01 to 28 Feb 2011 – Newsletter

 

સ્વામિશ્રીજી તા.૯/૩/૧૧

જય ગુરૂહરિ પપ્પાજી

પરાભક્તિ પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ !

ગુરૂહરિ પપ્પાજીની પ્રત્યક્ષ હાજરીનો અનુભવ સહુ ભક્તો જ્યાં છે ત્યાં કરે છે. તેવું જ સામુદાયિક રીતે પણ આવા સમૈયા શિબિર, મહાપૂજા કે અન્ય કાર્યક્ર્મ વખતે પણ જ્યાં આવાહ્ન શ્ર્લોક બોલાય ત્યાં જાણે પપ્પાજી બિરાજમાન થઈ જ જાય છે.

પપ્પાજીની હાજરી અનુભવાય છે. એમની સદેહે હાજરીમાં થતા તેથી ય વિશેષ રીતે સમૈયા વગેરે સહેજે સહેજે થયા કરે છે. આ છે એમની પ્રત્યક્ષ હાજરીનો અનુભવ !

 

આપણે અહીં ફેબ્રુઆરી.૨૦૧૧ના મહિના દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીશું.

(૧) તા.૧/૨/૧૧

પહેલી તારીખની કીર્તન આરાધના નવા જ ભાવો સાથે પપ્પાજી હૉલમાં થઇ હતી.

(૨) તા.૩/૨/૧૧ પ.પૂ.કાકાશ્રીનો ૫૯મો સાક્ષાત્કારદિન

ગોંડલધામે શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ સમક્ષ ગુરૂ યોગીજી મહારાજે ઈ.સ.૧૯૫૨માં કાકાશ્રીને સાક્ષાત્કાર કરાવેલ તે સ્મૃતિદિનની ઉજવણી આજે સંઘધ્યાનની સભામાં માહાત્મ્યગાનથી કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2011/feb/03.02.2011 kakaji saxshatkar din/{/gallery}

(૩) તા.૬,૭,૮ ફ્રેબ્રુઆરી

જ્યોતનાં ભક્તિગ્રુપનાં બહેનોની જ્ઞાન શિબિર કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2011/feb/6 7 8 bhakti group shibir sabha/{/gallery}

(૪) તા.૭/૨/૧૧

જેમના જીવનમાં ‘પ્રથમ પ્રભુ અને પછી પગલું’ છે એવા માતરના હાલ નડિયાદ નિવાસી ગુરૂહરિ પપ્પાજી અને પૂ.મણીબેનના અનન્ય ભક્ત પૂ.નીલાબેન અનીલભાઈ કા.પટેલે તેમની દિકરી ચિ.દીપ્સાના શુભ લગ્ન નિમિત્તેની મહાપૂજા પ્રભુકૃપામાં કરાવડાવીને ધન્યતા અનુભવી હતી. મોટેરાં સ્વરૂપોના આશીર્વાદ લીધા હતા.

(૫) તા.૮/૨/૧૧

વસંત પંચમી, શિક્ષાપત્રીજયંતિ તથા બ્ર.સ્વ. શાસ્ત્રીજી મહારાજની જયંતિની ઉજવણી જ્યોત મંગલ સભામાં થઇ હતી.

{gallery}/images_in_articles/newsletter/2011/feb/08.02.2011 Vasant Panchmi/{/gallery}

(૬) તા.૧૩/૨/૧૧ પૂ.ડૉ.નીરૂબેનની હીરક જયંતિ

પૂ.ડૉ.નીરૂબેનની હીરક જયંતિની ઉજવણી ખૂબ ભવ્ય દિવ્ય રીતે આજે સવારે ૯.૩૦ થી ૧.૩૦ પપ્પાજી હૉલમાં થઈ હતી. ગુરૂહરિ પપ્પાજીના વિશેષ કાર્યનું પ્રતિક એટલે ડૉ.નીરૂબેન ! કર્મયોગના માર્ગે સાધના કરી પોતાના વર્તનથી જગતમાં જ્યોત-પપ્પાજીની શોભા બની રહ્યાં છે એવા ડૉ.નીરૂબેનના રાંકભાવ, સેવાભાવના જેવા ઉમદાગુણોનું દર્શન ડૉ.નીરૂબેનના સાથી મિત્રોએ ઉદાહરણ સાથે કરાવ્યું હતું. રાત દિવસ જોયા વિના ‘ફ્લોરેન્સ નાઈટીંગેલ’ બનીને આખા સમાજની સેવા નીરૂબેને કરી છે. આવા ડૉ.નીરૂબેનને ૧૪/૨ ના રોજ રાત્રિ સભામાં જ્યોતનાં બહેનોએ પણ હીરક જયંતિ ઉજવીને નવાજ્યાં હતાં.

{gallery}/images_in_articles/newsletter/2011/feb/13.02.2011 dr.niruben hirak jayanti/{/gallery}

{gallery}/images_in_articles/newsletter/2011/feb/13.02.2011 dr.niruben hirak parve for jyot behno/{/gallery}

 

(૭) તા.૧૪/૨/૧૧ પ.પૂ.તારાબેનનો સાક્ષાત્કારદિન

પ.પૂ.તારાબેનનો સાક્ષાત્કાર દિન સવારે ૯.૩૦ થી ૧.૦૦ પપ્પાજી હૉલમાં સંયુક્ત સભામાં ઉજવાયો હતો. તારાબેનના જીવન દર્શન તથા કાર્યનું સુંદર દર્શન થયું હતું.

{gallery}/images_in_articles/newsletter/2011/feb/14.02.2011 P.P.Taraben divine day/{/gallery}

(૮) તા.૧૫/૨/૧૧ ગુણાતીત સ્વરૂપ પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનો અમૃતપર્વ

ગુણાતીત સ્વરૂપ પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનો અમૃતપર્વ સાંકરદા મુકામે અખિલ ગુણાતીત સમાજના સંતો, બહેનો, યુવકો અને ગૃહસ્થોની ઉપસ્થિતિમાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો હતો. સંતો-ભક્તોએ સાચા અર્થમાં ભક્તિ અદા કરી હતી. વિશેષ રીતે ઉજવણી થઈ હતી. તે શું ? તો સ્મૃતિ કરાવવાની જ ભાવના ! સ્વરૂપો અને ભક્તોના આશીર્વાદ પામવાની જ ભાવના ! તેના ફળસ્વરૂપે સભામાં સાક્ષાત્ શ્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પપ્પાજી, કાકાજી પધારી ગયા હોય તેવી દિવ્યતાની અનુભૂતિ સહુ કોઈને થઈ હતી. પ.પૂ.અક્ષરવિહારી સ્વામિજીની દાસત્વભક્તિ, સેવકભાવ, માહાત્મ્યેયુક્ત સેવા, સ્થિતપ્રજ્ઞતા જેવા અનેક ગુણનું દર્શન સ્વરૂપો અને મુક્તો દ્વારા થયું હતું.

રથમાં સ્વરૂપોનું સ્વાગત, અને સુશોભનમાં માહાત્મ્યનો ભાવ આપમેળે છલકાતો હતો. વળી, સ્મૃતિરૂપે કેક અર્પણ વિશેષ રીતે કરીને સામુદાયિક પ્રસાદનું વિતરણ તથા સ્વાગત નવી જ રીતે કર્યું હતું. અક્ષરવિહારી સ્વામિજી એટલે પપ્પાજીના પૂર્વાશ્રમના સુપુત્ર રમેશભાઈ અને પૂર્વ જન્મના નાથાભાઈનો આત્મા ! તેથી તેમને કોઈ જ સાધના કરવાની ના રહી ! સાધનાના પ્રથમ પગલે જ માહાત્મ્યેયુક્ત સેવાને સેવકભાવે જીવનું જીવન બનાવીને ચાલ્યા છે. તે આજ દિન સુધી એ જ ભાવે જીવે છે. આમ, અસલી ગુણાતીત ભાવનું દર્શન એટલે સ્વામિજીનું જીવન ! સ્વામિજીની નિરામય દિર્ઘાયુની યાચના સાથે સભાનું વિસર્જન થયું હતું. મહાત્મ્યરસ છલકાતો હતો. આ દિવ્યપળોમાં ડુબકી મારી સહુ ધન્ય થયાં હતાં.

{gallery}/images_in_articles/newsletter/2011/feb/15.02.2011 P.P.Aksharvihari swamiji 75th birthday sakarda/{/gallery}

(૯) તા.૧૬/૨/૧૧

સ્વામિજીના સમૈયા નિમિત્તે દિલ્હીથી ગુજરાત પધારેલ પ.પૂ.ગુરૂજી અને ભક્તો અને પ.પૂ.આનંદી દીદી અને બહેનો આજે પપ્પાજી તીર્થ પર તથા વિદ્યાનગર પ્રભુકૃપામાં પધાર્યા હતાં.

સમાજનાં તથા સંત બહેનોનાં આદર્શ સ્વરૂપ એવા પ.પૂ.આનંદી દીદીનો સુવર્ણ પર્વ ઉજવવાની અચાનક તક જ્યોતનાં બહેનોને આજે મળી આવી ! જ્યોતમાં પપ્પાજી હૉલમાં ખૂબ આનંદથી પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેન વગેરે વડિલ સ્વરૂપોના સાંનિધ્યે ઉજવણી થઈ હતી. જેમાં આત્મીય ભાવ છલકાતો હતો. પપ્પાજી-કાકાજીની પ્રત્યક્ષ હાજરી અને રાજીપો વાતાવરણમાં અનુભવાતો હતો.

{gallery}/images_in_articles/newsletter/2011/feb/16.02.2011 p.p.anandididi 50th birthdat/{/gallery}

(૧૦) તા.૧૮/૨/૧૧

પૂ.કલ્પુબેન દવેની હીરક જયંતિની ઉજવણી જ્યોત સભામાં પપ્પાજી હૉલમાં થઈ હતી. પ્રાસંગિક મહાપૂજા કરીને ગુરૂહરિ પપ્પાજીના પ્રવચનોના લહિયા તરીકે અને ભજન ગાયક તરીકેની સેવા દિલની ભાવનાથી કરીને અમૂલ્ય યોગદાન સમાજને અર્પણ કર્યુ છે એવા કલ્પુબેનને કોટિ વંદન ! અભિનંદન !

{gallery}/images_in_articles/newsletter/2011/feb/18.02.2011 Kalpuben Hirak jayanti/{/gallery}

(૧૧) તા.૧૮/૨/૧૧

પૂ.નર્મદાબા અગ્રવાલ પૂ.લક્ષ્મીકાંત ભાઈના માતૃશ્રી અને પૂ.રાધેશ્યામભાઈના બેન નર્મદાબા કે જે જૂના જોગી ! કે જેમને સાચા અર્થમાં કાકાજી પપ્પાજી અને બેનનાં- દર્શન કરી સત્સંગ કર્યો છે. અને સંતાનોને સત્સંગનો સાચો વારસો આપ્યો છે ! તે સંતાનોના ફેમીલી આજે આદર્શ સેવા ભક્તિથી દીપી રહ્યાં છે. એવા નિષ્ઠાવાન નર્મદાબાની ત્રયોદશીએ મહાપૂજા કરાવીને તથા બહેનો ભક્તોને થાળ જમાડીને કુટુંબીજનોએ અંજલી અર્પણ કરી હતી. ફેબ્રુઆરી મહિનો આખો વિધ વિધ ભક્તિભાવે પસાર થયો જેની ઝલક સ્મૃતિ આપની સમક્ષ ધરી વિરમું છું.

{gallery}/images_in_articles/newsletter/2011/feb/18.02.2011 p.narabdaba mahapuja -mandir/{/gallery}

પ.પૂ.બેનની તબિયત સારી છે. પ.પૂ.બેન આવી નાજુક ઉંમરે પણ સમૈયાઓથી સભામાં દર્શન આપે છે. દરરોજ નિયમિત પ્રભુકૃપામાં દર્શને પધારે છે. સહુ મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો મુક્તોના જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવક P.૭૧(પૂ.મનીબેન)ના જય સ્વામિનારાયણ.