16 to 31 May 2011 – Newsletter

સ્વામિશ્રીજી

જય ગુરૂહરિ પપ્પાજી

પરાભક્તિ પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ !

ગુરૂહરિ પપ્પાજીની દિવ્ય સંનિધિમાં મે ૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીએ.

(૧) તા.૧૮/૫/૧૧ પૂ.શુભીબેન તૈલીની હીરક જયંતિની ઉજવણી

પૂ.શુભીબેન તૈલીની હીરક જયંતિની ઉજવણી જ્યોત પંચામૃત હૉલમાં ખૂબ સરસ અને દિવ્ય રીતે થઈ હતી. પૂ.શુભીબેન એટલે ભક્તિસભર જીવન, સહજ અને સરળતાની મૂર્તિ. ૧૯૭૩માં

પ.પૂ.બેન, પ.પૂ.દેવીબેન આફ્રિકા ગયાં હતાં. ત્યારે તેમનાં પ્રથમ દર્શને જ પૂ.શુભીબેનનો આત્મા જાગૃત થઈ ગયો અને તેમણે મનોમન ભગવાન ભજવાનું નક્કી કરી લીધું. લંડનમાં B.Pharm નું ભણ્યાં. તેમાં ફર્સ્ટ ક્લાસ પાસ થયાં. ગુરૂહરિ પપ્પાજીને દિવ્ય અને અંર્તયામી માનીને જીવ્યા. ત્યાં દુન્વયી મોટપને કીર્તિ મળતી’તી. તે બધું છોડીને ૧૯૭૭માં લંડનથી વિદ્યાનગર ગુણાતીત જ્યોતમાં કાયમ માટે આવી ગયાં. પપ્પાજીની આજ્ઞાથી કરમસદ હૉસ્પીટલમાં ૧૭ વર્ષ કર્મયોગ (સર્વીસ) કરીને જ્યોતની સુવાસ પ્રસરાવી, પપ્પાજીની પ્રસન્નતા લીધી. પ.પૂ.દેવીબેને આર્શીવાદ આપતાં કહ્યું કે, શુભીબેને જ્યારે જે પળે જે સેવા આવી તે અહોહોભાવે કરી છે. સાત સમેલિયા છે. તેઓ તંદુરસ્ત રહીને ૧૦૦ વર્ષ સુધી સંબંધમાં આવે તેને પ્રભુની પિછાણ કરાવે એ પ્રાર્થના.

 

{gallery}/images_in_articles/newsletter/2011/May_/18.05.2011 P.Subhiben taili hirak jayantee/{/gallery}

પ.પૂ.બેન પણ સભામાં દર્શનલાભ આપવા પધાર્યાં અને આર્શીવાદ આપતાં કહ્યું કે, “શુભીબેન તો સત્સંગનું રતન છે.” પ.પૂ.જસુબેને પણ આર્શીવચન વહાવતાં કહ્યું કે, શુભીબેન જેવા ચૈતન્યને જોઈને થાય છે કે આ જ્યોત યાવત-ચંદ્ર દિવા કરૌ રહેશે. પ.પૂ.પપ્પાજીએ પણ ધ્વનિમુદ્રિત આર્શીવાદ વહાવ્યાં કે, શુભીએ કદી ગુરૂને ઓશિયાળા નથી કર્યા. માહાત્મ્યેયુક્ત સેવા ધણી થઈને કરી તો સ્વામી સ્વરૂપ થઈ ગઈ. તો હવે બ્રહ્મરૂપ રહ્યાં થકા પરબ્રહ્મના સંબંધવાળાની સેવા ભજન પ્રાર્થના કરી કર્યા કરે.

(૨) તા.૨૫/૫/૧૧ સદ્દ્ગુરૂ સ્વરૂપ પૂ.મધુબેન સી. નો સ્વરૂપાનુભૂતિદિન

પૂ.મધુબેન સી. ના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી જ્યોત પપ્પાજી હૉલમાં ખૂબ જ સરસ રીતે થઈ હતી. પપ્પાજી કહેતા કે મધુબેન એટલે જપયજ્ઞના જોગી. મધુબેન એટલે એકધારી નિર્મલ સાધુતાની મૂર્તિ. પ.પૂ.સોનાબા મધુબેનનાં ફોઈ થાય. એવા ધાર્મિક કુટુંબમાં જન્મ્યાં. ૧૯૬૨ માં તારદેવની ભીડા-ભક્તિમાં આધ્યાત્મિક ખાનદાનીથી અંતરના ખપથી ભગવાન ભજવા આવ્યાં. પ.પૂ.પપ્પાજીના જે ગુણ સ્પષ્ટતા, ચોક્સાઈ ને ચીવટાઈએ પ્રથમથી જ હતાં. પૂ.મધુબેનમાં સ્વાધ્યાય અને મનન ચિંતન ની એમને સહજ ટેવ છે. દીદીની આજ્ઞાથી પપ્પાજીના લેખની કોપી કરતાં. અત્યારે પૂ.મધુબેનને જોઈએ તો પપ્પાજીએ એમને પરમ ભાગવત સંત બનાવી દીધા. સંકલ્પે ભગવાન ભજાવી શકે એવી સામર્થી એમનામાં આવી ગઈ. કલ્યાણકારી ગુણના વારસ બની ગયાં ! પ.પૂ.બેન પણ સભામાં પધાર્યાં અને કૃપા આશિષ આપતાં બોલ્યાં કે, “ધન્યવાદ છે મધુબેનને. મધુબેન પહેલેથી જ ખપવાળાં અને ભાવવાળાં. એમને કોઈ જાતનો હુંહાટો નહીં. જે આધ્યાત્મિક સ્થિતિમાં જીવે છે તેનાથી અનંત ગણું આધ્યાત્મિક સ્થિતિમાં જીવે ને ભક્તિ કરે. પ.પૂ.પપ્પાજીએ પણ ધ્વનિમુદ્રિત આશીર્વાદ વહાવ્યા કે, “મધુબેન ભજનથી બધી બાજી જીત્યાં. એવા ભગવત સ્વરૂપ સંત બની ગયાં. બોલવાનું ઓછું ને ભજનથી ચૈતન્યની પ્રગતિ કરાવે છે. જ્યોતનાં બધાં જ બહેનો માટે સંકલ્પ પ્રાર્થના ને ભજન કરે છે. એવું કર્યા કરે એ જ આજના શુભ દિને પ્રાર્થના ને આશીર્વાદ. અંતમાં પૂ.મધુબેને આશિષ આપતાં કહ્યું કે, આપણે રૂચિ રાખીને પપ્પાજીનું બળ લેવાની ટેવ રાખીએ તો બધી વાતે પપ્પાજી સહાય કરે જ છે. બળ આપે જ છે. તો આપણે એમને નિરંતર સંભાર્યા કરીએ એ જ પપ્પાજીના ચરણોમાં પ્રાર્થના.

{gallery}/images_in_articles/newsletter/2011/May_/25.05.2011 p.madhuben divine day pappaji hall/{/gallery}

(૩) તા.૨૬/૫/૧૧ પૂ.ડૉ.પંકજબેનની હીરક જયંતિ

પૂ.ડૉ.પંકજબેનની હીરક જયંતિની ઉજવણી જ્યોત પપ્પાજી હૉલમાં ખૂબ ભવ્યતાથી થઈ. પૂ.પંકજબેન ગુરૂહરિ પપ્પાજીનું વચન ખૂબ જ વફાદારીપૂર્વક પાળે. પૂ.પંકજબેન એનેસ્થેટીક હતાં. પણ પપ્પાજીના વચને હોમિયોપેથી અને આર્યુવેદમાં, મલ્ટીથેરાપીમાં પણ નિષ્ણાત બન્યા. જ્યોત સાથે અસાધારણ આત્મબુધ્ધિ ને પ્રીતિ રાખી જ્યોતની સેવા ખૂબ જવાબદારીપૂર્વક કરી રહ્યાં છે. ધન્યવાદ છે !

{gallery}/images_in_articles/newsletter/2011/May_/26-05-11 dr.pankajben hirak jayantee/{/gallery}

બોરસદ સરકારી દવાખાનામાં ડૉ.વિણાબેન, ડૉ.અંજુબેન સાથે ૨૫ વર્ષ સેવા કરી. અત્યારે દિવ્યદીપમાં એ પોતાનું દવાખાનું ડૉ.રેણુકાબેન સાથે રહીને ચલાવે છે. સાથે સાથે કન્સ્ટ્રકશન વિભાગ પણ એટલી જ જવાબદારીથી સંભાળે છે. પોતાના સંબંધમાં આવનાર ચૈતન્યોનું જતન પણ એટલા જ માહાત્મ્યથી કરી રહ્યાં છે. પ.પૂ.પપ્પાજી એ ડૉ.પંકજબેનને આપેલા આશીર્વાદ વાંચીએ.

Dt.19/10/90

Dear pujya pankajben

I know you won’t believe. What I say but you shall have to one day that you are really the instrument of God & He uses you. So bless all people who come in touch with you freely that they enjoy the last birth & be Ekantik. I personally believe that you can never even breath against the will of almighty Swaminarayan.

Yours pappa’s J.S.

(૪) તા.૨૮,૨૯ મે પંચમ શાશ્વત સ્મૃતિપર્વની સ્મૃતિ જે તે દિવસે જ માણી હતી. વેબસાઈટ પર દર્શન થઈ શકશે. મે મહિનાનું પખવાડિયું વિધવિધ ભક્તિભાવે પસાર થયું. જેની સ્મૃતિ આપની સમક્ષ ધરી વિરમીએ છીએ. પ.પૂ.બેનની તબિયત સારી છે. પ.પૂ.બેન આવી નાજુક ઉંમરે પણ સમૈયાઓથી સભામાં દર્શન આપે છે. દરરોજ નિયમિત પ્રભુકૃપામાં સવાર સાંજ દર્શને પધારે છે. સહુ મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો, મુક્તોના જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવકના જય સ્વામિનારાયણ.