01 to 15 Mar 2011 – Newsletter

 

સ્વામિશ્રીજી

જય ગુરૂહરિ પપ્પાજી

પરાભક્તિ પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો,પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ !

આપણે અહીં માર્ચ ૨૦૧૧ ના પખવાડિક દિવસો દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીશું.

 

(૧) તા.૧/૩/૧૧

ગુરૂહરિ પપ્પાજીની દિવ્ય શાશ્વત સ્મૃતિસહ રાત્રિ સભામાં ભાવ સભર કીર્તન આરાધના થઈ. બે ભૂલકાંઓ (પૂ.મોક્ષ અગ્રવાલ (વિદ્યાનગર) અને પૂ.ચિન્મય ઠક્કર (અમદાવાદ) એ ભાવવાહી ભજન ગાઈ સ્વરૂપોના આશિષ પ્રાપ્ત કર્યા.

{gallery}/images_in_articles/newsletter/2011/march/01.03.2011 kirtan aradhna/{/gallery}

(૨) તા.૨/૩/૧૧ પ.પૂ.જ્યોતિબેનનો સ્વરૂપાનુભૂતિદિન

વસંત ઋતુનાં વધામણાં સાથે શુભ શિવરાત્રી પર્વ આવ્યો. ગુરૂહરિ પપ્પાજીએ શિવરાત્રીને અક્ષરરાત્રી તરીકે બિરદાવી છે. ગુરૂહરિ પપ્પાજીનું અનુપમ સર્જન એવા સ્વામી સ્વરૂપ જ્યોતિબેનનો પ્રાગટ્યપર્વનો મંગલદિન એટલે શિવરાત્રી. ૭૮ વર્ષ પૂરાં કરી ૭૯ મા વર્ષમાં પ્રવેશ કરતા પ.પૂ.જ્યોતિબેનના દિવ્ય દર્શનનો લાભ ગુરૂહરિ પપ્પાજી ૧૦૦ વર્ષ સુધી આપણને આપતા રહે એ પ્રાર્થના સહ અનંત તાળીઓથી ગુરૂહરિને અને પ.પૂ.જ્યોતિબેનને વધાવ્યા. પ.પૂ.જ્યોતિબેને એમની પરાવાણીમાં કહ્યું કે, પપ્પાજીનું બ્રહ્મસૂત્ર છે કે સંબંધવાળાને નિર્દોષ ને દિવ્ય માનો. એ માટે આપણે અહંકાર રહિત શૂન્ય બનીશું તો મનાશે. આપણાથી થાય તો માહાત્મ્યેયુક્ત સેવા કરવી, પણ કોઈનું જોવાની વાત આવે ત્યાં સાવધાન થઈ જવું. ગુરૂહરિ પપ્પાજી કહેતા સહજ સરળતા અને સ્વાભાવિક વહેતું જીવન એટલે જ્યોતિબેન. ગુરૂહરિ પપ્પાજીની અભિપ્રાયની ભક્તિ જ્યોતિબેન કરી રહ્યાં છે. ‘ગુણાતીત સમાજના બધા જ મારા છે.’ એવું દિલથી માની અમે હસતાં રમતાં સાધનાનાં સોપાનો સર કરીએ.

{gallery}/images_in_articles/newsletter/2011/march/02.030.2011 P.P.jyotiben 79th pragatya din/{/gallery}

(૩) તા.૬/૩/૧૧ પૂ.હંસાબેન ગુણાતીતનો સ્વરૂપાનુભૂતિદિન

ગુરૂહરિ પપ્પાજીએ જેમને તારદેવથી ગુણાતીતનું બિરૂદ(ઉપનામ) આપ્યું છે એવા સ્વામી સ્વરૂપ પ.પૂ.હંસાબેન ગુણાતીતનો સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો પંચામૃત હૉલમાં ઉજવાયો. સ્વામી સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેનને સેવીને એમના જેવાં ચૈતન્ય જનની બનીને આપણા સૌનું જતન કરી રહ્યાં છે. એવા પૂ.હંસાબેન ગુણાતીતના માહાત્મ્યમાં ભીંજાવાનો સુંદર અવસર પપ્પાજીએ આપ્યો. અંતરથી પ્રભુ સાથે સાચી પ્રીતિ હોય તો ખમવાપણું લાગતું નથી. પ્રભુનું વચન, ગુરૂનું વચન એ જ જીવન એવું પૂ.હંસાબેન ગુણાતીતના જીવનનું દર્શન થયું. પૂ.જ્યોતિબેને આશીર્વચન કહ્યાં, પપ્પાજીનો સિધ્ધાંત છે કે માહાત્મ્યની સરવાણી આપણામાંથી વહેતી થાય. અને બે ભેગા થઈ કેવળ મહિમાની જ ગોષ્ટિ કરીએ તો આપણું દૈવત વધતું જાય. પણ જો અમહિમાની કે બીજી ત્રીજી વાત કરીશું તો આપણું દૈવત હશે તે ય ધોવાઈ જશે.

{gallery}/images_in_articles/newsletter/2011/march/06.03.2011 P.P.Hansaben gunatit divine day/{/gallery}

 

(૪) તા.૭/૩/૧૧ બ્રહ્મસ્વરૂપ કાકાશ્રીનો સ્વરૂપાનુભૂતિદિન

બ્રહ્મ સ્વરૂપ કાકાશ્રીના રજત શાશ્વત સ્મૃતિપર્વે ગુણાતીત જ્યોત પંચામૃત હૉલમાં બ્રહ્મસ્વરૂપ કાકાશ્રીના માહાત્મ્યનાં ભજનોની કીર્તન આરાધના થઈ. ગુરૂહરિ પપ્પાજી અને બ્રહ્મસ્વરૂપ કાકાશ્રી મૂર્તિ સ્વરૂપે સૌ ભક્તો સન્મુખ પ્રત્યક્ષ પણે બિરાજ્યાં હોય એવા દર્શનની અનુભૂતિ સૌને થઈ. બ્રહ્મસ્વરૂપ કાકાશ્રીના માહાત્મ્યનો એક હ્રદયસ્પર્શી અનુભવ પ.પૂ.જ્યોતિબેને કહ્યો. એક વખત બ્રહ્મસ્વરૂપ કાકાશ્રી જીપકારમાં બિરાજી એક જંગલમાંથી પસાર થતા હતા. સામેથી સિંહ આવતો હતો. સાથે બેઠેલા બધાને ગભરાટ થઈ ગયો કે ‘મર્યા હવે’, દાદુભાઇ ! હવે શું થશે ? દાદુભાઈ તો નિર્ભયતાથી બોલ્યા, “મારા શાસ્ત્રીમહારાજે ધાર્યુ હશે તે થશે. જરાય થડકો નહિ અને સિંહ પણ નમીને ત્યાંથી જતો રહ્યો.

કાકાશ્રી અને પપ્પાજીએ પૃથ્વી પર આવીને શું કર્યું. આપણને પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠા કરાવી ભગવાનનું સ્વરૂપ ઓળખાવ્યું. ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો પહેલાં તમારી જાતને ઓળખતા શીખો. તીવ્રતાથી પોકાર કરો. પ્રભુ સાંભળે જ છે. ચકલીની જેમ ગરૂડજી જેવા સંતની પાંખમાં બેસી જઈએ. તો સત્વરે ચકલીમાં તાકાત નહોતી પણ ગરૂડજીની પાંખમાં બેસી ગઈ એમ આવા સંતોના જોગમાં આપણે પડી રહીએ તો આપણને સહજતાથી અક્ષરધામમાં entry મળી જાય. ભગવાનના ભક્તોનું કોઈનું જોવું નહિ ! આ સિધ્ધાંત પાળી લઈએ તો પપ્પાજી, કાકાજી, બા, બેન બધાં ગુણાતીત સ્વરૂપો રાજી રાજી થઈ જાય અને આપણને પરમ ભાગવત સંત કૃપામાં બનાવી દે.

બ્રહ્મસ્વરૂપ કાકાશ્રી અને ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ વિડિયો સી.ડીમાં પ્રત્યક્ષ દર્શન કર્યાં. બંને બંધુબેલડીની બાહ્ય રીતે દેખાતી ભિન્નતા પણ ભીતરની અજોડ આત્મીય એકતાનાં દર્શન કર્યા.

{gallery}/images_in_articles/newsletter/2011/march/07.03.2011 kakaji rajat shasvat smruti din/{/gallery}

(૫) ૧/૩/૧૧પૂ.દીપકભાઇ ચૌહાણ તથા ૮/૩/૧૧ પૂ.તુષારભાઈની મહાપૂજા

વિદ્યાનગરના નિષ્ઠાવાન સત્સંગી પૂ.ભારતીબેન ચૌહાણના પુત્ર પૂ.દિપકભાઇ અક્ષરનિવાસી થયા તથા સુરતના નિષ્ઠાવાન સત્સંગી પૂ.જ્યોત્સ્નાબેન પ્રકાશભાઈ પાઈ સાહેબના દીકરા પૂ.તુષારભાઈ અક્ષરનિવાસી થયા તે નિમિત્તે મહાપૂજા સદ્દ્ગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે થઈ.

{gallery}/images_in_articles/newsletter/2011/march/Mahapuja at Jyot/01.03.11 Dipakbhai ni mahapuja/{/gallery}

જેમાં અચાનક બનેલા આ પ્રસંગે માતપિતાની નિષ્ઠાના બળનુ દર્શન થયું ! તથા હરિભકતોના સુહદભાવના દર્શન થયા ! ઓહો ! સમાજમાં કેવા મુક્તો તૈયાર કર્યા છે ! ધન્ય છે તે મુક્તોને! વિશેષ ધન્ય છે તેમના માત-પિતાને અને અનંત ધન્ય ભાવના વંદન ગુરૂહરિ પપ્પાજીને અને આવા સ્વરૂપોને છે!!

{gallery}/images_in_articles/newsletter/2011/march/Mahapuja at Jyot/07.03.11 Tusharbhai ni mahapuja/{/gallery}

(૬) તા.૬,૭,૮ માર્ચ

જ્યોતનાં B1 અને B2 ગ્રુપનાં બહેનોની જ્ઞાનશિબિર કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2011/march/07.03.2011 shibir sabha at jyot/{/gallery}

(૭) તા.૧૩/૩/૧૧ પ.પૂ.ગુરૂજીનો ૭૪મો પ્રાગટ્યદિન

બ્રહ્મસ્વરૂપ કાકાશ્રીનું યથાર્થ સેવન કરી એમના જેવા દિવ્ય ગુણો પ્રાપ્ત કરી લીધા છે. એવા ગુરૂજીના ૭૪મા પ્રાગટ્ય પર્વની ઉજવણી ગુણાતીત સ્વરૂપોના સાંનિધ્યે દિલ્હીમાં થઈ. જેમાં ગુણાતીત જ્યોતના જ્યોતિર્ધરો પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.હંસાદીદી, પ.પૂ.દેવીબેન, પૂ. લીલાબેન, પૂ.નીલમબેન અને બહેનો પધાર્યા હતા. પૂ.ઈલેશભાઈ અને ગુણાતીત પ્રકાશભાઈઓએ અને પપ્પાજીતીર્થના સંતો અને ગૃહસ્થ હરિભક્તો પણ આ સમૈયામાં સામેલ થયા હતાં. સમૈયાના દર્શન વેબસાઈટ www.kakaji.org પર કર્યા હશે.

માર્ચ મહિનાનું પખવાડિયું વિધ વિધ ભક્તિભાવે પસાર થયું જેની ઝલક સ્મૃતિ આપની સમક્ષ ધરી વિરમીએ છીએ. પ.પૂ.બેનની તબિયત સારી છે. પ.પૂ.બેન આવી નાજુક ઉંમરે પણ સમૈયાઓથી સભામાં દર્શન આપે છે. દરરોજ નિયમિત પ્રભુકૃપામાં સવાર સાંજ દર્શને પધારે છે. સહુ મુક્તોને અત્રેથી સર્વે સ્વરૂપો, મુક્તોના જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવક P.૭૧(પૂ.મનીબેન) તથા P.૩૪(પૂ.નલિનીબેન) ના જય સ્વામિનારાયણ.