15 to 30 Nov 2010 – Newsletter

 

સ્વામિશ્રીજી તા.૦૪.૧૨.૧૦.

જય ગુરૂહરિ પપ્પાજી

પરાભક્તિ પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો,જય સ્વામિનારાયણ !

આપણે અહીં આજે નવેમ્બર મહિના દરમ્યાન (દિવાળી ઉત્સવો પછીના) જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીશું.

(૧) તા.૧૫/૧૧/૧૦ સોમવાર

પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી નવા વર્ષ નિમિત્તે પ્રભુકૃપામાં સંતો-મુક્તોનો સાજ લઈને પધાર્યા હતા. ખૂબ સરસ પરાવાણીનો લાભ આપ્યો હતો તથા થાળ ગ્રહણ કર્યો હતો. દર વર્ષે દિપોત્સવીના દિવસોમાં તેઓ અચૂક વિદ્યાનગર પપ્પાજીનાં દર્શન નિમિત્તે પધારી દિવ્ય દર્શનનો લાભ આપે છે તેમ આ વખતે પણ નાદુરસ્ત તબિયત હોવા છતાંય પધાર્યા !

અને શાંતિથી લાભ આપ્યો હતો. પૂ.ઇલેશભાઇએ સહુ ભૂલકાઓ વતી પરાભક્તિ પર્વની પ્રાર્થના પણ તેઓના ચરણે ધરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જાણે પરાભક્તિ પર્વનો પ્રારંભ સુખરૂપ થઇ ચૂક્યો ન હોય ! તેવું તેઓનું આગમન હતું. તા.ક. ગુણાતીત સમાજના મોભ (છત્ર) સમાન પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના તબિયતના સમાચાર જાણીએ. સ્વામીજીને લાંબા સમયથી કમ્મરના દુઃખાવાની તકલીફ હતી. ડૉક્ટરની સલાહ મુજબ તા.૧/૧૨ ના રોજ મુંબઇ લીલાવતી હૉસ્પીટલમાં ઑપરેશન કરાવ્યું. તબિયત ઘણી સારી છે. ભક્તોના ભજન પ્રાર્થનાથી તથા સ્વયંની કૃપાથી ધાર્યા કરતાં વધુ ઝડપથી રિકવરી થઇ રહી છે. ધીમે ધીમે ચાલવાનું પણ શરૂ કરાવ્યું છે.

 

{gallery}/images_in_articles/newsletter/nov10/p.hariprasad swami darshan for prabhu krupa/{/gallery}

(૨) તા.૧૭/૧૧/૧૦ શાકોત્સવ દેવઉઠી એકાદશી

ભારત દેશ ધર્મ ભક્તિ પ્રધાન દેશ છે. સીઝન મુજબ નવાં શાકભાજી તૈયાર થાય છે. તેની હાટડી ઠાકોરજી સમક્ષ ધરી પ્રસાદીનું કરવાનો દેવઉઠી એકાદશીએ આ શાક ઉત્સવ હોય. બધી જ જાતનાં શાકભાજી ઠાકોરજી સમક્ષ અન્નકૂટની જેમ ગોઠવી ધરવામાં આવે ! અને શાકોત્સવની આરતી કરી, એ પ્રસાદીનું શાક હરિભક્તોને આપે તથા મંદિરમાં આજ્થી પ્રસાદી શાકથી રીંગણા ભાજી વગેરે ખાવાનું શરૂ થાય. ચાર્તુમાસનાં એકટાણાં પણ આજે પૂરા થાય. આમ, આ ધાર્મિક પ્રણાલી મુજબ ખૂબ મહત્વનો દિવસ ગણાય. જ્યોતમાં પણ વર્ષોથી આવો શાકોત્સવ મંદિરમાં ઠાકોરજી સમક્ષ હાંટડી ભરીને પપ્પાજીના સાંનિધ્યે થતો હતો. તેમ આ વર્ષે પણ થયો હતો. શાકોત્સવની પ.પૂ.પપ્પાજીની પણ ગોંડલની સ્મૃતિ ઘણી છે. એક વખત યોગીજી મહારાજે પપ્પાજી વગેરેને શાક લેવા આસપાસના ગામડાઓમાં મોકલેલ ખેડૂતો પાસેથી સેવામાં શાકોત્સવ માટેનું શાક લાવી ગોંડલ મંદિરે હાટડી ભરી હતી. એ સ્મૃતિ સાથે શાકોત્સવદિન માણ્યો હતો.

{gallery}/images_in_articles/newsletter/nov10/shaak utsav/{/gallery}

(૩) તા.૧૯/૧૧/૧૦ શુક્રવાર (સંકલ્પ સ્મૃતિદિન)

ગુરૂહરિ પપ્પાજીએ ઇ.સ.૧૯૬૩માં ‘ગણેશપુરી’ માં ૧૦૦ મુક્તોની શિબિર કરી હતી. તે વખતે પપ્પાજીએ આંતરિક જબરજસ્ત આધ્યાત્મિક ઉચ્ચ ભૂમિકાએ શ્રીજીપ્રેરણા અને યોગી આદેશ જીલીને સંકલ્પ કર્યો હતો. “ભગવાન ભજવા અને ભજવવાનો ઉદ્યમ આખી જીંદગી કરીશું. એવો સંકલ્પ પ્રથમ ૨૫ બહેનોને કરાવ્યો હતો. બ્રહ્મરૂપ રહી પરબ્રહ્મની ઉપાસના કરવાનો આદેશ આપ્યો હતો તથા યોગીબાપાએ બહેનો માટે આપેલ પાંચ વચનામૃત (ગ.મ.૩૦,૪૫, અમ.૨,૩) શિબિરાર્થીઓને શિબિર દરમ્યાન સમજાવ્યાં હતાં. આ ૧૯ મી નવેમ્બરને સંકલ્પ સ્મૃતિદિન તરીકે પપ્પાજીએ ખૂબ મહત્વ આપ્યું છે. એ સંક્લ્પની વાત તો ઉચ્ચ આધ્યાત્મિક જુજ સત્પુરૂષ સિવાય માનવની સમજમાં આવે તેવી વાત નથી. પપ્પાજીએ ગુરૂઆજ્ઞા બહેનોને ભગવાન ભજાવવાની આંતરિક જબરજસ્ત સંકલ્પ શક્તિથી પાળી છે. પોતે એકપક્ષીય આંતરિક શ્રમ કરીને નિજ સંબંધે બ્રહ્મરૂપ કર્યા છે. નિજ સંકલ્પને વહેતો રાખ્યો છે. ૧૯ નવેમ્બર આવે એટલે પપ્પાજીનો પરભાવ જુદો જ હોય. અરે, દર મહિનાની ૧૯મી નવેમ્બર હોય તોય પપ્પાજી અવશ્ય ૧૯ તારીખની સાથે સાથે ‘સંકલ્પ સ્મૃતિદિન’ અવશ્ય લખે. પપ્પાજીને મન આ દિનનું ખૂબ મહત્વ હતું. ઉભરાટ આદિ શિબિરો પણ આ દિને કરી છે. ૧૯/૧૧/૨૦૧૦ ના દિને પણ એ સ્મૃતિઓ સાથે જયોતમાં એવા જ પરભાવે ‘નાનોયજ્ઞ’ થયો હતો. ભજન ધૂન્ય થયાં હતાં. બ્રહ્માનંદ પ્રભુકૃપા મંડળ તરફથી પણ માણ્યો હતો. પપ્પાજી પણ જાણે આવા દિને પધારી દિવ્ય હાજરી દરેક મુક્તના અંતરે મહેસુસ થતી હતી.

{gallery}/images_in_articles/newsletter/nov10/sanklap smruti din/{/gallery}

(૪) તા.૩૦/૧૧/૧૦ મંગળવાર

રાત્રે સભામાં પૂ.મેનકાબેન અને પૂ.પ્રીતિબેને બધાંજ બહેનોને મલ્ટી મિડિયા-શો નું દર્શન કરાવ્યું તેમાં પપ્પાજીને ભજનો ખૂબ ગમે ! તે રીતે તેમને ભજનની પંક્તિ આધારે નવો ફોટો-શો બતાવીને બહેનોને રમાડીને આનંદબ્રહ્મ કરાવ્યો હતો.

() સૌરાષ્ટ્રની પંચતીર્થિ

દિવાળી વેકેશન દરમ્યાન તા.૯/૧૧ થી ૧૪/૧૧/૧૦ જ્યોતનાં બહેનોની એક બેચે સૌરાષ્ટ્રના તીર્થધામોની પંચતીર્થિનો બ્રહ્માનંદ માણ્યો હતો. કુંડળ, સારંગપુર, સમઢિયાળા, કારિયાણી, ગઢડા, રાજકોટ, ભાદરા, ગોંડલ, જેતપુર, ફણેણી, જૂનાગઢ, માણાવદર, ધારી, કરિયાણા, પીપલાણા, લોજ, માંગરોળ વગેરે સ્થળે મહારાજ, ગુણાતીત, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ તથા પપ્પાજી, કાકાજી, બા ની સ્મૃતિ સાથે તીર્થધામોનાં દર્શન કર્યાં હતાં.

{gallery}/images_in_articles/newsletter/nov10/saurashtra ni panchtrithi/{/gallery}

 

એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.