Feb 2013 – Newsletter

સ્વામિશ્રીજી                         

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે ફેબ્રુઆરી માસ દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ સમૈયાની સ્મૃતિ માણીશું.

(૧) તા.૧/૨/૧૩

ગુરૂહરિ પપ્પાજીની પ્રાગટ્ય સ્મૃતિ – સાક્ષાત્કાર દિનની સ્મૃતિ સહ દર ૧લી એ સાંજે ૭.૩૦ થી ૯.૦૦ જ્યોતમાં કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ હોય છે. જેમાં જ્યોતનાં બહેનો, પ્રભુકૃપાની સભાના ભાઈઓ ઉપરાંત ગૃહસ્થ હરિભક્તો તેમજ સંબંધવાળા ભક્તો સહકુટુંબ લાભ લે છે. તે મુજબ આજે પણ પંચામૃત હૉલમાં કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ રાખ્યો હતો.

(૨) તા.૩/૨/૧૩

જ્યોતમાં નિત સવારે ૮.૩૦ વાગ્યે બહેનોની મંગલ સભા થાય છે. પ્રભુકૃપામાં ભાઈઓ ૭.૧૫ થી ૮.૦૦ સંઘધ્યાન કરે છે. તેમાં જે દિવસે જે સ્વરૂપનો પ્રાગટ્યદિન હોય તે દિવસે તે સ્વરૂપનો મહિમાગાન કરી ઉજવણી એ રીતે થાય છે. આજે પ.પૂ.કાકાજી મહારાજનો સાક્ષાત્કારદિન હતો. પ.પૂ.પપ્પાજીએ કાકાશ્રી વિશેની વાત કરીને ધ્વનિમુદ્રિત આશીર્વાદ આપ્યા હતા. જેમાં કાકાશ્રીની ચિદાકાશી સમાધિના દર્શન કરાવ્યાં હતાં. તે વાતના સંદર્ભમાં પ.પૂ.દીદીએ છેક ૧૯૫૨ની સ્મૃતિ ચંદન ચર્ચાની તાર્દશ્ય કરાવીને કાકાશ્રીનો અપાર મહિમા ગાયો હતો. તે જ સંદર્ભે કાકાશ્રીના મહિમાની પ.પૂ.દેવીબેને પણ વાતો કરીને આપણા સહુ મુક્તો માટે ગદ્દ ગદ્દ કંઠે કાકાજી-પપ્પાજી-બા ને પ્રાર્થના ધરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/feb/03-02-13 P.P.KAKASHRI SHAKSHATKAR DIN/{/gallery}

(૩) તા.૪/૨/૧૩

નવા બોરીંગનો ખાત મુહૂર્ત વિધિ સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ માં થઈ. પપ્પાજી હૉલની ભૂમિ(જગ્યા) કે જ્યાં અનેકવાર પપ્પાજીના ચરણાર્વિંદ પડ્યાં છે. એવી પ્રસાદીની ભૂમિ પર પૂ.યશવંતભાઈ દવેએ મહાપૂજા વિધિ કરી હતી. સહુ સદ્દગુરૂઓ-મુક્તોએ આરતી કરી પુષ્પાંજલિ કરી હતી. આ સમયે જૂના જોગી પૂ.બિપીનભાઈ પટેલ (U.S.A) હાજર હતા. તેઓના હસ્તે ગૃહસ્થોના પ્રતિનિધિ રૂપે પ.પૂ.દીદીએ પૂજનવિધિ કરાવી હતી. આ રીતે બોરીંગ કરવાનો પ્રારંભ પૂજનવિધિથી કરાયો હતો. બોરીંગમાં પાણી સરસ આવ્યું. પ્રથમ બોરીંગ પ્રભુકૃપાના પ્રાંગણમાં થયેલ તે વખતની ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ આ અઠવાડિયા દરમ્યાન સહજ થઈ હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/feb/04-02-13 NEW MAKAN BORING UDGHATAN/{/gallery}

(૪) તા.૯/૨/૧૩ શનિવાર

આજના શુભદિને બે સમૈયા થયા હતા.

૧. સાંકરદા મુકામે પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીના ૭૮મા પ્રાગટ્ય પર્વની ઉજવણી ખૂબ માહાત્મ્ય સભર થઈ હતી. તા.૧૫ ફેબ્રુઆરીને બદલે આજે સમૈયો હતો. કારણ પૂ.દિનકરભાઈને તા.૧૦/૨ ના U.S.A જવાનું નક્કી હોવાથી તેઓનો લાભ લઈ

શકાય તેથી સ્વામીજીએ આજનો દિવસ નક્કી કરેલો.

પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીને પપ્પાજીએ ‘માહાત્મ્ય સમ્રાટ’ નું બિરૂદ આપેલ છે. તે મુજબ આજનો સમૈયો પણ અલૌકિક થયો હતો. જેમાં ખરા મહાત્મ્યનાં દર્શન થયાં હતાં. આજ્ઞાએ કરીને સાધુ થનાર એવા સંતોને યોગીજી મહારાજના આશીર્વાદ હતાં કે “પાત્ર પણ હું ઘડીશ, બ્રહ્મરસ હું પૂરીશ.” એ આશીર્વાદના સાકાર દર્શન થઈ રહ્યાં છે તે સ્મૃતિ સાથ પાંચ સ્વરૂપોનાં આસન પાત્રના ડેકોરેશનમાં હતાં. ખૂબ સરસ દિવ્યતા સભર ડેકોરેશનમાં આજે એકલા અક્ષરવિહારી સ્વામીજીનો નહી પરંતુ પાંચેય સ્વરૂપોનો પ્રાગટ્યદિન ઉજવાયો હતો. દુનિયામાં આઈડિયા તો ઘણા ઘણા હોય છે પરંતુ ખરો આધ્યાત્મિક આઈડીયા કે જે આવા માહાત્મ્યની સરવાણી રૂપે વહેતો હોય છે ! એવા માહાત્મ્યનાં દર્શન વર્તનથી આજે અક્ષરવિહારી સ્વામીજી અને મુઠ્ઠીભર સંતો, હરિભક્તોએ વર્તનથી કરાવ્યાં હતાં.

પાંચ સ્વરૂપોના પ્રાગટ્યદિનની ઉજવણી થઈ.

(૧) પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી  (૨) પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી  (૩) પ.પૂ.ગુરૂજી  (૪) પ.પૂ.સાહેબજી 

(૫) પ.પૂ.દિનકરભાઈ – શિકાગો

{gallery}/images_in_articles/newsletter/2013/feb/09-02-13 P.P.AKSHARVIHARI SWAMIJI 78th BIRTHDAY SAKARDA/{/gallery}

એક એક સ્વરૂપને વારાફરતી પૂજન, હાર, કેક, મહિમાગાન અને આરતી કરીને ઉજવણી કરી હતી. વર્તનથી સ્વામીજીએ દાસત્વભક્તિ, સેવકભાવ અને મિત્રોમાં અને સંબંધવાળામાં મહારાજ જોવાનાં દર્શન કરાવ્યાં હતાં. ઔપચારિકતા વગરનું પ્રામાણિક જીવન એટલે સ્વામીજી ! પપ્પાજીનું સૂત્ર છે કે “માહાત્મ્ય સભર સંબંધવાળાની સેવા એ જ પૃથ્વી પરનું અક્ષરધામ છે.” એ સૂત્રનું સાકાર સ્વરૂપ એટલે અક્ષરવિહારી સ્વામીજી ! તેઓએ પોતાના આશિષ પ્રવચનમાં પણ સેવાની માગણી જ કરી હતી. બધા સ્વરૂપોએ ખરેખર ખૂબ સરસ વાતુ કરી અને ખરા ગુણાતીત જ્ઞાનનું પાન કરાવ્યું હતું. અખિલ ગુણાતીત સમાજમાંથી આજના આ સમૈયામાં પધારેલ સહુ ભક્તોએ ખરી ધન્યતા અનુભવી હતી.

૨. પ.પૂ.દિનકરભાઈ, પૂ.બાપુ, પૂ.ભરતભાઈ અને હરિભક્તોની માહાત્મ્ય મિલન સભા આજે તા.૯/૨ ના રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ જ્યોત મંદિરમાં થઈ હતી. પ.પૂ.દીદીના નાના સૂચનને સ્વીકારી, સમય ફાળવી આજે તેઓ પધાર્યા અને ઓચિંતી સભાની ગોઠવણ થઈ ! તે પણ બાંધકામના સંજોગ અનુસાર જ્યોત મંદિરમાં સભા થઈ હતી. પરંતુ જાણે જૂનાં સંસ્મરણો સાકાર થયાં. આ મંદિરમાં સંઘધ્યાન, સભાઓ, પોષીપૂનમની શિબિરો વગેરેની સહજ સ્મૃતિઓ વારાફરતી કરાવીને ગોષ્ટીના રૂપમાં આજની સ્મૃતિ સભા થઈ હતી. એમાંય પૂ.બાપુએ બુંદીના ડબ્બાની પપ્પાજીની સ્મૃતિ તો વર્ણન સાથે કરાવી હતી. વળી, સોનાબાની રૂમ, ધબ્બો, પ્રસાદ વગેરે સ્મૃતિથી જૂના સર્વ મુક્તો ભાવવિભોર થયા હતાં. પ.પૂ.દિનકરભાઈએ કાકાજી-પપ્પાજી શતાબ્દી મહોત્સવ – પેરીસમાં આ વર્ષે ૧૨, ૧૩, ૧૪ ઑગષ્ટ સમૈયાનું આમંત્રણ આપ્યું હતું. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જશુબેનના પણ આશીર્વાદ ગો્ષ્ટિરૂપે પામ્યા. વળી, ભજનોથી સભામાં ભક્તિભાવના આનંદમાં અભિવૃધ્ધિ થઈ હતી. સભા બાદ પપ્પાજી હૉલમાં થયેલ બોરીંગ કામ અને બાંધકામના ખાડામાં તેઓના હસ્તે પુષ્પવૃષ્ટિ કરાવી પગલાં પડાવીને આશીર્વાદ લીધા હતા.

{gallery}/images_in_articles/newsletter/2013/feb/09-02-13 SABHA AT MANDIR DINKAR BHAI BHARAT BHAI/{/gallery}

(૫) તા.૧૪/૨/૧૩ પ.પૂ.તારાબેનનો ૬૦મો સાક્ષાત્કાર દિન

અવિભક્ત પરમાત્મા સ્વરૂપ પૂ.તારાબેનના હીરક સાક્ષાત્કાર દિનની ઉજવણી તા.૧૨/૨ થી શરૂ થઈ હતી. તા.૧૨/૧૩ રાત્રે પ.પૂ.તારાબેન રાજી થાય તેવું સુંદર પ્રભુદર્શન નાના બહેનોએ ખૂબ મહેનતથી એડીટીંગ કરીને તૈયાર કરેલ તેનું દર્શન બે દિવસ કરાવ્યું હતું તથા તા.૧૪/૨ ના સવારે ૯.૦૦ થી ૧૦.૦૦ પ્રથમ સભા જ્યોત મંદિરમાં થઈ હતી. જેમાં તારક સર્જન એવાં પૂ.લીલાબેન, પૂ.મીનાબેન ગાંધી, પૂ.દયાબેનનો લાભ મહિમાગાનમાં લીધો હતો. પ.પૂ.કમ્બાના આશીર્વાદ જૂના સંસ્મરણો સાથે માણ્યાં હતાં.

આજે રાત્રિ સભા ૮.૩૦ થી ૧૦.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં થઈ હતી. જ્યોતના બહેનો તથા પ્રભુકૃપાની સભાના ભાઈઓએ લાભ લીધો હતો. આજની સભામાં પ.પૂ.જ્યોતિબેન કે જેઓ તારાબેનની સાથે ને સાથે સહુથી વધારે રહ્યાં છે એવાં જ્યોતિબેને આનંદસ્મૃતિ સાથે લાભ આપ્યો હતો. બાળપણનાં બાળચરિત્રની સ્મૃતિ પણ કરાવી હતી. તેવું જ, પ.પૂ.દેવીબેને પણ તારદેવની જૂની સ્મૃતિગાન સાથે મહિમાગાન કરીને ધન્ય કર્યાં હતાં ! તારક ભૂલકાંઓને નવજ્યાં હતાં. પ.પૂ.પપ્પાજીની પરાવાણીનો તારાબેન વિશેનો ધ્વનિ મુદ્રિત લાભ હતો, જાણે સાકાર વાત કરી રહ્યા હોય તેવો રણકાર અને તેવી પ્રગટપણાની કૃપાની અનુભૂતિ હતી ! તેવું જ…  પૂ.તારાબેનનો વાણીપ્રસાદ ધ્વનિમુદ્રિત છતાંય પપ્પાજીના જ મહિમાની વાતો જાણે બેસીને કરી રહ્યાં હોય તેવી અનુભૂતિ સાથે સમૈયાની પૂર્ણાહુતિ થઈ હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/feb/14-02-13 P.P.TARABEN SWARUPANUBHUTIDIN/{/gallery}

(૬) તા.૧૫/૨/૧૩ વસંત પંચમી

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીમહારાજ જયંતી અને શિક્ષાપત્રીનો પ્રાગટ્યદિન. આજનો દિવસ ખૂબ મોટો ગણાય. આજે મંગલ સભામાં ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિ મુદ્રિત લીધા હતા. પપ્પાજીએ પાયાની વાત આજના દિવસની સ્મૃતિ સાથે કરી કે, આજે શાસ્ત્રીજી મહારાજ પ્રગટ્યા ! અક્ષર પુરૂષોત્તમની ઉપાસના શાસ્ત્રી મહારાજે સમજાવી. શ્રીજી મહારાજ સાથે મૂળ અક્ષરને રાખવા પડશે. સ્વામિનારાયણ ભગવાન સાથે ગુણાતીતાનંદ સ્વામીને મધ્યમંદિરે પધરાવ્યા.

સર્વોપરી પુરૂષોત્તમનારાયણ પ્રગટ્યા. એમણે આધ્યાત્મિક ગ્રંથ વચનામૃત આપ્યો. આલોક ને પરલોકમાં સુખીયા થવા માટે શિક્ષાપત્રી આપી. શ્રીજી મહારાજ અસાધારણ યુગપુરૂષ. સર્વોપરી પુરૂષોત્તમ નારાયણ. એમને થયું, સત્સંગીને બાંધવા નથી. દેશકાળ, ક્રિયા, સંગ, શાસ્ત્ર સત્પુરૂષ બદલી શકે તેવું પણ લખી દીધું. આપણાં ધન્ય ભાગ્ય કે કાકાજી હતા ને બધા સાક્ષાત માન્ય સ્વરૂપોએ ભેગા થઈને ‘આચારસંહિતા’ આપી. અત્યારે એવાં સાધુસ્વરૂપ બહેનો પણ પાક્યાં. જેવી સ્થિતિ કરવી હોય તેવી કરી શકાય. સહુ કોઈ કરી શકે તેવો જોગ આપ્યો. આમ, પપ્પાજીએ (પોતાનું નામ તો ક્યારેય ના જ દે.) છતાંય આ જોગનું, પોતાના કાર્યનું દર્શન કરાવી ધન્ય કર્યા.

પ.પૂ.દીદીનો લાભ પણ આજના પર્વે ‘વસંત પંચમી’ ના સંદર્ભેની પપ્પાની સ્મૃતિ સાથે લીધો હતો. ૧૯૮૩ ની વસંત પંચમીએ ‘વૈશાલી-વે બ્રીજ’ નું ઉદ્દઘાટન કરવા પપ્પાજી રાજકોટ પધારેલા. ત્યારે ગોંડલ જોગીમહારાજના સ્મૃતિ મંદિરમાં દર્શને ગયેલા. ત્યાં જોગીમહારાજની આરસની મૂર્તિની છાતી પપ્પાજીને ધબકતી દેખાઈ હતી અને પપ્પાજીએ સાકાર રીતે વાતો કરતા હોય તેમ પ્રાર્થના કરી હતી. વગેરે સ્મૃતિની વાતો કરી હતી. પ.પૂ.દીદીએ કહ્યું હતું કે, “આપણે ધબકતી છાતીવાળા મુક્તો એકબીજામાં પપ્પાજીને જોતા થઈએ.” એવું સૂત્ર આશીર્વાદ સાથે આપી ધન્ય કર્યાં હતા.

(૭) તા.૧૭/૨/૧૩ રવિવાર ડૉ.વિણાબેનનો સ્વરૂપાનુભૂતિદિન

ડૉ.વિણાબેનનો સ્વરૂપાનુભૂતિદિન ની ઉજવણી જ્યોત મંદિરમાં રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ ગુરૂહરિ પપ્પાજીના દિવ્ય સાંનિધ્યે અને સદ્દગુરૂ સ્વરૂપોની નિશ્રામાં બહેનોની સભામાં થઈ હતી. સહુપ્રથમ ડૉ.વિણાબેને ધન્યતાના ભાવથી તથા ગુરૂહરિ પપ્પાજીને પુષ્પગુચ્છ અર્પણ કર્યા. ત્યારબાદ પૂ.ભાવનાભાભી વડોદરાએ ડૉ.વિણાબેનને કલગી અર્પણ કરી અને આશીર્વાદ લીધા હતા. ડૉ.વિણાબેનને બોરસદના નવા ડૉ.ડીમ્પલબેને પ્રાર્થના પત્ર રૂપે કાર્ડ અર્પણ કર્યું હતું અને તેનું વાંચન અને અનુભવ દર્શનની વારી પણ સભા સંચાલક પૂ.ઝરણાબેન દવેની આજ્ઞાથી આપી હતી. દીદી સ્વરૂપ પૂ.જયુબેને ડૉ.વિણાબેન વિષે મહિમાગાન સાથે લાભ આપ્યો હતો. ડૉ.રેણુબેન પટેલ (લંડન) ડૉ.વિણાબેનના હૉસ્ટેલ કૉલેજથી મિત્ર હતાં. તેમને પણ વિણાબેન વિષે વારી આપી હતી. તેમાં તેઓએ એક સરસ સ્મૃતિ પણ કરાવી હતી કે, ૧૯૯૧માં પપ્પાજી સાથે ડૉ.વિણાબેન ઈંગ્લેન્ડ આવ્યાં હતાં. ત્યારે વિણાબેને પપ્પાજીને મારો પરિચય આપતાં કહ્યું કે આ રેણુ મારી ફ્રેન્ડ છે. અમે મેડીકલ કોલેજમાં સાથે જ હતાં. ત્યારે પપ્પાજી કહે કે, “હું અને રેણુ બ્રહ્મવિદ્યાની કૉલેજમાં સાથે છીએ.” આમ, પપ્પાજીએ મિત્રભાવે સંબંધમાં આવેલા રેણુબેનના મિત્ર બનીને સંબંધ બાંધી એમની માળાના મણકામાં એન્ટ્રી આપી દીધી, એટલું જ નહીં, એ રેણુબેન ગૃહસ્થ હોવા છતાંય આજે ડૉ.વિણાબેન અને બધી ફ્રેન્ડ જ્યોતમાં આવ્યાં અને જેવી પ્રાપ્તિ કરાવી છે તેવી પ્રાપ્તિ કરવાની તેઓની અંતર અભીપ્સા મુજબ ડૉ.રેણુબેન પણ એકાંતિક ગૃહસ્થ આદર્શ સાધુ છે. પરમ ભાગવત સંત છે. ખરેખર બ્રહ્મવિદ્યાની કૉલેજમાં પપ્પાજીએ એન્ટ્રી આપી એટલું જ નહીં પણ કૉલેજ પાસ કરાવીને ડીગ્રી પણ પ્રાપ્ત કરાવી એવા પપ્પાજીના રમુજી વચન પણ સૉલીડ આશીર્વાદ રૂપ હોય છે. તેનું દર્શન થયું. તેમાં ડૉ.વિણાબેનનો પણ ફાળો છે. “મારી બધી જ ફ્રેન્ડને પણ પપ્પાજી ઓળખાઈ જાય.” એવી સુહ્રદ પ્રાર્થના વિણાબેનની શરૂઆતથી હતી, તે પ્રાર્થના સ્વીકારીને પપ્પાજીએ ત્યાગી-ગૃહી આખાય ડૉક્ટર ગ્રુપને ધન્ય કર્યાં છે. આવા આત્માના સુહ્રદ મિત્ર ડૉ.વિણાબેનને કોટિ ધન્યવાદ અને પ્રણામ !

{gallery}/images_in_articles/newsletter/2013/feb/20-02-13 DR.VINABEN DIVINE DAY IN JYOT MANDIR/{/gallery}

પ.પૂ.દીદી પણ સભામાં આશીર્વાદ આપવા પધારી ગયાં. પૂ.ચંપાબાને આ સભામાં યાદ કર્યા વગર રહેવાય જ કેમ ? વિણાબેનને માતુશ્રી ચંપાબાએ પ્રત્યક્ષનો જોગ આપ્યો. ત્યારથી માંડીને બધી સ્મૃતિની વાતો કરી. વિણાબેન (દીદી) પાસે આવ્યાં. સંતની ફરજ શું ? કે જે ચૈતન્ય સંબંધમાં આવે તેને પ્રભુ આપવા. મારી પાસે ‘આરાધના’ પુસ્તક હતું. તેમાં પપ્પાજીનો લેખ હતો. “દિવ્ય ધબ્બો” તે હું વાંચતી’તી. ત્યાં પપ્પાજી પ્રત્યક્ષ પોતે આવીને બિરાજ્યા. અને એમણે જ આ લેખ સમજાવ્યો. એવું ભવ્ય મુખારવિંદ લાગે ! પપ્પાજીએ કંઠી વિણાને પહેરાવી અને જીવમાં સ્થાન લીધું. આજ્ઞા આપી કે શનિ-રવિ રજાઓમાં જ્યોતમાં બહેનોને તપાસવા આવજે, સેવા કરજે. વિણાબેનની ઈન્ટર્નશીપ પૂરી થઈ ! પપ્પાજીની આજ્ઞાથી સર્જન બન્યાં. પહેલી જ ટ્રાયલે પાસ થઈ ગયા. પછી આજ્ઞાથી બોરસદ મ્યુનિસિપાલિટી હૉસ્પીટલમાં જોડાયાં. પપ્પાજી અનંતવાર બોરસદ પધાર્યા છે. બોચાસણથી હરિભક્તો બોરસદ દવા લેવા આવતા. સંતોની દવા લેવા પણ હરિભક્તો આવતા. યોગીબાપાના સંબંધવાળાની સેવા વિણાબેન પાસે પપ્પાજીએ ઈનડાયરેક્ટ રીતે કરાવી છે. પપ્પાજીનું જીવન કાર્ય, જીવન સૂત્ર સિધ્ધાંત છે કે સંપ, સુહદભાવ ને એકતા રાખી સંબંધવાળાની સેવા કરી લેવી. એ સૂત્ર પ્રમાણે પપ્પાજીની આજ્ઞા મુજબ આખા સમાજની અનેક હરિભક્તોની સેવા, સુશ્રુષા, દવા વિણાબેને કરી છે. પોતાના ક્વા્ર્ટ્સ પરથી ટીફીન મોકલીને કરી છે. આર્થિક સ્થિતિ નબળી હોય તેવા ભક્તોની હાશ લીધી છે. પપ્પાજીની રૂચિ મુજબ સેવા કરી છે, કરાવી છે. વિણાબેનને ખૂબ ધન્યવાદ છે. અંતમાં દીદીએ કહ્યું કે, ૨૦૧૬માં પપ્પાજીનું શતાબ્દી પર્વ છે. ત્યાં સુધીમાં આપણે નીરવ રહેતા થઈ જઈએ. વિણાબેન ! તમેય પ્રાર્થના કરજો. અને હે પપ્પાજી ! વિણાબેનની તબિયત સરસ રાખજો. અમે તમારી પ્રસન્નર્તાર્થે પળેપળ પસાર કરીએ. એવા આપના ભક્ત બનાવો. એ જ પ્રાર્થના.

ડૉ.વિણાબેને યાચના પ્રવચનમાં ગુરૂહરિ પપ્પાજીની પ્રાપ્તિની સભરતાની વાત કરતાં માગણી કરી કે, છે. ૩૫માં થી છે.૨૬માં જતાં રહીએ, દાસત્વભક્તિની યાચના કરી હતી. તે સહુએ પોતાને માટેની યાચના માની પ્રાર્થના સાથે સભાની પૂર્ણાહુતિ થઈ હતી.આમ, આજે ડૉ.વિણાબેનનો સ્વરૂપાનુભૂતિદિન જાણે શિબિરના રૂપમાં સિધ્ધાંતિક રીતે પપ્પાજીની સ્મૃતિ સાથ ઉજવાયો હતો.

(૮) તા.૧૮/૨/૧૩ અસ્થિ વિસર્જન નિમિત્તે મહાપૂજા

પૂ.સવિતાબેન લાખાણી (જૂહુ-પાર્લા) ના અસ્થિ વિસર્જન નિમિત્તે પ્રભુકૃપામાં મહાપૂજા સાંજે થઈ હતી. પૂ.સવિતાબેન લાખાણીના દીકરી પૂ.સુમીબેન મુકેશભાઈ ઉનડકટ લંડનથી મહાપૂજા કરાવવા આવ્યાં હતાં. પૂ.સવિતાબેન એટલે પ.પૂ.બેનના અનન્ય ભક્ત. ઈ.સ.૧૯૮૬માં લંડનમાં બેનના જોગમાં આવ્યાં, સત્સંગમાં આવ્યા પછી આત્માની શાંતિનો અનુભવ કર્યો ! પ.પૂ.પપ્પાજી, પ.પૂ.બેનમાં એકધારી નિષ્ઠા ! બેને તેમને પૂ.રમીબેનનો સમાગમ આપ્યો. સમાગમથી સત્સંગમાં પ્રગતિ કરી. લગભગ ૭૦ વર્ષની ઉંમર હતી અને શરીરમાં મોટી બીમારી આવી ! ખૂબ નિરાશ થઈ ગયેલ ! તે વખતે પ.પૂ.બેને આશીર્વાદ આપેલા કે તમને ૮૦ વર્ષ મહારાજ રાખશે. અને ખરેખર એવું જ બન્યું કે ૮૦ વર્ષ ખૂબ સારી રીતે પૂરાં કર્યાં અને ૮૧મું વર્ષ ચાલતું હતું અને ખૂબ સુખરૂપ ધામમાં ગયા ! એમની દીકરી પૂ.સુમીબેને મહાપૂજા કરાવી ! ઠાકોરજીને બધી બહેનોને થાળ જમાડ્યો. સુમીબેનના દીકરા ‘સમય’ ના હસ્તે અસ્થિ વિસર્જન મહીસાગર નદીમાં થયું. ભક્તિભાવ પૂર્વક સરસ આખો કાર્યક્ર્મ સંપન્ન થયો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/feb/18-02-13 MAHAPUJA SAVITABEN LAKHANI ASTHI VISARJAN/{/gallery}

(૯) તા.૧૯/૨/૧૩ મંગળવાર

પૂ.પ્રભાબેન જયંતિભાઈ પટેલ (હાલોલ) ના પરિવારના મુક્તોએ ભેગા મળી સુખદ મંગલ મહાપૂજા કરાવી પુણ્યની પ્રાપ્તિ કરી હતી. જ્યોત મંદિરમાં સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ માં પપ્પાજીના દિવ્ય સાંનિધ્યે સદ્દગુરૂ સ્વરૂપો મુક્તોના સાંનિધ્યે પૂ.યશવંતભાઈ દવે, પૂ.ઈલેશભાઈએ તેઓના પુત્ર-પુત્રીઓના કુટુંબને મહાપૂજા કરાવી દિવ્યતાનો આનંદ અનુભવાયો હતો. મહાપૂજામાં આ ત્રણેય દંપતિએ લાભ લીધો હતો.

૧.પૂ.તૃપ્તિબેન હેમેશભાઈ પટેલ   ૨.પૂ.બીનાબેન પ્રહલાદભાઈ પટેલ

૩.પૂ.છાયાબેન રાહુલભાઈ પટેલ

પૂ.પ્રભાબેન અને પૂ.જયંતિભાઈ જૂના જોગી ! ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે લાભ લીધેલો તે જૂની વાતો પ.પૂ.જ્યોતિબેન અને પ.પૂ.દીદીએ પૂ.પ્રભાબેન વગેરેએ કરી હતી. પૂ.છાયા (બંટો) ઉભરાટ શિબીરના સાંસ્કૃતિક કાર્યક્ર્મના મહારાજ હતા ! વળી, મોટા દીકરી પૂ.બીનાબેનના લગ્ન સહુપ્રથમ આ જ મંદિરમાં થયાં હતાં. વગેરે સ્મૃતિ તાજી થઈ હતી. આમ, ધન્યતાનો દિવ્ય આનંદ માણ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/feb/19-02-13 MAHAPUJA PRABHABEN HALOL/{/gallery}

(૧૦) તા.૨૦/૨/૧૩ બુધવાર

સમર્પિત આદર્શ ગૃહસ્થ પૂ.હરિશભાઈ ઠક્કરના (વિદ્યાનગર) નવા નિવાસ સ્થાને ‘પવિત્ર’ માં પ્રભુકૃપામંડળના ભાઈઓનો કીર્તન-ભજનનો કાર્યક્ર્મ આજે રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ માં સંપન્ન થયો હતો ! તથા વડીલ સંત પૂ.ઈલેશભાઈના વિશેષ સ્મૃતિદિન નિમિત્તે બ્રહ્માનંદ માણ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/feb/20-02-12 P.ILESHBHAI BIRTHDAY/{/gallery}

(૧૧) તા.૨૩,૨૪ ફેબ્રુઆરી ગુણાતીત પ્રકાશ ભાઈઓની શિબિર

ગુરૂહરિ પ.પૂ પપ્પાજીની આજ્ઞા મુજબ ગુણાતીત પ્રકાશના ભાઈઓની એક શિબિર આ વખતે અમદાવાદ ખાતે યોજાઈ હતી. તા.૨૩ અને ૨૪ ફેબ્રુઆરી બે દિવસની શિબિરમાં કુલ ૩૨ જેટલા ગુણાતીત પ્રકાશના ભાઈઓએ ભાગ લીધો હતો. પૂ.દિલીપભાઈ ભોજાણી પણ આ શિબિરમાં લાભ લેવા ને આપવા ખાસ ઈંગ્લેન્ડથી પધાર્યા હતા. ૨૨મીની સાંજે સૌ સાધક ભાઈઓ વિદ્યાનગર પ્રભુકૃપામાં એકત્રિત થયા. પ.પૂ.દીદી અને પ.પૂ.જ્યોતિબેને ખૂબ રાજી થકા આશીર્વાદ અને પ્રસાદ આપ્યા. રાત્રે સૌ અમદાવાદ પહોંચ્યા. અમદાવાદના યુવકોએ પુષ્પ ગુચ્છ અને સંગીતના સથવારે સૌનું સ્વાગત કર્યું. રાત્રે સૌ ભાઈઓએ ગુણાતીત પ્રકાશના ભાઈઓના આધ્યાત્મિક અલ્પ પરિચય આપતી સી.ડીના દર્શન કર્યા. તેમાં ગુણાતીત પ્રકાશના ભાઈઓના પ.પૂ.,પપ્પાજી સાથે ફોટોગ્રાફ્સ લીધા હતા.

તા.૨૩મીની સવારે પ.પૂ.પપ્પાજીની પ્રસાદીના એવા પરિમલ ગાર્ડનમાં સંઘધ્યાન કર્યું. આજે પૂ.પિયુષભાઈનો પ્રાગટ્યદિન હતો. તે નિમિત્તે સાધનાની જાગ્રતતા અને માહાત્મ્ય સભર રહેવાની સુંદર વાતો પૂ.પિયુષભાઈએ કરી. આ get togather માં મુખ્યત્વે પૂ.દિલીપભાઈ અને પૂ.વિરેનભાઈ એ લાભ આપ્યો. ૨૩મી ની સાંજની સભા અને આનંદ બ્રહ્મ પૂ.અમીતભાઈ દવેના ફાર્મ પર કર્યાં હતાં. ત્યાં પૂ.પિયુષભાઈનો પ્રાગટ્યદિન પણ ઉજવ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/feb/23-24-02-13 PRAKASH VRATDHARI BHAIYO SHIBIR AT AHMEDABAD/{/gallery}

સૌ સાધક મિત્રોએ ખુલ્લા મનથી આ શિબિરમાં ભાગ લીધો હતો અને સાધના દરમ્યાન થતી મૂંઝવણ અને પ્રેક્ટીકલ પ્રોબ્લેમ વિશે વિસ્તૃત ચર્ચા કરી અને તેનાં સમાધાન મેળવ્યાં. પૂ.બાબુકાકા, પૂ.પિયુષભાઈ, પૂ.કે.પી.ભાઈ, પૂ.વિજયભાઈ, પૂ.સુરેશભાઈ ગાંધી, પૂ.શાહભાઈ, પૂ.નંદુભાઈ, પૂ.હરેશભાઈ, પૂ.સોઢાભાઈ, પૂ.ઈલેશભાઈ વગેરે સાધક મુક્તોએ પોતાના ગુરૂહરિ પપ્પાજી સાથેના અનુભવોની સુંદર વાતો કરી ને સાધનાની જાગ્રતતા આપી હતી. અમદાવાદનાં બહેનો અને ભાઈઓએ ખૂબ જહેમત ઉઠાવી સેવાની, જમવાની સુંદર વ્યવસ્થા કરી હતી. ઝીણી ઝીણી બાબતોનું વિશેષપણે ધ્યાન રાખી સૌની મૂર્તિ લૂંટી લીધી હતી. આમ, ગુરૂહરિ પપ્પાજીની રીતે શિબિર કર્યાનો આનંદ માણી વિસર્જન કર્યું. કોટિ કોટિ વંદન હો ગુરૂહરિ પપ્પાજીને !

(૧૨) તા.૨૮/૨/૧૩ શાશ્વત સ્મૃતિદિન અને પ.પૂ.મમ્મીજીનો સ્વરૂપાનુભૂતિદિન

આજે સવારે બહેનો પપ્પાજી તીર્થ પર પ્રાર્થના, પ્રદક્ષિણા માટે (દર મહિનાની ૨૮મી એ જાય છે તેમ) ગયાં હતાં. તથા પ્રભુકૃપામાં દર્શન, પ્રાર્થના અને મમ્મીજીનો સ્મૃતિ પ્રસાદ પણ માણ્યો હતો. રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ ભાઈઓએ ‘શાશ્વત ધામે’ લાભ લીધો હતો. આ રીતે આખો મહિનો સ્મૃતિ સહ, માહાત્મ્યસભર પસાર થયો હતો.

અત્રે પ.પૂ.બેનની તબિયત સરસ છે. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેનની તબિયત પણ સરસ છે. તેઓ આ ઉંમરે પણ સારા-માઠા, નાના-મોટા, સુખ-દુઃખના પ્રસંગે ભક્તોની વહારે દોડી જાય છે. અને પપ્પાજી અર્પી સહુને ધન્ય કરે છે. એ ધન્યતાના આનંદ સાથે અત્રેના સર્વે સ્વરૂપો-મુક્તો વતી, સર્વત્ર વસતા સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવક ના જય સ્વામિનારાયણ.