01 to 31 Oct 2010 – Newsletter

સ્વામિશ્રીજી તાઃ ૧/૧૧/૧૦
જય ગુરૂહરિ પપ્પાજી
પરાભક્તિ પર્વની જય જય જય
ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ !
આપણે અહીં આજે ઓક્ટોબર મહિના દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીશું.
(૧) તા.૧/૧૦/૧૦ શુક્રવાર
દર મહિનાની ૧લી તારીખની કીર્તન આરાધના સાંજે થાય છે તે મુજબ આજે પણ પંચામૃત હૉલમાં ૭.૩૦ થી ૯.૦૦ થઇ હતી.
{gallery}/images_in_articles/newsletter/oct10/01.10.10/{/gallery}
(૨) તા.૮/૧૦/૧૦ શુક્રવાર
આજથી નવરાત્રીનો પ્રારંભ થયો. ભારતદેશ ભક્તિપ્રધાન દેશ છે. દર વર્ષે નવરાત્રીમાં ગલીઓ અને મહોલ્લે નવ દિવસ અંબામાતાના શણગાર થાય અને ગરબા ગવાય. એમાંય ખાસ ગુજરાતમાં તો મોડી રાત સુધી ગરબા ગવાય. ગુરૂહરિ પપ્પાજીએ આ ભક્તિપર્વને પણ સત્કાર્યો છે. જ્યોતમાં પણ બહેનો તથા સત્સંગી ગૃહસ્થ ભાભીઓ બાળકો સાથે તૈયાર થઇને આવે. વાજીંત્રો સાથે ઝમકદાર ભજનો ગવાય અને ગરબો તથા દાંડિયા રાસ થાય. બાળકોને ગાડી રમાડાય, તો વળી ભાભીઓ વિધવિધ રીતે પોતાની કળા વડિલો સમક્ષ રજૂ કરી આનંદ અનુભવે. આમ, એકાદ કલાક મન મૂકીને આનંદ કરે અને ત્યારબાદ ‘જય સદ્દગુરૂ સ્વામી’ આપણી આરતી કરી પ્રસાદ લઇ વિસર્જન થાય !
પ.પૂ પપ્પાજી તથા પ.પૂ.મમ્મીજી તરફથી છેલ્લે નોરતે લ્હાણી પ્રાપ્ત થતી. આ વખતે પણ તે સ્મૃતિ સાથે પ.પૂ.દીદી તરફથી બધા જ મુક્તોને છઠ્ઠા નોરતે સ્ટીલનો નાનો ડબ્બો સ્મૃતિ ભેટરૂપે પ્રાપ્ત થયો હતો. છઠ્ઠા નોરતે લ્હાણી કેમ ? તો તે જાણી લઇએ. ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યની અનેક સ્મૃતિ છે. “પપ્પાજીના માતુશ્રી દિવાળીબા કહેતાં કે, બાબુનો જન્મ છઠ્ઠા નોરતે થયો છે.” છઠ્ઠા નોરતાની એ સ્મૃતિપણ આપણે રાખી છે. પ.પૂ.પપ્પાજીનો પ્રાગટ્યદિન ૧લી સપ્ટેમ્બર, હિન્દુ કૅલેન્ડર મુજબ ભાદરવા વદ-૬ ઇ.સ.૧૯૧૬ છે. આ પાસપોર્ટની તથા સ્કૂલની તારીખ મુજબ છે. બાકી, વર્ષમાં પણ બે મત છે ઈ.સ.૧૯૧૫ પણ કહેવાય છે. વળી, ગણેશચર્તુથીએ, જન્માષ્ટમીએ પ્રાગટ્ય થયો તેવું તે વખતના આત્મીય વડીલોનું કહેવું છે. અને એ તિથિ પ્રમાણે તારીખ આવે, તારીખ પ્રમાણે તીથિ હોય ! આમ, અનેક સ્મૃતિદિન આ એકાદ મહિનામાં પ.પૂ.પપ્પાજીના પ્રાગટ્ય તરીકે આવે છે. તેમાંનુ છઠ્ઠું નોરતુ પણ ગણાય છે. આવા ભવ્યાતીભવ્ય સ્વરૂપના પ્રાગટ્યની તો જેટલી સ્મૃતિ કરીએ તેટલી ઓછી જ છે ને !
{gallery}/images_in_articles/newsletter/oct10/08.10 to16.10/{/gallery}
(૩) તા.૧૦/૧૦/૧૦ રવિવાર
તારીખ, તિથિ ને વાર ત્રણેયનો આંક સાથે હોય તેવો દિવસ ૧૦૦ વર્ષે આવે ! દરેક માનવના જીવનમાં એક વખત આવે ! પ.પૂ.દેવીબેનનો કેન્દ્ર નંબર ૧૦ છે. આજે તેઓના સાંનિધ્યે દર મહિને સમૂહમાં તા.૮મી એ રાખેલી આ પાંચમી મહાપૂજા આજે ૧૦/૧૦/૧૦ ના રોજ પ.પૂ.દેવીબેનના સાંનિધ્યે બહેનોએ કરી હતી.
(૪) તા.૧૮/૧૦/૧૦ સોમવાર
સોનામાં સુગંધ ભળે અને જય જયકાર થઇ જાય તેવું આજે પણ થયું ! પ.પૂ.જ્યોતિબેન વિદેશની યાત્રા કરીને સીધા અમદાવાદ વહેલી સવારે પધાર્યા. આજે પૂ.જસુભાઇ ભટ્ટ (દાદાજી)ની પ્રથમ પુણ્યતીથિ હતી. અમદાવાદ જ્યોતશાખા જેમને ઘરે પ્રથમ પ.પૂ.પપ્પાજી એ ખોલી છે. એવાં મધુબા-ભટ્ટ સાહેબના ઘરે આજે મધુબાના ગુરૂસ્થાને પ.પૂ.જ્યોતિબેન હતા. તેઓ આજે દાદાજીની પ્રથમ પુણ્યતિથિએ અમદાવાદ જ્યોતમાં પધાર્યા ! અને મહાપૂજામાં હાજર રહી સહુ ભક્તોને ધન્ય કર્યા.
{gallery}/images_in_articles/newsletter/oct10/10.10.10/{/gallery}
 
આજે સાંજે વિદ્યાનગર જ્યોતમાં એક નાનો કાર્યક્ર્મ પૂ.ડૉ.આર.ડી.કાકાને અંજલિ અર્પણરૂપે ભજન-કીર્તનનો રાખેલો હતો. પૂ.પ્રિતીબેન પટેલ (મિનાક્ષી કાકી – આર.ડી.કાકાના સુપુત્રી) જ્યોતમાં પધારવાના હોય તે સુમેળ સાધેલો હતો ! તેમાં પ.પૂ.જ્યોતિબેન અમદાવાદથી અનાયાસે કાર્યક્ર્મના પ્રારંભે જ પહેલા પધારી ગયાં ! આમ, પ.પૂ.જ્યોતિબેનનું સ્વાગત થયું અને U.S.A. પૂ.આર.ડી.કાકાને જ્યોત વતી પપ્પાજી વતી સહુથી છેલ્લે પ.પૂ.જ્યોતિબેન મળીને આવેલા, તેના સમાચાર સ્મૃતિગાન સ્વમુખે કર્યા ! પૂ.આર.ડી.કાકા એટલે આદર્શ ભક્ત ! ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે સવારે વર્ષો સુધી થતાં સંઘધ્યાનની સનાતન સ્મૃતિના મુખ્ય સૂત્રધાર પૂ. આર.ડી.કાકા હતા.સંઘધ્યાનની ઇદમ્ સ્મૃતિ શરૂઆતથી માંડીને આજની સભામાં પ્રાપ્ત થઇ હતી. આમ, આજે તો સોનામાં સુગંધ ભળે તેમ સહેજે બધું આપમેળે થયું હતું. આ છે પ્રભુની સંનિધિનો સામુદાયિક અનુભવ !
{gallery}/images_in_articles/newsletter/oct10/18.10.2010/{/gallery}
(૫) તા.૧૯/૧૦/૧૦ મંગળવાર
વલ્લભ વિદ્યાનગર નગરપાલિકામાં આજે ગરબા હરિફાઇનો કાર્યક્રમ યોજાયેલો. તેનું ઉદ્દઘાટન પ.પૂ.દીદીના વરદ્દહસ્તે થયું. નગરપાલિકાના પ્રમુખ શ્રી બાબાભાઇ બે દિવસ પહેલાં આમંત્રણ આપવા આવેલા. તે આમંત્રણ સ્વીકારી આજે પ.પૂ.દીદી અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. પ.પૂ. દીદીના વરદ્દ હસ્તે આજના કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ સામાન્ય બાબત નથી. પરંતુ પપ્પાજીનું સૂત્ર “Speak Less Work More, Let Your Result Speak For You.” સુત્ર મુજબ સાકાર દર્શન થતું હતું. જે વિધાનગરમાં ઈ.સ.૧૯૬૬માં ગુણાતીત જ્યોતની સ્થાપના થઇ ત્યારે વિપરીત વાતાવરણ હતું. વિમુખની પદવી પામેલા પ.પૂ. પપ્પાજી પોતાના આશ્રિત ભક્તોને શું શીખવ્યું છે ? “પ્રભુને કર્તાહર્તા માનીને ભજન કર્યા કરવું. વિરોધનો સામનો વિરોધથી નહીં પણ ખમી-નમી કર્તવ્ય કર્મ કર્યા જ કરવાનાં. ભજન કર્યા જ કરવાનું.” વડિલ બહેનોએ આ કર્યું અને નાનાં બહેનો પાસે કરાવ્યું તો સમય જતાં પ.પૂ.પપ્પાજીના કાર્યનું પરિણામ બોલ્યું. આમ, આજે પ.પૂ.દીદીના વરદ્દ હસ્તે આ ઉદ્દઘાટન થવું એ ગુણાતીત જ્યોત માટે ગૌરવનો દિવસ હતો.
{gallery}/images_in_articles/newsletter/oct10/19.10.10/{/gallery}
(૬) તા.૨૨/૧૦/૧૦ ગુરૂવાર શરદ પૂનમ શ્રી ગુણાતીત સ્વામીજીનો પ્રાગટ્યદિન
સ્વામિનારાયણ ભગવાન શ્રી સહજાનંદ સ્વામિને અખંડ ધારણ કરનાર અનાદિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્યદિન. એટલે આપણા માટે ખૂબ મોટો દિવસ ! જેવી રીતે ગોંડલમાં યોગીજીમહારાજના સાંનિધ્યે આ ઉત્સવ રાત્રે ઉજવાતો અને દૂધપૌંઆનો પ્રસાદ થાય ! પ.પૂ.પપ્પાજીએ પણ આ ઉત્સવની ખૂબ પરભાવે ઉજવણી કરાવી છે અને કાયમી કરી આપી છે. તે પ્રમાણે રાત્રે જ્યોતમાં બહેનોની સભામાં આરતીના ઘંટનાદ સાથે સભા થઇ હતી. ભાઇઓએ પપ્પાજીતીર્થ પર સંતોના સાંનિધ્યે સભા કરી હતી. સાથે સાથે સહુના લાડીલા ને ગુણાતીત પ્રકાશ પૂ.ઇલેશભાઇનો ૫૫મો પ્રાગટ્યદિન પણ આજે હતો તે ઉજવાયો હતો. તથા આનંદબ્રહ્મ રાસગરબા પણ કર્યા હતા. તેમજ દૂધપૌંઆના પ્રસાદની સાથે પપ્પાજીની સ્મૃતિ સાથે ગરમ ગોટાનો આનંદ પણ માણ્યો હતો.
{gallery}/images_in_articles/newsletter/oct10/21.10.10/{/gallery}
 
 
(૭) તા.૨૫/૧૦/૧૦ પૂ.જાગાસ્વામી જયંતિ
ગુણાતીત પરંપરા જેમના ધ્વારા જળવાઇ છે તેવા પરોક્ષ સ્વરૂપનું પણ પ્રત્યક્ષપણું પપ્પાજીએ રખાવ્યું છે. ભગતજી મહારાજ, જાગાસ્વામી અને કૃષણ્જીઅદા ત્રણેય ગૃહસ્થ હતા. છતાંય ગુણાતીતજ્ઞાન તેઓએ પચાવ્યું હતું. ગૃહી કે ત્યાગી. છતીદેહે પરમ ભાગવત સંત બની શકે તેનો આદર્શ આ સ્વરૂપો છે. તેમાંના જાગાસ્વામીનો પ્રાગટ્યદિન આજની બહેનોની રાત્રિસભામાં જ્યોતમાં ઉજવાયો હતો. જાગાસ્વામિ એટલે દાસના દાસ તેઓનું સુત્ર હતું.
“પારકો આકાર, પારકો દોષ, પારકી ક્રિયા જોવી નંહી જોવાનુ મન થાય તો પોતાનો આકાર, પોતાનો દોષ, પોતાની ક્રિયા જોઇએ તો બ્રહ્મરૂપ થતા વાર નંહી લાગે”
આમ, આપણે પ.પૂ. પપ્પાજી ના મુખ્ય સિધ્ધાંત મુજ્બ જીવતા થઇએ તેવી પ્રાર્થના આજે કરી હતી.
 
(૮) તા.૨૮/૧૦/૧૦ ગુરૂવાર
શાશ્વત સ્મૃતિદિને દર મહિનાની તા.૨૮મીએ સવારે બહેનો પપ્પાજીતીર્થ પર પ્રાર્થના પ્રદક્ષિણા માટે તથા રાત્રે ભાઇઓ જાય છે. તેમ આજે પણ ગયા હતા. પ.પૂ. પપ્પાજીનો સંબંધ પામેલા સહુ ભક્તો ભલે દેહે કરીને અહીં ના પધારી શકે તે સર્વને સંભારી આજે સુહ્રદ પ્રાર્થના સહુ મુક્તો માટે આજે થઇ હતી.
(૯) તા.૩૦/૧૦/૧૦ શનિવાર
ઓહોહો ! આજે તો જાણે જ્યોતમાં દિવાળીનો પ્રારંભ થયો ! મંગલ પ્રભાતે પંચામૃત હોલમાં પૂજા વિધિનો કાર્યક્રમ થયો હતો. શારદાપૂ્જનના દિને વહીપોથીમાં આશીર્વાદ પત્ર તથા રૂપિયાનો સિક્કો લગાવવાનો હોય છે. તેની પૂજા સદ્દગુરુ A સ્વરૂપોના વરદ્દહસ્તે થઇ ! ત્થા પરાભકિત પર્વની ઉજવણી નિમિત્તે મંત્રલેખન માટેની નવી નાજુક પોકેટ મંત્રપોથી બની. તેનું પૂજ્ન (ઉદ્દઘાટન પ્રારંભ) સદ્દગુરુ A સ્વરૂપોએ જે જે મુક્તો મંત્રલેખન કરે તેઓની સર્વ પ્રાર્થના, સર્વ મનોરથ પ્રભુ સિધ્ધ કરે એવી પ્રાર્થના સાથે પુષ્પાજંલિ કરી હતી.
{gallery}/images_in_articles/newsletter/oct10/30.10.10/{/gallery}
(૧૦) તા.૩૧/૧૦/૧૦ રવિવાર સદ્દગુરુ સ્વરૂપ પૂ.શોભનાબેનનો સ્વરૂપાનુભૂતિદિન
સદ્દગુરુ સ્વરૂપ પૂ.શોભનાબેનનો સ્વરૂપાનુભૂતિદિન આજે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ પંચામૃત હૉલમાં ઉજવાયો હતો. ખૂબ મોટી સમજણ ધરાવનાર પૂ.શોભનાબેને ખૂબ નાની ઉંમરે ભગવાન ભજવાનું શરૂ કર્યું હતું. એક રહેણીએ જીવન જીવીને પ.પૂ.પપ્પાજીનો વિશ્વાસ પ્રાપ્ત કરી લીધો હતો. સામાન્ય રીતે રૂપ અને ગુણો એક સાથે નથી હોતા. સરળતા, સમતા, ધીરજ, નમ્રતા, ભક્તિ, આત્મીયતા, સેવાભાવના જેવા ગુણ તથા કલ્યાણકારી વિશેષ ગુણ પૂ.શોભનાબેનમાં છે. પૂ.શોભનાબેનને ઘડીને તો ભગવાને જાણે નારીને અન્યાય કર્યો છે. એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. પુત્રના લક્ષણ પારણામાંથી એ કહેવત મુજબ પ્રભુ પૂર્વના અનાદિ મુક્તોને લઇને જ પૃથ્વી પર પધારે છે. એવાં પૂ.શોભનાબેન છે. આજની બહેનોની સભામાં તેઓના ગુણાનુગાન તથા અનુભવદર્શન ગૃહી-ત્યાગી બહેનો ધ્વારા કરાયું હતું. આમ, ખૂબ સાદાઇથી છતાંય સચોટ રીતે ઉજવણી થઇ હતી.
{gallery}/images_in_articles/newsletter/oct10/31.10.10/{/gallery}
પરાભકિત પર્વ નિમિત્તે જે નિયમ આપણે લેવાના છીએ. તેની વિશેષ સમજ બીજા પરિપત્રમાં આપી છે.
આમ, આખો ઑક્ટોબર મહિનો ખૂબ ભક્તિભાવથી પસાર થયો હતો. મહારાજ, સ્વામી તથા ગુરૂહરિ પપ્પાજીને આભારભર્યા પ્રણામ સાથે જય સ્વામિનારાયણ.
એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.