Nov 2013 – Newsletter

સ્વામિશ્રીજી                

જય ગુરૂહરિ પપ્પાજી,

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે દીપોત્સવી ઉત્સવોના સમાપન બાદ જ્યોત પ્રાંગણે ઉજવાયેલ સમૈયા ઉત્સવોનું સ્મૃતિ દર્શન કરીશું.

() તા.૧૦/૧૧/૧૩, રવિવાર પૂ.બળવંતભાઈ શાહની ત્રયોદશીની મહાપૂજા 

 

જૂનું સત્સંગી કુટુંબ પૂ.વસુંધરાબેન બળવંતભાઈ શાહ પ.પૂ.પપ્પાજી-પ.પૂ.બેનની અનન્ય નિષ્ઠાથી એકધારૂં સત્સંગ પ્રધાન જીવન જીવી રહ્યાં છે. પૂ.બળવંતભાઈ ટૂંકી બિમારી બાદ અક્ષરધામ નિવાસી થયા. પૂ.નીમુબેન સાકરીયા, પૂ.વનીબેન ડઢાણીયા અને રાજકોટ જ્યોતનાં બહેનોએ હાજર રહી અંતિમવિધિ તથા પારાયણ વગેરે કાર્યક્ર્મ ભક્તિભાવથી પૂર્ણ કર્યા હતાં.

આજે પૂ.યશવંતભાઈ દવેએ  વિધિસર મહાપૂજા કરાવી હતી. પૂ.રમીબેને તેઓના કુટુંબ વિષે સરસ વાતો કરી હતી. પૂ.વસુંધરાબેન પોતાના દિકરા-દિકરીઓ, જમાઈઓને સત્સંગ આપ્યો. તે કાર્યમાં પૂ.બળવંતભાઈએ ખૂબ સાથ આપ્યો હતો. પ.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપ્યા. તેમાં ખાસ જૂની વાત કરી કે, રાજકોટમાં જ્યારે ગુણાતીત જ્યોતની સ્થાપના નહોતી થઈ ત્યારે બહેનો માટે આ ઘર જ્યોત સમાન હતું. ટાણાંની ખૂબ સેવા કરીને પુણ્ય પ્રાપ્ત કર્યું છે.

(૨) /૧૧/૧૩ શાકોત્સવ દેવદિવાળી 

આજે આપણા ધાર્મિક ઉત્સવો મુજબ જ્યોત મંદિરમાં શ્રી ઠાકોરજી સમક્ષ બહેનોએ ભક્તિભાવથી સ્મૃતિ સહ શાકોત્સવની ગોઠવણ કરી હતી. ભક્તોએ દર્શન લાભ માણ્યો હતો. પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ આરતી કરી બધા વિસર્જિત થયા.

{gallery}/images_in_articles/newsletter/2013/Nov/13-11-13 shakotsav devsiwali/{/gallery}

() તા.૧૯/૧૧/૧૩ સુવર્ણ સંકલ્પ સ્મૃતિ દિન 

” આજે ૧૯મી નવે. ના શુભ દિને નવા પપ્પાજી હૉલમાં પ્રવેશ નિમિત્તે મહાપૂજા રાખી હતી. આજે પૂ.જયંતિભાઈનો સુવર્ણ સ્વરૂપાનુભૂતિદિન ! તેથી તેઓના વરદ્દ હસ્તે આ નવા હૉલનું ઉદ્દઘાટન કર્યું હતું.

” તા.૨૮,૨૯ ડિસેમ્બર, આ હૉલમાં મોટો સમૈયો ભક્તિ શતાબ્દીનો થવાનો છે. તે પહેલાં આ હૉલમાં મહાપૂજા આજના શુભદિને રાખી ! તે મહાપૂજા પૂ.યશવંતભાઈ દવે અને પૂ.ઈલેશભાઈએ કરી હતી. જપયજ્ઞથી અને શંખનાદથી તેઓએ મહાપૂજાની શરૂઆત કરાવી. પ.પૂ.બેનના ધ્વનિમુદ્રિત આશીર્વાદ મળ્યા કે, હૉલ નાનો પડે છે. હરિભક્તો ઘણાં વધ્યા છે અને વધશે. મોટો હૉલ બની જાય અને

ધનના ઢગલાં થાઓ. જ્યોતમાં ધન ખૂટે નહીં. તથા સર્વે હરિભક્તોની તિજોરીનું ખાનું ભરેલું રહે. તેવા રૂડા આશીર્વાદ આપ્યા.

” વિદ્યાનગર નગરપાલિકાના વડીલ પૂ.બાબાભાઈ, પૂ.જીતુભાઈ અને પૂ.સોનલબેન પણ પધાર્યા હતાં. અને મહાપૂજાની આરતીનો લાભ લીધો હતો. તેઓએ પણ જ્યોતને પ.પૂ.દીદીના હસ્તકમલમાં ભાવ-ભેટ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/Nov/19-11-13 P.JAYANTIBHAI 50TH DIVINE DAY/{/gallery}

” ગુણાતીત પ્રકાશ ભાઈઓના મોટેરાં (વડીલ) પૂ.જયંતિભાઈ છે. પૂ.જયંતિભાઈએ આજના શુભદિને સ્વહસ્તે ગુણાતીત પ્રકાશના ભાઈઓને સ્મૃતિભેટ અર્પણ કરીને રાજીપો દર્શાવ્યો હતો.

” ગુણાતીત પ્રકાશના ભાઈઓ વતી પૂ.પિયૂષભાઈએ ગુરૂહરિ પપ્પાજીના પૂર્ણ સ્મરણ ભાવના સાથે પૂ.જયંતિભાઈના ગુણાનુગાન ગદગદિત હૈયે કર્યું હતું. એક કાવ્ય રચીને લાવેલા. તે કાવ્યગાનની સમજૂતી આપી હતી. જેમાં પૂ.જયંતિભાઈના બધા પ્રસંગો અને ગુણોનો સમાવેશ થાય છે.

એક આગવી કહાની….

નિર્મળ ને શાંત સરોવર તેના ઊંડા પાણી, જેનો તાગ કોઈક જ શકે જાણી.

અંધારે-અણધાર્યે ઝંપલાવ્યું જાણી જાણી, સમર્પણની કોઈ અલગ આગવી કહાની.

એક જ સ્થાને, એક જ કહેણી, એક જ રહેણી, એકધાર્યું, એક સરખું જીવી જાણી.

રાખ રખાવટ કદી ન માણી, પ્રભુનો તાપ જીરવી જાણી.

અપેક્ષા-ઉપેક્ષા એક સમાન માણી, રાખી નિરંતર મૌન વાણી.

હાજરા-હજૂર ને અવિચલ જાણી, પ્રભુએ નિરાંતે વિચરણ માણી.

વિશ્વાસ મૂક્યો કેવળ પોતાના જાણી, પ્રભુની મરજીને જીવતર જાણી.

હરેક પ્રસંગે, હરેક પળે લહેજત માણી, હરખ-ઉદાસી તો પેટાળમાં સમાણી.

ચહલ-પહલમાં પણ એકાંત માણી, નિર્દોષબુધ્ધિને પચાવી-પીછાણી.

બદલાતાં સત્સંગ ને સમયના પાણી, ચડતી પડતી નજરો નજર નિહાળી.

બે આંખનો વિશ્વાસ ને હજાર હાથની પ્રસન્નતા પામી,

રચાઈ છે સમર્પણની કોઈ અલગ આગવી કહાની.

હે…જયંતિદાદા…

આપ ખૂબ નિરામય અને ખૂબ પ્રસન્ન રહો. અમને રૂડા આશિષ દેજો, ગુરૂહરિ પપ્પાજીની છાતી ઠરે એવા, આપના જેવા નિર્મળ વિચાર, વાણી, વર્તન કરતા જ રહીએ તેવી આપના આ સુવર્ણ ર્દષ્ટાદિને અંતરની પ્રાર્થના…

ગુણાતીત પ્રકાશ

” માહાત્મ્યદર્શનમાં પૂ.લક્ષ્મણબાપાએ લાભ આપ્યો હતો. પૂ.જયંતિભાઈ, પૂ.જશુબેને અંધારામાં ઝંપલાવ્યું. તેનું કારણ તેઓને ગુરૂહરિ પપ્પાજી પ્રત્યેની એવી સ્વરૂપનિષ્ઠા ર્દઢ હતી. લોકો લૌકિક બુધ્ધિથી કહેતા કે, ચાર બાળકોના મા-બાપ છો અને તમને પછી છોડી દેશે તો ક્યાં જશો ? એવી પરિક્ષામાંથી પાસ થઈ, નિર્દોષબુધ્ધિની ર્દઢતા રાખીને પૂ.જયંતિભાઈએ ગુરૂહરિ પપ્પાજીની તનથી, મનથી અનુરૂપ થઈને સેવા કરી લીધી. મુક્તોમાં મહારાજ જોયા. વ્યાપકમાં મહારાજ જોવાની પ્રાર્થના સહુ વતી પૂ.લક્ષ્મણબાપાએ આજના શુભદિને કરી હતી.

” પૂ.જયંતિભાઈના સેવક પૂ.પ્રહલાદભાઈ પંચાલ અને પૂ.સુરેશમામાએ પણ પુષ્પાર્પણ કર્યું હતું. પૂ.ઈલેશભાઈએ માહાત્મ્યગાન કરતાં કહ્યું કે, “જે સેવા કરે તેને મેવા મળે” પૂ.જયંતિભાઈએ મૌન રહી છૂપી સેવા કરી લીધી તો આજે છૂપા મેવા અંતરમાં માણી રહ્યાં છે. પૂ.જયંતિભાઈએ સમાજમાં જ્યોતની નિર્મળ કીર્તિ વર્તનથી વધારી છે. નિષ્કકલંક વર્તન કર્યું છે. તેવા ગુણોની યાચના સહુ વતી કરી હતી. તથા આજે સંકલ્પ સ્મૃતિદિન નિમિત્તેની પણ પ્રાર્થના પૂ.ઈલેશભાઈએ કરી હતી. પ.પૂ.યોગીજી મહારાજના આશીર્વાદ “ગુણાતીત જ્ઞાનના સંદેશા દુનિયાભરમાં અહીંથી ફેલાશે.” તેવો પ્રકાશ જ્યોતના બહેનોએ વર્તનથી ફેલાવ્યો છે. પૂ.જયંતિભાઈએ ફેલાવ્યો છે. તેવા ગુણાતીત પ્રકાશ ભાઈઓના વતી પણ પૂ.ઈલેશભાઈએ પ્રાર્થના કરી હતી.

” પૂ.બેચરભાઈ માંગરોળીયાએ ભાવ અર્પણ કરીને માહાત્મ્ય દર્શન કરાવ્યું હતું. ૧૯૬૫ની ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ પૂ.જયંતિભાઈ સાથેની હતી અને ગુરૂહરિ પપ્પાજીએ ત્યારે લખી આપેલા આશીર્વદ હતા કે, ભગવાન અને ભગવાનના ભક્તોની સેવાનો જેમ જેમ મહિમા વધતો જાય તેમ તેમ આનંદના ફુવારા ઉડતા જાય.

” આ આશીર્વાદના સંદર્ભમાં પૂ.બેચરભાઈએ યાચના કરી કે, આ સેવામાં પરમપદ મનાઈ જાય. આત્મ બુધ્ધિ અને પ્રિતીની જે ખામી છે તે ટળી જાય. બુધ્ધિ બંધ કરીને પડી રહેવાય. પૂ.જયંતિભાઈ, પૂ.જશુબેનના જેવી સમર્પણ ભાવનામાં કાંઈક અમારામાં ખૂટે છે. તે ખામી ટાળવા એક દૂહો ગાયો… “નથી મફતમાં મળતા ભાઈ ! સંતને સંતપણાનાં મૂલ ચૂકવવા પડતા, નથી મફતમાં મળતા…” એવું મૂલ ચૂકવ્યું છે તેવા પૂ.જયંતિભાઈના ચરણોમાં અદ્દભૂત ભાવના નિખાલસભાવે કરી હતી.

” પૂ.હરૂભાઈ માવાણીએ ભેટ અર્પણ કરી હતી. તથા કાર્ડ અર્પણ કર્યું હતું.

” પૂ.સુરેશભાઈ ગાંધી અને મુંબઈના સમાજ તરફથી તથા ગુણાતીત પ્રકાશના ભાઈઓ વતી કાર્ડ અર્પણ કર્યું. જે આ પ્રસંગે પધારી નથી શક્યા. તેઓ વતી પ્રાર્થના પત્ર મોકલ્યો હતો.

” રાજકોટ જ્યોત સમગ્ર સૌરાષ્ટ્રના સમાજ વતી આજના પ્રસંગે પૂ.ઋષિતભાઈ મકવાણાએ પૂ.જયંતિભાઈને પુષ્પાર્પણ કર્યું હતું.

” પ.પૂ.જ્યોતિબેને ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદપત્ર પૂ.જયંતિભાઈને અર્પણ કર્યો હતો.

” પ.પૂ.દીદીએ ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ પત્રનું સંકુલ (ફાઈલ) બનાવીને આજે પૂ.જયંતિભાઈને અર્પણ કરી હતી. અને ત્યારબાદ…

પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા હતાં. જેમાં આજના દિવસના દિનની વિગતે માહિતી અને સ્મૃતિ કહી હતી.

” આજે ગણેશપુરી સંકલ્પ સ્મૃતિ દિન છે. ૧૯૬૩માં ગણેશપુરી મેંગલોર હાઉસમાં ગુરૂહરિ પપ્પાજીએ શિબિર ઓચિંતાની ગોઠવી હતી. પૂ.રમણીક અદાએ આ જગ્યા શોધી આપી હતી. આ જગ્યાએ હૉલ અને ઉતારાની સરસ સગવડ હતી. ૧ નંબરની રૂમ ગુરૂહરિ પપ્પાજીની હતી. ત્યાં હૉલ હતો. તેમાં ૧૯ નવેમ્બરે ગુરૂહરિ પપ્પાજીએ ભગવાન ભજવા અને ભજાવવાનો સંકલ્પ કરાવ્યો હતો. મુંબઈ મંડળના ગૃહસ્થ

સહકુટુંબ આવ્યા હતાં. પૂ.જયંતિભાઈ, પૂ.જસુબેન પણ આ શિબિરમાં આવ્યા હતાં. આ દિવસે ગુરૂહરિ પપ્પાજીએ પૂ.જયંતિભાઈમાં જે બળ પૂર્યું તે દિન ! આજે તે દિનને ૫૦ વર્ષ પૂરાં થાય છે. તેથી આ નવા હૉલમાં સમૈયો રાખ્યો હતો.

” ગુરૂહરિ પપ્પાજીએ જે સંકલ્પ તે દિવસે કરેલો તે પૂ.દીદીએ વાંચ્યો. ભગવાન ભજવા માગતા બહેનોને સંકલ્પ ત્યારે કરાવેલો. પરંતુ ગુરૂહરિ પપ્પાજીને મન ગૃહી- ત્યાગીનો મેળ નથી. જે લઈ મંડે તેને માટેતો એકાંતિકપણું સિધ્ધ કરવાનો આ સંકલ્પ હતો.

ગણેશપુરીમાં કરેલો સંકલ્પ ૧૯/૧૧/૬૩ 

૧. ભગવાન ભજવા ને ભજાવવાનો જ અમે આખી જીંદગી ઉદ્યમ કરીશું.

૨. પ્રત્યક્ષ સાક્ષાત્ અક્ષર પુરૂષોત્તમનું સ્વરૂપ પૂ.બાપા ને તેમનામાં નિષ્ઠાવાળા જ ધામ, ધામી ને મુક્તો કેવળ દિવ્ય જ માનીશું ને સત્ય છે. તે વગર સાત જડ કોટી માની તેમાં માલ જ નહીં માનીએ તે જ્ઞાન.

૩. પ્રત્યક્ષ સ્વરૂપ તરફની જ અતિ ર્દઢ વફાદારી. તેની જ અનુવૃતિ પ્રમાણે જીવવું ને લોક, ભોગ ને દેહ-પક્ષ સ્વધર્મ ન ચૂકાવે. તેવું ર્દઢ જાણપણું રાખવા પ્રયત્ન કરીશું. સંકલ્પ, ભાવ ને ક્રિયા બાપાને જ રાજી કરવા કરીશું.

૪. બાપા ને મુક્તોના સંબંધ વગરના તરફ કેવળ અરૂચી. તેનું તો મનન ચિંતવન થાય જ નહીં. તેને માટે અભાવ લેવો જ નહીં, તેવો વૈરાગ્ય રાખવા જાણપણું રાખીશું. વિક્ષેપ કે અભાવ આવશે તો તરત મૂર્તિનું બળ લઈ પશ્ર્ચાતાપ કરી બાપા પાસે ગદ્દ ગદ્દ કંઠે માફ કરાવીશું.

૫. બાપા એ મુક્તોમાં કેવળ દિવ્યભાવ, નિર્દોષભાવ ને બાપાને પ્ર.૨૭ પ્રમાણે કર્તા, સાકાર, પ્રગટ ને સર્વોપરી માની દરેક તરફ નિર્દોષભાવ રાખીશું અને સુહ્રદભાવ સત્સંગીમાં રાખીશું. તેવો પક્ષ રાખી ગરજુ થઈ સેવા કર્યા કરીશું

૬. નિરંતર અક્ષરધામમાં જ જીવવા ચૌદ લોક એ રીતે વર્તે તેવું જાણપણું રાખીશું. આમ, એકાંતિક ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ સહિત બાપાનું સ્વરૂપ રાખીશું. તેને જ માટે તેની જ રીતે કેવળ ભક્તિરૂપ સંકલ્પ, ભાવ ને ક્રિયા કરીશું. વચ.મ.૧૩, છે.૨,૭,૧૧.

” પ.પૂ.જશુબેનના આશીર્વાદ ગુરૂહરિ પપ્પાજી ના મળ્યા હોત તો આ કાંઈ ના હોત. ગુરૂહરિ પપ્પાજીની કેવળ કૃપાથી  આ થયું છે. તમો બધા ગુરૂહરિ પપ્પાજીના બોટેલા ચૈતન્યો છો. માટે તમને એક વાત કહેવી છે. “સંબંધ જોઈને સેવા કરી લેજો. કર્તા હર્તા પ્રભુને માનો.”

સંબંધવાળી કીડીનું પણ અક્ષરધામ નક્કી છે. નાના મુક્તમાં પણ મહારાજ છે. અત્યારે જે કક્ષાએ જવું હશે. ત્યાં જવાશે. તે માટે તમારી સામે જે આવે તેને ગ્રહણ કરતા માનો. કર્તા હર્તા ગુરૂહરિ પપ્પાજીને માનો. નિર્દોષબુધ્ધિ ર્દઢ થઈ જશે.

“અંતરથી અંતર ટળે નિરંતર” એ ભજન મુજબ અંતરથી અંતર સહુનું ટળી જાય તેવા રૂડા આશીર્વાદ પ.પૂ.જશુબેને આજે આપ્યા હતાં.

” પૂ.જયંતિભાઈએ પધારેલ સર્વે સ્વરૂપોને બહેનોને અને હરિભક્તોને ઉદ્દેશીને કહ્યું કે, આજે તમોએ જે બધું કહ્યું તે ગુરૂહરિ પપ્પાજીએ કરાવ્યું તે કર્યું છે. મેં કાંઈ કર્યું નથી. આજનો મહાપ્રસાદ પૂ.લક્ષ્મણબાપાના કુટુંબ તરફથી હતો. પધારેલ સહુ મુક્તોને મહાપ્રસાદ લઈને જવા સભા સંચાલકે વિનંતી કરીને સભાનું સમાપન કર્યું હતું.

આમ, આખો મહિનો ભક્તિ સભર પસાર થયો હતો. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ