Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

16 to 31 Mar 2013 – Newsletter

સ્વામિશ્રીજી                                 

જય ગરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષર મુક્તો !

માર્ચ મહિનાના અંતના ઉર્ફે નાણાકીય દિવાળીના જય સ્વામિનારાયણ !

અહીં આપણે તા.૧૬ થી ૩૧ દરમ્યાનની જ્યોત સમૈયાની ઉજવણીના સ્મૃતિદર્શન કરીશું.

() તા.૧૬//૨૦૧૩ શનિવાર 

નૂતન પપ્પાજી હૉલ (પંચમ જ્યોત)નું ખાત મુર્હૂતની મહાપૂજા આજે સવારે ૮.૩૦ થી ૧૦.૦૦ માં સૌ સદ્દ્ગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે પૂ.ઈલેશભાઈ અને પૂ.યશવંતભાઈ દવેએ કરાવી હતી. લંડન મંડળ વતી પૂ.રમણીકભાઈ કોટેચાને (લંડન) આજની મહાપૂજાના યજમાન પદે મહાપૂજાનો લાભ લીધો હતો. પ.પૂ.દીદીએ આશિષ આપતાં કહ્યું કે ઈ.સ.૧૯૬૫માં જોગીબાપાએ જ્યોતનું ખાતમુર્હૂત કર્યું ત્યારે આશિષ આપ્યા હતા કે, “ગુણાતીત જ્ઞાનના સંદેશા દુનિયામાં અહીંથી ફેલાશે.” એ આશીર્વાદ મુજબ જ્યોતની પ્રગતિ થતી રહી. યોગીબાપાની આજ્ઞાથી પપ્પાજીના પ્લોટમાં ૧૯૬૬માં મંદિર અને ૧ મકાન બંધાયું. જેમ જેમ બહેનો ભગવાન ભજવા આવતાં ગયાં તેમ એક એક મકાન બંધાતા ગયા. જ્યોતની એક એક ઈંટ પપ્પાજીએ ઉભા રહીને બંધાવી છે. છેલ્લા પાંચ વર્ષથી પ.પૂ.બેનની ઈચ્છા અને આશીર્વાદ મુજબ સભા સમૈયાનો હૉલ અને મકાનનું આજે ખાતમુર્હૂત કરી રહ્યાં છીએ. પ.પૂ.બેનની શતાબ્દીનો સમૈયો સહુ પ્રથમ આ હૉલમાં ઉજવવાવી ભાવના છે. નિર્વિઘ્ને સંપન્ન થાય તેવી પ્રાર્થના સાથે ધૂન કરીને પાયામાં ઈંટ અને પુષ્પો બહેનોએ ભાઈઓએ પધરાવ્યા હતાં.

{gallery}/images_in_articles/newsletter/2013/March/16-03-13 nutan pappaji hall mahapuja/{/gallery}

() તા.૧૭//૧૩ રવિવાર સદ્દ્ગુરૂ A સ્વરૂપ પૂ.જયુબેનનો સ્વરૂપાનુભૂતિદિન 

પૂ.જયુબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી જ્યોત મંદિરમાં બહેનોની રાત્રિ સભામાં ૮.૩૦ થી ૧૦.૩૦ થઈ હતી. ધ્વનિ મુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા ! પપ્પાજી જયુબેનને હનુમાનજી કહેતા. સેવાભાવી, મૂક સેવક પૂ.જયુબેન ખરેખર દીદીના પડછાયારૂપ જીવન જીવ્યાં. રાત-દિવસ જોયા વગર જ્યારે જે સેવા આપી તેમાં મન પરોવીને દેહ અને દેહભાવ ગણ્યા વગર સેવા કરી છે તો હનુમાનમાંથી હનુરામ બની ગયા. એટલે કે દાસત્વભાવે જીવી સદ્દ્ગુરૂ બની ગયા ! એવાં જયુબેન વિષે આજે સભામાં પૂ.બેનીબેન, પૂ.સંગીતાબેન ભાવસાર, પૂ.આભાબેન પટેલ, પૂ.પ્રજ્ઞાબેન મચ્છર અને ડૉ.નીલમબેને પ્રસંગ વર્ણવી જીવનની ઝાંખી કરાવી હતી.પૂ.જયશ્રીબેન સોની રચિત ભજન ઉપર પૂ.સ્મિતાબેન માંકડીયાએ ભાવાર્પણ પ્રાર્થના ધરી હતી. પૂ.જયુબેન આશીર્વાદ આપવાનાં હતાં તેમાં તેઓએ યાચના સાથે દાસત્વભાવે પ્રાર્થના કરી હતી. તેમાં એક ભૂલકું બનવાનો ભાવ હતો. પપ્પાજી આપણને અહીં લાવ્યા છે. આપણે કાંઈ કર્યું નથી. કાંઈ કરવાનું નથી. એમની પ્રાર્થનામાં સર્વોપરી સ્વરૂપનિષ્ઠા ! સ્વના લેશ વગરનો ગુણાતીતભાવનું દર્શન થયું હતું.

પ.પૂ.દીદીએ આશીર્વાદમાં જયુબેનની સેવા ભક્તિ સેવાની પ્રસન્નતા કરતાં સેવાની યાદીનું લીસ્ટ કહ્યું. દીદીએ પોતાની વાત કરીને એક પ્રસંગ કહ્યો કે, મારી સેવા જ્યોતની સ્વચ્છતા જાળવાની દેખરેખ રાખવાની હતી. એક દિવસ મેં સેવા કરનાર બહેનોને રોકી હતી. તે પપ્પાજીએ નોંધ્યું. અને એક લેખ મોકલ્યો કે, ગુણાતીત જ્ઞાનમાં મહંતાઈ એટલે શું ? “તો દાસના દાસ થવું તે.” જયુબેનની આવી પ્રાપ્તિ છે. જયુબેન તારદેવ સાધના કરવા આવતાં પહેલાં પત્રમાં લખેલું કે, “હું ગોટલાની જેમ ચૂસશો તેમ ચૂસાઈશ, ઉંહકારોય નહીં કરું.” આ જ્ઞાન નાની ઉંમરે આવ્યું ક્યાંથી ? જયુબેન ખરેખર પૂર્વના હતાં અને ખરેખર એમને આપેલ વચન (કૉલ) મુજબ સાધના કરી છે. જયુબેને આજ દિન સુધી હું વઢીને કહી શકું છું. છેલ્લે પપ્પાજીની સેવામાં પણ તેની પસંદગી સ્વયં પપ્પાજીએ કરી હતી. આમ, ખરી પ્રસન્નતાનું પાત્ર જયુબેન છે. પપ્પાજીનું અદ્દ્ભૂત અનોખું સર્જન એવાં જયુબેનનો સ્વરૂપાનુભૂતિદિન ખૂબ ટૂંકમાં છતાંય યથાર્થ રીતે ઉજવાયો હતો. ખરા ગુણાતીતજ્ઞાનની ગંગામાં સ્નાન કરી સહુ ધન્ય બન્યાં હતાં.

{gallery}/images_in_articles/newsletter/2013/March/17-03-13 p.jayuben desai divine day sabha at jyot mandir/{/gallery}

() તા.૨૬//૧૩ મંગળવાર ..મુ.ભગતજી મહારાજનો પ્રાગટ્યદિન 

આજે જ્યોત મંદિરમાં બહેનોની મંગલ સભામાં ઉજવાયો હતો. ધ્વનિમુદ્રિત આશીર્વાદમાં ગુરૂહરિ પપ્પાજીએ પ્રહલાદજીની વાર્તા કરી હતી. અને પ્રકરણ ૧લાની ૧લી વાત સમજાવી.

સ્વામીની વાત “પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુધ્ધ કર્યું. પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને પ્રહલાદને કહ્યું જે યુધ્ધે કરીને તો હું જીતાઉં તેવો નથી. ને મને જીતવાનો ઉપાય તો એ છે જે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતવન કરવું ને નેત્રમાં પણ મારી મૂર્તિ રાખવી. એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી” એમ કહ્યું. પછી પ્રહલાદે એવી રીતે અભ્યાસ કર્યો તો ભગવાન છ મહિનામાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો. પપ્પાજીએ આ વાત સમજાવી તથા પૂ.ભગતજી મહારાજની દાસત્વભક્તિ, સેવા ભક્તિની વાત કરીને આશીર્વાદ આપ્યા હતા.

પપ્પાજીના આશીર્વાદ ઉપર પ.પૂ.દીદીએ પણ સરસ લાભ આપ્યો હતો. તેમાં ફગવા – “મહાબળવંત માયા તમારી..” તેના ઉપર વાત કરી હતી. પપ્પાજી હંમેશાં નવા ફગવા તરીકેનું ભજન “યોગી તારા ગાવામાં ગુણગાન…” એ ભજન ગવડાવતા. તે સ્મૃતિ સાથે આજે સભાના અંતમાં પ.પૂ.દીદીએ આ ભજન ગવડાવ્યું હતું. લય થઈને સમૂહમાં આ ભજન પ્રાર્થનારૂપે ગાયું હતું. અને પ્રાર્થના પ્રભુચરણે ધરી હતી. સભા બાદ ફગવાનો પ્રસાદ (ધાણી, ખજૂર અને ચણાનો મીક્સ કરેલ પ્રસાદ) આજે હોય ! જે બધા મુક્તોએ પ્રાર્થના સાથે લીધો હતો. પ્રભુકૃપામાં પણ ગુરૂહરિ પપ્પાજી સમક્ષ ફગવાનો પ્રસાદ અને હાયડા (ગળી ખાવાની વસ્તુ) જે અહીંની હોળી પર્વની ખાસિયત છે તે ધર્યા હતા. (લટકાવ્યા હતા.) આમ, હોળી પર્વની ઉજવણી આધ્યાત્મિક રીતે પપ્પાજી કરાવતા હતા તે સ્મૃતિ સહ આજનો ઉત્સવ ઉજવાયો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/March/26-03-13 p.p.bhagtji maharaj pragtyadin/{/gallery}

() તા.૨૭//૧૩ બુધવાર (હુતાશની) .પૂ.કાશીબાનો પ્રાગટ્યદિન 

જ્યોત પંચામૃત હૉલમાં આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ ની બહેનોની સભામાં પ.પૂ.કાશીબાનો પ્રાગટ્યદિનની ઉજવણી ખૂબ દિવ્યતાથી થઈ હતી. સહુ પ્રથમ માહાત્મ્ય સમ્રાટ સેવા મૂર્તિ કાશીબાના યથાર્થ સ્વરૂપનું દર્શન ધ્વનિ મુદ્રિત આશીર્વાદમાં ગુરૂહરિ પપ્પાજીએ કરાવ્યું હતું. પૂ.જયુબેન દેસાઈ, પૂ.મનીબેન, પૂ.મધુબેન સી. અને પ.પૂ.દીદીએ આજની સભામાં કાશીબાના અનુભવ પ્રસંગો સાથે ઓહો ! કોઈ વાતો કરી છે. જાણે થોડી વાર માટે ભૂતકાળમાં જતા રહેવાય. ઈતિહાસની ફિલ્મ જોતા હોઈએ તેવું અનુભવાયું હતું.

પ.પૂ.કાશીબા ધ્યાનની મૂર્તિ હતાં. કલાકો સુધી ધ્યાન કરતાં. ધ્યાનમાં શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કરતાં. શાસ્ત્રીજી મહારાજ જ્યાં હોય ત્યાં શું કરી રહ્યા છે તે કાશીબાને ઘરે બેઠા દેખાતું. અને હરિભક્તોને કહેતા. વળી, કાશીબાના આશીર્વાદ ફળતા ! ગૃહસ્થ બહેનો પોતાની મૂંઝવણ બા પાસે કહેતાં. બાના આશીર્વાદથી આધિ-વ્યાધિ ટળી જતાં. તેથી કાશીબાને ભગવાન માનીને બધાં પૂજતાં હતાં. એવાં ઐશ્ર્વર્યવાન કાશીબાને શાસ્ત્રીજી મહારાજ સ્વધામ સિધાવ્યા બાદ યોગીબાપામાં એવી જ નિષ્ઠા થઈ ગઈ. કાશીબા સેવા મૂર્તિ પણ હતાં. પપ્પાજી-કાકાજીના માતા પૂ.દિવાળીબાની બિમારીમાં કાશીબાએ ખૂબ સેવા કરી છે. પપ્પાજી-કાકાજીને નડિયાદ મંડળના મુક્તો પાસે કરાવી છે. યોગીબાપાનો ખૂબ રાજીપો “દુકાળમાં કોદરા પૂર્યા.” સેવાની જરૂર હતી અને ટાણે સેવા કરી લીધી છે. અરે વિદ્યાનગર આવીને આવડા મોટાં કાશીબાએ ગુણાતીત સાધુ બનવાનો આદર્શ રાખી ખપથી સેવા ભક્તિ ખૂબ કર્યા છે. વળી, કાશીબા જપયજ્ઞનું પણ સ્વરૂપ હતાં. ખૂબ ધૂન્ય કરતાં. ૨૪લાખનો કેસ થયો ત્યારે ત્રણ મહિનાની સતત ધૂન્ય (૨૪કલાકની ધૂન્ય) તારદેવ રાખી હતી. તે ધૂન કરવા માટે કાશીબાને નડિયાદથી બોલાવી લીધાં હતાં. નડિયાદ જ્યારે ગંગાબાને ઝેરી સાપ કરડેલો ત્યારે કાશીબાએ આખા મંડળના બહેનોને તેના ઘરે બોલાવી લઈ આખી રાત શ્રધ્ધાથી ધૂન્ય કરાવી હતી. તો સાપનું ઝેર ઉતરી ગયું. સ્વામીની વાત છે તે મુજબ “સ્વામિનારાયણ નામના મંત્રથી કાળા નાગનું ઝેર પણ ના ચડે.” તે વાત કાશીબાએ સાકાર કરી હતી.

આમ, કાશીબાનો પ્રાગટ્યદિન ઉજવાયો હતો. સર્વ મુક્તોએ મનોમન નમન કરીને એવા સાચા ગુણની યાચના કરી હતી. કાશીબા એટલે શ્રી ગુણાતીત કેન્દ્રનો બીજો નંબર હતાં. (પ્રથમ નંબર સોનાબા, બીજો કાશીબા.) જેમની મૂર્તિના જ્યોત મંદિરમાં પ્રવેશદ્વ્રારની જમણી દિવાલે દર્શન થાય છે.

{gallery}/images_in_articles/newsletter/2013/March/27-03-13p.p.kashiba pragtyadin holi/{/gallery}

તા.૨૭//૧૩ ધૂળેટી ગુણાતીત સ્વરૂપ .પૂ.સાહેબજીનો પ્રાગટ્યદિન 

પ.પૂ.સાહેબજીનો ૭૪મો પ્રાગટ્યદિન બ્રહ્મ જ્યોતિ (મોગરી) તીર્થ ધામે ખૂબ ભવ્ય રીતે ઉજવાયો હતો. પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન અને જ્યોતના લગભગ ૧૦૧ બહેનો સભામાં લાભ લીધો હતો. આ વખતે રાત્રે ૮.૦૦ થી ૧૧.૦૦ સમૈયો હતો. ખૂબ સુંદર ભવ્ય સુશોભન હતું. જેમાં પપ્પાજી બ્રહ્મ વાક્યની સ્મૃતિ થાય તેવી ભજનની પંક્તિ આલેખી હતી. “હોઠ ને હૈયું હસતાં રખાયે, પ્રસંગે તને સાથ દેવાય.” વળી, ૨૦૧૩ના વર્ષને “સંત આજ્ઞા સોપાન” તરીકે જાહેર કર્યું છે.

આધુનિક ટૅકનોલોજીનો ઉપયોગ કરી ‘મંત્ર લેખન’ કરવાની શુભ શરૂઆત આજે અનુપમ મિશનના ભાઈઓ દ્વારા થઈ હતી. આ નવીન બાબત ગુણાતીત સમાજમાં આજે પ્રથમવાર પડી હોય. તે બદલ આ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન !

વેબ સાઈટ પર આપ સર્વે બહુધા મુક્તોએ આજના સમૈયાનો લાભ માણ્યો હશે. ‘ઘેર બેઠા ગંગા’ ની જેમ પ.પૂ.સ્વામીજી, પ.પૂ.સાહેબજી, પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીના આશીર્વાદ તથા કથામંગલ દ્વારા પૂ.મનોજભાઈ સોનીની અદ્દભૂત શૈલીમાં ઉપાસનાનું રહસ્ય સમજાવ્યું હતું. તે લાભ સર્વ કોઈને પ્રાપ્ત થયો હતો. આમ, આજે આખો દિવસ પ.પૂ.સાહેબનો પ્રાગટ્યદિન સાચા અર્થમાં સિધ્ધાંતિક લાભ પ્રાપ્ત થાય તે રીતનો ઉજવાયો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/March/27-03-13 p.p.sahebji pragtyadin dhuleti/{/gallery}

આમ, આખું પખવાડિયું પણ વિધ વિધ કાર્યક્ર્મ સભા-ભક્તિ સાથે જોતજોતામાં પૂરૂં થયું હતું. અત્રે પ.પૂ.બેન અને સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. સર્વે સદ્દગુરૂ તથા બહેનો-મુક્તોના આપ સર્વને ઘણા કરીને હેતપૂર્વક જય સ્વામિનારાયણ !

એ જ જ્યોત સેવક ના જય સ્વામિનારાયણ.