Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

16 to 30 Apr 2013 – Newsletter

સ્વામિશ્રીજી                    

જય ગરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષર મુક્તો ! જય સ્વામિનારાયણ !

આજે આપણે તા.૧૬/૪ થી તા.30/૪/૧૩ દરમ્યાનની સ્મૃતિ દર્શન કરીશું.

ઉનાળા વેકેશનની શરૂઆત થઈ  ! બોર્ડના વિદ્યાર્થીઓની પરિક્ષાઓ તો માર્ચમાં પૂરી થઈ ગઈ. હરિભક્તોને મન ઉનાળુ

વેકેશન એટલે આત્માનું ભાથું બાળકોને બંધાવવાનો સમય. જો કે અત્યારે બાળકોનું ભણવાનું એવું થઈ ગયું છે કે બાળકોને

 

વેકેશન પડે ત્યારે જ ઘરના મહિલાઓ રિલેક્સ હોય છે. તેથી બાળકોના વેકેશનની સાથે સાથે માતાઓની પણ શિબિર થાય એવી માંગ મુમુક્ષુ મહિલા સમાજની હોય છે. તે માંગને સ્વીકારી પપ્પાજીએ મોટેરાં બહેનોને પ્રેરણા કરી. અને શિબિરનું આયોજન અદ્દભૂત રીતે થયું.

વિદ્યાનગર જ્યોતમાં હૉલ મકાન બાંધકામનું કાર્ય શરૂ થયું હોવાથી આ વર્ષે વિદ્યાનગર શિબિર થઈ શકે તેમ નહોતી તો નવો રસ્તો પ્રભુએ કાઢ્યો. પપ્પાજીની શતાબ્દી જ્યારે આવી રહી હોય ત્યારે પપ્પાજીને ગમે છે તે શિબિર થાય એ જરૂરી છે. તો પપ્પાજીએ ઠેર ઠેર શિબિરનું આયોજન કરાવ્યું. બધા સદ્દ્ગુરૂઓએ તે પ્રેરણા જીલીને ગામોગામ મંડળવાઈઝ શિબિર કરવા દોડી ગયા. જ્યોતની શિક્ષિકા બહેનોની મદદ અને મહેનત. જેનાથી જે રીતે બની આવ્યું તે રીતે શિબિર થઈ. શિબિરનું નામ –  “પપ્પાજી શતાબ્દી પર્વે ઉપક્ર્મે ગુણાતીત સંસ્કાર સિંચન શિબિર” શરૂ થઈ. જેની શરૂઆત…

(૧) તા.૨૦,૨૧,૨૨ એપ્રિલ વિદ્યાનગર

વિદ્યાનગર જ્યોત મંદિરમાં યુવતી-કિશોરી મંડળના નજીકના (સ્થાનિક) ૬ કિ.મી. ની અંદરના ગામની દિકરીઓની શિબિર થઈ. પૂ.દયાબેન, પૂ.હંસાબેન ગુણાતીત, પૂ.સુમાબેન, પૂ.ઈલાબેન દવે, પૂ.હંસાબેન મોદી, પૂ.ઈલાબેન મારડિયા વગેરે બહેનોએ ખૂબ સરસ શિબિર કરાવી.

{gallery}/images_in_articles/newsletter/2013/April/20 to 22 YUVTI KISHORI MANDAN NE SHIBIR/{/gallery}

) તા.૨૦//૧૩ ચૈત્ર સુદ નોમશ્રી હરિ જયંતી

શ્રી હરિ જયંતીની ઉજવણી રાત્રે સંયુક્ત સભામાં પંચામૃત હૉલમાં થઈ. આજથી ૨૩૨ વર્ષ પહેલાં અનેક જીવોના ઉધ્ધાર અર્થે, ધર્મના સ્થાપન અર્થે અને પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા જે શ્રીજી મહારાજ પ્રગટ્યા ને અવનિને સનાથ બનાવી વર આપ્યો કે હું સદાય પૃથ્વી પર પ્રત્યક્ષ રહીશ. પૂજન-અર્ચન અને હાર વિધિ બાદ શ્રીજી મહારાજને પારણામાં ઝુલાવ્યા. એના એ જ શ્રીજીમહારાજને ધારણ કરનાર પપ્પાજી આપણને મળ્યા છે અને એમણે આપણને એક વાત જીવનમાં ઘૂંટાવી છે કે અભાવ, અવગુણ કે ઘસારાની વાત કદી કરવી નહીં જે મહારાજને નથી ગમતી. પ.પૂ.દીદીએ આશિષ આપતાં કહ્યું કે આપણે પ્રભુના પસંદ કરેલાં ચૈતન્યો છીએ. એમના સંકલ્પમાં આપણો નંબર લાગી ગયો ! આ પ્રાપ્તિનો આનંદ કર્યા કરવો. બાદ પંચાજીરીનો પ્રસાદ લઈ વિસર્જન થયું.

{gallery}/images_in_articles/newsletter/2013/April/20-04-13 shree hari jayanti/{/gallery}

(3) મહિલા મંડળની શિબિરનો પ્રારંભ

મહંત શ્રી પ.પૂ.દીદીની પ્રેરણા મુજબ વડોદરામાં તા.૨૩-૪-૧૩ ના રોજ ગુણાતીત પ્રકાશના ભાઈ પૂ મહેન્દ્રભાઈ સ્મિતાબેન શાહના ઘરે થઈ હતી. આજે પ.પૂ.દીદીએ નાની ભાભીઓની શિબિર રાખી હતી. સાડી પહેરીને શિબિરમાં ભાગ લેવો. કંઠી પહેરવી, ભાલે ચાંદલો, બેજ ધારણ કરીને શિબિરાર્થી થઈને સર્વે નૂતન મહિલાઓ શિબિરમાં બીફોર સમયે પધાર્યા અને સાથોસાથ પપ્પાજી જાણે પધારી ગયા. દીદીના અંગ ઉપાંગ બની પૂ.જયુબેન દેસાઈ, પૂ.કાજુબેન, પૂ.ડૉ.નીલમબેન, પૂ.ડૉ.નીલાબેન નાણાવટી, પૂ.નીનાબેન, પૂ.હર્ષદાબેન કે., પૂ.હંસાબેન માવદીયા અને પૂ.સંગીતાબેન વિઠ્ઠલાણી વગેરેએ જુદા જુદા એંગલથી લાભ આપ્યો. કાર્યવાહી કરી અને ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવી શિબિર થઈ ગઈ. જૂના જોગી એવા વડિલો (સાસુઓ)એ વર્ષો સુધી ખૂબ શિબિરો કરી છે. તેઓ ઘર મંદિરે રહી વહુ-દીકરીઓને શિબિર કરવા મોકલ્યા.  આ પૃથ્વી પરનું અક્ષરધામ નહીં તો બીજું શું હોઈ શકે.

{gallery}/images_in_articles/newsletter/2013/April/vidhyanagar vadodara,ratanpur bhabhi mandal shibir sabha/{/gallery}

(૪) તા.૨૫, ૨૬ એપ્રિલ રતનપુર

પ.પૂ.દીદીના સાંનિધ્યે રતનપુરમાં નવા સત્સંગી સમાજ મહિલાઓની શિબિર થઈ. પૂ.જ્યોત્સના આન્ટીએ રતનપુરમાં ખૂબ મહિમા ગાયો અને જ્યોત પપ્પાજીની અનુભૂતિ કરાવીને સુખીયા કર્યા છે તેવા આ મુક્તોએ ગોપીઓની જેમ ભલા ભોળા ભાવે શિબિર કરી. પ.પૂ.દીદી, પૂ.ડૉ.નીલમબેન, પૂ.કાજુબેન, પૂ.બેનીબેન, પૂ.ભારતીબેન રતનપરા અને પ્રતિક્ષાબેને પણ સરસ લાભ આપ્યો. અને લાભ લેનાર આબાલ વૃધ્ધ મહિલાઓએ ધન્યતાનો ભાવ અનુભવ્યો હતો. રતનપુર મંડળના દીલની સાથે ઘર પણ મોટા મોટા છે. તેથી પૂ.સુખદેવભાઈ અને પૂ.અરવિંદભાઈના ઘર મંદિરમાં પ.પૂ.દીદીએ શિબિર કરાવીને તેઓની સેવા ભક્તિ અંગીકાર કરી હતી. અને રાખના મુલે સોનું આપી પૂ.દીદીએ પપ્પાજી સ્વરૂપે આશીર્વાદ વરસાવ્યા હતા.

(૫) તા.૨૮/૪ થી ૧/૫ વિદ્યાનગર

પાંચ દિવસની મહિલા શિબિર સ્થાનિક (છ કિ.મી ની અંદર વસતા ભાભીઓની) શિબિર બપોર પછી કરી હતી. પ.પૂ.દયાબેન, પૂ.લીલાબેન, પૂ.મનીબેન, પૂ.નીમુબેન સાકરિયા, પૂ.જાગૃતિબેન ઠક્કર, પૂ.ઈલાબેન મારડિયા, પૂ.હર્ષદાબેન દવે, પૂ.ઈલાબેન દવે વગેરે બહેનો દ્વારા ખૂબ સરસ શિબિર થઈ હતી. ૧લી એ સાંજે પપ્પાજી તીર્થ પર આનંદ બ્રહ્મ અને શાશ્વત ધામે પ્રાર્થના, ધૂન્ય, પ્રદક્ષિણાનો લાભ લઈ સાંજે જ્યોત પંચામૃત હૉલમાં કીર્તન આરાધનાનો લાભ લઈને શિબિરની પૂર્ણાહુતિ થઈ હતી. શિબિરાર્થીઓને પપ્પાજી શતાબ્દી પર્વ નિમિત્તે શિબિર સ્મૃતિ ભેટ પણ પ્રાપ્ત થઈ રહી છે. આ રીતે અંદર બહાર સ્મૃતિનો લાભ લઈ સર્વ મુક્તો હસતા રમતા ઘર મંદિરે પધાર્યા હતાં. આ રીતે હજુ ગામોગામ શિબિર ચાલુ છે. વધુ આવતા ન્યુઝ લેટર દ્વારા મળી વાતો કરીશું. 

(૬) તા.૨૯/૦૪/૧૩ પ.પૂ.શોભનાબેન નો મિલન સમારંભ

પ.પૂ.શોભનાબેન સાથે પૂ.પનાબેન દવે લંડ્નની ધર્મૅયાત્રાએ પધારી રહયા છે તેઓની મિલનસભા જ્યોત હોલમા થઈ હતી જેમાં પ.પૂ.શોભનાબેને ખુબ સરસ વાતો કરી. હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/April/29-4-13 sobhnaben-pannaben u.k.agman/{/gallery}

અત્રે પ.પૂ.બેન અને સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. આપ સર્વને અમ શુના પપ્પાજી શતાબ્દી પર્વ શિબિર સ્મૃતિ સહ જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનરાયણ