May 2019 – Beno’s Shibir

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

ઉનાળો એટલે બાળકોનું વેકેશન અને આપણા સૌ માટે શિબિર દ્વારા ગુરૂહરિ પપ્પાજીનું કાર્ય, ગુરૂહરિ પપ્પાજીનો સંદેશ ફેલાવવો. સાથે સાથે આ વર્ષ એટલે ‘વચનામૃત દ્વિશતાબ્દી પર્વ’ તથા સંકલ્પ સ્મૃતિ વર્ષ છે. સરસ સુમેળનું વર્ષ અને એમાંય બાલિકા, કિશોરી અને

યુવતી મંડળની ‘ગુણાતીત સંસ્કાર સિંચન શિબિર’નું આયોજન વલ્લભ વિદ્યાનગર ગુણાતીત જ્યોત ખાતે તા.૨૯મે થી ૧લી જૂન દરમ્યાન  થયું. જેમાં ૨૫૦ બાલિકા, કિશોરી અને યુવતી મંડળની બહેનોએ ભાગ લીધો.

 

તા.૨૮મી એ રાત્રે શિબિરાર્થી બહેનોનું રજીસ્ટ્રેશન કર્યું. તથા રાત્રે માહિતી સભા તથા શિબિરના નિયમોની વાત કરી. 

તા.૨૯મી એ સવારે પપ્પાજી હૉલમાં પૂજા તથા યોગાનું આયોજન કર્યું. પૂ.આનંદીબેન ગાભાવાલાએ બહેનોને કામ આવે તે રીતે પ્રાણ મુદ્રા, પામીંગ, પદ્માસન જેવા સરળ અને સહેલા યોગા કરાવ્યા, સાથે સાથે તેની સમજ અને લાભ વિશે માહિતી આપી

 

૯.૦૦ વાગ્યે પપ્પાજી હૉલમાં પ.પૂ.દીદી, પ.પૂ.જશુબેન, પૂ.દયાબેન, પૂ.હંસાબેન ગુણાતીતના વરદ્દ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શિબિરનો પ્રારંભ કર્યો. પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં વાત કરી કે, આપણી પાસે ભગવાન છે. પ્રાર્થનાનો ઉપયોગ કરો. ઓછા માર્કસ આવે તો ચિંતા નહીં કરવાની, પણ ભગવાનને પ્રાર્થના કરવાની. ગુરૂહરિ પપ્પાજી કહેતાં કે, ‘પ્રથમ પ્રભુ પછી પગલું’ એ પ્રમાણે પ્રભુને આગળ રાખો. પ્રાર્થના કરવાની ટેવ પાડો. અને પ્રાર્થના કેવી રીતે કરાય તેની સૂઝ આપી. 

 

ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા. ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, પ્રભુ પાસે નિર્દોષ બાળક થઈને જીવીએ. એમના થઈને જીવવા માટે આપણે આવ્યા છીએ. શ્રધ્ધા રાખીને મંડીએ. એકાગ્રતાથી ભણવું. જે લેશન આપે તે મોઢે કરવું. 

 

પૂ.દયાબેને ચારિત્ર્ય ઉપર વાત કરી કે, આપણાં વસ્ત્રો, વિચાર, વાણી, વર્તન-વ્યવહાર કેવા હોવા જોઈએ ? એ જ આપણી સાચી ઓળખ છે. પૂ.ડૉ.પંકજબેને વચનામૃતની સમજ વિડીયો દ્વારા સરળ ભાષામાં આપી. સાથે સાથે ચૈતન્ય માધ્યમોની ઓળખ કરાવી. પૂ.ડૉ.મેનકાબેને જ્યોતના ગુરૂ સ્વરૂપોની ઓળખ આપી તેમનું માહાત્મ્ય દર્શન કરાવ્યું. પૂ.મીનાબેન ગોએન્કાએ ઈંગ્લિશમાં જ્યોતની તથા ગુરૂહરિ પપ્પાજીની વાત કરી. 

 

રાત્રે ૮.૩૦ થી ૯.૪૫ શ્રી હરિ ચેષ્ટા દર્શન તથા બીજું પણ જ્ઞાન મળે તથા જીવનમાં સારું સારું શીખે બોધ મળે તેવી વાર્તા વીડિઓ દ્વારા બતાવી.

 

તા.૩૦/૫/૧૯ના સવારે બ્રહ્મ વિહારમાં અક્ષર ડેરીનાં દર્શન તથા સ્મૃતિ મંદિરમાં ગુરૂહરિ પપ્પાજીના જીવન દર્શન એમની પ્રસાદીની વસ્તુઓનાં દર્શન કરાવ્યાં.

{gallery}images_in_articles//newsletter/2019/May/29-05-19{/gallery}

 

પૂ.હંસાબેન ગુણાતીતે ‘સંકલ્પ સ્મૃતિ વર્ષ’ ની વિસ્તૃત સમજ આપી. સંકલ્પ એટલે શું ? કેવા સંકલ્પ કરવા જોઈએ ? સંકલ્પ દ્રઢ કરવો. સાથે સાથે શ્રધ્ધા પણ અતૂટ રાખવી. જીવનમાં ટેવ-નિયમ રાખવા. એક લક્ષ્ય રાખવું. સુંદર વાર્તા દ્વારા નિયમ-સંકલ્પની સમજ આપી. 

 

પૂ.ડૉ.નીલાબેન નાણાવટીએ જ્યોતમાં જે સંસ્કાર આપવામાં આવે છે તે કાયમ માટેના હોય છે. સ્ત્રી એક શક્તિ છે તે ધારે તે કરી શકે. સ્ત્રી શક્તિ વિશે વાત કરી. ગુરૂહરિ પપ્પાજીના સિધ્ધાંતને અનુસરવાની વાત સરળ શૈલીમાં કરી.

 

પૂ.નૈસર્ગીબેન શાહે અરૂણીમા સિંહા નામની એક બહાદુર છોકરીની વિડીયો બતાવી. આ છોકરીનો એક પગ એક્સીડન્ટમાં કપાઈ જાય છે અને છતાં એક પગે તે એવરેસ્ટ પર્વત સર કરે છે. એવી બહાદુરીની શીખ આપતી વાર્તા બતાવી.

 

બપોરે ૨ થી ૪ દરમ્યાન મહેંદી સ્પર્ધા, રંગપૂરણી જેવી સ્પર્ધાઓનું આયોજન કર્યું. તેમાં બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ઉત્તમ પરિણામ મેળવનાર શિબિરાર્થીઓને પૂ.દયાબેન , પૂ.હંસાબેન ગુણાતીતના હસ્તે ઈનામ આપી પુરસ્કૃત કર્યા. 

 

સાંજની સભામાં પૂ.મધુબેને વાર્તા દ્વારા સેવાનું માહાત્મ્ય સમજાવ્યું. પૂ.તરૂબેને નિયમ,વચન, આજ્ઞાનું મહત્ત્વ જીવનમાં રાખવું જોઈએ તેની સમજ આપી.

 

પૂ.વંદનાબેને ગુરૂહરિ પપ્પાજીનું ૧૬ થી ૩૦ વર્ષ સુધીનું જીવન દર્શન સચિત્ર સ્ક્રીન પર બતાવ્યું. સરળ શૈલીમાં હતું. તે નિહાળી શિબિરાર્થીઓએ તેમાંથી બોધપાઠ પણ લીધો. 

 

રાત્રે રાસ-ગરબા અને ગુણાતીત જ્યોતના ભજન ઉપર શિબિરાર્થી બહેનો નૃત્ય તૈયાર કરીને લાવ્યાં હતાં તે સ્વરૂપો અને બહેનો સમક્ષ પોતાની નૃત્યકળા રજૂ કરી. સ્વરૂપો અને બહેનોએ આ શિબિરાર્થીઓની કળાને ખૂબ ઉત્સાહપૂર્વક વધાવી અને બિરદાવી હતી.

 

તા.૩૧/૫/૧૯ ના સવારે પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં. શિબિરાર્થી બહેનોને સંચાલક બહેનોએ પપ્પાજી તીર્થનો મહિમા સમજાવ્યો. બપોરે ૧.૦૦ વાગ્યે અમૂલ ડેરી અને અમૂલ ચોકલેટ પ્લાન્ટ જોવા માટે ગયા. અને ત્યાંથી મહિસાગર વન ગયા. બધાએ ખૂબ ખૂબ મજા કરી. 

 

તા.૧/૬/૧૯ના સવારે પ.પૂ.દીદીના સાક્ષાત્કારદિનના સમૈયાનો લાભ લીધો. અને સાંજે ૪.૦૦ થી ૬.૦૦ ની સભામાં શિબિરાર્થીઓએ શિબિરમાંથી શું લીધું અને પપ્પાજીના અનુભવની વાતો કરી. શિબિરાર્થી બહેનોને સ્મૃતિભેટ અર્પણ કરી. 

 

સહુ શિબિરાર્થીઓ અમે જ્યોતના છીએ અને જ્યોતનું શોભે તેવા નિયમમાં રહીશુંના દ્રઢ સંકલ્પ સાથે છૂટા પડ્યા. આ રીતે આ ‘ગુણાતીત સંસ્કાર સિંચન’ શિબિરની પૂર્ણાહુતિ થઈ હતી. 

{gallery}images_in_articles//newsletter/2019/May/30-05-19{/gallery}