01 to 31 May 2010 – Newsletter

The news letter is in Gujarati and covers the following topics in a lot more detail:

  • Shashvat Smruti din ni Mahapooja, Kirtan Aradhana held on 28th and 29th May.
  • Celebrations of Guruhari Param Pujya Pappaji’s 58th Shakshatkar Day,
  • Gunatit Jyot’s 44th inauguration day and the inauguration day of Gunatit Samaj.
  • Viday – Milan Sabha of Param Pujya P. Shobhanaben, Param Pujya Divyaben, Pujya Kasturiben and Pujya Manjuben Patel who will be visiting England.
  • Celebrations of Param Pujya Didi’s, Param Pujya Maniben’s and Param Pujya Madhuben C Patel’s Swaroop Anubhuti Din.

 

 

સ્વામિશ્રીજી તાઃ ૨/૬/૧૦
જય ગુરૂહરિ પપ્પાજી
પપ્પાજીના સંબંધવાળા સર્વે અક્ષરમુકતો,
જય સ્વામિનારાયણ !
ગુરૂહરિ પપ્પાજીની કૃપાથી આપ સર્વે મઝામાં હશો. અત્રે અમો પણ મઝામાં છીએ. પ.પૂ.બેનની તબિયત સરસ છે. વિશેષ સભામાં
અવશ્ય દર્શન દેવા પધારે છે. અને ટૂંક્માં પણ સરસ આશીર્વાદ અને લાભ આપે છે. અખંડ ભાગવતીતનુએ વર્તે છે.અને ભક્તિ
કરતા ભક્તોને જોઈને રાજીપો બતાવે છે. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેન અને સર્વે સદૂગુરૂ સ્વરૂપોની
તબિયત સરસ છે. તેઓના સાંનિધ્યમાં સમૈયા, ઉત્સવ તથા ભક્તિ સેવામાં સહુ મુક્તો મગ્ન છે.
મે મહિનાની સ્મૃતિ અહીં આપણે કરી લઇએ.
આખો મે મહિનો ખૂબ જ ભરચક ભક્તિથી ગયો. અધિક માસ ચાલી રહ્યો હતો. ૧૫/૫ ના અધિકમાસ પૂરો થતાં સુધી અધિક્માસના
નિયમો મુજબ ભજન ભક્તિ થયાં. તેમાં
(૧) ૮/૫ ના સમૂહ મહાપૂજા પંચામૃતમાં પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેનના સાંનિધ્યે ખૂબ દિવ્ય રીતે થઈ.
(૨) કર્મયોગી ભક્તિયોગી બન્યા.
સાધનાના ભાગરૂપે આજ્ઞાથી નડિયાદ શારદા મંદિર સ્કૂલમાં વર્ષોથી એક રહેણીએ સર્વિસ કરનાર પાયામાં પૂરાયેલા એવાં બહેનો
આ વર્ષે રીટાયર્ડ થયાં. તેઓને સત્કાર્યાં, નવાજ્યાં.
(૧) હંસાબેન પાવાગઢી (૨) પૂ.પ્રજ્ઞાબેન મચ્છર (૩) પૂ.કાંતાબેન રતનપરા
અહોહો ! ધન્ય છે.આ સંત બહેનો કે જેઓ તન, મન અને આત્માથી પૂર્ણ સમર્પણ ભાવે જીવ્યા છે ! કદી ફરિયાદ નથી કરી,
એટલું જ નહીં પરંતુ એમને માટે કોઈની ફરિયાદ આવી નથી. આવાં રત્નો પપ્પાજીએ સહેજમાં ગુણાતીત જ્ઞાન આપીને પક્વ્યાં છે.
ધન્ય છે ગુરૂહરિ પપ્પાજીને, ધન્ય છે તેઓના ગુરૂઓને !
(૩) ગૃહસ્થાશ્રમમાંથી ત્યાગાશ્રમી બન્યા
૨૫/૫/૧૦ ના રોજ જ્યોતમાં રાત્રિ સભામાં પૂ.મણીબેનનો સ્વરૂપાનુભૂતિદિન ઉજવાયો. ‘પ્લાન આ તો પૂર્વના’ યોગીજી મહારાજની
આજ્ઞાથી પૂ.મધુભાઈ સાધુ થાય છે. (મણીબેન + બે બાળકો સોંપીને) તે વાતનું મૂળ તો કબીરવડના જેવું છે. શાસ્ત્રીમહારાજ જ્યારે
આણંદ પૂ.મણીકાકા (મહંત સ્વામિના પિતાશ્રીને ત્યાં) પધારેલા. સાથે નાના યોગીજી મહારાજ પણ હતા. નિષ્ઠાવાન મણીકાકા પોતાનો
દીકરો નાનો ઘોડિયામાં મૂકીને, ધામમાં ગયેલા ને ખાટલા નીચે ઢાંકી ખસેડીને સંતોની પધરામણી કરાવી રહ્યા છે. તે વાતની જાણ
દેખંતી શાસ્ત્રીમહારાજને નથી. બાબો ક્યાં છે ? પૂછે છે ? ત્યાં અંદરથી મોટા રૂદન સાથે ડોસીમા કહે છે કે, તમે બેઠા છો તે ખાટલા
નીચે છે. તેને જીવતો કરવા આક્રંદભરી પ્રાર્થના કરે છે. શાસ્ત્રીમહારાજ દીકરાને બહાર કાઢી કાનમાં સ્વામિનારાયણ મંત્ર બોલે છે
અને નવું જીવન આપે છે. સાથે આજ્ઞા કરે છે કે આ દીકરો મોટો થાય ત્યારે સાધુ કરવા આપજો. આ વાતના સાક્ષી એવા
યોગીબાપાએ સમય પાક્યો ત્યાં માંગણી મૂકી. ત્યારે પત્ની અને બે બાળકો પપ્પાજીને સોંપીને મધુભાઈ યોગીજીના ચરણે સાધુ થયા.
અને મણીબેનને પણ પપ્પાજીએ ૧૯૬૬ માં પ્રથમ ૫૧ બહેનોને વ્રત આપ્યું તેમાં ૫૧ મા નંબરે સ્થાન આપી ધન્ય કર્યા. ત્યારથી
જ્યોતમાં આત્મબુધ્ધિ ને પ્રીતિથી જીવ્યા. દ્રઢ સંક્લ્પ, મનોબળથી ધાર્યું નિશાન પાળે તેવાં મણીબેનના જીવનની ઘણી વાતો થઈ.
ભક્તોને જમાડવાની ભાવના સાથે આવડત એવી કે, આંગળા કરડી જવાય તેવી સ્વાદિષ્ટ રસોઈ મણીબેન બનાવે. આવાં મણીબેનના
જીવનનું અનુભવદર્શન બહેનોએ કરાવ્યું. અંતમાં મણીબેન અને પદુબેને ખૂબ સરસ આશીર્વાદ આપ્યા હતા.

{gallery}/photoalbums/Photos_In_articles/2010/May/2/MAY 2010- PManiben DDay 25 May2/25 MAY 2010 – Divine Day Celebration for Pujya Maniben-India{/gallery}

(૪) સદૂગુરૂ સ્વરૂપ પૂ.મધુબેન સી. પટેલનો સ્વરૂપાનુભૂતિદિન ઉજવાયો.(તા.૨૭/૫/૧૦ સવારે)

ઇ.સ.૧૯૬૬ માં જ્યારે વિદ્યાનગર ગુણાતીત જ્યોતની સ્થાપના થઈ ત્યારે પપ્પાજી પ્રથમ ૨૪
બહેનોને તારદેવની એ ગંગોત્રી સમાન સાધના મંદિરમાં તૈયાર કરીને લઈને આવ્યા. એમાંના કેન્દ્ર
નં-૧૪ એટલે પૂ.મધુબેન ! નિખાલસતા, સાધુતા, પ્રમાણિકતા, સ્પષ્ટતા, વફાદારી જેવા અનેકગુણો
જેમનામાં છે. એવાં પૂ.મધુબેનના જીવનની અર્થાત્ પપ્પાજીના કાર્યની જીવંત વાતો થઈ. અદ્દભૂત
મુક્તોએ દ્ર્ષ્ટાંત સાથે અનુભવ દર્શન કરાવ્યું. અને અંતમાં પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં
મધુબેનના કાર્યનું (ચૈતન્યોની સેવાના) પરિણામનું દર્શન કરાવ્યું.

{gallery}/photoalbums/Photos_In_articles/2010/May/2/MAY 2010-Divine Day of Pujya Madhuben C. Patel 27 May2/27 MAY 2010-DDay of Pujya Madhuben{/gallery}

(૫) મિલન સમારંભ
તા.૨૭/૫/૧૦ ના રોજ લંડન ધર્મયાત્રાએ જઈ રહેલા આદર્શ સ્વરૂપ પૂ.શોભનાબેન,
પૂ.દિવ્યાબેન, પૂ.કસ્તૂરીબેન અને સેવક મંજુબેન પટેલ (બહેનોનો) વિદાય સમારંભ રાત્રિ સભામાં
ઉજવાયો ! વિજ્ઞાનના યુગમાં દુનિયા નાની થઈ ગઈ છે ! ત્યારે વિદાય સમારંભ તો નિમિત્ત માત્ર
હતો. પરંતુ જાણે એક માર્ગીય સાધકો મળીને શિબિર થઈ હોય તેવી વાતો થઈ !
ધન્યવાદ ગુરૂહરિ પપ્પાજીને ! ધન્યવાદ સહુ મુક્તોને !

{gallery}/photoalbums/Photos_In_articles/2010/May/2/MAY 2010-Param Pujya Shobhanaben and Beno Milan Sabha 27 May2/27 MAY 2010- Param Pujya Shobhanaben and group Milan Sabha{/gallery}

(૬) ચતુર્થ શાશ્વત સ્મૃતિદિન
તા.૨૮/૫/૧૦ અને તા.૨૯/૫/૧૦ ભક્તિભાવથી માણ્યો. “અંતરના ઉંડાણથી પ્રભુ સમીપે જવાય
છે. આંતરિક રાંકપણાની અવસ્થા પમાય છે.” એવા આ દિવસોએ મૌન રહી ભજન ભક્તિ થાય
તેટલી કરી લઇ પ્રભુને દિલમાં ભરી લેવાનો આ મોકો હતો ! ગુણાતીત જ્યોતમાં તા.૨૮/૨૯ એ
રીતે ભક્તિમય કાર્યક્ર્મોથી માણી ! જ્યોતશાખા મંદિરોનાં સંત બહેનો તા.૨૭/૫ થી
તા.૩૧/૫ વિદ્યાનગર આવ્યાં હતાં. ભેગાં મળી ભક્તિ અદા કરવા હાં હાં ગડથલ કરી, તેની અલ્પ
સ્મૃતિ કરીએ.

{gallery}/photoalbums/Photos_In_articles/2010/May/2/MAY 2010-4th Shaswat Smruti Din 28 May-India2/28 MAY 2010-4th Shaswat Smruti Din-India{/gallery}

૧. ૨૮/૫ ના ‘શાશ્વતધામે’ પપ્પાજી તીર્થ પર દર્શન, પ્રાર્થના, પ્રદક્ષિણા માટે જ્યોતના બહેનોએ
પ્રારંભ કર્યો. પ્રાર્થના કરી ધન્યતા અનુભવી.
– જ્યોતનાં બહેનો પ્રથમ બેચ
– અનુપમ મિશનના ભાઇઓ
– જ્યોતનાં બહેનો બીજી બેચ
– હરિધામ કંથારિયાથી સંતો
– હરિભક્તો દિનભર અનુકૂળતાએ પધાર્યા
– રાત્રે પ્રભુકૃપા મંડળના ભાઈઓ, ગુણાતીત પ્રકાશના ભાઇઓ
ભજન, કીર્તન, ધૂન, પ્રાર્થના સાથે સામુદાયિક રીતે શાશ્વતધામમાં ગુંજારવ રેલાતો રહ્યો ! દિવ્યતા
ફેલાતી રહી હતી !
૨. તા.૨૮/૫ ના સવારે ૧૧.૦૦ વાગ્યે મૌનનો સમૂહ કાર્યક્ર્મ હતો ! અંતિમ ક્ષણની સ્મૃતિરૂપે,
અંતિમ પ્રાર્થના ૨૮/૫/૨૦૦૬ માં કરી હતી. તેનું રીવીઝન પોતે પોતાના ગુરૂ બનીને મૌન
જપયજ્ઞ સાથે કર્યું.
બહેનોએ જ્યોત પંચામૃત હૉલમાં, ગૃહસ્થ ભાઈઓએ પ્રભુકૃપામાં ગુણાતીત પ્રકાશના, ભાઇઓએ
પરમ પ્રકાશમાં.
ગુણાતીત પ્રકાશના વ્રતધારી ભાઇઓની શિબિર તા.૨૮/૨૯ મે ના વિદ્યાનગર ખાતે હતી. મોટેરાં
સ્વરૂપોએ પણ ખપથી લાભ આપ્યો.
જ્યોતનાં બહેનોની શિબિર પણ જ્યોતમાં તા.૨૮/૨૯ ના સરસ રીતે થઈ ! ‘સંજીવની મંત્ર’ ના
મુદ્દાને વિષય તરીકે રાખી અનુભવી મોટી બહેનો ધ્વારા ગોષ્ટિ લાભ મળ્યો.
(૭) શાશ્વત સ્મૃતિદિનની મહાપૂજા આજે તા.૨૯/૫ ના સાંજે પપ્પાજી હૉલમાં રાખી હતી. સ્ટેજ
ઉપર પૂ.યશવંતભાઈ દવે અને ઈલેશભાઈએ બહેનો ભાઇઓની સભામાં પ.પૂ.જ્યોતિબેન,
પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેન અને સદૂગુરૂ A સ્વરૂપોના સાંનિધ્યે સમૂહ મહાપૂજા ખૂબ
જ દિવ્ય રીતે કરી હતી.

(૮) ૧લી જૂનના સમૈયાની ઉજવણીની સ્મૃતિ

તા.૩૦/૫ ના રવિવારે જ્યોતના પ્રાંગણમાં પપ્પાજી હૉલમાં સવારે અને સાંજે એ ઉત્સવ ઉજવાયા.
– ૧લી જૂનનો સમૈયો
૧. ૧લી જૂન એટલે ગુરૂહરિ પપ્પાજીનો ૫૮મો સાક્ષાત્કારદિન !
૨. ૧લી જૂન એટલે ગુણાતીત જ્યોતનો ૪૪મો સ્થાપનાદિન !
૩. ૧લી જૂન એટલે ગુણાતીત સમાજનો સ્થાપનાદિન !
આ ત્રિવેણી સંગમ મહોત્સવની સ્થાનિક ઉજવણી હતી છતાંય વણનોતરે આપ મેળે ખેંચાઇને
ભક્તો પધાર્યા હતા. સ્ટેજ પર લાઇટ ગ્રીનમાં લાઇટ પીન્ક ડેકોરેશન ખૂબ સુંદર આભા પ્રસરાવતું
હતું ! સભાનો સમય ૮.૩૦ થી ૧૧.૩૦ નો રાખ્યો હતો. પરંતુ ૧.૦૦ વાગ્યે માંડ સભાની
સમાપ્તિ કરી શક્યા હતા. ત્યારબાદ લાડુ, દાળ, ભાત, શાક, વાલની રસોઇ પપ્પાજીની સ્મૃતિ
સાથે ભાવથી જમ્યા. આજની આ સભા ‘પપ્પાજીની સ્મૃતિગાન’ ‘લીલા ચરિત્રગાન’ વિષય ઉપર
રાખી હતી. ઓહો ! પપ્પાજીની સ્મૃતિ નીકળતી જ જતી હતી ! જાણે ખાણમાંથી નીકળ્યા જ કરે
તેવું લાગતું હતું. અંતર ભર્યું ભર્યું અનુભવાતું હતું.
એમાં વળી સભા સંચાલકે આગામી પપ્પાજીના ૯૫મા પ્રાગટ્યપર્વની વાતને જોડી દીધી હતી ! તે
શું? તો આપણે આજથી ૨૦૧૧ ની ૧લી સપ્ટેમ્બર સુધી પપ્પાજીમય રહેવું છે. મૂર્તિમાં મન
રાખવાના એક ભાગરૂપે પપ્પાજીની સ્મૃતિ લખવાનો આદેશ કમિટિ વતી રજૂ કર્યો કે “પપ્પાજીની
મૂર્તિનો અમૂલ્ય લાભ મળ્યો છે. પપ્પાજી આપણા ઘરે પધાર્યા હોય ! વાતો કરી હોય ! આનંદ ગોષ્ટિ
કરી હોય. દીકરીના લગ્નમાં આશિષ દેવા પધાર્યા હોય કે દીકરાને આપેલ કોલ પૂરા કર્યા હોય !
પ્રાર્થનાના જવાબ આપ્યા હોય કે ફેક્ટરીએ પગલાં કર્યાં હોય, નવા મકાનનું વાસ્તુમાં કે યજ્ઞમાં
શ્રીફ્ળ હોમ્યું હોય, ખાતમૂહુર્ત કરવા પધાર્યા હોય કે નવી ગાડીની પૂજા કરી, ગાડીમાં બિરાજ્યા
હોય. પરિવારજન વચ્ચે બિરાજી મંગલપળો વિતાવી હોય ! તો વળી, સરપ્રાઈઝ આપી હોય. અરે
રસ્તે જતાં દર્શન થઈ ગયાં હોય ! આવી અનેકવિધ સ્મૃતિ અનેક મુક્તો પાસે ભરેલી છે. તે
સ્મૃતિરસ સૌને વહેંચીને માણીએ.”
પપ્પાજીની અનેકવિધ સ્મૃતિ કે લીલા ચરિત્રગાન લખી મોકલવાનો આદેશ આપેલ છે. તથા
પપ્પાજી પરાભક્તિ પર્વનો જયઘોષ પણ કરાવ્યો હતો અને હવેથી દરરોજ આરતી-સ્તુતિ પછીના
જયનાદના લીસ્ટમાં છેલ્લે ‘પરાભક્તિ પર્વની જય જય જય’ ઉજવણી સમાપન આપણે સહુ
અત્યારથી બોલવાની શરૂ કરીશું.
આમ, પપ્પાજીની સ્મૃતિ સભરતાથી ભર્યા ભર્યા હૈયે આનંદથી સભાની સમાપ્તિ થઈ હતી.
પ્રભુકૃપામાં પણ ખૂબ સુંદર મોતી-આભલાના ચાખડા અને તોરણવાળા ડેકોરેશનનો મંડપ હતો.
અને તેમાં મુખ્ય એ હૉલ પપ્પાજીની દરેક વર્ષની ૧લી જૂનના સમૈયાની મૂર્તિઓ લઈ તેની નીચે
યોગ્ય સૂત્ર કે ભજનની ટૂંક લખીને ભાવસભર પ્રાર્થના સાથે ડેકોરેશનમાં આવરી લીધું હતું. વળી,
પપ્પાજીને અને ઠાકોરજીને તો નવાં વાઘાં અને સુશોભીત શણગારોથી સજ્જ કર્યા હતા ! આજે
૧લી જૂનનો સમૈયો છે તેવું દર્શન પ્રભુકૃપામાં પ્રવેશતાંની સાથે જ થતું હતું.
ઓહો ! હાથે ઘસેલા ચંદનથી આજે સ્વાગતરૂપે સભામાં પધારેલ સહુ મુક્તોનું પૂજન કર્યુ હતું.
‘સંબંધવાળાને મહારાજનું સ્વરૂપ માનો’ એ પપ્પાજીનું મુખ્ય સૂત્ર છે. તે સૂત્રની પ્રાર્થનાનો ભાવ
આ પૂજનમાં સમાયો પાછળ હતો.
(૨) પૂ.દીદીનો સ્વરૂપાનુભૂતિદિન ઉજવાયો.
ઉનાળાની સખત ગરમીને લીધે દયાળુ હેતાબા (સોનાબા સ્વરૂપ પૂ.દીદીએ) પોતાનો સમૈયો
૬/૬/૧૦ રવિવારને બદલે આજે સાંજે રાખી લેવાનો આદેશ આપેલો ! તે મુજબ આજે મોડી
સાંજે ૬.૩૦ થી ૯.૩૦ પપ્પાજી હૉલમાં ખૂબ સરસ દિવ્યતાભર્યા વાતાવરણમાં પૂ.દીદીનો
૫૪મો સ્વરૂપાનુભૂતિદિન ઉજવાયો હતો. દીદીનો અનુભવ થયેલ મુક્તોએ માહાત્મ્યગાન સાથે
ખૂબ સરસ વાતો કરી હતી. દીદી એટલે સંક્લ્પ સ્વરૂપ. પ્રભુ એને વશ છે. ગુરૂહરિ પપ્પાજીના
ધારક સ્વરૂપ દીદીને માતૃરૂપે, પ્રભુરૂપે, સખારૂપે, ગુરૂરૂપે કે જે રૂપે જેણે જેણે અનુભવ્યા તેવા
મુક્તોએ માહાત્મ્યગાન કર્યું. એવા દીદીના ચરણે આપણા સહુ વતી ભાઈઓ, બહેનો, બાળકોએ
પ્રાર્થના ધરી હતી. પૂ.દીદીએ પણ ખૂબ પ્રસન્ન થકા આશીર્વાદ આપી ધન્ય કર્યા છે. આમ, પળમાં
જાણે ત્રણ કલાક થઈ ગયા ખબરેય ના પડી.

(૯) આજે ૧લી જૂન મંગલ સભામાં

૧.જ્યોતના પંચામૃત હૉલમાં આજે વહેલી બહેનોની મંગલ સભામાં ૧લી જૂનની ઉજવણી
અલૌકિક દિવ્ય રીતે થઇ હતી. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેન વગેરે
સ્વરૂપોના આશીર્વાદ તો મળ્યા. સાથે ૧લી જૂનની પ્રાર્થના માહાત્મ્યસભર ભાવે એક સાધક
બહેને આપણા સહુ વતી લખેલી. તે સભા સંચાલક ધ્વારા વ્યક્ત થઈ હતી તે આ પ્રમાણે છે.
આપણે સહુ પણ વાંચવાની સાથે મનોમન માણીશું.
હરિરંગ
ગુરૂહરિ તારી મૂર્તિ સ્મિત ભરેલી, સૂકી લાગણી ભીની થઈ.
ગુરૂહરિ તારા નામ રટણથી મારી, પરવારેલી હ્દયઝંખના ઊભી થઈ.
ગુરૂહરિ એક પગલીની સ્મૃતિ, બંધ પડેલી દિશાઓ ખુલી ગઈ.
ગુરૂહરિ તારી પળેપળની કૃપાથી, જન્મોજન્મ પામવાની ઝંખના થઈ.
ગુરૂહરિ તારી સંગીત નિર્દોષબુધ્ધિ, બળ આપ પ્રભુ નીરવતામાં ઝુમી રહું.
ગુરૂહરિ બ્રહ્માનંદી રાખવાની ક્ળા તારી, સેવાના બ્રહ્માનંદે ખપી જાઉં.
ગુરૂહરિ સંપ, સુહ્દ્ભાવની ઝંખના તારી, મુક્ત સમાજમાં ખપી જવાની તમન્ના જાગી.
ગુરૂહરિ હરિ હરિ હરિની રટણા, મારી જ બનતી જાય
૨.બીજા સાધક બહેને પપ્પાજીની પ્રેરણા જીલી અને નવું, નાનું ભજ્ન બનાવી, ગાયકવાદ્ય વૃંદ ધ્વારા
પ્રાર્થનારૂપે પપ્પાજીના ચરણે ધર્યું.
મનમાંહે સ્મરૂ મૂરતિ તારી દિનરેન,
ચિંતવન તારૂં ચિત્તમાં થાયે દિનરેન
દર્શન ઝંખે મુજ નૈન (૨)
તુંહી તુંહીની ધખણા રહે
મિટાવે હું નુ ભાન રે…… મનમાંહે…
મન કે તનથી કુથલી ન કરુ
વફાદારી તારી ક્દી ન ચૂકું
હે કૃપાળુ કૃપા કરજે (૨)
ભક્તિમાં રે મન દેહ……. દર્શન ઝંખે (૨)
તુંહી તુંહીની…….. મનમાંહે…….
નિર્દોષબુધ્ધિની સંગે જ દોડું
અભિપ્રાયના થરને છોડું
હે આનંદમૂર્તિ આશિષ દે……(૨)
મહિમા વિચારે ધરૂં કેફ
સાધના કરું સુખભેર…(૨)
તુંહી તુંહીની……..મનમાંહે સ્મરૂ …….
૩. ત્રીજા સાધકબહેન ધ્વારા ભાવઅર્પણ નૃત્યરૂપે રજૂ થયું હતું.
“તારો દિવ્ય અનલકણ અડકાડી, મારી ચૈતન્ય જ્યોત જગાવી તેં….”
દર્શન કરનાર એકએક મુક્ત જાણે પપ્પાજી સાથે મનોમન ભજનના શબ્દોની સાથે વાતો પ્રાર્થના
કરતા હોય તેવું અનુભવાતું હતું.આમ, ન ભૂતો ન ભવિષ્યતિ જેવી ઉજવણી ૧લી જૂનની મંગલ
પ્રભાતે થઈ હતી. વળી, સાંજની કીર્તન આરાધના તો રાબેતા મુજબ હતી. છતાં વિશેષ રીતે થઈ
હતી. જાણે ભજનો સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ.
આજે ઠાકોરજી મહારાજે ફ્રેશ મોગરાના પુષ્પોનાં વાઘાં ધારણ કર્યા હતાં. અને પપ્પાજીનાં શ્વેત
વસ્ત્રો પણ ખૂબ સુંદર મુલાયમ અને શોભાયમાન હતાં.
પ્રાસંગિક મહાપૂજાઓ પ્રભુકૃપામાં થઇ હતી !
હાલ બહાર બધે લગ્નગાળો (લગ્નની સીઝન) છે. નિષ્ઠાવાન હરિભક્તો પોતાનો આ મંગલ પ્રસંગ
શ્રી ઠાકોરજી અને પપ્પાજીના દિવ્ય સાંનિધ્યે મોટેરાં સ્વરૂપોના સાંનિધ્યે મહાપૂજા કરાવીને ધન્યતા
અનુભવતા હોય છે. ગુણાતીત પ્રકાશ સંત પુરોહિત એવા પૂ.યશવંતભાઇ દવે અને પૂ.ઇલેશભાઇએ
ખૂબ સરસ મહાપૂજા કરીને જગતના લગ્નપ્રસંગને ભૂલવી દે છે. અન્ય પ્રસંગને ભૂલવી દે છે.
આજે સવાર-સાંજે બે મહાપૂજા થઈ હતી. (૧) પૂ.હરિની બેચરભાઈ માંગરોળિયા(વડોદરા) ના
લગ્ન પ્રસંગની (૨) પૂ.નર્મદા બા જયરામભાઈ (રાજકોટ) જેઠવાની જીવચર્યાની.
વળી, દીકરી પૂ.મૈત્રી ઠક્કર ભરૂચના લગ્ન પ્રસંગે આશીર્વાદ લેવા આજે પૂ.હર્ષદભાઇ કુટુંબીઓ
સાથે પધારેલા.
આમ, આજે ૧લી જૂનનો દિવસ ખૂબ ભવ્ય રીતે મનાવ્યો હતો ! પ્રભુકૃપામાં પણ દર્શનાર્થીની
ભીડ સતત રહી હતી. પધારનાર સહુ મુક્તો દર્શન કરી ધન્ય થયા હતા ! આશિષ દઇ પપ્પાજી
સહુ કોઇને પ્રત્યક્ષપણાની અનુભૂતિ કરાવતા રહે છે.

એ જ જ્યોત સેવક P.71 વતી પ્રાપ્તિની
ધન્યતા સાથે ૧લી જૂનના સહુ મૂક્તોને જય સ્વામિનારાયણ !