સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી,
પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની જય જય જય
ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો,
હ્રદયના ભાવથી જય સ્વામિનારાયણ !
આવો…પધારો…ચાલો… થોડીવાર મનોમન જ્યોતમાં ગઈ પળની સુખદ સ્મૃતિ માણી લઈએ.
પહેલી નવાઈની વાત તો એ છે કે, એક પખાવાડિયું જ્યોતમાં સમૈયા વગરનું ગયું. ૧૬ જૂનથી ૩૦ જૂન દરમ્યાન કોઈ સમૈયો નથી થયો. પરંતુ શાંતિથી જ્યોતના બહેનોની શિબિર જુદી જુદી રીતે થઈ હતી. વળી, દર એકાદશીનો તથા દર ૨૮, ૨૯નો કાર્યક્રમ ભજન, ધૂન, ભક્તિનો જુદો જુદો પૂ.દયાબેનની પ્રેરણા મુજબ થયો હતો.
આવ્યો જુલાઈ સમૈયા લઈને…! તેનો પ્રારંભ થયો. ૧લી જુલાઈથી થયો. તેને માણીએ આ ગદ્ય પદ્યમાં ટૂંકમાં છતાંય વિસ્તૃત…
(૧) ઉત્સવ પ્રેમી ગુરૂહરિ પપ્પાજીને કોટિ કોટિ વંદન હો કે જેમને,
દિવ્ય રૂપ દીધું તહેવારોને, તેમાંની આવે છે રક્ષાબંધન.
તૈયારી તેની વ્હેલી કેમ ? રાખડી કરવાની સ્વહસ્તે સંત બહેનોએ,
શ્વેત ગુચ્છ સુતર દોરે બાંધી ટપકું સ્મૃતિ મસાની.
સ્વામિનારાયણ મંત્ર સાથ તૈયાર થાય રાખડી હજારો હીરક આંક,
એ થાળ રાખડીઓના ભરાય, ધરાય ઠાકોરજી પાસ.
વળી થાય સુશોભન પવિત્ર રાખડીથી, કરે મહાપૂજા બહેનો સ્વરૂપોના સાંનિધ્યે.
રાખડીમાં ભરાય શક્તિ, બને જગથી જુદી જાદુગરી આ રક્ષા.
પ્રેમથી બહેન મોકલે રાખડી ફક્ત ભાઈને, જગનો ઢાળો છે આ.
જ્યારે દિવ્ય બહેનો ભાઈના પરિવારને આપે રક્ષાની આણ.
માંગી પ્રહલાદે જેવી રક્ષા ! તેમ શીખવી પપ્પાજીએ તન, મન, ધનની સાથે
આત્માની થાય રક્ષા, તેવી તમારે કરવી નિઃસ્વાર્થભાવની પ્રાર્થના.
ગુરૂહરિના સ્મરણ સાથે, ૧લી જુલાઈએ કરી મહાપૂજામાં આવી પ્રાર્થના,
વળી, પેપરવેઈટ રૂપે, થઈ સમૂહમાં ધન્ય આ સંકલ્પની સિધ્ધિ કાજ.
મૂળ વાતની સ્મૃતિ તાજી કરતી કીધી ગોષ્ટિ ગુરૂ ગુણાતીતે સરસ,
દીધા આશીષ દેવ-દેવીજીએ થયો સારો ઉત્સવ આજ.
પછી થાય કવર તૈયાર, આશીર્વાદ પત્રની સાથોસાથ,
રાખડી મૂકાય, પોસ્ટ થાય, જાય કવર ઘરોઘર.
ક્યાંક પહોંચે હાથોહાથ બીફોર ટાઈમ,
કારણ બહુધા સત્સંગી ભાઈ બાંધે રાખડી પહેલાં દિવ્ય બેનની.
હરિના સત્સંગનો વ્યવહાર તો જુઓ ! નથી ઓળખતી બહેન ભાઈને,
કે નથી પિછાણ ભાઈને, કેવળ સગપણ છે ગુરૂહરિના માધ્યમે.
રીત આ અક્ષરધામની, તે અજાયબી છે જ્યોત પૃથ્વી પરના અક્ષરધામની,
બીજી ઑગષ્ટે છે રક્ષાબંધન, બંધાશે રાખડી મંગલ પ્રભાતે.
પપ્પાજી રચિત પૃથ્વી પરના અક્ષરધામ તુલ્ય ઘરે ઘરે અને વળી ભક્તોને હસ્તે બંધાય રક્ષા
એકમેકમાં જોઈ મહારાજ, રાખી પ્રથમ પ્રભુ, પછી ભરશે પગલું વ્યવહારનું.
{gallery}/images_in_articles/newsletter/2012/July/01-07-12 rakshabandhan mahapooja{/gallery}
(૨) તારીખ બીજીએ ઉજવાય ઉત્સવ બીજો, જે છે ડિવાઈન ડે નીમુબેન સાકરિયાનો
જૂના જોગી છે ૫૧ માંહ્યલા બેનની પરછાંઈ રહી બની વારસ આજ.
નિર્માની, ભજનિક, સેવાભાવી, રાંકભાવ ,છે હસ્તી મસ્તીમાંય દિવ્યભાવ
અનેક ગુણલા ગવાયા ર્દષ્ટાંત સાથ અનુભવી મુક્તો કહેતાં ના ધરાય.
એવી વાતો કીધી આજ તો પંચામૃતમાં બહેનોની મેદની માંય
હાર પહેરાવી પ્રારંભે પૂજન કર્યું શ્રી ઠાકોરજી પપ્પાજીનું બહેન નીમુએ
સુરતના જાગૃતિબેન, નીરૂબેન પટેલ અને આશાભાભીએ કરી,
વાતો અનુભવની, ર્દષ્ટાંતોની સાથે તે સુણી જાણે
રહી ના શક્યા અને પધાર્યાં બેન સભા મધ્યે દેવા દર્શનદાન
રાજી થકા દીધા બેને આશીર્વાદ ઝીલ્યા નીમુબેને કર્યાં પૂજન બેનને અર્પી પુષ્પમાળ.
સાથી, સખા, સદ્દગુરૂ ત્રણ પેઢીના, રમીબેન, શોભનાબેન અને વળી
બેન સ્વરૂપે દીદીએ કરી વિગતે વાત ને દીધા આશીર્વાદ.
કેક અર્પણ ભૂલકાંનો ભાવ, ભૂલાય તો થાય જાણે રહે અધૂરપ સમૈયામાંય
આજ થયું પૂર્ણ કામ, આનંદ સાથે સુણી ગુણાતીત જ્ઞાન
નવાં ભજન ને વળી ભોજન થાળ, ગ્રહી તૃપ્ત થયા જમી મોહનથાળ
ધામ, ધામી મુક્તો સાથ, પધારી જાય છે ટાણે જાણે,
પપ્પાજી હાજરાહજૂર, થાય અનુભવ સહુને, બોલાઈ જાય છે અંતરથી
પપ્પાજી ધન્ય કર્યા આપે અમને.
{gallery}/images_in_articles/newsletter/2012/July/02-07-12 P.Nimuben sakaria divine day{/gallery}
(૩) આવી તારીખ ત્રીજી, લાવી ઉત્સવ ગુરૂપૂનમનો આજ,
વળી આદિ ગુરૂ બા સોનાબા છે તેથી જોડ્યો ઉત્સવ સાથ.
સવારે ઉજવાય ગુરૂપૂનમ પપ્પાજી હૉલમાં તે પહેલાં થાય પૂજન પ્રભુકૃપાએ,
નવા શણગાર દર વર્ષે ઠાકોરજી સહિત ગુરૂહરિને.
કરી દર્શન ઉર ભરાય આનંદે, ભરાય સભા સંયુક્ત નવ સુમારે,
થાય અલૌકિક વાત-ગોષ્ટિ, જાય વાગી બાર બપોરના.
ગુરૂપૂનમ તહેવાર છે મોટો, સાધકો માટે ભાવથી દેવા દાનનો,
સાથે લેવા આશિષ થાય સાચા ભાવ સમર્પણનો.
એકલવ્યના અંગૂઠાની સમર્પણની વાત યાદ કરાય દિન આજ,
ભરાય વાવ માથું દેનાર ભક્તો ચાલ્યા આવે છે ગુણાતીત વખતના
તેવા ભક્તો માટે આદર્શ જીવન છે પળેપળનું ગુરૂહરિ પપ્પાજીનું,
ગુરૂ દ્રોણની જેમ કીધા વિમુખ ગુરૂ યોગીએ સંસ્થામાંથી.
રંચમાત્ર નહીં અભાવ, નહીં દર્દ ના કરવા દીધો વિરોધ આશ્રિતોને
વળી કહે ભજે તના ભગવાન, મારે તેની તલવાર.
રાખી રખાવી સમજણ છે.૧૧ જેવી, બાઈ સીતાની જેમ આશ્રિત બાઈ-ભાઈને
ના રાખ્યો રોષ, ના કરવા દીધો આક્રંદ કરાવ્યો કેવળ જપયજ્ઞ
માયા-મહામાયા અને અંતરશત્રુ સામે જીતવાનો બતાવી દીધો છે રાહ,
જુઓ અનુપમ ભાગ-૭નો પહેલો છે લેખ, આશ્રિતોને આગળ લેવા.
કરાવ્યું છે ભજન ગ્રહી બિમારી વારંવાર, વળી કહે કે પ્રસાદ પ્રભુનો આ બિમારી,
નિર્લેપ રહ્યા દેહ દેહના ભાવોથી, કર્યો શ્રમ એક પક્ષીય એકલ પંડે આમ કર્યું જતન.
ના રાખી આશા, ના કરી ઉપેક્ષા ના રાખી અપેક્ષા આશ્રિત પાસે,
આવા ક્યાંય હોય ગુરૂ ? કે જે અર્પે અંગુઠો શિષ્યોને.
વર્તી બતાવે આદર્શ જીવન જીવી ફેલાવી ફોરમ કીધી લહાણી છુટ્ટે હાથે,
“જેની ચાંચમાં જેટલું જોર”, ચણી ચારો જાવ મૂર્તિરૂપી માળામાં
આવા શ્રી હરિ સમાન છે ગુરૂહરિ, એમને આપણે શું દેવું ? શું લેવું ?
થાય મન બુધ્ધિ બંધ, જાય છલકી આંખો અંતરથી અંર્તર્દષ્ટિ.
હે પપ્પાજી ! કરો કૃપા એવી ! ચૂકવાય યત્કિંચિંત ઋણ શેષ જીવનની પળોને
કરીએ સનાતન જીવી, આપે આપેલ પંચામૃત નવનીત ગુણાતીતનું.
આધ્યાત્મિક શાસ્ત્રો ને વળી જ્ઞાન લેખ ઉચ્ચ કક્ષાનું જે આપનું આપ્યું,
લખી લેખ સ્વહસ્તે છાપ્યું તેમ છપાય જીવનમાંહી
આપનું જીવનદર્શન એ બને જીવન અમારૂં, કરજો કૃપા નાથ આવ્યું આ ટાણું
{gallery}/images_in_articles/newsletter/2012/July/03-07-12 gurupurnima samaiya{/gallery}
(૩-B) આહો ! સાંજે ઉજવાયો ઉત્સવ, બા સોનાબાના પ્રાગટ્યદિનનો આજ,
બા નું જીવન છે આદર્શ ! બા એ લીધો રાજીપો, દીધો સાથ સહકાર.
પ્રભુનું કાર્ય પૃથ્વી પર શરૂ કર્યું કાકા-પપ્પાજીએ, ઓળખ્યા બંધુ બેલડીને,
અને વૉડમાં મૂકી જગ આબરૂ કીર્તિને વળી,
દીધી બે દીકરી તત્કાળ ભજવા કીધું ભજવા ભજાવવા જેવા છે આ ભગવાન,
યુગકાર્યની સેનાપતિ થઈ ચાલી લઈ મસાલ મંત્રની.
કર્તા હર્તા પ્રત્યક્ષને માની, હાકલ દીધી ખુલી જ્યોત ગુણાતીત,
દેહ રહ્યો ત્યાં સુધી કરી સેવા દેહને માને ગધેડા ભાઈ
ગાયા ગુણગાન પ્રત્યક્ષની કરાવી નિષ્ઠા ને વળી આશ્રિતના સુખ કાજ,
દિન રાત યાચે પ્રભુ પાસે, ભીખ માગે ગુણની મુક્તોના.
શીખવે જીવી વર્તીને વળી કહેતા હરતા ફરતા દિન રાત,
એવી સાચી ગુણાતીત ‘મા’ એ જ છે સાચા ગુરૂ કે જેમને.
ઓળખાવ્યા છે ગુરૂહરિ યથાર્થ ! વાત સ્વામીની પ્રકરણ ૧લાની ૧લી ને,
વળી છેલ્લી લગાડી છે હંમેશ પપ્પાજીના ઉપર એ.
સાંભળી જે વાત આ કાને, તે ગુંજવા કરાય, ગાયા કરાય આઠે પહોરે,
માગણી થાય છે આ ગુરૂપૂનમે મા ગુરૂ અને પપ્પા ગુરૂહરિ
તમો રહેજો જન્મો જન્મ અમારી સાથે, કરજો કૃપા લેજો આગળ,
થાજો રાજી બને જીવન અમારૂં જેથી થતી રહે કૃપા આવી.
ભલે હજાર જન્મે મળે નહીં મા આવી ! લાખો જન્મે મળે નહીં,
ગુરૂહરિ પપ્પાજી જેવા સત્પુરૂષ આ કળિયુગમાં.
છતાંય કૃપા શબ્દ નાનો છે દોરા જેવો, પરોવી દેજો સોયમાં,
પધારજો ભવોભવ ધામ, ધામી મુક્તોની સાથમાં આપ.
અરે ! ગદ્દગદ્દિત પ્રાર્થના ભાવમાં, ભૂલમાં ગઈ છે ગુરૂપૂનમની,
થઈ સભા તેની સ્મૃતિનાં વાત અને વર્તન.
ડેકોરેશન તો નથી યાદ ખાસ કાંઈ, યાદ છે વાત કરનાર મુક્તો અને,
વળી સ્વરૂપોનું સાંનિધ્ય અને આશીર્વાદ.
થઈ સભા બે સંયુક્ત પપ્પાજી હૉલમાં, વચ્ચે રિશેષ ગાળો છોડ્યો,
પ્રસાદ, સેવા, આરામનો બાકી,
દિન આખો ઉજવાયો ગુરૂપૂનમનો, વ્યાસઠારી કહેવાય છે આ પૂનમ,
ગૌરીવ્રતની આજે હતી પૂર્ણાહુતિ, કરી જાગરણ ભીડામાં છે આનંદ.
એવી વાતો ગુણાતીત જ્ઞાન મિશ્રિત આજે થઈ ઘણા મુક્તોના મુખ થકી,
સભા સંચાલકે કાઢી સાર, કીધી ભૂત-ભાવિ-વર્તમાનની વાત.
ગુરૂહરિ ગુરૂના પૂજન થયાં વતી વતી ચાર પાંખના મુક્તો થકી,
એમાં હું આવી ગયો એ છે સાચો સુહ્રદભાવ ને એકતા.
સ્વના ભાવોના હું આપ ભૂલાવ્યા પપ્પાજીએ હેવા જન્મોજન્મના,
સંપીને કર્યા પૂજન ગુરૂપૂનમે, સાચું પૂજન એ છે પપ્પાજીનું.
એવું જે જ્ઞાન ઝીરો થવાનું, તેને વાગોળ્યું કથા મંગલમાં,
જો કે આશિષ પ્રારંભે ગુરૂહરિએ ચેતાવી દીવડો.
પગલે પગલે ચાલ્યા છે કાયમ જ્યોતિબેન અને આદર્શ ગૃહસ્થ,
લક્ષ્મણ બાપા, ગાંધી સુરેશભાઈ, મોદી હેમંતભાઈ.
ભાઈઓ ગુણાતીત પ્રકાશના કરી માગણી તેના પ્રકાશ થઈ જીવવાની,
બેન જ્યોતની વર્ષાની વાત અને દીધા આશિષ.
ગુરૂ સ્વરૂપો દેવીબેન, જશુબેન અને દીદી વળી બેન પધારી દીધાં દર્શનદાન,
ધ્વનિ મુદ્રિત આશિષ લીધા, જાણે બોલે છે સાક્ષાત્.
‘બા’ ના પ્રાગટ્યની સભામાં, નયનભાઈ, મહેશભાઈ, અલ્પેશભાઈ,
અમદાવાદી અનુભવી, આસ્વાદ માણ્યો બાનો તે કીધો.
વિઠ્ઠલાણી સાહેબ, ઈલેશભાઈ વળી ડૉ.વિણાબેનની વાત
વળી આશિષ લીધા દીદીના.
કહે પપ્પાજી આ હેતાબા છે સોનાબા, દીધું બિરૂદ એવું છે હૈયું,
પામ્યા આશિષ થયા ધન્ય સહુ, થયું પછી સભાનું વિસર્જન.
ભરી ભંભલી ચાલ્યા ઘરમંદિરે, દઈ ગુરૂદક્ષિણા યથાશક્તિ !
{gallery}/images_in_articles/newsletter/2012/July/03-07-12 P.P.BA Pragtya DIN{/gallery}
(૪) તા ૫મીએ થયો હીંડોળા પ્રારંભ, કરી આરતી ઝુલાવ્યા ઠાકોરજી,
ભાવવિભોર બને ભક્ત હૈયાં, યોજ્યા તહેવારો નવા નવા.
જુદી જુદી રીતે ભજવા ભગવાનની, પૂર્વજોએ ઘડી પ્રણાલી અવનવી,
ભાવના ભૂખ્યા છે ભગવાન, નવાજો અંતરભાવે તો થાય છે સાકાર.
પ્રભુને કરવા સાકાર, થાય ચડિયાતા હીંડોળા શણગાર અવનવા,
ભાવ ભક્તોના થાય છે પૂર્ણ, દર્શન થાય સુલભ મેદની જામી મંદિરોમાં.
શ્રી ઠાકોરજીને છે પ્રિય હીંડોળા, શ્રીજી મહારાજ ઝૂલ્યા છે હીંડોળે અનેકવાર,
દીધાં દર્શન એવા ગુરૂહરિ પપ્પાજીએ વારંવાર, એ સ્મૃતિ સહ કરીએ પ્રણામ.
{gallery}/images_in_articles/newsletter/2012/July/05-07-12 HINDOLA DARSHAN{/gallery}
(૫) ૭મી જુલાઈ છે મંગલદિન દયાબેન સદ્દગુરૂ સ્વરૂપનો સ્વરૂપાનુભૂતિદિન,
ઉજવાયો આજે જ્યોત પંચામૃત હૉલમાં, બહેનો-ભાભીઓની સભા મહીં.
સમય હતો સાંજનો ૫ વાગ્યાનો, સ્મૃતિ પપ્પાજીના પ્રાગટ્ય સમયની,
પૂર્ણ કર્યો સમૈયો સંધ્યા આરતી કરીને, થોડામાં મળે છે વધુ સાચો.
દયાબેનના જીવન અને કાર્યની અનુભવીઓએ કરી વાત પોતાની તે છે સાકાર,
પૂર્વનો સાજ લઈને, કાર્ય કરવા અધૂરું નિજનું પધાર્યા સાક્ષાત્ શ્રી હરિ.
એ સાજમાંના છે દયાબેન, આવ્યા નીજનું અધૂરૂ કરવા પૂરું, સાથે કરવા કાર્ય પ્રભુનું,
ભજવાના માર્ગમાં આવ્યા કાંટા-કાંકરા તેને ઠેલી હડસેલી ભજનથી,
નિષ્ઠા રાખી પ્રત્યક્ષની અને વળી તારક સંગ જોડી વફાદારી પ્રભુની,
ધ્યેય ભણી લક્ષ સૈનિક સમ, નેતા પાત્ર પારખ્યું ગુરૂહરિએ.
સેવા, સ્મૃતિ, નામરટણ ને સમાગમ રાખ્યા સાધનમાં સાથી,
આપ્યા આજે આશીર્વાદમાં પણ કરી એ જ વાત જે તેમને કર્યું જીવનમાં.
પપ્પાજી ઉજવાવે દર વર્ષે આવા સમૈયા ખાસ, અન્ય સાધકોને મળે પ્રેરણા જીવવાની,
દયાબેન વિષે વાતો કરી ઘણી સારી એ છે પૂ,મીનાબેન ગાંધી વળી,
રેખાબેન રૂપેરા, માયાબા દરબાર અને વળી બાળ મોક્ષકુમાર.
સાક્ષાત પધાર્યાં બેન સભાની માંય, દીધા આશિષ બેને, કર્યું પૂજન દયાબેને,
આશિષ દીધા દેવીબેને વળી ધ્વનિ મુદ્રિત પરાવાણી વહી ગુરૂહરિ પપ્પાજીની.
આમ, કરાવ્યું દર્શન નિજ કાર્યનું, પપ્પાજીએ કહી વિગતે વાત,
ધન્ય થયા સહુ પામી આશીર્વાદ, વળી આશ્રિત સાધક ગણે ધર્યા
અલૌકિક ભાવ, તે દર્શનનો અને વળી આનંદે ગ્રહ્યા થાળ મોસાળના,
વંદન હો આ જંગમ મંદિર દયાબેનને, યાદમાં પ્રભુની ખોવાયેલી રહેવાની છે પ્રાર્થના.
કહેજો અમ વતી નિત મહાપૂજામાં અને કરાવજો કૃપા બિરાજી રહે આત્મમંદિરે અખંડ.
(૬) આવી નવમી જુલાઈ ઓહો આજે તો છે વ્હાલાં બેનનો પ્રાગટ્યદિન,
બેઠો ૯૯મો એજ છે મોટી અજાયબી, દેતાં નિજ દર્શન રોજ વળી આશિષ,
પૂણ્યનો પુંજ અને જંગમ છે આ મંદિર, ઘડ્યું આફ્રિકા દેશે સ્થાવર મંદિર,
મૂકી ઝૂકી ગયાં પ્રત્યક્ષના આશરે, આદેશ પ્રભુનો ઝીલી મુમુક્ષુતાથી,
લોહચુંબકથી લોહ ખેંચાઈ આવે, આવ્યા ભક્તો આપ મેળે ધરવાને,
અલ્પ દર્શનમાં કરે સંતોષ, બાકી સુણે મહિમાગાન, સેવા, સ્મૃતિ અપાર,
રોજ અચૂક જાય પ્રભુકૃપા મંદિરે દર્શને ! કરે પ્રાર્થના કાલાવાલા નમન કરીને
આજે પણ પહેલા પ્રભુકૃપામાં અને પછી પધાર્યાં હતાં જ્યોત સભામાં
પ્રભુકૃપામાં હાર-થાળ અર્પીયા ઝટપટ, બેને ગ્રહી પ્રસાદ દીધો પટપટ
કૃપા કરી આજે તો બેને એવી, ન મનાય તેવું સુખ દીધું દર્શનનું,
દેહાતીત આ બેન ! માને પોતાને દાસનો દાસ ! તેથી કહે અરે,
મારો હોય ઉજવવાનો જન્મદિવસ ! આટલાં બધાં ભેગાં થયાં તેને ધન્ય ભાગ્ય માન્યાં.
રાજીપો બતાવ્યો પુષ્પહાર એકએકના કર્યા ગ્રહણ ઓળખ સાથે
પ્રભુની સેવા પૂરી થતાં કહે હાલો, કહી પહોંચ્યા વિશ્રામ લીલામાં
સભા બહેનોની ચાલે પંચામૃતમાં, ગવાઈ રહ્યો છે મહિમા બેનનો
સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત જૂની વાત નવી કહી જાણે
સુણનાર ગયા ભૂતકાળની સ્મૃતિમાં ખેંચાય, ભક્તિ તો ખરી બેનની
દિલથી સેવી કૃષ્ણને કર્યો સાક્ષાત્કાર, ભોલેનાથે દીધાં દર્શન અને
બતાવી દીધા પ્રત્યક્ષની ભક્તિથી, બેન પહોંચ્યાં યોગીજી કને ગોંડલ
યોગીજીએ મોકલ્યા તારદેવ ધામે, ગંગોત્રીના નીરમાં સમાઈ ગયું બેનનું હીર
પરિક્ષા તો સોનાની જ હોય ! તેમ, દુનિયામાં ગુરૂ તરીકે પૂજાતાં બેન બન્યાં દાસ આજે
પોતાથી નાનાં એવા ચારને મોટેરાં માન્યાં, પપ્પાજીના વચને
સંબંધે માન્યા બેને સહુનેય સ્વરૂપ અને કરી લીધું પોતાના જીવનું જતન
સાથે સંબંધવાળાનું કર્યું એવું જતન, તે આદર્શ બતાવે કાયમ સહુને પપ્પાજી
સંકલ્પ બળ વધારવું, તે માટે જોવું નહીં કોઈનું, રહેવું મૂર્તિમાં મગન
આજે આ બધી વાત કરતાં આશીર્વાદ દીધા પદુબેન અને જ્યોતિબેને
તથા અનુભવી ભૂલકાંઓએ કહ્યા અનુભવ પોતે જે કર્યા બેનના
તે હતાં પ્રીતલ મોદી સુરત, પૂજા મકવાણા, ધર્યો ભાવ ડાન્સથી
પ્રીતિ ફળદુ, ગોદાવરી ચપલા ને વાતો કરી સરસ ને
લંડનથી મોકલેલ કાર્ડ પાયલનું વંચાયું જે હતું પ્રાર્થનાથી ભર્યું
અંતમાં પ્રાર્થના એ હતી સભાજન સહુ મુક્તોના દિલની બેન રહો
દીર્ઘાયું નિરામય, બને જીવન બેન-પપ્પાજીના સંકલ્પ મુજબનું.
{gallery}/images_in_articles/newsletter/2012/July/09-07-12 P.P.BEN 99th pragtyadin{/gallery}
(૭) તા.૧૪મી એ આવી એકાદશી, વિશેષ કરી ભક્તિ બહેનોએ
વળી, કરી શિબીર, ગોષ્ટિ પારાયણ ભક્ત ચિંતામણીનું
આપ્યો લાભ સરસ પંકજબેન, ગુણાતીત હંસાબેને વિષયક.
(૮) તા.૧૫મીએ આવ્યો રવિવાર, લંડનના હરિભક્ત નવીનભાઈ
ઈન્દુબેન પટેલ ધર્મપત્ની, જૂના જોગી ચૈતન્ય માધ્યમ નોર્ધમ્પટન મંડળના
એ નવીનભાઈની ત્રયોદશીની થઈ મહાપૂજા આજે પંચામૃત હૉલમાં
દવે સાહેબ ઈલેશભાઈ સાધુ સ્વરૂપોએ કરી મહાપૂજા ભક્તિભાવથી
છેક લંડનથી કરાવવા આવ્યા મહાપૂજા, સંતોને કુટુંબ સહિત માતા
માતા ઈન્દુબા છે મોખરે, સત્સંગ કરાવ્યો, ટકાવ્યો, દીધો સત્સંગ વારસામાં
નવીનભાઈ જીવ્યા જે જીવન, ગૃહસ્થ આદર્શ સાધુ મૌન વર્તન
તેની વાત કીધી નાના-મોટા સહુ વક્તાએ, ખરી અંજલિ અર્પી સંતાનોએ
પુત્ર ભૂપેન્દ્ર વળી વિઠ્ઠલાણી સાહેબ, સાકરિયા નીમુબેને વિગતે
વાત કીધી તે જાણે જીવન ઈતિહાસ કીધો નવીનભાઈનો
રૂડા આશીર્વાદ દીધા જસુબેને, દીધા ભરી પપ્પાજી બેન સ્વરૂપો વતી
ધન્યતા અનુભવી સહુ ભક્તોએ, જમાડ્યા પ્રેમે પુત્રોએ બેનોને
વળી કર્યું અસ્થિ વિસર્જન મહિસાગર પ્રસાદી નદી તીર્થધામે
આમ કરૂણ પ્રસંગ પણ ઉજવાયો હ્રદય ઉમંગથી જ્યોત પ્રાંગણે
શાતા મળી સનાતન ઈન્દુબેનના આબાલ વૃધ્ધ પરિવાર મુક્તોને.
અત્રે પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેનની તબિયત સારી છે. તેઓના તથા બધા મુક્તોના આપ સર્વેને જય સ્વામિનારાયણ.
એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.