સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ !
અહીં આપણે જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયાના જયોતમાં યોજાયેલા કાર્યક્રમનું દર્શન- સ્મૃતિ માણીએ ! એટલે કે ગુરૂહરિ પપ્પાજીના વ્યાપક પ્રત્યક્ષપણાનાં દર્શન કરીએ.
૧). તા.૦૧/૦૭/૨૦૧૦ (ગુરૂવાર)
દર ૧ લી તારીખની કિર્તન આરાધના સાંજે ૭.૩૦ થી ૯.૦૦ જયોત પંચામૄત હોલમાં થઈ! ગુરૂહરિ પપ્પાજી બિરાજ્માન છે.તેવા જ ભાવે સદૂગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે પ્રથમ ગાયકવૃંદની બહેનોએ ભકિતભાવે કિર્તનો ગાયાં. ત્યારબાદ ઇલેશભાઇ એન્ડ પાર્ટી આણંદ, વડોદરા, મુંબઇથી પધારેલ ગાયકવૃંદના ભાઇઓએ ભજ્ન દ્રારા પપ્પાજીની મૂર્તિમાં લય કરી દીધા. આમ રૂટીન છતાંય દર વખતે જુદો જ બ્રહ્મઆનંદ પ્રાપ્ત થાય છે.!
૨). તા.૦૮/૦૭/૨૦૧૦ (ગુરૂવાર) રક્ષાબંધન નિમિત્તેની મહાપૂજા
ગુરૂહરિ પપ્પાજીએ ઇ.સ.૧૯૬૮ ની સાલથી રક્ષાબંધનના તહેવારને પણ દિવ્યતાની ઢબે ઢાળ્યો ! યોગીજી મહારાજનું સૂત્ર ભગવાન સહુનુય ભલું કરો. એવા નિષ્કામભાવના ઉદ્દગારોના ભાવ સાથેની પ્રાર્થના ભજન હરિભક્તો માટે સંતબહેનો કરે. તે માટે રક્ષાબંધનના પર્વે બહેનો પોતાના હાથે રાખડી બનાવે. ભજન કરતાં કરતાં બનાવીને હરિભક્તો કુટુંબના દરેક સભ્ય માટે મોકલે. રાખડી બનાવનાર બહેનને ખબર નથી કે આ રાખડી ક્યા ભાઇ કે મુક્ત બાંધશે ! રાખડી કાંડે બાંધી છે તે મુક્તને ખબર નથી કે આ રાખડી કઇ બહેને બનાવી છે ! આવો સામુદાયિક નિષ્કામ ! નિસ્વાર્થભાવ! ગુરૂહરિ પપ્પાજીના માધ્યમ દ્રારા પપ્પાજીના નાતે બંધુ બહેનોના દિવ્ય પ્રેમ સેવાના ભાવથી પપ્પાજીએ રક્ષાબંધનના પર્વને દિવ્યરૂપ આપ્યું છે. ૫૦,૦૦૦ રાખડી બહેનોએ બનાવી ! તે રાખડીનાં ગુચ્છા થાળની જેમ મહાપૂજા સમક્ષ મૂકી, બહેનો સમૂહ મહાપૂજા કરે ! રાખડીમાં રક્ષાની શક્તિ મૂકવા પ્રભુને પ્રાર્થે. એવી મહાપૂજા ૮મી જુલાઇના રોજ સવારે પ.પૂ.દીદી, પ.પૂ.જ્સુબેન સાંનિધ્યે ૮:૩૦ થી ૧૦:૦૦ પંચામૃત હૉલમાં કરી હતી. સોનામાં સુગંધ ભળે તેમ પ.પૂ.બેન મહાપૂજામાં પધાર્યાં હતાં! તેઓના કરકમળથી રાખડી પ્રસાદીની કરી હતી. રક્ષાબંધનના કવરમાં રાખડી સાથે મોકલાતો પત્ર મહાપૂજામાં પ્રાર્થનારૂપે વાંચી પ્રભુસ્વરૂપોને પ્રાર્થના કરી હતી.
(૩) તા.૯/૭/૧૦ શુક્રવાર પ.પૂ.બેનનો ૯૭મો પ્રાગટ્ય પર્વ
પ.પૂ.બેનના સાક્ષાત્કારદિનની જાહેર રીતે ઉજવણી થાય છે. પ્રાગટ્યદિન બેન ઉજવવા નથી દેતા ! પરંતુ છેલ્લાં પાંચેક વર્ષથી ભક્તોનો ભાવ સ્વીકારીને પ્રાગટ્યદિને પણ સ્થાનિક મુક્તો ઉજવી બ્રહ્માનંદ માણે છે. એ રીતે આ વખતે જ્યોતમાં આગલા દિવસની સાંજથી બેનના પ્રાગટ્યદિનની ઉજવણીના આનંદની શરૂઆત થઇ હતી. ૮/૭ ના રોજ રાત્રિ સભાને બદલે ૮.૦૦ થી ૧૧.૦૦ પ.પૂ.બેનના સાંનિધ્યે સામુદાયિક રીતે આનંદબ્રહ્મ સ્મૃતિ સિધ્ધાંત સાથે સ્ક્રીન પર ડૉ.મેનકાબેન અને ડૉ.સ્વીટીબેને બનાવેલ ફોટો શો ની રમતનો કાર્યક્ર્મ બહેનોએ માણ્યો હતો ! ૯/૭/૧૦ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ અને સાંજે ૫.૦૦ થી ૭.૦૦ બે સભા સંયુક્ત ખૂબ સરસ થઇ હતી. બંને સભામાં ભક્તોને પ.પૂ.બેનનાં દર્શન પ્રાપ્ત થયાં હતાં. ૯૭ વર્ષની ઉંમરે પણ ખૂબ ભીડો વેઠી સોફાવ્હીલચેરમાં પ.પૂ.બેન પધારી બિરાજ્યા હતા. પપ્પાજીની સ્મૃતિ તાદશ્ય કરાવી હતી. ખૂબ સરસ ભજન, કીર્તન અને અનુભવ દર્શન મહિમાગાન સાથે સભા થઇ હતી.
(૪) તા.૧૦/૭/૧૦ શનિવાર જ્યોત મંદિરમાં મહાપૂજા થઇ.
સરદારગઢ મંડળના પૂ.દૂધીબેન ચપલાના અક્ષરધામ નિવાસની ત્રયોદશી નિમિત્તે સાંજે ૫.૩૦ થી ૭.૦૦ માં પ.પૂ.જસુબેનના સાંનિધ્યે મહાપૂજા થઇ હતી.
(૫) તા.૧૧/૭/૧૦ રવિવાર પ.પૂ.ફોઇનો શતાબ્દી પર્વ
પ.પૂ.ફોઇના શતાબ્દી પર્વની ઉજવણી જ્યોત પપ્પાજી હૉલમાં સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ થઇ. આ સંયુક્ત સભામાં જૂના જોગી પાયાના છૂપા સ્વરૂપ એવાં પ.પૂ.ફોઇ (મણીબા પટેલ) જ્યોતના કેન્દ્ર નં-૫ જે બે વર્ષ પહેલાં જ ૯૮ વર્ષની વયે સ્વધામ સીધાવ્યા હતાં. તેવા પ.પૂ.ફોઇની શતાબ્દી ઉજવી ધન્યતા અનુભવી હતી.
ઇતિહાસના પાનાં ખોલી પ.પૂ.ફોઇને તારદેવનો જોગ થયો! વિદ્યાનગર જયોતની સ્થાપના પછી ૪૨ વર્ષ જયોતમાં કેવુ સુંદર દિવ્ય જીવનયાત્રાની યશગાથા જીવી ગયા! તેની ફોરમ પૂ.ઝરણાબેને નાની એવી જીવન ઝરમર પ.પૂ.ફોઇના જીવન કવનની બનાવી હતી, તેનું નામ “પરમતારક ફોઇની સ્પેશીયલ શતાબ્દી યાત્રા” તે ખૂબ સુંદર રીતે ગાયક-વાદ્યવૃંદની મદદ સાથે તાલબધ્ધ ગદ્ય-પદ્યના દર સુયોગ દ્રારા ૧ કલાકમાં જાણે ૫૦ વર્ષની યાત્રા કરાવી દીધી હતી. ગુરૂહરિ પપ્પાજીના કાર્યનુ દર્શન “પ્લાન આ તો પૂરવના” એવા આધ્યાત્મિકભાવ સાથે થયું હતું. એટલું જ નહીં…પ.પૂ.માયાબેનની પ્રેરણા અને શ્રમથી એક નાનું એવું પ્રદર્શન પણ કર્યું હતું. પ.પૂ.ફોઇના ઉમદા જીવનમાંથી સાધનાં રહસ્ય સહુ કોઇને પ્રાપ્ત થાય તેવા હેતુથી ગુરૂહરિ પપ્પાજીના કાર્યરૂપ પ્રદર્શનનું દર્શન પણ સહુએ માણ્યુ હતું.
૬). તા.૧૨/૭/૧૦ પૂ.માણેકબાનો અમૃતપર્વ
પૂ.માણેકબા દરબારનો અમૃતપર્વ (૭૫મો પ્રાગટ્યદિન) આજે હતો. મંગલ સભામાં પ.પૂ.દીદીના સાંનિધ્યે ઓચિંતી નાની એવી ઉજવણી થઇ હતી ! નાની છતાંય ખૂબ મોટી વાત છે કે ગુરૂહરિ પપ્પાજીએ તો કમાલ કાર્ય કર્યું છે. ગૃહસ્થ છતાંય સાધુતાના ગુણે શોભે છે એવા પાયામાં પૂરાયેલા એવાં પૂ.માણેકબાની માગણી સેવા અને ભક્તિની હતી.
એવાં જ પૂ.મંદામામી પટેલ જ્ઞાનયજ્ઞ વાળાનો ૭૭ મો જન્મદિન ૧૫/૭ ના મંગલસભામાં ઉજવ્યો હતો.પપ્પાજીનો સિધ્ધાંતિક રાજીપો મંદામામીએ પ્રાપ્ત કર્યો છે ! આવા જૂના જોગી ગૃહસ્થ સાધુને કોટી ધન્યવાદ સાથે દિર્ધાયુ નિરોગી રહોના ભાવો ઉદ્દગારો સહજ પ્રાર્થનારૂપે વહ્યાં હતાં.પપ્પાજી કહેતા કે, દરેક મુક્તમાં કોઇને કોઇ અજોડ ગુણ છે. તેનું મનન મહિમાથી કરવુ, કરી કરીને આ કરવાનું છે. સ્વામીની પ્ર.૧લાની ૧લી વાત પણ આપણા સહુનાય જીવનમાં સાકાર થાય તેવી પ્રાર્થના.
જ્યોત સેવક P.૭૧ ના પ્રણામ સાથે જય સ્વામિનારાયણ!