સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી, પરાભક્તિ પર્વની જય
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ સર્વે અક્ષરમુક્તો ! ભાવભર્યા જય સ્વામિનારાયણ !
આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧ ઑગષ્ટ દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ જ્યોત સમૈયા શિબિરની સ્મૃતિ માણીએ.
(૧) પરાભક્તિ શિબિર તા.૨૧/૨૨/૨૩ ઑગષ્ટ
કાર્યકર્તા સ્વયં સેવક મુક્તોની શિબિર તા.૨૧,૨૨,૨૩ રવિ, સોમ, મંગળ જ્યોત પ્રાંગણમાં થઈ હતી. જન્માષ્ટમીની રજાઓના દિવસો સાથે મળ્યા. પરાભક્તિ પર્વનું વર્ષ ચાલી રહ્યું છે. એમાંય વળી પરાભક્તિ પર્વ ખૂબ ઝડપથી નજીક આવી રહ્યો છે. તે સંદર્ભે ગૃહસ્થ યુવાન હરિભક્તો કે જેઓ “સમૈયાની સેવા એ જ સમૈયો” એવા ભક્તોની એક શિબિરનું આયોજન થયું હતું.
{gallery}/images_in_articles/newsletter/2011/August/20.08.11 mahiti sabha{/gallery}
પરાભક્તિ પર્વ સંદર્ભેની ખૂબ સ્પષ્ટતા થાય તેવા વિષય ઉપર સદ્દગુરૂઓ એ તથા ગુણાતીત પ્રકાશ સૌરભના મોટેરા ભાઈઓએ લાભ આપ્યો હતો. અને મોટેરાં સ્વરૂપોએ શિબિરના સાર રૂપે રાજીપા સાથે આશીર્વાદ આપ્યા હતા. સાચા અર્થમાં ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્ય પર્વ કેવી રીતે ઉજવીએ એ ભાવનાની સ્પષ્ટતા થાય તેવા વિષય તારવી સભા સંચાલક પૂ.બકુબેને પૂર્વ આયોજન કર્યું હતું. દરેક વક્તાની વારીમાંથી સુત્રાત્મક વાક્ય ચૂંટી લઈને પૂ.ઈલેશભાઈએ જયઘોષણા કરાવીને કાર્યક્ર્મની વિગતે માહિતી આપી ! જેમાં કૌટુંબિક ભાવના ભાવ હતા. આપોપાપણાની ભાવના વધી.
{gallery}/images_in_articles/newsletter/2011/August/21.08.11 pratham shibir sabha{/gallery}
શિબિર કથાવાર્તાને સાથે સાંજે/રાત્રે આનંદબ્રહ્મનો કાર્યક્ર્મ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સાથેનો પૂ.સ્મૃતિબેન દવે, પૂ.ડૉ.મેનકાબેન પૂ.ડૉ.સ્વીટીબેને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી કમ્પ્યુટર સ્ક્રીન પર સામુદાયિક રીતે રમત રમાડી પપ્પાજીનું જીવન દર્શન અને સિધ્ધાંતિક સ્મૃતિઓ કરાવી હતી. આમ, ગમ્મત સાથે જ્ઞાન આપી બ્રહ્માનંદ કરાવ્યો હતો. પપ્પાજી તીર્થ પર તથા બ્રહ્મવિહારે, અક્ષર કુટિરે દર્શન-પ્રદક્ષિણા માટે ભાઈઓ-ભાભીઓનું શિબિર દરમ્યાન એક એક વખત વારાફરતી જવાનું આયોજન હતું. આમ, ભક્તિનો આનંદ પણ આ પરાભક્તિ શિબિરમાં સહુ શિબિરાર્થીઓએ માણ્યો હતો.
{gallery}/images_in_articles/newsletter/2011/August/22.08.2011 secand day shibir sabha{/gallery}
સોનામાં સુગંધ ભળે તેમ આ શિબિરમાં લંડનથી પૂ.અરૂણાબેન, પૂ.દિલિપભાઈ પણ ૧લી સપ્ટેમ્બરનો સમૈયો કરવા નિમિત્તે વહેલા પધારી ગયા. અને ખૂબ સરસ લાભ તેઓએ પણ આપ્યો હતો. જન્માષ્ટમી દિને રાત્રિ સભામાં ‘કીર્તન આરાધના’ અને પ્રભુ પ્રાગટ્ય કરાવી શ્રીજી મહારાજને સિધ્ધાંતિક રીતે પ્રગટ કર્યા હતા. પંચાજીરીનો પ્રસાદ ગુરૂહરિની સ્મૃતિ સાથે સહુએ લીધો હતો. આમ, ખૂબ સરસ કલ્પના બહારની શિબિર માત્ર ૨II દિવસની થઈ હતી. જાણે અત્યારે જ પરાભક્તિ પર્વ સાચા અર્થમાં ઉજવાઈ ગયો.
{gallery}/images_in_articles/newsletter/2011/August/23.08.11 third day sabha{/gallery}
સમૈયા સંકલન પૂ.દયાબેન, પૂ.શોભનાબેન, પૂ.માયાબેન, પૂ.મનીબેન અને ભાઈઓમાંથી પૂ.કિશોરકાકા, પૂ.વિરેનભાઈ, પૂ.ઈલેશભાઈ, પૂ.પિયૂષભાઈ વગેરે સ્વરૂપો દ્વારા આ શિબિરનું આયોજન ગંભીરતાપૂર્વક કર્યું હતું.
શિબિર દરમ્યાન પપ્પાજીના સિધ્ધાંત સૂત્રો આવરી લેતા કાવ્યની પ્રેરણાઓ થતી રહી. પૂ.પિયૂષભાઈ, પૂ.ઈલેશભાઈએ મળી સભામાં આવા સૂત્રો અને કાવ્યો જયનાદ સાથે ગુંજાવતા રહ્યા હતા. જેના સારરૂપ આ પરાભક્તિ ગાન તમો પણ ગુંજતા ગુંજતા પરાભક્તિ પર્વ ઉજવવા આવો ! પધારો…
શિબિર સૂત્રોચ્ચાર
૧. અમે પ્રસંગે ભજન કરશું અને જીવન વ્યવહારનાં કાર્યો માટે મહાપૂજા કરાવશું.
૨. અમે અમારા ઘરનાં સભ્યો અને બાળકો માટે પ્રાર્થનાથી જતન કરીશું અને નિયમિત ઘરસભા કરીશું.
૩. અમે પપ્પાજીના નિષ્ઠાવાન ભક્તો બની રહીશું, પપ્પાજીની ઓળખ બની રહીશું.
૪. અમે મંડળમાં એકતાથી જીવીશું.
૫. મૂકી દે એ મોટો – એવી નિર્દોષબુધ્ધિથી પરાભક્તિ પર્વ ઉજવીશું.
૬. સંતની ગોદમાં રહી છેલ્લા-૧૧ વચનામૃત પ્રમાણે ગુણાતીત ભાવનામાં રહીને આ પરાભક્તિ પર્વ ઉજવીશું.
પરાભક્તિ ગાન
ગુરૂહરિનો જય જયકાર, પરાભક્તિનો જય જયકાર.
સંપ, સુહ્રદભાવ ને એકતા, રાખી કરીએ જય જયકાર.
નિર્દોષબુધ્ધિ ને રાંકભાવ, રાખી કરીએ જય જયકાર.
ભજન, નિષ્ઠા, સમતા અપાર, રાખી કરીએ જય જયકાર.
સદાય પ્રભુજીનો સ્વીકાર, રાખી કરીએ જય જયકાર.
બ્રહ્માનંદ ને ધીરજ અપાર, રાખી કરીએ જય જયકાર.
શિબિરમાં જે વાતો થઈ તે તો જાણે ગુણાતીત વર્તનની વાતો હતી. તેની ઓડિયો સી.ડી. ટૂંક સમયમાં ઉપલબ્ધ રહેશે. તેથી અહીં કથાવાર્તા નથી લખી. કેવળ સ્મૃતિ સમાચાર સાથે વિરમું છું.
(૨) તા.૩૧/૮/૧૧ પ.પૂ.દેવીબેનનો સ્વરૂપાનુભૂતિદિન
પ.પૂ.દેવીબેનના સ્વરૂ્પાનુભૂતિદિનની ઉજવણી ખૂબ દિવ્ય રીતે જ્યોત પપ્પાજી હૉલમાં સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ સંયુક્ત સભામાં થઈ હતી. પ્રશાંત સુંદર ડેકોરેશન હતું. સ્ટેજ પર પાયાનાં ચાર સ્વરૂપો અને મધ્યમાં શ્રી ઠાકોરજી સહિત ગુરૂહરિ પપ્પાજી બિરાજમાન હતાં.પ.પૂ.દેવીબેનનો સ્વરૂપાનુભૂતિદિન ૨૭ ઑગષ્ટના છે. તિથી મુજબ જન્માષ્ટમી શિબિર વખતે પણ સ્મૃતિ કરાવી ગયો હતો. આમ, તા.૨૨/૮ થી જાણે અંતરમાં દેવી સાક્ષાત્કારદિનના ભાવો ભક્તોના હૈયાની વિષે હતા જ. તે આજે સભા સમૈયા વખતે મોટા-નાના સહુ મુક્તોના પ્રવચન દ્વારા વ્યક્ત થયા હતા. પાયાના સ્વરૂપ એવાં પ.પૂ.જ્યોતિબેનથી માંડીને જ્યોતના વચગાળાનાં બહેનો પૂ.જાગૃતિબેન ઠક્કર, પૂ.ભારતીબેન રતનપરાએ ખૂબ સરસ અનુભવ ઉદાહરણ આપી દેવીબેનના આગવા ગુણનું દર્શન કરાવીને સહુ વતી યાચના કરી હતી. ગૃહસ્થ મુક્તોએ અને ચિ.સહજ જેવા યુવક મુક્તોએ અનુભવ કહી યાચના કરી હતી. અરે, અંતમાં નાની પૂ.પ્રતિતિ પંડ્યાએ તો કાવ્યાત્મક વાંચન કરીને ખૂબ જ સુંદર રીતે ભાવના વ્યક્ત કરીને કમાલ કરી હતી. માતા-પિતાનું, કુટુંબનું ગુરૂનું ગૌરવ વધાર્યું હતું.
{gallery}/images_in_articles/newsletter/2011/August/27.08.10 p.p.deviben divine day{/gallery}
સભાના અંતમાં ખૂબ શાંતિથી પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન અને પ.પૂ.પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લઈ પૂરા ચાર કલાક બાદ સભા સમાપ્ત થઈ હતી. આ સમૈયો નહીં પરંતુ જાણે સાથે શિબિર થઈ ગઈ હતી. જેમાં પ.પૂ.દેવીબેનના જીવનની નાનપણથી માંડીને અત્યાર સુધીના પ્રસંગો અને ગુણોનું દર્શન થયું. પ.પૂ.દેવીબેનની સ્વરૂપનિષ્ઠા ભીડા-ભક્તિ, ક્ષમાભાવના, દયાભાવના, માહાત્મ્યેયુક્ત સેવા, સ્વાધ્યાય, સ્વભજન, જપયજ્ઞ, પવિત્રતા, દાસત્વભાવ, સ્વામિસેવક્ભાવ, પ્રાપ્તિનો આનંદ, ‘ભક્તોના સુખે સુખી, દુઃખે દુઃખી’ જેવા અનેક વિધ ગુણો કે જે દેવીબેનનું જીવન છે. એવા દિવ્ય અલૌકિક જીવનની યાચના સભામાં બિરાજમાન સહુ મુક્તોએ મનોમન કરી હતી.
પ.પૂ.બેને પણ સભામાં પધારી દર્શન લાભ આપી સહુને ધન્ય કર્યા હતા. આમ, ઓગષ્ટ મહિનાનું પખવાડિયું વિધવિધ ભક્તિભાવે પસાર થયું. સર્વે મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો, મુક્તોના જય સ્વામિનારાયણ.
લિ. જ્યોત કિરણ P.૭૧ ના જય સ્વામિનારાયણ !