પછી સભા કરીપૂ.મણીબેને પ્રભુમય રહીને કેવી રીતે જીવન જીવાય તે વિષે        પોતાના અનુભવ સિધ્ધ વાત કરી હતી.

.પૂ.દેવીબેને પણ સરસ આશીર્વાદ આપ્યા. એમાં વાત કરી કે, આપણું ઘર તીર્થરૂપ થઈ ગયું. ઘરમાં જે કોઈ આવશે, તમારા સંબંધમાં જે આવશે તેનું અક્ષરધામ સાચું. આમ, સંબંધયોગના મહિમાની વાત સાથે સભા, ઘરસભા, દિવાબત્તી, પૂજાપાઠ કરવાની આજ્ઞા આપી હતી.

પૂ.પમીબેને પણ અઠવાડિક સભા વિષે સરસ માર્ગદર્શન આપ્યું હતું. આમ, ગ્રીષ્મ શિબિર અને મહાપૂજા અભિયાન નિમિત્તે ડાકોર ગામે લાભ આપી ધન્ય કર્યાં હતાં.

() તા., ૧૦મે, શુક્રશનિ રાજકોટ જ્યોતમાં યુવતી, કિશોરી તથા બાલિકામંડળની શિબિર  

      શિબિરનું નામ – ‘ગુણાતીત સંસ્કાર સિંચન શિબિર

શિબિરનો વિષયતન, મન અને આત્માની તંદુરસ્તી માટે શું શું કરવું જોઈએ?

શિબિર સંચાલકપૂ.હંસાબેન ગુણાતીત, પૂ.માયાબેન અને પૂ.વનીબેન ડઢાણીયા હતાં.

શિબિર મદદનીશપૂ.હંસાબેન મોદી, પૂ.ભાનુબેન ડઢાણીયા, પૂ.નીલાબેન ટીલવા અને પૂ. અરવિંદાબેન હતાં.

. તનને નિરોગી રાખવા યોગાસન, કસરત, શરીરની સ્વચ્છતા, ખાણીપીણીની બાબતે સરસ સૂઝ આપી હતી, કસરત બતાવી હતી.

. મનને નિરોગી રાખવા સદ્દગુરૂની આજ્ઞા, વફાદારી, નિષ્કપટભાવ, શુધ્ધ ચારિત્ર્ય અને ભણવામાં એકાગ્રતા વિષે ઉદાહરણો આપીને ખૂબ સરસ સમજ આપી હતી.

. આત્માના આરોગ્ય માટે સ્વરૂપલક્ષી રહેવું, પ્રાર્થનાથી પ્રભુ પાસે કામ કરાવતાં શીખવ્યું. જીવનદોરી ..૨૮ વચનામૃત, ગુણાતીત જ્ઞાનનું નવનીત.

બધા પોઈન્ટસ ઉપર વિગતવાર દાખલા આપીને માર્ગદર્શન આપ્યું હતું. પૂજાનો મહિમા, થાળઆરતીનો મહિમા તથા ગુરૂહરિ પપ્પાજીનું જીવન દર્શન ટૂંકમાં સમજાવ્યું હતું.  બે દિવસની શિબિર હતી તેથી વખતે બહાર જવાનું રાખ્યું નહોતું. પરંતુ વચ્ચે વચ્ચે એક સભા પછી રમત રમાડી આનંદ બ્રહ્મ કરાવ્યો હતો. વિજેતાને વધાવી સ્મૃતિભેટ રૂપે ઈનામ આપ્યાં હતાં.

શિબિરાર્થીને દરેકને નાની મુખપાઠની પુસ્તિકા આપી હતી. શિબિર દરમ્યાન એક દિવસ રાત્રે રાસગરબા કરાવ્યા હતા. બપોરના સમયે બાળકોને ઉપયોગી પ્રભુદર્શન (વિડીયો D.V.D) કરાવ્યું હતું. શિબિર સમીક્ષા પણ રાખી હતીયુવતી, બાલિકા, કિશોરી મંડળની શિબિરાર્થી બહેનોને સ્મૃતિભેટ રૂપે લોંગબુક, આશીર્વાદ પત્ર રૂપે કાર્ડ આપ્યું હતું. જેમાં આખુંય વર્ષ જીવન જીવવા માટેના પોઈન્ટસ આપ્યા છે. તે કાર્ડ વાંચી સમજૂતી પણ આપી હતી. અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લઈ શિબિરની પૂર્ણાહુતિ થઈ હતી.

() શિબિર સંચાલકોએ મહિલા મંડળની શિબિર તા.૧૧મીએ રાજકોટ, તા.૧૨મીએ જામનગર અને તા.૧૩મી થાનગઢ જઈ એક એક દિવસની શિબિર કરી હતી અને સર્વને         બ્રહ્મજ્ઞાનથી ભરી સભર સભર કરી દીધાં હતાં. દરેક શિબિરની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. મહિલા મંડળના શિબિરાર્થીઓને સ્મૃતિભેટ રૂપે મંત્રપોથી બેબે નંગ અને લાલ બોલપેન આપ્યાં હતાં. નાના બાળકોને પેન્સીલ, નાની ફૂટ, રબ્બરવાળું પાઉચ આપ્યું હતું. આમ, શિબિરની સ્મૃતિ અને જ્ઞાનવાતો સાથે સહુ ઘરે ગયાં હતાં.

(૧૦) તા.૧૧, ૧૨, ૧૩ મે,અમરેલી મહિલા મંડળની શિબિર માટે વિદ્યાનગરથી પૂ.ડૉ.પંકજબેનપૂ.જાગૃતિબેન ઠક્કર, પૂ.સવિબેન રતનપરા તથા પૂ.મધુબેન ભાલાડા ગયાં હતાં.             અમરેલી રહ્યાં અને ત્યાંથી કાચૈયા, કોઠીયા પીપલીયા અને ગળકોટડી સભા માટેસત્સંગ માટે ગયા હતાં. નવા સંબંધવાળા, ગુણબુધ્ધિવાળા મુક્તો પણ ખૂબ મહિમા, મુમુક્ષુતા,

      જાગ્રતતાવાળા મુક્તો ! તેથી સત્સંગની વાતો કરી પૂ.ડૉ.પંકજબેન તથા પૂ.જાગૃતિબેને ખૂબ સરસ લાભ આપ્યો હતો. પધરામણી પણ કરી હતી. બેત્રણ દિવસ રોકાવાનું

       આમંત્રણ બધા ગામોમાંથી આપ્યું હતું.

(૧૧) તા.૧૨//૧૪ અમરેલી શિબિર

આવાહનદીપ પ્રાગટ્યથી શિબિરનો પ્રારંભ થયો. શ્ર્લોક, ભજન, ધૂન્ય બાદ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિમુદ્રિત લીધા. તેમાં આદર્શ પાર પાડવા કેવું સમર્પણ કરવાનું હોય તે ઉપર સરસ વાત હતી. આમ, શિબિરનો પ્રારંભ ખુમારી સાથે થયો. ત્યારબાદ તે મુદ્દા ઉપર પૂ.જાગૃતિબેને લાભ આપ્યો. તથા બે વાર્તા કરી. તેના સારરૂપ પ્રભુનું બળ, તેમનું સ્મરણ, તેમના નામથી સર્વ કાંઈ સંભવ છે, શક્ય છે.

પૂ.મધુબેન ભાલાડાએ લાભ આપ્યો. માફી માગી લેવી, માફી આપી દેવી. તે વિષે સરસ સમજૂતી આપી. ભૂલ થાય પણ આંટી ના રાખવા વિષે સરસ વાતો કરી અને હળવી કસરત કરાવી તનના અરોગ્ય વિષે લાભ આપ્યો હતો.

પૂ.સવિબેન રતનપરાએ આદર્શ શિક્ષિકા વિષે વાર્તા કરી તેના પરથી ગુણગ્રાહી ર્દષ્ટિ રાખવી તેના પર લાભ આપ્યો હતો. પૂ.ડૉ.પંકજબેને સરસ ર્દષ્ટાંત સાથે સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ, તેનું કાર્ય થી શરૂ કરી પ્રત્યક્ષની પ્રાપ્તિ, તેનો આનંદ, તેની સભરતા ઉપર લાભ આપ્યો અને મંત્ર મહિમા ગાયો. તેનાથી થતો લાભ અને તે કેવી રીતે લખવા વગેરે સમજૂતી આપી, અંતમાં તન, મનના આરોગ્ય વિષે પણ વાત કરી હતી.

સંધ્યા આરતી, સ્તુતિ કરી, શિબિર સ્મૃતિભેટ રૂપે મંત્રની નોટપેન, વિદ્યાર્થીનીઓને લોંગબુક અને બાલિકાઓને ફૂટ પેન્સિલવાળા પાઉચ આપ્યાં હતાં.

આમ, સરસ શિબિર અમરેલી કરી અને વિચરણ આસપાસના ગામમાં કરીને નવા ખેતરો ખેડી સંબંધીઓને સત્સંગનો રંગ લગાડી ધન્ય કર્યા હતા.

(૧૨) તા.૧૫//૧૪ કંથારિયા મહિલામંડળ અને બાલિકા, કિશોરીમંડળની શિબિર

વિદ્યાનગરથી .પૂ.હંસાબેન ગુણાતીત, .પૂ.મધુબેન સી., પૂ.જશવંતીબેન, પૂ.બેનીબેન, પૂ.કુસુમબેન દવે તથા મદદનીશ તરીકે પૂ.રોહીણીબેન ચપલા, પૂ.દયાબેન ચપલા અને પૂ.સ્મિતાબેન માંકડીયા ગયાં હતાંપૂ.જીગીષાબેન અમીતભાઈ પટેલના ઘર મંદિરે શિબિર કરી હતી. હાલ મહાપૂજા અભિયાન ચાલતું હોવાથી સૌ પ્રથમ પૂ.બેનીબેને ભક્તિભાવથી મહાપૂજા કરી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્યથી શિબિરનો પ્રારંભ કર્યો હતો. આવાહન શ્ર્લોક, ભજન ગવાયું ત્યારબાદ  પૂ.હંસાબેન ગુણાતીતે તન મનના આરોગ્ય અંગે સૂઝ આપી હતી. પૂ.મધુબેન સી. ગુરૂહરિ પપ્પાજીનું શૈષવ જીવન દરમ્યાનના આદર્શ પ્રસંગો કહીને, વાર્તા કહીને સરસ સંસ્કાર સિંચન કર્યું હતું. પૂ.જશવંતીબેને પ્રભુ સંભારીને ક્રિયા કરવી, રસોઈ પ્રભુને સંભારતાં, ભજન કરતાં કરતાં કરીએ તો રસોઈ જમનાર ઘરના સભ્યોને સારા સંસ્કાર પડે.

પૂ.બેનીબેને ઘર અને દેહને મંદિર બનાવવા વિષે વાત કરી હતી. પૂ.કુસુમબેન દવે આપણે જે કાંઈ જોઈએ તે ભગવાન પાસે માંગવું તથા વ્યવહાર કરવાનો. તેમાં ભગવાનને આગળ રાખીને કરીશું તો બંધનકર્તા નહીં નીવડે વગેરે ગૃહસ્થો માટેની ઘણી સૂઝ આપી હતી.

પૂ.રોહીણીબેન ચપલાએ બાળકોને સારા સંસ્કારની સૂઝ આપી. ચોરી કરાય, જૂઠ્ઠું બોલાય, રોબડદાસની વાર્તા કરીને સાર રૂપે સરસ માર્ગદર્શન આપ્યું હતું. પઝલ ગેમ રમાડી હતી. બાળકોને આનંદ કરાવ્યો. ભાભીઓને પણ આનંદ કરાવ્યો. વિજેતાને સ્મૃતિભેટ આપી.

શિબિરાર્થીઓને પણ સ્મૃતિભેટ આપી હતી. મહિલા મંડળને સ્વામિનારાયણ મંત્રનો મહિમા ગાઈને બે નંગ મંત્રબુક અને લાલપેન આપી. વિદ્યાર્થીનીઓને લોંગબુક બે નંગ આપી હતી. નાના બાળકોને પેન્સિલફૂટનું પાઉચ આપ્યું. આમ, દરેકને દરેકની રીતની સ્મૃતિભેટ સાથે આત્માનું ભાથું ભરી દીધું હતું.

(૧૩) તા.૨૦,૨૧મે, સાબરકાંઠા જીલ્લામાં આઠથી નવ ગામમાં શિબિરના હેતુથી પધરામણીમહાપૂજા અને સભા કથાવાર્તા કરી હતી. શિબિર કરવા જનારપૂ.મધુબેન સી.,

      પૂ.પુષીબેન પટેલ, પૂ.અરૂણાબેન પટેલ, પૂ.શારદાબેન ડઢાણિયા, પૂ.કાશ્મીરાબેન તથા પૂ.કિરણબેન હતાં.

. માધવકંપા ગયા. ત્યાં સભા કરી. પૂ.મધુબેને સરસ વાતો કરી. “શ્રધ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી.” તે ઉપર પ્રત્યક્ષ અનુભવ કરેલા હરિભક્તના દાખલા આપીને

    સહુનેય તેવા અનુભવ કરવાની સૂઝ આપી હતી.

. ચોઈલા ગયા. પધરામણી કરી, સેવાના માહાત્મ્ય ઉપર પૂ.મધુબેને વાત કરી

. ધનસુરા ગયા. મહાપૂજા અભિયાન ચાલે છે. તેથી એક ઘરે મહાપૂજા કરી અને શિબિર સભા પણ કરી હતી. પૂ.મધુબેને સ્વામિનારાયણ ભગવાનની વાર્તા કરી હતી. તથા એક         હરિભક્ત બહેનનો દાખલો આપી, આખો પ્રસંગ વર્ણવીને ભજનધૂનથી વ્યવહારની ગૂંચ ઉકેલવાની સરસ સૂઝ આપી હતી.

. તા.૨૧/, દેસાઈકંપા ગયા. બધા ભેગા થઈ ગયા. ત્યાં પણ આવાહન શ્ર્લોક, ભજન ગાઈને માળીની વાર્તા કરી. મનુષ્ય દેહ સાર્થક કરવા સેવાભજન, ભક્તિ કરવા વિષે            મધુબેને સરસ લાભ આપ્યો હતો.

. ગારૂડીકંપાબાલિકા, કિશોરી વગેરેને પ્રાર્થનાની વાર્તા કરીને શ્રધ્ધા જગાડી તથા નાની નાની સૂઝ, સંસ્કાર ઘરમાં વર્તન માટે આપ્યાં હતાં.

. મોડાસાપૂ.હર્ષિદાબેનને ઘરે થાળ કરીને મહાપ્રસાદ લઈને ગોષ્ઠિ કરી, પધરામણી કરીને

. ભૂજપુરાદહેગામ પધરામણી કરી, ગોષ્ટી કરી. પટેલ ફાર્મમાં પૂ.કસ્તૂરબેનના ઘરે સભા– ગોષ્ઠિ કરી. પૂ.મધુબેને બાળકોને એકાગ્રતાથી ભણવા વિષે, ઝઘડવું નહીં, ચોરી ના કરવી

    વગેરે વાત કરી. માળીની વાર્તા કરીને થોડામાં વધુ જ્ઞાન આપ્યું હતું.

. વસ્ત્રાલપૂ.વનિતાબેનના ઘરે થાળ કરી, મહાપ્રસાદ લીધો. બાળકોભાભીઓ ભેગા થઈ ગયાં. તેથી મહિમાનીપ્રાર્થનાને સેવાની વાત કરી.

જ્યાં જ્યાં ગયા ત્યાં સ્મૃતિભેટ રૂપે મહિલાઓને મંત્રની બુક અને પેન, યુવતીકિશોરીને લોંગબુક અને બાલિકાઓને પેન્સિલફૂટનું નાનું પાઉચ આપ્યું હતુંબધા ખૂબ રાજી થયા અને કહ્યું છે કે આવી રીતે આવતા રહેજો તો અમારે સત્સંગમાં કેવી રીતે આગળ વધવું તે સમજ પડે.

આમ, આખો મહિનો વિધ વિધ રીતે મહાપૂજા અને શિબિરસભાથી ભર્યો ભર્યો પસાર થયો હતો. સહુ આત્માનું ભાથું મેળવીને ધન્ય થયાં હતાં. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ.