Jan 2012 – Newsletter

                           સ્વામિશ્રીજી                          

જય ગુરૂહરિ પપ્પાજી

પપ્પાજી સ્વરૂપ દર્શન હીરક પર્વની જય જય જય, ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો,

નવા વર્ષના ઈ.સ.૨૦૧૨ વર્ષ પ્રારંભના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

ઓહો ! ઈ.સ.૨૦૧૨ની સાલનો પ્રારંભ તો સમૈયાથી જ થયો! ગયા વર્ષે ૨૦૧૧ના વર્ષે શરૂ થયેલ “શ્રી સ્વામિનારાયણ વિશ્વ મંગલ મહોત્સવ, આંતરરાષ્ટ્રીય ગુણાતીત સમાજ સત્સંગ સંમેલન તથા યુવા અધિવેશન.”

તે ૨૦૧૧માં પૂરૂં થયું. આખું વર્ષ જાણે યોગી પરિવારના મુક્તો સાથે રહ્યા! અને વર્ષનો પ્રારંભ ગુણાતીત સ્વરૂપોના દર્શનથી થયો ! સમૈયા ઉત્સવથી થયો ! એવું આ ૨૦૧૨નું વર્ષ તો ખૂબ મોટા ઉત્સવો લઈને આવી રહ્યું છે !

પ.પૂ.કાકાજી-પપ્પાજીની હીરક સાક્ષાત્કાર ઉત્સવ લઈને આવેલ છે. એવા આ વર્ષના પ્રારંભના મહિનાની જ્યોત સ્મૃતિની વાતો અહીં આપણે ટૂંકમાં કરી લઈએ.

(૧) તા.૧/૧/૧૨ રવિવાર

૧લી તારીખની આપણને ગુરૂહરિ પપ્પાજીની વિશેષ સ્મૃતિ છે જ. દર ૧લી તારીખે સાંજે ૭.૩૦ થી ૯.૦૦ કીર્તન આરાધના સંયુક્ત રીતે થાય છે. તે આપ જાણો છો. છતાંય આપણે વર્ષ પ્રારંભની ૧લી તારીખ છે તો સ્મૃતિ કરી લઈએ. કીર્તન આરાધનાની તારીખ ૧લી જ કેમ રાખી છે ? તો ૧લી સપ્ટેમ્બર ૧૯૧૬ ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન “World Peace Day” ગણાય છે. ૧લી જૂન ૧૯૫૨ ગુરૂહરિ પપ્પાજીનો સ્વરૂપાનુભૂતિદિન !

૧લી જૂન ૧૯૬૬ શ્રી ગુણાતીત જ્યોત મહિલા કેન્દ્રનો સ્થાપનાદિન ! ખુદ પપ્પાજીને પણ ૧લી તારીખનું ખૂબ મૂલ્ય ! લેખ લખે ગમે તે તારીખ હોય પણ જો આગળ-પાછળ ૧લી સપ્ટેમ્બર કે ૧લી જૂન આવતી હોય તો તા.૧લી જ લખે ! પપ્પાજીની તારીખ લખવાની નાની સ્મૃતિ કરી લઈએ. પપ્પાજી ખૂબ ચોક્કસ ! દરેક વાત, દરેક બાબત લખીને વ્યક્ત કરવાની આગવી રીત પપ્પાજીએ શીખવી છે. કાંઈપણ હોય તો પેડ-પેન માંગે ! પેનનું ઢાંકણુ પાછું પેનની પાછળ જ લગાવી દે. જેથી ખોવાઈ ના જાય ! ચશ્માં પહેરી લખવાનો પ્રારંભ કરે, ઈષ્ટદેવ ! ઉપાસ્યદેવનું આહવાન પણ લાંબુ ! સ્વામિશ્રીજી, ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરૂષોત્તમની જય અવશ્ય લખે ! વળી, તારીખ પણ લખવાની ભૂલે નહીં. જમણા હાથે ઉપર તા. લખીને અટકી તારીખ યાદ કરે. ક્યારેક સેવક સામું જોઈ તારીખ પૂછતા હોય તેમ અટકે … એક વખત આ રીતે તારીખ યાદ કરતા હોય તેવું લાગ્યું. સેવકે કહ્યું કે, આજે ૧૭/૫/૮૬. તો પપ્પાજી કહે કે, કેમ ? ૧૭મી મે એ તારું કાંઈ છે ? તો કહે ના પપ્પાજી ! પપ્પાજીએ તો ૧/૬/૮૬ લખી. આસપાસના મુક્તો હસી પડ્યા ! પપ્પાજી કહે કેમ હસો છો ? મારે મન ૧લી તારીખ મોટામાં મોટો દિવસ છે ! જોગીબાપાની મારી સ્મૃતિનો દિવસ છે !બીજા મુક્તએ કહ્યું, હા પપ્પાજી. ૧લી તારીખ તો આપના જોગીની અને અમારા જોગીની ખૂબ પ્રસાદીની તારીખ છે.પપ્પાજી કહે એટલે ? ત્રીજા મુક્તરાજ કહે એટલે ૧લી સપ્ટેમ્બર ! ફરી હાસ્યનું મોજું ફરી વળ્યું. ચોથા મુક્તરાજ કહે કે, આપણા સોનાબાનો કેન્દ્ર નંબર પણ ૧ છે. પપ્પાજી કહે કે, એટલે જ હું બધે ૧લી તારીખ લખું છું. બા કહે શું કીધું ? ભક્તોએ બા ને સમજાવ્યું, બા ઉંચો હાથ કરતાં હાસ્ય સામે કહે કે, “પરબારા ને પોણાબાર !” આવી જીવંત સ્મૃતિ ૧લી તારીખની કરીને આપણે નવા વર્ષની જ્યોત સ્મૃતિનો પ્રારંભ કરીએ.

તા.૧/૧/૨૦૧૨ની કીર્તન આરાધના પપ્પાજી હૉલમાં હતી. થોડી સંખ્યાથી કીર્તન ભજનનો પ્રારંભ થયો ! તેમાં સમઢિયાળાથી બહેનો-ભાઈઓ પધાર્યા અને સામેલ થયા ! પપ્પાજીના માહાત્મ્યના ભજન ગવાયાં ! સહુ આર્ત હ્રદયે, ભાવ વિભોર થઈ પપ્પાજીની સ્મૃતિમાં સહજ સરી પડ્યાં. સમઢિયાળાના સમૈયાની સ્મૃતિ પ્રસંશા સાથે પ.પૂ.દેવીબેને નવા વર્ષના ખૂબ સરસ આશીર્વાદ વરસાવ્યા. “આપણે સહુ હળીમળી આત્મીયતાથી જીવન જીવીએ, જે જ્યાં છીએ ત્યાં, એકમેકના ગુણગાન ગાઈએ. સૌનાય સુહ્રદ બનીને વર્તીએ.” તે પછી દેવીબેને પૂ.ઈલેશભાઈને સમૈયાની સ્મૃતિ કરાવવા કહ્યું. પૂ.ઈલેશભાઈએ તો ખૂબ ટૂંકમાં છતાંય પ્રેક્ટીકલ રીતે વર્ણન કરીને બધાને જાણે પળવાર માટે સમઢિયાળા લઈ ગયા ! માહાત્મ્યની હુંફાળી નદીમાં સહુનેય સ્નાન કરાવી દીધું ! પૂ.નિર્મળસ્વામીજીનું વર્તન જ ચોમેર વાત કરતું અનુભવ્યું.

{gallery}/images_in_articles/newsletter/2012/Jan/1.1.12 KIRTAN ARDHANA{/gallery}

(૨) તા.૬/૦૧/૧૨ શુક્રવાર પૂ.ગજરાબા (લંડન) ની જીવચર્યાની મહાપૂજા

પૂ.ગજરાબા (લંડન) ની આનંદ સ્મૃતિની મહાપૂજા ! (જીવચર્યાની મહાપૂજા) ગજરાબા કહે કે, “જીવચર્યાની મહાપૂજા ના કહેશો. પપ્પાજીની નિષ્ઠા થઈ ત્યારથી મોત તો મરી ગયું છે. આનંદ કરવો અને ભક્તોને આનંદ કરાવવો એ શેષ જીવનમાં કરવાનું છે.” એવી આધ્યાત્મિક ઉચ્ચ સમજણ પપ્પાજીની રીતની ધરાવનાર આ વિશેષ પ્રતિભાશાળી ગજરાબા એ સર્વ સ્વરૂપોને ગજરા (પુષ્પગુ્ચ્છ) ની સાથે સાડલા ઓઢાડી અભિવાદન કર્યું.

બધા વ્રતધારી બહેનો-ભાઈઓને વસ્ત્રાર્પણ કરી, ભોજન જમાડી આનંદ કરાવ્યો અને બ્રહ્માનંદ માણ્યો હતો.

(૩) તા.૮/૧/૧૨ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીનો ૭૮મો પ્રાગટ્યપર્વ

પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીનો ૭૮મો પ્રાગટ્યપર્વ કરજણ મુકામે આત્મીય મહોત્સવ તરીકે ઉજવાયો. ઓહોહો ! અસંખ્ય મુમુક્ષુઓ આ સમૈયામાં પધાર્યા હતા.કેવા સાધુ આ સ્વામીજી ! અવિરત છૂપો શ્રમ કરીને પાંદડે પાંદડે સત્સંગ કરાવવાનું શ્રીજીસંકલ્પનું અને યોગીજી મહારાજનું કાર્ય હાથ ધર્યું છે. અને આ ઉંમરે પણ કરી રહ્યા છે. એમની ખાતર માથું આપે તેવા, માથું કાપી વાવ ભરાય તેટલા મરણીયા સમર્પિત હરિભક્તોનો સમાજ- સંતો, બહેનો, સહિષ્ણુ અને ગૃહસ્થ યુવાનો તૈયાર કર્યા છે. અખિલ ગુણાતીત સમાજના મુક્તોએ પણ ભાગ લીધો હતો. અસંખ્ય હરિભક્તોએ આ મહોત્સવમાં પ.પૂ.સ્વામીજીના દર્શન પરાવાણીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. વળી, ‘ઘેર બેઠા ગંગા’ આધુનિક ટેકનોલોજી ચેનલ દ્વારા પણ લાખો ભક્તોએ લાભ લીધો હશે. અને સંબંધયોગે અજાણતાં પણ સંબંધ પામ્યા હશે. જય હો ! હરિપ્રસાદ સ્વામી મહારાજની ! કરજણ સમૈયો રાત્રે હતો. બીજા દિવસે બ્રહ્મ જ્યોતિ પર પોષીપૂનમના સમૈયામાં પણ સ્વામીજી આ ઉંમરે આવી નાજુક તબિયત હોવા છતાંય દોડતા હાજર થઈ ગયા ! આ વાતને વિચારતાં ઠંડી તો ઉડી જાય. પરંતુ આળસ પણ ના રહે તેવું આ દર્શન હતું.

{gallery}/images_in_articles/newsletter/2012/Jan/D.8.1.12 P.P.HARIPRASAD SWAMIJI PRAGATYDIN{/gallery}

(૪) તા.૯/૧/૧૨ પોષીપૂનમ ગુણાતીત દીક્ષા તિથિ દિન

ગુરૂહરિ પપ્પાજીને મન આજનો દિવસની ખૂબ મહાનતા છે. કારણ શ્રીજી મહારાજે ગુણાતીતને દીક્ષા આપીને આપણને સનાથ બનાવ્યા. ગુણાતીત ભાવ વહેતો મૂકીને ગુણાતીત સ્વરૂપો દ્વારા પૃથ્વી પર અખંડ રહ્યા. આ દિવસને ‘નવા વર્ષ’ તરીકે ઓળખાવે છે. આજના મંગલદિને ઈ.સ.૧૯૬૭ માં પ.પૂ.કાકાશ્રી, પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.બાની આ ત્રિપુટીએ એક અનોખા નવા કાર્યનો પ્રારંભ કર્યો, આધુનિક સાધુ ! અંતર સાધુ બનાવવાની વ્રતધારી ભાઈઓની નવી પાંખ ખોલી પ.પૂ.સાહેબ જેવું એન્જીન તૈયાર હતું. સાથમાં સપ્તર્ષિ મંડળ પૂર્વનું હતું. એવા અદ્રિતિય આઠ ભાઈઓને અનોખું વ્રત આપ્યું. ગુણાતીતનો દિક્ષા દિન ! એ આ આઠ ભાઈઓનો પણ દિક્ષાદીન બન્યો. જેની ઉજવણી દર વર્ષે ભક્તિભાવથી બ્રહ્મજ્યોતિ પર થાય છે. વળી,બ્રહ્મજ્યોતિ  પારમિતાનો પાટોત્સવ પણ આજે છે. પ.પૂ.સાહેબની પ્રેરણાથી પૂ.મનોજભાઈ સોની અમદાવાદ આંબેડકર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને ગૃહસ્થ સાધુ છે, તેઓએ સ્વયં રચિત “શ્રી અક્ષર પુરૂષોત્તમ ઉપાસના કથામંગલ” પુસ્તકનું પારાયણ આગલા દિવસે કર્યું હતું. તે પારાયણ ખૂબ ભવ્ય થયું હતું. તે સંક્ષિપ્તમાં આજના સમૈયાની સભામાં પ.પૂ.સ્વામિજીના સાંનિધ્યે તથા અખિલ ગુણાતીત સમાજના મુક્તોની સમક્ષ કર્યું હતું. અને ભક્તિનો આહલાદ સહુનાય હૈયે અનુભવાયો હતો. સહુના હૈયે અનુભૂતિ થઈ હતી !

{gallery}/images_in_articles/newsletter/2012/Jan/D-9.1.12 POSHI POONAM{/gallery}

(૫) તા.૧૪,૧૫ જાન્યુઆરી ૨૦૧૨ ઉત્તરાયણ પુણ્ય પર્વણી

ભારત દેશમાં ઉત્તરાયણનું ખૂબ મહત્વ છે. દાન પુણ્યનો દિવસ ! વળી, ગુજરાતમાં પતંગ ઉડાડવાનો બમણો આનંદ ! તેથી બે દિવસની જાહેર રજા લોકો અગાસીમાં રહીને માણે ! પપ્પાજીએ દરેક પર્વને માન આપી આશ્રિત ભક્તો માટે તેમાં પ્રભુતાનું ઘી પૂરીને પર્વનો દીપ જલતો રાખ્યો છે અને પોતાના સાંનિધ્યમાં રમાડી-જમાડી-આનંદબ્રહ્મ કરાવીને સ્મૃતિભાથું ભરી આપ્યું છે. જગત સમજી ના શકે તેવી આ સાધનાની રીત છે ! અખંડ ચિદાકાશી એવા પપ્પાજીએ પતંગ ઉત્સવ કરાવ્યો છે. વળી, ક્રિક્રેટ રમાડીને તો ઠંડી ઉડાડી. ખેલદિલી ! મુક્ત આનંદ ! પ્રામાણિકતા જેવા ભાવો ખીલવ્યા છે. સંસ્થામાં બધી જાતની કમિટિ હોય પણ ‘આનંદ બ્રહ્મ’ કમિટિ ક્યાંય ના હોય ! આવડત પારખીને પપ્પાજીએ આનંબ્રહ્મ કમિટિની રચના કરી હતી. તેને કાર્યરત કરીને સેવાના એક ભાગરૂપે એ મુક્તો દર ઉત્તરાયણ બે દિવસનો સુંદર આનંદબ્રહ્મનો કાર્યક્ર્મ ગોઠવી આનંદ કરાવે છે. ક્રિક્રેટમેચ, થ્રોબૉલ મેચ, ડોઝબૉલ તા.૧૪/૨ ના પપ્પાજી તીર્થ પર રમાડી હતી. ૧૫મીએ જ્યોતમાં હરિફાઈ સ્મૃતિ સહ માણી હતી. આમ, નવા સાધક મુક્તોને રમાડીને અને સચેતના અને સ્મૃતિનું ભાથું ભરી આપ્યું હતું. વળી, અન્ય વડિલ મુક્તોએ દર્શન આનંદ માણી સતત નાના-મોટા આબાલવૃધ્ધ સહુ સાધક મુક્તોને આનંદ કરી-કરાવીને પપ્પાજીની હાજરીનો સતત અનુભવ કરાવ્યો હતો. તથા ગૃહસ્થ મુક્તોએ સેવા કરી જમાડીને ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપોની પ્રસન્નતાનો આનંદ માણ્યો હતો.

ઉત્તરાયણ નિમિત્તે સભાનું આયોજન પણ થયું હતું. ઉત્તરાયણ મહાપૂણ્ય પર્વણીનું પપ્પાજીને ખૂબ મૂલ્ય ! તેમાંય જોળી માંગવાનું ભૂલે જ નહીં. પપ્પાજી દુન્યવી બાહ્ય રીતની જોળી માંગવા પોતાના સંતોને મોકલતા નથી.અને માંગવાનું કહેતા નથી. હરિભક્તો સામેથી પોતાની યથાશક્તિ જે આપવું ઘટે તે આપે છે. પપ્પાજીની જોળી કાંઈક જુદી છે. પ્રકૃતિ પુરૂષથી પરની છે ! પપ્પાજી સમાજ પાસે નહીં, પરંતુ એકાંતિક ભક્તો નિષ્ઠાવાળા મુક્તો ! આશ્રીત સમર્પિત હરિભક્તોની પાસે અંતર સુખીયા કરવાના હેતુથી જોળી માંગે છે. તે શું તો ? તમોને જે કાંઈ આંતરિક હઠ, માન, ઈર્ષા કે અહં ના ભવો નડતા હોય તે મૂંઝવતા સ્વભાવ આજે આ જોગીની જોળીમાં નાખી દેજો. લખીને નાખી દેજો. જોળીમાં નાખી દીધા પછી પાછું લઈ ના લેશો. ગયું તે ગયું હં ! જેવી રીતે ‘દીધેલું દાન પાછું ના લેવાય’ તેમ આ  પ્રભુની રીતે જીવવા નથી દેતા તેવા અંતર શત્રુને પાછા તમારામાં આવવા ના દેજો. પ્રભુના બળે આપી દેજો. કેવી પપ્પાજીની જોળી ! આશ્રિત ભક્તો જન્મ જન્મના સુખિયા થાય. તે સિવાય પપ્પાજીને કાંઈ નથી જોઈતું એવા અનિર્દેશી પપ્પાજીની ઉત્તરાયણની જોળી ભરી દઈને નિરંતર અક્ષરધામરૂપ રહેતા થઈ જઈએ એવી પ્રાર્થના. ધ્વનિમુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ તથા સદ્દ્ગુરૂ સ્વરૂપોના આશીર્વાદ લીધા હતા. આમ, તા.૧૪,૧૫ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ સૌ સદ્દ્ગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે સૌ બહેનોએ બ્રહ્મરમતોત્સવ કરી બ્રહ્માનંદ માણ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/2012/Jan/14.01.12 UTTRAYAN PARVA{/gallery}

{gallery}/images_in_articles/newsletter/2012/Jan/15.01.12 BRAMA RAMATOTSAV{/gallery}

(૬) તા.૧૮/૧/૧૨ પૂ.ડૉ.રેણુબેન (લંડન)ની હીરક જયંતિની ઉજવણી

પૂ.ડૉ.રેણુબેન (લંડન)ની હીરક જયંતિની ઉજવણી જ્યોત પંચામૃત હૉલમાં સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ ની સભામાં થઈ હતી. આદર્શ ગૃહસ્થ સાધુ એટલે પૂ.રેણુબેન ! જ્યોતમાં ડૉક્ટર્સ બહેનો છે તેમના મિત્ર ડૉ.રેણુબેન સાથે ભણેલાં. ગૃહસ્થ માર્ગે એકાંતિક પણુ સિધ્ધ કરીને આજે આદર્શ જીવન જીવી રહ્યાં છે. પ.પૂ.દીદી અને ગુરૂહરિ પપ્પાજીની અસાધારણ નિષ્ઠા ! નિર્દોષબુધ્ધિ, દિવ્યભાવવાળું ઉચ્ચ આધ્યાત્મિક જીવન. પપ્પાજી રાજી થાય તે એક હેતુ જીવનનો છે. પપ્પાજીને અઠવાડિક સભા કરીએ તે ખૂબ ગમે. પૂ.રેણુબેન સભા કરે છે તથા લંડન જ્યોતની સભા સમૈયામાં અચૂક ભાગ લે છે. પૂ.રેણુબેન વિષે આજની સભામાં પૂ.ડૉ.નિલમબેન, પૂ.ડૉ.વિણાબેન, પૂ.ડૉ.પંકજબેને ખૂબ વિગતે વાત કરી હતી. તથા પ.પૂ.દેવીબેન, પ.પૂ.દીદીએ ખૂબ સરસ આશીર્વાદ આપ્યા હતાં કે, રેણુબેન લંડન જેવા દેશમાં પણ પપ્પાજીના થઈને પળેપળ જીવે છે ! અને સેવા સમાગમ સાચા અર્થમાં કરીને આજે પપ્પાજી રૂપ બની ગયા છે. પપ્પાજીનો પ્રકાશ આખા વિશ્વમાં ફેલાવી એમનું કાર્ય કરવાની આંતરિક ઝુંબેશ લઈને ખપથી મંડ્યા છે. પપ્પાજીને એવી મરજી કે, હરિભક્તો જ્યાં હોય ત્યાં અઠવાડિક સભા કરે જ. પૂ.રેણુબેન અવશ્ય સભા કરે, કરાવે તથા લંડન જ્યોતમાં સભા સમૈયા થાય તેમાંય પહોંચી જાય. સત્સંગ પ્રધાન જીવન જીવે છે. પરાભક્તિ પર્વે અહીં સેવા માટે અગાઉથી આવેલા. નાની-મોટી સર્વે સેવા દેહથી પણ કરે. ભર્યા રહી ગુણગાન ગાય અને મનથી પણ કરે, ધનથી આત્માથી પણ સેવા કરીને સેવા જીવનનો આદર્શ પૂરો પાડ્યો છે. તનથી, મનથી, ધનથી,  આત્માથી સુખી સુખી છે. ઉત્તરોઉત્તર એના સુખમાં વધારો થતો રહે ! પપ્પાજીનું કાર્ય (ઓળખ) બનીને રહે ! તેણે ધારેલું ધ્યેય સિધ્ધ કરે તેવા રૂડા આશીર્વાદ દીદી-દેવીબેને આપ્યા હતાં. વળી, રેણુબેને હ્રદયથી યાચના કરતાં ઉચ્ચ માગણી કરી કે, જેના માટે પ્રભુ પપ્પાજીએ આ જન્મ આપ્યો છે. “બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ઉપાસના કરવી.” એ હેતુ આ જન્મે સફળ બને તેવી પ્રાર્થના કરીને પપ્પાજીની સ્મૃતિ પ્રસંગો સાથે વાત કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2012/Jan/18.01.12 DR.RENUBEN LONDEN 60TH BIRTHDAY{/gallery}

(૭) તા.૧૯/૧/૧૨ પ.પૂ.ફોઈનો સુવર્ણ સ્વરૂપાનુભૂતિદિન

ગુણાતીત જ્યોત મહિલા કેન્દ્રના નંબર ૫ જેમનો છે તેવા સિનિયર અસલી સાધુ પ.પૂ.ફોઈના સુવર્ણ સ્વરૂપાનુભૂતિદિનની સભા જ્યોત પપ્પાજી હૉલમાં ખૂબ દિવ્ય રીતે થઈ હતી. માનવ જાય છે અને જીવનની ફોરમ મૂકતો જાય છે. મહામાનવ સાધુ જાય છે અને એવો આદર્શ સ્થાપિત કરી ને જતાં હોય છે. એવા ફોઈ કે જેમની મુમુક્ષુતા, ખાનદાની, સેવાભાવના, નિષ્ઠા, વફાદારી, બ્રહ્માનંદ, સરળતા, સુહ્રદભાવ, દાસત્વભાવ, રાંકભાવ જેવા સાધુ મૂલ્યોનો જીવંત આદર્શ આપ્યો છે. તારદેવની ધરતી પર પ.પૂ.બા-કાકાજી-પપ્પાજીએ રેલાવેલો સિધ્ધાંત “દેહ અને દેહના સગાં કરતાં ભગવાન અને ભગવાનના ભક્તોને પ્રધાન રાખીને જીવન જીવી જાણ્યું છે. એવા ફોઈને વિષે આજે પ.પૂ.દેવીબેન, પ.પૂ.લીલાબેને બહેનોની રાત્રિ સભામાં ટૂંકમાં પણ જૂની સ્મૃતિ સાથે લાભ આપીને ધન્ય કર્યા હતાં. વળી, ગુરૂહરિ પપ્પાજીના પણ ધ્વનિ મુદ્રિત ફોઈ વિષેના ગુણગાન સાથેના આશીર્વાદ પામી ધન્યતા અનુભવી હતી.

(૮) તા.૨૬/૧/૧૨ ‘પ્રસાદ રજ’ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ

‘પ્રસાદ રજ’ સ્મૃતિધામના નૂતનીકરણનો ઉદ્દભવ પ.પૂ.જ્યોતિબેન ૨૦૦૭માં હરિદ્વાર, છપૈયા શાશ્વત સ્મૃતિયાત્રામાં પધાર્યા ત્યારે છપૈયા ધામે શ્રી હરિનાં શૈશવ સ્થાનકોના દર્શન કરીને ખાપાં તલાવડીએ એક સંકલ્પ ધૂન કરાવી કે, આપણે નડિયાદ પપ્પાજી-કાકાજીના શૈશવ સ્થાને સ્મૃતિ મંદિર બાંધવું છે. આ સંકલ્પની જાણ ગુણાતીત જ્યોતના મોટેરાં સ્વરૂપોને અને પવઈનાં વ્રતધારી ભાઈઓને કરી, સૌએ ઉત્સાહ પૂર્વક આ સંકલ્પ સ્વીકારી શ્રી ગણેશ કર્યા. આજે સહુની સહિયારી ભક્તિના ફળ સ્વરૂપે એક તીર્થ સ્થાન અસ્તિત્વને પામ્યું. પપ્પાજી-કાકાજીની બાળ લીલાઓથી ધન્ય થયેલ આ નડિયાદની ધરતીએ ‘પ્રસાદ રજ’ નું નૂતનીકરણ, મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ કાકાજીની સંગેમરમરની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ તા.૨૬મી જાન્યુઆરી ૨૦૧૨ના મંગલ પ્રભાતે ૯.૩૦ વાગ્યે પ્રથમ અખિલ ગુણાતીત સમાજના સ્વરૂપો, સંતો, ભાઈઓની સંનિધિમાં મહાપૂજાથી શુભ પ્રારંભ ન્યાસવિધિ-પૂજન- થાળ-આરતી દ્વારા થયો.’ પ્રસાદ રજ ‘ પ્રવેશદ્વારનું ઉદ્દઘાટન – પ.પૂ.ભરતભાઈ મહેતાના વરદ્દ હસ્તે થયું. બંધુ બેલડી દ્વાર પ.પૂ.અક્ષરવિહારી સ્વામીના વરદ્દ હસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લું મૂકાયું. નવા મંદિરની મૂર્તિઓનું અનાવરણ સ્વરૂપોએ ભેળા મળી કર્યું. કાકાજીની સંગેમરમરની મૂર્તિમાં પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી, પ.પૂ.સાહેબજી, પ.પૂ.નિર્મળ સ્વામીજી, પ.પૂ.દિનકરભાઈએ ન્યાસ કરી દિવ્યતા પૂરી. મૂર્તિઓનું પૂજન ગુણાતીત સમાજના સર્વે કેન્દ્રોના વડીલ ભાઇઓના હસ્તે થયું. પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના વરદ્દ હસ્તે વેદોક્ત વિધિ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ત્યારબાદ સ્વામીજી અને સ્વરૂપોએ આરતી કરી. આ વિધિ બાદ સ્વામીજીએ સંપ, સુહ્રદભાવ, એકતાના અદ્દભૂત આશિષ અર્પી સૌને ધન્ય કર્યા. ત્યારબાદ સૌ પ્રસાદ લઈ વિસર્જીત થયા. ત્યારબાદ બહેનોના કાર્યક્ર્મનો પ્રારંભ થયો. પ.પૂ.દીદી,પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેન, પ.પૂ.પ્રેમબેન, પ.પૂ.આનંદીદીદી, પ.પૂ.યોગીનીબેન તથા સદ્દગુરૂ સ્વરૂપો અને ગૃહસ્થ બહેનોએ ઠાકોરજીને થાળ ધરાવી આરતી કરી. પ.પૂ.જ્યોતિબેનને આજના દિવસે સ્પાઈનનું ઑપરેશન હોવાથી તા.૨૫મીએ આ તીર્થધામે પગલાં કરી સ્મૃતિધામમાં પ્રાર્થના દર્શન કર્યા. ભક્તોને રાજી રાજી કર્યા. પ્રતિષ્ઠા વિધિના કાર્યક્રમ બાદ પ્રાસંગિક સભાનો લાભ લેવા માટે સૌ મુક્તો પૂ.અનિતાબેન દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા) ડે સ્કૂલ, શારદા મંદિરના પરિસરમાં પધાર્યા. સભાનું સંચાલન કરતા ભક્તિભાવે પૂ.હેમંતભાઈ મરચન્ટે વાત કરી કે, ૨૬મી જાન્યુઆરી ગુણાતીત સમાજ માટે સનાતન સ્મૃતિદિન છે. ૨૬/૧/૬૭ના પપ્પાજી-કાકાજી અને બાએ ભાઈઓને વ્રત આપી કર્મયોગી ભાઈઓની પાંખ ખોલી તે દિન. ૨૬/૧/૮૬ના ગુણાતીત જ્યોતમાં કાકાજીએ અગમવાણી વહાવી અંતિમ આદેશ આપેલો તે દિન. આ વર્ષ બંધુ બેલડીના દિવ્ય સાક્ષાત્કારની હીરક જયંતિનું છે તેથી આ વર્ષના આજના મંગલકારી દિનની પસંદગી કરી. સભા પ્રારંભએ સૌ સ્વરૂપોને પુષ્પાર્પણ કર્યા. ત્યારબાદ પૂ.વશીભાઈએ વાત કરી કે, કાકાજીના જન્મ સ્થાને ખૂબ નાની જગ્યામાં સુંદર મંદિર બનાવી પપ્પાજી-કાકાજીનું એક સ્મૃતિ તીર્થ ઉભું કરી દીધું. ભાગ લેનારા સૌને તેમજ ગુણાતીત જ્યોતના બહેનોને કરોડો ધન્યવાદ. પૂ.દિનકરભાઈએ આશિષ આપતાં કહ્યું કે, કાકાજીના જન્મ સ્થાને મૂર્તિ પધરાવી ને મંદિર થયું તેનો ખૂબ આનંદ થયો. શ્રીજી મહારાજના પ્રાગટ્ય સ્થાન જેવી જ પ્રત્યક્ષ સ્વરૂપોની જન્મભૂમિ વિશે ભક્તિભાવ રહે તેવી આ બધા જ સ્વરૂપોને ચરણે પ્રાર્થના. ત્યારબાદ પવઈના ભાઈઓએ બનાવેલું ભજન, વ્હાલમ તમે પધાર્યા, થઈ ગઈ ધરા સુહાવન…… હરિધામના સંતવૃંદના સૂરમાં સાંભળી સૌ મૂર્તિમાં લય થયાં. કીર્તન બાદ પ.પૂ.સાહેબજીએ કાકાજીની બાલ સ્મૃતિઓ કરાવી વાત કરી કે, જ્યારે જ્યારે દર્શને આવીએ ત્યારે આ લીલા ચરિત્રો વાગોળી દર્શન કરીએ તો આપણું આધ્યાત્મિક ઉત્થાન થઈ જાય.જ્યારે પપ્પાજીએ કાકાજીને કહ્યું કે, આપણે સ્વર્ગ પૃથ્વી પર ઉતારવું છે. તો કાકાજીએ પૂછ્યું કે, એ કેવી રીતે ઉતરે ? પપ્પાજી કહે, આપણે બંને એક થઈને જીવીએ ત્યારે. જ્યારે સ્ત્રીઓ આ ઘરમાં આવે ત્યારે પણ. કાકાજી શૂરવીર ! તો કહે, હા ! આપણે જીવીશુ. કરો કોન્ટ્રાક્ટ. ને ખરેખર એક થઈને જીવ્યાં. પૃથ્વી પર અક્ષરધામનું સર્જન કરી કાકાજી-પપ્પાજીએ  અદ્દભૂત આદર્શ પૂરો પાડ્યો. સિધ્ધાંત એક જ કે કોઈનુંય જોયા વિના હળીમળીને જીવીએ. કાકાજી-પપ્પાજી દાખડો કરીને એક અદ્દભૂત સમાજ સ્થાપી ગયા ને આધ્યાત્મિકતા આપી ગયા. તેમાં કંઈ કચાશ હોય તો તે ટાળી કોન્ટ્રાક્ટ આપણેય જીવીને પૂરો કરીએ. અત્યારે આપણા સમાજનું સુકાન સ્વામીજીના હાથમાં છે. તો એવા આશીર્વાદ આપે કે સૌ હળીમળીને કામ કરીએ.

પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીએ પોતાની અને કાકાજીની શૈશવ સ્મૃતિઓ સાથે વાત કરી કે દર વર્ષે ૨૬મી જાન્યુઆરીએ આવી રીતે ગુણાતીત સમાજ આ સ્થાને ભેગા થઈને આ ઉત્સવ ઉજવીએ. બીજું કાકાજીના જન્મ સ્થાન પાસે જૂના મકાનનું મોડેલ મૂકી જન્મની જગ્યા બતાવીએ તો નવી પેઢીને ઓરીજીનલ સ્થાનની સ્મૃતિ થાય. અત્યારે પ્રત્યક્ષ સ્વરૂપો થકી મહારાજ પ્રત્યક્ષ છે. તેમને અક્ષર પુરૂષોત્તમનું સ્વરૂપ માનીને સેવી લઈએ. જેથી તેમનો અનુગ્રહ આપણા પર અખંડ રહે. સ્વામીજી અને સાહેબજીને પ્રાર્થના કરી કે, કાકાજી-પપ્પાજીની ખોટ આ સમાજને લાગવા ન દેશો. અમારા સૌની ને સમાજની જવાબદારી તમારી છે. સભા પૂર્ણાહુતિના આશિષ આપતાં પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ આત્માનું ભાથું બંધાવી દીધું. દેહ ને દેહના સંબંધી કરતાં ભગવાન ને તેના ભક્તો અધિક એ દર્શન કાકાજી પપ્પાજીમાં સહજ જ હતું. બંને ભાઈઓ ભક્તોમાં ખોવાઈ ગયા. તારદેવનો આ પરિવાર પ્રથમ નંબરે આદર્શ, મન, બુધ્ધિ, ચિત્ત અહંથી પર જઈ વિશેષ વ્હાલા ભક્તોને રાખ્યા છે. કાકાજીએ બાપાનો અદ્દભૂત મહિમા ગાઈને બાપાને ઓળખાવ્યા. બાપા રાજી થાય તેવું જ જીવ્યા છે. કેવળ સંબંધ જ જોયો છે. કેવળ બાપા તરફ જ ર્દષ્ટિ. ભક્તોની સેવા એ જ જીવન. દાસના દાસ થઈને બંને ભાઈઓ જીવી ગયા. આપણે આવું જીવવું છે અને જીવાડવું છે. આવા બહુધા સમાજની ભેટ આપવી છે. આ લાગે છે સહેલું પણ એટલું સહેલું નથી. આ વાતો વારે વારે દોહરાવીને કહ્યું કે, વ.ગ.છે. ૭, ૧૧ સિધ્ધ કરવું છે. હજારોના જીવનમાં સહજ બને એ જ પ્રાર્થના. સ્વામીજીના આશિષ બાદ સભાની પૂર્ણાહુતિ થઈ. સૌએ આજ પરિસરમાં મહાપ્રસાદ લીધો. ને પધારેલા ભક્તો કાકાજીના જન્મ સ્થાન લખાવાડ ‘પ્રસાદ રજ’ ધામના દર્શન કરી વિસર્જીત થયા. આખા ઉત્સવનું ખૂબ સુંદર આયોજન. નીતરતો ભક્તિભાવ. અનુપમ મિશનના ભાઈઓ, પૂ.વિમુબેન, પૂ.સુનિલભાઈ પંડ્યા, પૂ.સરોજબેન મચ્છર અને શિક્ષિકા બહેનો, અંબરીષ હરિભક્તો સૌએ ભેળા મળી શારદા મંદિર પરિસર સુશોભિત કરી. સભા વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા ને અન્ય સેવાઓ મહિમાથી ઉપાડી લઈ, ગુણાતીત સ્વરૂપો પ્રત્યેની ભક્તિનું અદ્દભૂત દર્શન કરાવ્યું.

{gallery}/images_in_articles/newsletter/2012/Jan/D.26.1.12 NADIAD MOORTI PRATISTHA UTSAV{/gallery}

પ.પૂ.કાકાજીનું જન્મ સ્થાન ‘પ્રસાદ રજ’

તા.૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને નડિયાદ મુકામે અક્ષરધામ તુલ્ય ‘પ્રસાદ રજ’ સ્થાને એક નૂતન સુમંદિરમનું સર્જન થયું. જ્યાં કાકાજી-પપ્પાજી અને સર્વે સ્વરૂપોની મૂર્તિઓની વિધિવત્ પ્રાણ પ્રતિષ્ઠા તથા મહાપૂજા સંપન્ન થઈ. આ સમયે સમગ્ર ગુણાતીત સમાજના મહાનુભાવો સંતો, બહેનો તથા પ્રકાશના ભાઈઓ હાજર રહ્યાં. પૂ.માયાબેન તથા બહેનોએ મળી નડિયાદ મંડળના મુક્તોની સેવ લઈ સુંદર આયોજન કર્યું હતું. ‘પ્રસાદ રજ’ ગૃહના નિર્માણમાં પૂ.ઘનશ્યામભાઈ અમીન તથા પૂ.વશીભાઈ અને પવઈના મુક્તો સહ સમગ્ર સમાજના ભાઈઓ, બહેનોના સાથ સહકારથી પ.પૂ.કાકાજીની સંગે મરમરની આસનસ્થ મુદ્રામાં કેસરી ઝભ્ભો ને ટોપી પહેરેલી, સ્મિત વેરતી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પ.પૂ.હરિપ્રસાદ સ્વામીએ તથા પ.પૂ.સાહેબ, પ.પૂ.અક્ષરવિહારી સ્વામી, પૂ.દિનકર ભાઈ, પૂ.ભરતભાઈ વગેરે એ મળીને કરી. આજ સમયે મંદિરના હૉલમાંથી ભગવાન સ્વામિનારાયણ તથા બ્રહ્મરૂપોના નામનો જયઘોષ બહાર સુધી ફેલાઈ ગયો. સુમંદિરની અંદરની દિવાલો પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજીની પ.પૂ.યોગીજી મહારાજ સાથેના પ્રસંગોના અતિ સુંદર સ્મૃતિ ચિત્રોથી સુશોભિત થયેલી હતી. સૌ સંતો, બહેનો, યુવકો, ગૃહસ્થોને હરિભક્તોને તેના દર્શનથી ખૂબ જ પ્રસન્નતા અનુભવતા હતા. વળી, દેશ પરદેશથી પધારેલા સંત સ્વરૂપો તથા પૂ.દિનકરભાઈ, પૂ.મહેન્દ્રબાપુ, પ.પૂ.સાહેબજી, પૂ.નિર્મળ સ્વામી, પૂ.શાંતિભાઈ, પૂ.અશ્વિનભાઈ, પૂ.મનોજભાઈ સોની વગેરે  આ સુમંદિરનો મહિમા સમાજમાં સર્વત્ર પ્રસરે તેવા અંતરાશિષ રૂપી મહાપૂજાની પ્રાર્થનામાં સૌ સામેલ થયા હતાં અને પ.પૂ.પપ્પાજીના સમગ્ર સમાજ માટેના બે સંકલ્પોની સિધ્ધિ અર્થે મહાપૂજામાં  જપયજ્ઞમાં જોડાયા હતા. મહાપૂજામાં થાળ આરતી કરી સૌ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સૌ સ્વરૂપોના નામનો જયઘોષ કરીને અત્રેથી નૂતન નિર્માણ પામી રહેલ અનુપમ મિશન સંચાલિત શ્રી શારદા મંદિર હાઈસ્કૂલના પ્રાંગણમાં એક વિશેષરૂપે શણગારેલ શમિયાનામાં જઈ બિરાજ્યા.

પ.પૂ.અક્ષરવિહારી સ્વામીએ પૂ.પપ્પાજીના મહામાનવ એવા પ.પૂ.હરિપ્રસાદ સ્વામીને સમગ્ર ગુણાતીત સમાજની જ આધ્યાત્મિક જવાબદારી પપ્પાજીએ સોંપી છે તેનું જતન કરવા પ્રાર્થના કરી હતી. અને વળી એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે આપણા સમાજના સૌ સ્વરૂપોના પ્રાગટ્યતીર્થમાં સ્મૃતિ સ્થાન સ્થપાય. પ.પૂ.સાહેબે તો કાકાજીએ જન્મ સ્થાન નડિયાદમાં જે બાળલીલાઓ કરી હતી તેની સ્મૃતિ કરાવીને સૌને આનંદીત કરી દીધાં. અંતમાં પૂ.સ્વામીજીએ પણ પોતાનો અંતરનો અભિપ્રાય વ્યક્ત કરતાં આપણા સૌની આધ્યાત્મિક જવાબદારી વિશેષ છે તેવી ટકોર કરી અને છેલ્લે પૂ.પપ્પાજી, પૂ.કાકાજીની સ્મૃતિ સાથે મહાપ્રસાદ ગ્રહણ કરી સૌ સ્વસ્થાને જવા પધાર્યા. લખાવાડ ‘પ્રસાદ રજ’ ધામે પૂ.ઘનશ્યામભાઈ અમીન અને પવઈના ભાઈઓ તેમજ પૂ.માયાબેન દેસાઈ ને પૂ.કુસુમબેન ગોહિલે મંદિરની સુંદર મૂર્તિઓ તૈયાર કરાવવાની સેવા ભક્તિભાવે કરી તે બદલ અનંત વંદન, નડિયાદ જ્યોતના મહંત પૂ.હંસાબેન પાવાગઢી, પૂ.માયાબેન ડે અને નડિયાદ મંડળને કેમ ભૂલાય ? તેમણે તો પ્રારંભથી અંત સુધી આ સેવાને પરમ પદ માની ભક્તિ અદા કરી છે. સેવામાં ભાગ લેનારા, દર્શન કરનારા સૌ સંબંધવાળા મુક્તોને અનંત અભિનંદન સાથે કોટિ કોટિ વંદન. અખિલ ગુણાતીત સમાજના હરિભક્તોને ‘ઘર બેઠા ગંગા’ સૂત્ર મુજબ આધુનિક ટેકનોલોજી વેબસાઈટ દ્વારા આ પ્રસંગનો લાભ પૂ.ઘનશ્યામભાઈ પાર્ટીના મુક્તોએ અપાવ્યો હતો. જ્યોતમાં LED સ્ક્રીન ની સુવિધા કરાવીને જાણે નડિયાદને જ્યોતમાં લાવવાની ભક્તિ અદા કરી હતી. તથા તે પહેલા જ્યોતમાં તથા ગુણાતીત સમાજમાં ઘરે ઘરે મંદિરે મંદિરે વહેલી પરોઢે ૬.૩૦ વાગ્યાથી પ.પૂ.જ્યોતિબેનના ઓપરેશન વખતે સમૂહ ધૂન્ય થઈ હતી. તે હાં હાં ગડથલ તથા આજનો ઉત્સવ સંપ, સુહદભાવ, એકતાથી થઈ રહ્યો છે તે જોઈ પરિણામ આપ્યું. સમાચાર મળ્યા.પ.પૂ. જ્યોતિબેનની સ્પાઈન સર્જરી સુખરૂપ સમાપ્ત થઈ છે ? તબિયત સરસ છે. પ.પૂ.જ્યોતિબેનની સ્પાઈન સર્જરી આજે જ કેમ ગોઠવાઈ ? અહીં બધું જ બ્રહ્મ નિયંત્રિત ચાલી રહ્યું છે. અત્યાર સુધી ભજન કરાવવા ગુરૂહરિ પપ્પાજીએ એમના દેહ પર બિમારી લઈ ભજન કરાવ્યું છે. અને આગળ લીધા છે. આજે પપ્પાજીએ જ્યોતિબેનનો દેહ વાપરીને લાગણી સાથે ભજન કરાવી લીધુ ? પપ્પાજીના આમેય સારા કાર્ય વખતે પાયામાં ભજન સંકલ્પનો અર્ઘ્ય અર્પવાનો જ હોય ? તેવું પ્રભુએ કરાવી લઈને સહુનેય ધન્ય કર્યા. આભાર ! ઉપકાર પ્રભુનો અને પ્રભુ સ્વરૂપોનો. બંધુ બેલડી ‘પ્રસાદ રજ’ સ્મૃતિ ધામ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવની જય જય જય

(૯) તા.૨૮/૧/૧૨ શાસ્ત્રીજી મહારાજ જયંતિ, શિક્ષાપત્રી જયંતિ, વસંત પંચમી

અક્ષર પુરૂષોત્તમની શુધ્ધ ઉપાસના પ્રવર્તાવવા રાત દિન જોયા વગર ભીડો વેઠી ભયંકર દેશકાળમાં સ્થિત પ્રજ્ઞ રહી ગઢડા, સારંગપુર, અટલાદરા, બોચાસણ, ગોંડલ મંદિરો બાંધી વર્તનથી ભક્તોના કલ્યાણ કર્યા. ત્યારે ભક્ત સૂરાવલી વહી, ‘જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા.’ પપ્પાજી ઘણી વાર વાત કરતા કે જોગી બાપા કહે, ‘મારે શાસ્ત્રીમહારાજ જેવા સુખિયા થવું છે.’ એટલેકે ત્રિકાળમાંય કોઈનોય અભાવ ન આવે. કૃપા કરી શિક્ષાપત્રી આચારસંહિતામાં સ્વરૂપોએ બક્ષી. પપ્પાજીએ સ્વધર્મેયુક્ત વફાદારી રાખી જીવવાની સૂઝ આપી. જ્યોત સભામાં પણ શાસ્ત્રીજી મહારાજની જયંતિની ઉજવણી થઈ હતી. તેમાં પ.પૂ.જસુબેન અને પૂ.હંસાબેન ગુણાતીતે આશીર્વાદ આપ્યા હતાં. ઓહો ! ઈ.સ.૨૦૧૨નો પ્રથમ માસ ખૂબ દિવ્યતાસભર પસાર થયો. જેની માત્ર ઝલક રૂપે સ્મૃતિ મહિમાગાનની ગોષ્ટિ કરી ધન્ય થઈ વિરમીએ છીએ.

                                                      એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ !