01 to 15 Dec 2011 – Newsletter

                                               સ્વામિશ્રીજી                                                                                                                                                                              

જય ગુરૂહરિ પપ્પાજી

પરાભક્તિ પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! ભાવભર્યા જય સ્વામિનારાયણ !

(૧) તા.૧/૧૨/૧૧ કીર્તન આરાધના

૧લી તારીખ ની કીર્તન આરાધના સાંજે ૭.૩૦ થી ૯.૦૦ જ્યોત સંયુક્ત સભામાં રાબેતા મુજબ થઈ હતી. પરાભક્તિ પછીની આ પ્રથમ કીર્તન આરાધના અને ૨૦૧૧ ના વર્ષની આ છેલ્લી કીર્તન આરાધના હતી. ખૂબ

ભક્તિ સભર ભજનો ગવાયા હતાં અને વિશેષમાં આપણા સમાજના પૂજારી ગુણાતીત પ્રકાશના વ્રતધારી પૂ.યશવંતભાઈ દવે અને પૂ.નીરૂબેન દવેના પ્રાગટ્યદિનની ઉજવણી પણ કરી હતી.

 

{gallery}/images_in_articles/newsletter/2011/December/1.12.11 kirtan aradhna{/gallery}

(૨) તા.૪/૧૨/૧૧ પૂ.જસુબેનના સાક્ષાત્કારદિનની ઉજવણી

પરાભક્તિ પર્વ સંપૂર્ણ થયો, ત્યાં આવ્યો પરાભક્તિ જેનું જીવન છે તેવા પપ્પાજી સ્વરૂપ પ.પૂ.જસુબેનનો ૪૯ મો સાક્ષાત્કારદિન ! જેની ઉજવણી આજે  રવિવારે ૪/૧૨/૧૧ના રોજ રાખી ! તા.૪/૧૨/૧૧ એટલે ખૂબ જ ભવ્ય દિવસ ! “મહાબળેશ્વર ચિદાકાશ ઉડ્ડયન સંકલ્પ શિબિર દિન”પપ્પાજીનું સર્જન સદ્દ્ગુરૂ A તેમની શિબિર ૧૯૮૨માં મહાબળેશ્વર કરી હતી અને તા.૪થી ડિસેમ્બરે વિશેષ આધ્યાત્મિક ઉચ્ચ કક્ષાનો સંકલ્પ કર્યો તે આજનો દિવસ. આજના દિવસે મંગલ પ્રભાતે એક વિશેષ પરાભક્તિનો કાર્યક્રમ સહેજે યોજાયો ! પપ્પાજીની પર્વ મૂર્તિનું સ્થાપન પ્રભુકૃપાના સ્મૃતિમંદિરમાં તેઓના અમૃતપર્વના આસન ઉપર કર્યું ! તેની આરતીનો કાર્યક્ર્મ સવારે ૮.૩૦ થી ૯.૦૦ માં રાખ્યો હતો. તે મૂર્તિમાં મુખ્ય આરતીપ.પૂ.જસુબેનના વરદ્દ હસ્તે અને સદ્દગુરૂ A સ્વરૂપોએ પરભાવે ઉતારી હતી. તે પછી મહિલા મંડળે અને પછી ગુણાતીત પ્રકાશના ભાઈઓએ પણ આરતીનો લાભ લીધો અને ધન્યતા અનુભવી હતી.

સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ ની સભામાં જસુબેનના સાક્ષાત્કારદિન ઉજવાયો. પ.પૂ.જસુબેનનું સ્વાગત સહુ વતી નાની બાલિકાઓએ happy birthday ના ટોપા પહેરીને આગળ ચાલીને કર્યું. પુષ્પાર્પણ બાદ પ્રથમ લાભ પ.પૂ.દેવીબેને આપ્યો ! આખું જીવનદર્શન સુંદર જીવન પ્રસંગોને આવરી લેતી એકધારી સરવાણી વહી અને એ જ પ્રવાહમાં બાકી રહી જતી વાતની પૂર્તિ કરતું પ્રવચન પ.પૂ.હંસાદીદીએ કૃપામાં વહાવ્યું ! જાણે કાંઈ જ બાકી ના રહ્યું ! તેમ છતાંય ગુરૂહરિ પપ્પાજીના કાર્યરૂપે કેવળ ગુણાતીતભાવે રજૂ થયેલ આ ગુણગાન અને કથાવાર્તા સુણી સભાના સહુ મુક્તોએ અક્ષરધામની સભાની અનુભૂતિ અંતરમાં થઈ ગઈ. અનુભવ દર્શનમાં સહુ પ્રથમ પૂ.હંસાબેન સંઘવી, પૂ.લક્ષ્મણ બાપા મોરબી, પૂ.રાજુભાઈ ગજ્જરે પોતાના જીવનમાં થયેલા અનુભવો ઉદાહરણ સાથે સભા સમક્ષ રજૂ કર્યા હતાં. ડૉ.નીલાબેન નાણાવટી કે જે પ.પૂ.જસુબેનના અંગત આશ્રિત વારસ સ્વરૂપ છે ! તેઓએ ઉચ્ચ લેવલનું જસુબેનનું જીવનનું દર્શન કરાવ્યું. પ.પૂ.જસુબેનને ભક્તોના પોકાર પહોંચે છે અને જસુબેનને અહીં શું શું થાય છે તે વર્ણવ્યું. અખંડ પપ્પાજીને ધારીને જશુબેન જીવી રહ્યાં છે. જસુબેનની નીરવ અવસ્થા ! ગુણાતીત ભાવની સ્થિતીનું વર્ણન ખરેખર ખૂબ જ એટલે ખૂબ જ અદ્દભુત રીતે રજૂ કર્યું હતું. ધન્યવાદ ડૉ.નીલાબેનને, કોટિ ધન્યવાદ પપ્પાજી સ્વરૂપ જસુબેનને !સોનામાં સુગંધ ભળે તેમ પ.પૂ.બેન પણ ખૂબ ફ્રેશ તબિયત સાથે દર્શન-આશિષ આપવા પધાર્યાં હતાં. બેને પણ ખૂબ સરસ આશીર્વાદ આખી સભાને આપ્યા. પ.પૂ. જસુબેનના ગુણગાન અને સ્થિતિનું વર્ણન ખૂબ ટૂંકમાં કરી સર્વને ધન્ય કર્યાં હતાં. પ.પૂ.જ્યોતિબેને જસુબેનના જીવનની વાત કરીને સ્વરૂપનિષ્ઠાનું બળ લઈ બ્રહ્મભાવમાં અખંડ રહેતા થઈ જઈએ તેવા આશીર્વાદ આપ્યા હતાં. પ્રારંભથી જ પ.પૂ.પપ્પાજી પ્રસન્ન થકા બિરાજમાન હતા તેવી સહુનાય દિલ દિમાગમાં અનુભૂતિ થતી રહી હતી. આમ, આખો સમૈયો આધ્યાત્મિક રીતે ખૂબ જ સરસ ઉજવાયો હતો ! જાણે એક શિબિર થઈ હોય તેવું અનુભવાતું હતું. સભાના અંતમાં પ.પૂ.પપ્પાજીએ ધ્વનિમુદ્રિત આશીર્વાદ આપ્યા હતા અને પ.પૂ.જસુબેને પણ ખૂબ દાસભાવે આંતરિક રાંકભાવના પ્રગટ થાય તેવી વાત કરીને ખરી ગુણાતીત ભાવના વર્તન વાતુથી પ્રગટ કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2011/December/04.12.11 P.P.JASUBEN SWARUPANUBHUTIDIN{/gallery}

(૩) તા.૭/૧૨/૧૧ સદ્દગુરૂ A સ્વામી સ્વરૂપ પ.પૂ.ધર્મિષ્ઠાબેન અમીનનો સ્વરૂપાનુભૂતિદિન

આજે બહેનોની સભામાં પૂ.ધર્મિષ્ઠાબેનનો ર્દષ્ટાદિન સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે ઉજવાયો હતો. સભા સંચાલક સ્મૃતિદિન દવે એ પૂ.ધર્મિષ્ઠાબેનનું માહાત્મ્યગાન કરતાં કહ્યું કે, ધર્મિષ્ઠાબેનને જોતાં જ આપણને સોનાબાની સહજ સ્મૃતિ થઈ આવે છે. બા ના ધાર્મિક કુટુંબનો વારસો પૂ.ધર્મિષ્ઠાબેનમાં સહજ અનુભવાય છે. પૂ.ધર્મિષ્ઠાબેનના સ્વરૂપાનુભૂતિદિનનું ૫૦મું વર્ષ ચાલે છે. એ સ્મૃતિસહ સહુ મુક્તોને સભામાં ૫૦ કરતાલથી એમને વધાવ્યાં. પૂ.ધર્મિષ્ઠાબેને શ્રી ઠાકોરજીને, ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિને પુષ્પહાર અર્પણ કરીને પાયલાગણ કર્યું. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેનને પુષ્પહાર અર્પણ કર્યાં.

પૂ.ધર્મિષ્ઠાબેનને આપણા સહુ વતી પૂ.પ્રભાબેન ગઢિયાએ પુષ્પમાળા પહેરાવી હતી. પૂ.પ્રભાબેન ગઢિયા રાજકોટ, પૂ.ઈલાબેન-વડોદરા એ પોતાના ગૃહસ્થજીવનમાં ગુરૂ તરીકે ધર્મિષ્ઠાબેને કેવું કાર્ય કર્યું છે. તે અનુભવ સાથે વાત કરી હતી. પૂ.શારદાબેન ઉનડકટ, પૂ.જાગૃતિબેન ઠક્કર, પૂ.ઉર્મિબેન પટેલ, પૂ.કાજુબેને જ્યોત અને જ્યોત શાખામાં પૂ.ધર્મિષ્ઠાબેને કેવું કાર્ય કર્યું છે. તેના ઉદાહરણ સાથે વાત કરીને ધર્મિષ્ઠાબેનના જીવનનું યથાર્થ દર્શન કરાવ્યું હતું. પ.પૂ.બેન પણ સભામાં પધારી ગયાં હતાં. અને ખૂબ વ્હાલભર્યા રાજીપા સાથે ધર્મિષ્ઠાબેનને નવાજીને આશીર્વાદ આપ્યા હતા. પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેને આશીર્વાદની સાથે ૧૯૫૬થી જે સાથી અને સાક્ષી રહ્યાં છે. તેથી તે અનુભવોની તાર્દશ્ય સ્મૃતિ સાથે જ્ઞાનગોષ્ટિરૂપે સરસ લાભ આપ્યો હતો. ધ્વનિમુદ્રિત ગુરૂહરિ પપ્પાજીએ પણ આશીર્વાદ આપ્યા. તે જાણે અત્યારે જ વાત કરતા હોય તેવી અનુભૂતિ થતી હતી. જાણે તારદેવ પહોંચી જવાયું. પપ્પાજીએ એમના આગવી શૈલીમાં વાત કરી કે, પૂર્વના મુક્તોને લઈને જોગી મહારાજ પધાર્યા ! મહારાજે એકાંતિક કુટુંબમાં જન્મ આપ્યો ! આખું કુટુંબ અક્ષરધામરૂપ બની ગયું ! આપણે ખાલી રૂચિ જ રાખવાની છે કે ‘હું ભજીશ’ પછી ભગવાન જ બધું માથે લઈ લે છે. ધર્મિષ્ઠાબેનના દેહ પર જ (બિમારીથી) મહારાજે કામ શરૂ કર્યું. તેમાં કર્તાહર્તા જબરજસ્ત મહારાજને માન્યા કે જે કરતા હશે તે સારા માટે જ.  તો અત્યારે ધમી પરમ ભાગવત સંત તરીકે જીવે છે. એવું જીવવાનું બધાને બળ મળી જાય એવા રૂડા આશીર્વાદ આપ્યા હતા. અંતમાં પૂ.ધર્મિષ્ઠાબેને પણ આશીર્વાદ આપ્યા હતા. આમ, શિબિરની રીતે સભા સમૈયો થયો હતો.

{gallery}/images_in_articles/newsletter/2011/December/7.12.11 P.DHARMISHTHABEN DIVINE DAY{/gallery}

(૪) તા.૧૧/૧૨/૧૧ રવિવાર ઓહો ! આશ્ચર્ય ! આજે મહાપૂજા આનંદખુશી નિમિત્તેની

જ્યોતમાં કોઈ હરિભક્તો લગ્ન નિમિત્તે મહાપૂજા કરાવે છે. તો કોઈ અક્ષરધામ નિવાસીની ત્રયોદશી નિમિત્તેની કરાવે. આજે તો ગુરૂહરિ પપ્પાજીએ પ્રાર્થના સાંભળીને કાર્ય કર્યાં, ભક્તોના મનોરથ પૂર્યા. તેના ખુશીઆનંદની મહાપૂજા હતી. આજે પૂ.સુમિત્રાભાભી ગોપાલભાઈ અગ્રવાલના ફેમિલીએ આનંદખુશીના પ્રસંગો નિમિત્તે મહાપૂજા કરાવી હતી અને બધા મુક્તોને મારવાડી થાળ જમાડ્યો હતો. આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ માં પંચામૃત  હૉલમાં પૂ.દવે સાહેબ અને પૂ.ઈલેશભાઈએ મહાપૂજા કરી હતી. પૂ.ગોપાલભાઈના પુત્ર પૂ.જયકુમાર ભણીગણી સારી કેરિયર બનાવી. તથા પૂ.ગોપાલભાઈના મોટી દીકરી ને ઘરે પુત્ર પ્રભુએ આપ્યો. બીજી દીકરી જમાઈએ નવું ઘર લીધું તેનું વાસ્તુ સાંજે હતું. તેવા નાનાં મોટાં અનેક કાર્ય આ બે વર્ષમાં આ કુટુંબના મહારાજ સ્વામીની, ગુરૂહરિ પપ્પાજીની કૃપાથી થયાં તેવું સ્પષ્ટ અનુભવ્યું છે. તેવા માહાત્મ્યના ઉમંગ ભાવો આજે આ કુટુંબના મુક્તોના હૈયામાં છલકાતા હતા. એ ભાવો સાથે પૂ.ગોપાલભાઈએ પ્રાર્થના પ્રવચન કરતાં કહ્યું કે, ગુરૂહરિ પપ્પાજી આપણે જે જે સંકલ્પો કરીએ છીએ તે પૂરા કરે છે. અમંગલ પણ મંગલ કરી દે એવી આ મહાપૂજા છે. કરોડો જન્મે પણ ના મળે એવા પ્રભુ ! આ જોગ અમને આ જન્મે મળ્યો છે. અમે બહુ જ ભાગ્યશાળી છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન પ્રત્યક્ષ અને પ્રગટ છે. એનો અનુભવ અમને થતો રહે છે. અમે જ્યોતની આ સેવા કરીને પપ્પાજી-બેનને રાજી કરી લઈએ. ખૂબ ખૂબ શોભાડીએ. તેવી યાચના પણ કરી હતી. પૂ.જયકુમારે પણ યાચના કરીને અનુભવેલો અહોભાવ વાણીમાં વ્યક્ત કર્યો હતો. પ.પૂ.બેન પણ આજે મહાપૂજામાં પધારી ગયાં હતાં. અને ખૂબ રાજીપા સાથે આશીર્વાદ અર્પી ધન્ય કર્યાં હતાં. પ.પૂ.દેવીબેન, પૂ.રમીબેને પણ પ્રાસંગિક વાત કરીને પ.પૂ.બેનના વતી સહુ ભક્તોને આશીર્વાદ અર્પી ધન્ય કર્યા હતા.

{gallery}/images_in_articles/newsletter/2011/December/11.12.11 MAHAPUJA{/gallery}

(૫) તા.૧૨/૧૨/૧૧ સદ્દગુરૂ A સ્વામી સ્વરૂપ પૂ.સવિબેન જી. નો સ્વરૂપાનુભૂતિદિન

આજે સવારે ૧૦.૦૦ થી ૧.૦૦ માં બહેનોની સભામાં જ્યોત પંચામૃત હૉલમાં ખૂબ સરસ રીતે ઉજવણી માણી હતી. સૂર્યના સુંદર ડેકોરેશનમાં ઉજવણી થઈ હતી. “ન માગે તેને સામેથી દોડતું આવી મળે છે.” પૂ.સવિબેનને પોતાનો સ્વરૂપાનુભૂતિદિન ઉજવવાની ઈચ્છા નહોતી ! કોઈ પૂર્વતૈયારી કે સંજોગ નહોતા. પરંતુ ગુરૂહરિ પપ્પાજીની ગુણગાન ગાવાની આજ્ઞા મુજબ ઓચિંતા ગોઠવણ થઈ ગઈ. અને ખરેખર ગુરૂહરિ પપ્પાજી જાણે સવિબેનના સ્વાગતની સાથે સાથે પધારી ગયા હોય તેવી અનુભૂતિ થઈ રહી હતી. સભા સંચાલક પૂ,.સ્મૃતિબેન દવેએ સભા પ્રારંભી જ કહ્યું કે, ગુરૂહરિ પપ્પાજીએ સવિબેનને ‘સોરઠના સિંહ’ નું ઉપનામ આપેલ છે. ખૂબ શૂરવીર ! વિપરીત સંજોગોમાં ભગવાન ભજવા આવ્યાં. માયા સામે લડવા પણ તારદેવના ઘરમાં સસલું બનીને રહ્યાં. જ્યોતમાં રાંકભાવે ધણીયાણી થઈ સેવા કરી. સવિબેન એટલે સેવા, સવિબેન એટલે સ્વભજન, સવિબેન એટલે સુહ્રદભાવ, સવિબેન એટલે સ્વામિસેવકભાવ, સવિબેન એટલે સાચી આત્મીયતા, સવિબેન એટલે સ્વધર્મનિષ્ઠ, સવિબેન એટલે સંકલ્પ સિધ્ધ સ્વરૂપ. આવાં પૂ.સવિબેને સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિને પુષ્પમાળા અર્પણ કરી ભાવવંદના કરી. સર્વ સદ્દગુરૂ સ્વરૂપોને પુષ્પ ગુચ્છ અર્પણ કર્યાં હતાં. પૂ.સવિબેનની જેમ મૌન રહી, સ્મિત વદને સેવા સમાગમ કરી રહ્યાં છે તેવાં અદિતીબેને સવિબેનને પુષ્પહાર પહેરાવી આશીર્વાદ લીધા હતા. પ.પૂ.દીદીએ સવિબેન વિષે છેક તારદેવથી માંડીને આજ સુધીની સાધનાની વાતો ખૂબ ટૂંક સમયમાં સચોટ રીતે કરી હતી. જે સાધકગણને માટે સાધનામાં આદર્શ માટે કામ લાગે તેવી હતી ! તેવું જ સાથી મિત્ર પૂ.મધુબેન સી.એ પણ અતિ સરસ ઉદાહરણ સાથે સવિબેનના જીવનપ્રસંગો વર્ણવીને વાત કરી હતી. ખુદ પૂ.સવિબેને આશીર્વાદમાં પોતાના અનુભવની દાસત્વભક્તિ અને જ્ઞાનવાતો દ્વારા પપ્પાજીને ધારી લઈને ગ.મ.૧૩ મુજબ આ જ્યોતને, સભાને જોવાનો આધ્યાત્મિક ર્દષ્ટિકોણ અર્પી ધન્ય કર્યા હતાં.આશ્રિત ગૃહસ્થ મુક્તોએ પૂ.વાસંતીબેન તન્નાએ, વ્હાલી શ્રેયા, જીનલે પણ પોતાના જીવનમાં સવિબેને પપ્પાજી આપ્યા ! અને પપ્પાજીનો આશરો લેવાથી કેવા કેવા પ્રાર્થનાના અનુભવ થાય છે તે ઉદાહરણ સાથે યાચનાપ્રવચન કરી પૂ.સવિબેનના મહિમાનું દર્શન કરાવ્યું હતું. જ્યોતના બહેનોમાંથી પણ પૂ.હર્ષદાબેન વીંછી, પૂ.માયાબેન ડે વગેરે બહેનોએ સવિબેનની સેવા ભક્તિની વાત કરી હતી. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેને પણ આશીર્વાદ આપ્યા હતા. ધ્વનિમુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા હતાં, પપ્પાજીએ તો સવિબેનની આખી સાધનાનો સાર સમજાવી જ્યોત અને જોગીના થઈને કેમ જીવાય ? અને તેવા ગુરૂમુખી જીવનનો રાજીપો સવિબેન પર વરસાવીને આદર્શ જીવનનો નિર્દેશ કર્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2011/December/12.12.11 P.SAVIBEN DIVINE DAY{/gallery}

પરાભક્તિ પર્વ પછીના મહિનામાં કોઈ સમૈયા નહોતા, આયોજન નહોતું, છતાંય જાણે સમૈયા શિબિરથી ભર્યા ભર્યા દિવસો પપ્પાજીની પ્રેરણા મુજબ પસાર થયા હતા ! ગુરૂહરિ પપ્પાજીને ખૂબ ખૂબ આભાર સહ અહીંથી સર્વે સ્વરૂપો મુક્તોના આપ સર્વને જય સ્વામિનારાયણ.

                                                         લિ. જ્યોત કિરણ P.૭૧ ના જય સ્વામિનારાયણ !