15 to 30 Apr 2010 – Newsletter

This newsletter contains the following items:

 

  1. Smurti of Guruhari Param Pujya Pappaji and his love of the fruits growing in Brahmvihar garden in Vidyanagar and other smruti of Param Pujya Pappaji in Jyot.
  2. Celebration of Dr Nelamben’s Swaroop Anubhuti Din.
  3. The visit of some of the Gunatit Jyot doctor beno to Mumbai to hold a camp for free health check-ups to haribhakto.
  4. The opening ceremony of a new street sign on Pappaji Marg following the resurfacing of the road.
  5. Spiritual activities at the Jyot for Adhik Maas until 29th May.

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા પૂ. અક્ષરમુકતો…….જય સ્વામિનારાયણ !

આપ સર્વે મઝામાં હશો. અત્રે અમો પણ મઝામાં છીએ. પ પૂ બેન અને સ્વરૂપોના સાંનિધ્યે
બ્રહ્માનંદ કરીએ છીએ. ઉનાળાનો તાપ પણ ખૂબ પડે છે. ઉનાળામાં કેરીની મઝા અને
ગુરૂહરિની સ્મૃતિ પણ અદ઼ભૂત છે. તેમાંની બ્રહ્મવિહારની ઉનાળાની પપ્પાજીની સ્મૃતિ
આપણે અહીં કરીએ.

બ્રહ્મવિહારની સ્મૃતિ

૧. આપ લગભગ જાણો છો તે મુજબ વિદ્યાનગર જ્યોતની સામે બહેનો માટેનું નાનું ગાર્ડન
(બ્રહ્મવિહાર) છે. આ ગાર્ડન બે વિભાગમાં છે. પ્રથમ વિભાગમાં ફુવારો છે જેમાં પપ્પાજીનો
હસ્ત કમળ – અંગુલીનિર્દેશ (પપ્પાજીનો સિમ્બોલ) દર્શન સાથેનો ફુવારો છે. તે ગાર્ડનમાં
ઘટાદાર એક આંબાનું વૃક્ષ છે. આ વૃક્ષ ખૂબ જ પ્રસાદીનું છે. ગુરૂહરિ પપ્પાજી તે વૃક્ષ
નીચે બિરાજી અનેકવાર દર્શન લાભ આપતા. ઉનાળામાં આ ઝાડમાં કેરી આવે.
તોતાકેરીનું આ વૃક્ષ છે. પપ્પાજી પગથી પર વોક કરતી વખતે ધ્યાનથી કેરીને નિહાળે !
કયારેક લાકડીથી સ્પર્શ પણ આપે. સહુને આનંદ કરાવી સ્મૃતિ આપે. ગયા વર્ષે કેરીનો
પાક બધે ઓછો હતો. પરંતુ આ ઝાડમાં ડબ્બલ કેરી આવી હતી. આ વર્ષે બધે સારો પાક
કેરીનો છે તો આ આંબામાં સામાન્ય છતાંય સરસ કેરી આવી હતી. આ આંબાની સ્મૃતિના
હાલના ફોટા દર્શન આ સાથે થશે.

{gallery}/photoalbums/Photos_In_articles/2010/May/1/April 2010 – Brahmavihar Smruti 1{/gallery}

૨ બ્રહ્મવિહાર ગાર્ડનના બીજા વિભાગમાં મોટી લોન છે અને કુટીર (અક્ષરડેરી) છે. તેની સ્મૃતિની
વાત પછી વિગતે કરીશું. પરંતુ આ કુટિરની પાછળ ખૂણામાં એક આંબાનુ સીધુ વૃક્ષ છે. તે
પણ પપ્પાજીની પ્રસાદીનું છે. તેની સ્મૃતિ અદ઼ભૂત છે.
પપ્પાજી એક કેરી ઘોળીને જમ્યા. ગોટલો ચૂસીને ગાર્ડનના બે બહેનો (હરિનીબેન-હીનલબેન)
ને અહીં વાવવા માટે આપ્યો તે ઝાડ છે. તે કેરીની જાત ‘નીલમ’ છે અને શ્રાવણી આંબો છે.
શ્રાવણ મહિનામાં આ ઝાડમાં કેરી આવે ! પણ અત્યારથી આવી ગઇ છે. આ આંબો અહીં કેમ
વાવ્યો ? અહીંની સ્મૃતિ પપ્પાજીએ સ્વમુખે કહી હતી…..
“બ્રહ્મવિહારની આ જગ્યાએ દાદાનું ખેતર (આંબાવડિયું) હતું. ઉનાળામાં આંબામાં કેરી બેસે
એટલે અમે મીઠું-મરચુંની પડીકી ખીસ્સામાં લઇને અહીં આવીએ. કાચી કેરી મસાલા સાથે
આંબા નીચે બેસીને ખાઈએ, બટકાવીએ.” બસ એ જગ્યાએ અત્યારે આંબો છે. તેની સ્મૃતિ
દર્શનના ફોટા આ સાથે છે.

{gallery}/photoalbums/Photos_In_articles/2010/May/1/April 2010 – Brahmavihar Smruti 2{/gallery}

 

૩ ‘સેતુર’ (મલબેરી) ની સ્મૃતિ પપ્પાજીની જગ્યાની છે. વર્ષમાં એક વખત સેતુર ઝાડમાં આવે..
લગભગ ૧૯૯૩ ની સ્મૃતિ છે. બ્રહ્મવિહારની પગથી પર વૉક લઇને પપ્પાજી સેતુરનાં ઝાડ
નીચે ખુરશીમાં વિરામ લેવા બિરાજયા. ત્યાં ઉપરથી પાકેલું સરસ સેતુર પપ્પાજીના પેટ પર
પડયું. પપ્પાજીએ સફેદ સરસ સદરો પહેર્યો હતો. તે ગંદો ના થાય એટલે પપ્પાજીએ એટલો ભાગ
પકડી લઇને એમ જ સીધા પ્રભુકૃપામાં ગયા. પપ્પાજીને કપડાં બગડે, ડાઘ પડે તે જરાય ના ગમે.
સ્વચ્છતાની ખૂબ કાળજી રાખે. આમ, પપ્પાજીએ સેતુરની સ્મૃતિ સ્વચ્છતાની શીખ સાથે સાથે
આપી. માર્ચ મહિનાથી બ્રહ્મવિહારમાં ત્રણ ઝાડમાં સેતુર આવ્યાં હતાં. સફેદ જાંબુ પણ અત્યારે
આવ્યાં છે. બહ્મવિહારમાં પંચામૃતની પાંચ પ્રસાદીના દર્શન મંગલ પ્રભાતે થાય. (કેરી, સેતુર,
નાળિયેર, સફેદ જાંબુ અને અંજીર)
બાકી મઘમઘ મોગરાનાં ફૂલ તો ઉનાળામાં જ દેખાય. બારમાસી ડમરો અને મોગરાનો હાર
પપ્પાજીને મંગલ પ્રભાતે બ્રહ્મવિહારે સ્વાગતમાં અર્પણ થાય. એ સ્મૃતિ સાથે ભજનની એક
પંકિત ગાઇએ.
“મોગરાનાં ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાનાં ફૂલ,
મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ, પપ્પાજીને પ્યારા બહુ મોગરાનાં ફૂલ.”
ઈતિ શ્રી, બ્રહ્મવિહારની સ્મૃતિ સંક્ષિપ્તમાં અહીં સમાપ્ત કરીએ છીએ.

 

{gallery}/photoalbums/Photos_In_articles/2010/May/1/April 2010 – Brahmavihar Smruti 3{/gallery}

૪. ઉનાળાની ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ બીજી પણ કરી લઈએ.
બરફના ગોલા મુક્તો સાથે ગ્રહણ કરીને સ્મૃતિ આપી છે. નવા ઘઉં વીણવાની સેવા કરવા લાગે.
વળી, નવા ઘઉંના લાડુ બનાવડાવી ઠાકોરજીને તથા મુક્તોને જમાડે. પોતે પણ લાડુ જમે,
મુક્તો સાથે રસબસતા દાખવે, આમ, યાદગાર સ્મૃતિ આપી દે.

{gallery}/photoalbums/Photos_In_articles/2010/May/1/April 2010 – Brahmavihar Smruti 4{/gallery}

નોટીસબોર્ડ (વ્હાઈટ બોર્ડ) ની સ્મૃતિ

 

પ્રભુકૃપામાં હોલમાં દિવાલ પર એક વ્હાઇટ બોર્ડ છે. જેમાં પપ્પાજીના વચન સ્મૃતિનું લેખન
નિત નવું વાંચન કરવા મળે છે.
જ્યોત પંચામૃત હૉલમાં પણ ૧૭.૪.૧૦ના રોજ એવું વ્હાઇટ બોર્ડ મૂકાયું. જેનું ઉદ઼ધાટન
પ. પૂ. દીદી ના વરદ઼હસ્તે કર્યું. ઝરણાબેન નિત નવી સ્મૃતિ – વચન લખશે. પ. પૂ. દીદીએ પપ્પાજીનું
વચન “બ્રહ્માનંદ કર્યા કરવાનું” જે છે, તે સ્મૃતિ લખી હતી. પપ્પાજી બોર્ડ પર લખતા, તેવી ઘણી સ્મૃતિ છે.
તથા ખાસ તો મોમ્બાસામાં શિક્ષક હતા ત્યારે બ્લેકબોર્ડ પર લખી બાળકોને ભણાવતા તે સ્મૃતિ પણ છે.

{gallery}/photoalbums/Photos_In_articles/2010/May/1/April 2010 – Notice Board Smruti{/gallery}

 

સદ઼ગુરૂ સ્વરૂપ પૂ. ડૉ .નીલમબેનનો સ્વરૂપાનુભૂતિદિન

તા. ૨૫.૪.૧૦ રવિવારે સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ ની સભામાં જ્યોત પંચામૃત હૉલમાં બહેનોની
સભામાં ડૉ. નીલમબેનનો સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો પ. પૂ. દીદીના સાંનિધ્યે ઉજવાયો હતો.
સ્વામીની વાત પ્રક્રરણ ૧ લાની ૧લી વાત મુજબ ડૉ. નીલમબેનમાં સર્વના ગુણ ગાવાની આવડત
અને ભક્તિ અખંડિત છે. સાત સમેલીયા, તેજસ્વી એવા નીલમબેનના ગુણ ગાવામાં સમય ઓછો
પડ્યો. સભા ૧.૩૦ વાગ્યે પૂરી થઇ. ગુરૂહરિ પપ્પાજીની સાથે ડૉકટર સેવક તરીકે સહુથી વધારે
તેઓ રહ્યા છે. અનેક વાતો નિત સભામાં પણ કહે છે. હાલતું-ચાલતું જંગમ મંદિર, જ્ઞાનગંગા
એટલે નીલમબેન છે. પપ્પાજીની એવી પરમ સ્મૃતિગાન કરતાં રહે છે. તેવા નીલમબેનને તેમના
સ્વરૂપાનુભૂતિદિને કોટિ કોટિ વંદન !

{gallery}/photoalbums/Photos_In_articles/2010/May/1/April 2010 – Neelamben Divine Day-25 April – VVN{/gallery}

(૪) મુંબઇ મડીકલ કેમ્પ તા.૨૩,૨૪,૨૫ એપ્રિલ ૨૦૧૦

મુંબઇમાં હરિભક્તોની ઇચ્છા માંગને સ્વીકારી, મેડીકલ કેમ્પ માટે વિદ્યાનગરથી ડોક્ટર બહેનો
ગયા હતા. અને સેવા આપી હતી. સેવા આપનાર…..
(૧) ડૉ. કલ્પનાબેન ચુડગર – સર્જન (૨) ડૉ. નીલાબેન નાણાવટી – કોમ્યુનીટી ફીઝીશ્યન
(૩) પૂ. ભાવનાબેન કે. અમીન – લેબ ટેકનીશ્યન (૪) પૂ. હર્ષિદાબેન શર્મા – નર્સ
ત્યાનાં હરિભક્રતોની અનુકૂળતા મુજબ શુક્રવારે ભાભીઓને તપાસી માર્ગદર્શન આપ્યું હતું.
શનિવારે ભાઇ-ભાભીઓને, રવિવારે ભાઇઓને. આમ, જુદા-જુદા વિભાગમાં અઠવાડિક સભાની
જેમ આધ્યાત્મિકતાની સાથે પ. પૂ. જ્યોતિબેનના સાંનિધ્યે મુંબઇ (દહીંસર) નવી જ્યોતના મકાનમાં
ત્રણ દિવસનો મેડીકલ કેમ્પ ખૂબ સારી રીતે ભવ્ય રીતે થયો હતો. પપ્પાજી હંમેશા તન, મન અને
આત્માના આરોગ્ય ઉપર ખૂબ ધ્યાન દેતા. “ઘર અને દેહને મંદિર બનાવો.” એ સૂત્ર મુજબ જીવવા
સહાયરૂપ તન-મનના આરોગ્યની જાળવણી માટેનો આ કેમ્પ સફળતાભર્યો રહ્યો. આ કાર્યમાં
અનેક સહભાગી બનેલ ભક્તોને આત્મીયજનોને ધન્યવાદ.
શ્રી ગુણાતીત જ્યોત મહિલા કેન્દ્ર દ્રારા સમાજ માટે થતી પ્રવૃત્તિઓમાંનું એક સાકાર સોપાન આ
મેડીકલ કેમ્પ છે.

{gallery}/photoalbums/Photos_In_articles/2010/May/1/April 2010 – Medical Camp at Mumbai -23 April – Bombay{/gallery}

(૫) સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી.

તા. ૩૦.૪.૧૦ અને તા. ૧.૫.૧૦ ગુજરાતના ૫૦ વર્ષ (સૂવર્ણવર્ષ) રૂપે ખૂબ ભવ્ય રીતે ઉજવણી
થઇ હતી. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્રારા આયોજીત આખા
ગુજરાતમાં જિલ્લાના ધારાસભ્ય મારફત ઠેર ઠેર ઉજવણી થઇ હતી. તેમાં જ્યોત પ્રાંગણે પણ ખૂબ
દિવ્યતાભરી ઉજવણી થઇ હતી.
૧.જ્યોત તથા પ્રભુકૃપાના પ્રાંગણમાં ઇલેક્ટ્રીક સીરીઝના તોરણો બંધાયા. જ્યાં રહીએ છીએ ત્યાં
હળી-મળી ને સાથસંયોગી વર્તનની શીખ પપ્પાજીએ આપેલી છે તે મુજબ આખા વિદ્યાનગરની
રોશનીની સાથે સાથે આપણે આંગળે પણ અજવાળાં પથરાયાં હતાં.

૨. ’પપ્પાજી માર્ગ’ ને આર.સી.સી નો બનાવ્યો. નવીનીકરણ રસ્તાઓનું લોકાર્પણ ધારાસભ્ય શ્રીમતી
જ્યોત્સનાબેનના વરદ઼હસ્તે રાખ્યું હતું. તા.૧/૫ના સાંજે ૪.૦0 વાગ્યે યુનીયન બેંક પાસેના
પપ્પાજી માર્ગના બોર્ડ પાસે આ કાર્યક્રમ ખૂબ દિવ્ય રીતે યોજાયો હતો.
વિદ્યાનગર નગરપાલિકાના સભ્ય એટલે જાણે આપણા જ સ્વજનો તેવું છે. પરંતુ આજે તો
ધારાસભ્ય શ્રીમતી પણ એવાં જ આત્મીય બની ગયાં. લોકાર્પણની ઓપનીંગ વિધિમાં
જયોત્સનાબેનની સાથે પ. પૂ. દીદી, પ. પૂ. જસુબેન, પૂ. જયંતિભાઇ અને પૂ. ઇલેશભાઇને પણ
પૂજા વિધિમાં સામેલ કર્યા હતા. આપણને પણ મળેલ આમંત્રણ મુજબ બહેનો – ભાઇઓ હાજર
રહ્યા હતા.
* ‘ પપ્પાજી માર્ગ’ બોર્ડમાં પપ્પાજીની મૂર્તિ ઓળખાણ માટે, અક્ષર-પુરૂષોત્તમ ઉપાસ્ય મૂતિની સાથે
સાથે આજે પધરાવી હતી, તેનું પ્રથમ પૂજન થયું.
*’ સ્વર્ણિમ઼ ગુજરાત’ નું નગરપાલિક દ્રારા મૂકાયેલ બોર્ડનું ઉદ઼ઘાટન થયું.
* રોડ પરની રીબન કાપી રોડનું લોકાર્પણ (ઉદ઼ઘાટન) થયું. આમ, આ ઉદ઼ઘાટનનો કાર્યક્રમ ખૂબ
સરસ રીતે થયા બાદ ત્યાંથી પગપાળા બધા જ સાથે પ્રભુકૃપામાં દર્શને પધાર્યા. સખત ગરમીમાં
બહેનોએ તૈયાર કરેલ કેરીનો ઠંડો બાફલો પીને સૌ વિદાય થયા.

{gallery}/photoalbums/Photos_In_articles/2010/May/1/May 2010 – Pappaji Maarg Opening Ceremony 1 May -VVN{/gallery}

 

(૬) અધિકમાસના કાર્યક્રમો

 

અઘિકમાસ નિમિત્તેના વિઘવિધ કાર્યક્રમો અત્રે થઈ રહ્યા છે. તેના દર્શન – સ્મૃતિ થોડી અહીં પણ
માણી લઈએ..
૧. જ્યોતમાં રોજ અધિકમાસ નિમિત્તે સાંજે પારાયણનો કાર્ય્રક્રમ ચાલુ છે.
૨. અધિકમાસમાં બહારગામથી દર્શને (યાત્રાએ) ભક્તો પધારે છે.
તા.૧૫.૪ ના રોજ નરોડાથી પૂ. ભટ્ટીબેન મંડળના મુક્તો સાથે અધિકમાસનાં દર્શને આવ્યા. હતા.
તા.૨૭.૪ ના નડિયાદ મંડળના મુક્તો તથા તા. ૨૮.૪ ના વલસાડ મંડળના મુક્તો , તા.૩.૫ ના
સુરત મંડળના મુક્તો અધિકમાસ નિમિત્તે દર્શનાર્થે પધાર્યા હતા.
અધિકમાસ નિમિત્તે બહેનોને જમાડવાની, મહાપૂજા કરાવવાની ભાવના નવા સત્સંગીઓની પૂર્ણ
કરવા આ મહિનામાં બહેનો વિદ્યાનગરથી તથા જ્યોતશાખામાં થી પણ ગયાં. તેની સ્મૃતિ વિગતે
અહીં નથી લખી. પરંતુ આ અધિકમાસ નિમિત્તે ભક્તિના કાર્યક્રમો યોજાયા છે.
૩. અત્યારે વેકેશનના દિવસો પણ છે. વળી અધિકમાસ, તેથી સ્વૈચ્છિક રીતે જ્યોતશાખામાં મહિલા
મંડળની શિબિર સભાઓ પણ થઈ હતી. સુરતમાં બાલિકા, યુવતી મંડળની શિબિર તો હતી જ. પરંતુ
મહિલા મંડળ કેમ રહી જાય ? તેથી ત્યાં તેઓની પણ શિબિર થઇ હતી. મુંબઇમાં મહિલા મંડળ અને
નરોડા મંડળની શિબિર પણ થઇ હતી. આમ, અધિક મહિનામાં અધિક લાભ શિબિરરૂપે ભક્તિ કરીને
મહિલા મંડળે પણ લાભ લીધો હતો.
૪ પારાયણનો ભાઇઓનો કાર્યક્રમ
પ્રભુકૃપા મંડળનાં ભાઇઓ તથા સ્થાનિક ગૃહસ્થ ભાઇઓ મળી તા.૨.૫ ના સવારે ૭.૩૦થી
૧૨.૩૦ પપ્પાજી તીર્થ પર જઇ સંધધ્યાન અને ૯.૦૦ થી ૧૧.૩૦ પારયણનો કાર્યક્રમ રાખ્યો હતો.
પૂ. વિજ્ઞાનસ્વામી, પૂ. આચાર્યસ્વામી, પૂ. ધરમસ્વામી, પૂ. ઇલેશભાઇ આદિ સંતો દ્રારા પારાયણ અને
ગોષ્ટિરૂપે લાભ પ્રાપ્ત થયો હતો. બપોરે થાળ -મહાપ્રસાદ અનોખી રીતે (ડબલા પાર્ટી) સમૂહ
ભોજન રાખ્યું હતું. જેથી બહેનોની સેવા અધિકમાસમાં લેવી ના પડે એવા ઉમદા હેતુ હેઠળ આજે
પારાયણનો દિવ્ય કાર્યક્રમ થયો હતો.
૫ તા. ૨૮,૨૯ શાશ્વત સ્મૃતિદિન
દર મહિનાની તા. ૨૮મી એ પ્રદક્ષિણાનો કાર્યક્રમ અને રાત્રે પ્રત્યક્ષનું ચેષ્ટાગાન. ૨૯ એ સમૂહ
ધૂન્ય અને રાત્રે પ્રભુદર્શનનો કાર્યક્રમ દર વખતની જેમ બહેનોએ કર્યો હતો.

{gallery}/photoalbums/Photos_In_articles/2010/May/1/May 2010 – Adhikmas parayan Sabhana 15 April – VVN{/gallery}

(૭) ગુણાતીત સંસ્કાર સિંચન શિબિર (બાળકો માટેની)

જ્યોત અને જ્યોતશાખા મુજબ (ઝોન વાઇઝ) બાલિકા, કિશોરી, યુવતી મંડળની શિબિર
પૂ. દયાબેન, પૂ. હંસાબેન ગુણાતીત અને બહેનો જ્યોત શાખામાં જઇ ત્યાંના મહંત અને બહેનોના
સહયોગથી બાળકોની શિબિર કરાવી રહ્યાં છે. તેવું જ…..
ભાઇઓમાં મોટેરા ભાઇઓ પૂ. ઇલેશભાઇ, પૂ. પિયૂષભાઇ શાખામાં જઇને યુવા શિબિર કરાવી રહ્યા
છે. આ આખા મે મહિના દરમ્યાન વારાફરતી ઠેરઠેર શિબિર થસે. શિબિરનો અહેવાલ સ્મૃતિ
આપણે આવતી વખતે સાથે માણીશું, તેથી અહીં વિરમું છું. અત્રે પ. પૂ. બેન, પ. પૂ. દીદી
અને સર્વ સદ઼ગુરૂ તથા સર્વ મુક્તોના આપ સર્વને જય સ્વામિનારાયણ.
અંતમાં એક ભજનની કડી આપમેળે ગુંજે છે કે, હે પપ્પાજી ! આપે
“જે જે ધાર્યુ છે તે માડ્યું થવા, રહ્યું અમારે નહીં બાકી કરવા.”
બાકીનું પણ આપ જ કરી લેશો.

જય સ્વામિનારાયણ.