02 to 16 Jul 2011 – Newsletter

સ્વામિશ્રીજી

જય ગુરૂહરિ પપ્પાજી

પરાભક્તિ પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો,

પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ !

ગુરૂહરિ પપ્પાજીની દિવ્ય સંનિધિમાં જુલાઈ મહિના દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીએ.

(૧) તા.૨/૭/૧૧

 

આજે મંગલ સભામાં પૂ.તરૂબેન ઈંગ્લેન્ડની ધર્મયાત્રા માટે જઈ રહ્યા હતા. તે નિમિત્તે મિલનસભા થઈ. જેમાં પ.પૂ.જશુબેને પૂ.તરૂબેન, પૂ.નેહાબેનને રક્ષાના કવચ રૂપે રાખડી બાંધી આશીર્વાદ આપ્યા કે પ.પૂ.પપ્પાજી તમારી બધી રીતે રક્ષા કરશે.

{gallery}/images_in_articles/newsletter/2011/July/02.07.11 P.TARUBEN LONDEN DHARMAYATRA{/gallery}

(૨) તા.૫/૭/૧૧ રક્ષાબંધનની મહાપૂજા

આજે સવારે ૧૦ થી ૧૨ની સભામાં રક્ષાબંધનની રાખડીની મહાપૂજા કરી. જેમાં જ્યોતનાં બહેનોએ ભજન કરતાં કરતાં રાખડી બનાવી છે. તે ઠાકોરજી સામે મૂકવામાં આવી હતી. પ.પૂ.જસુબેને આશીર્વાદ આપ્યા કે બધાં જ મોટેરાં ને અક્ષરમુક્તો તન, મન, આત્માથી સુખી રહે. કોઈ મુંઝાય નહીં અને સર્વની સર્વ રીતે રક્ષા થાય. પ.પૂ.દીદીએ આશીર્વાદ આપતાં વાત કરી કે, ૨૦૦૧ની સાલમાં રાખડીની મહાપૂજામાં પ.પૂ.પપ્પાજીએ વાત કરેલી કે “કોઈ પણ કામ માટે જાવ ત્યારે આ રાખડીના આશીર્વાદ લઈને જવું.” પછી દીદીએ પોતાના અનુભવની વાત કરી કે, મારે એક કામ માટે જવાનું હતું, જે કામ મારા માટે ખૂબ અઘરું હતુ. મેં તો પપ્પાજીની સ્મૃતિ કરતાં તેમની આજ્ઞા પ્રમાણે રાખડી કાઢી ને પગે લાગીને ગઈ. તો હું ત્યાં પહોંચી તે પહેલાં કામ થઈ ગયું હતું. એવી દૈવત વાળી આ રાખડી છે.

પ.પૂ.પપ્પાજીએ (ધ્વનિમુદ્રિત) આશીર્વાદ આપ્યા કે, આ રાખડી જે જે બાંધે તેની ૭૧ પેઢી તન, મન, આત્માથી સદાય સુખી રહે. કાળ, કર્મ, માયાથી રક્ષા થાય ને નિરંતર અક્ષરધામરૂપ રહેતા થઈ જાય તેવી અંતરની પ્રાર્થના ને આશીર્વાદ.

{gallery}/images_in_articles/newsletter/2011/July/05.07.2011 RAKSHABANDHAN MAHAPUJA{/gallery}

(૩) તા.૧૬/૭/૧૧ હિંડોળા પ્રારંભ

આજે અષાઢ વદ એકમ એટલે હિંડોળા પ્રારંભ. બહેનોએ પંચામૃત હૉલમાં સુંદર હિંડોળો શણગારી, તેમાં ઠાકોરજી સાથે ગુરૂહરિ પપ્પાજીને પધરાવ્યા, ઝુલાવ્યા ને આરતી કરી.

{gallery}/images_in_articles/newsletter/2011/July/16.07.11 HINDOLA PRARAMBH{/gallery}

(૪) તા.૧લી ઑગષ્ટે શ્રાવણ સુદ-બીજ પ.પૂ.બાનો પ્રાગટ્યદિન.

તે નિમિત્તે આજથી પૂ.બાના માહાત્મ્યગાનની સભા શરૂ કરી. તેમાં ૧૫ દિવસ સુધી રોજ પ.પૂ.બાનું ભજન ‘ગાવાનું’, પ.પૂ.બાના પુસ્તકનું પારાયણ કરવાનું, કોઈ મોટેરાંનો પ.પૂ.બાના માહાત્મ્યગાન

માં લાભ લેવાનો, ને બાના આશીર્વાદ લેવાના. આ રીતે રોજ સાંજે સભા થાય છે. ને છેલ્લે પ.પૂ.બાના વચન પ્રમાણે અડધો કલાક ધૂન કરવાની રાખેલ છે.

{gallery}/images_in_articles/newsletter/2011/July/22.07.11 P.P.DEVIBEN COMING ON INDIA{/gallery}

જુલાઈ મહિનો વિધવિધ ભક્તિભાવે પસાર થયો. જેની સ્મૃતિ આપની સમક્ષ ધરી વિરમીએ છીએ. પ.પૂ.બેનની તબિયત સારી છે. પ.પૂ.બેન આવી નાજુક ઉંમરે પણ સભામાં દર્શન આપે છે. દરરોજ નિયમિત પ્રભુકૃપામાં સવાર સાંજ દર્શને પધારે છે. સહુ મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો, મુક્તોના જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવકના જય સ્વામિનારાયણ.