16 to 31 Aug 2013 – Newsletter

સ્વામિશ્રીજી                           

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે આપણે તા.૧૬/૮ થી ૩૧/૮ દરમ્યાનની જ્યોતની સ્મૃતિ તથા પ.પૂ.બેનના અસ્થિપુષ્પ વિસર્જનના કાર્યક્ર્મો ઠેર ઠેર યોજાયા તે તથા સમૈયા સ્મૃતિ માણીશું.

તા.૧૫/૮ ના રોજ જ્યોતમાં મહાપૂજા અને પ્રાર્થના સભામાં પ.પૂ.બેનના અસ્થિકુંભ જ્યોત શાખાના બહેનોને અર્પણ થયા. તે કુંભ શાખા મંદિરની નજીકની નદીમાં ત્યાંના મુક્તો પણ પધરાવે. મહાપૂજા કરી દરેક શાખાના બહેનો તથા હરિભક્તોએ ઠેર ઠેર ભક્તિ કરી ગુરૂહરિ પ.પૂ.પપ્પાજી સ્વરૂપ પ.પૂ.બેનને અંજલી અર્પણ કરી છે. તે સ્મૃતિ દર્શન કરીએ.

 

(૧) કેરાળા

સામાજિક તથા સત્સંગ કાર્ય અર્થે કેરાળા પૂ.દેવ્યાનીબેન, પૂ.કલ્પુબેન દવે અને બહેનો ગયા હતાં. “ભારથ પૂઝા” (ભારત નદી) “આઈવર શ્રીકૃષ્ણા ટેમ્પલ” માં મહાપૂજા કરીને અસ્થિપુષ્પનું વિસર્જન કર્યું હતું. ત્યાંના લોકોનો ખૂબ ભક્તિભાવ ! અહીં (IVORMADOM) પાંડવોએ બનાવેલું શ્રીકૃષ્ણનું મંદિર છે. તેની કથા (ધાર્મિક ઈતિહાસ) છે કે, મહાભારતના યુધ્ધ પછી પાંડવો કેરાળા તરફ આવતા હતા. કૌરવોના આત્મા એની પાછળ આવતા હતા અને આગળ જતાં રોકતા હતાં. અને વિનંતી કરતાં હતાં કે તમે અમારો મોક્ષ કરો. પછી પાંચેય પાંડવોએ ભેગા મળીને કૌરવોના આત્માના મોક્ષ માટે અહીં ધાર્મિક ક્રિયાકાંડ પૂજા કરી હતી અને કૌરવોના આત્માનો મોક્ષ થયો હતો. “ભારત નદી” ત્યાંથી વહે છે. તે નદી કિનારે અર્જુને શ્રીકૃષ્ણનું મંદિર બનાવ્યુ. આ ખૂબ પવિત્ર સ્થળ ગણાય છે. ત્યાં દરેકના અસ્થિ વિસર્જન થાય છે. અને મોક્ષ ગતિને પામે છે એવા આ સ્થાનને ‘પુણ્યતીર્થ’ કહે છે. આ પુણ્યતીર્થને પુનઃતીર્થત્વ આપવા પપ્પાજી સ્વરૂપ બેનના અસ્થિપુષ્પનું વિસર્જન અનાયાસે જાણે પ્રભુ આયોજીત છે તેવો અનુભવ થયો.

{gallery}/images_in_articles/newsletter/2013/August/kerala asthi visarjan{/gallery}

પ.પૂ.બેન નાનપણમાં શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત હતાં. જન્માષ્ટમીએ રાસ લીલા  વખતે બાલ કૃષ્ણ વંડી ઠેકી બેન સાથે રાસ રમવા આવેલા. આખું ગોળ ચક્કર ફરીને રમ્યા. જેની ખાત્રી પ.પૂ.બેનના જમણા હાથની હથેળીમાં ૧૦૦ વર્ષ સુધી હતી ! જેના દર્શન અનેક ભક્તોએ કર્યા છે. એવા પ.પૂ.બેનના અસ્થિનું સહુ પ્રથમ અહીં “આઈવર શ્રી કૃષ્ણ ટેમ્પલ” પર વિસર્જન થવું એ ખૂબ આશ્ર્ચર્ય છતાં પ્રભુ આયોજીત ગણીએ તોય અતિશયોક્તિ નથી. (IVORMADOM એટલે પાંચ પાંડવો.)

(૨) માણાવદર જ્યોત

પૂ.ધર્મિષ્ઠાબેન અને પૂ.હંસાબેન (કંપાલા), પૂ.જશીબેન, પૂ.ઉર્વશીબેન વગેરે બહેનોએ પ.પૂ.બેનના પુસ્તક “નૈમિષારણ્ય” નું પારાયણ મહિલા મંડળની સભામાં કર્યું હતું. અને તા.૧૮/૮ ના રોજ માણાવદર મંડળના મુક્તો સાથે પીપલાણા ધામે જઈ, ઓજત નદીના તટે મહાપૂજા કરીને અસ્થિ પુષ્પનું વિસર્જન કર્યું હતું. તેમજ તા.૨૦/૮ના જૂનાગઢ મંડળના મુક્તો સાથે નારાયણ ધરે જઈને મહાપૂજા તેમજ અસ્થિ પુષ્પનું વિસર્જન કર્યું હતું. આમ, આ ઝોનના બે સ્થળે માણાવદર જ્યોતના બહેનોનો ભજન-ભક્તિનો કાર્યક્ર્મ સંપન્ન થયો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/August/manavadar mandal asthi visarjan piplana{/gallery}

(૩) રાજકોટ જ્યોત

પૂ.વનીબેન ડઢાણિયા, પૂ.ઈલાબેન ઠક્કર, પૂ.કલ્પુબેન રૂપારેલ વગેરે બહેનોએ પણ પ.પૂ.બેનના પુસ્તક “નૈમિષારણ્ય” નું પારાયણ પૂર્ણ કરીને તા.૧૮/૮ ના મંડળના મુક્તો સાથે ગોંડલ ધામે જઈ ગોંડલી નદીના તીરે હમણાં જ રહેવા આવેલા પ.પૂ.બેનના અનન્ય ભક્ત પૂ.માયાબેન અને ડાહ્યાભાઈ વાઘેલા (વાઘેલા સર શ્રી જજ સાહેબ) ના ઘરે જાણે પ.પૂ.બેન પધાર્યા હોય તેવા મહિમાના ભાવે મહાપૂજા કરી હતી.  આ ઘર એટલે એક બાજુથી ગોંડલી નદી અને બીજી બાજુથી ગોંડલ અક્ષર મંદિર. બંને બાજુના ભક્તિનો વાયરો મળતો રહેતો હતો તેવા પવિત્ર વાતાવરણમાં ઘરેથી નદી તટે કુંભ સાથે ધૂન-ભજન ગાતાં ગાતાં નદીએ જઈ પગલે પગલે પૂણ્યની કમાણી કરી હતી અને અસ્થિ પુષ્પનું વિસર્જન ગોંડલી નદીમાં કરીને ધન્યતા અનુભવી હતી. રાજકોટ જ્યોત ઝોનના બે મંડળમાં તા.૨૧/૮ના મોરબી, તા.૨૩/૮ના જામનગર જઈને આ બહેનોએ “નૈમિષારણ્ય” પુસ્તકનું પારાયણ કર્યું હતું. આમ, વિધવિધ રીતે ચોમેર અસ્થિ પુષ્પ વિસર્જન નિમિત્તે ભક્તિ થઈ રહી છે. જેની વાત આવતા પત્રમાં પણ કરીશું.

{gallery}images_in_articles/newsletter/2013/August/Rajkot mandal ashthi visarjan{/gallery}

૧૫ થી ૩૧ ઑગષ્ટ દરમ્યાન નાના-મોટા પર્વ પણ આવ્યા હતાં. જેની ઉજવણીની સ્મૃતિની ઝલક પણ અહીં માણી લઈએ.

૧. પૂ.જમનાબેન ભૂજવાળા તરફથી સમૂહ મહાપૂજાનો કાર્યક્રમ હતો. મહારાજના વખતના કચ્છ તીર્થધામના પૂર્વના મુક્તરાજ પૂ.જમનાબેનને એવી ભાવના થઈ કે,

{gallery}images_in_articles/newsletter/2013/August/jamnaben bhuj mahapuja{/gallery}

પ.પૂ.જ્યોતિબેનની તથા સર્વે સદ્દગુરૂ સ્વરૂપો નિરામય રહે તેવી પ્રાર્થનાના હેતુથી મહાપૂજા કરાવવી છે. અને ઠાકોરજી તથા બહેનોને જમાડવા છે. પ.પૂ.જ્યોતિબેન અને સ્વરૂપોના સાંનિધ્યે શાંતિથી મહાપૂજા થઈ ! પૂ.જમનાબેને સ્વરૂપોને સાડલા ઓઢાડ્યા. મોટેરાંએ પ્રવચન કરીને રૂડા આશીર્વાદ આપ્યા હતાં.

૨.તા.૨૦/૮/૧૩ રક્ષાબંધન

જગતની ર્દષ્ટિએ પણ જે પવિત્ર તહેવાર છે તેવા આ દિવસે ગુરૂહરિ પપ્પાજીએ દિવ્યતા અર્પીને વિશેષ સ્મૃતિમય બનાવ્યો છે. ભગવાન ભજવા આવેલી સંત બહેનોના ભાઈઓ એટલે ગુણાતીત સમાજના સર્વે ભાઈઓ છે. વ્રતધારી તથા ગૃહસ્થ મુક્તોને માટે હાથે ગૂંથેલ રાખડી મહાપૂજામાં થાળની જેમ ધરી, પ્રભુ પાસે કાલાવાલા પ્રાર્થના કરીને શુભેચ્છા પાઠવવી એ આ સંત બહેનોની મોટામાં મોટી સેવા છે. અગાઉ પત્રમાં વાત થયા મુજબ તે રાખડી ઘરોઘર પહોંચી પણ ગઈ હતી.

વિદ્યાનગર ખાતે આજે સ્થાનિક ઉત્સવ તેમાં….

૧.પ્રભુકૃપામાં સંઘધ્યાન બાદ ૮.૦૦ વાગ્યે પ.પૂ.દીદીએ ભાઈઓને રાખડી બાંધી હતી અને મનોમન પ્રાર્થના કરીને આશીર્વાદ વરસાવ્યા હતાં.

૨.બ્રહ્મજ્યોતિ પર ભાઈઓને રાખડી બાંધવા માટે જ્યોતમાંથી પૂ.કમુબા, પૂ.ડૉ.વિણાબેન, પૂ.ડૉ.ભાવનાબેન શેઠ ગયાં હતાં. ભાઈઓએ પણ ખૂબ માહાત્મ્યભર્યા ભાવે બહેનોના હસ્તે રાખડી બંધાવીને બ્રહ્માનંદ પ્રાપ્ત કર્યો હતો.

જ્યોતના બહેનોએ તથા ગૃહસ્થ બહેનોએ ગુરૂ હસ્તે રક્ષા બંધાવી આજે મંગલસભા બહેનોની રક્ષાબંધન નિમિત્તેની થઈ હતી. જેમાં ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિમુદ્રિત લીધા હતાં. પ.પૂ.દીદીએ અને પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા હતાં.

{gallery}images_in_articles/newsletter/2013/August/Rakshabandhan jyot p.k. 20 08 13{/gallery}

૩.તા.૨૪/૮/૧૩ પૂ.સર્યુબેન સંઘવીની હીરક જયંતિ

સર્યુ નદીના ઊંડા નીર જેવું ઉમદા-છૂપું જેમનું જીવન છે. એવા પરમ ભાગવત સંત, પૂર્વના અક્ષરમુક્ત રાજ કે જે જ્યોતમાં રહી જોતજોતામાં આજે હીરકે પહોંચી ગયા. એવા દુગ્ધા રત્નમણી, નિર્દોષબુધ્ધિના રાજા, મૌન હાસ્યભર્યું સ્મિત કયારેય ઓસરવા નથી દીધું. એવા સર્યુબેનને આજે હીરક જયંતિએ કોટિ કોટિ ધન્યવાદ હો !

ગુરૂ પ.પૂ.દીદીને તથા સર્વે સ્વરૂપોને પ્રણામ હો ! ગુરૂહરિ પપ્પાજીને કોટિ કોટિ વંદન હો !

સુરત જ્યોત શાખા મંદિરમાં થતી સત્સંગ પ્રવૃત્તિની સ્મૃતિ પણ અહીં આપણે માણીએ. હવે પછીથી શાખા મંદિરની સમૈયા ઉત્સવની સ્મૃતિ આપણે માણીશું. ઘરે બેસી માનસી કારમાં સુરત જઈશું. સુરત જ્યોતમાં બહેનો-ભાઈઓમાં બંને બાજુ સત્સંગ ભક્તિ ખૂબ ઉમદા થઈ રહ્યાં છે. પૂ.મીનાબેન દોશી અને બહેનો બહેનોની સભામાં મહાપૂજા, પારાયણ અને સેવા ભક્તિ ખૂબ સરસ કરી રહ્યાં છે.

પારાયણ

પ.પૂ.બેનના પુસ્તકનું પારાયણ મહિલા મંડળની સભામાં તા.૨૧, ૨૨, ૨૩ ત્રણ દિવસનું કર્યું હતું. તથા અનુભવ દર્શનમાં ભાભીઓએ સરસ લાભ આપ્યો હતો. ગુરૂહરિ પપ્પાજી તથા સ્વરૂપોના આશીર્વાદ ધ્વનિ મુદ્રિત લીધા હતાં. ચોથા દિવસે ભવ્ય મહાપૂજાનું આયોજન ગુણાતીત ધામે રાખ્યું હતું. જેમાં ૧૨૫ની સંખ્યામાં મહિલા મંડળના મુક્તોએ લાભ લીધો હતો. પૂ.મીનાબેનના સાંનિધ્યે દિવ્યતા સભર મહાપૂજા થઈ હતી. પૂજાપાની સામગ્રી ભક્તો પોતે ઘરેથી લાવેલા. થાળની વાનગીઓ પણ લાવેલા. મંદિરમાં શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી અને સર્વે સ્વરૂપોને ૯૦ વાનગીનો થાળ ધર્યો હતો. પ્રાર્થના ધરી હતી. મહાપૂજા બાદ મહાપ્રસાદ લઈ વિસર્જીત થયાં. આમ, ચાર દિવસ પ.પૂ.બેન નિમિત્તે તથા શ્રાવણ માસ નિમિત્તે ભક્તિ કર્યાનો આનંદ તથા ધન્યતા અનુભવી હતી.

મહાપૂજા

શ્રાવણ મહિનામાં મહાપૂજાનું આયોજન હોય છે. સહુ ભક્તો સુગમતાને ધ્યાનમાં રાખીને એરિયા પ્રમાણે પૂ.મીનાબેને ત્રણ જગ્યાએ મહાપૂજા રાખી હતી.

૧. ગુણાતીત ધામે – વરાછા રોડ તા.૨૪/૮/૧૩

૨. સુરત જ્યોત – તા.૨૬/૮/૧૩

૩. રાંદેર – પૂ.ક્ષમાભાભી પ્રદિપભાઈ નાણાવટીના ઘરે તા.૩૦/૮/૧૩

સુરત ખૂબ મોટું છે. તેથી આ ત્રણ જગ્યાએ પણ આસપાસના ગામના સત્સંગી બહેનો લાભ લેવા આવી શકે તે માટે આ રીતે તેઓએ મહાપૂજા રાખી હતી અને ઘણા મહિલા સમાજે લાભ લીધો હતો. મહાપૂજા – સત્સંગની પ્રવૃત્તિ ભક્તોને ધ્યાનમાં રાખીને કરે છે.

{gallery}/images_in_articles/newsletter/2013/August/surut jyot differant activity/Mahapooja Beno{/gallery}

હવે સુરત મંડળના ભાઈઓની ભક્તિ નિહાળીએ.

પૂ.વિરેનભાઈ, પૂ.પિયુષભાઈ અને ગુણાતીત પ્રકાશના ભાઈઓના સાંનિધ્યે સુરત મંડળના યુવકો તથા ગૃહસ્થ મંડળની ખૂબ સરસ આદર્શ યુવા પ્રવૃત્તિ ચાલી રહી છે તે આપણે સહુ જાણીએ. હાલ તા.૧૫/૮ થી ૩૧/૮ દરમ્યાન તેઓએ હીંડોળા ઉત્સવ, પારાયણ તથા જન્માષ્ટમી ઉત્સવની ઊજવણી થઈ તેની ઝલક આપણે અહીં માણીએ.

૧. હીંડોળા ઉત્સવ

શ્રાવણ માસ નિમિત્તે ‘ગુણાતીત ધામ’ પર હીંડોળા ઉત્સવ કર્યો હતો. પરમહંસ ગ્રુપના યુવકોએ સુંદર મયુરાકૃતિમાં ડેકોરેશન કરી હીંડોળામાં શ્રી ઠાકોરજીને, ગુરૂહરિ પપ્પાજીને ઝૂલાવ્યા હતા.

{gallery}/images_in_articles/newsletter/2013/August/surut jyot differant activity/Hindola{/gallery}

૨.પારાયણ

તા.૧૧ થી ૧૩ અને ૧૬,૧૭ ઑગષ્ટ આમ, પાંચ દિવસનું પારાયણ પ.પૂ.બેન, પ.પૂ.બા ના જીવન ચરિત્રનું પારાયણ રાખ્યું હતું. પ.પૂ.બેનના સ્વધામગમન નિમિત્તે તથા પ.પૂ.બા ના પ્રાગટ્યદિન તથા શ્રાવણ માસ નિમિત્તેના આ પારાયણમાં પ્રથમ દિવસે પ.પૂ.બેનના અનુભવ સાથે માહાત્મ્યદર્શન પૂ.વિમલભાઈ, પૂ.હરિશભાઈ મોદી, પૂ.હિંમતકાકા વગેરે મુક્તોએ કરાવ્યા હતાં. જૂનાગઢથી પૂ.નિર્મળભાઈ આવેલા. તેઓએ શ્રી ઠાકોરજી, ગ્રંથ તથા પૂ.પિયૂષભાઈનું પૂજન કર્યું હતું. પાંચેય દિવસ “નૈમિષારણ્ય” માંથી પૂ.પિયૂષભાઈએ ખૂબ સરસ રસપાન કરાવ્યું હતું. પૂર્ણાહુતિમાં પૂ.વિરેનભાઈએ ખૂબ સુંદર લાભ આપ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/August/surut jyot differant activity/p.p.ben parayan beno{/gallery}

૩.તા.૨૦/૮ રક્ષાબંધન

રક્ષાબંધન નિમિત્તે સભા થઈ. બહેનોએ ભજન-મહાપૂજા કરીને મોકલેલ રાખડીઓ પ.પૂ.પપ્પાજીના ચરણોમાં મૂકીને બહેનોના મહિમાગાન સાથે સભા થઈ હતી. અને પછી પૂ.પિયૂષભાઈ, પૂ.વિરેનભાઈ તથા ગુણાતીત પ્રકાશના ભાઈઓએ સૌ ભાઈઓને રક્ષા અર્પણ કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/August/surut jyot differant activity/rakshabandhan{/gallery}

૪. તા.૨૮/૮ ના જન્માષ્ટમી નિમિત્તેની સભા તથા હેલ્થ શિબિર ‘ગુણાતીત ધામ’ પર થઈ. જેમાં પૂ.પિયૂષભાઈએ અને પૂ.વિરેનભાઈએ લેખ વાંચી સમજૂતી સાથે લાભ આપ્યો હતો.

૫. આનંદ બ્રહ્મ

જેમાં મંડળમાં તથા સત્સંગમાં બનતા નાના-મોટા પ્રસંગોમાંથી ઉદ્દભવતા હાસ્યના પ્રસંગોને પૂ.જીજ્ઞેશભાઈએ ખૂબ સરસ રીતે વર્ણવ્યા હતાં. જેમાં કોઈના લગ્ન પ્રસંગ, સમૈયા ઉત્સવ દરમ્યાન બનતી ઘટનાઓનું વર્ણન કરી સૌને ખૂબ હસાવ્યા હતાં.

પૂ.વિમલભાઈ થોભાણીનું નાનું ભૂલકું પૂ.કનિષ્ક એ કાલીઘેલી ભાષામાં જોક્સ કહીને સૌને હસાવ્યા હતાં.

૬. સુરત મંડળના ચાર મુક્તો કે જેણે સૌ કરતા કંઈક વિશિષ્ટ પોતાના જીવનમાં કરી બતાવ્યું હોય તેવા મુક્તોનું બહુમાન કરી, સ્મૃતિભેટ અર્પણ કરાવ્યા હતાં.

જેમાં પૂ.હિતેશભાઈ ખીચડીયાને – પૂ.રવજીભાઈએ

પૂ.ધીરૂભાઈ કણસાગરાને – પૂ.પિયૂષભાઈએ

પૂ.અશોકભાઈ ડોબરીયાને – પૂ.પ્રિતેશભાઈએ

પૂ.અલ્પેશભાઈ ડોડીયાને – પૂ.મોહનભાઈએ

સ્મૃતિભેટ અર્પણ કર્યા હતાં.

૭. મહાત્મ્ય દર્શન

જન્માષ્ટમી નિમિત્તે શ્રીકૃષ્ણ પરમાત્મા અને શ્રી સ્વામિનારાયણ ભગવાનથી માંડીને ગુરૂહરિ પપ્પાજી તથા એમના કાર્યનું મહાત્મ્યદર્શન વાંચનમાં પૂ.રાજુભાઈએ તથા પ્રવચનમાં પૂ.પિયૂષભાઈએ કરાવ્યુ હતું. પૂ.વિમલભાઈ સહુ મુક્તો માટે પ્રસાદ લાવ્યા હતાં. આશરે ૯૫ જેટલા મુક્તો પધાર્યા હતાં. સૌએ ખૂબ આનંદ કર્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/August/surut jyot differant activity/surat mandal janmashtami{/gallery}

{તા.૩૦/૮/૧૩

પરમ પ્રકાશ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે મહાપૂજા અને પૂ.ઈલેશભાઈ, પૂ.વિજયભાઈ પેરિસનો સમૈયો કરી, યુરોપની ધર્મયાત્રા કરીને પધાર્યા. તેમનો સત્કાર તથા લાભ લેવા નિમિત્તે આજે સાંજે વિદ્યાનગરની સભાના બધા ભાઈઓએ ભેગા મળી સરસ મહાપૂજા અને સભા કરી હતી. ત્યારબાદ મહાપ્રસાદ લીધો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/August/virenbhai welcome sabha{/gallery}

આમ, આખો મહિનો ખૂબ ભક્તિસભર પસાર થયો હતો. ઠેર ઠેર ભજન, ભક્તિ, મહાપૂજા, પારાયણ અને સભાના કાર્યક્ર્મો યોજાયા હતાં. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વરૂપોને ! અનંત ધન્યવાદ ગુરૂહરિ પપ્પાજીને ! તેમને ગમે એવા વિચાર, વાણી, વર્તન કરીએ. સંપ, સુહ્રદભાવ, એકતા રાખી જીવીએ એવી યાચના સાથે વિરમું છું.

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તોના આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.

 

 

પેરીસ સમૈયાની સ્મૃતિ

યોગી ડીવાઈન સોસાયટી આયોજીત પ.પૂ.કાકાજી અને પ.પૂ. પપ્પાજી બંધુ બેલડી શતાબ્દી મહોત્સવ તા.૧૨ થી ૧૪ ઑગષ્ટ દરમ્યાન પેરીસ ની ધરતી પર ઉજવાયો.

સમગ્ર ગુણાતીત સમાજના હરિભક્તોને પેરીસના આ મહોત્સવના પ્રથમ સોપાનમાં આંત્રણ પાઠવ્યું હતું. પ.પૂ.કાકાજી, પ.પૂ.બા અને ગુરૂહરિ પપ્પાજીએ ગુણાતીત સમાજનું સર્જન કરી એ બાગને ખીલવ્યો અને સૌ સંતો, સંત બહેનો, સંત ભાઈઓ અને આજ્ઞાધારી ગૃહસ્થ એકાંતિક મુક્તોમાં સંપ, સુહ્રદભાવ અને એકતાનાં બીજ રોપ્યાં. આ સમૈયાનું હાર્દ પણ પ.પૂ.કાકાજી-પ.પૂ. પપ્પાજીના “સંપ, સુહ્રદભાવ અને એકતા” ગુણાતીત સમાજમાં સંવર્ધન થાય તે માટે હતું.

આમ, તો યોગી ડીવાઈન સોસાયટીના ૩૦ જેટલા હરિભક્ત કુટુંબો પેરીસમાં પૂ.પ્રવિણભાઈ લાડના માર્ગદર્શન હેઠળ સત્સંગનું કાર્ય કરે છે. પરંતુ પૂ.ભરતભાઈ, પૂ.વશીભાઈ પવઈ તેમજ પૂ.દિનકરભાઈ શિકાગો પણ પેરીસના આ સમૈયામાં સેવા માટે કેટલાક હરિભક્તોને લઈને પધાર્યા હતાં. અને બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ તેમજ ગુરૂહરિ પપ્પાજી મહારાજે અાર્પેલ સિધ્ધાંત સંપ, સુહ્રદભાવ અને એકતાનું અનોખું દર્શન કરાવેલ.

(૧) તા.૧૨/૮/૧૩

સમૈયામાં પધારેલ સૌ મહેમાનો-હરિભક્તો નું સ્વાગત કરીને શરૂઆત ભજન સંધ્યાથી થઈ. પ.પૂ.સાહેબદાદા, પ.પૂ.નિર્મળ સ્વામી અને પ.પૂ.ગુરૂજીના આશીર્વચનથી ખૂબ સરસ રીતે ભજન સંધ્યા માણી.

{gallery}/images_in_articles/newsletter/2013/August/09-08-13 natukaka akshar nivashi/12-13-14 paris samiyo/{/gallery}

(૨) તા.૧૩/૮/૨૦૧૩

આજની સવારે સભા હૉલની ખૂબ સરસ વ્યવસ્થા કરી હતી જેમાં ૨૦૦ જેટલા હરિભક્તો મહાપૂજામાં જોડાયા. આજની મહાપૂજા બાદ “કૃપા પ્રસાદ” પુસ્તકનું અનાવરણ પ.પૂ.ગુરૂજી, દિલ્હીના હસ્તે કરવામાં આવ્યું. આ પુસ્ત્કની વિશેષતા એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિધ્ધાંતો ફ્રેન્ચ ભાષામાં પેરીસમાં વસતા આપણા યુવાનોને માર્ગદર્શક બને એવા હેતુથી પ્રકાશિત કર્યું. પૂ.ભરતભાઈ, પૂ.દિનકરભાઈ, પૂ.શાંતિભાઈ અને પ.પૂ.નિર્મળ સ્વામીજીના આશીર્વાદ લીધા. સાંજે “દિવ્ય અનુગ્રહ પાયો” ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્ર્મ ઉપસ્થિત સૌ મુક્તોએ માણ્યો. ત્યારબાદ પ.પૂ.કાકાજીની સ્મૃતિ અને જપયજ્ઞથી દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે તેવા ર્દ્ષ્ટાંતો પૂ.પ્રવિણભાઈ લાડે સફળ જીવનની ગુરૂચાવી રૂપે વર્ણવ્યા.

(૩) તા.૧૪/૮/૨૦૧૩

આજના મુખ્ય સમૈયા સભામાં પધારેલ સૌ સ્વરૂપોએ બ્રહ્મ સ્વરૂપ કાકાજી તેમજ ગુરૂહરિ પપ્પાજીએ કરેલ આધ્યાત્મિક ઉત્થાનના સ્મૃતિ સંભારણાં કરાવ્યાં. તેમજ પેરીસ મંડળ અને સેવકો એ આ સમૈયાની ભવ્ય ઉજવણીના કરેલ સેવાના યશોગાન કરાવીને આશીર્વાદ પાઠવ્યા.

પૂ.દિલીપભાઈ ભોજાણીએ પેરીસ મુકામે વીસ વર્ષ અગાઉ શિબીરનું આયોજન થયું હતું તેના સ્મૃતિ સંભારણાં કરાવ્યા. તેમજ સર્વદેશીયતા, મુક્તોનું માહાત્મ્ય અને પ.પૂ.કાકાજી તેમજ ગુરૂહરિ પપ્પાજીને આપણે જીવંત રાખવા હોય તો સૌ સાથે હળીમળીને “સંપ, સુહ્રદભાવ અને એકતા” ના મંત્રને જીવંત રાખવા તેનો સંદેશ પાઠવ્યો. પ.પૂ.સાહેબદાદા, પૂ.સતીષભાઇ ચતવાણી, પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ રૂડા આશીર્વાદ પાઠવ્યા. “એફીલ ટાવર” ની ડીઝાઈનમાં કેક કર્તન થયું.

પ.પૂ.કાકાજી અને ગુરૂહરિ પપ્પાજીના કૃપાપાત્ર પ.પૂ.જ્યોતિબેન આ સમૈયામાં પધારવા વિદ્યાનગરથી નીક્ળ્યાં હતા પરંતુ પ.પૂ.બેનની ગંભીર માંદગીના સમાચાર મરતા સ્વીટર્ઝ્લેન્ડ થી વિદ્યાનગર આવવા નીકળી ગયા. પ.પૂ.જ્યોતિબેન માટે ભક્તોને ખૂબ ભાવ હતો કે પેરીસના આ ભવ્ય સમૈયામાં હાજરી આપીને આશીર્વાદનો લાભ આપે. અને પેરીસ મંડળના ભક્તોને આ સૌ પ્રથમ સમૈયામાં દર્શન લાભ આપે. દેહે કરીને પધારી ન શક્યા. પરંતુ સંકલ્પ દેહે કરીને પધાર્યા. તેમજ તેમના અંગ રૂપ લંડન જ્યોતમાંથી પૂ.નયનાબેન અને ૪ બહેનોએ આ સમૈયામાં ભાગ લીધો હતો. દિલ્હી હરિધામથી સંત બહેનોએ ભાગ લીધો હતો. આમ, સભા મધ્યે ભગવી ઝંડી ફરકી હતી. વિદ્યાનગર ગુણાતીત પ્રકાશના ભાઈઓ મુક્તો વતી પૂ.ઈલેશભાઈ અને પૂ.વિજયભાઈએ સેવા-દર્શનનો લાભ લીધો હતો. સમૈયામાં ભાગ લીધો હતો. સમૈયો ભવ્યાતિભવ્ય દિવ્યતાથી સભર ઉજવાયો હતો.

આમ, સમૈયાની ભવ્ય પૂર્ણાહુતિ સભામાં બંધુ બેલડી પ.પૂ.કાકાજી તેમજ પ.પૂ.પપ્પાજી નો જીવન સંદેશ ઉપસ્થિત સૌ મુક્તોમાં સાંગોપાંગ ઉતરે એવી પ્રાર્થનાઓ વ્યક્ત થઈ હતી. આ સમૈયાની સાથોસાથ ભારતથી આપણા ગુજરાત-મહારાષ્ટ્ર ના કેન્દ્ર દ્વ્રારા ભક્તો માટે આ સમૈયાનો લાભ અપાવ્યો. ઉપરાંત લંડન તેમજ યુરોપની યાત્રાનું પણ સુંદર આયોજન કર્યું હતું. જે માણીને સર્વે મુક્તો ખૂબ રાજી થયાં. પ.પૂ.ગુરૂજી દિલ્હીએ પણ ૪૫ જેટલા મુક્તોને આ સમૈયામાં સાથે લાવી યુરોપની યાત્રા કરાવી. લંડન-ગુણાતીત જ્યોતનાં બહેનોએ આ સમૈયાને માણી દિવ્યાનંદ લૂંટ્યો.

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ.