01 to 15 Jan 2013 – Newsletter

સ્વામિશ્રીજી                     

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો,

ઈ.સ.૨૦૧૩ના નવા વર્ષારંભના હેતપૂર્વક અનેક શુભેચ્છાઓ સાથે જય સ્વામિનારાયણ.

આજે અહીં આપણે તા.૧/૧/૧૩ થી તા.૧૫/૧/૧૩ દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

 

(૧) તા.૧/૧/૨૦૧૩ મંગળવાર

નવા વર્ષનો પ્રારંભ રાત્રે ૧૨.૦૫ મિનીટે એટલે કે વહેલી સવારે પ્રભુકૃપામાં શ્રી ઠાકોરજી સહિત ગુરૂહરિ પપ્પાજીના પ્રથમ દર્શને કરીને આનંદ સાથે થયો હતો. જેનું દર્શન વેબસાઈટ પર home page પર આપે પણ માણ્યું હશે.

{gallery}/images_in_articles/newsletter/2013/January/01-01-13 KIRTAN ARADHNA{/gallery}

સાંજે ૭.૩૦ થી ૯.૦૦ કીર્તન આરાધના દર ૧લી તારીખે થાય છે તે મુજબ પરંતુ નવા વર્ષના ઉમંગ સાથે મોરપીંછના મંચ પર સુંદર ડેકોરેશનમાં શ્રી ઠાકોરજી-પપ્પાજી બિરાજમાન હતા. એવા દિવ્ય વાતાવરણમાં વાજીંત્રો સાથે પ્રથમ બહેનોએ ભજન ગાયાં હતાં. પછી ભાઈઓએ પણ ભજન ગાયાં હતાં. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ માણ્યા. જાણે સાક્ષાત્ પધાર્યા હોય તેવી અનુભૂતિ સાથે માણ્યા હતા. મોટેરાં સ્વરૂપોએ પણ આશીર્વાદ આપ્યા હતા. ૭ વર્ષના મોક્ષકુમારે પણ ‘હું તો ભર્યો રહું મારા શ્યામથી….’ ભજન ગાઈને જાણે નવા વર્ષનું જ નહીં પરંતુ ભાવિના ૧૦૦ વર્ષની સત્સંગના અમરત્વનું ભાવિ દર્શન, પ્રભુના સંકલ્પનું કરાવ્યું હતું. આ બાળક ઈગ્લિંશ સ્કૂલનો વિદ્યાર્થી છે. ગુજરાતી ક, ખ, ગ, ઘ વાંચતા પણ નથી આવડતું. તેને જૂનાં ભજનો, વળી ઉંચી કક્ષાના ભજનો જાતે પસંદ કરે છે. બાળકોનાં ભજનો કે સામાન્ય ભજનો તેને ગમતાં નથી. મોટાં ભજનો તેની મમ્મી પૂ.રિધ્ધિભાભી પૂરિતેશભાઈ અગ્રવાલ રોજ જ સૂતી વખતે ગાઈ, ગવડાવે અને સુવડાવે. આ તેનો નિત્યક્ર્મ લગભગ બે-ત્રણ વર્ષથી ચાલે છે. એવા પૂર્વના મુક્તરાજ મોક્ષને અને આવા કુટુંબને ખૂબ ધન્યવાદ.

(૨) તા.૬/૧/૨૦૧૩ રવિવાર પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીનો ૭૮મો પ્રાગટ્યોત્સવ

પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીનો ૭૮મો પ્રાગટ્યોત્સવ આજે વિદ્યાનગર ખાતે ધામ ધૂમથી ઉજવાયો હતો. આજ સમયે અમદાવાદમાં પણ યુવા હીરક મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. ચેનલ પર દર્શન કર્યાં હશે. પપ્પાજી હંમેશાં તેમની પરાવાણીમાં ગુરૂ યોગીજીનું સ્મરણ અને પ્રસંશાગાન ચૂક્યા જ નથી. યોગીજી મહારાજે ખમી-નમી સેવા કરી અને ખમાવનારનો અભાવ નથી લીધો તો તેમનો સંકલ્પ બળિયો થયો. તો જોગીએ બનાવેલ સંતો આજે દુનિયા ડોલાવી રહ્યા છે. પાંદડે પાંદડે ‘સ્વામિનારાયણ’ ધર્મનો ઉદ્દઘોષ વર્તન-વાણીથી કરી રહ્યા છે. તેઓને અનુસરીને લાખો યુવાનો, મુમુક્ષુ જીવોને નવચેતના મળી છે. વિદ્યાનગર જેવા યુવાનોના આ નગરમાં ભક્તિનો વાયરો ફેલાવી કળિયુગના પોલ્યુશનને શુધ્ધ કરી દેનાર આ યોગીજી મહારાજનું સર્જન અને સ્વરૂપ એવા હરિપ્રસાદ સ્વામીજી કે જેમને યોગીજી મહારાજે સત્સંગનું બીજું એન્જીન કહીને સાધુની દિક્ષા અર્પી હતી. યોગીબાપા કહેતા કે, આ સંતો તો મારા ૪૦-૪૦ વર્ષના યોગનું ફળ છે. એવા યુવાન સંતોને પ.પૂ,.હરિપ્રસાદ સ્વામીજીએ જ્ઞાનામૃત પાયું છે. પંડે પોતે રાત-દિવસ એક ગણી ગામોગામ, દેશ-પરદેશ વિચરણ કરી, દેહ-ઉંમર ગણ્યા વગર અથાગ શ્રમ કરીને યોગીજી મહારાજની દાસત્વભક્તિ વર્તનથી અદા કરી તેનું દર્શન માત્ર એક દિવસના સમૈયામાં આ વિદ્યાનગરમાં ચોમેર થયું હતું. ઠેર ઠેર બેનરો તૈયારીઓ કે જેનો પડઘો, વાયરો, આભાસ હજુ પણ વાતાવરણમાં અનુભવાઈ રહ્યો છે.

{gallery}/images_in_articles/newsletter/2013/January/06-01-12.P.P.HARIPRASAD SWAMIJI PRGTYA UTSAV SABHA AT V.V.NAGAR{/gallery}

હજારોની સંખ્યાની વાતમાંથી હવે લાખોની સંખ્યામાં ભક્તોના આંકની વાત થઈ રહી છે. લાખો ભક્તોની ભીડમાં જે ડીસીપ્લીન ! અગવડમાં સગવડ એ ખરી ભક્તિના દર્શન હતાં. ભગવાનના ભક્તોની સેવાની ભાવના, બે લાખ જેટલા ભક્તોને ભગવાને થાળ જમાડ્યો હતો. વળી, સુંદર સુશોભન, આધુનિક સગવડ સ્ક્રીન અને બેઠક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા વિદ્યાનગરના વલ્લભ ગ્લાસના કું. ના ગ્રાઉન્ડમાં મહિનાઓનો પરિશ્રમ કરી જંગલને મંગલ બનાવી દીધું હતું. સમૈયાનો કાર્યક્ર્મ ટૂંકો છતાંય લાંબો. નજર ખસે નહીં તેવો, એક પછી એક સામાજીક, ધાર્મિક અને આધ્યાત્મિક સમન્વયના દર્શન કરાવતો હતો. અંતે સમૂહ આરતીનો કાર્યક્ર્મ એ તો ભક્તિની પરાકાષ્ટા હતી.

બીજી બાજુ બાકરોલ રોડ પર આત્મીય ધામના હૉલનું ઉદ્દઘાટન અને મંદિરનું ખાતમુર્હૂત પણ ૬/૧/૧૩ના રોજ સવારે થયું હતું. આપ સહુઍ આધુનિક સગવડે ‘ઘરે બેઠા ગંગા’ માણી હશે. તેથી જ્યોતમાં પણ live webcast દ્વારા સ્ક્રીન પર અને રૂબરૂ સાકાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વિદ્યાનગરમાં સમૈયો હોય ! તો જ્યોતના મુક્તોને તો અખિલ ગુણાતીત સમાજના સંતો-ભક્તોના દર્શન સેવાનો લાભથી વંચિત હોઈ જ ના શકે. ભણેલા-ગણેલા નવયુવાનો ઉપરાંત રાજકારણ ક્ષેત્રે નવા નેતાઓને પણ અપિલ થાય તેવો ઉઠાવ સ્વામીજીએ લેવડાવ્યો છે. સ્ટેજ પર રાજકારણના નેતાઓ અને ગુણાતીત સમાજના સંતો સ્વરૂપો બિરાજમાન થયા હતા. અને તેઓની પરાવાણીનો લાભ પ્રાપ્ત થયો હતો. પ.પૂ.સાહેબજીએ તેમની પરાવાણીમાં સ્વામીજીનું આખું જીવન દર્શન, કાર્ય દર્શન કરાવ્યું હતું. આવા દેહાતીત ગુણાતીત સ્વરૂપ પ.પૂ.સ્વામીશ્રી હરિપ્રસાદ સ્વામીજીના જીવનના પ્રસંગોના દર્શન કરીને સંતોએ સહુ ભક્તોને જીવનનું પ્રગતિ માટેનું જીવનભાથું બાંધી આપ્યું હતું.પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ પણ ખૂબ ઉચ્ચ કોટિની સ્વામિનારાયણ ધર્મના જ્ઞાનના સારરૂપ પરાવાણી વહાવીને સહુને ધન્ય કર્યા હતા. આવા સ્વામીજીની નિરામય દિર્ઘાયુની મંગલ ભાવના પ્રાર્થીએ છીએ.

(૩) તા.૧૦/૧/૧૩ પૂ.રળીફઈ અક્ષરધામનિવાસી થયાં !

શ્રી ગુણાતીત જ્યોત શાખા મંદિરની સ્થાપના જેમના ઘરમાં ગુરૂહરિ પપ્પાજીએ કરી છે. તેવા નિષ્ઠાવાન અને નિર્દોષબુધ્ધિ જીવનમાં પચાવી છે તેવા પૂ.નરસીફુવા અને સાથ આપનાર પૂ.ફઈબા ઉ.૮૪ની ઉંમરે સુખે સુખે પ્રભુ સ્મરણ કરતાં કરતાં અક્ષર નિવાસી થયાં ! અંતિમવિધિ તા.૧૧/૧ના રોજ મંગલ પ્રભાતે જ્યોતના પ્રાંગણમાં પ.પૂ.દીદી અને મોટેરાનાં સાંનિધ્યે બહેનો-ભાઈઓએ પુષ્પાર્પણ અને અંતિમ આરતી કરીને અંજલિ અર્પણ કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/January/10-01-13 AKASHAR NIVASI RALI FOI PARAYAN MAHAPUJA{/gallery}

તા.૧૧/૧ ના સાંજે ૪.૧૫ થી ૬.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં પ્રાર્થના સભા થઈ હતી. તા.૧૫,૧૬,૧૭ જાન્યુ. પારાયણ જ્યોત પંચામૃત હૉલમાં સાંજે ૪.૩૦ થી ૬.૩૦ માં થયું હતું. ‘સ્વામીની વાતુ’ અને ‘પ્રસંગ પ્રબોધ’ નું વાંચન બહેનોએ કર્યું હતું. અને પૂ.ફઈબાના જીવન પ્રસંગની સ્મૃતિ-મહિમા ગાનથી આ પ્રસંગ જાણે શિબિર સમૈયામાં ફેરવાઈ ગયો હતો. યોગીજી મહારાજની જન્મ જયંતી ૧૯૬૩માં માણાવદરમાં ઉજવાણી તે વખતથી ફઈ-ફુવાને પ્રત્યક્ષનો સત્સંગ હતો. યોગીબાપાને ૫૧ સંતો બનાવવા હતા, તેમાં મોટા પુત્ર મોહનભાઈને (આચાર્ય સ્વામી) રાજી ખુશીથી સાધુ થવા આપીને ખૂબ મોટા પુણ્યની કમાણી કરી લીધી હતી. એકની એક લાડકી દીકરીને (બેનીબેન) પણ શ્રી ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજવા મોકલી પૂ,મધુભાઈ અને પૂ.ઈલાભાભી (પુત્ર-પુત્રવધુ)ને સત્સંગના સંસ્કાર સાથે ઘર જૂનાગઢમાં કરી આપીને સત્સંગ સભાનું ઘર મંદિર બનાવ્યું. પૌત્ર અતુલે ગુણાતીત પ્રકાશનું વ્રત લઈ બહેનોની સેવામાં નાની વયે જોડાઈ ગયા અને મોટા પૌત્ર અને પૌત્ર વધુ મનીષભાઈ અને પૂ.કાજલભાભીને સત્સંગનો વારસો આપ્યો. તેમના કુખે પ્રગટેલ ચિ.શાશ્વતકુમાર પણ પૂર્વના મુક્તરાજ છે. પૂ.મનીષભાઈ – પૂ.કાજલભાભી વિદ્યાનગરમાં રહેવા આવેલા એટલે પૂ.ફઈબાની છેલ્લા વર્ષની સેવા પણ મળી. તે સેવા અહોભાવે કરી લઈને પ.પૂ.જ્યોતિબેનની પ્રસન્નતા પ્રાપ્ત કરી લીધી અને પુણ્યને સાચવી રાખીને અધિક પુણ્યની કમાણી કરી હતી. ચાર ચાર પેઢીના અક્ષર મુક્તોએ ભેગા મળી પૂ.ફઈબાની ત્રયોદશીની મહાપૂજા તા.૧૮/૧ ના રોજ કરીને ભક્તિપૂર્વક અંજલિ અર્પી હતી. પારાયણમાં તથા મહાપૂજાનો સત્સંગીઓ અને સગા-સંબંધી મુક્તો ગામોગામથી રાજકોટ, મોરબી, જૂનાગઢ, માણાવદર, વડોદરા વગેરેથી પધારી લાભ લીધો હતો. સહુ મુક્તોએ પૂ.રળીફોઈના ગુણ નિષ્ઠા, સમતા, ભજનિક, વ્યવહારકુશળતા, આત્મબુધ્ધિ ને પ્રીતિ જેવા અનેક ગુણ ફઈબામાં જે હતા તેની યાચના કરી હતી. આમ, શ્રધ્ધાંજલિ, ભાવાંજલિ, પ્રેમાજંલિ અર્પણ કરી હતી. ગુરૂહરિ પપ્પાજીનું પૃથ્વી પરનું ગૃહસ્થ માટેનું વિશિષ્ટ કાર્ય અને તેનું દર્શન આખું અઠવાડિયું કરીને ધન્યતા અનુભવી હતી.

(૪) ૧૪/૧/૧૩ સોમવાર, ઉત્તરાયણ પર્વ

ગુરૂહરિ પપ્પાજીને મન આ પર્વની ખૂબ કિંમત હતી. યોગીબાપાની સ્મૃતિ કરાવતાં કાયમ આ પર્વને ઉત્તરાયણ પુણ્ય પર્વણી તરીકે બિરદાવતા હતાં. સાધુ-સંતોને ઝોળીમાં અન્ન-દાન અર્પણ કરવાનો આ દિવસ. ગુરૂહરિ પપ્પાજીએ આશ્રિત ભક્તોને કાયમ જ આપ્યું છે. લીધુ નથી ! પપ્પાજી અનોખી ઝોળી માગતા ! ભગવાન ભજવામાં જે કાંઈ આંતરશત્રુઓ નડે છે. તેને ઝોળીમાં લખીને ચિઠ્ઠી નાખી દ્યો. એવી આધ્યાત્મિક રીતે પપ્પાજી હંમેશાં ઉત્તરાયણ પર્વ ઉજવાવતા હતા. એક ઉત્તરાયણે પપ્પાજીએ કહેલ (લખેલ)વાત આજે પ્રભુકૃપાના નોટીસબોર્ડ પર લખેલી હતી તે આ મુજબ છે.

ઉત્તરાયણ એટલે અંધકારમાંથી પ્રકાશમાં જવાનો દિવસ. આજે આપણે આછો પાતળોય અંધકાર આપણામાં હોય તે કાઢી નાખે પ્રકાશમય રહેવું છે. સૂર્યના રથમાં બેઠા પછી અંધકાર કેવો ? પતંગની જેમ આપણા જીવનનો દોર એના હાથમાં સોંપ્યો છે. તે જેમ હલાવે તેમ અખંડ હૈયુ ને મોં હસતા રાખી હાલવું છે એ આપણી ઉત્તરાયણ.

{gallery}/images_in_articles/newsletter/2013/January/13-14 -01-13 BRAMHA RAMATUTSAV{/gallery}

{gallery}/images_in_articles/newsletter/2013/January/14-01-13 EVENING PART 2 BRAMARAMAT UTSAV{/gallery}

ઉત્તરાયણ પર્વે ગુરૂહરિ પપ્પાજી મુક્તોને આનંદબ્રહ્મ કરાવતા. બહેનોને આનંદ કરાવવાની સેવા પપ્પાજીએ આનંદબ્રહ્મ કમિટી બનાવીને તે બહેનોને આપી હતી. દર ઉત્તરાયણ પર્વે ક્રિકેટ મેચ, ડોઝ બોલ, થ્રો બૉલ, રેસીસ વગેરે આનંદ બ્રહ્મ કમિટી બહેનોને રમાડતા. અને ઉત્તમ રીતે ઉત્તરાયણ પર્વ ઉજવતા હતા. તે સ્મૃતિ સાથે આ વખતે તા.૧૩/૧ રવિવારે પપ્પાજી તીર્થ પર અને ૧૪/૧ ઉત્તરાયણના દિવસે જ્યોતમાં રમત-ગમત અને આનંદબ્રહ્મનું આયોજન કર્યું હતું. ખુલ્લા મને બહેનોએ આનંદબ્રહ્મ કર્યો. શેરડી, બોર, ચિક્કી અને પપ્પાજીએ આપેલી સ્મૃતિઓ પ્રેક્ટીકલ રીતે આનંદ સાથે આજે બહેનોએ માણી હતી. ઉત્તરાયણ પુણ્ય પર્વણી નિમિત્તેની બહેનોની સભા પણ ૧૪/૧ ના રોજ સવારે થઈ હતી. જેમાં પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેન અને પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.

હે પપ્પાજી ! આપ ઈચ્છો છો તેવી રીતે ઉત્તરાયણ પર્વ ઉજવી શકીએ અને આપની ઝોળીમાં અમારા અહંના ભાવો, મનમુખી જીવાડતા અંતરશત્રુ અર્પણ કરીએ છીએ. આપ સ્વીકારી અમોને ધન્ય કરો તેવી ઉત્તરાયણ પર્વની પ્રાર્થના સહ,

જ્યોત સેવક ના જય સ્વામિનારાયણ