01 to 30 Jun 2011 – Newsletter

 

સ્વામિશ્રીજી

જય ગુરૂહરિ પપ્પાજી, પરાભક્તિ પર્વની જય જય જય, ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો,

ગુરૂહરિ પપ્પાજીની દિવ્ય સંનિધિમાં જૂન ૧ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીએ.

(૧) તા.૧/૬/૧૧ ગુરૂહરિ પપ્પાજીનો સાક્ષાત્કાર દિન, શ્રી ગુણાતીત જયોતનો સ્થાપના દિન

આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં ૧ લી જૂનના સમૈયાની સ્થાનિક ઉજવણી થઇ હતી. ઘણાં બહેનોએ પપ્પાજીનું માહાત્મ્ય રેલાવતાં ગુરૂહરિ પપ્પાજીના અનુભવની વાત પોતાના જીવનપ્રસંગ સાથે કરી હતી. પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, આજે ૧લી જૂને ૧૯૫૨માં પ.પૂ.પપ્પાજીએ યોગીજીમહારાજને પોતાના પ્રભુ તરીકે સ્વીકારી લીધા એ દિવસ. આપણા માટે ભગવાનનું સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજી છે, તો હંમેશાં એમને કર્તા હર્તા માનીને આનંદ કરજો અને પ્રાપ્તિનો પોરહાટ રાખજો. આજની આ દિવ્ય સભામાં પ.પૂ.બેન પધાર્યાં અને આશીર્વાદ આપતાં કહ્યું કે, “આ પપ્પાજી ! આપણને ઓળખાયા એ ખૂબ ભાગ્યની વાત છે. એમણે આપણા જીવનું પરમેનન્ટ કામ કર્યું છે એવા પપ્પાજી જન્મોજ્ન્મ આપણને મળે એજ પ્રાર્થના…

{gallery}/images_in_articles/newsletter/2011/June_/1-6-11 P.P.PAPPAJI SAKSHATKAR DIN/01.06.2011 morning sabha/{/gallery}

(૨) ૧લી જૂન નિમિત્તે કીર્તન આરાધના

પહેલી તારીખની કીર્તન આરાધના નવા જ ભાવો સાથે પપ્પાજી હૉલમાં થઇ હતી.

{gallery}/images_in_articles/newsletter/2011/June_/1-6-11 P.P.PAPPAJI SAKSHATKAR DIN/01.06.2011 kirtan Aradhna/{/gallery}

(૩) તા.૫/૬/૧૧ પ.પૂ.દીદીના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી

ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપ પ.પૂ.દીદીનો ૫૫મો સાક્ષાત્કાર દિન આજે ગુણાતીત જ્યોતમાં પપ્પાજી હૉલમાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો હતો. લવંડર અને પોપટી (લાઈટ ગ્રીન) કલરનું સુશોભન દિવ્યતામાં અભિવૃધ્ધિ કરતું હતું. આવાહ્ન શ્ર્લોક થી શ્રી ઠાકોરજી ગુરૂહરિ પપ્પાજીનું આવાહ્ન થયું ! પ.પૂ.દીદીના સ્વરૂપનું દર્શન કરાવતો દીદીનો શ્ર્લોક ગવાયો અને જાણે દીદીના ગુણનું દીપપ્રાગટ્ય મુક્તોના અંતરમાં થયું હોય તેવી અનુભૂતિ થઈ હતી.

“ભક્તિ સદા શુધ્ધ પતિવ્રતાની, પ્રાર્થનાથી પરબ્રહ્મ સંગી

જેની વિચાર શક્તિ સંકલ્પ સમા, ગુણાતીત આદર્શે વાપરી

જ્ઞાન સ્મૃતિ સૂઝ શક્તિ દે ભરી, શૂર સ્પષ્ટ સારપ ના ક્દી

માહાત્મ્યસભર સમર્પિત મુરલી, દીદી સ્વામીને નમી રહી”

પ.પૂ.દીદીનું સ્વાગત કરતાલથી આનંદ સાથે થયું. પ.પૂ.દીદીએ ઠાકોરજીને નમન કરીને સ્ટેજ પરના સાથી સ્વરૂપો પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેનને (‘હીનો’ ના પુષ્પો લઈને દીદી પધારેલાં તે) પુષ્પઅર્પણ કર્યું. ત્યારબાદ જ સભા સંચાલક તરફથી કાર્યક્રમ રજૂ થવા દીધો હતો. આમ, દાસત્વ અને વિવેકનું દર્શન, વર્તનથી કરાવી ધન્ય કર્યાં હતાં.

સ્વાગત પુષ્પમાળાથી રાબેતા મુજબ થયું. તેમાં વિશેષ પ.પૂ.દીદીના ૭૫મા પ્રાગટ્ય દિનનું વર્ષ છે. તેથી રૂમ નં. ૭૫માં રહેતી ત્રિપુટી પૂ.કલ્પુબેન દવે, પૂ.હરણાબેન અને પૂ.પૂર્વીબેને સ્ટેજ પરનાં સ્વરૂપોને પુષ્પ અર્પી સ્વાગત કર્યું હતું. આજના યુગમાં પણ ગુણાતીત બાગનાં ખીલેલાં નવા પુષ્પો ચિ.પૂજા, ચિ.ખુશ્બુ, અને ચિ.રશેષકુમારે પ.પૂ.દીદીના આશીર્વાદ ચમત્કાર બની કાર્ય કરે છે તેવા અનુભવની વાત કરી યાચના કરી હતી. પૂ.ઝરણાબેને, પ.પૂ.દીદીમાં પરમહંસોના જે ગુણ છે મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ, નિત્યાનંદ, નિષ્કુળાનંદ વગેરે નંદ સંતોના જીવનની વાત કરી અને પ.પૂ.દીદીના જીવન સાથે સરખાવીને તે ઉપર ભજન બનાવેલું તે ગવાયું હતું.

બંસી ગ્રુપ એટલે પૂ.વડિયા સાહેબના પરિવારે (ભાવનાબેનના) પરિવારે આપણા સમાજની પ્રથમ બંસી દીદીને પુષ્પ અર્પણ કરીને પૂ.વડિયા સાહેબે અનુભવ દર્શનની વાત અને કાલાવાલા કરી ધન્યતા અનુભવી હતી. તથા પૂ.ભાવનાબેન વડિયાએ અને દીકરી પૂ.નેહલે પણ યાચના પ્રવચન કર્યું હતું. પપ્પાજી ગ્રુપના યુવકોના નેતા પૂ.ગોપાલભાઈ અગ્રવાલે તથા હાલોલના ત્રીજી પેઢીના ત્રણ ભૂલકાંઓએ દીદીના આશીર્વાદ શું કામ કરે છે એ અનુભવો કહીને માતાની પદવી નિભાવ્યાની વાતો કરી હતી. પૂ.દેવીબેન ભટ્ટ (દીદીનાં પૂર્વાશ્રમનાં) મોટાં બહેને દીદીના બાળપણના ૩ પ્રસંગ સ્ટેજ પર કહીને બધાને ભૂતકાળમાં લઈ જઈને દીદીની બાળ તેજસ્વીતાનાં દર્શન કરાવ્યાં હતાં. વચ્ચે વચ્ચે ભાવાર્પણ પણ થતાં રહ્યાં હતાં. પ.પૂ.બેને પણ સભામાં સ્ટેજ પર પધારી દર્શન આપ્યાં હતાં. અને આખી સભાને હસ્તકમલથી આશિષ અર્પીને કહ્યું કે દીદીના ર્દષ્ટાદિનના ભાઈઓ, બહેનોને સર્વને જય સ્વામિનારાયણ કહ્યા હતા.

 

પૂ.સ્મિતાબેન, પૂ.મહેન્દ્રભાઈ શાહની સીલ્વર મેરેજ એનીવર્સરી આજે છે. તેઓને પ.પૂ.દીદીએ સ્મૃતિભેટ અને પ.પૂ.જ્યોતિબેને બુકે અર્પણ કરીને તેઓના સમર્પિતજીવનને બિરદાવ્યું હતું.

ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિ મુદ્રિત લીધા હતા. પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા. દીદીના મુખે પ્રથમ નામ પપ્પાજીનું જ હોય ! તેમ તેઓએ કહ્યું કે ૫૫ વર્ષ પપ્પાજી સાથે રહેવાનું અહોભાગ્ય મળ્યું છે. મને ઘણીવાર થાય છે કે હું નાચું…! મારા એવાં કેવાં ભાગ્ય હશે કે મને આવા પપ્પાજી મળી ગયા ! નિખાલસ દીદીએ એક આજ્ઞા ના પાળ્યાની વાત કરી કે, મેં જાતે નોકરી મૂકી દીધી હતી તે વાત યાદ આવતાં મને આજે પણ ડંખે છે. મુક્તોમાં મહારાજનાં દર્શન આજે પણ કરે છે તે વાત કરતાં પ્રાર્થના કરી કે, પપ્પાજી આપની સાથે રહી કાંઈપણ અંતરાય રહ્યો હોય તો તે આ મુક્તોમાં રહીને ટાળી દેજો. પરાભક્તિ સૌરભ હું વાંચતી હતી એમાં આવ્યું કે “તમે મારા ગુણ જુઓ તો મને ના કહેશો, પણ મારી ભૂલ જુઓ તો જરૂરથી કહેજો.” દીદી કહે મારી પણ આપને આ જ પ્રાર્થના છે. બીજું કે પૂ.કલ્પુબેનને પ્રાર્થના કરૂં છું કે અત્યારે સભામાં “અંતરથી અંતર ટળે નિરંતર” એ ભજન ગાય. આમ, સભાની પૂર્ણાહુતિ આ ભજન કે જેને પપ્પાજીએ ફગવા કહ્યા છે તે ગવડાવી સર્વ પાસે સામુદાયિક પ્રાર્થના દીદીએ કરાવી લીધી !

{gallery}/images_in_articles/newsletter/2011/June_/05.06.11 P.P.DIDI DIVINE DAY SABHA AT PAPPAJI HALL/{/gallery}

તે પહેલાં પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધા. પ.પૂ.જ્યોતિબેને પણ દીદીની વાત પર વાત કરીને કહ્યું કે એમની (દીદી) ની વાત સાંભળીને રખેને ભૂલથાપ ના ખવાઈ જાય.. દીદીએ પોતાના તરફ સાધુની ર્દષ્ટિ રાખીને વાત કરી છે. પપ્પાજીએ તો કહ્યું હતું કે “દીદી તો જન્મે ર્દષ્ટાવાળા હતાં. પ.પૂ.દીદી ખૂબ વિચક્ષણ ! મગનબાપા (આફ્રિકાવાળા) ની પ્રસન્નતા લીધી. એ પછી નાના હતાં ત્યારે જ કાકાજીનું ભજન બનાવેલું તે ગાઈને રાજી કરી લીધા હતા. કાકાશ્રીએ કહ્યું કે હંસાએ મારું નાક રાખ્યું. દીદીનાં બા શાન્તાબાને સુનૃત આપીને યોગીબાપાએ કહેલું છે કે આનાં ઝાડ થશે. આજે જોઈએ છીએ કે ખરેખર દીદીના વારસદાર કલ્પુબેન, ઝરણાબેન, હરણાબેન નવાં નવાં ભજનો બનાવે છે. પ.પૂ.દીદીએ સાંસ્કૃતિક કાર્યક્ર્મો આપ્યા. એવા જ ઝરણાબેન આપે છે. આજે પ.પૂ.કાકાશ્રીનો પણ તિથિ પ્રમાણે જેઠ સુદ-૪ પ્રાગટ્યદિન છે. તે સ્મૃતિ સાથે બંધુ બેલડીને પ્રણામ કરીને આજની સભા સમાપ્ત થઈ હતી.

અહોહો ! આજે ખરેખર ખૂબ જ સરસ દિવ્યતાથી સભર સભા થઈ હતી. ગુરૂહરિ પપ્પાજીની હાજરી સહુના હૈયાને જાણે પકડી રાખતી હતી. ગુરૂહરિ અને ગુરૂસ્વરૂપોને આભાર સહ જય સ્વામિનારાયણ. “અંતરથી અંતર ટળે નિરંતર” એ ભજનના નાદ સાથે મુક્તો મહાપ્રસાદ લઈ વિદાય થયા હતા.

(૪) તા.૧૨/૦૫/૧૧ રવિવારે સુરત જયોતનો સ્થાપનાદિન

શ્રી ગુણાતીત જ્યોત સુરત શાખાનો ૨૪મો (ચોવીસ પૂર્ણ થયા) સ્થાપના દિન, વિક્ર્મનગરની વાડી ખાતે “સમર્પણ હૉલમાં” સાંજે ૪.૦૦ થી ૮.૦૦ ખૂબ સરસ રીતે ઉજવાયો. વિદ્યાનગરથી પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.જશુબેન અને પ.પૂ.તરૂબેન પધાર્યાં હતાં. કાર્યક્ર્મની શરૂઆત આવાહન શ્ર્લોક , ધૂન અને ભજનથી થઈ. કાર્યક્ર્મનું સંચાલન પૂ.વિરેનભાઈએ કર્યું. ઠાકોરજીનાં પૂજન, પ.પૂ.પપ્પાજીને હાર અર્પણ અને સ્વરૂપોનાં સ્વાગત થયાં.પૂ.હિમાંશુભાઈ ગાયકવાડ તથા પૂ.જયશ્રીભાભી ગાયકવાડે તે સેવા બજાવી. મંડળની બાલિકા પૂ.પૂનમ વોરાએ પૂ.તરૂબેન, પૂ.મીનાબેન, પૂ.નિલાબેન તથા પૂ.અનિલાબેનનું પુષ્પથી સ્વાગત કર્યું. સૌ પ્રથમ પૂ.વિરેનભાઈએ જ્યોતના સ્થાપના દિન વિષે સુંદર સમજૂતી આપતાં કહ્યું કે, જ્યોતનો સ્થાપના દિન સૌ મુક્તો પોતાનું ઋણ અદા કરવા, આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવા અને પ.પૂ.પપ્પાજીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ઉજવીએ છીએ. કાર્યક્રમનું સંચાલન કરતાં કરતાં પ.પૂ.પપ્પાજીએ પ્રસંગોપાત આપેલા આશીર્વાદ અને સ્મૃતિઓની યાદ અપાવતા હતાં. અનુભવ અને માહાત્મ્યદર્શનમાં પૂ.અનુપભાઈએ સરસ વાતો કરી. પૂ.ઉષાબેન ગજેરા, પૂ.કૃણાલભાઈ અને પૂ.રવજીભાઈએ પણ લાભ આપ્યો. નાના પરમહંસો પૂ.પરાગભાઈ અને પૂ.માધવભાઈએ નાનકડા સંવાદ દ્વારા ભણવામાં એકાગ્રતા, સત્સંગની ર્દઢતા અને સંતનો જોગ તથા ઘરમાં કેમ રહેવું તેનું ભાન સૌને કરાવ્યું. સૌને ખૂબ આનંદ કરાવી સૂઝ આપી. નાનું ભૂલકું પૂ.પ્રશાંત ઓઝરકરે કાલી-ઘેલી ત્રણ ભાષામાં ઈંગ્લીશ, હિન્દી અને ગુજરાતીમાં પોતાના અનુભવની સુંદર વાતો કરી. પૂ.પિયુષભાઈએ પૂ.મગનબાપાએ પ.પૂ.પપ્પાજી પર લખેલ પત્ર તથા પ.પૂ.પપ્પાજીએ પૂ.મગનબાપા પર લખેલો પત્ર વાંચીને જ્યોતના ઈતિહાસના પાયાના પાત્રને યાદ કરી “સમર્પણ” તથા પ્રભુની ર્દષ્ટિ વિશે વાતો કરી. પ.પૂ.પપ્પાજીના ખૂબ સરસ આશિષ કેસેટ દ્વ્રારા લીધા.

{gallery}/images_in_articles/newsletter/2011/June_/12-06-11 Suraj Jyot sthapna Din/{/gallery}

પૂ.તરૂબેને સુરત કેન્દ્રના મુક્તોનું મહાત્મ્ય ખૂબ ગાયું. માહાત્મ્યેયુક્ત સેવા ને આ જોગમાં રહી પ્રગતિ કરીએ તેવી વાતો કરી. પૂ.મીનાબેને કહ્યું કે મને આ સમાજની સેવા મળી છે, તો સૌ સંબંધવાળાનું કાંઈપણ જોયા વિના કેવળ ભગવાનનો સંબંધ જોઈ, સૌને ખૂબ મોટા માની આ સેવા કર્યા કરવાની પ્રાર્થના કરી. પ.પૂ.જસુબેન તો માહાત્મ્યનો ભંડાર છે, તેથી સૌનું ખૂબ માહાત્મ્ય ગાઈ અહીં મૂકેલા સંતોને આગળ રાખી જીવવાની સૂઝ આપી. પ.પૂ.જ્યોતિબેન પણ ખૂબ રાજી થયાં. આખો હૉલ ભરેલો જોઈ, લીલીછમ મુક્તોની વાડી જોઈ પ્રસન્ન થયા અને કહ્યું કે મહેનત અને જતન વગર આ થતું નથી. પ.પૂ.પપ્પાજીની આ મંડળ પર ખૂબ કૃપા છે તો સૌ માહાત્મ્યયુક્ત સેવા ને સ્વધર્મેયુક્ત જીવન જીવી પ્રગતિ કરો તેવા આશીર્વાદ આપ્યા. સૌથી અગત્યનો કાર્યક્ર્મ “પ.પૂ.પપ્પાજી પ્રતિભા પુરસ્કાર” કે જે ૨૦૦૪ની સાલથી આપણે આપણા દક્ષિણ ગુજરાતના મુક્તો માટે આપીએ છીએ. જેમાં ૧ થી ૧૨ ધોરણ સુધીના ૭૦% થી ઉપરના વિદ્યાર્થીઓને આપીએ છીએ. તેમાં આ વખતે લગભગ ૯૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને “પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યા. પ્રથમ પ્રતિભા પ.પૂ.જ્યોતિબેન (બહેનોને), અને પૂ.વિરેનભાઈ (ભાઈઓને) દ્વારા એનાયત થયા. દ્વિતિય અને તૃતીય પ.પૂ.જસુબેન (બહેનોમાં) અને પૂ.વિજયભાઈ (ભાઈઓમાં) દ્વારા એનાયત થયાં. સત્સંગમાં આ પુરસ્કારથી ભણનારને ખૂબ પ્રોત્સાહન મળે છે તે સૌએ અનુભવ્યું.

આખી સભા સમૈયો ખૂબ સરસ થયો. ડેકોરેશનમાં “P” પરાભક્તિ પર્વ અને સુરત જ્યોત શાખાના સ્થાપનાદિન વિષે દર્શાવતું મોટું બેનર અને આજુબાજુ રંગબેરંગી સાડીઓ અને જરીના તોરણનું સુંદર ડેકોરેશન થયું હતું. આજે એકાદશીનો ફરાળી મહાપ્રસાદ લઈ, સ્મૃતિ સભર થઈ સહુ વિદાય થયાં.

 

(૫) ૧૩/૬/૧૧ સદગુરૂ સ્વરૂપ પ.પૂ.મનીબેનનો સ્વરૂપાનુભૂતિદિન

પ.પૂ.મનીબેનના ૪૦મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી પંચામૃત હૉલમાં બહેનોની સભામાં ખૂબ દિવ્ય રીતે થઈ હતી. પ.પૂ.પપ્પાજીને એક વખત પૂછ્યું કે, મનીબેન કેવી રીતે પ્રાપ્તિને પામી ગયાં ? પ.પૂ.પપ્પાજી કહે, “મનીએ કેવળ પ્રત્યક્ષની જ મૂર્તિનું મનન-ચિંતન કર્યું છે ને ખૂબ જ સરળતાથી સાધના સુખે સુખે પૂર્ણ કરી. ૧૯૭૪માં ગુરૂહરિ પપ્પાજીના “હિરક જયંતિ” પર્વે પ.પૂ.દીદીએ મંદિરમાં “જંગમતીર્થ” નું પ્રદર્શન કર્યું હતું, તેમાં દીદીના Right hand બનીને સેવા કરી હતી. તથા ૧૯૭૭ની ઉભરાટની “પદ્મમાર્ગ શિબિર” માં તેઓએ સરસ સેવા બજાવી હતી. એમની અદભૂત વ્યવસ્થા અને સંકલન શકિતને જોઇ પપ્પાજીએ એક પછી એક જયોતની સેવા સોંપી તેમ કરીને વિશ્વાસ સંપાદન કર્યો છે.

પૂ.કાજુબેને માહાત્મ્યગાન કરતાં કહ્યું કે, પૂ.મનીબેનનું જીવન નાનપણથી જ ગુરૂમુખી હતું. પપ્પાજી કહેતા કે, જ્યોતમાંથી જે સુવાસ પ્રસરે છે એ જોગી મહારાજની સુવાસ પ્રસરે છે એવું રાખી તમે વિચાર, વાણી, વર્તન કરજો. તો એવું મનીબેનનું જીવન આપણે નજર સમક્ષ જોઈએ છે. પૂ.ભાવનાબેન મહેતાએ માહાત્મ્યગાન કરતાં કહ્યું કે, નાનપણથી જ પૂ.મનીબેને મારી સાથે ખૂબ જ આત્મીય બની મારા જીવનમાં મા બનીને હૂંફ આપી, બાપ બની પ્રસંગે કડકાઈ રાખી,. મારા ચૈતન્યનું અનેરૂં જતન કરી અને આગળ લીધી છે. પ.પૂ.દીદીએ આશિષ અર્પતાં કહ્યું કે પપ્પાજીને પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ માની સેવા કરી લઈ મનીબેન પરમ ભાગવત સંત બની ગયાં. અતિશય માહાત્મ્ય અને ભક્તિભાવથી મનીબેને એ આજ્ઞા પાળી તો સદગુરૂ – A બની ગયા તો અત્યારે પૂ.મનીબેન અને પૂ.માયાબેન જ્યોતનું સંચાલન કરી રહ્યાં છે.

{gallery}/images_in_articles/newsletter/2011/June_/13-6-11 P.P.MANIBEN DIVINE DAY/{/gallery}

પૂ.મનીબેને આશિષવર્ષામાં પ્રાર્થના વહાવી કે પપ્પાજીના શબ્દોમાં બધા જ બ્રહ્મની મૂર્તિઓ છે. પપ્પાજી એટલે જ્યોત ! પપ્પાજી એટલે ગુણાતીત સમાજ ! પપ્પાજી એટલે ભક્તો ! આપણે બધાં હળીમળીને સંપ, સુહ્દભાવ, એકતાથી પપ્પાજી રાજી થાય એમ જીવી લઈએ. એજ પ્રાર્થના… ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ “મનીબેન સ્વરહિત બની ગયાં. મ.૬૩ વચનામૃત જોગી મહારાજ પોતે જીવ્યા. સંબંધવાળાને બ્રહ્મની મૂર્તિઓ માની સેવા કરી લીધી. એવી રીતે મનીબેને પણ બધાંને બ્રહ્મની મૂર્તિઓ માની સેવા કરી લીધી. આપણે બધાં પ.પૂ.મનીબેનની જેમ અંતરથી જપયજ્ઞ કર્યા કરીએ અને જોગી મહારાજની શાન વધારીએ એ જ પ્રાર્થના.”

(૬) તા.૨૧/૬/૧૧ મંગળવાર શ્રી ગુણાતીત જયોતનો ખાતમુહર્તદિન

(૬-A) નવી ભગવાન ભજવા માંગતી સેવિકા બહેનોની શિબિર જયોત મંદિરમાં થઇ હતી તે બહેનો સાથે સેવામાં જઇને પ.પૂ,જયોતિબેન આત્મીયતાનો આનંદ અર્પે છે.

{gallery}/images_in_articles/newsletter/2011/June_/21-6-11 GUNATIT JYOT KHATMURHAT DIN/2,3,4 SEVIKA BEHNO SHIBIR SABHA/{/gallery}

 

(૭) તા.૨૬/૬/૧૧ રવિવાર પૂ.લલિતાબહેન જે. પટેલ આણંદ ની ત્રયોદશીની મહાપૂજા

(૧) પૂ.લલિતાબહેન જે. પટેલ આણંદ ની ત્રયોદશીની મહાપૂજા આજે સવારે જ્યોત મંદિરમાં થઈ હતી. જૂના જોગી એવા પૂ.લલિતાબા અને પૂ.જેઠાભાઈએ બેઠી નિષ્ઠા રાખી. અને સત્સંગ પ્રધાન જીવન જીવીને તો જીવતરને ધન્ય બનાવ્યું છે. એટલું જ નહીં તેઓના સંતાનોને સત્સંગના સંસ્કારરૂપી વારસો આપીને મૃત્યુને પણ ધન્ય બનાવ્યુ છે. એથી વિશેષ તેમના પુત્રો પૂ.પ્રકાશભાઈ અને પૂ.પ્રદિપભાઈનું કુટુંબ તો પપ્પાજી-બેનનો આશરો રાખીને બહેનોની સેવા કરીને માતા-પિતાના આત્માને પરમ શાંતિ અર્પી રહ્યાં છે. માતા-પિતાના પગલે ચાલીને ભવોભવનું પુણ્યનું ભાથું બાંધી રહ્યાં છે. આજના આ પ્રસંગે મહાપૂજામાં સગા-સંબંધી સહુનેય બોલાવી જ્યોતનો જોગ કરાવ્યો હતો. આજે પ.પૂ.બેને પણ મહાપૂજામાં પધારી દર્શનદાન આપ્યાં હતાં. પ.પૂ.જ્યોતિબેને, પૂ.ઈલેશભાઈએ સગાં-સંબંધીને સંબોધીને જ્યોતના સમૈયાનું આમંત્રણ અને કીર્તન આરાધના જે દર ૧લી એ સાંજે ૭.૩૦ થી ૯.૦૦ થાય છે તેમાં લાભ લેવા આવવા જણાવ્યું છે. આમ, લલિતાબાનો આત્મા રાજી થાય તેવી સરસ મહાપૂજા ભજન અને સભા થઈ હતી. સોનામાં સુગંધભળે તેમ આજની આ મહાપૂજામાં પૂ.મલ્કાની અંકલ દિલ્હીથી પધારી ગયા હતા.

{gallery}/images_in_articles/newsletter/2011/June_/26.06.11 MAHAPUJA AT JYOT MANDIR/{/gallery}

(૨) આજે જ્યોત પ્રભુકૃપાની રાત્રિસભા સંયુક્ત પંચામૃત હૉલમાં રાખી હતી. પૂ.મલ્કાની અંકલ ઘણા સમય પછી પધાર્યા. તેથી કીર્તન-ભજન અને ગોષ્ટીનો સામુદાયિક કાર્યક્ર્મ રાખ્યો હતો. ભજનો ગવાયા બાદ પૂ.મલ્કાની અંકલે સરસ વાત પોતાના અનુભવો સાથેની ગુરૂહરિ પપ્પાજીના સ્મૃતિ પ્રસંગ સાથે કરી હતી. જે દરેક મુક્તોના જીવન સાથે સંલગ્ન હોવાથી સર્વને ખૂબ દિવ્ય આનંદ આવ્યો હતો.

મલ્કાની અંકલે પપ્પાજીની સામર્થીની વાત કરતાં કહ્યું કે, તેઓએ આપણને પકડ્યાં છે. છોડવાના નથી. પપ્પાજીની સ્મૃતિ મૂર્તિ (ફોટા) ની વાત કરતાં કહ્યું કે, તે મૂર્તિ મારું બધું કામ કરે છે. તેમને કહી દઈ સ્વામિનારાયણ મંત્ર જાપ કરવાથી પપ્પાજી હરપળ સાથે જ છે. તેવું અનુભવાય છે. આ સ્થાન! આ પ્રાપ્તિ ! આ મોટેરાં સંતોની સાથે રહેવાનું સૌભાગ્ય ! તમને સહુનેય પ્રાપ્ત થયું છે. તે ધન્યતાની વાત સાંભળતાની સાથે ગુરૂહરિ પપ્પાજીની વાત યાદ આવી ગઈ હતી. કે આપણને “જોગી મહારાજે આ સ્થાન બાંધી આપ્યું એને ઘરે બેસાડ્યાં !” વગેરે ધન્યતાની વાત પપ્પાજી સ્વમુખે કહેતા. આજે બંને વાતનો સુમેળ સધાતાં પપ્પાજીની સહજ દિવ્ય હાજરીની અનુભૂતિ થઈ હતી. માહાત્મ્ય સ્વરૂપ પ.પૂ.જસુબેને પણ એ જ વાતની સ્મૃતિ સાથે આશીર્વાદ આપ્યા હતાં. ચોમેર જાણે પપ્પાજી ! પપ્પાજી થી આખું વાતાવરણ ભર્યું ભર્યું થઈ ગયું હતું. દિવ્ય આનંદ અંતરે અનુભવાયો હતો.

{gallery}/images_in_articles/newsletter/2011/June_/26.06.11 KIRTAN SABHA AT PANCHAMRUT HALL/{/gallery}

જૂન મહિનો વિધવિધ ભક્તિભાવે પસાર થયો. જેની સ્મૃતિ આપની સમક્ષ ધરી વિરમીએ છીએ. પ.પૂ.બેનની તબિયત સારી છે. પ.પૂ.બેન આવી નાજુક ઉંમરે પણ સભામાં દર્શન આપે છે. દરરોજ નિયમિત પ્રભુકૃપામાં સવાર સાંજ દર્શને પધારે છે. સહુ મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો, મુક્તોના જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવકના જય સ્વામિનારાયણ.