01 to 31 Jan 2011 – Newsletter

સ્વામિશ્રીજી તા.૯/૨/૧૧
જય ગુરૂહરિ પપ્પાજી
પરાભક્તિ પર્વની જય જય જય
ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ !
આપણે અહીં જાન્યુઆરી.૨૦૧૧ ના મહિના દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીશું.
(૧) તા.૫/૧/૧૧ કંથારિયા લગ્ન પ્રસંગ નિમિત્તે મહાપૂજા થઈ.
પૂ.વિજ્ઞાનસ્વામી સંબંધિત સમર્પિત કુટુંબના આંગણે ભાઇશ્રી ઉપેન્દ્રનો લગ્ન પ્રસંગ આવ્યો. સાધુના સંબંધે જેમના જીવનમાં “પ્રથમ પ્રભુ પછી પગલું” છે. એવા પૂ.દિનેશભાઈ અને પૂ,જગદીશભાઈએ જ્યોતના બહેનોને પોતાના પ્રાંગણે બોલાવી મહાપૂજા કરાવી, જમાડીને લગ્ન પ્રસંગનો પ્રારંભ કર્યો હતો. મહાપૂજા પૂ.દવે સાહેબ, પૂ.ઈલેશભાઈએ કરી હતી.
મહાપૂજામાં પૂ.જ્યોત્સનાબેન જગદીશભાઈના સુપુત્ર ઉપેન્દ્રભાઈ ના લગ્ન ચિ.પરિતા સાથે છે. આ દંપતી મહાપૂજામાં બેઠેલા. તે ઉપરાંત તેમના ભાઈ પૂ.કેતન અને વિભૂતિભાભી, પૂ.દેવેન્દ્રભાઈ અને શીતલભાભી અને બહેન શ્વેતા અને પૂ.અમિતકુમારે પણ મહાપૂજાવિધિનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મહાપૂજાની આ સભામાં ભજનો ગવાયાં હતાં. તેમજ પ.પૂ.દીદી અને મોટેરાંના આશીર્વાદ પણ લીધા હતા.
{gallery}/images_in_articles/newsletter/2011/jan/05.01.2011 KANTHARIYA MAHAPUJA/{/gallery}
(૨) તા.૧૩/૦૧/૧૧ પ.પૂ.આનંદીદીદી સુવર્ણપર્વ
આદર્શ સાધુસ્વરૂપ પ.પૂ.આનંદીદીદી ની સુવર્ણ જયંતિની ઉજવણી માટે સમૈયામાં જ્યોતના બહેનો વતી વિદ્યાનગરથી દિલ્હી પ.પૂ.જ્યોતિબેન ,પૂ.ડૉ.વિણાબેન ,પૂ.રસીલાબેન ડઢાણિયા ગયા હ્ત્તા ખૂબ ભવ્ય અને દિવ્ય ઉજવણી થઇ હતી.
{gallery}/images_in_articles/newsletter/2011/jan/13.01.2011 DELHI ANANDI DIDI GOLDEN JUBILEE/{/gallery}
 
 
(૩) બ્રહ્મ રમતોત્સવ
ગુરૂહરિ પપ્પાજીએ શરૂ કરેલ આ નિર્દોષ બ્રહ્માનંદની વાત પ્રારંભથી જાણીએ અને પછી બ્રહ્મ રમતોત્સવની સ્મૃતિ માણીએ. ગુરૂહરિ પપ્પાજીએ એમના ગુરૂશ્રી યોગીજી મહારાજ પાસે બહેનો માટેના આશીર્વાદ માંગેલા કે “આ બહેનો સુખે સુખે એકાંતિક ધર્મ સિધ્ધ કરે !” પ્રસન્ન થઈ યોગીજી મહારાજે આશીર્વાદ આપેલા. તથા અસલી સાધુ એવા યોગી બાપાની રૂચિ આજ્ઞા હતી કે, “ભણેલી ગણેલી દીકરીઓ સંત બનવામાં વાળ ના ઉતારે.” પપ્પાજીએ વ્રતધારી બહેનોનો મધ્યમ માર્ગ કાઢ્યો છે. વ્રતધારી ભાઇઓ માટે પણ મધ્યમ માર્ગ કાઢ્યો છે કે સમાજમાં જાય, મર્યાદામાં રહીને સેવા કરે અને ભક્તિ પણ કરે.
{gallery}/images_in_articles/newsletter/2011/jan/13.01.11 BRAMHA RAMOTOSAV SABHA/{/gallery}
 
પપ્પાજીએ જૂની રૂઢિચુસ્તતા ના રાખી. સમાજની વચ્ચે રહી સુખ, શાંતિ ને આનંદથી બહેનોને ભગવાન ભજાવવાનો નવો રાહ ખોલ્યો. તેમાં તેને કોઈનીય પરવા ના કરી. કેવળ પોતાના પ્રભુ અને પોતાનો સ્વધર્મ એ જ નજર સમક્ષ રાખીને જગતની ઉપેક્ષા કરી છે. એવા ગુરૂહરિ પપ્પાજી ઉત્તરાયણમાં રજાઓ વખતે બહેનોને આનંદબ્રહ્મ, રમત-ગમત હરિફાઈ, ક્રિક્રેટ મેચનો કાર્યક્ર્મ રખાવતા. બહેનો પોતાની જાત ભૂલી ખેલદિલીથી રમે. આનંદ કરે. તે માટે બહેનોની એક કમિટિ ‘આનંદબ્રહ્મ કમિટિ’ રચી હતી. તે બહેનો આ આયોજન કરે. દર વર્ષની જેમ પપ્પાજીની સ્મૃતિ સાથે આ વર્ષે પણ ઉત્તરાયણ ઉપર તા.૧૪,૧૫,૧૬ ત્રણ દિવસનો આનંદબ્રહ્મનો કાર્યક્ર્મ રાખ્યો હતો. તેમાં…
{gallery}/images_in_articles/newsletter/2011/jan/13.14.15.01.11 RAMAT GAMMAT PRG/{/gallery}
૧) તા.૧૪,૧૫ જાન્યુઆરી બે દિવસ ક્રિક્રેટ મેચ નાની બહેનોની પપ્પાજી તીર્થ પર રાખી હતી. પરમ ટીમ અને પ્રાણેશ ટીમ. આમ બે ટીમ પાડી પપ્પાજી સ્વરૂપ મોટેરાં સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે બહેનો ખેલદિલીથી રમ્યાં, આનંદ કર્યો. તા.૧૬મીએ રમતગમત હરિફાઇ જ્યોત પપ્પાજી હૉલમાં રમ્યાં હતાં. વિજેતાને ઈનામ, લક્કી વિજેતાને પ્રસાદ-ઈનામ અપાયાં.
તા.૧૭/૧ ના વિદ્યાનગરની મંગળવારની સભાનાં ભાભીઓ માટેનો આનંદબ્રહ્મનો કાર્યક્ર્મ જ્યોતમાં યોજાયો હતો.
૨) જુદા જુદા ગામોથી આવેલ ભાઈઓએ તા.૨૩/૧/૧૧ના રોજ સવારથી સાંજ સુધી પપ્પાજી તીર્થ પર ક્રિક્રેટ અને વૉલીબૉલ રમીને ખૂબ બ્રહ્માનંદ કર્યો હતો. આમ, આનંદબ્રહ્મની સ્મૃતિની વાત અહીં ટૂંકમાં સમાપ્ત કરીએ છીએ. તા.૧૯/૧ ના રોજ શાશ્વત ધામની ખાતમૂહુર્તર્વિધિનો ભવ્ય કાર્યક્ર્મ થયો. તેની સ્મૃતિ આપણે તત્કાળ માણી હતી.
{gallery}/images_in_articles/newsletter/2011/jan/23.01.11.BHAIYO P.TIRTH/{/gallery}
(૪) તા.૨૧/૧/૧૧ પ.પૂ.સોનાબા નિર્વાણદિન
પ.પૂ.સોનાબાની ૧૬મી નિર્વાણદિન નિમિત્તે મંગલ સભામાં બા ની સ્મૃતિગાન કરી ધન્યતા અનુભવી.
{gallery}/images_in_articles/newsletter/2011/jan/21.01.11SONABA NIRVAN DIN/{/gallery}
(૫) તા.૨૮, ૨૯, ૩૦ જાન્યુઆરી શિબિર
પ.પૂ.દીદીની પ્રેરણાથી સોના ગ્રુપની બહેનોની શિબિર થઈ હતી. શિબિર વિષય :- હૈયામાં હરિને રાખવા છે ? અનુપમ ભાગ-૭ માંથી પ.પૂ.દીદી , પ.પૂ.દેવીબેન અને સદ્દગુરૂ સ્વરૂપોએ વિધવિધ રીતે લાભ આપ્યો હતો. શિબિરાર્થી બહેનોએ જ્ઞાન સાથે બ્રહ્માનંદ પામી ધન્યતા અનુભવી હતી. આ મહિનાની સઘળી સ્મૃતિનું સમાપન કરી ધન્યતા અનુભવીએ છીએ. પ.પૂ.બેનની તબિયત સારી છે. સહુ મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો મુક્તોના જય સ્વામિનારાયણ.
{gallery}/images_in_articles/newsletter/2011/jan/30.01.11. SONAGROUP SHIBIR/{/gallery}
એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.