01 to 15 Dec 2010 – Newsletter

સ્વામિશ્રીજી તા.૧૯/૧૨/૧૦
જય ગુરૂહરિ પપ્પાજી
પરાભક્તિ પર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ !
આપણે અહીં આજે તા.૧ થી ૧૫ ડીસેમ્બર દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીશું.
(૧) તા.૧/૧૨/૧૦ બુધવાર, કીર્તન આરાધના
દર તા.૧ લીએ સાંજે કીર્તન ભજનનો કાર્યક્ર્મ હોય છે. તે મુજબ આ તા.૧/૧૨ ના પણ ખૂબ દિવ્ય રીતે ભજન કીર્તન સંયુક્ત સભામાં થયા હતાં.
{gallery}/images_in_articles/newsletter/dec 10/01.12.2010 KIRTAN ARADHNA/{/gallery}
(૨) તા.૫/૧૨/૧૦ રવિવાર, સદ્દગુરૂ સ્વરૂપ પ.પૂ.જસુબેનના સાક્ષાત્કાર દિનની ઉજવણી થઇ.
આ સમૈયો સ્થાનિક હતો. છતાંય ખૂબ ભવ્ય રીતે ઉજવાયો હતો. લોખંડ જેમ લોહચુંબક ખેંચાઇ આવે તેમ ગુજરાત ઉપરાંત દેશ પરદેશથી સમૈયામાં ભક્તો પધારી ગયા હતા. સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ પપ્પાજી હૉલમાં સંયુક્ત સભામાં ઉજવાયો હતો. પ.પૂ.જસુબેનનું જીવન જ એવું લોહચુંબકીય છે. ગુણાતીત સમાજના સાધકોમાં અજોડ અને અદ્રિતીય આદર્શ પાત્ર જસુબેનનું છે. ગૃહી-ત્યાગી આબાલ-વૃધ્ધ સૌને માટે આદર્શ છે. પ.પૂ.જસુબેનના આગવા ગુણ શ્રધ્ધા, માહાત્મ્યેયુક્ત સેવા, માહાત્મ્યેયુક્ત સમાગમ, શૂરવીરતા, આંતરિક રાંકપણું, નિખાલસતા જેવા અનેક ગુણનું દર્શન સાધના દરમ્યાનના પ્રસંગોના વર્ણન સાથે મોટેરાં બહેનોએ કરાવ્યું હતું. અત્યારે પ.પૂ.જસુબેન કેવળ પ્રભુની બંસરી બનીને ભાગવતીતનુએ વર્તી રહ્યાં છે. તેનું દર્શન આશ્રિત સાધકોના અનુભવ પ્રસંગો ધ્વારા થયું હતું. પ.પૂ.જસુબેનની એક દ્રષ્ટિ સતત ગુરૂહરિ પપ્પાજી તરફ જ હોય ! જ્યાં ગયાં ત્યાં સર્વ જીવને પપ્પાજીના સ્વરૂપની પીછાણ કરાવીને ધન્ય કર્યા છે, એવું હાલતું-ચાલતું જંગમ મંદિર એટલે જસુબેન ! પપ્પાજીના પૃથ્વી પરનાં કાર્યના એક પરિણામભૂત ર્દષ્ટાંત રૂપ સ્વરૂપ એટલે જસુબેન ! એવા પ.પૂ.જસુબેનને દિર્ઘાયુ-નિરોગી રહે તેવી સહુ ભક્તોએ મહારાજ સ્વામી અને પ.પૂ.પપ્પાજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી સભાની સમાપ્તિ કરી હતી.
{gallery}/images_in_articles/newsletter/dec 10/05.12.2010 P.JASUBEN DIVINE DAY/{/gallery}
 
(૩) તા.૭/૧૨/૧૦ મંગળવાર, સદ્દગુરૂ A પૂ.ધર્મિષ્ઠાબેન અમીનનો સ્વરૂપાનુભૂતિદિન
સદ્દગુરૂ A પૂ.ધર્મિષ્ઠાબેન અમીનનો સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી આજે બહેનોની રાત્રિ સભામાં રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ દરમ્યાન પંચામૃત હૉલમાં થઇ હતી.જેમને લોહીમાં જ સોનાબા, કાંતિકાકા, લલિતાબા, જ્યોતિબેન, તારાબેનના જેવા ગુણધર્મ, ભક્તિના અને આધ્યાત્મિક ગુણનો વારસો પ્રાપ્ત થયો છે. એવાં પૂ.ધર્મિષ્ઠાબેનના જીવનના અનેક પ્રસંગો સાથે ગુણાનુગાન આજની સભામાં થયું હતું. ધીરજ અને ખરી સમજણ તો પૂ.ધર્મિષ્ઠાબેનની જ ! કમરના ૧૪ ઑપરેશન તારદેવની ધરતી પર હતાં ત્યારે થયેલ. નાની ધમીની તબિયત જોવા પ.પૂ.પપ્પાજી જ્યારે ધમીબેન પાસે ગયા ત્યારે એવી માગણી કરી કે “પપ્પાજી મારું પૂરું કરીને રહેજો.” સાજી કરી ધ્યો કાં ધામમાં લઇ જાવ, એવી માગણી જનરલી હરેક મુક્તની હોય. જ્યારે આ પૂ.ધર્મિષ્ઠાબેન પૂર્વનાં ! ભક્તો અધૂરૂં પૂરૂં કરવા જ આવે છે એ આ એક પ્રસંગથી પૂરવાર થાય છે. આ ઉપરાંત પૂ.ધર્મિષ્ઠાબેનની સેવાભાવના, ભજન-કથાવાર્તાની ટેવ, આજ્ઞાપાલન, રાંક્ભાવ, દેહનો અનાદર જેવા અનેક ગુણોનું દર્શન અનુભવી મુક્તોની વાતમાંથી થયું હતું.
{gallery}/images_in_articles/newsletter/dec 10/07.12.2010 P.DHARMISTHA BEN DIVINE DAY/{/gallery}
 
(૪) તા.૧૨/૧૨/૧૦ રવિવાર, સદ્દગુરુA પૂ.સવિબેન જી. નો સ્વરૂપાનુભૂતિદિન
સદ્દગુરુA પૂ.સવિબેન જી. નો સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી આજે બહેનોની સભામાં સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ પંચામૃત હૉલમાં થઇ હતી. પૂર્વના અનાદિમુક્ત એવાં પૂ.સવિબેન જી. નું સાધનાજીવન તો જાણે કાલ્પનિક સ્ટોરી જેવું છે. છતાંય સત્ય ઘટના છે. ખુદ પપ્પાજી પંડે આણંદ કાકાશ્રીની આજ્ઞાથી લગ્ન પ્રસંગના નિમિત્તે પધાર્યા અને ત્યાં લાવવાનો હેતુ પૂ.સવિબેનને જોવા માટેનો જ છે તે સમજાઇ ગયો. હાર્ટની બિમારી હોવાથી સારવાર માટે મુંબઇ લઇને આવ્યા. ડૉક્ટરી તપાસ કરાવી તો કાચના કબાટમાં કાચની પૂતળીને સાચવીએ તેમ તબિયત જાળવવાની સલાહ ડૉકટરની હતી. પરંતુ જેમને આત્માના ડૉક્ટર મળ્યા છે એવા સવિબેને આંતરિક શૂરવીરતા દાખવી. લોન્ડ્રીની સેવામાં મંડી પડ્યાં. તેજસ્વી પૂ.સવિબેને બુધ્ધિ બંધ કરીને પ.પૂ.જ્યોતિબેનનું સેવન કરીને પડછાયો બની ગયાં. પ.પૂ.જ્યોતિબેન એટલે જ્યોત. એમ પૂ. સવિબેનને પણ જ્યોત સાથે ખૂબ જ આત્મબુધ્ધિ ને પ્રીતિ. ૧૯૬૬ વિદ્યાનગર આવ્યાં ત્યારના આર્થિક સંજોગો પ્રમાણે ખૂબ ત્રેવડથી ચલાવવુ પડતું ! તેવા સંજોગોમાં પપ્પાજીએ ભંડોળ (ભંડાર) વિભાગની સેવા સવિબેનને આપી ! જેમાં કહેવું-ક્થવું પડે ! બધા મુક્તોને રાજી ના રાખી શકાય ! બહારથી સિંહ અને હૈયું જેમનું સસલા જેવું છે તેવાં પૂ.સવિબેને એ સેવા મારાથી ના થાય ! એવું કહ્યું તો પ.પૂ.પપ્પાજીએ કહ્યું કે, ‘કોઇ દુઃખાશે તેનું પાપ મારા માથે’. આમ, પપ્પાજીની આજ્ઞા પાળીને તે સેવા કરી. ‘મારીને રડે તે મા’ એ ન્યાયે તે કડવું વચન કહીને ભજન કરતાં. આવા આવા અનેક ગુણોનું દર્શન આજની સભામાં વિશેષ રીતે નવા-નાનાં સાધક બહેનોએ ૧ મિનિટની રમત રમાડીને અનેક પ્રસંગનું દર્શન અનોખી રીતે કરાવ્યું. જેમાં પપ્પાજીની એક એક સ્મૃતિ આવરી લીધી હતી. આમ, પ.પૂ.પપ્પાજીના ડાયરેક્ટ કાર્યનું દર્શન કરી સહુએ ધન્યતા અનુભવી હતી.
{gallery}/images_in_articles/newsletter/dec 10/12.12.2010 P.SAVIBEN G. DIVINE DAY/{/gallery}
() તા.૧૫/૧૨/૧૦ પૂ.કમુબેન ટેલર (લંડન) ની હીરક જયંતી
પૂ.કમુબેન ટેલર (લંડન)ની હીરક જયંતીએ જ્યોત મંગલ સભામાં મહિમાગાન કર્યું. ઓહો ! કેવા છૂપા મુક્તો આપણા સમાજમાં છે કે જે ગુરૂહરિ અને ગુરૂના થઇને પરદેશમાં રહીને પણ આગવી જીવન સમજણ અને એક નિષ્ઠાથી જીવી રહ્યાં છે. “રાંકભાવ, નમ્રતા, રખેને મારી સેવા(પૂણ્ય) લુંટાઇ ના જાય” એવી આગવી સમજણ ધરાવનાર કમળાબેન (કમુબેનને) હીરક જયંતીએ કોટિ અભિનંદન. પપ્પાજી-બેન અને સ્વરૂપોના આભારના ભાવો સહુનાય હૈયે અનુભવાયા હતાં.
{gallery}/images_in_articles/newsletter/dec 10/15.12.2010 P.KAMUBEN HIRAK/{/gallery}
પ.પૂ.બેનની તબિયત સારી છે. સહુ મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો મુક્તોના જય સ્વામિનારાયણ.
 
એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.