Click here to donate and support the Pappaji Divya Prakash Parva this November

01 to 18 Sep 2011 – Newsletter

                                           સ્વામિશ્રીજી                                                                                                                                                                              

જય ગુરૂહરિ પપ્પાજી, પરાભક્તિ પર્વની જય જય જય

સપ્ટેમ્બર અને ભાદરવા માસની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! ભાવભર્યા જય સ્વામિનારાયણ !

આપ જાણો છે તે મુજબ આપણા વ્હાલા ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન ૧લી સપ્ટેમ્બર છે. (૧લી સપ્ટેમ્બર world peace day તરીકે ઓળખાય છે.) પ્રાગટ્યતિથિ ભાદરવા વદ-૬ છે. આ વખતે પપ્પાજીનો ૯૫મો પ્રાગટ્યપર્વ છે. તો પ્રભુએ કેવી કમાલ કરી કે,

૧લી સપ્ટેમ્બર ગણેશ ચોથથી સપ્ટેમ્બર-ભાદરવાનો સુંદર સુમેળ સધાયો !

૧. ૧લી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની રજા આવી તો..

૨.ભાદરવા વદ-૬ ૧૮/૯ ના રોજ રવિવારની રજા આવી.

 

આ બંને દિવસ જ્યોત પ્રાંગણમાં ઉજવણી થઈ તેની દર્શન-સ્મૃતિ આપણે ત્યારે માણી તથા જે તે અઠવાડિયું માણી હતી. આજે અહીં આપણે આખાય સપ્ટેમ્બર મહિનાની સ્મૃતિની વાત સંયુક્ત રીતે કરીએ. તે શું તો મોટા સમૈયાનું દર્શન આપણે કર્યું. પરંતુ આ મહિનો તો જ્યોતમાં જાણે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સંભારણાંની ડાયરી ખુલ્લી હોય તેવું થયું. મહારાજે જેમ પરમહંસોને નિત નવાં વર્તમાન બદલીને ખૂબ તાવ્યા હતા અને પોતાની મૂર્તિનું સુખ પણ આપ્યું હતું. રાજીપો પણ આપ્યો હતો. તેવું જ પપ્પાજીએ પણ કર્યું છે.આશ્રિત સાધક મુક્તોને સુખ-શાંતિ ને આનંદથી ભગવાન ભજાવવા અને આગળ લેવામાં અનેક રીત અપનાવી છે ! નિત નવો આનંદ ! નિત નવી આજ્ઞાઓ આપી છે અને આજ્ઞા પળાય ના પળાય ! થાય ન થાય તોય રાજી…બસ રાજી…

 

આમ, વહેતું જીવન અને તેમાં વહાણ તરતું મૂકાવી, હલેસાં વગર મંજિલે પહોંચાડવાનો પ્રયત્ન જીવનભર કર્યો છે. તે એક એક વર્તમાનની નવી નવી સ્મૃતિઓ જે દરેક સાધકના અંતરમનમાં કે ડાયરીમાં પડી છે. મનથી વાગોળાઈ રહેલી આ સ્મૃતિને પ્રેક્ટીસ કરવાનો ચાન્સ આ મહિના દરમ્યાન દરેક સાધકને મળી રહે તેવું સુંદર આયોજન આપમેળે પપ્પાજીની પ્રેરણાથી થયું ! અને તે રીતે આનંદ કરાવવાનો અવસર પ્રાપ્ત થયો છે !

પપ્પાજીએ ઘણાં વર્તમાન (આજ્ઞાઓ) ફરતા ફરતી મૂર્તિમાં રહેવાની આપી હતી. તેના ઉપરથી બે બે દિવસના કાર્યક્ર્મો પ્રેક્ટીકલી યોજાયા.

૧. જીવનમંત્ર કરવો. ત્રણ ત્રણ કલાકે અંતરર્દષ્ટિ કરી લેવી. ભજન કરી લેવું. તે સંદર્ભે આજ્ઞા સ્મૃતિ.

૨. દરેક મુક્તને મહારાજ કહીને પછી નામ બોલીને બોલાવવા. દા.ત.મહારાજ હરિનીબેન

૩. દરેક મુક્તને સ્વામી કહીને પછી નામ બોલીને બોલાવવા. દા.ત.સ્વામી ભાવનાબેન

૪. આજે ૧૧ પ્રદક્ષિણા ફરવી.

૫. આજે ૧૫ મિનિટ જપયજ્ઞ કરવો.

૬. આજે ગુરૂને પંચાગે પગે લાગવું.

૭. સ્વાધ્યાય કરવો મનન કરવું.

૮. ૯૫ દીવાની આરતી કરાવી.

૯. આનંદબ્રહ્મ – પપ્પાજીના જીવન દર્શનના આધારે રમત રમાડીને કરાવ્યો.

૧૦. પપ્પાજી વિશેના ભજનોનો કાર્યક્ર્મ રાખ્યો.

આવી આવી તો અનેક સ્મૃતિઓ બહેનોની અંતર ખાણમાંથી નીકળી છે. અને તેની રજૂઆત પણ ખૂબ જુદી જુદી રીતે થઈ છે. આમ, દરેક મુક્તને જુદી જુદી પ્રેરણા થઈ, ચાન્સ મળ્યો, સેવા મળી. અને સ્વધર્મ સાથે બ્રહ્માનંદ ! આનંદ આનંદ થયો. સપ્ટેમ્બરના દરેક દિવસ અજોડ અને અદ્વિતિય રીતે પસાર થઈ રહ્યા છે. એવા આનંદના એક ભાગ રૂપે જ જાણે ડૉ.ભાવનાબેન શેઠની હીરક જયંતી આવી. તા.૧૦/૯/૧૧ના રોજ હતી. તેની ઉજવણી ૧૧/૯/૧૧ના થઈ. તે પણ પપ્પાજીના કાર્યના એક ભાગરૂપ સેમ્પલ રૂપ જ હતી. તેવું આ સુમેળમાં અનુભવાયું. તેથી અહીં આપણે ડૉ.ભાવનાબેન ની હીરક જયંતી નહીં, પરંતુ પપ્પાજીનો પ્રાગટય-સંકલ્પ-કાર્યના દર્શન કરીશું.

(૧) તા.૧૧/૯/૧૧ પ.પૂ.પપ્પાજીના સ્વ સંકલ્પ સર્જન ડૉ.ભાવનાબેન શેઠની હીરક જયંતી

જ્યોતનાં બહેન સદ્દગુરૂ A પૂ.ડૉ.ભાવનાબેન શેઠની હીરક જયંતીની ઉજવણી આજે જ્યોત પપ્પાજી હૉલમાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી. ગુરૂહરિ પપ્પાજી સંકલ્પસ્વરૂપ છે. પૂર્વનાં જે જે ચૈતન્યો કે જેમનું અધૂરૂં ગયા જન્મનું હોય તે પૂરૂં કરવા માટે જન્મ ધર્યો હોય!  તથા તે કરી પ્રભુનું કાર્ય કરવા માટે પ્રભુએ માનવ દેહ આપ્યો હોય ! તેવા અનાદિ અક્ષર મુક્તોને આ ફેરે સ્વામિશ્રીજી સ્વરૂપ ગુરૂહરિએ સ્વ સંકલ્પે પોતાની નજીક ખેંચ્યા અને ચૈતન્યોની પ્રગતિનું કાર્ય કર્યું છે ! એવા અનાદિના ચૈતન્ય માહિલા પૂ.ડૉ.ભાવનાબેન શેઠ છે. તેની ખાત્રી(નિશાની) છે કે,

{gallery}/images_in_articles/newsletter/2011/Sept/10-09-11 DR.BHAVNABEN HIRAK PARVA{/gallery}

૧. જૈન કુટુંબમાં જન્મેલા ભાવનાબેનના કપાળમાં જન્મથી તિલક અને ચાંદલો હતો. તે અત્યારે (ભલે ઝાંખો) પણ છે. સ્વામિનારાયણનો તિલક ચાંદલો આ જૈન કુટુંબની બાળામાં કેમ ? એનો ઉકેલ ડૉ.ભાવનાબેનને જ્યોતનો-દીદીનો-પપ્પાજીનો સંબંધ ઈ.સ.૧૯૭૪થી થયો ત્યારે મલ્યો.

૨. પપ્પાજીએ સંજીવની મંત્ર લખ્યો છે. તે પોતાના આંતરિક સ્વ અનુભવનો નિચોડ છે. તે સંજીવની મંત્રના ૧૦ મુદ્દામાંનો ૪થો મુદ્દો છે કે, “તે સેવા માટે જ્યારે જ્યાં જેની જેટલી જરૂર હશે, ત્યારે ત્યાં તે તેટલું જ આપી રહેશે.”

યોગીજીમહારાજે પપ્પાજીને બહેનોની સેવા આપી ! બહેનોના આશ્રમના મહંત શ્રી પૂ.હંસાદીદી ને ઈ.સ.૧૯૭૩માં એક સંકલ્પ થઈ ગયો કે, “આ સંત બહેનો માટે ડૉક્ટર્સ બહેનો હોય તો સારૂં. નિષ્કામ સંકલ્પ પ્રભુએ ત્વરિત સ્વીકાર્યો અને એક ડૉક્ટર્સ બહેનોનું ઝૂમખું જુદી જુદી લાઈનમાં ડૉક્ટર્સ તરીકે ઉત્તીર્ણ થયેલાં ૭ બહેનો જ્યોતના જોગમાં આવ્યા કે જેમને આજીવન સેવા અર્થે જ જીવવાનો એક આદર્શ હતો. તે સાતમાંના જ આ ડૉ.ભાવનાબેન હતાં. ઈ.સ.૧૯૭૩માં B.D.S ડૉ. ભાવનાબેન થયેલા.

ગુરૂહરિ પપ્પાજીએ બહેનોને ભગવાન ભજાવવામાં ભક્તિમાર્ગી સાથે કર્મયોગનો માર્ગ પણ શરૂ કરેલો. ડૉ.ભાવનાબેનને કર્મયોગી ડેન્ટીસ્ટ તરીકે સેવા બજાવવાની આજ્ઞા આપી. ડૉ.ભાવનાબેને કર્મયોગી આદર્શ સાધક તરીકેની સાધના ખૂબ ટૂંક સમયમાં કરીને પપ્પાજીના સ્વપ્ન મુજબના આદર્શ બન્યા. સોનાને ગરમી આપી, ઓગાળી, પછી ઘાટ ઘડાય છે તેમ ભાવનાબેન પણ ખૂબ કસણીમાંથી પસાર થયાં. સ્વરૂપનિષ્ઠા, માહાત્મ્યેયુક્ત સેવા અને સ્વભજનથી બાજી જીતી ગયાં. નથી ફરિયાદ કરી, નથી ઉંહકારો કર્યો, નથી ઓશિયાળા કર્યા. તો પ્રભુનું નિમિત્ત પાત્ર બની ગયા.

ઈ.સ.૨૦૦૩માં કેન્સરનું નિદાન થયું અને એ પણ અસાધ્ય રીતનું હતું. આ બધી જે વાત લખાઈ રહી છે તે જાણે એક ફિલ્મ સ્ટોરી (કાલ્પનિક વાર્તા જેવું લાગે છે) પરંતુ ના…ના આ તો સગી આંખે જોયેલી બીના છે.

ભાવનાબેન ડૉક્ટર સાધકમાંથી સદ્દગુરૂ બન્યાં છે. તેમના આશ્રિત ભક્તના તીવ્રતાભર્યા ભજન આજીજી સ્વીકારીને પપ્પાજીએ ભાવનાબેનના કેન્સરને “અલોપ થઈ જશે.” એવા આશીર્વાદ આપ્યા. ભાવનાબેન આ સમય દરમ્યાન કેવળ તટસ્થ ! કેવળ નિમિત્ત બનીને રહ્યાં છે. પપ્પાજીના આશીર્વાદ મુજબ જે ભાવનાબેનને ડૉક્ટરે ૩-૬ મહિનાની જીવનરેખા કહી હતી તે ખોટી પડી ! ભાવનાબેન તો ટ્રીટમેન્ટની સાથે દેહાતીત રહી કર્મયોગની સેવા કરતાં રહ્યાં. ભાવનાબેને તેમનું કાર્ય કર્યું.

ગુરૂહરિ પપ્પાજીનું બ્રહ્મસૂત્ર છે, “Speak less work more, Let your result speak for you.” એ મુજબ ભાવનાબેન જીવ્યાં. મોરના ઈંડાંને ચિતરવાં ન પડે ! તેજસ્વી ચૈતન્ય ! મહારાજના વખતના પરમહંસ સાધુ હતા. કર્મયોગમાં પણ સાધક અવસ્થામાં નાની નાની આજ્ઞાઓ અંર્તયામી માનીને પાળી. તેમની પાસે દાંતની ટ્રીટમેન્ટ લેવા આવનાર બહારના પેશન્ટોને અંતરમાં અનુભવ થાય કે ભાવનાબેન ભગવાનધારક સંત છે. અથવા ભગવાન એની ખૂબ નજીક છે ! આમ, વર્તન વાતુ કરે. વર્તનથી સુવાસ પ્રસરાવીને જ્યોતનું ગૌરવ વધાર્યું છે અને પપ્પાજીની સિધ્ધાંતિક પ્રસન્નતાનાં પાત્ર બન્યાં છે. પપ્પાજી કહે છે કે, “ભાવનાબેન એવો સેવાનો આદર્શ છે. હાલતું-ચાલતું ચૈતન્ય મંદિર છે. દેખાડો નહીં, સહજાવસ્થામાં તે વર્તે છે. ભગવાન ધારીને નિઃસ્પૃહી રહીને બધું કરે છે. એનો પડઘો પડે છે.”

આમ, હીરક જયંતીની સભા દરમ્યાન જે ગુણ ગવાયા તેનો આ ટૂંકસાર છે. આજની હીરક જયંતીની ઉજવણી કરવા માટે ભાવનાબેનના પૂર્વાશ્રમનાં સગાં-વ્હાલાં સહકુટુંબ આવ્યાં હતાં. તેઓ ખૂબ રાજી થયા અને ગૌરવ અનુભવતા હતા. જૈન સગાંવ્હાલાં ગુણ લેતા થયા. એટલું જ નહીં, પરંતુ સાથ આપી સેવામાં ભાગીદાર બન્યાં ! એનું કારણ ભાવનાબેનનું જીવન છે ! સાથી મિત્ર ડૉ.નિલમબેને કિશોરવયથી આજ સુધીની ભૂતકાળની વાતો કરી હતી. કે જેના સાક્ષી ભાઈ-ભાભી અને મિત્રો વગેરે હાજર હતાં ! તેથી યાત્રા જેવો આનંદ આવ્યો હતો. આમ, આજની હીરક સભા ખૂબ સરસ થઈ ! ચાર કલાક બધાનાં અંતર પકડી રાખ્યાં હતાં.

આમ, પૂ.ડૉ.ભાવનાબેનનો હીરક મહોત્સવ ખૂબ સરસ રીતે દિવ્યતાથી ઉજવાયો ! શું ભાવનાબેનની હીરક જયંતિ હતી ? ના. ના. આજે તો સપ્ટેમ્બર મહિનામાં ભાદરવા માસમાં આવેલી આ હીરક જયંતી એ તો ગુરૂહરિ પપ્પાજીના કાર્યનું એક સચોટ દર્શન હતું.

(૧) આમ, ભાવનાબેનની હીરક જયંતી ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યપર્વના એક ભાગરૂપ ઉજવાઈ. જે સપ્ટેમ્બર માસના આયોજનના એક ભાગરૂપ છે. આ બધી પ્રેરણા પપ્પાજીની બકુબેન પટેલે ઝીલી હતી. અન્યએ બકુબેન પટેલને માન આપ્યું હતું. આમ, ધન્ય થયો સપ્ટેમ્બર માસ ! ધન્ય થયો ભાદરવો મહિનો !

(૨) બીજું કે ૨૦૧૧નું આ વર્ષ ! જે મહાભાગ્યશાળી છે જે ‘પરાભક્તિ પર્વ’ લઈને પધાર્યું છે ! તેવા આખા વર્ષની અનંત પળોને ધન્ય કરી છે પૂ.દિવ્યાબેન પટેલે. તેઓએ પપ્પાજીની ખૂબ વિશાળ પ્રેરણા ઝીલીને જ્યોતમાં એક અવનવું આયોજન કર્યું હતું. વર્ષ દરમ્યાન ૯૫ ચરણ પ્રશ્નો-ઉત્તર પ્રેરણાની રમત જે કેવળ પપ્પાજીની પરાવાણી, પપ્પાજીની સ્મૃતિ, પપ્પાજીનાં વચનોના અનુસંધાને હતી. જ્ઞાન અને સ્મૃતિ ખૂબ ઘૂંટાવી

ઘૂંટાવીને અમૃત તારવ્યું છે. જેનું વર્ણન અહીં લખવું શક્ય નથી.બસ ધન્યવાદ ! ધન્યવાદ ! ધન્યવાદ ! પ્રેરણા દેનારને અને તેઓના આદેશ મુજબ વર્તીને લખનારને પણ ધન્યવાદ !

{gallery}/images_in_articles/newsletter/2011/Sept/BHADARVA VAD 6 VIDH VIDH PROGRAMME{/gallery}

આ બંને વસ્તુ વાર્ષિક અને માસિક કાર્યક્ર્મ સ્વૈચ્છિક, ક્મ્પલસરી નહીં. બસ આટલું કહીને વિરમું છું.એ જ સર્વે મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો, મુક્તોના જય સ્વામિનારાયણ.

સ્વતંત્રતાના આગ્રહી પપ્પાજીની જય જય જય.

ગુરૂહરિ પપ્પાજીની જય હો…..

પરાભક્તિ પર્વની જય હો…..

 

                                               લિ. જ્યોત કિરણ P.૭૧ ના જય સ્વામિનારાયણ !