01 to 15 Aug 2012 – Newsletter

                            સ્વામિશ્રીજી                          

જય ગુરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો,

હ્રદયના ભાવથી જય સ્વામિનારાયણ !

આવો…પધારો…ચાલો… થોડીવાર મનોમન જ્યોતમાં જઈએ. ખુલ્લી આંખે ધ્યાન સ્મૃતિ કરી લઈએ. ૧ થી ૧૫ ઑગષ્ટ દરમ્યાન જ્યોતમાં થયેલ સમૈયા, ભક્તિ દ્વારા ગુરૂહરિ પપ્પાજીમાં ખોવાઈ જઈએ.

 

(૧) તા.૧/૮/૧૨ બુધવાર

૧લી ઑગષ્ટની મંગલ પ્રભાતે સંઘધ્યાનની સભામાં ૧લી સપ્ટેમ્બર આવી રહી છે. તે સ્મૃતિ સહજ થઈ. ગુરૂહરિ પપ્પાજીથી ભર્યા રહેવું છે. તે માટે પ.પૂ.દીદીએ સભા સંચાલક પૂ.ઝરણાબેન ને આદેશ આપ્યો કે એવું કાંઈક નવું શોધી કાઢો જેમાં બધા જ મુક્તો લાભ લઈ શકે. પૂ.ઝરણાબેને સુંદર વિચાર, આયોજન બીજે દિવસે રજૂ કર્યો. તે એ કે બારાખડીના (ગુજરાતી આલ્ફાબેટ) શબ્દો ક,ખ,ગ,ઘ,ચ,છ,જ ઉપરથી રોજ એક અક્ષર ઉપરથી પપ્પાજીની સ્મૃતિ કહેવી, સિધ્ધાંત કહેવો, વચન સ્મૃતિ કહેવી. જેમાં ગમ્મત બ્રહ્મ અને માહાત્મ્ય બધું જ આવી જાય ! બધા મુક્તો ગુરૂહરિ પપ્પાજીનું મનન ચિંતવન કરી, ભૂતકાળની મનની, આત્માની મૂડીનો ભંડોળ ખોલીને અથવા સંતોષ રીતે જમેલું તેને વાગોળવાનો અવસર પ્રાપ્ત થયો ! આ રીતે ઑગષ્ટ મહિનાની જાણે સ્મૃતિ શિબિર શરૂ થઈ ના હોય ! આ સ્મૃતિની વાત અહીં આપણે આગળ વાંચીશું. આજે તા.૧લી તારીખ તેથી દર ૧લીએ સાંજે ૭.૩૦ થી ૯.૦૦ કીર્તન આરાધના હોય છે તે મુજબ આજે ભક્તિ સભર કીર્તન આરાધના થઈ હતી. અને .પ.પૂ.દેવીબેને કૃપા લાભ આપ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2012/August/01.08.12.kitan aradhna{/gallery}

(૨) તા.૮/૮/૧૨ મહાપૂજાનો વાર્ષિક ૪૮મો સ્મૃતિદિન

ગુરૂહરિ પપ્પાજીએ તારદેવમાં મહાપૂજા શરૂ કરાવી એ સ્મૃતિદિન આજે છે. જ્યોત પંચામૃત હૉલમાં સર્વ સદ્દ્ગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે બહેનોની સમૂહ મહાપૂજા ભક્તિ સભર થઈ હતી. પ.પૂ.દીદીએ મહાપૂજા બાદ આશીર્વાદ આપ્યા, તેમાં કહ્યું કે, પપ્પાજીએ જ્યારે મહાપૂજા (તારદેવ મંદિરે) શરૂ કરાવી ત્યારે પપ્પાજીની વય ૪૮ વર્ષની હતી. આજે ૪૮મી મહાપૂજા થઈ! એ મહાપૂજાની સ્મૃતિની વાતની સાથે સાથે પપ્પાજીએ કેટલા બધા મહાન કાર્યો કર્યાં છે. ક્રાંતિકારી કાર્ય કર્યાં છે તે યુગકાર્યની વાત કરી કે, બહેનો સાધુ ના હોય, તો એમણે સાધુ બનાવ્યા !

સાધુની નવી પાંખ ખોલી, કર્મયોગી સાધુ, ભાઈઓ બનાવ્યા. એટલું જ નહીં બહેનોને કર્મયોગી સાધુ બનાવ્યા !

૨૮મે ૧૯૬૬ માં સંસ્થાએ પાર્ટીશન થયું અને ૧લી જૂને ચાર જ દિવસમાં ૫૧ બહેનોને કાષાંબર વસ્ત્રોની ભાગવતી દીક્ષા આપી ! મહાપૂજામાં પરોક્ષને પ્રત્યક્ષ કરતાં શીખવાડ્યું. મહાપૂજામાં પ્રત્યક્ષ સ્વરૂપોને પધરાવવાની રીત શરૂ કરાવી. 

પ.પૂ.બેન, પ.પૂ.કાશીબા, પ.પૂ.માસીબા વગેરે ભગવાનના ઐશ્વર્યોધારક હતાં. તેમને ગુણાતીત સાધુ બનાવ્યા.

આમ, પપ્પાજીએ ભગીરથ કાર્યો કર્યાં છે. તેની વિગતે વાત કરીને પ.પૂ.દીદીએ આ મહિના માટેનું જીવન જીવવાનું એક ભજન સાધકોને આપ્યું. “સાધુ સાધી લે મહારાજ, એ છે કરવા જેવું કાજ….” આ ભજન પ્રથમવાર પપ્પાજી પાસે ગાયું ત્યારે પપ્પાજીએ કહેલું કે આ ભજન તો જીવન બનાવવા જેવું છે. આ ભજન ગવડાવ્યું અને આખો મહિનો રોજ ગાવું અને તેવું મનન કરી, નિદિધ્યાસ કરવો. અને જીવનમાં સહજ બનાવવાનો આદેશ આપ્યો.

{gallery}/images_in_articles/newsletter/2012/August/08.08.12.MAHA PUJA{/gallery}

આજની મહાપૂજામાં રોજની મહાપૂજાઓની સોપારી હોય તે બદલી નવી સોપારીનું તથા એ રીતે શ્રીફળનું પૂજન થાય.

૪૮ વર્ષમાં તો આ મહાપૂજા એટલી બધી વ્યાપ્ત બની છે. દરરોજ જ્યોતમાં મહાપૂજા થાય છે. તે ઉપરાંત પ્રભુકૃપામાં અને જ્યોત શાખા મંદિરમાં નિયમીત નિષ્કામભાવની નિઃસ્વાર્થભાવે મહાપૂજા થઈ રહી છે. આ દરરોજની મહાપૂજામાં દેશ પરદેશથી હરિભક્તો સંસારિક કે શારીરિક આધિ, વ્યાધિ, ઉપાધિના નિવારણ માટે મહાપૂજા માને છે અને કામ થાય છે. શ્રધ્ધા વધે છે અને સુખિયા થાય છે. ગુરૂહરિ પપ્પાજીનો આ એક જ નિષ્કામ સંકલ્પ છે કે, સંબંધમાં આવનાર બસ સુખી થાય. “સદા સર્વનું મંગલ કરો !” એવા ઉદ્દ્ગારો વહેતા થાય એ જ પરમ ભાગવત સંત ! એવા સંતો પૃથ્વી પર પધારી કાર્ય કર્યું છે. અત્યારે દીવા જેવું દેખાય તેવું છે. આજે ૮/૮ના રોજ લગભગ ૫૦ મહાપૂજાની સોપારીની પૂજા થાય છે. જ્યોતનાં બધાં બહેનો અને ગુણાતીત પ્રકાશના ભાઈઓ જે હરિભક્તો કે અલ્પ સંબંધવાળા મહાપૂજા કરવા તેમના ઘરે બોલાવે ત્યાં જાય છે. અને મહાપૂજા કરે છે. સારો પ્રસંગ હોય કે માઠો હોય ! લગ્ન પ્રસંગ, ઘરના વાસ્તુ કે દુકાનનું ઉદ્દ્ઘાટન હોય, મરણ કે ત્રયોદશી હોય, શ્રાવણ હોય કે અધિક માસ હોય, શ્રાધ્ધ હોય કે વાર્ષિક તિથિ હોય ! જન્મદિન હોય કે કદાચ કાંઈ ના હોય તો રાજી ખુશીથી મહાપૂજા કરાવી, જમાડવાની સેવા કરી લેવામાં સર્વને આનંદ હળવાશ અનુભવાય છે. હેતુ એક જ કે બસ પપ્પાજીને રાજી કરવા છે. તેથી તેમના ભક્તોની આવા માહાત્મ્યથી સેવા કરે છે.

એવો મહાપૂજાનો વાર્ષિકદિન જ્યોત પ્રાંગણમાં સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સમૂહ મહાપૂજા કરીને ઉજવ્યો હતો. તે વખતે મહાપૂજામાં બેસનાર પૂજારી બહેનો તથા સદ્દ્ગુરૂ A સ્વરૂપોએ આવા સમાજના અલ્પ સંબંધીઓના નામનું વાંચન કર્યું હતું. જેમને જેમને ત્યાં રાખડી જાય છે તે કુંટુંબના સભ્યોના નામ આજે ઠાકોરજી સમક્ષ બોલાય છે. અને તેઓ માટે નિષ્કામભાવની મહાપૂજા થાય છે. એવી મહાપૂજા કરાવનાર પપ્પાજીને કોટિ પ્રણામ !

૨. બીજું કે ગુણાતીત પ્રકાશના સંત ભાઈઓ પણ આ રીતે મહાપૂજા કરે છે. તેઓએ આજે સાંજે ૬.૩૦ થી ૯.૦૦ પરમ પ્રકાશના મંદિરે શ્રી ઠાકોરજી સમક્ષ ૮/૮ની વાર્ષિક મહાપૂજા કરી હતી. તથા આ મંદિરનો પ્રથમ વાર્ષિકદિન પણ આજે હતો. તેથી મહાપૂજા બાદ પાટોત્સવ નિમિત્તે પૂજા-આરતી અને સભા કરી હતી. ગુણાતીત પ્રકાશના ભાઈઓ, સંતો અને ગૃહસ્થ ભાઈઓ ભેગા મળી સરસ ભક્તિ અદા કરી હતી. નીલકંઠ વર્ણીના અભિષેકનો દરેકને લાભ મળ્યો. પપ્પાજીને ગમે તેવી મહાપૂજા રોજ જ પ્રભુકૃપામાં પૂ.યશવંતભાઈ દવે કરે છે. વળી, મુઠ્ઠીભર સંખ્યામાં ભાઈઓ છે પણ નિયમિત સંઘધ્યાન અને રાત્રિ સભા ગગન ગજવે તેવી થાય છે. આમ, પપ્પાજીની મરજી પ્રમાણે સભા-ભક્તિ કરીને પપ્પાજીને પ્રસન્ન થકા પ્રત્યક્ષ રાખ્યા છે. એવા મુક્તોને ખરેખર ખૂબ ધન્યવાદ છે. અઠવાડિક સભા દર રવિવારે સાંજે યુવક મંડળની (પપ્પાજી ગ્રુપના ભાઈઓની) પણ થાય છે.

{gallery}/images_in_articles/newsletter/2012/August/08.08.12. MAHAPUJA BHAIYO PARAM PRAKASH{/gallery}

શ્રાવણ મહિના દરમ્યાન ઠેર ઠેર જે બોલાવે તેને ત્યાં વિદ્યાનગર, આણંદ, નડિયાદ, મોગરી, કરમસદ અને આસપાસના ગામોમાં મહાપૂજા કરી વિશેષ ભક્તિ ભાઈઓએ-બહેનોએ કરી છે. એટલું જ નહી પરંતુ જ્યોત શાખા મંદિર દ્વારા પણ આવી જ રીતે મહાપૂજા, ભજન, સભા અને પધરામણીએ બહેનો અને એવી જ રીતે ગુણાતીત પ્રકાશ સંત ભાઈઓ પણ જાય છે. આ વર્ષે શ્રાવણ પછી આવ્યો અધિક માસ (અધિક ભાદરવો) તેથી અધિક ભક્તિ કન્ટીન્યુ રહેશે. દેશમાં ઓછા વરસાદને કારણે દુકાળ છે તોય ભક્તોના ભાવમાં ઓટ નથી આવી. મહારાજના વખતની દુકાળના વર્ષની વાતની સ્મૃતિ થઈ જાય છે. એક વર્ષે વરસાદ નહોતો પડ્યો. તેથી મહારાજ સંતોને બહાર વિચરણે ના જવું તેવી આજ્ઞા કરી. કારણ હરિભક્તોને આર્થિક સંકટ હોય તેથી સંતોનું વિચરણે જવાનું બંધ રહેલું…થોડો સમય થયો ત્યાં હરિભક્તોએ કહેવડાવ્યું કે, મહારાજ ! આ વર્ષે એક દુકાળનો છે અને તેમાં આ બીજો દુકાળ કેમ ? મહારાજ કહે એટલે શું?

ભક્તો કહે વરસાદ ના પડે એ એક દુકાળ. અને સંતો ઘરે નથી પધારતા એ બીજો દુકાળ ! તમે અને તમારા સંતો તો અમારા જીવનુ જીવન છો. એવા ભક્તોના દર્શન આજે પણ થાય છે. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ આ વાર્ષિક મહાપૂજા દિનના લીધા હતા. પપ્પાજીએ ખૂબ જ સરસ વાત કરી હતી. ૧૯૬૪ની સાલમાં ૮/૮/૬૪ થી આ નિષ્કામ ભાવની મહાપૂજા શરૂ થઈ. અત્યાર સુધી પોતાના સંકલ્પની સકામ ભાવની મહાપૂજા કરાવતા હતા. જ્ઞાન નહોતું કે આવા સર્વોપરી પુરૂષોત્તમ નારાયણ મળ્યા છે તેમની પાસે ધૂળ ને ધાપા શું માંગવા ? એવા ભગવદી સદ્દ્ગુરૂને સેવીએ તો એ શીખવાડે કે આ ભગવાન પાસે શું માંગવું ? એક ભગવાનની જ વાસના રાખી સંકલ્પરહિત નીરવ અવસ્થામાં રહી અખંડ વૃત્તિ પ્રભુમાં રાખતા ભગવદી શીખવાડે. પરોક્ષને વિષે પ્રતિતિ છે તેવી પ્રત્યક્ષને વિષે રાખી આચારસંહિતા પાળીએ તો છતીદેહે અક્ષરધામનું સુખ, શાંતિ ને આનંદ અનુભવાય. આ નિષ્કામભાવની મહાપૂજા ચમત્કારિક છે. પ્રત્યક્ષની મહાપૂજા છે, પ્રત્યક્ષ સૂર્ય હોય તો તાપ મળે. એમ આ ભગવાન તત્કાળ સાંભળે. પ્રત્યક્ષની મહાપૂજા થાય છે એ ભગવાન સાંભળે. પ્રભુ એને નિર્દોષબુધ્ધિ દ્રઢ કરાવજો. એ પ્રભુનો થઈને જીવે એને માટે નિષ્કામભાવની મહાપૂજા કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ. બધા સુખે આનંદભર્યા માર્ગે મોટેરાં જેવું સુખ ભોગવતા થઈ જાય. પપ્પાજીએ એવા આશીર્વાદ આપી ધન્ય કર્યા. 

 (૩) તા.૧૦/૮/૧૨ જન્માષ્ટમી

આજે શ્રી કૃષ્ણ જયંતી નિમિત્તે જ્યોતમાં સવારે ૧૦ થી ૧૨ પંચામૃત હૉલમાં બહેનોની સભા થઈ હતી. જેમાંપ.પૂ.દીદીએ “સાધુ સાધી લે મહારાજ, એ છે કરવા જેવું કાજ…” એ સ્વરચિત ભજન સમજાવ્યું હતું. સાંજે ૫.૩૦ થી ૭.૦૦ શ્રાવણ માસનું પારાયણ થયું. રાત્રે ૯.૦૦ થી ૧૦.૩૦ જન્માષ્ટમી નિમિત્તે સભા, ભજન, કિર્તન ધૂન્ય કરી પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા હતા. આજે તો જન્માષ્ટમી એટલે દેવીબેનનો સ્વરૂપાનુભૂતિદિન હતો. પ.પૂ.દેવીબેને આજના દિનની સ્મૃતિની વાત કરતાં ખૂબ સરસ આશીર્વાદ આપ્યા હતા કે, ૧૯૫૯માં જન્માષ્ટમીનો દિવસ હતો. ત્યારે તારદેવ સીટીંગ રૂમમાં પપ્પાજી સામે હું, દીદી અને તારાબેન બેઠાં હતાં. પપ્પાજીએ મારા ચૈતન્યને પારખીને પ્ર-૩૭ વચનામૃત સમજાવ્યું. મને મનમાં ગડમથલ ચાલે અને બીજે જ દિવસે જોગી બાપાનો કાગળ આવ્યો. જોગીબાપાએ ક્યાંથી ક્યાં મૂકી દીધા. શુધ્ધ ચૈતન્ય બ્રહ્મ બનાવી રહ્યા છે. અત્યારે મધ્યાહને સૂર્ય તપી રહ્યો છે. સૌના મસ્તક પર મો૨. જેને જેવી આધ્યાત્મિક સ્થિતિ કરવી હોય તેવી પપ્પાજી કરી આપે એવી પ્રાર્થના આપણા સહુ માટે કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2012/August/10.08.12 JANMASHTMI UTSAV{/gallery}

(૪) તા.૧૩/૮/૧૨ અજા એકાદશી

આજે રાત્રિ સભામાં બહેનોએ સમૂહ ભજનો ગાયા હતાં. જૂના જૂના ભજનો ગવાયાં હતાં તેમાં બ્રહ્માનંદની સભરતા માણી હતી.

(૫) તા.૧૪/૮/૧૨ શનિવાર પ.પૂ.જ્યોતિબેનનો સાક્ષાત્કારદિન

હાલ પ.પૂ.જ્યોતિબેન મુંબઈ બિરાજમાન છે. ત્યાંના ભક્તોને રક્ષાબંધનથી લાભ આપી રહ્યા છે. તે દરમ્યાન આજે તેઓનો સ્વરૂપાનુભૂતિદિન હતો. તે મંગલ અવસરનો લાભ બોરીવલી મંડળના મુક્તોએ બીડુ ઝડપી લઈ લીધો. જનરલી પ.પૂ.જ્યોતિબેનનો સમૈયો શિવરાત્રિએ આપણે ઉજવીએ છીએ. દિવ્યતાસભર ભવ્ય રીતે આ ઉજવણી થઈ હતી. આપણે પણ આ દિવસનો તકનો લાભ લઈ પ્રાર્થના સુમન ધરીએ.

જ્યોતિબેન એટલે ગુણાતીત જ્યોત મહિલા ટ્રસ્ટના પ્રમુખશ્રી.

જ્યોતિબેન-તારાબેન પૂર્વના છે. ગોદ મળી શ્રી સોનાબાની, ધન્ય કર્યું છે જીવન

જ્યોતિબેન-તારાબેને પહેલ કરી ભજવાની, ચાલ્યા કાંટાળા માર્ગે બની શૂરવીર

જ્યોતિબેને બહેનોને ભજવાની કેડી કંડારી, રાજમાર્ગ આપ્યો આપણને સરળ

જ્યોતિબેને તો જીવનના દરેક સ્ટેજે, ચાલવાનું થયું કાંટાળા પંથે આજ દિન સુધી

આદિ આદર્શ નારીને તો આપણે જોયા કે માણ્યા નથી,

ઝાંસીની રાણીથી છે વિશેષ આ ગુણાતીત નારી.

કાકાજી-પપ્પાજીના કાર્યમાં ‘બળતા અંગારાનું છોરું’ બન્યા છે વિપરીત સંજોગોમાં

આજે પપ્પાજીના કાર્યનું યથાર્થ પ્રતીક છે, પૂર્ણ ગુણાતીત જ્ઞાન ભર્યું જીવન છે તેમનું

સેવા, સ્મૃતિ, સ્વાધ્યાય, ભક્તિ આ ચાર છે તેની જીવન ગાડીના વ્હીલ

ભર્યા રહી  ભર્યા રાખે જે આવે સંબંધમાં તેને પીરસતા રહે તે ગુણાતીત જ્ઞાન

વિશેષ તો કહેવાનું ના રાખીએ, ના લખાય તેટલા છે તેના અગણિત ગુણાતીત ગુણ

માગી લઈએ આજે તક છે, સારો છે દિવસ, દઈ દે આશિષ ભેટ યોગીજી, પપ્પાજી, કાકાજી

દિર્ઘાયુ નિરામય રાખો જ્યોતિબેનને, આપના કાર્યનું તે છે નિમિત્ત, દુર્લભ દર્શન છે સુલભ

જીવન એવું બને અમારું, ખરું ભાર વગરનું,

જે જોઈ રાજી થાય આપ જ્યોતિની આંખે નિહાળી અમને.

{gallery}/images_in_articles/newsletter/2012/August/15.08.12 P.Jyotiben Pragatyadin{/gallery}

(૬) અગાઉ લખ્યા મુજબ ક,ખ,ગ,ઘ

દરરોજ એક અક્ષર પર મંગલ સભામાં ગુરૂહરિ પપ્પાજીની વિધવિધ સ્મૃતિનો લાભ આપ્યો હતો. (જે દિવસ વિશેષ કોઈ સભા કે સમૈયો ના હોય તે દિવસે આ સ્મૃતિ લાભનો કાર્યક્ર્મ હોય ! તેમાંથી અલ્પ સ્મૃતિ અહીં કરીએ. તા.૧૫/૮ સુધીમાં ક,ખ,ગ,ઘ,ચ,છ અને જ સાત શબ્દો ઉપર સ્મૃતિ થઈ હતી.

 * ક – કંથારીયા મંદિરે…દિવાળીનો અન્નકોટ કરવાનો હતો. ત્યારે પૂ.રમણમામા મંદિરના કોઠારી હતા. તે જ વર્ષે મૂર્તિપ્રતિષ્ઠા વિધિ થયો હતો. હજી આર્થિક સ્થિતિ સધ્ધર નહોતી થઈ તેથી પૂ.રમણમામાને અંતરમાં પ્રાર્થના થતી હતી. ‘હે પપ્પાજી ! તમે આ દિવાળીએ અન્નકોટ કરાવજો.’ અને ગુરૂહરિ પપ્પાજી અંતરનો પોકાર સુણી કંથારીયા અંર્તયામીપણે પધાર્યા. અને સ્વયંમે ઠાકોરજી સમક્ષ ભેટ મૂકી. પપ્પાજી પધાર્યા એટલે ગામના બધા જ ભક્તો

દર્શનાર્થે દોડી આવ્યા. ઠાકોરજીનું પત્તર છલકાઈ ગયું.

*કરમસદ ના પટેલ, કાકા પપ્પાની બંધુ બેલડી કરેંગે યા મરેંગેની ભાવનાથી મંડ્યા કરમસદ માટે પપ્પાજી કહેતા કે કાનામાત્ર વગરનું ગામ. તેમાં અમને કોઈની મોબત નહીં, સારપ નહીં. કેવળ જોગી શું કહે છે ? એ જ ગીતા. એવા અમે ખુલ્લા હતા. સાચા હતાં તેથી બહેનોનું કામ બાપાએ સોંપ્યું. કરમસદ ગામના સરદાર વલ્લભભાઈ પટેલ તેમના કઝીન થાય. તે ભાઈઓ જેની આપણને ખબર હશે. પપ્પાજીએ એક વખત સ્વમુખે વાત કરેલી કે કરમસદના ખૂબ મોટા મોટા જે થઈ ગયા તે મહાન પુરૂષો સવારે વ્હેલા ઉઠે. નિયમિત દિનચર્યા પ્રમાણે જીવન જીવે.

*કૃષ્ણ કમોદ ચોખાની સ્મૃતિ

ગુરૂહરિ પપ્પાજીને કૃષ્ણ કમોદ ડાંગર જમવાની હતી. તે એક ભાવિક હરિભક્ત મોકલતા હતા. પ.પૂ.પપ્પાજીએ પૂછ્યું, મારી કૃષ્ણ કમોદની ડાંગર આવી ? આવે એટલે બધાને ફોલવા આપી દેશો. ફોતરું ના રાખે અને વધારે દાણા આખા રાખે એને ઈનામ. સેવક કહે, મશીનમાં ફોલાવીએ તો આખા રહે અને કોથળામાં નાખીને ટીપીએ તો છોડાને દાણા જુદા પડી જાય. ગુરૂહરિ પપ્પાજી માહાત્મ્ય સમજાવતાં કહે, “મહારાજને આશરે આવેલ બહેનો, આશ્રિત હરિભક્તો, સંબંધવાળા મુક્તો અને મારી કૃષ્ણ કમોદ એને ટીપાય નહીં, પોલે પોલે હાથે સાફ થાય.”

* ખ – ખપ, ખટકો ને મહિમા

 એક બેનનો જન્મદિન હતો. ગુરૂહરિ પપ્પાજીને તેમણે પાયલાગણ કર્યું. પપ્પાજી કહે, તારી સાત્વિક પ્રકૃતિ છે. તને કોઈ એકદમ ટોકી ના શકે તેથી તું ખપ, ખટકો ને મહિમા રાખજે તો તારું ધ્યેય જલ્દી સિધ્ધ થઈ જશે.

 ખુદા કા નામ

એક વખત મુંબઈમાં પૂ.નીલમબેન વિચરણમાં ટેક્ષીમાં જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં સાઈડમાં ખાડા જેવું હતું. તથા થોડી ટેક્ષી નમી ને પાછી ચાલુ થઈ ત્યારે નીલમબેનથી મોટેથી પપ્પા ! રક્ષા કરજો, બોલાઈ ગયું. ટેક્ષી ડ્રાઈવર કહે ! બેનજી ખુદા કા નામ લો. પપ્પા કા નહીં. આ પ્રસંગની વાત વિદ્યાનગરમાં આવી પપ્પાજીને કહી તો પપ્પાજી કહે તારે એને કહેવું હતું ને કે હમારે યહા ખુદાકા નામ ઓર પપ્પા કી નામ એક હી હૈ !

* ગ

 ગોવામાં ૧૯૯૬માં ૨૮/૧ થી ૧/૨ સુધી પપ્પાજીના સાંનિધ્યે શિબિરનું આયોજન થયું. જેમાં જ્યોતની બધી બહેનોને મુંબઈથી ગોવા પ્લેનમાં અને ગોવાથી મુંબઈ દમનિયા શીપમાં લઈ ગયા હતા. તેમાં શિબિર થઈ અને અત્યારે તે શીપ બંધ જેવી જ છે. આમ, સંજીવની મંત્રના ૪થા મુદ્દા પ્રમાણે એમની સેવા માટે જ્યારે જ્યાં જેની જેટલી જરૂર હશે. ત્યારે ત્યાં તેટલું આપી જ રહેશે. તે વાતનું દર્શન કરાવ્યું.

 દિવાળી બા કહેતા મારો બાબુ ગણેશ ચતુર્થીએ જન્મ્યો છે.

 ૧લી જાન્યુ. ૧૯૯૪માં દિલ્હી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા હતી. પપ્પાજી એ દિલ્હી મંદિરમાં ગણેશજીનું પૂજન કર્યું. ડૉ.નીલમબેન કહે, પપ્પાજી તમે ગણેશજીને શું કહ્યું ? પપ્પાજી કહે મેં નીલમની દવા કરી તો મારું પેટ ઓછું થઈ ગયું, તો તમેય નીલમની દવા કરો તો તમારું પેટ પણ ઓછું થઈ જાય એવું મેં કહ્યું.

* ઘ

 ઘર અને દેહને મંદિર બનાવવાની શિબિર પપ્પાજીએ કરી હતી. અને સાચા અર્થમાં દરેકના ઘર અને દેહને મંદિર બનાવ્યા.

 ઘોઘાવદરમાં ગુરૂહરિ પપ્પાજી યોગીજી મહારાજ સાથે જતા હતા. ચાલતાં ચાલતાં બેસવાનું આવ્યું. ત્યાં માટી ને ધૂળ જેવું હતું. અને ત્યાં પથ્થર હતો. પાથરણું કાંઈ હતું નહીં. તો પપ્પાજીએ જલ્દીથી પોતાનું સીલ્કનું પહેરણ કાઢીને ત્યાં પાથરી દીધું. અને ત્યાં યોગીજી મહારાજ બિરાજમાન થયા. એ પહેરણના એક છેડા પર કોઈ હરિભક્ત બાપાની બાજુમાં

બેસવા જતા હતા તો બાપાએ સંકોળી લીધું. એ ઘોઘાવદરની સ્મૃતિ છે. એ પ્રસાદીનું પહેરણ સ્મૃતિ મંદિરમાં છે.

 પપ્પાજી નાના હતા ત્યારે નડિયાદના ખડકીવાળા ઘરે મામીની સામે ઘંટી ફેરવવા બેસી જતા. દળવામાં મદદ કરાવતા. મામીને સ્મૃતિ સભર કરી ભાણાભાઈએ મામીનું કલ્યાણ કર્યું. પ્રભુકૃપામાં આરતી એક ભાઈ કરતા હતા. પપ્પાજી ઘંટડી વગાડતા હતા. બીજી કાચની ઘંટડી પણ ત્યાં હતી. તે બીજા હાથે પપ્પાજીએ લીધી અને બંને ઘંટડી વગાડી સ્મૃતિ આપી હતી.

* ચ – ચકલીના ચણની ચિંતા

 ગુરૂહરિ પપ્પાજી એક વખત બ્રહ્મવિહારમાં ફ્રુટ ગ્રહણ કરતા હતા. સામે ચકલીઓને જોઈને પપ્પાજીએ બે ફોડવા ઉડાડ્યા ને ચકલીઓએ ઝીલી લીધા. પાછું ઉડાડ્યું ને ઝીલી લીધું. ત્યારથી પપ્પાજીએ બ્રહ્મવિહારમાં ચકલીઓના દાણા પાણીની વ્યવસ્થા કરી. આમ, પણ પપ્પાજીને એકલા કાંઈપણ ખાવા-પીવાનું ના ગમે. સામે જે  મુક્તો હોય તેને

ધરાવે અથવા એકાદ બે મુક્તોને આપીને જ જમે. પપ્પાજી બહેનોને કહે કે તમે તો ચકલીઓ જેવા છો. આપણાથી શું થવાનું હતું ? બાપાના બળે બધું થવાનું છે. આપણે હાં હાં ગડથલ કરી પળ (ઘડી) સનાતન બનાવવી.

* છ – છે.૨૬. વચ. આપણો આદર્શ છે અને એ આપણે સિધ્ધ કરવાનું છે. એવું ગુરૂહરિ પપ્પાજી કથાવાર્તામાં વારંવાર કહેતા.

 છત્રીસ વર્ષની ઉંમરે ૧૯૫૨ માં ગુરૂહરિ પપ્પાજી મોમ્બાસાથી મેડીકલી રીટાયર્ડ થઈ ભારત આવ્યા. અને યોગીજી મહારાજના આદેશથી બહેનોને ભગવાન ભજાવવાની જવાબદારી સ્વીકારી અને યોગીજી મહારાજના અંતરના આશીર્વાદ સરી પડ્યા કે, “બાબુભાઈ તમ પર અખિલ બ્રહ્માંડનો ભાર મૂકીએ તો ય તમે સહી શકો તેવા સમર્થ છો.

* જ – ‘જોગી ભગવાન છે જોગી ભગવાન છે.’ એવું પપ્પાજી અને કાકાજી ૧૯૫૨થી લઈ મંડ્યા. અને એનો સાક્ષાત્કાર કરી નાંખ્યો.

 જોગી જોકર લઈને મંડ્યા અને બાજી જીતી ગયા. ખુલ્લા પાને રમ્યા.

 ‘જપયજ્ઞ અખંડ કર્યા કરવો’ પપ્પાજીનું બ્રહ્મસૂત્ર.

 જ્યોતિ હસતું બુલબુલ છે એવું પપ્પાજી પૂ.જ્યોતિબેન માટે કાયમ કહેતા.

 “જનક વિદેહી જેવા બાબુભાઈ છે.” જોગી મહારાજ પપ્પાજી માટે કહેતા.

 જીવનમંત્ર દર ત્રણ કલાકે કરવાની આજ્ઞા પપ્પાજીએ આપી છે.

 જનક રાજા આવે પછી કથા શરૂ થાય તેવું તારદેવ પપ્પાજી જસુબેન માટે કહેતા.

આ રીતે ઑગષ્ટ મહિનાનું પ્રથમ પખવાડિયું ગુરૂહરિ પપ્પાજીના અનુસંધાને ભર્યુ ભર્યુ દિવ્યતાસભર પસાર થયું હતું. ત્યાં તમારું પણ એવું જ સુખદ સર્વત્ર રહ્યું હોય ! તેવી આશા સહ અત્રે પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેનની તબિયત સારી છે. તેઓના તથા બધા મુક્તોના આપ સર્વેને જય સ્વામિનારાયણ.

 

                               એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.