સ્વામિશ્રીજી
હે વ્હાલા અક્ષરમૂકતો,
ચતુર્થ શાશ્ર્વત સ્મૃતિદિનના જય સ્વામિનારાયણ.
આપણા પ્રાણાધાર ગુરૂહરિ પપ્પાજી તત્વ-શક્તિરૂપે, વચન સ્વરૂપે, સ્મૃતિરૂપે તથા વ્યાપકરૂપે આપણી સાથે છે જ. એનો અનુભવ આપણે પ્રત્યેક પળે – પ્રસંગે કરી જ રહ્યાં છીએ. છતાંય વાસ્તવિકતાનો પણ સ્વીકાર આપણે કરીએ તેવા છીએ !
(૧) આપ સર્વ જાણો છો તે મુજબ ગુરૂહરિ પપ્પાજીએ પાર્થિવ દેહ ત્યાગ કર્યો તેને તા.૨૮.૫.૨૦૧૦ ના રોજ ચાર વર્ષ પૂરા થાય છે. સમય સવારના ૧૧.૦૦ વાગ્યાનો, તીથિ જેઠ સુદ – ૧
(૨) “પ્લાન આ તો પૂરવના” એ પંક્તિ અનુસાર – આધ્યાત્મિક ર્દષ્ટિએ જોતા સમય-સંજોગનું મેચીંગ વારંવાર જોવા મળતું રહે છે. તેવું અહીં પણ છે. ઇ. સ. ૧૯૬૬ ની ૨૮ મે ના સવારે ૧૧.૦૦ વાગ્યે વિમુખ પદવી પામ્યા ! તે જ દિવસે અને તે જ સમય ૪૦ વર્ષ બાદ આ શાશ્વત સ્મૃતિ પળ આવી ! (પપ્પાજી ઇ. સ. ૧૯૬૬માં મે મહિનાથી મે ૨૦૦૬ સુધી ૪૦ વર્ષ પ્રભુકૃપામાં સંકલ્પ – ધ્યાનની ધૂણી ધખાવીને રહ્યા !). ૪૦ વર્ષ બાદ ૯૦ વષૅની ઉંમરે પપ્પાજીએ દેહ ત્યાગ કર્યો, તે પહેલા પૂરા ૪૩ દિવસ પ્રભુકૃપામાં તા ૧૬.૪.૦૬ થી ૨૮.૫.૦૬ પપ્પાજી સમાધિમાં રહ્યાં, ભક્તો પાસે ખૂબ ભજન-ધૂન્ય કરાવી લઇ, બળ પમાડી અને જોડાયેલા એક એક ચૈતન્ય પાસેથી એક પળ માટે પણ રજા લઇને દેહત્યાગ કર્યો છે.
(૩) તા. ૨૯.૫.૦૬ ના રોજ સાંજની સુમારે ‘પપ્પાજી તીર્થ’ ભૂમિ પર અંતિમવિધિ થઇ ! તે તીર્થભૂમિને ‘શાશ્વતધામ’ નામ અપાયું છે. આમ, તા. ૨૮, ૨૯ ‘મે’ બે દિવસ આપણે સહુ વિષેશ ભજન, ભક્તિ, પ્રદક્ષિણા દ્વારા અંતર સાંનિધ્ય આ નિમિત્તે માણીશું. આમ, અંતરર્દષ્ટિએ યુકત ચિકટભરી ભક્તિ કરીને આંતરિક રાંકભાવ જીવનમાં પ્રગટાવવાનો આ દિવસ છે. તે માટે હે પપ્પાજી ! બળ, બુધ્ધિ ને પ્રેરણા બક્ષો ! તાક. અધિકમાસની 0II કલાકની નિયમની ધૂન્ય આપણે ૨૯.૫ સુધી આ નિમિત્તે કન્ટીન્યુ કરીશું. વિદ્યાનગર જ્યોતમાં ચતુર્થ શાશ્ર્વત સ્મૃતિદિનનો કાર્યક્મ.
- મૌનધ્યાન: તા. ૨૮.૫ ના સવારે ૧૧.૦૦ વાગ્યે અંતિમક્ષણની ગહન સ્મૃતિમાં ૫ મિનિટ મૌન અને ૧૦ મિનિટ ભજન સમૂહમાં કરીશું.
- પ્રદક્ષિણા: તા. ૨૮.૫ પપ્પાજીતીર્થ પર શાશ્વતધામે સવારે બહેનો અને સાંજે ભાઇઓ પ્રદક્ષિણા માટે જશે.
- મહાપૂજા: તા.૨૯.૫ના સાંજે ૭.૦૦ થી ૯.૦૦ પપ્પાજી હોલમાં સમૂહ મહાપૂજા તથા સભા રાખેલ છે.
* આમ, તા.૨૮, ૨૯ ‘મે’ પપ્પાજીની સ્મૃતિમાં જે મુકતો જયાં હોઇશું ત્યાં આપણી રીતે ભક્તિથી ભીંજાઇશું.
૧લી જૂનનો સમૈયો તા. ૩૦ મે ના રવિવારે સવારે ૮.3૦ થી ૧૧.૩૦ પપ્પાજી હોલમાં સંયુક્ત સભામાં ઉજ્વીશું.
૧ લી જૂન એટલે:
- ગુરૂહરિ પપ્પાજીનો ૫૮મો સાક્ષાત્કારદિન
- શ્રી ગુણાતીત જ્યોતનો ૪૪મો સ્થાપનાદિન પપ્પાજીના કાર્યનો વિજયદીન.
- ગુણાતીત સમાજનો સ્થાપના દિન
*આ ત્રિવેણી સંગમને ૧લી જૂનના સમૈયા તરીકે ઉજ્વીએ છીએ. આગળ તા. ૨૮, ૨૯, ૩૦ મે ના સમૈયા જયોતશાખાના મૂકતો તથા સ્થાનિક હરિભક્તો ભેગા મળી વિદ્યાનગર જ્યોતમાં ઉજ્વીશું.
ત્યાર બાદ ( તા. ૩૧ મે પછી ) જ્યોત શાખાઓમાં, મંડળોમાં ઠેર ઠેર સ્થાનિક ઉજ્વણી પણ થશે. સર્વને નોંધ લઇ આપના મંડળમાં કે ઘર મંદિરમાં પપ્પાજીની સ્મૃતિ સાથે પ્રભુ પ્રસત્રતાર્થે ઉજવણી કરશો.
જય સ્વામિનારાયણ