01 to 15 Mar 2013 – Newsletter

સ્વામિશ્રીજી                                   

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયાની જ્યોત સમૈયાની સ્મૃતિ કરીશું.

() તા.//૨૦૧૩ શુક્ર્વાર હરિદ્વાર શાશ્વત સ્મૃતિદિન (છઠ્ઠો)

પપ્પાજીને મન ૧લી તારીખનું ખૂબ મૂલ્ય હતું. ૧નો આંક ખૂબ ભાગ્યશાળી છે. પપ્પાજીની પ્રસાદીનો આંક છે.

૧લી સપ્ટેમ્બર – પ.પૂ.પપ્પાજીનો પ્રાગટ્યદિન (ઈ.સ.૧૯૧૬)

૧લી જૂન – પ.પૂ.પપ્પાજીનો સ્વરૂપાનુભૂતિદિન (World Peace Day)

૧લી જૂન – શ્રી ગુણાતીત જ્યોતનો સ્થાપનાદિન (ઈ.સ.૧૯૬૬)

૧લી જૂન – ગુણાતીત સમાજનો સ્થાપનાદિન

મહા વદ-૧ (પડવો) ૨૮ મે ૨૦૦૬ના શાશ્વત સ્મૃતિદિન હતો.

૧લી માર્ચ ૨૦૦૭માં હરિદ્વારમાં ગુણાતીત સમાજ લક્ષી મહાપૂજા અને અસ્થિ પુષ્પ વિસર્જન ધર્મગંગા ઘાટે થયું. આમ, ૧લીની અનેક સ્મૃતિ પપ્પાજીની છે. તે સ્મૃતિ સહ દર મહિનાની ૧લીએ સાંજે ૭.૩૦ થી ૯ કીર્તન આરાધના બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં થાય છે. હરિભક્તો સહ કુટુંબ પધારી લાભ લઈ શકે છે. એ રીતે આજે પણ કીર્તન આરાધના થઈ.

{gallery}/images_in_articles/newsletter/2013/March/01-03-13 shaswat smrutidin/{/gallery}

() તા.//૨૦૧૩ શનિવાર .પૂ.જ્યોતિબેનનો ૮૦મો પ્રાગટ્યદિન 

ઓહોહો ! આજે ખૂબ ભવ્ય દિવસ ! પ.પૂ.જ્યોતિબેનના પ્રાગટ્યદિનની ઉજવણી જ્યોત પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં સ્થાનિક ઉજવણીની રીતે રાખેલો હતો. છતાંય પણ આમંત્રિત હરિભક્તો લાભ લેવા પધારી ગયા હતા. સ્વાગત-પુષ્પાર્પણ થયાં. ત્યાં તો ખરેખર પપ્પાજી પ્રસન્ન થકા સભામાં બિરાજમાન થઈ ગયા હોય તેવી અનુભૂતિ અંતરમાં થઈ હતી. વળી, આજની સભામાં શરૂઆતે ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. જેમાં પપ્પાજીએ જ્યોતિબેનની ભક્તિ, સરળતા, સાધુતાને નવાજી હતી. પૂ.હંસાબેન જે. દોશીએ ખૂબ આનંદ સાથે સરસ વાત કરી. પપ્પાજીએ અને જ્યોતિબેને તેઓના જીવનમાં જે કાર્ય કર્યું છે, તે વાત કરતાં તે હંસાબેનની ર્દઢ સ્વરૂપનિષ્ઠાનું દર્શન થતું હતું. તેમણે હસાવતાં અંતમાં વાત કરી કે, કાંઈક પ્રોબ્લેમ હોય, કામ કરાવવું હોય અને આ “સંતો પાસે જઈએ તો ભજન કરો. ડૉક્ટર પાસે જઈએ તો કહે, વજન ઉતારો.”

બીજા એક મુક્તરાજ પૂ.નિમિત્તભાઈએ પણ હંસાબેનની જેમ અનુભવની વાતો કરી અને અંતમાં માગણી કરી કે, આપણે પહેલો નંબર નથી લાવવો. પણ ૦ (ઝીરો) થવું છે. જીરો બધી બાજુથી સંપૂર્ણ છે. આમ, ‘૦’ થવાની માગણી કરી. પૂ.વિજયભાઈ – ગુણાતીત પ્રકાશ વ્રતધારી સાધકભાઈ ! જે પ.પૂ.જ્યોતિબેનની ગાડીના સારથી તરીકેની સલામત સેવા વર્ષોથી બજાવે છે. તેઓએ ખરેખર જ્યોતિબેનના માહાત્મ્યગાનની વાતો અનુભવના પ્રસંગ સાથે કરી હતી. તેઓએ જ્યોતિબેન જેવા મોટા સ્વરૂપ પાસે મન-બુધ્ધિ બંધ કરીને બે હાથ જોડી કહે તેમ કરી લેવાની માગણી તથા ભજન કરવાની માગણી સહુ સાધકો વતી કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/March/02-03-13 P.P.JYOTIBEN 80th BIRTHDAY/{/gallery}

પ.પૂ.દેવીબેન, પ.પૂ.દીદી કે જે જ્યોતિબેનના સાથી સંગાથી શરૂઆતથી છે. તેઓ વાતોથી તારદેવની ધરતી પર થોડી પળો બધાને લઈ ગયા હતા. અને જ્યોતિબેનની યથાર્થ સ્વરૂપની ઓળખાણ કરાવી હતી. સભામાં વચ્ચે ભાવ અર્પણ, કેક અર્પણ કેક કર્તન થયા. તે વખતે જ્યોતિબેન વિશેના બનાવેલાં ભજનો ગાયક વૃંદ- વાદ્ય વૃંદ ગાતાં હતાં. તે દ્વાર પ.પૂ.જ્યોતિબેનના જીવનનું દર્શન થતું રહેતું હતું. સભાના અંતમાં પ.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપ્યા હતા. આપણા ઉપર પ્રભુની કૃપા થઈ છે. કૃપાને કેવી રીતે પકડીશું ? તો સિધ્ધાંતે જીવવાની રૂચિ રાખીશું તો કૃપા પકડી રખાશે. સિધ્ધાંત શું ? તો કોઈનું ના જોવું, સંબંધવાળામાં મહારાજ જોવા વગેરે સૂત્રો પ્રમાણે જીવીએ. દોષ-ગુના સામું સત્પુરૂષ જોતા નથી. અનુતાપ-પરિતાપથી ક્ષમા કરી દે છે. સંબંધમાં આવેલો કૈવલ્ય મૂર્તિ છે જ. આજનો આવેલોય કૈવલ્ય મૂર્તિ છે. દીવાથી દીવો પ્રગટ્યો છે માટે બધા જ કૈવલ્ય મૂર્તિ મનાઈ જાય એવા રૂડા આશીર્વાદ આજના શુભદિને આપ્યા હતાં.

પ.પૂ.જ્યોતિબેન વિષે બોર્ડ પર આજે યાચના-મહિમાગાન લખેલ તે યાચના અહીં આપણે પણ કરી લઈએ.

પપ્પાજી સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેનનો પ્રાગટ્ય પર્વ – ૮૦

સ્વામિનારાયણ ભગવાનનું વરદાન “સાધુ રૂપે હું પૃથ્વી પર અખંડ રહીશ.”

હે જ્યોતિબેન ! આપનું પ્રાગટ્ય એ જ ધરાનું તીર્થત્વ.

અક્ષર-પુરૂષોત્તમની નિષ્ઠા, ભીડા, ભક્તિ આત્મીયતાના કુટુંબમાં જન્મ્યા અને ગળથૂથીમાં જ ગુણો સાંપડ્યા. ૧૯૪૧માં શાસ્ત્રીમહારાજની ૮૦મી જન્મ જયંતી વખતે ભક્તોએ ૮૦ દીવાની આરતી ઉતારી ત્યારે જ્યોતિબેનને વિચાર આવ્યો કે, “મને આવો ભાવ થાય તો !” ને પૂરવની પ્રીત જાગી.

પપ્પાજી કહેતાં – જ્યોતિ એટલે ‘૦’ ને ભગવાન ૧૦૦%

બા કહેતાં – ખૂબ ભીડો વેઠી ખૂબ ખમ્યા અને રસ્તો સુગમ કરી દીધો.

બેન કહેતાં – જ્યોતિબેન જ્યોતિબેન નથી. પપ્પાજી રોમ રોમમાં વણાઈ ગયા છે. એમનું રટણ કરજો.

તારાબેન કહેતાં – સહજ હાસ્યનો સ્વભાવ સાધનામાં કામ લાગી ગયો.

દીદી કહેતાં – માની મમતા, ભગિની જેવી સ્નેહાળ પ્રકૃતિ, સખી જેવી સુશીલ આધારરૂપશીલા. કોઈ કાર્ય એમના માટે અશક્ય નહીં.

દેવીબેન કહેતાં – અસલી સાધુતાની મૂર્તિ. બળતો ઝળતો જીવ ઠંડક લઈને જાય.

એવા થયા કેવી રીતે ? પપ્પા-કાકા-બાના વચનમાં ઝૂકાવી દીધું. ગમે તેવી પરીક્ષામાં હસતાં જ રહ્યાં. એવા જંગમતીર્થ સ્વરૂપો એવાં પૂ.સવિબેન, પૂ.હંસાબેન ગુણાતીત, પૂ.ઈન્દુબેન, પૂ.હેમાબેનને તૈયાર કરી પપ્પાજીનું કાર્ય વહેતું કર્યું.

એવાં આપણાં વ્હાલાં પ.પૂ.જ્યોતિબેનને અનંત કોટિ કોટિ વંદન !

() તા.//૨૦૧૩ .પૂ.કાકાજી સ્મૃતિપર્વ 

આજના દિનની વિશેષ સ્મૃતિ સાથે જ્યોતમાં….

૧. પ્રભુકૃપામાં ભાઇઓનું સંઘધ્યાન અને બહેનોની મંગલ સભા કાકાશ્રીના મહિમાના ભાવથી થયું હતું. મંગલ સભામાં ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત અને પ.પૂ.દીદીએ કાકાશ્રીના માહાત્મ્યગાન સાથે આશીર્વાદ આપ્યા હતા.

પ્રભુકૃપાની બાજુમાં ડેરી “ગુણાતીત તીર્થે” બહેનો ભાઈઓએ સર્વે મુક્તોએ આજના દિને પ્રદક્ષિણા-પ્રાર્થના કરી હતી. (સમાજના સહુ મુક્તોને સંભારીને કરી હતી.)

. રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં કાકાશ્રીના માહાત્મ્યગાનના ભજન-કીર્તનની સંયુક્ત સભા રાખી હતી. જેમાં બહેનોએ વાજીંત્રો સાથે ભાવસભર ભજનો ગાયાં હતાં.

પ.પૂ.બા એ ધ્વનિમુદ્રિત કાકાશ્રીના મહિમાની વાતો અનુભવો સાથે કરી હતી. પ.પૂ.દીદીબાએ કાકાશ્રીના જીવન ગાથા ખૂબ સુંદર વર્ણન સાથે આખો આધ્યાત્મિક ઈતિહાસ કહ્યો, જાણે થોડી ક્ષણો માટે જૂનાં સંસ્મરણોમાં સહુ ડૂબી ગયા. જેમાં કાકાજીની શૂરવીરતા ! કાકાશ્રીએ મેળવેલ શાસ્ત્રીજી મહારાજનો રાજીપો ! ચંદનચર્ચા, ભાઈ-ભાઈની, કાકાજી-કાંતિકાકાની વાતો, કાકાજી-પપ્પાજીની પ્રીતિ વગરે કાકાશ્રીના નાનપણથી માંડીને ૭મી માર્ચ ૧૯૮૬ના દિન સુધીનું દર્શન જાણે T.V. પર કરી રહ્યા હોઈએ એવી સરળ શૈલીમાં વહેતા ઝરણાની જેમ વાતો કરીને દીદીએ સર્વને ધન્ય કર્યા હતા.પૂ.હરિશભાઈ ઠક્કર અને ભાઈઓએ ભજન ગાયા હતાં. પ.પૂ.દીદીની ઈચ્છા મુજબ પૂ.પ્રવિણાબેન ગોહિલ અને બહેનોએ ભજન ગાયું, “નિત નવાં ગાણાં ગાવા ટાણું આપે હરિરાય….”

અંતમાં ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા. કાકાશ્રીએ સંબંધ જોઈ સહુને જોગી સ્વરૂપ માન્યા અને સેવા કરી લીધી. કાકાજી જ્મ્પ મારવાનો કહે છે તેમ જાગ્રતતા રાખીને જીવીએ. ભગવાનનું સ્વરૂપ પૃથ્વી પરથી જતું નથી, અહીં જ હોય છે. આવો સરસ જોગ આપ્યો છે. તો અક્ષરધામરૂપ રહેતા થઈ જવાની પ્રેરણા આપી આશીર્વાદ આપ્યા. તે લઈ સભા સમાપ્ત થઈ હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/March/07-03-13 P.PKAKAJI SMRUTI PARVE/{/gallery}

() તા.૧૦//૧૩ રવિવાર અક્ષરરાત્રિ (શિવરાત્રિ)

ઓહો ! આજનો દિવસ તો ખૂબ મોટો છે. આજે પાંચ ગંગાનો સંગમ થયો છે.

. શિવરાત્રી – જેને પપ્પાજીએ અક્ષરરાત્રિ કહી છે. એવો અક્ષરરાત્રિનો આજે શુભ દિવસ.

૨. પ.પૂ.જ્યોતિબેનનો ૮૦મો પ્રાગટ્યદિન.

પ.પૂ.જ્યોતિબેન આજે દિલ્હી અક્ષર જ્યોતિ – તાડદેવ મંદિરે બિરાજમાન છે. પ.પૂ.ગુરૂજીના પ્રાગટ્યદિનનો સમૈયો ગઈ કાલે ૯/૩ના શનિવારે રાત્રે ઉજવાયો અને આજે તા.૧૦મી એ દિલ્હીમાં પ.પૂ.જ્યોતિબેનનો ૮૦મો પ્રાગટ્યદિન ઉજવવાનો રાખ્યો હતો. ખૂબ ભવ્ય રીતે આજનો સમૈયો ઉજવાયો હતો. ગુણાતીત સમાજની ગુણાતીત ‘મા’ જ્યોતિબેન છે. અને એ રીતે ગુરૂજીએ આ લાભ સર્વે ભક્તોને લેવડાવીને પૂણ્ય લૂટ્યું હતું. પ.પૂ.પપ્પાજીની સ્મૃતિ પ્રેક્ટીકલ રીતે કરાવી દીધી ! પપ્પાજી હંમેશાં પોતાનો સમૈયો હોય ત્યારે બા કે દીદીને જોડી દેતા. ગુરૂજીએ પણ પોતાના ૭૮મા પ્રાગટ્યદિનની સાથે બીજા દિવસે જ્યોતિબેનનો ઉજવીને સહુને ધન્ય કર્યાં હતાં. મહારાજ-સ્વામી અને કાકાજી-પપ્પાજી-બા ખૂબ ખૂબ રાજી થયા હશે. ઈન્ટરનેટથી લાઈવ દર્શનનો લાભ પણ માણ્યો હશે.પૂ.ઈલેશભાઈ અને ભાઈઓ પણ ગયા હતાં. વિદ્યાનગર જ્યોતમાં મંગલ સભામાં બહેનોએ જ્યોતિબેનની સ્મૃતિ સહ તેઓનો પ્રાગટ્યદિન ઉજવ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/March/10-03-13 P.GURUJI PRAGTYADIN DELHI/{/gallery}

૩. આજે પૂ.જયુબેન દેસાઈનો ર્દષ્ટાદિન

. આજે Women’s Day

. આજે સદ્દગુરૂ સ્વરૂપ પૂ.હંસાબેન ગુણાતીતનો સુવર્ણ સાક્ષાત્કારદિન ! રાત્રે જ્યોત મંદિરમાં બહેનોની સભામાં ઉજવણી થઈ હતી. ખૂબ સરસ રીતનો શિબિરના રૂપમાં ઉજવાયો હતો. અનુભવ દર્શનમાં પૂ.રેવંતાબેન, પૂ.અરવિંદાબેન અને પૂ.ઝરણાબેન દવે એ લાભ આપ્યો હતો. પૂ.હંસાબેન ગુણાતીતે પપ્પાજીના સિધ્ધાંતની વાતો સ્મૃતિ સાથે કરી હતી. તારદેવના અક્ષર મુક્તોની વાતો અને સ્વરૂપોની સ્મૃતિ કરાવી હતી. પ.પૂ.દેવીબેને આનંદ બ્રહ્મ સાથે આશીર્વાદ આપ્યા હતા. ગુરૂહરિ પપ્પાજીએ ધ્વનિમુદ્રિત આશીર્વાદમાં પૂ.હંસાબેનના પૂર્વાશ્રમની, મમ્મી-પપ્પા અને કુટુંબના અક્ષર મુક્તોની વાત કરી. પૂ.જમનાબેન વીંછી બેઠી નિષ્ઠા રાખી જીવ્યાં. હંસાબેનને નાનપણથી આવા પ્રત્યક્ષની નિષ્ઠાના સંસ્કાર મળેલા. તેમાં તારદેવ તીર્થધામે ગુરૂહરિ પપ્પાજી અને જ્યોતિબેનની ગોદ મળી ! આમ, સોનામાં સુગંધ ભળી ! હંસાબેનની અટક ‘વીંછી’. પપ્પાજીએ વીંછીને બદલે ‘ગુણાતીત’ લગાવી. આમ, હંસાબેન ગુણાતીતના નામે અત્યારે પણ ઓળખીએ છીએ. અને ખરેખર હંસાબેન અત્યારે ગુણાતીત ભાવમાં જીવે છે. અને અનેક ચૈતન્યોનાં આદર્શ અને આધાર બની રહ્યાં છે. એવા પ.પૂ.હંસાબેન ગુણાતીતને કોટિ કોટિ વંદન સહ જય સ્વામિનારાયણ !

{gallery}/images_in_articles/newsletter/2013/March/10-03-13 P.HANSABEN GUNATIT SUVARNA SHAKSHATKAR DIN/{/gallery}

() તા.૧૩//૧૩ સદ્દગુરૂ સ્વરૂપ પૂ.લીલાબેન દેસાઈનો સ્વરૂપાનુભૂતિદિન 

આજે જ્યોત મંદિરમાં બહેનોની રાત્રિ સભામાં ઉજવણી થઈ હતી. પૂ.લીલાબેનની જૂના ઈતિહાસની સ્મૃતિ પપ્પાજી તેના ર્દષ્ટાદિનની સભામાં કહેતા. જાણે કોઈ ફિલ્મની સ્ટોરી (કાલ્પનીક વાતનું) વર્ણન હોય તેવી, છતાંય વાસ્તવિક વાતની આજે પણ સભામાં તેની સ્મૃતિ કરી હતી. પૂ.લીલાબેન સાથે સેવા કરી છે એવા મુક્તોએ આજની સભામાં પૂ.મીનાબેન ગાંધી, પૂ.ઉર્વશીબેન દેસાઈ, પૂ.હેમીબેન તથા પૂ.હંસાબેન દેસાઈએ લીલાબેનના ગુણગાનનો લાભ આપ્યો હતો. તથા ખરા ગુણગાન સાથે પૂ.માયાબેને તથા પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા.

તે સર્વની વાતના સારરૂપ લીલાબેનના સ્વરૂપનિષ્ઠા, આજ્ઞાપાલન, ચોક્કસાઈ, ચીવટાઈ સ્પષ્ટતાથી કરેલ સેવાથી મેળવેલો વિશ્વાસ, પપ્પાજી-તારાબેનનો રાજીપો અને નિર્દોષબુધ્ધિ વચનામૃત કા.૧૦ પ્રમાણેની કર્તા-હર્તાની ર્દઢતા એ જબર જસ્ત આધ્યાત્મિક ગુણો લીલાબેનમાં છે. મહારાજના વખતના જીવુબાનાં લગ્નજીવનના જેવો જ લીલાબેનનો પ્રસંગ છે. વફાદારી અને જતિપણાના ગુણથી લીલાબેન સત્પુરૂષનો વિશ્વાસ સંપાદન કર્યો છે. જગતમાં જાત તોય ક્યાંય ર્દષ્ટિ નહીં, ક્યાંય મન નહીં. શરૂઆતમાં બહેનોને દવાખાને લઈને જવાની સેવા તેમને પપ્પાજીએ સોંપી હતી, તો કથાવાર્તાની નોટ સાથે જ હોય ! વેઈટીંગ રૂમમાં બેસે તોય તે સ્વાધ્યાય કરે અને સાથેના બહેનોને કરાવે એવો સાધુતાનો આદર્શ પૂ.લીલાબેને પૂરો પાડ્યો છે અને જ્યોતની શાન વધારી છે. ગુણાતીત સમાજ માટેના વિરોધી વાતાવરણને વર્તનથી અપિલ થાય તેવું જીવન જીવીને ગુણાતીત સ્વરૂપોનું શોભાડ્યું છે. પપ્પાજીનો અંતરનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. એવાં પૂ.લીલાબેનને કોટિ વંદન સહ જય સ્વામિનારાયણ !

આમ આખું પખવાડિયું સ્મૃતિસભર ભર્યુંભર્યું ગયું હતું. પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેનની તબિયત સરસ છે. અત્રેથી સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વેને ભાવભર્યા જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ