સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
પરાભક્તિ પર્વની જય જય જય
ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ !
ગુરૂહરિ પપ્પાજીની દિવ્ય સંનિધિમાં મે ૧ થી ૧૬ દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીએ.
(૧) તા.૮/૫/૧૧ સદ્દગુરૂ સ્વરૂપ પૂ.ડૉ.વીણાબેનની હીરક જયંતિની ઉજવણી
પ.પૂ.દીદીનો સંકલ્પ કે જ્યોતમાં બહેનો માટે ડૉક્ટર બહેનો હોય તો સારું. તે સંકલ્પની પૂર્તિનું પ્રથમ પાત્ર એટલે ડૉ.કલ્પનાબેન ચુડગર ઉર્ફે ડૉ.વીણાબેન. પૂ.વીણાબેને સ્વઅનુભવની વાત કરી કે, નાનપણથી જ સમાજ સેવા કરવાની જ ઈચ્છા અને એક જ તીવ્ર અદમ્ય ઝંખના પ્રભુપ્રાપ્તિની. M.B.B.S માં ભણવાની સાથે સાથે એક જ પ્રાર્થના વહ્યા કરે કે, “જે મારો અહંકાર ટાળી શકે ને પ્રભુ પંથે પ્રયાણ કરાવી શકે એવા ગુરૂ જોઈએ છે અને અહંકારરહિત જીવન જીવવું છે. એવા સાચા ગુરૂની શોધમાં પૂ.પંકજબેન, પૂ.અંજુબેન અને હું. આખા હિન્દુસ્તાનની યાત્રા કરી પણ ક્યાંય મેળ પડ્યો નહીં. પણ જ્યાં પૂ.ચંપાબાના વચને જ્યોતમાં આવી. પ.પૂ.પપ્પાજીના પ્રથમ દર્શને જ મારું ઈનર માઇન્ડ અને આખું તંત્ર સચેતન બની ગયું. પ.પૂ.દીદીના વચને થોડા દિવસ હું જ્યોતમાં રહી. શાસ્ત્રોનાં વાંચનથી મારી અંદર ઉઠતા પ્રશ્નોના જવાબ પપ્પાજીની કથાવાર્તા માંથી મળતા ગયા ને મનાયું કે આ પપ્પાજી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પરબ્રહ્મને ધારણ કરનાર સત્પુરૂષ છે.
{gallery}/images_in_articles/newsletter/2011/May_/08.05.2011 DR.VINABEB HIRAK JAYANTEE/{/gallery}
અનુભવી સાથી મુક્તોએ પણ પૂ.વીણાબેનના જીવનનું દર્શન કરાવ્યું. પ.પૂ.પપ્પાજીની આજ્ઞાથી M.B.B.S પછી સર્જરીની લાઈન લીધી. જે બહેનો માટે તો ખૂબ અઘરૂં કહેવાય. કોઈ છોકરી આ લાઈન પસંદ કરે જ નહીં. એટલે બધા આ લાઈન છોડી દેવા સમજાવે, પણ વીણાબેન કૃતનિશ્ર્ચયી અને M.S.ની ડીગ્રી પ્રથમ ટ્રાયલે મેળવી ધારે તે કરી શકે એનું સાકાર દર્શન કરાવ્યું.
ડીગ્રી પ્રાપ્ત કરીને તરત જ પપ્પાજીએ બોરસદ હોસ્પિટલમાં સિવિલ સર્જનની ફરજ બજાવવા મૂકી દીધા. પૂ.વીણાબેને અથાગ પરિશ્રમથી એ ખંડેર જેવી હોસ્પિટલને મહેલ બનાવી દીધી. પ્રભુ સાથેના આંતર સાંનિધ્યથી હરેક કામ પ્રભુ પર છોડી વિશ્વાસે વહાણ ચલાવ્યું. તો આખા બોરસદ તાલુકામાં દેવી તરીકે પ્રસિધ્ધ થયાં. પ.પૂ.પપ્પાજીએ ધ્વનિ મુદ્રિત આશિષ આપ્યા કે, વીણા ૨૪ કલાક ભગવાનનું સાંનિધ્ય માણે છે. ભગવાન સાથે રહે છે. હું વીણા પર ખુશ છું. મને ખબર જ હતી કે એ સક્સેસ જવાની જ છે. ૨૦૦% ખાત્રી હતી એટલે તૈયાર થયેલ વહાણને દરિયામાં ધકેલ્યું. આમ, નંદ કવિઓએ ગાયું છે ને “એવા જીવન મુક્ત જનના ગુણ વેદ વખાણે રે.” પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા કે હવે ૪૦ વર્ષ સુધી નિરામય રહી પપ્પાજીનું કાર્ય કર્યા જ કરે એ પપ્પાજીના ચરણે પ્રાર્થના. આમ, ખૂબ ભવ્ય રીતે ડૉ.વીણાબેનની હીરક જયંતિની ઉજવણી પપ્પાજી હૉલમાં થઈ હતી. અમદાવાદથી અને ગામોગામથી સગા-સંબંધીઓ તથા ડૉક્ટર્સ મુક્તો પધાર્યા હતા. બોરસદના તો સર્વે આત્મીય સ્વજનોએ પધારી ધન્યતા અનુભવી હતી.
(૩) તા.૧૨/૫/૧૧ પૂ.કસ્તુરીબેનનો હીરકપર્વ
આજે જ્યોતમાં બહેનોની રાત્રિ સભામાં પૂ.કસ્તૂરીબેનની હીરક જયંતિની ઉજવણી ખૂબ દિવ્ય રીતે થઈ હતી. પ.પૂ.દીદી અને પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે પપ્પાજી હોલમાં સભા થઈ હતી. પ.પૂ.બેન પણ આશીર્વાદ આપવા પધાર્યાં હતાં. પૂ.કસ્તૂરીબેન વિષે મોટેરાંએ સરસ લાભ આપ્યો અને સાથી મુક્તોએ કસ્તૂરીબેનના આખા જીવનવૃતાંત દર્શાવ્યું. તેના સારરૂપ…
કસ્તૂરીબેન પૂર્વનો તેજસ્વી આત્મા. પ્રભુની ખોજ કરવા ઘણાં આશ્રમમાં ગયાં. ક્યાંય મન ના ઠર્યું. નાનપણથી પ્રભુપ્રાપ્તિની અદમ્ય ઝખંનાએ ભગવાન શીવને રીઝવવા વ્રત કર્યાં, તેના ફળ સ્વરૂપે શીવે કહ્યું કે “ભગવાન પૃથ્વી પર પ્રગટ છે, તું વિદ્યાનગર જા ને તને પ્રત્યક્ષ ભગવાન મળશે. આજ્ઞા કે આદેશ જે કહો તે માની કસ્તુરીબેન ગંગામામીને ઘરે વિદ્યાનગર આવ્યાં ને મામી જ્યોતમાં લાવ્યાં. પપ્પાજીને કહ્યું કે, આને ભગવાન ભજવા છે. તો પપ્પાજી કહે થોડો ટાઈમ જ્યોતમાં રહો. પછી ઘેર મોકલ્યા ને કહ્યું કે, ‘ચિત્તવૃત્તિના નિરોધ માટે ઘરે જઈ તું મૂર્તિની સ્મૃતિ કરજે.’ બે મહિના પછી તને લેવા આવશું. અને સાચે જ બે મહિના પછી પપ્પાજીએ દીદી અને શોભનાબેનને કલક્ત્તા મોકલ્યાં ને ક્સ્તુરીબેનને લઈ આવ્યાં. ખપ, શૂરવીરતા, ગરજ રાખી શોભનાબેનનો પડછાયો બની તેમના ખભેખભા મિલાવી તેમનું કાર્ય કરવામાં સહભાગી બન્યાં. પપ્પાજીએ ધ્વનિમુદ્રિત આશિષ આપતાં કહ્યું કે, આ કસ્તુરી ભગવાન ભરોસે જ્યોતમાં આવી. ખપ, ગરજ રાખી સાધના કરી તો અત્યારે શોભનાની પરછાંઈ બની ગઈ. પૂ.કસ્તુરીબેને લાભ આપતાં કહ્યું કે, આપણે પરાભક્તિ પર્વ વાણીના મૌનથી ઉજવવો છે. ખપ પૂરતું, ભક્તિ પૂરતું બોલીને મૌન જાપ કર્યા કરીએ.
{gallery}/images_in_articles/newsletter/2011/May_/12.05.11kasturiben hirak jayantee photo/{/gallery}
(૪) ૧૫/૫/૧૧ પૂ. પૂ.પલક પટેલના લગ્નની મહાપૂજા
પ.પૂ.તારાબેનનું જતન પામેલ મુંબઈના જૂના સત્સંગી નાનાલાલભાઈની કુટુંબની દીકરી પ.મુ.નીતાબેન અમિષભાઈ (વિદ્યાનગર) ની સુપુત્રી ચિ.પલક પટેલના લગ્ન નિમિત્તેની મહાપૂજા પ્રભુકૃપામાં દિવ્ય પપ્પાજીના સાંનિધ્યે થઈ. લગ્ન પહેલાં ગુરૂહરિ પપ્પાજીની પ્રદક્ષિણા ફરવાનો પલકનો સંકલ્પ હતો. તે સંકલ્પ આજે પૂરો થયો. પ.પૂ.બેન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.હંસાદીદી, પ.પૂ.જશુબેન, પૂ.દયાબેન, પૂ.લીલાબેનના સાંનિધ્યે મંગલ મહાપૂજા થઈ. પ.પૂ.બેને આશીર્વાદ આપ્યા કે તમે ખૂબ સુખી સુખી થાવ. વાળ જેવું પણ દુઃખ નહીં આવે. ભક્તિ સભર આ વાતાવરણમાં આવેલા સહુ સગાં સ્નેહીઓ દિવ્ય આંદોલનોથી ધન્ય બન્યા. સૌ સ્વરૂપોએ પણ તેઓની નિષ્ઠા અને સત્સંગનો જોગ વધતો રહે અને તન, મન, ધન, આત્માથી સુખી થાય તેવા આશિષ આપ્યા.
ધન્ય હો પ્રભુ પપ્પાજીની દિવ્યતાને,
ધન્ય હો પ.પૂ.તારાબેનના અનેરા જતનને,
ધન્ય હો આવા પૂર્વના અનાદિ મુક્તોને !
{gallery}/images_in_articles/newsletter/2011/May_/15.05.2011 mahpuja in p.k/{/gallery}
મે મહિનાનું પખવાડિયું વિધવિધ ભક્તિભાવે પસાર થયું. જેની સ્મૃતિ આપની સમક્ષ ધરી વિરમીએ છીએ. પ.પૂ.બેનની તબિયત સારી છે. પ.પૂ.બેન આવી નાજુક ઉંમરે પણ સમૈયાઓથી સભામાં દર્શન આપે છે. દરરોજ નિયમિત પ્રભુકૃપામાં સવાર સાંજ દર્શને પધારે છે. સહુ મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો, મુક્તોના જય સ્વામિનારાયણ.
એ જ જ્યોત સેવક ના જય સ્વામિનારાયણ.