સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીના અંશ સ્વરૂપો, વ્હાલા અક્ષર મુક્તો,
૨૮મી મે શાશ્વત સ્મૃતિ પર્વ તથા ૧ લી જૂન ગુરૂહરિ પપ્પાજીના સાક્ષાત્કાર દિનના જય સ્વામિનારાયણ.
આજે અહીં આપણે ૧૬/૫ થી ૬/૬ દરમ્યાન જ્યોતમાં યોજાયેલ શિબિરનું સ્મૃતિ દર્શન કરીશું.
ઓહોહો ! આ મંગલપર્વની ઉજવણી જ્યોતમાં ખૂબ ભક્તિ- કથાવાર્તાથી થઈ હતી. આ દિવસોમાં બે મોટા પર્વ આવી રહ્યાં છે.
(૧) ૨૮મી મે પપ્પાજીનો શાશ્વત સ્મૃતિ પર્વ
(૨) ૧લી જૂન પપ્પાજીનો ૬૦મો સાક્ષાત્કાર દિન અને ૧લી જૂન જ્યોતનો ૪૭મો સ્થાપનાદિન આ નિમિત્તે જ્યોતમાં જે ઉજવણી થઈ તે માણીએ.
(૧) ૧૦૦કલાકનીધૂન
પ.પૂ.દીદીના આયોજન આજ્ઞા મુજબ તા.૧૫ થી ૨૫ મે દરમ્યાન ૧૦૦ કલાકની ધૂન રાખી હતી. જ્યોત મંદિરમાં ધૂનનો કાર્યક્ર્મ સંપન્ન થયો હતો. (છેલ્લા છ વર્ષથી જ્યોતમાં દર ૨૮મે પપ્પાજીના શાશ્વત સ્મૃતિદિન નિમિત્તે ૪૩ કલાકની ધૂન રાખતા. પપ્પાજી અંતિમ ૪૩ દિવસ સમાધિમાં રહ્યા તે સ્મૃતિ સાથે ૪૩ દિવસ ધૂન રાખતા. પરંતુ આ વખતથી પપ્પાજી શતાબ્દી પર્વ સ્મૃતિ સહ ૧૦૦ કલાકની ધૂન પપ્પાજી સ્વરૂપ દીદીએ કરાવી. પપ્પાજી દુઃખદ બાબતને સુખદમાં હંમેશા ફેરવી દેવાની positive thinking, positive વર્તન કરવા કરાવવાની જે અસલ રીત તે મુજબ અત્રે પપ્પાજી શતાબ્દીની સ્મૃતિ અનુસંધાને ૧૦૦ કલાકની ધૂન થઈ હતી.
(૨) પપ્પાજી શતાબ્દી પર્વ ઉપક્ર્મે “પરાભક્તિ સૌરભ સપ્તાહ” શિબિરનું ખૂબ ભવ્ય આયોજન જ્યોત પંચામૃત હૉલમાં બહેનોની સભામાં થયું હતું. પપ્પાજી જે મુક્તોને જે સેવા આપે છે તેને તે બાબતની પ્રેરણા પણ આપે જ છે. તેવી પ્રેરણા પપ્પાજીએ પૂ.બકુબેન પટેલને સભા સંચાલક વિભાગને આપી. તે પ્રેરણા ઝીલીને આખો પ્લાન તેઓએ બનાવ્યો. સ્વરૂપો પાસે રજૂ કર્યો. સભાના સિનિયર કંટ્રોલ હેડ પ.પૂ.દીદી ભળ્યા ! અને આખી શિબિરનો પ્રારંભ થયો. જૂન મહિના દરમ્યાન જે બહેનોના ડીવાઈન ડે – જન્મદિવસ આવતા હતાં તે બહેનોના નામનો એક ચાર્ટ કર્યો. જ્યોતમાં સવાર-સાંજ બે ટાઈમનો અઠવાડિયાનો કાર્યક્ર્મ બન્યો. પપ્પાજી હંમેશા જ્યોતમાં કહેતા કે, જે સ્વરૂપનો ર્દષ્ટાદિન આવતો હોય તે સ્વરૂપના જીવન દર્શનનું વાંચન સભામાં કરવું. એમાંય બાળપણની વાત નહીં વાંચવાની. ખાસ એમણે કેવી રીતે સાધના કરી હતી તે પ્રેરણા આવે તે માટે સાધનાકાળનું જ ર્દષ્ટા સ્થપાયા પછીનું જ વાંચન કરાવતાં. એ પ્રેરણા પપ્પાજીએ આ ૬૦મા સાક્ષાત્કાર પર્વે બકુબેનને કરી. તેમના આયોજન મુજબનો કાર્યક્ર્મ ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયો.
{gallery}/images_in_articles/newsletter/2013/May/Parabhakti sourabha saptah{/gallery}
“પરાભક્તિની સૌરભ” પપ્પાજીના જીવન આત્મકથાની બુકમાંથી ઈ.સ.૧૯૫૨ થી ૧૯૬૬ દરમ્યાનના પ્રસંગો લીધાં. કારણ તે સાધનાકાળ દરમ્યાન તો છે જ. ઉપરાંત ૧૯૫૨માં પપ્પાજીને સાક્ષાત્કાર થયો ત્યારથી ૧૯૬૬ જ્યોતની સ્થાપના સુધીમાં પપ્પાજી કેવી રીતે ક્યા પ્રસંગે કેવું વર્ત્યા. ર્દષ્ટા સ્થપાયા પછી પ્રત્યક્ષ સ્વરૂપની નિષ્ઠા કેવી હોય ! ગુરૂવચનનું મૂલ્ય તથા કેવા સમર્પણ ભાવે વર્તવું જોઈએ તેનો દાખલો બેસાડવા પપ્પાજીનું પળેપળનું જીવન આદર્શ છે. પપ્પાજીની શતાબ્દી સાથે શ્રી ગુણાતીત જ્યોતના સ્થાપનાદિનની સુવર્ણ જયંતિ આવી રહી છે. ૧૯૬૬માં જ્યોતની સ્થાપના થઈ. જે પપ્પાજીના કાર્યનું દર્શન છે. પરાભક્તિનું દર્શન છે. આ રીતે ૧૯૬૬ સુધીના પ્રસંગો આ પારાયણમાં લીધા હતાં.
દરેક સભામાં એક સદ્દગુરૂ A ને યજમાન ગુરૂપદે સ્થાન આપેલ. તથા પાંચ બહેનો પારાયણનો એક પ્રસંગ વાંચીને તેના પર વાત કરે. જેમાં પપ્પાજીના સ્મૃતિ પ્રસંગ, પપ્પાજીએ કરાવેલ અનુભવ પ્રસંગ કહેવાના રાખેલ. ઓહોહો ! બહેનોએ તો કાંઈ વાતો કરી છે. પપ્પાજીની સનાતન સ્મૃતિ તથા પ્રસંગે પ્રાર્થના કરવાથી પપ્પાજીએ તત્કાળ કરાવેલા અનુભવોની વાતો બહેનોએ કરી હતી. શ્રોતા બહેનોને વાતોએ ખેંચી રાખ્યા હતાં. પપ્પાજી શિબિરમાં પધારી જતા હોય અને રાજી થકા સર્વ વક્તાઓમાંથી બોલી જતા હોય ! શ્રોતાઓમાં રહી સ્વીકારતા હોય તેવું દર્શન. “જ્યાં જુએ ત્યાં રામજી” એવું દરેકને અનુભવાતું હતું. સૌરભ સપ્તાહની ૧૦ સભા થઈ હતી. તેનો ચાર્ટ સ્મૃતિ નોંધ આ પ્રમાણે છે.
* પ્રથમ શિબિર સભા- તા.૨૬/૫ ના રોજ રવિવારે ૧૦ થી ૧૨.૩૦ હતી. શિબિર પ્રારંભે પ.પૂ.બેનની શતાબ્દી પર્વ વર્ષ ચાલી રહ્યું છે. તેથી પ્રથમ પ.પૂ.બેન યજમાન ગુરૂપદે હતાં પારાયણ કરીને આ મુક્તોએ લાભ આપ્યો હતો.
૧.પ.પૂ.દીદી, ૨.પૂ.વસંતબેન, ૩.પૂ.પુષીબેન બોરડીટીંબા, ૪.પૂ.વિદ્યાબેન પટેલ, ૫.પૂ.મીનાબેન દેસાઈ
* બીજી શિબિર સભા તા.૨૬/૫ ના સાંજે ૫.૩૦ થી ૮.૦૦ હતી. તેમાં યજમાન ગુરૂપદે પ.પૂ.જ્યોતિબેન હતાં અને પારાયણ કરીને આ મુક્તોએ લાભ આપ્યો હતો.
૧.પૂ.શશીબેન, ૨.પૂ.મલ્લિકાબેન, ૩.પૂ.રાજુબેન જસાણી, ૪ પૂ.સરોજબેન પટેલ, ૫ પૂ.ચારૂબેન ભટ્ટ
* ત્રીજી શિબિર સભા તા.૨૭/૫ ના સવારે ૧૦ થી ૧૨.૩૦ હતી. તેમાં યજમાન ગુરૂપદે પ.પૂ.દીદી હતાં અને પારાયણ કરીને આ મુક્તોએ લાભ આપ્યો હતો.
૧ પૂ.સ્મિતાબેન માંકડીયા, ૨ પૂ.ભારતીબેન રતનપરા, ૩ પૂ.પ્રતિક્ષાબેન ચિતલીયા, ૪ પૂ.સ્વીટાબેન દલસાણિયા
* ચોથી શિબિર સભા તા.૨૭/૫ ના સાંજે ૫.૩૦ થી ૮.૦૦ હતી. તેમાં યજમાન ગુરૂપદે પ.પૂ.જસુબેન હતાં અને પારાયણ કરીને આ મુક્તોએ લાભ આપ્યો હતો.
૧ પૂ.મંગલાબેન મારૂ, ૨ પૂ.પૂર્વીબેન રતનપરા, ૩ પૂ.ડૉ.કમલાબેન, ૪ પૂ.મનીબેન, ૫ પૂ.ભારતીબેન ઠક્કર
* પાંચમી શિબિર સભા તા.૨૮/૫ ના સાંજે ૫.૩૦ થી ૮.૦૦ હતી. તેમાં યજમાન ગુરૂપદે પૂ.મનીબેન હતાં અને પારાયણ કરીને આ મુક્તોએ લાભ આપ્યો હતો.
૧ પૂ.વીરૂબેન પટેલ, ૨ પૂ.પવનબેન, ૩ પૂ.હીરાબેન, ૪ પૂ.પ્રભાબેન ચપલા, ૫)પૂ.મીનાબેન ભટ્ટ
* છઠ્ઠી શિબિર સભા તા.૨૯/૫ ના સવારે ૧૦ થી ૧૨.૩૦ હતી. તેમાં યજમાન ગુરૂપદે પૂ.મધુબેન સી. પટેલ હતાં અને પારાયણ કરીને આ મુક્તોએ લાભ આપ્યો હતો.
૧) પૂ.નીતાબેન ચોટાઈ, ૨) પૂ.જાગૃતિબેન ઠક્કર, ૩) પૂ.પમીબેન, ૪) પૂ.માલતીબેન, ૫) અનુરાધાબેન
* સાતમી શિબિર સભા તા.૩૦/૫ ના સવારે ૧૦ થી ૧૨.૩૦ હતી. તેમાં યજમાન ગુરૂપદે પૂ.સવિબેન જી. હતાં. અને પારાયણ કરીને આ મુક્તોએ લાભ આપ્યો હતો.
૧ પૂ.ડૉ.પંકજબેન, ૨ પૂ.જ્યોત્સ્નાબેન, ૩ પૂ.પ્રજ્ઞાબેન કાછીયા, ૪ પૂ.નીપાબેન શાહ, ૫ પૂ.બેનીબેન
* આઠમી શિબિર સભા તા.૩૦/૫ ના સાંજે ૫.૩૦ થી ૮.૦૦ હતી. તેમાં યજમાન ગુરૂપદે પ.પૂ.તારાબેન સ્વરૂપે પૂ.લીલાબેન હતાં. (તારાબેન પણ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન હતાં.) અને પારાયણ કરીને આ મુક્તોએ લાભ આપ્યો હતો.
૧ પૂ.કસ્તૂરીબેન, ૨ પૂ.ઈલાબેન વાઘેલા, ૩ પૂ.ઝરણાબેન દવે, ૪ પૂ.દીનાબેન શાહ, ૫ પૂ.કમુબેન પટેલ
* નવમી શિબિર સભા તા.૩૧/૫ ના સાંજે ૫.૩૦ થી ૮.૦૦ હતી. તેમાં યજમાન ગુરૂપદે પૂ.તરૂબેન હતાં અને પારાયણ કરીને આ મુક્તોએ લાભ આપ્યો હતો.
૧ પૂ.ઈલાબેન મારડીયા, ૨ પૂ.ચંદ્રિબેન ચપલા, ૩ પૂ.સુખદાબેન, ૪.પૂ.કાજુબેન, ૫ પૂ.ઈલાબેન દવે
* દસમી શિબિર સભા પૂર્ણાહુતિની સભારૂપે તા.૨/૬ રોજ સવારે ૧૦ થી ૧૨.૩૦ હતી. તેમાં યજમાન ગુરૂપદે પૂ.હંસાબેન ગુણાતીત હતાં અને પારાયણ કરીને આ મુક્તોએ લાભ આપ્યો હતો.
૧ પૂ.દક્ષાબેન પટેલ, ૨ પૂ.હંસાબેન પાવાગઢી, ૩ પૂ.ગીતાબેન મચ્છર
એકથી એક ચડીયાતી સભા થઈ હતી. તેમાં પૂર્ણાહુતિ સભામાં તો જાણે કળશ ચડી ગયો હોય તેવો ભવ્ય દિવ્ય આનંદ અનુભવાયો હતો. પૂ.બકુબેન પટેલના આ આયોજનના રાજીપારૂપે પ.પૂ.દીદીએ અને સદ્દગુરૂઓએ બહેનોને દિલથી બહુમાન કરીને નવાજ્યાં હતાં.પૂ. બકુબેનને સાથ આપનાર સભા સંચાલક પૂ.ઝરણાબેન દવેને પણ દીદીએ નવાજ્યાં હતાં. પ.પૂ.દીદી ભજનની પસંદગી કરતાં અને ગાયક પૂ.ઈલાબેન મારડીયાની પસંદગી પણ દીદીએ કરી હતી. દરેક સભામાંપૂ. ઈલાબેને ખૂબ ભાવસભર બુલંદ અવાજમાં ભજન અને ધૂન ગાયા હતાં. જે શિબિરના ઉઠાવના ભાગરૂપે હતાં. પૂ.ઈલાબેનને પણ દીદીએ નવાજ્યાં હતાં. શિબિરમાં બીફોર ટાઈમ જાણે પપ્પાજી બિરાજમાન થઈ જતાં હોય તેવી અનુભૂતિ દરેક મુક્તને અંતરમાં થતી હતી. સર્વે ખેંચાઈને સભામાં આવી જતાં અને એકધારી શિબિરનો લાભ લેતાં હતાં. ઓહોહો ! કાંઈ શિબિર થઈ છે ! ઘણાં વર્ષો પછી આવી શિબિર થઈ હતી.
(૩) ૨૮મી મે અને ૧લી જૂન નિમિત્તે શાશ્વત ધામે પ્રદક્ષિણાનો કાર્યક્ર્મ ૧લી એ સવારે જ્યોતના બહેનોનો હતો તથા કીર્તન આરાધના રાબેતા મુજબ પણ ૧લી જૂન નિમિત્તે નવા ભજનો સાથે થઈ હતી. ૧લી જૂનનો સમૈયો ૨જી જૂને રવિવારે રાત્રે ૮.૩૦ થી ૧૧.૦૦ પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં ઉજવાયો હતો. તથા પ્રભુકૃપામાં શ્રીફળ રૂપી હ્રદયકાશે ગુરૂહરિ પપ્પાજીને બિરાજમાન કરેલો કુંભ આસપાસ સ્વસ્તિક, નાના કુંભ દ્વારા દિવ્યતાસભર સુશોભન કર્યું હતું. ૧લીએ મંગલ પ્રભાતે ૧૦૧ શ્રીફળની શેષ બનાવીને તેનો પ્રસાદ દર્શનાર્થી દરેક મુક્તોને પડીયામાં અર્પણ કરેલ. તા.૬/૬ના પ.પૂ.દીદીના ૫૭મા સાક્ષાત્કારદિનનો સમૈયો રાત્રિ સભામાં પંચામૃત હૉલમાં ઉજવાયો હતો. ઉપરોક્ત સ્મૃતિ દર્શન વેબસાઇટ પર જે તે દિવસે જ્યાં હોય ત્યાં સર્વે મુક્તો લાભ લઈ શકે તે હેતુથી મૂક્યું હતું તેથી અહીં તેનો ઉલ્લેખ વિગતે નથી કરેલ.
{gallery}/images_in_articles/newsletter/2013/May/D-28-5-13 shashwat dhame pradashina{/gallery}
(૪) જ્યોત શાખા મંદિરોમાં પણ ૨૮મી મે અને ૧લી જૂન નિમિત્તે ભજન-ભક્તિ સભા, મહાપૂજાના આયોજન સહુની રીતે હાંહાં ગડથલરૂપે યોજાયા હતાં.માણાવદર જ્યોતમાં મહિલામંડળે સમૂહ મહાપૂજા પૂ.ધર્મિષ્ઠાબેનના સાંનિધ્યે કરી હતી. બોરીવલી મંડળના મહિલાઓએ પણ અસ્થિકુંભની મહાપૂજા શ્વેત (યુનિફોર્મ) સાડી ધારણ કરીને કરી હતી. પૂ.ભારતીબેન મોદી, પૂ.વજીબેન, પૂ.દક્ષાબેન પટેલ વગેરે બહેનોના સાંનિધ્યે દિવ્યતાસભર મહાપૂજા થઈ હતી. અમદાવાદ જ્યોતમાં ૧લીએ રાત્રે ૮.૩૦ થી ૧૧.૦૦ ની સભા કીર્તન-ભજન સાથે પપ્પાજીની અનેક સ્મૃતિ ૧લી જૂન સંદર્ભની હતી તે એકત્રિત કરીને તેનો સુંદર કાર્યક્ર્મ ભાઈઓ દ્વારા રજૂ થયો હતો. અમદાવાદ જ્યોતમાં મહંત પૂ.ઈન્દુબાના સાંનિધ્યે સભા હતી. વિદ્યાનગરથી પૂ.મણીબેન, પૂ.મનીબેન પણ આવેલા. સભામાં તેઓએ લાભ આપ્યો હતો. નરોડા જ્યોતમાં સાંજે ૪.૦૦ થી ૭.૦૦ ૧લી જૂન નિમિત્તેની સભા મહિલા મંડળની હતી. તે માટે વિદ્યાનગરથી પૂ.મણીબેન, પૂ.મંદાબેન, પૂ.મનીબેન, પૂ.સુખદાબેન અને બહેનો સભા કરવા ગયા હતાં. સમૈયાની સભાની સાથે સાથે તેઓની શિબિર સભા પણ બાકી હતી તે આવરી લઈને અદ્દભૂત સભા થઈ હતી. આનંદ સાથે પપ્પાજીના જીવન પ્રસંગોની સ્મૃતિ અને વાર્તાઓના માધ્યમ દ્વારા લાભ આપીને સર્વને આનંદ વિભોર કરી દીધાં હતાં. નરોડા સભા કરીને અમદાવાદ જ્યોતમાં સભા માટે ગયા હતાં. આમ, આ વખતે વિદ્યાનગર જ્યોતમાં કે જગ્યાના અભાવે સ્થાનિક સભાઓ રાખી હતી. જે જ્યાં હતાં ત્યાં સર્વેએ ખૂબ સરસ રીતે સમૈયાની ઉજવણી કરી હતી. પપ્પાજીને પ્રગટાવ્યા હતાં.
{gallery}/images_in_articles/newsletter/2013/May/Naroda Shibir{/gallery}
(૫) વૅકેશન દરમ્યાન જ્યોતના ટીચર્સ બહેનોની એક શિબિર યાત્રા મહાપ્રસાદીના હીલ સ્ટેશન આબુ ધામે તા.૧૯ થી ૨૨ મે રાખી હતી. જૈન તીર્થધામ પાવાપુરી, ભેરૂતારક અને અંબાજી વગેરે તે બાજુના તીર્થધામના દર્શન પણ સાથે કર્યા હતાં. પ્રત્યક્ષના પૂજારી એવા ઈડરના માહાત્મ્યસભર હરિભક્તોની સેવા લઈ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આબુ માં ગુરૂહરિ પપ્પાજીએ ઘણી વાર પધારી શિબિર કરી છે. ભક્તોને સુખ આપ્યું છે. તે વખતની જે સ્મૃતિ કંડારેલી (લખેલી) હતી. તે ભાથું સાથે રાખીને સ્મૃતિ સહ સંઘધ્યાન કર્યું. ભજન, આનંદ સાથે યાત્રા પપ્પાજી શતાબ્દી પર્વના અનુસંધાને કરી હતી.
(૬) યોગીજયંતિ
આજે ૧૨૨મી યોગીજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી જ્યોતમાં સવારે બહેનોની સંઘધ્યાનની સભામાં થઈ હતી. પૂ.કમુબાએ અને પૂ.તરૂબેને પ.પૂ.યોગીજી મહારાજ, પ.પૂ.પપ્પાજીને હાર અર્પણ કર્યા હતાં. પૂ.હંસાબેન ગુણાતીત અને પૂ.મનીબેને જ્યોતની પત્રિકામાંથી ‘યોગી જયંતિ’ નું મહાત્મ્યગાન વાંચીને તેના ઉપરથી યોગીબાપાના જીવનના પ્રસંગોની સ્મૃતિ સાથે લાભ આપ્યો હતો. પ.પૂ.યોગીજી મહારાજના આશીર્વાદનું ધ્વનિ મુદ્રિત શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી. તથા ગુરૂહરિ પપ્પાજીએ તો ખૂબ ફૂલારા સાથે મહિમાગાનની સરવાણી યોગી જયંતિએ વહાવી હતી. તેનું શ્રવણ પણ ધ્વનિ મુદ્રિત કર્યું હતું. જેમાં યોગીબાપાની ભીડા ભક્તિવાળી સેવા અને સેવામાં ખમવાનું, ગુરૂ સાણસીથી ચીપટો ભરે તોય હસતા રહી સેવા કર્યા કરી, કોથળાનું ગાદલુ અને હાથનું ઓશીકુ કરીને ગોંડલ વગડામાં સૂઈ જતા. એક વખત ઝેરી સાપ કરડી ગયો તો આખી રાત ભજન કરી ઝેર ઉતાર્યું. યોગીબાપાની ડાબા હાથની આંગળીએ એ પ્રસંગની નિશાની છે. સાપ કરડવાનો આ પ્રસંગ સામાન્ય નથી. ગત જન્મનું વેર વાળવા સાપ બનીને આવેલ ગુણાતીત વખતના સાધુનું કલ્યાણ કર્યું હતું. એ પ્રસંગ વિસ્તૃત જ્યોતની રાત્રિ સભામાં વર્ષો પહેલાની શ્રી અક્ષર પુરૂષોત્તમની સત્સંગ પત્રિકામાં આવેલ તે પ્રસંગનું વાંચન રાત્રિ સભામાં કર્યું હતું. અને રાત્રિ સભામાં યોગીબાપાની જયંતિ નિમિત્તે ભજન કીર્તનનો કાર્યક્ર્મ રાખ્યો હતો. આ રીતે યોગી જયંતિએ તેઓના ચરણે પ્રાર્થના ધરી હતી.
{gallery}/images_in_articles/newsletter/2013/May/yogi jayanti{/gallery}
ગત પત્રના અનુસંધાનમાં… પપ્પાજી શતાબ્દી પર્વ ઉપક્ર્મે મહિલા મંડળની ગામોગામ મંડળવાઈઝ ઉનાળાના વેકેશનની શિબિર સભાઓ થઈ હતી. તેની સ્મૃતિ ટૂંકમાં કરી લઈએ. (ગયા પત્રમાં લખેલ તેનાથી આગળ…)
(૧) તા.૨૫/૨૬મે
વિદ્યાનગરના પપ્પાજી ગ્રુપના યુવકોને લઈને સુરત ‘અનિર્દેશ’ શિબિર કરવા પૂ.ઈલેશભાઈ, પૂ.લક્ષ્મીકાંતભાઈ, પૂ.ગોપાલભાઈ પરમહંસ બસ દ્વારા સુરત ગયા હતાં. ત્યાં આ પૂ.પિયુષભાઈ, પૂ.વિરેનભાઈનો અનોખો લાભ પ્રાપ્ત થયો હતો. સુરત યુવક મંડળ એટલે પરમહંસ ગ્રુપના યુવકો ખરેખર આપણા બધા મંડળોનુ આદર્શ મંડળ પૂ.પિયુષભાઈ અને વિરેનભાઈ એ તૈયાર કરેલ છે. તેનો પ્રેક્ટીકલ દર્શન લાભ પણ મળ્યો હતો. ખડેપગે સેવા પૂ.રાજુભાઈના નેતૃત્વ હેઠળ બજાવી હતી. બ્રહ્મ ધુબાકા આનંદ બ્રહ્મની સાથોસાથ શિબિર લાભ પ્રાપ્ત કર્યો હતો. પપ્પાજી ગ્રુપના ભાઈઓએ પણ નિર્માનીભાવે, દાસભાવે ગુણગ્રાહી ર્દષ્ટિથી સમાગમની રીતે ગુણ લીધો હતો.
(૨) તા.૫/૫નાલાંભવેલઅનેતા.૨૬/૫નાડાકોર
મહિલા મંડળની સભા માટે પૂ.મણીબેન, પૂ.પમીબેન, પૂ.નીતાબેન દલાલ, પૂ.જાગૃતિબેન ઠક્કર અને પૂ.હર્ષદાબેન કે. વગેરે બહેનો ગયા હતાં અને સરસ સભા થઈ હતી.
(૩) તા.૩,૪,૫જૂનવલસાડ
મહિલા મંડળની શિબિર સભા માટે વિદ્યાનગરથી પૂ.મણીબેન, પૂ.નીમુબેન સાકરિયા, પૂ.બેનીબેન અને બહેનો વલસાડ ગયા હતાં. પૂ.કંચનબેન ગીરધરભાઈના ઘર મંદિરે સરસ શિબિર કરી હતી. વર્ષોથી એકધારી અઠવાડિક સભા કરી રહેલું આ નિષ્ઠાવાન મંડળ છે. પૂ.વિજયાબાએ સત્સંગ સભા શરૂ કરાવેલી. તે તેમના પુત્રવધુ પૂ.રસીલાભાભીએ સત્સંગ સભાનો વારસો જાળવી રાખેલો. પૂ.મંજુબેન ઉનડકટ, પૂ.સવિતાબેન, પૂ.માલતીબેન, પૂ.કંચનબેન, પૂ.સરોજબેન, પૂ.કેસરમાસી, પૂ.સુરેખાબેન, પૂ.નીલાબેન વગેરે જૂના જોગી થકી સત્સંગ લીલોછમ રહ્યો છે. તેઓ માટે શિબિર સભાની વિશેષતા નથી. છતાંય શિબિરના વિશેષ આનંદ સાથે ભજનોની રમઝટ સાથે જ્ઞાન ગોષ્ટિરૂપે સરસ શિબિર થઈ હતી.
{gallery}/images_in_articles/newsletter/2013/May/Valsad Shibir{/gallery}
(૪) તા.૪,૫,૬જૂનહાલોલ
હાલોલ મંડળના યુવકોની શિબિર ભવ્યાતિભવ્ય થઈ હતી. પ.પૂ.દીદીની પ્રેરણા-આશીર્વાદ આયોજીત આ શિબિરમાં હાલોલ, વડોદરા અને આસપાસના ગામોના યુવકો મળી ૧૦૦ જેટલા ભાઈઓએ ભાગ લીધો હતો. પૂ.કિરણભાઈ શાહના ઘર મંદિરે શિબિર રાખી હતી. શિબિરની સંપૂર્ણ સેવા તેમના પરિવારે મળી તક ઝડપી લઈને પુણ્યની કમાણી કરી લીધી હતી.પ.પૂ. દીદીનો રાજીપો તો છે જ. હક કરીને સેવા આપી શકે છે. તેવું અંતર સમર્પિત આ કુટુંબ છે. પ.પૂ.દીદી હાલોલ પધારીને શિબિર પ્રારંભ કરાવીને શિબિરાર્થીઓની સોંપણી ભાઈઓને કરી વિદ્યાનગર પધારી ગયા હતાં. વડોદરાથી પૂ.મહેન્દ્રભાઈ શાહ, હાલોલના પૂ.ચંદ્રકાંતભાઈ, વિદ્યાનગરથી પૂ.ઈલેશભાઈ, સુરતથી પૂ.પિયૂષભાઈ, પૂ.અનુપભાઈ શિબિર કરાવવા આવેલા. વિધવિધ એંગલથી આખી શિબિરમાં અદ્દભૂત વાતો થઈ હતી. આનંદ બ્રહ્મ પણ કરાવ્યો હતો. સ્મૃતિભેટ અર્પી હતી. આ યુવકોના ગ્રુપનું નામ પણ ‘પપ્પાજી ગ્રુપ હાલોલ’ રાખેલું છે. શિબિર પ્રારંભે દીપ પ્રાગટ્ય પૂ.જયંતિભાઈ હાલોલના વરદ્દહસ્તે કરાવી આશીર્વાદ લીધા હતા. ઓહો ! આવા જૂના જોગીનો જોગ એ જ અક્ષરધામનું દર્શન છે.
આમ, ઉનાળા વેકેશનની શિબિરો પણ હજુ ચાલુ છે. ફરી મળીશું આવતા અંકે… બસ, બહુ સ્મૃતિનું ભાથું ભરાઈ ગયું છે. માટે પત્ર પૂરો કરીએ છીએ.
પ.પૂ.બેન અને સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અહીંથી સર્વે મુક્તોના આપ સર્વ મુક્તોને જય સ્વામિનારાયણ.
એ જ જ્યોત સેવક P.71 ના જય સ્વામિનારાયણ.