સ્વામિશ્રીજી તા.૨/૯/૧૨
જય ગુરૂહરિ પપ્પાજી
ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો,
હ્રદયના ભાવથી જય સ્વામિનારાયણ !
વિભાગ-૧
ઓહોહો ! આજે જ્યોત પપ્પાજી હૉલમાં સવારે ૯.૩૦ થી ૧.૩૦ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનની ઉજવણી નિમિત્તેની સંયુક્ત સભા થઈ હતી. આ વખતનો સમૈયો સ્થાનિક હતો. છતાંય ભવ્ય ઉજવણી થઈ હતી. પપ્પાજી એટલે ગુણાતીત સમાજ ! પપ્પાજીની મરજી પ્રમાણે બધું થઈ રહ્યું છે. આપમેળે આ બે દિવસમાં સમૈયામાં અખિલ ગુણાતીત સમાજના ભક્તો પધાર્યા હતા અને જે સભા થઈ તે જાણે શિબિર સભા ! કારણ સમાજમાં ભલે પપ્પાજીની જીવનગાથા ગવાણી ! પપ્પાજીનું જીવન કેવળ આધ્યાત્મિક હતું.
પપ્પાજીનું જેમણે પ્રત્યક્ષ સેવન કર્યું છે તેવા ભાગ્યશાળી અને પ્રાપ્તિ પામેલા અનુભવી સ્વરૂપો અને મુક્તોએ પર્વ મહિમાગાન કર્યું હતું. તેમાં પૂ.ડૉ.ભાવનાબેન, પૂ.જ્યોતિબેન, પૂ.રતિકાકા (અનુપમ મિશન), ડૉ.નીલાબેન નાણાવટી એ ઉદાહરણ સાથે વાતો કરી જાણે ઈતિહાસ દર્શન કરાવ્યુ હતું.
પપ્પાજીનું કાર્ય જ્યોતની શાખાઓ ખોલીને ગામોગામ, ઘરોઘર પ્રકાશ ફેલાવ્યો છે. જ્યોત શાખાવાઈઝ શાખા મંદિરનાં જવાબદાર બહેનોએ પપ્પાજીને ભાવ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી. તે રીતે આજની સભામાં પપ્પાજીનાં છૂપા કાર્યનાં દર્શન તે બહેનોનાં કાર્યવર્તન ની વાતો સભા સંચાલન પૂ.બકુબેને સાથે સાથે કરાવ્યાં હતાં.
{gallery}/images_in_articles/newsletter/2012/September/p.p.pappaji mahatmya gan sabha{/gallery}
જ્યોત શાખાના મુક્તો દ્વારા વિધ વિધ રીતે ભાવાર્પણ થયું. જેમાં પુષ્પમાળા, મીઠું મો રૂપે લાડુ અને પેંડા તથા કેક વગેરે આપમેળે અર્પણ થયું. જેમાં જ્યોતનાં બહેનોની જવાબદારીપૂર્વક સેવા કરનાર ગુણાતીત પ્રકાશ ભાઈઓ વરદ્દ હસ્તે કેક કર્તન થયું.
આજનું ડેકોરેશન પપ્પાજીના સિમ્બોલ ‘સંબંધવાળામાં મહારાજ જુઓ’ તે આદેશ આપે છે. તે આદેશની સિધ્ધિ અર્થે સામુદાયિક પ્રાર્થનાગાન થયું. પપ્પાજી શતાબ્દી પર્વ ગાન આખી સભાએ ઉભા થઈને કર્યું. દરેક મુક્તોના હાથમાં પુષ્પ પાંદડી રાખીને પ્રાર્થનાગાન થયું. અને પ્રાર્થનાગાન બાદ તે પુષ્પો આજુબાજુ એકમેકના મસ્તકે ચડાવ્યા. હેતુ એ હતો કે સંબંધવાળા સર્વમાં મહારાજ જોઈને તેને પુષ્પ ચડાવવા. આ રીતે સિધ્ધાંતિક રીતે સામુદાયિક પુષ્પ અર્પણ વ્યાપક સ્વરૂપે થયું.
સભામાં પ.પૂ.બેન વ્હીલચેરમાં સ્ટેજ પર પધાર્યા. આખી સભાને સામુદાયિક દર્શન થયાં. ૯૯ વર્ષની ઉંમરનાં આ બેન ! એમનું જે પપ્પાજી પ્રત્યેનું દાસત્વ તેનું દર્શન બે મિનિટમાં વર્તનથી કરાવ્યું. તે શું તો ? બેનને સેવક મુક્તે વિનંતી કરી કે, બેન અત્યારે પપ્પાજીનો પ્રાગટ્યદિન ઉજવાય છે. આપ આશીર્વાદ આપો ! બેન કહે, પપ્પાજીને મારાથી આશીર્વાદ ના અપાય ! સેવકે કહ્યું કે બેન તમારે તો આખી સભાને ભક્તોને આશીર્વાદ આપવાના છે તો બેન કહે સારૂં. કહી ખૂબ સારા અવાજમાં સર્વને જય સ્વામિનારાયણ કહ્યા અને સર્વને મારા આશીર્વાદ છે. એટલામાં ઘણું આપી દીધું. સર્વને દર્શન આશિષ દઈને ધન્ય કર્યાં હતાં.
સભામાં પૂ.અમીતભાઈ ચૌહાણ, પૂ.જાગૃતિબેન ઠક્કર, પૂ.પ્રતિક્ષાબેન ચિતલીયા, પૂ.લક્ષ્મણબાપા (મોરબી), પૂ.બકુબેન પટેલ વગેરે ભક્તોએ ગુરૂહરિનો ઉત્સવ મહિમાગાન વિધવિધ રીતે કર્યું. ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ ધ્વનિમુદ્રિત લીધા. માહાત્મ્યયુક્ત સેવા, સ્મૃતિ, સમાગમ અને સુહ્રદભાવ એ જીવનું જીવન છે. ભજન અને પ્રાર્થનાથી બધું જ કામ થાય. આવા સર્વોપરી ભગવાન મળ્યા. તો આનંદના ફુવારા છૂટવા જ જોઈએ. જાતે અનુભવ કરીએ તો ધાર્યું કામ થાય. કેવું ધારવું, કેવા સંકલ્પ કરવાના એ સાધુના સમાગમથી થાય. આમ, પપ્પાજીએ ખૂબ સરસ આશીર્વાદ આપ્યા.
પ.પૂ.દીદીએ આશીર્વાદમાં ભજનની કડી ગવડાવી, “મારી એક એક પળ જાય લાખની” તેને બદલે “મારી એક એક પળ જાય લાખની, હું તો માળા રે જપી લઉં ઘનશ્યામની” આમ, ભજનની કડી બદલાવીને બીજાને કહેવાને બદલે પોતાને માટે માગણી કરતાં શીખવ્યું. આ રીતે સભાની પૂર્ણાહુતિ થઈ અને સર્વે મુક્તોને સહુની અંદર રહેલા ઠાકોરજીને જમાડવાનો આદેશ આપ્યો.
વિભાગ-૨
આજે તા.૨/૯/૨૦૧૨ના રવિવારે બપોર પછી સાંજે ૪.૩૦ થી ૭.૦૦ માં બીજી સભા પપ્પાજી હૉલમાં બહેનો ભાઈઓની થઈ હતી. જેમાં પ.પૂ.બેન સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી રાખી હતી. સ્ટેજ પર ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિની સાથે અત્યારે સાધુસ્વરૂપ બેનની મૂર્તિ બિરાજમાન હતી. જાણે અક્ષરપુરૂષોત્તમ મહારાજ બિરાજી ગયા ! આહવાન શ્ર્લોક, પુષ્પાર્પણ બાદ પૂ.મદાણી સાહેબે ખૂબ સરસ અનુભવોના સ્મૃતિ સાથે વારી આપી હતી. પૂ.જીતુભાઈ પટેલે પણ ખૂબ સરસ વાત કરીને બ્રહ્માનંદ કરાવ્યો હતો. નવું ભજન ગવાયું. ભજન ગવાતું હતું અને બેન પધાર્યાં. પ.પૂ.બેન સ્ટેજ પર સભામાં પધાર્યા સહુને સામુદાયિક દર્શનનો લાભ મળ્યો. સ્વાગત-પૂજન બાદ બેનના આશીર્વાદ લીધા.
પ.પૂ.બેને વાત કરી ધન્યવાદ ! ધન્યવાદ ! અહીં સભામાં જેટલા બેઠા છે તે સહુ સુખી સુખી થઈ જશે. તન, મન, ધન, આત્માથી સહુ સુખી થઈ જાય ! કોઈને માંગવું ના પડે. કહેવું ના પડે! પપ્પાજી સહુનેય વણ માગ્યે આપે અને સુખી સુખી થઈ જાય ! આવા રૂડા આશીર્વાદ આપી, દર્શન ઝલક આપી બેન-નિવાસ સ્થાને પધાર્યા. પ.પૂ. બેન સ્વરૂપ પૂ.રમીબેન તૈલી અને પૂ.સંગીતાબેન વિઠ્ઠલાણીએ બેન પપ્પાજીના માહાત્મ્યની સરસ વાતો કરી. પૂ.ઈન્દીરાબેન મદાણીએ પણ પોતાના જીવનના અનુભવોના ઉદાહરણ આપીને અનુભવ દર્શન કરાવ્યું હતું.
{gallery}/images_in_articles/newsletter/2012/September/p.pben mahatmyagan sabha{/gallery}
પ.પૂ.જસુબેનના આશીર્વાદ લીધા ! પ.પૂ.બેનના સેવક મુક્તો પૂ.લીલીબેન, પૂ.ડૉ.મેનકાબેન અને બહેનો બેનની તબિયત સાચવે છે હા એ હા કરીને નિરાકાર રહી સેવા કરે છે. ચિંતવન કરે છે. તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પ.પૂ.દીદીએ કૃપા આશિષ આપ્યા હતાં.
પ.પૂ.પપ્પાજીના આશીર્વાદ ધ્વનિમુદ્રિત લીધા. બેનની સાધનાની વાત કરીને બેનના સ્વરહિતપણાની સ્થિતિની વાતનાં દર્શન પપ્પાજીએ કરાવ્યાં હતાં. સ્વભજનની ટેવ પાડી, બેનની જેમ સંબંધવાળાને અક્ષરધામના સુખિયા કરતા થઈ જઈએ. પ.પૂ.બેનની જેમ પરમ ભાગવત સંત બની જઈએ. હઠ, માન, ઈર્ષા નહીં, મારું તારું નહીં, એવા આપણે થઈ જઈએ. બેન જેવા સુખિયા થઈ જઈએ. તેવા રૂડા આશીર્વાદ પપ્પાજીએ આપી ધન્ય કર્યા હતા.
પ.પૂ.બેનના દર્શનની અનુભૂતિ હ્રદયસ્પર્શી છે. ખરેખર બેન કેવળ આત્મારૂપે વર્તે છે. દેહમાં છે છતાંય નથી. જ્યારે ચૈતન્યને જે જવાબ આપવાનો હોય તો બિમારી કે ઉંમર નડતી નથી. જ્યારે જેને જરૂર હોય ત્યારે તેને દર્શન આપી જ દે છે. આમ, પરાભક્તિરૂપ કેવળ બેનનું જીવન છે. પ્રભુની ભક્તિ ચૂકતા જ નથી. રોજ જ પપ્પાજીના દર્શને અચૂક પધારે જ. પપ્પાજીનાં દર્શન થતાં મુખ પ્રફુલ્લિત થઈ જાય અને તરત કહે ચાલો…વળી, મોટેરાંમાંથી કોઈ સામે આવે તો હાથ જોડીને સ્મિત સાથે જય સ્વામિનારાયણ કહે જ. ક્યારેય વિવેક, મર્યાદા, મહિમા આ સ્થિતિમાંય ચૂકતાં નથી. જ્યારે બેનને ભગવાનનું કાર્ય કરવાનું આવે છે ત્યારે બેન પોતે બેન નથી હોતા. આજે બેન ભક્તોને રાજી રાખવા, પ્રભુની સેવા કરવા આ દેહમાં રાજી થકા રહ્યા છે. સાક્ષાત જંગમ મંદિર બેન છે. પપ્પાજીનું પ્રથમ મહિલા સર્જન આ પ.પૂ.બેન છે.
આવા ગુણાતીત સ્વરૂપ પ.પૂ.બેનનો સ્વરૂપાનુભૂતિદિન બેનની હાજરી છતાંય ગેરહાજરી પૃથ્વી પર પ્રગટ સ્વરૂપનો સ્વરૂપાનુભૂતિદિન પપ્પાજીના કાર્ય તરીકે ઉજવાયો.
એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.