16 to 31 Dec 2010 – Newsletter

 

સ્વામિશ્રીજી તા.૯/૧/૧૧

જય ગુરૂહરિ પપ્પાજી

પરાભક્તિ પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ !

આપણે અહીં આજે તા.૧૬ થી ૩૧ ડીસેમ્બર દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીશું.

(૧) તા.૨૬/૧૨/૧૦ રવિવાર

ઈ.સ.૨૦૧૦ની સાલની વિદાય નિમિત્તે કાર્યક્ર્મ યોજાયો હતો. રાત્રે પપ્પાજી હૉલમાં સ્ટેજ પર પૂ.પલક્બેન પટેલે (U.S.A) ૧૦ ડાન્સ કરીને ૨૦૧૧ના વર્ષને વેલકમ કર્યું હતું. જ્યોતના બહેનોએ બનાવેલાં ભજનો કે જે સાધકના અંતર ભાવનાઓ રૂપે છે.

તેમજ પપ્પાજીના મહિમાગાન વાળા આ ભજનો ઉપર થયેલ ડાન્સ એ જાણે પ્રાર્થનાનો કાર્યક્ર્મ બની ગયો હોય તેવું દરેક મુક્તોને અનુભવાયું હતું. મોટેરાં સ્વરૂપોના સાંનિધ્યે થયેલ આ કાર્યક્રમમાં સહુને ગુરૂહરિ પપ્પાજીની પ્રત્યક્ષ હાજરી તથા બ્રહ્માનંદ પ્રાપ્ત થયો હતો.

 

(૨) તા.૨/૧૨/૧૦ સોમવાર

ગુણાતીત પ્રકાશના નૂતન ૮ દીક્ષિત ભાઇઓનાં પ્રથમ વ્રતધારણ દિન નિમિત્તે પપ્પાજી તીર્થ પર ગુણાતીત પ્રકાશના ભાઇઓ શાશ્વત ધામે એક્ત્ર થઇ પ્રાર્થના કરી હતી તેમજ સ્વરૂપોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આજે પૂ.શાહભાઇ અને પૂ.કિશોરકાકાનો જન્મદિવસ ભાઇઓની સભામાં ‘પરમ પ્રકાશ’ હૉલમાં ઉજવણી થઇ હતી. ગુરૂહરિ પપ્પાજી, બા અને ગુણાતીત સ્વરૂપોના ખોળે રમેલા આ ભૂલકાંઓ અત્યારે આપણા સમાજના આગવા અનોખા પાત્રો છે. તેઓના માહાત્મ્યનું ગાન કરીને સહુએ ધન્યતા અનુભવી હતી.

(૩) તા.૨૮/૧૨/૧૦ મંગળવાર

પૂ.દિનકરભાઇ શિકાગો, પૂ.ભરતભાઇ, પૂ.બાપુ તથા મુક્તો આજે સાંજે પ્રભુકૃપામાં તથા પપ્પાજી તીર્થ પર પપ્પાજીના દર્શને પધાર્યા હતા. પ્રભુકૃપામાં મોટેરાં બહેનો સાથે ગોષ્ટી સભા થઇ અને સોનામાં સુગંધ ભળે તેમ આજે પ.પૂ.ભાઇ (હરિભાઇ સાહેબની) અમૃત પ્રારંભજયંતી (૭૪મો પ્રાગટ્ય દિને) તેઓનું પણ પૂજ્ન અને સન્માન કર્યું હતું. દર તા.૨૮મીએ પપ્પાજી શાશ્વત સ્મૃતિદિન નિમિત્તે પપ્પાજી તીર્થ પર ભાઇઓનો રાત્રે પ્રદક્ષિણા, ધૂન્ય તથા સભાનો કાર્યક્ર્મ હોય છે. તેમાં આજે પૂ.દિનકરભાઇ અને ભાઇઓ પધાર્યા હતા. તેઓના આગમનથી બ્રહ્માનંદી ભર્યું ભર્યું વાતાવરણ સર્જાયું હતું. ભાઇઓને તેનો લાભ મળ્યો

(૪) તા.૩૧/૧૨/૧૦ શુક્રવાર

ઓહો ! આજે તો સ્વામિનારાયણ મંત્રનો તિથિ અને તારીખ પ્રમાણે પ્રાગટ્યદિન. વળી, ઈંગ્લિશ વર્ષનો છેલ્લો દિવસ એટલે દિવાળી ! જ્યોત સભામાં આજે આ મંત્ર મહોત્સવ ખૂબ ભવ્ય રીતે માણ્યો હતો. પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેન અને સર્વે સદ્દગુરુ A ના દર્શન પરાવાણીનો લાભ મળ્યો હતો. મંત્રજાપથી થયેલા અનુભવોની વાતો પણ અનુભવી સાધક બહેનોએ કરી હતી. વિશેષમાં સ્વામિનારાયણ મંત્રની ૨૧૦મી ઉજવણી નિમિત્તે સભામાં સમૂહ મંત્રલેખનનો કાર્યક્રમ હતો. જેમાં દરેક મુક્તે ૨૧૦ મંત્રનું લેખન સ્મૃતિસહ નીરવ મને કર્યુ હતું. કારણ આજે ઇ.સ.૨૦૧૦ નો છેલ્લો દિવસ હતો અને મંત્ર પ્રાગટ્ય દિન ૨૧૦મો હતો. વળી, આજે મંત્રદિનની તારીખ, તિથિ તથા વાર સાથે આવ્યાં હતાં. રાત્રિ સભા પણ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સાથે ૨૦૧૦ વિદાય બ્રહ્માનંદ સાથે થઇ હતી. રાત્રે ૧૨.૦૦ વાગ્યે પ્રભુકૃપામાં ગુરૂહરિ પપ્પાજીની આરતી ઉતારીને નવા વર્ષનો આનંદ પણ માણ્યો હતો. ભાઇઓએ પણ રાત્રે ૧૨.૦૦ વાગ્યે પ્રભુકૃપાની સભા બાદ આતશબાજી થી આનંદબ્રહ્મ સાથે ૨૦૧૧ ના પરાભકિતપર્વના વર્ષ નું સ્વાગત કર્યું હતું. મિલેનીયમની ઉજવણીની સ્મૃતિ સહજ થઇ હતી. આવા પ્રસંગોએ ગુરૂહરિ પપ્પાજીની હાજરીની અનુભૂતિ સામુદાયિક રીતે વાતાવરણમાં અનુભવાતી રહે છે. જો કે રોજ-બરોજના જીવનમાં આપણે જ્યાં છીએ ત્યાં વ્યક્તિગત તો સહુ અનુભવીએ જ છીએ તે પપ્પાજીની આગવી કૃપા છે. આવી કૃપા વરસતી રહો.

(૫) તા.૦૧.૦૧.૨૦૧૧ શનિવાર

ઇ.સ.૨૦૧૧ નું વર્ષ તો ખૂબ ભાગ્યશાળી છે. ગુરૂહરિ પપ્પાજીનો ૯૫ મો પ્રાગ્ટય પર્વ એટલે કે ‘પરાભકિત પર્વ’ નું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પરાભકિતપર્વ ના અનુસંધાને આજે નવા વર્ષની સવારની સભા થઇ હતી. ગુરૂહરિ પપ્પાજીની પ્રસન્નત્તાર્થે શું કરીશું ? એવી એક ભાવનાથી સભામાં જે ગોષ્ટી થઇ તે જાણે શિબિરના રૂપમાં હતી. ૧ લીની કિર્તન આરાધના પણ રાબેતા મુજ્બ છતાંય પરાભકિત પર્વના અનુસંધાને થઇ હતી. આમ નવા વર્ષનો પ્રારંભ ખૂબ સુખદ રીતે થયો હતો.

નવું વર્ષ આવા આંતર બાહ્ય સ્વરૂપ સાંનિધ્યે બ્રહ્માનંદી પળેપળ બની રહો ! એવી અભ્યર્થના સહ નૂતન વર્ષાભિનંદન……જય સ્વામિનારાયણ…….

 

એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.