01 to 30 Jun 2010 – Newsletter

News from Gunatit Jyot India from the 1st to 30th June 2010. The news letter covers the following topics:

– Celebrations on 1st June, Shri Yogi Jayanti and also Param Pujya Kakashri Jayanti

Guruhari Param Pujya Pappaji Shashvat Smruti Tithi din,

– Surat Gunatit Jyot’s Inauguration Day.

– This is the 45th year the foundations were laid at the Gunatit Jyot.

– Param Pujya Maniben’s Swaroop Anubhuti din

 

સ્વામિશ્રીજી તાઃ ૩૦/૬/૧૦

જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજીના સંબંધવાળા સર્વે અક્ષરમૂકતો, જય સ્વામિનારાયણ !
અહીં આપણે જૂન મહિનાની સ્મૃતિ કરીશું. આમ, પણ જૂન મહિનો આપણા માટે ખૂબ અગત્યનો માસ છે. એક ભજન છે ને કે,
“૧લી જૂન આપણા નસીબનો દિન છે……”
પપ્પાજીના ચરણીયે થઇએ લીન રે……”
૧લી જૂન એટલે ગુરૂહરિ પપ્પાજીનો સાક્ષાત્કારદિન ! સ્વયં અનાદિનું અક્ષરપુરૂષોત્તમનું સ્વરૂપ હોવા છતાંય જ્યારે માનવદેહ ધારણ કરે છે ત્યારે ક્રિયા તો મનુષ્ય જેવી જ હોય છે. તેમ સાધકના આદર્શ માટે પોતાના ગુરૂ યોગીજી વ્દ્રારા પ્રભુનો સાક્ષાત્કાર પામે છે. તે દિવસ એટલે ૧લી જૂન !
૧લી જૂનના એ શુભ દિવસે જ એમના કાર્યનું દર્શન ૧૯૬૬ માં થાય છે. શ્રી ગુણાતીત જ્યોત મહિલા કેન્દ્રનો સ્થાપનાદિન ૧લી જૂન છે.
(૧) તા.૧/૬/૧૦
૧લી જૂનનો સમૈયો જ્યોતમાં જાહેર રીતે ૩૦/૫ ના રવિવારે ઉજવાયો હતો. પરંતુ ખરી રીતે ૧લી જૂનના દિવસે તો દરેક મુક્તના અંતરમાં પ્રાર્થના અને વિશેષ ઉમંગ હોય છે. જ્યોતમાં સવારે ૮.૩૦ થી ૧૦.૩૦ બહેનોની મંગલસભામાં પંચામૃત હૉલમાં બહેનોએ ખૂબ દિવ્યતાથી ઉજવ્યો હતો. આવા મંગલ દિવસે તો સારાં (શુભ) અનેક કાર્ય પણ થયાં ! પપ્પાજીના ભક્તો તો નવી શરૂઆત માટે આવો મંગલ દિવસ જ પસંદ કરતાં હોય છે. તેમ આજે,

૧. સવારે પૂ.શારદાબેન બેચરભાઇ માંગરોળિયાની દીકરીનાં શુભ લગ્ન જૂના સત્સંગી પૂ.રંજનબેનના દીકરાના દીકરા પૂ.રૂચિરભાઇ પટેલ સાથે પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેનના આશીર્વાદથી પ્રભુકૃપામાં ગુરૂહરિના સાંનિધ્યે મહાપૂજા વિધિથી થયાં !
૨. સાંજે પૂ.જયાબેન જેરામભાઇ જેઠવા (રાજકોટ)ની જીવચર્યાની મહાપૂજા થઇ !
૩. રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ કીર્તન આરાધના ૧લી જૂન નિમિત્તેની ખૂબ દિવ્ય રીતે થઇ !
(૨) તા.૮/૬/૧૦
દર તા.૮મી એટલે મહાપૂજાનો સ્મૃતિદિન છે. ગુરૂહરિ પપ્પાજીના પંચમ શાશ્વત સ્મૃતિવર્ષ નિમિત્તે…. દર મહિનાની ૮મી એ સમૂહ મહાપૂજા બહેનો પંચામૃત હૉલમાં કરે છે. જેવી રીતે મે મહિનાની તા.૮મી એ મુખ્ય પ.પૂ.દીદીના સાંનિધ્યે મહાપૂજા થઇ હતી. તેવી રીતે જૂન મહિનાની તા.૮મી એ મુખ્ય પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે મહાપૂજા થઇ હતી.
(૩) તા.૯/૬/૧૦ વૈશાખ વદ-૧૨ યોગીજયંતી આજે જ્યોતમાં મંગલસભામાં પંચામૃત હૉલમાં યોગી જયંતીની ઉજવણી થઇ હતી.
(૪) તા.૧૨/૬/૧૦ કાકાશ્રીનો પ્રાગટ્યદિન આજે જ્યોતમાં મંગલસભામાં પંચામૃત હૉલમાં કાકાશ્રીના પ્રાગટ્યદિનની ઉજવણી થઇ હતી. અને રાત્રિસભામાં કાકાશ્રીના ભજનોની કીર્તન આરાધના પણ થઇ હતી.
(૫) ૧૩/૬/૧૦ રવિવાર જેઠ સુદ-૧ ગુરૂહરિ પપ્પાજી શાશ્વત સ્મૃતિ તિથિ આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ ની જ્યોત સભામાં પૂ.મનીબેનનો સ્વરૂપાનુભૂતિદિન પંચામૃત હૉલમાં ઉજવાયો હતો. પરાભક્તિપર્વના અનુસંધાને પપ્પાજીના માહાત્મ્યગાન મુખ્યત્વે રાખી ઉજવાય એવી પૂ.મનીબેનની મરજી હતી. તે મુજબ સરસ રીતે પૂ. મનીબેનનો સ્વરૂપાનુભૂતિદિન ઉજવાયો. પૂ.મનીબેન એટલે દાસત્વનું, રાંકભાવનું સ્વરૂપ. એમની અંતરની ઇચ્છા કે, હવે પછીનું આપણું શેષ જીવન પપ્પાજી માટે જ હોય. પપ્પાજી સિવાય આપણા જીવનમાં કાંઈ જ ન રહેવું જોઇએ એવા રૂડા આશીર્વાદ આપ્યા હતા.

 

(૬) પ.પૂ.દીદી તા.૮/૬/૧૦ થી તા.૨૧/૬/૧૦ મુંબઇ પધાર્યાં હતાં ! પ.પૂ.દીદીનો સાક્ષાત્કારદિન તા.૬/૬/૧૦ ના હોઇ તે બોરીવલી મંડળના ભાઇઓની અઠવાડિક સભામાં રવિવારે તા.૬/૬/૧૦ ના રોજ તથા તા.૧૧/૬/૧૦ ના શુક્રવારે ભાભીઓની અઠવાડિક સભામાં ખૂબ ભવ્ય રીતે ઉજવાયો હતો. 

(૭) તા.૭/૬/૧૦ ના સૂરત જ્યોતનો સ્થાપનાદિન છે. તેની ઉજવણી તા.૧૩/૬/૧૦ રવિવારે સાંજે ૫ થી ૮ માં સુરતમાં વિક્ર્મ વાડી હૉલમાં પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.જસુબેનના સાંનિધ્યે ખૂબ ભવ્ય રીતે થઇ હતી. વળી, આજ દિવસે સમગ્ર દક્ષિણ ગુજરાતના ૧ થી ૧૨ ધોરણમાં અભ્યાસ કરતા સારું પરિણામ લાવ્યા હોય તેવા તેજસ્વી તારલાઓને પપ્પાજી ફાઉન્ડેશન સુરત તરફથી પ.પૂ.પપ્પાજી પ્રતિભા પુરસ્કાર પ.પૂ.જ્યોતિબેનના હસ્તે એનાયત થયાં.

(૮) તા.૧૬/૬/૧૦
પ.પૂ.બેનના દર્શન-આશીર્વાદ આજે પંચામૃત હૉલમાં સમૈયા વગર પણ બહેનોને કૃપામાં સુલભ બન્યા હતાં.

(૯) તા.૨૧/૬/૦૧ શ્રી ગુણાતીત જ્યોતનો ૪૫મો ખાતમૂહુર્ત દિન વિદ્યાનગર શ્રી ગુણાતીત જ્યોત મંદિરમાં જે મૂર્તિ ર્દશ્યમાન છે. તે આ દિવ્ય પ્રસંગની છબી છે. જેમાં પ.પૂ. યોગીજી મહારાજ, પ.પૂ. કાકાશ્રી, પ.પૂ.પ્રમુખ સ્વામીજી, પ.પૂ.મોટા સ્વામી, પ.પૂ.સાહેબ તથા મોટેરા ભાઇઓના સાંનિધ્યમાં જ્યોત મંદિરવાળા પ્લોટમાં ખાતમૂહુર્ત કરતા ર્દષ્ટિગોચર થાય છે. યોગીજી મહારાજે ગુરૂહરિ પપ્પાજીને બહેનોનો આશ્રમ પોતાના પ્લોટમાં વિદ્યાનગર બાંધી આપવાની આજ્ઞા આપી. બહેનો કુંવારા રહી ભગવાન ભજે એ વાત માટે સમાજનો ખૂબ વિરોધ હતો. વિરોધના વાતાવરણમાં હવે “ખાતમૂહુર્ત વિધિ નહીં થાય.” તેથી ગુજરાત આવેલા પ.પૂ.પપ્પાજી, પ.પૂ.કાકાજી, પ.પૂ.બા વગેરે પાછા મુંબઇ જતાં રહ્યાં હતાં. પ.પૂ.બાએ એક વાક્ય ઉચાર્યું કે, બાપાને જો વિદ્યાનગર મૂકવા હશે તો ઉંચકીને મૂકી દેશે, આપણે બેસીને ભજન કરીએ. વિરોધ સામે કાંઇ કરવું નથી. પેલી બાજુ બાપાએ અચાનક આજ્ઞા યુવકોને આપી. પ્લોટ ચોખ્ખો કરી ખાતમૂહુર્તની તૈયારી કરો. પોતાના સ્વહસ્તે પૂજનવિધિ કરી ખાતમૂહુર્ત કર્યું. અને રૂડા આશીર્વાદ આપ્યા કે, “ગુણાતીત જ્ઞાનના સંદેશા દુનિયાભરમાં અહીંથી ફેલાશે.” એવો એ ભવ્ય દિવસ ! પાયાનો દિવસ આજે છે. વિદ્યાનગર જ્યોતમાં આજે પપ્પાજીના સંકલ્પમાં રસિત એવા શરૂઆતના ૫૧ બહેનો તથા તે પછીના સાધક બહેનોની તા.૨૧/૬ થી તા.૨૯/૬ સુધી ક્રમસહ આધ્યાત્મિક ગ્રુપ મુજબ શિબિર થઇ હતી. આજે જ્યોત મંદિરમાં સાધક બહેનોની શિબિરનો પ્રારંભ થયો. શરૂઆતના પ્રથમ ૫૧ બહેનો તથા ૧૯૬૬ થી ૭૦ દરમ્યાન ભગવાન ભજવા આવેલા બહેનોની આજે શિબિર હતી. તેમાં સવારે સમૂહ મહાપૂજા થઇ. ત્યારબાદ શિબિરસભા પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યમાં થઇ હતી. સોનામાં સુગંધ ભળે તેમ પ.પૂ.દીદી મુંબઇથી પધારી ગયા ! અને આજના દિવસની સ્મૃતિ કરાવી આશીર્વાદ આપ્યા હતા.

(૧૦) દર મહિનાની તા.૨૮,૨૯મી એ ‘શાશ્વત સ્મૃતિદિન’ નિમિત્તે ભજન, પ્રદક્ષિણા, મૌન, ધૂન વગેરે ભક્તિભાવ ભર્યો કાર્યક્ર્મ જ્યોત તથા જ્યોતશાખામાં હોય છે. તે મુજબ ૨૮,૨૯ જૂનના પણ થયો હતો.
અત્રે પ.પૂ.બેનની તબિયત ઘણી સરસ છે. સર્વ સ્વરૂપોની તબિયત પણ સરસ છે. સ્વરૂપોના સાંનિધ્યે સર્વ મુક્તો મઝામાં છે. ક્યારેક કોઇ ને કોઇ મુક્તને નાની મોટી બિમારી આવે છે. ત્યારે સુહ્રદભાવની ધૂનથી સર્વ વાતે સારું થઇ જાય છે. આ મહિના દરમ્યાન એવી સુહ્રદ ધૂન પણ વારંવાર થઇ છે.
આમ, આખો જૂન મહિનો ભર્યો ભર્યો અને ઝડપથી જાણે પસાર થઇ ગયો ! જેની અલ્પ સ્મૃતિ કરી વિરમું છું. અહીંથી સર્વના આપ સર્વને જય સ્વામિનારાયણ !
એ જ જ્યોત સંભારણાં સહ સેવક P.૭૧ જય સ્વામિનારાયણ.