સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
પરાભક્તિ પર્વની જય જય જય
ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ !
ગુરૂહરિ પપ્પાજીની દિવ્ય સંનિધિમાં ઍપ્રિલ ૨૦૧૧ ના દિવસો દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીએ.
(૧) તા.૩/૪/૧૧સદ્દ્ગુરૂસ્વરૂપપૂ.માયાબેનનોસ્વરૂપાનુભૂતિદિન
કેવો ભવ્ય તિથિ અને તારીખનો સુમેળ ! કલ્પનાતીત આજે તિથિ પ્રમાણે શ્રીજી મહારાજનો પ્રાગટ્યદિન અને પૂ.માયાબેનનો સ્વરૂપાનુભૂતિદિન. શ્રીજીના ધારક અને વાહક પ.પૂ.પપ્પાજી અને પપ્પાજીને સાંગોપાંગ ધારનાર માયાબેન ! પૂ.માયાબેનની ઓળખાણ એક જ વાક્યમાં આપી દઈએ તો જરાય અજુગતું નહીં લાગે ! “મુક્તો સ્વરૂપો સૌ ખાલી ખોખા છે પરબ્રહ્મ શક્તિ છે મહીં” એવી સ્વરૂપનિષ્ઠાનું આદર્શ સેમ્પલ એટલે માયાબેન. જન્મભૂમિ પપ્પાજીનું મોસાળ – નડિયાદ, પ્રસાદીનું ધામ. માયાબેન પૂર્વનાં હતાં. અને ત્યાં કાશીબાની દ્રષ્ટિમાં આવ્યાં. એમની અસાધારણ સેવાને કારણે ૧૯૭૦ માં કાયમ માટે જ્યોતમાં આવ્યાં ને ઠરાવ રહિત જીવનથી તારાબેનનું મન, કર્મ, વચને યથાર્થ રીતે સેવન કર્યું. જ્યોતમાં એક પણ સેવા એવી નથી કે જેમાં માયાબેન સક્રિયપણે ભાગ ન લીધો હોય. પ.પૂ.બેનથી ન રહી શકાયું અને સભામાં પધારી આશીર્વાદ આપ્યા કે “માયા તો મારી પાસે રમતી’તી ને આજે ભગવાનનું કામ કરતી થઈ ગઈ! ધન્યવાદ !
{gallery}/images_in_articles/newsletter/2011/April/03.04.11 P.MAYABEN DIVINE DAY/{/gallery}
પ.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપતાં કહ્યું કે માયાબેનની જેમ આપણે પપ્પાજીના જીવન પ્રસંગોની સ્મૃતિ કરવાની ટેવ પાડીએ. દેહને ગણ્યા વગર પ્રભુને રાજી કરવાની ભાવનાથી મને જે સેવા આપી છે તે પરાભક્તિ છે, એમ ર્દઢતાથી માનીને સેવા કરે છે એટલે પોતે આખા પપ્પાજીમાં ખલાસ થઈ ગયાં, ખોવાઈ ગયાં, ખપી ગયા, ને પ્રસન્નતાનું પાત્ર બન્યાં. ને પળેપળે ધારીને જીવે છે અને સૌને એ માર્ગે ચાલવા પ્રાર્થના ને સંકલ્પથી જતન કરે છે. પ.પૂ.પપ્પાજીએ માયાબેન માટે વહાવેલા ઉદ્દ્ગારો (ધ્વની મુદ્રિત આશીર્વાદ) માયાબેન ખપવાળા. આવ્યાં ત્યારથી જ પરફેક્ટ પોઝીટીવ લઈને ‘ગુલામ’ શબ્દને વર્તન બનાવ્યું. એ રીતે આદર્શ તરીકે એમના જીવન ચરિત્રને વાગોળીએ અને એકાદ વાક્યને જીવન બનાવી માયાબેન જેવું સુખ લેતા થઈ જાવ એ જ શ્રી હરિ જયંતીએ પ્રાર્થના ને આશીર્વાદ.
(૨) તા.૬/૪/૧૧સદ્દ્ગુરૂસ્વરૂપપ.પૂ.માસીબાનોસ્વરૂપાનુભૂતિદિન
માસીબા એટલે રાજરાણી. ગર્ભશ્રીમંત કુટુંબમાંથી અઢળક સંપત્તિ નો ત્યાગ કરીને સાધુતા પ્રાપ્ત કરવા આવેલા નિર્માની ભાવનું સાકાર સેમ્પલ. ઐશ્ર્વર્યવાન અને કેન્યાના ભગવાન જેવા ગણાતાં માસીબાએ નાનામાં નાની સેવા પણ અહોહોભાવે સ્વીકારી. રસોડું, બાગકામ, ખેતર અને સફાઈ જેવી સેવાઓ કરી અને પ્રસન્નતાનો કળશ એમના પર ઢળ્યો. ‘હાજી’ સિવાય બીજો શબ્દ એમના મુખેથી સંભળાય નહીં.
{gallery}/images_in_articles/newsletter/2011/April/MASHIBADIVINEDAY/{/gallery}
પ.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપતાં કહ્યું કે દાદર મંદિરે એકવાર બાપાએ કહ્યું કે આપણે જે કરવું તે કરેંગે યા મરેંગે ની ભાવનાથી કરવું આ સૂત્ર માસીબાએ એમના જીવનમાં પળેપળ અપનાવ્યું. ગુણાતીત જ્યોત જંગમ મંદિર બનવાની ફેક્ટરી છે. એમાંથી માસીબાને પપ્પાજીએ જંગમ મંદિર બનાવ્યાં તો માસીબાએ રસોડામાં પણ એમના જેવા ને જેવા વારસદાર તૈયાર કર્યા. તો આવા માહાત્મ્ય સ્વરૂપ માસીબાને કોટિ કોટિ વંદન.
પપ્પાજીએ ધ્વનિમુદ્રિત આશીર્વાદની ધારા વહાવતાં કહ્યું કે, માસીબા ઐશ્ર્વર્યવાન ભગવાન જેવા તો હતાં જ, પણ સાધુ થવા આવ્યાં. તમે જેમ up to date ધણી થઈને સેવા કરી અને પરમ ભાગવત સંત બન્યાં. તો હવે જેવી રસોડાની તમારી ડ્યુટી હતી તેવી મહાપૂજામાં સર્વને માટે પ્રાર્થના કરવી. બધા સુખ, શાંતિ આનંદથી ભગવાન ધારતાં થઈ જાય એ તમારી ડ્યુટી.
(૩) તા.૧૨/૪/૧૧ચૈત્રસુદનોમ–શ્રીહરિજયંતી
શ્રી હરિ જયંતીની ઉજવણી રાત્રે સંયુક્ત સભામાં પંચામૃત હૉલમાં થઈ. આજથી ૨૩૦ વર્ષ પહેલાં અનેક જીવોના ઉધ્ધાર અર્થે, ધર્મના સ્થાપન અર્થે અને પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા જે શ્રીજી મહારાજ પ્રગટ્યા ને અવનિને સનાથ બનાવી વર આપ્યો કે હું સદાય પૃથ્વી પર પ્રત્યક્ષ રહીશ. પૂજન–અર્ચન અને હાર વિધિ બાદ શ્રીજી મહારાજને પારણામાં ઝુલાવ્યા. એના એ જ શ્રીજીમહારાજને ધારણ કરનાર પપ્પાજી આપણને મળ્યા છે અને એમણે આપણને એક વાત જીવનમાં ઘૂંટાવી છે કે અભાવ, અવગુણ કે ઘસારાની વાત કદી કરવી નહીં જે મહારાજને નથી ગમતી. પ.પૂ.જસુબેને આશિષ આપતાં કહ્યું કે આપણે પ્રભુના પસંદ કરેલાં ચૈતન્યો છીએ. એમના સંકલ્પમાં આપણો નંબર લાગી ગયો ! આ પ્રાપ્તિનો આનંદ કર્યા કરવો. બાદ પંચાજીરીનો પ્રસાદ લઈ વિસર્જન થયું.
{gallery}/images_in_articles/newsletter/2011/April/12.04.11 shree haru jayanti/{/gallery}
(૪) તા.૧૬/૪/૧૧શનિવાર
પરાભક્તિ પર્વના ભાગરૂપે જ્યોતના બહેનોની એક શિબિર સભાનું આયોજન પ.પૂ.દીદીની પ્રેરણાથી થયું હતું.
{gallery}/images_in_articles/newsletter/2011/April/16.04.10 SHIBIR FOR G.J. BEHNO/{/gallery}
(૫) ૨૧/૪/૧૧પૂ.ડાહ્યાલાલભાઈ ચાવડાની ૩૦મી પૂણ્યતિથી
લંડનનાં પૂ.જયાબેન ચાવડાના પતિશ્રી અ.નિ.ડાહ્યાલાલભાઈની ૩૦મી પૂણ્યતિથિ નિમિત્તે જ્યોતમાં મહાપૂજા કરાવી ઠાકોરજીને થાળ અને સંત બહેનોને જમાડવાનો ભાવ હતો. પૂ.કલ્પુબેન દવેએ સરસ મહાપૂજા કરી હતી. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા ને મહાપૂજા સંપન્ન થઈ.
(૬) પરદેશધર્મયાત્રાનિમિત્તેમિલનસમારંભ
આજે રાત્રે પ.પૂ.દેવીબેન, પૂ.રમીબેન લંડનની ધર્મયાત્રાએ નીકળવાના હોવાથી સાંજે જ્યોત સભામાં મિલન સમારંભની સભા થઈ હતી. જેમાં ભક્તિ સ્વરૂપ પ.પૂ.દેવીબેને પોતાની યાત્રા
દરમ્યાન અહીં બહેનોને પ્રદક્ષિણા તથા આરતી માટેની પ્રેરણાદાયક આજ્ઞા આપી હતી.
{gallery}/images_in_articles/newsletter/2011/April/21.04.10.P.P.DEVIBEN P.RAMIBEN VISIT IN LONDEN/{/gallery}
(૭) તા.૨૨/૪/૧૧થી૨૪/૪/૧૧બાલિકા, કિશોરી, યુવતીમંડળનીશિબિર
ગુણાતીત સંસ્કાર સિંચન શિબિરનું આયોજન થયું. જેમાં યુવતી, કિશોરી અને બાલિકા મંડળની બહેનોએ ભાગ લીધો. શિબિર સભા સાથે રમત–ગમત, રાસ ગરબા અને અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વ્રારા સ્થાનનો મહિમા પૂ.દયાબેન, પૂ.હંસાબેન અને સાથી બહેનોએ સમજાવ્યો.
{gallery}/images_in_articles/newsletter/2011/April/22 TO 24 BALIKA YUVTI KISHORI SHIBIR FOR V.V.NAGAR/{/gallery}
(૮) તા.૨૪/૪/૧૧સદ્દ્ગુરૂસ્વરૂપપૂ.ડૉ.નિલમબેનનોસ્વરૂપાનુભૂતિદિન
ડૉ.નિલમબેન એટલે પ.પૂ.પપ્પાજીના ડૉક્ટર તરીકે પ્રખ્યાત. એમણે પપ્પાજીનું મેડિકલી ખૂબ જતન કર્યું. તેમજ રસોઈ બનાવવી, ફોટા પાડવા, પત્ર લેખન દ્વારા સમાજના મુક્તોનું આધ્યાત્મિક જતન પણ કર્યું છે. પ.પૂ.બેને આશિષ અર્પતાં કહ્યું કે ભગવાનના કામ કરો અને ભક્તિમય જીવન થાય એ જ મારા આશીર્વાદ.
{gallery}/images_in_articles/newsletter/2011/April/24.04.2011 DR.NILAMBEN DIVINEDAY/{/gallery}
પંચમશાશ્વતસ્મૃતિપર્વનિમિત્તેજપયજ્ઞ
ગુરૂહરિ પપ્પાજીએ પાર્થિવ દેહત્યાગ કર્યો તેને ૨૮/૫/૧૧ ના રોજ પાંચ વર્ષ પૂરાં થાય છે. પપ્પાજીએ કાયમ આશ્રિત મુક્તોને ભજન કરાવી બળ પમાડવા, આગળ લેવા માટે પોતાના દેહ પર બિમારી ગ્રહીને એ ઉપાય લીધો છે. તેમાંય પપ્પાજીએ ખૂબ કૃપા કરીને છેલ્લા ૪૩ દિવસ તા.૧૬/૪/૦૬ થી ૨૮/૫/૦૬ સુધી અતિશય ભજન કરાવી લઈ બળ પમાડ્યું છે, તો જ એ પળ આશ્રિતોથી સહી શકાણી છે.
{gallery}//images_in_articles/newsletter/2011/April/28-5 mahapooja/{/gallery}
પપ્પાજીનું ૠણ ચૂકવી શકાય તેમ નથી, છતાંય એ શાશ્વત પળને જીવનમાં સનાતન બનાવવાના હેતુથી વ્હાલા ગુરૂહરિને કાલાવાલા કરી, ક્ષમાયાચનાના અંજલિ અર્પણના ભાવો સાથેની હાં હાં ગડથલરૂપે ૪૩ કલાકનો જપયજ્ઞનો કાર્યક્ર્મ જ્યોતમાં, પ્રભુકૃપામાં તથા જ્યોત શાખા મંદિરોમાં – મંડળોમાં પોતાની અનુકૂળતા મુજબ રાખેલ છે. જ્યોતમાં સાંજે ૧ કલાક સમૂહ જપયજ્ઞ થાય છે.
{gallery}/images_in_articles/newsletter/2011/April/photo for 43 hours dhoon/{/gallery}
એપ્રિલ મહિનો વિધ વિધ ભક્તિભાવે પસાર થયો. જેની સ્મૃતિ આપની સમક્ષ ધરી વિરમીએ છીએ. પ.પૂ.બેનની તબિયત સારી છે. પ.પૂ.બેન આવી નાજુક ઉંમરે પણ સમૈયાઓથી સભામાં દર્શન આપે છે. દરરોજ નિયમિત પ્રભુકૃપામાં સવાર સાંજ દર્શને પધારે છે. હે પપ્પાજી ! આપ અમારી હાં હાં ગડથલ સ્વીકારી પ્રસન્ન થકા અમારા હૈયાને વિશે અખંડ બિરાજમાન રહો ! એવી અભ્યર્થના સાથે સહુ મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો, મુક્તોના જય સ્વામિનારાયણ.
એ જ જ્યોત સેવક P.૭૧(પૂ.મનીબેન) તથા P.૮૪(પૂ.હર્ષદાબેન દવે) ના જય સ્વામિનારાયણ.