01 to 15 Apr 2013 – Newsletter

સ્વામિશ્રીજી                                 

જય ગરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષર મુક્તો ! જય સ્વામિનારાયણ !

આજે આપણે તા.૧/૪ થી તા.૧૫/૪ દરમ્યાનની જ્યોતની સ્મૃતિ દર્શન માટે અહીં જ્યોતમાં આવી જઈએ. માનસીમાં (મનોમન) સ્મૃતિ માણી લઈએ. આ આખું પખવાડિયું જ્યોતમાં સમૈયા નથી થયા પરંતુ ધૂન-ભજન સભર પસાર થયું છે. સત્સંગ વિચરણ પણ સદ્દ્ગુરૂઓનું ચાલું રહ્યું હતું.

પૂ.જ્યોતિબેન મુંબઈ બોરીવલી જ્યોતમાં બિરાજમાન હતાં. ઠેર ઠેર સત્સંગનું સુખ ભક્તોને મળ્યું છે. પ.પૂ.જ્યોતિબેનનો ૮૦મોં પ્રાગટ્યદિનની ઉજવણી બોરીવલી મંડળના મુક્તોએ તા. રોજ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે કરી હતી.

() તા.//૨૦૧૩ સોમવાર 

એપ્રિલથી શરૂ થતું નવું વર્ષ પણ ગણાય છે. એ રીતે નવા વર્ષના સર્વ મુક્તોને જય સ્વામિનારાયણ. દર ૧લી તારીખે જ્યોતમાં સાંજે .૩૦ થી .૦૦ સંયુક્ત સભામાં કીર્તન આરાધના થાય છે. તેમ ૧લીએ પણ પંચામૃત હૉલમાં કીર્તન ભજનનો કાર્યક્ર્મ વાજીંત્રો સાથે થયો હતો૧લી એપ્રિલે લોકો એકમેકને એપ્રિલ ફૂલ બનાવવાનો લૌકિક આનંદ માણતા હોય છે. તે અનુસંધાનની ગુરૂહરિ પપ્પાજીની એક સ્મૃતિ સભામાં પૂ.ઝરણાબેને કહી હતી. આમ, પપ્પાજીની સ્મૃતિ કરીને, આવાહન કરીને કીર્તન આરાધનાનો પ્રારંભ થયો હતો.

સ્મૃતિ – ગુરૂહરિ પપ્પાજીને પંચગીનીમાં એક મુક્તરાજે ૧લી એપ્રિલના રોજ પૂછયું કે, પપ્પાજી ! આપને ક્યારેય કોઈએ એપ્રિલફૂલ બનાવ્યા છે ? પપ્પાજીનો જવાબ હમેશાં આધ્યાત્મિક જ હોય. પપ્પાજી કહે કે, યોગીબાપાએ મને બહેનોની સેવા આપી તે એપ્રિલફૂલ બનાવ્યો ને ! પણ એપ્રિલફૂલ બનાવીને મને તેમની મૂર્તિથી ભરી દીધો. ફૂલ (Full) કરી દીધો અને લોકથી હળવોફૂલ કરી દીધો.

આવા પ્રકારનો કોઈક જવાબ એમના શબ્દોમાં આપ્યો હતો. નસીબ જોગે તે લખાયો કે ટેપ થઈ શક્યો નથી. જનરલી આપણને થાય કે, આપણને આટલું તો ચોક્કસ યાદ રહી જ જશે. એમ વિચારી લખીએ નહીં. પપ્પાજી એટલે જ લખવાનો ખૂબ આગ્રહ રાખતા. પોતે પણ દરેક વાત સારી લાગી તે ટપકાવી જ દેતા. એ ચોકસાઈ કહેવાય. બીજી જૂની સ્મૃતિ ૧લી એપ્રિલની પપ્પાજીની છે. એક વખત ૧લી એપ્રિલે જ્યોતમાં કોઈ એક મુક્તરાજે ગમ્મત કરવા આનંદ માટે બીજા મુક્તરાજને બનાવ્યા. એ વાતનો આનંદ થતો હતો ત્યાં પપ્પાજી પધાર્યા ! તટસ્થ ભાવે એ પ્રસંગ નિહાળી પછી સરસ બ્રહ્મસૂત્ર આપ્યું કે, અક્ષરમુક્તને મૂરખ ના બનાવાય ! લોકો ભલે બીજાને મૂરખ બનાવવાનો આનંદ માણે ! આપણે તો પોઝીટીવ આનંદ એટલે કે બ્રહ્માનંદ જ કરાય ! ૧લી એપ્રિલની આ સનાતન સિધ્ધાંતિક સ્મૃતિ જીવનમાં માણતા રહીએ તેવી પપ્પાજીના ચરણે પ્રાર્થના.

() પાંચ વર્ષથી પ.પૂ.બેનનો સંકલ્પ અને આદેશ મુજબ બહેનોના નૂતન નિવાસના બાંધકામનો પ્રારંભ થયો છે. તે બાંધકામ ખૂબ સારું, નિર્વિધ્ને અને યોગ્ય સમયે પૂર્ણ થાય ! તે માટે .પૂ.દીદીએ ૧૫દિવસનો જપયજ્ઞનો કાર્યક્ર્મ રખાવ્યો હતો. પપ્પાજી હંમેશા આવા શુભ મોટા કાર્યના પ્રારંભે જપયજ્ઞ કરાવતા. તે સ્મૃતિ કહો તો સ્મૃતિ અને પપ્પાજીનુ પ્રત્યક્ષપણાની ખાત્રી કરાવવા પળેપળ ટીક મારતા રહે છે. તે અનુભૂતિ કહો તો અનુભૂતિ ! પણ આ રીતે ૧ થી ૧૫મી એપ્રિલ અખંડ ધૂન્યનો કાર્યક્ર્મ સંપન્ન થયો. ૧૯૬૬ થી આજદિન સુધી ગુણાતીત જ્યોતના મકાન એક પછી એક બંધાયા તેમાં પપ્પાજી ઉભા રહી એક એક ઈંટ નજર હેઠળ ચલાવી છે. પ્રાણ પૂર્યા છે. તેમ કહીએ તો ખોટું નથી. એ જ રીતે પપ્પાજીના કાર્ય સમાન પપ્પાજી સ્વરૂપ બહેનોએ સંજીવની મંત્રના ૪ થા મુદ્દા પ્રમાણે, “જ્યારે જ્યાં ની જેટલી જરૂર હશે ત્યારે ત્યાં તેટલું તે આપી જ રહેશે” એ ન્યાયે પપ્પાજી વ્યાપકમાં રહીને ખડે પગે ઉભા જ છે. તેનું દર્શન થતું રહે છે. અખંડ ધૂન્યનો કાર્યક્ર્મ સંપન્ન થયો છે. સરસ બાંધકામ એક રીધમથી ચાલી રહ્યું છે. થેંક્સ પપ્પાજી અને સર્વ ગુણાતીત સ્વરૂપોને !

() ૧૫ એપ્રિલ એટલે ?

આપણંને યાદ જ હશે ! બે ભવ્ય સ્મૃતિની આ તારીખ છે.

૧.પપ્પાજીનું ભારત આગમન

આફ્રિકાથી પપ્પાજી ભારત કાયમ માટે પધાર્યા તે દિવસ ! પપ્પાજીની જીવન કથા એક ફિલ્મની સ્ટોરી જેવી કલ્પનાતીત આધ્યાત્મિક કથા છે.

પપ્પાજીનું અવતરણ પૃથ્વી પર આધ્યાત્મિક જબર જસ્ત શક્તિને રીચાર્જ કરવા માટેનું હતું. સમય પાક્યો ત્યારે આફ્રિકાથી નાનું એવું લૌકિક નિમિત્ત યોજી ભારત આવવાનું થયું.૧૯૫૨ની ફેબ્રુઆરીએ કાકાશ્રીને સાક્ષાત્કાર કરાવ્યો. પપ્પાજી મોમ્બાસા હતા. દાદુભાઈની આધ્યાત્મિક ઉન્નતિનાં દર્શન કરવા પપ્પાજીએ ભારત આવવાનું વિચાર્યું.

મારી બુધ્ધિમાં ભગવાનપણાનો નિશ્ર્ચય બાપા દ્રઢ કરાવશે તો હું એને સંપૂર્ણ સમર્પિત થઈ જઈશ. મારા કૃષ્ણ જ એ ને તે કહે તે મારી ગીતા. “કરિષ્યે વચનં તવ” ને ૧૫ એપ્રિલ’૫૨ માં ભારતની ભૂમિને પાવન કરી. આ ભવ્ય સ્મૃતિ દિનને કોટિ કોટિ વંદન. મુંબઈ યોગીબાપા દાદુભાઈના મોટાભાઈ બાબુભાઈની રાહ જોઈને જાતે વેડમી બનાવીને બિરાજમાન હતાં. વેડમી જમાડી,ધબ્બો મારી, પ્રથમ ૭૧ વચનામૃત સમજાવીને યોગીશ્રીજીનો સાક્ષાત્કાર કરાવી નિજ કાર્યના સાથી બનાવ્યા. આ બધું આપણે જાણીએ છીએ. છતાંય આ જીવનગાથા અસામાન્ય છે. પાછા આફ્રિકા જવાનું થયું અને હાર્ટની બિમારી આવી, મેડીકલ રીટાર્યર્ડ થયા અને ભારત રોકાયા. બહેનોને ભગવાન ભજાવવાનું કાર્ય પ્રારંભ કરતાં પહેલાં આ પેન્શન શરૂ થયું. બહેનોને માટે આવેલા દાનમાંથી એક પૈસોય જીંદગીભર પોતાને માટે ના વાપરવો પડે. તેવી ગોઠવણ કરી. તેવી પ્રામાણિકતા, વફાદારીનું આદર્શ દ્રષ્ટાંત પપ્પાજીના જીવનના દરેક પગલે છે. પોતાની જાત (પ્લોટ) ગુરૂઆજ્ઞાને બહેનોના આશ્રમ બાંધી આપી સમર્પિત કર્યા. અને જ્યોતની સામે ભાડાના ઘરમાં મમ્મીજી અને પોતે સેવક ભાવે સેવા કરતા રહ્યા. પોતાના બે પુત્રોને સાધુ થવા તૈયાર કરી ગુરૂ યોગી ચરણે યથા સમયે સમર્પિત કર્યા. આ બધી કાલ્પનિક વાતો છે ? ના, સગી આંખે નીરખેલ આ સત્ય ઘટનાઓ છે. આ એ દિવસ છે કે પપ્પાજી ભારત પધાર્યા તે. અને એ જ તારીખ ૧૫ એપ્રિલ ૨૦૦૬ની છે.

. તા.૧૫//૨૦૦૬ના રોજ બિમારીની સારવાર બાદ છેલ્લે નડિયાદથી ભક્તિરથમાં વ્હીલચેરમાં પપ્પાજી હૉલમાં દર્શન આપ્યા. બસ પછીના ૪૩ દિવસ પ્રભુકૃપામાં સમાધિમાં રહી જબર જસ્ત અખંડ ધૂન્ય કરાવી લઈને બળ પમાડી દઈને સર્વ આત્મ સાથી ભક્તોને પળવાર માટે પણ રાજી ખુશીથી રજા લઈને દેહ ત્યાગ કર્યો તે ૨૮/૫/૨૦૦૬ નો દિન ! સમય સવારનો ૧૧ વાગ્યાનો ! આ દિન અને આ સમયની પણ અલૌકિક સ્મૃતિ છે. ઈ.સ.૧૯૬૬ની ૨૮મી મે એ સવારે ૧૧ વાગ્યે વિમુખ નારાયણની પદવી પ્રાપ્ત કરી હતી. તે પછીના ૪૦ વર્ષ પછીનો તે જ દિવસ અને તે જ સમયે પપ્પાજીએ પાર્થિવ દેહ ત્યાગ કર્યો. આ બધું સામાન્ય બાબત નથી. ૪૦-૪૦ વર્ષ આ પ્રભુકૃપામાં રહીને સંકલ્પથી અને કોઈ માનવ ના કરી શકે તેટલો શ્રમ એમણે કર્યો છે. સામા પૂરે કાર્ય કરીને દરેક પગલે પ્રભુતા પ્રગટાવી છે. દરેક પ્રસંગે પોઝીટીવ એંગલથી નવો રસ્તો ખોલ્યો છે. આવા પપ્પાજીની ૪૩ દિવસની સમાધિરૂપ તપશ્ર્ચર્યા રૂપી બલિદાન એ શ્રી ઈસુ ખ્રિસ્તીના ખીલાના મારથી પણ વિશેષ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. પપ્પાજીની આ તપશ્ર્ચર્યાના દિવસોની સ્મૃતિએ ૨૮ મે સુધી મનોમન કાંઈક ભક્તિ અર્પણ કરીએ. ધૂન્ય, ભજન, કાંઈક વસ્તુની બાધા, મહાપૂજા કે આંતરિક કોઈક સૂત્ર લઈને જીવવાનું નક્કી કરીએ. તો આવા દિવસોએ અંર્તદ્ર્ષ્ટિ કરીને આંતરિક રાંકભાવે જીવીએ જેથી પપ્પાજી પ્રસન્ન થકા આપણા અંતરમાં અખંડ બિરાજમાન રહે એવી યાચના સહ જય સ્વામિનારાયણ.

આમ, આખું પખવાડિયું સભા-ભક્તિ સાથે જોતજોતામાં પૂરૂં થયું હતું. અત્રે પ.પૂ.બેન અને સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. સર્વે સદ્દગુરૂ તથા બહેનો-મુક્તોના આપ સર્વને ઘણા કરીને હેતપૂર્વક

જય સ્વામિનારાયણ !

એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.