Sept 2013 – Newsletter

સ્વામિશ્રીજી                           

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો,

ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યનો મહિનો, સપ્ટેમ્બર માસ પ્રારંભના જય સ્વામિનારાયણ !

અહીં આપણે તા. ૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન જ્યોતમાં થયેલ સમૈયા તથા શાખા મંદિર દ્વારા યોજાયેલ ઉત્સવની સ્મૃતિ બે વિભાગમાં માણીશું.

વિભાગ ૧ – જ્યોતમાં થયેલ સમૈયાની સ્મૃતિ

વિભાગ ૨ – શાખા મંદિર દ્વારા યોજાયેલ ઉત્સવની સ્મૃતિ

 

તા.૧લી સપ્ટેમ્બરે ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન ઉજવાયો તે તથા તા.૨જી સપ્ટેમ્બરના પ.પૂ.બેનનો સ્વરૂપાનુભૂતિદિન ઉજવાયો તેની તાજી સ્મૃતિ આપણે છેલ્લા પત્રોમાં માણી હતી. તેથી અત્રે ત્યાર પછીની આગળની વાત કરીશું.

વિભાગજ્યોતમાંથયેલસમૈયાનીસ્મૃતિ

() તા.//૧૩સોમવારગણેશચતુર્થી 

આજે હિન્દુ ધર્મના સર્વ ભક્તોનો તહેવાર છે. ગણપતિના લાડુ ઘરે ઘરે બની રહ્યા છે. આપણા ગુરૂહરિ પપ્પાજીને પણ લાડુ ખૂબ પ્રિય હતાં. ભક્તોને માટે હંમેશા લાડુની રસોઈની પસંદગી આપતાં. આમ, લાડુની ઘણી સ્મૃતિ ગુરૂહરિ પપ્પાજીએ આપી છે. તે સ્મૃતિ સાથે પ.પૂ.દીદીએ આજે જ્યોતની મંગલ સભામાં સરસ લાભ આપ્યો હતો. તેમાં પ.પૂ.પપ્પાજીની સ્મૃતિની એ વાત કરી કે, આજે પ.પૂ.પપ્પાજીનો પણ પ્રાગટ્યદિન છે. ૧૯૧૬માં ૧લી સપ્ટેમ્બરે ગણીએ તો તે દિવસે ગણેશ ચતુર્થી હતી. અને ૧૯૧૫ની ૧લી સપ્ટેમ્બરે પ્રાગટ્ય થયું હોય તો તે દિવસે જન્માષ્ટમી હતી. આ નોંધ જૂના પંચાગ ઉપરથી મેળવી છે. હકીકતમાં સાચી તારીખ આપણે પાસપોર્ટ અને સ્કૂલ લીવીંગ certificate ના આધારે તથા વડીલોના કહેવા પ્રમાણે રાખેલ હોય છે. તે રીતે ૧લી સપ્ટેમ્બર ૧૯૧૬ અને ભાદરવા વદ-૬ ગણાય છે. વળી, દિવાળીબા કહેતાં કે, મારા બબુનો જન્મ ૬ઠ્ઠા નોરતે થયો હતો.

આ રીતે આ આખા મહિના દરમ્યાન પ.પૂ.પપ્પાજીના ઘણા પ્રાગટ્યદિન આવે છે. મોટા સત્પુરૂષ માટે તો જેટલા પ્રાગટ્યદિન મનાવીએ એટલા ઓછા જ છે. એમનું પૃથ્વી પર માનવદેહમાં પ્રાગટ્ય થયું. અને આપણા ભાગ્યનો ભાણ ઉગ્યો છે ! પ્રાગટ્યનો આનંદ રોજ જ કરવાનો છે. ઓહો ! આ પ્રાપ્તિ ! બસ કરી કરીને આજ એકડો પાકો કરવાનો છે. બાકીનું બધું મીંડાની જગ્યાએ છે. એકડા પછીના મીંડાની કિંમત છે. ખરૂં ને ! આમ, ગણેશ ચતુર્થીનો બ્રહ્માનંદ પ્રાગટ્ય પર્વ તરીકે ઉજવ્યો હતો.

( A) તા.//૧૩સોમવારસદ્દગુરૂસ્વરૂપપૂ.ડૉ.ભાવનાબેનશેઠના 

સ્વરૂપાનુભૂતિદિનનીઉજવણી 

સદ્દગુરૂ સ્વરૂપ પૂ.ડૉ.ભાવનાબેન શેઠના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી આજે ગણેશ ચતુર્થીના શુભ દિને બહેનોની રાત્રિ સભામાં થઈ હતી. ડૉ.ભાવનાબેન એટલે કર્મયોગી સાધુ. સાધુ તરીકેના સર્વ ગુણ પ્રભુએ તેમને બક્ષીશ આપ્યા છે. ખાનદાની, વિવેક, નમ્રતા, સરળતા, સમતા, નિયમીતતા જેવા સહજ ગુણ ઉપરાંત ક્ષમા, ઉદારતા અને સાથે સ્વધર્મનિષ્ઠ જેવા વિપરીત ગુણ છે. જે આધ્યાત્મિકતાનું દર્શન કરાવે છે. ગુરૂહરિ પપ્પાજી કહેતાં કે, માહાત્મ્ય અને સ્વધર્મનો સમન્વય એ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનું લક્ષણ છે. અને એનું ડૉ.ભાવનાબેનમાં દર્શન આપણને થાય છે. મુખ્ય તો ભાવનાબેનની દ્રષ્ટિ હંમેશા ગુરૂહરિ પપ્પાજી તરફ અને એમના વચન તરફ જ રહી છે. આમ, તે સ્વરૂપનિષ્ઠા અને વફાદારીનું સ્વરૂપ છે. સહુ સાધકો માટેના આદર્શ એવા પૂ.ભાવનાબેન માટે આજની સભામાં પૂ.ચારૂબેન ભટ્ટ્ કે જેઓએ પૂ.ભાવનાબેનના હાથ નીચે સાધના કરી છે. કરી રહ્યાં છે. તેઓએ પૂ.ભાવનાબેનની નીકટતાથી કરેલા અનુભવનું વર્ણન ખૂબ સરસ કર્યું હતું. આમ, પૂ.ભાવનાબેન શેઠ એક આદર્શ ગુરૂ પણ છે.

પૂ.પ્રિતીબેન ગાંધી – ગૃહસ્થ માર્ગે આદર્શ સાધના કરી રહ્યાં છે. તેવા પ્રિતીબેન કેવળ સંબંધ માત્રે પ્રગતિના પંથે આગળ ગયા. હાલ લંડન જેવા દેશમાં રહીને ગુરૂહરિ પપ્પાજીના થઈને જીવી રહ્યાં છે. ડૉ.ભાવનાબેનનું જતન પામી સહપરિવાર એકાંતિક ધર્મના ધારક બની રહ્યાં છે. એવા પ્રિતીબેને પણ ખૂબ સરસ વિગતે વાતો પોતાના અનુભવની કરી હતી. જે હ્રદય સ્પર્શી હતી. તેઓએ પુષ્પ બાસ્કેટ અર્પીને સ્વાગત પણ કર્યું હતું.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/09-09-13 P.Bhavnaben Divine day/{/gallery}

નવા નાની બે યુવતી મંડળની દિકરીઓએ પણ પૂ.ભાવનાબેન પ્રત્યેનો લગાવ અને તેનાથી આ જમાનામાં સુંદર ઘડતર પામી રહ્યાં છે એવા…

. પૂ.દેવીનાઅડાલજા 

વડોદરા પૂ.ભાવનાબેન શેઠની ફ્રેન્ડ પૂ.છાયાબેન ની દિકરી પૂ.દેવીના. માતા તરફથી અપાયેલો. આ જ્યોતનો તથા પૂ.ડૉ.ભાવનાબેનનો યોગ. એનાથી તેનું જીવન ઘડતર કેવું થયું છે તેનું દર્શન તેની વાત ઉપરથી થયું હતું. મેડિકલ લાઈનમાં એડમીશન મેળવવા પ.પૂ.પપ્પાજીને પ્રાર્થના કરી. ઉંડાણથી મંથન કર્યું. અને પ.પૂ.પપ્પાજીએ ૧૧.૫૯ મિનીટે કાર્ય કર્યું. ફોનથી પૂ.ભાવનાબેને બળ પૂર્યા કર્યું. વગેરે તેના અનુભવની વાત સાંભળી છોકરીને તેની માતા-પિતાને તો ધન્યવાદ અપાઈ ગયા. પરંતુ પૂ.ડૉ.ભાવનાબેનના કાર્યના દર્શન થયા હતાં. સ્વહસ્તે દોરેલી ભાવનાબેનની મૂર્તિરૂપે હ્રદયભાવ પૂ.દેવીનાએ અર્પણ કર્યો હતો.

. પ્રાચીભાવસાર (વિદ્યાનગર) 

નાની પ્રાચીને પૂ.ભાવનાબેન પ્રત્યેની કેવી પ્રિતી ! કેવો લગાવ ! કે, પૂ.ભાવનાબેનના પગલે ચાલી. “મારે ભાવનાબેન જેવા ગુણ તો મેળવવા છે પણ તે પહેલા મારે ડૉ.ભાવનાબેન જેવા ડેન્ટીસ્ટ બનવું છે.” તેની એ માગણી પણ પ્રભુએ પૂરી કરી અને હાલ તે લાઈનમાં અભ્યાસ કરી રહી છે. આ બધી વાત સાંભળીને તે દિકરીને તો શાબાશી અપાઈ જાય. પરંતુ પૂ.ડૉ.ભાવનાબેનને અભિનંદન આપ્યા વગર રહેવાય નહીં. અર્પણ થયેલ પુષ્પમાળા, પુષ્પગુચ્છ અને કેક કર્તન વગેરે ભાવો પણ પૂ.ભાવનાબેને વિનમ્રભાવે સ્વીકાર્યા હતાં.

પ.પૂ.દીદીએ ખૂબ સરસ આશીર્વાદ પૂ.ભાવનાબેનના જીવનની વાત કરીને આપ્યા હતાં. ધ્વનિ મુદ્રિત પ.પૂ.પપ્પાજીના પણ આશીર્વાદ લીધા હતાં. તે બંનેના આશીર્વાદમાં આગળ લખ્યા તે પૂ.ભાવનાબેન શેઠના ગુણનું વર્ણન હતું જે અહીં લખવું શક્ય નથી. તેથી સહુ વતી યાચના કરીને વિરમું છું.

અંતમાં પૂ.ડૉ.ભાવનાબેનના આશીર્વાદ હતાં. પરંતુ દાસત્વમૂર્તિ પૂ.ડૉ.ભાવનાબેને યાચના પ્રવચનરૂપે આશીર્વાદ આપ્યા હતાં. આમ, ખૂબ દિવ્યતાસભર અને જાણે શિબિરના રૂપમાં આજનો સમૈયો થયો. જે પૂ.ભાવનાબેનની જેમ સાદો છતાંય આદર્શરૂપ હતો.

 વિશેષ –  આજની સભાના અંતમાં પૂ.દિવ્યાબેન પનારાને અભિનંદન પાઠવ્યા હતાં. પૂ.ડૉ.ભાવનાબેન શેઠ જ્યોતના કર્મયોગી બહેનોના લીડર તરીકે છે. પૂ.દિવ્યાબેન પનારા ગુણાતીત જ્યોતના કર્મયોગી સાધક બેન છે. ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદ સંચાલિત ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં આસીસટન્ટ ટીચર તરીકે સેવા આપે છે. વર્ષ ૨૦૧૨-૧૩ દરમ્યાન ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ સોસાયટી તરફથી બેસ્ટ ટીચર એવોર્ડ આપવામાં આવેલ. જેમાં સ્કૂલના કે.જી સેક્સનમાં પૂ.દિવ્યાબેન પનારાને બેસ્ટ ટીચરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.જ્યોતનું ગૌરવ આ બહેને વધાર્યું. વર્ષોથી જ્યોતનું ગૌરવ વધારતા આવેલ એવા પૂ.ડૉ.ભાવનાબેન શેઠના અને પ.પૂ.દીદીના અભિનંદન – આશીર્વાદ આજે પૂ.દિવ્યાબેનને પ્રાપ્ત થયા હતાં.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/10-09-13 P.Divyaben Panara/{/gallery}

() તા.૧૧//૨૦૧૩બુધવારબાફોઈઅક્ષરધામનિવાસીથયાં. 

પૂ.કાંતાબેન ડી. પટેલ (બા-ફોઈ) કરમસદની શૂરવીર નારી કે જે છેલ્લાં વર્ષો શ્રી ગુણાતીત જ્યોતમાં રહ્યાં. ખૂબ સેવા આપી અને આજે ૧૦૧મા વર્ષે અક્ષરધામનિવાસી થયાં. કરમસદના શૂરવીર નરવીરોના લોખંડી પુરૂષ તરીકે દર્શન કર્યાં છે. શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી વિઠ્ઠલભાઈ પટેલને આપણે સાંભળ્યા છે. પ.પૂ.પપ્પાજી-પ.પૂ.કાકાજી પણ કરમસદના. તેઓને આપણે અનુભવ્યા છે.

નારી રત્ન પૂ.બા ફોઈ પણ ખૂબ શૂરવીર. નાની વયે ગાંધીજીની ચળવળમાં દેશભક્ત તરીકે તેમનું યોગદાન હતું. સત્યાગ્રહની લડતમાં ‘સ્વાતંત્ર સેનાની’ તરીકે તેઓ સામેલ હતાં. ગાંધી બાપુના જીવનમૂલ્યો, રેંટીયોં કાંતવો, સાદાઈ, અપરિઇગ્રહ તથા કનૈયાલાલ મુનશીનું સૂત્ર હતું. “ડરવું નહીં, હઠવું નહીં, યુધ્ધ કરવું સર્વદા, અજયમાં ને વિજયમાં, આલોકમાં અને પછી પરલોકમાં.” એવા અમૂલ્ય મૂલ્યોને આદર્શ રાખી બા-ફોઈ યુવાનીમાં વર્ત્યાં. વૈધવ્ય આવ્યા બાદ ભક્તિ, નિયમો, શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન જીવતાં. દર એકાદશીએ કરમસદથી વિદ્યાનગર દર્શને આવતાં. અને બારસના દિવસે ગરમ ભજીયાં બનાવીને પારણાં કરાવવા લાવતાં. પ.પૂ.પપ્પાજીની ર્દષ્ટિમાં આવ્યા અને વિશ્વાસપાત્ર તરીકેની તેમની પસંદગી થઈ ગઈ. નાનાં ડૉકટર્સ બહેનો ડૉ.પૂ.પંકજબેન, ડૉ.પૂ.વિણાબેન, ડૉ.પૂ.અંજનાબેન, ડૉ.રેણુકાબેનની માતા તરીકે બોરસદ હૉસ્પીટલના ક્વાટર્સમાં રહીને જવાબદારીપૂર્વક સેવા કરી. પુત્ર સમોવડી આ માતાએ તો વર્તનથી ભલભલા ડૉક્ટર્સને જ્યોતનો ગુણ આવે તેવું સત્કર્મ કર્યું. ‘પપ્પાજી ક્લીનીક’, ‘પાવન હૉસ્પીટલ’ અને ક્વાટર્સમાં બધે એક અનોખી આભા પ્રસરાવીને બહેનોને નિર્ભયતા નિશ્ર્ચિંતતા બક્ષી છે. ગુણાતીત જ્યોતમાં શેષ જીવન વિતાવી ૧૦૦ વર્ષની આયુ વટાવી બા-ફોઈ જાણે ‘ઈચ્છા મૃત્યુ’ એ સ્વધામ સીધાવ્યાં હોય તેવું દર્શન થયું. ઓહો ! તેઓની અંતિમ યાત્રા, પારાયણ અને પ્રાર્થનાસભા પણ ખૂબ જ ભવ્ય અને દિવ્ય રીતે થયાં હતાં. પારાયણમાં જે બહેનો બોરસદ બા-ફોઈ સાથે રહેલાં છે તેઓએ દાખલાઓ સાથે જે વાતો કરી છે ! તે સાંભળી જાણે વાતો ચાલુ જ રહે તેવી આતુરતા અનુભવાતી હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/11-09-13 Ba foi akshardham nivasi/{/gallery}

૧૩/૯ ની પ્રાર્થનાસભામાં બા-ફોઈનાં સગાં-સંબંધીઓ અને ડૉક્ટર્સ વગેરે પધાર્યા હતાં. બા-ફોઈના હાથની રસોઈનો આસ્વાદ સહુ કોઈએ માણ્યો છે. ગુણાતીત સમાજની દર્દીઓની સેવા બોરસદમાં થઈ છે. જેમ સોનાબાનું ઘર યોગીબાપાએ રાખેલું. તેમ પપ્પાજીએ બોરસદ રાખેલું. આ ઘરે ગુણાતીત સમાજના સંતો, હરિભક્તો, ભાઈઓ-બહેનો બધાની સારવાર, રાખ-રખાવટ ખૂબ માહાત્મ્યસભર છતાંય સ્વધર્મેયુક્ત પૂરી ખાનદાનીથી બા-ફોઈએ કરી-કરાવી છે. પ.પૂ.પપ્પાજીએ પૂ.ડૉ.વિણાબેનને બોરસદ હૉસ્પીટલમાં સર્જન તરીકેની સર્વિસ મળી તે કેમ સ્વીકારી હતી ? તો તેની પાછળ ‘સેવાધર્મ’ ની ભાવના હતી. બોરસદથી બોચાસણ ઘણું નજીક હતું. ગુણાતીત સમાજના ભક્તો ઉપરાંત પાર્ટીશનની બીજી બાજુ જે ભક્તો છે (પ્રમુખ સ્વામી મહારાજના) સંસ્થાના ભક્તોની સેવા આપણને મળશે. એવી સેવાની ગરજના ભાવે પ.પૂ.પપ્પાજીએ એ ખંડેર જેવી મ્યુનિસિપાલિટી હૉસ્પીટલમાં પૂ.ડૉ.વિણાબેનને સર્વિસ લેવડાવી. અને પૂ.ડૉ.અંજનાબેનની ‘પાવન હૉસ્પીટલ’ તથા પૂ.ડૉ.રેણુકાબેન વ્યાસ અને પૂ.ડૉ.પંકજબેનનું ‘પપ્પાજી આયુર્વેદીક ક્લિનિક’ પણ ત્યાં ખોલાવ્યું હતું. પૂ.ડૉ.વિણાબેન આખા બોરસદ તાલુકામાં એક દેવી તરીકે ખ્યાતિ પામ્યાં હતાં. સાથી ડૉક્ટર્સ બહેનો, સેવા કરનારા, પાયામાં ખપી ગયેલાં બહેનોના સહારે બા-ફોઈએ તો દિગંતમાં ડંકા માર્યા છે. ટાણે જીવન જીવી જાણ્યું છે. પ.પૂ.પપ્પાજી વારંવાર બોરસદ પધારી માર્ગદર્શન અને આશીર્વાદ આપતાં રહેતાં હતાં. વળી, આ ઘરને એક શિબિરસ્થળ પણ બનાવી જ્યોતની બહેનોને બ્રહ્મજ્ઞાન આનંદબ્રહ્મ સાથે અહીં આપ્યું છે. આ બધી વાતે ઘરના સભ્યોને બા-ફોઈએ ખૂબ ખાનદાનીભરી સેવાની ટ્રેનીંગ આપીને સેવા કરાવીને ધન્ય કર્યા છે. એવાં બા-ફોઈની વાતો તો જેટલી લખાય તેટલી ઓછી પડશે. બીજું કે, પ.પૂ.પપ્પાજીનું પ્રાગટ્ય સ્થાન પણ બોરસદ છે. તે આપણે સહુ જાણીએ છીએ ! આ સ્મૃતિ ધામે આ ડોક્ટર્સ બહેનોના કર્મયોગનું સ્થાન બન્યું ! એનો પણ સહુને ખૂબ આનંદ હતો. (પ.પૂ.પપ્પાજીના પપ્પા ડૉ.નાથાભાઈનું ક્લિનિક પ.પૂ.પપ્પાજીના પ્રાગટ્ય વખતે બોરસદ હતું. તે રીતે આ બોરસદની ભૂમિની પસંદગી થઈ હતી. “પરાભક્તિની સૌરભ” પુસ્તકમાં આપે વિગતે વાંચ્યું જ હશે. તેથી અહીં વિરમું છું.) બા-ફોઈનાં અસ્થિ વિસર્જન તા.૧૫/૯ ના ધુવારણ પ.પૂ.પપ્પાજીના પ્રસાદીના સ્થાને પ.પૂ.દીદી અને બહેનોના  હસ્તે ભક્તિભાવે થયાં હતાં.

(૩) તા. ૧૫//૧૩રવિવારજળઝીલણીએકાદશી

ધાર્મિક પ્રણાલિ અનુસાર જ્યોતમાં દર આ એકાદશીએ જળઝીલણી ઉત્સવ ઉજવાય છે. આજે પણ જ્યોત પંચામૃત હૉલમાં શ્રી ઠાકોરજી સમક્ષ સુંદર સુશોભન જળઝીલણી નિમિત્તેનું હતું. સુંદર ઉપવનમાં શ્રી નીલકંઠવર્ણી બિરાજમાન હતા. વળી, ફુવારાના જળથી તેમનાં ચરણ પ્રક્ષાલન થઈ રહ્યાં હતાં. તથા જાણે બ્રહ્મવિહારના ગાર્ડનમાં જાણે ગુરૂહરિ પપ્પાજી ધ્યાન કરવા બિરાજમાન હતા. આમ, બ્રહ્મવિહારની તથા પાલવા બંદરની સ્મૃતિ પ.પૂ.દીદી, પ.પૂ.જ્યોતિબેને કરાવી હતી. પ.પૂ.જ્યોતિબેન, પૂ.દયાબેન આજે સુરત સમૈયો કરીને વિદ્યાનગર જળઝીલણીના દર્શને આવી ગયાં હતાં.

પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી અને સદ્દગુરૂ A સ્વરૂપોએ જળઝીલણીની આરતી કરી. સહુ મુક્તોએ દર્શનનો લાભ લીધો. નાનું છતાંય ખૂબ સુંદર આજનું જળઝીલણીનું સુશોભન હતું.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/15-09-13 jal jirni ekadashi/{/gallery}

() તા.૨૦//૧૩શુક્રવાર 

હરિધામ પૂ.ઈલેશભાઈ, પૂ.કિશોરકાકા અને પૂ.વિજયભાઈ ગયા હતાં. પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી પરદેશની લાંબી ધર્મયાત્રા બાદ હરિધામ પધાર્યા હતાં. તેમના સ્વાગત માટે અત્રેના સર્વે જ્યોત સમાજ તરફથી સ્વાગત બુકે સાથે હરિધામ ગયા હતાં. ખૂબ સરસ દર્શન લાભ અને આશીર્વાદની પ્રાપ્તિ થઈ હતી.

() તા.૨૨//૧૩રવિવાર 

પૂ.મલ્કાની અંકલ વિદ્યાનગર પધાર્યા. આજે ૧૦.૩૦ થી ૧૨.૦૦ ની જ્યોતમાં સંયુક્ત સભામાં તેમનું સ્વાગત કર્યું. અનુભવની પરાવાણીનો સરસ લાભ આપ્યો હતો. પૂ.મલ્કાની અંકલ હરિધામ પ.પૂ.સ્વામીજીના દર્શનાર્થે દિલ્હીથી પધારેલ સાથે સાથે વિદ્યાનગર પ.પૂ.જ્યોતિબેન અમે મોટેરાં બહેનો તથા મુક્તોને મળવા, શાશ્વત ધામના દર્શને વિદ્યાનગર પણ પધાર્યા હતાં.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/22-09-13 uncles sabha jyot/{/gallery}

() તા.૨૫//૧૩બુધવારગુરૂહરિપપ્પાજીપ્રાગટ્યતિથિભાદરવાવદ 

આજે જ્યોત પ્રભુકૃપામાં ભાદરવા વદ-૬ની ઉજવણી થઈ ! તેની સ્મૃતિ માણીએ.

મંગલદર્શન 

મંગલ પ્રભાતે બહેનો પ્રભુકૃપા તથા અક્ષર કુટિરે બ્રહ્મ વિહારમાં દર્શને ગયા હતાં. સાદા છતાંય દિવ્યતાસભર સુશોભનમાં ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજીના દર્શન માણ્યા. પ્રસાદનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ ભાઈઓ પણ પ્રભુકૃપામાં દર્શને તથા સંઘધ્યાન રાબેતા મુજબ કર્યું હતું.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/25-08-13 bhadarva vad 6 behno/mangal darshan behno/{/gallery}

મંગલ સભા 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ બહેનોની મંગલસભા આજે ભાદરવા વદ-૬ નિમિત્તે પંચામૃત હૉલમાં ખૂબ સરસ થઈ હતી. પૂ.ડૉ.ભાવનાબેન શેઠ, પૂ.દેવ્યાનીબેને ગુરૂહરિ પપ્પાજીનું માહાત્મ્ય સિધ્ધાંતિક રીતે ગાયું હતું. કોઠાર વિભાગના બહેનો તથા જે બહેનોના સપ્ટેમ્બર મહિનામાં ર્દષ્ટાદિન હતાં તે બહેનોએ ભેગા મળી ગુરૂહરિ પપ્પાજીને પુષ્પમાળા અર્પણ કરી હતી. પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા હતાં. ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં. સુહ્રદ જપયજ્ઞ પણ કર્યો હતો.  સાદાઈથી અને મહિમાથી ઉજવણી થઈ હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/25-08-13 bhadarva vad 6 behno/mangal sabha mangal sabha 10.30 to 12.30/{/gallery}

બપોરે પ.પૂ.જશુબેનના વરદ હસ્તે જ્યોતના બહેનોને સ્મૃતિભેટ શિબિર સેવા પારિતોષિક રૂપે અર્પણ થઈ હતી.

સાંજે ૪.૧૫ થી ૫.૦૦ બહેનોની સભા ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિન નિમિત્તે પંચામૃત હૉલમાં થઈ હતી.

ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યનો સમય સાંજે ૫.૦૦ વાગ્યાનો છે. તે સંદર્ભે ૪.૧૫ વાગ્યાથી સભા શરૂ થઈ. ૧૫ મિનીટ ધૂન, ૩ ભજનો ગુરૂહરિ પપ્પાજીના મહાત્મ્યના નવા ભજનો ગાયક બહેનોએ ગાયા હતાં. ૫.૦૦ વાગ્યે ગુરૂહરિ પપ્પાજીને પૂ.વનીબેન ડઢાણીયા, પૂ.ઈલાબેન ઠક્કર અને પૂ.ઈલાબેન મારડીયાએ અર્પણ કરી હતી. તથા દીપ પ્રાગટ્ય ૫.૦૦ વાગે પૂ.દયાબેન અને ગાયક બહેનોના હસ્તે થયું હતું. રાજકોટ જ્યોતના બહેનો પૂ.વનીબેન ડઢાણીયા અને પૂ.ઈલાબેન ઠક્કરે આરતી કરી હતી. પ્રભુકૃપામાં ભાઈઓએ સાંજે ૪.૩૦ થી ૫.૦૦ ગુરૂહરિ પપ્પાજી સમક્ષ થાળ ધરી થાળ, ગાન અને ૫.૦૦ વાગ્યે આરતી ઉતારી હતી. ત્યારબાદ બહેનોએ પ્રભુકૃપામાં જઈ દર્શન અને આરતી કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/25-08-13 bhadarva vad 6 behno/pragtya din sabha aarti/{/gallery}

રાત્રી સભા બહેનોની આનંદ બ્રહ્મ તરીકે થઈ હતી. પ્રભુદર્શનનો લાભ લીધો હતો. વરસાદ અને પવનદેવે પધારી ઠંડકમાં અભિવૃધ્ધિ કરી હતી .

ભાદરવા વદ-૬ નિમિત્તે આનંદ બ્રહ્મ રમત-ગમતના ભાગરૂપે પ્રશ્નો પૂ.પન્નાબેન દવે એ રોજ અઠવાડિયા સુધી નોટીસબોર્ડ પર મૂક્યાં હતાં. “પરાભક્તિની સૌરભ” ના આધારે પ્રશ્નો અને ઉખાણાં પૂછેલા. અને તેના જવાબ બહેનોએ લખેલા. તેનું રીઝલ્ટ આજે સભામાં પૂ.ઝરણાબેને જાહેર કર્યું.

આમ, આખું અઠવાડિયું અને વિશેષ આજનો દિવસ ગુરૂહરિ પપ્પાજી સભર અને ભાદરવા વદ-૬ ના અનુસંધાને બ્રહ્મ આનંદ સાથે, સંપ, સુહ્રદભાવ ને એકતાના સિધ્ધાંતે પસાર થયો હતો. Thanks ગુરૂહરિ પપ્પાજી !

() તા.૨૭//૧૩શુક્રવારપૂ.માયાબેનનોસત્કારસમારંભ 

સાંજે ૬.૦૦ થી ૭.૦૦ની બહેનોની સભામાં પૂ.માયાબેન અને ત્રણ બહેનોનું સ્વાગત કર્યું. લંડનની ધર્મયાત્રા કરીને સુખરૂપ પધારી ગયા. સ્વાગત પુષ્પાર્પણ બાદ પૂ.દયાબેને સ્વાગત પ્રવચન કર્યું હતુ. આજે પ.પૂ.તારાબેનનો પ્રાગટ્યદિન હતો. પૂ.દયાબેને સવારની સભામાં પણ પ.પૂ.તારાબેનના જીવન ઉપર ખૂબ સરસ લાભ આપ્યો હતો. અત્યારે પણ સ્મૃતિ સાથે સરસ વાત કરી હતી. ત્યારબાદ…

પ.પૂ.માયાબેને ખૂબ સરસ લાભ આપ્યો. માહાત્મ્યની ર્દષ્ટિથી નિહાળેલ લંડનના સમાજના મુક્તોની – જ્યોતના મુક્તોની પ્રસંશા કરી હતી અને સાથે સાથે ગુણાતીત જ્ઞાન પણ આપ્યું હતું.

() તા.૨૮//૧૩શનિવાર.પૂ.મમ્મીજીનોપ્રાગટ્યદિન 

આજે જ્યોતમાં બહેનોની રાત્રિ સભામાં પ.પૂ.મમ્મીજીનો પ્રાગટ્યદિન ઉજવાયો હતો. પ.પૂ.માયાબેને પુષ્પ અર્પણ કર્યું. ત્યારબાદ પ.પૂ.મમ્મીજી વિષે પૂ.માયાબેને તથા પૂ.ડૉ.નીલમબેને ખૂબ સરસ વાતો કરી હતી. પ.પૂ.મમ્મીજીનું સમર્પણ ! પ.પૂ.મમ્મીજીની સરળતા ! પ.પૂ.મમ્મીજીની ખાનદાની ! પ.પૂ.મમ્મીજીની વફાદારીની વાતો ઉદાહરણો સાથે કરી હતી. તથા સહુ વતી યાચના કરી હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/28-09-13 mamiji pragtya din/{/gallery}

વિભાગ 

 

 ગયાપરિપત્રનાઅનુસંધાને.પૂ.બેનનાદેહપુષ્પનાવિસર્જનનોકાર્યક્ર્મઆ પખવાડિયાદરમ્યાનચારમુખ્યજગ્યાએસંપન્નથયોહતોતેનીસ્મૃતિઅત્રેમાણીશું.

તા.//૨૦૧૩વજ્રેશ્વરી (મુંબઈ)

પ.પૂ.જ્યોતિબેન અને બોરીવલી જ્યોતનાં બહેનો-ભાઈઓએ ખૂબ સુંદર આયોજન વજ્રેશ્વરી તીર્થધામે મહાપૂજા કરીને દેહપુષ્પ પધરાવવાનું કર્યું હતું. ૧લી ની મંગલ પ્રભાતે બોરીવલી જ્યોતમાં પુષ્પ કુંભનું પૂજન પ.પૂ.જ્યોતિબેન, પૂ.ભારતીબેન મોદી અને બહેનોએ કર્યું. ત્યારબાદ આરતી કરી, ધૂન્ય સાથે કુંભને પ્રસ્થાન કરાવ્યું. પ.પૂ.જ્યોતિબેનની ગાડીમાં બોરીવલીથી બહેનો અને મુંબઈ મંડળના મુક્તો વજ્રેશ્વરી ગયા. ત્યાં હૉલ રાખેલો તેમાં દેહપુષ્પ કુંભ પધરાવી મહાપૂજા કરી. પૂ.નંદુભાઈ વીંછીએ મહાપૂજા કરી હતી. યજમાન પદે ૧.પૂ.જ્યોત્સનાબેન અને પૂ.પાઈ સાહેબ ૨.પૂ.વૈભવીબેન અને પૂ.રાકેશભાઈ મોઢ એમ બે દંપતિએ લાભ લીધો હતો. મહાપૂજા બાદ પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લીધાં હતાં. ત્યારબાદ હાથમાં કુંભ લઈને હૉલ પરથી નદી તટે ગયા ત્યારે કુંભ લેવાનો લાભ વારાફરતી બધા હરિભક્ત બહેનોએ લાભ લીધો હતો. અને નદીમાં પધરાવવાનો લાભ ગુણાતીત પ્રકાશના ભાઈઓ તેમજ સર્વે હાજર હરિભક્ત ભાઈઓએ લીધો હતો. ત્યારબાદ પ.પૂ.જ્યોતિબેને સહુ મુક્તોને જળછંટકાવ કરી ધન્યતાનો આનંદ પણ કરાવ્યો હતો. ખૂબ દિવ્યતાસભર વાતાવરણમાં આ કાર્યક્ર્મ સંપન્ન થયો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/p.p.ben ashthi visharjan/01-09-13 asthi mahapoja bombay/{/gallery}

તા.//૧૩સુરત 

ગુણાતીત સ્વરૂપ પ.પૂ.બેનના અક્ષરધામગમનને બરાબર એક મહિનો પૂરો થયો. દક્ષિણ ગુજરાતના મુક્તો માટે દેહપુષ્પ વિસર્જન કરવાની મહામૂલી તક પ્રાપ્ત થઈ. તા.૭/૯ શનિવારના રોજ ગુણાતીત ધામ ખાતે સાંજે ૪ થી ૬, બહેનો-ભાભીઓએ દેહપુષ્પ કુંભ મહાપૂજા, પુષ્પાંજલિ અને પ્રાર્થનાનો સુંદર કાર્યક્ર્મ રાખ્યો હતો. પૂ.મીનાબેન દોશી તથા પૂ.અનિલાબેનના સાંનિધ્યે સૌ ગૃહસ્થભાભીઓ-યુવતીઓએ ભક્તિભાવથી ભાગ લીધો.

બીજા દિવસે તા.૮/૯, રવિવારે સવારે ૮.૦૦ વાગ્યે સૌ ભાઈઓ તાપી નદીના કિનારે “ઓમ યોગ વિદ્યાપીઠ” ના પંડાલમાં ભેગા થયા. પૂ.વિરેનભાઈ-પૂ.પિયૂષભાઈના સાંનિધ્યે લગભગ ૧૩૦ જેટલા ભાઈઓ પધાર્યા હતા. પરમહંસ ગ્રુપના યુવકો એકસરખા ડ્રેસમાં અને બીજા બધા જ સફેદ વસ્ત્રમાં સજ્જ થઈને આવ્યા હતા. પૂ.વિરેનભાઈએ સંઘધ્યાન કરાવી પ.પૂ.પપ્પાજી તથા પ.પૂ.બેનની જાણે પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી. સમૂહમાં “કેમ વિસરૂં પ્રેમ આ તારો…” એ પ્રાર્થના ગવાઈ અને ઠાકોરજી તથા દેહપુષ્પ કુંભની આરતી અને પૂજનના કાર્યક્ર્મ થયા. આરતીનો લાભ સૌ વડીલ મુક્તોએ લીધો અને પૂજનનો લાભ તમામ મુક્તોએ લીધો.

ત્યારબાદ પ્રાર્થના કરી…

હે શ્રીજી મહારાજ ! હે ગુણાતીતાનંદ સ્વામી ! હે ભગતજી મહારાજ ! હે શાસ્ત્રીજી મહારાજ ! હે યોગીજી મહારાજ ! હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! હે કાકાજી મહારાજ ! હે દિવ્ય સોનાબા!

આજે સુરત મંડળના સૌ અક્ષરમુક્તો તાપી નદીના કિનારે ગુણાતીત સ્વરૂપ પ.પૂ.બેનના દિવ્ય શાશ્વત દેહ પુષ્પો પધરાવવા માટે એકત્ર થયા છીએ. આપના દિવ્ય જીવનને અમે સૌ અમારાં વિચાર, વાણી ને વર્તન દ્વારા સદાય વહેતું રાખીએ, પ્રસરાવીએ. આપે જેમ સૌમાં મહારાજનું દર્શન કરી, નિરંતર ગુણાતીતભાવના વહેતી રાખી તેમ અમે સૌ સદૈવ આધ્યાત્મિક જીવન જીવીએ તેવી કૃપા કરશો. આપનું જીવન સદાય સર્વ ક્રિયાને વિષે અમારી નજર સમક્ષ રાખી સાચી અંજલિ અર્પણ કરીએ. પ્રભુની પ્રસન્નતા અને દાસભાવ, માહાત્મ્ય અને સ્વધર્મયુક્ત સેવા અમારૂં જીવન બને તેવી સૌ સ્વરૂપો કૃપા કરો તે માટે જપયજ્ઞ કરીએ છીએ.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/p.p.ben ashthi visharjan/07-09-13 surat ashthi visarjan/{/gallery}

છેલ્લે પૂ.પિયૂષભાઈએ સૌને સંકલ્પ કરાવી ધૂન કરાવી. એ દરમ્યાન હાથમાં ધારણ કરેલી પુષ્પપાંદડીઓથી વારાફરતી સૌ મુક્તોએ પુષ્પાંજલિ કરી. ત્યારબાદ, ચાર ભાઈઓની આગળ ઠાકોરજી અને પાછળ દેહપુષ્પ કુંભને લઈ ચાર-ચારની લાઈનમાં સૌ ધૂન ગાતા-ગાતા તાપી કિનારે ગયા અને તમામ મુક્તોને એ દેહપુષ્પ કુંભના સ્પર્શનો લાભ મળે તેવી રીતે રોડથી નીચે નદી સુધી ઢાળમાં સૌ લાઈનબધ્ધ ઉભા રહ્યા. એક પછી એક મુક્તના હાથમાંથી કુંભ પસાર થતો જાય સાથે સ્વામિનારાયણ મંત્રની ધૂન પણ.. આખુંય વાતાવરણ દિવ્ય દિવ્ય લાગતું હતું. છેલ્લે પૂ.વિરેનભાઈ, પૂ.નિલેશભાઈ, પૂ.ચેતનભાઈ બંગડીવાલા તથા પૂ.હરિશભાઈ મોદીએ તાપી નદીના જળમાં વિસર્જન કર્યું અને પ.પૂ.બેનના દશ દાયકાના પ્રતીકરૂપે દશ દીવડા પ્રગટાવીને તાપી નદીના નીરમાં વહેતા મૂક્યા અને અન્ય મુક્તોએ પુષ્પપાંખડીઓ પધરાવી. પ્રસાદ લઈને સૌ ભાવભર્યા હ્રદયે વિદાય થયા.

તા.//૧૩ખેરગામ

આજે પ.પૂ.બેનના સ્વરૂપાનુભૂતિદિનની તારીખ. દમણગંગામાં દેહપુષ્પ વિસર્જનની સેવા પણ ગુણાતીત પ્રકાશના ભાઈઓના ભાગે આવી. પૂ.લાલજીભાઈ અને ખેરગામના યુવકોની સાથે સુરતથી પૂ.પિયૂષભાઈ, પૂ.વિરેનભાઈ, પૂ.નિલેશભાઈ, પૂ.રાજુભાઈ તથા પૂ.શ્રેયભાઈ આમ પાંચ મુક્તો ખેરગામ ગયા. સાંજે સૌ વાપી પાસે દમણગંગાના ડેમ નીચે વહેતા પાણીની જગ્યા છે ત્યાં ગયા. પૂ.વિરેનભાઈ, પૂ.રાજુભાઈએ દેહપુષ્પ વિસર્જનનું માહાત્મ્ય સમજાવી લાભ આપ્યો. ઠાકોરજી સમક્ષ મૂકેલા દેહપુષ્પ કુંભના પૂજન અને પુષ્પાંજલિ અર્પણના કાર્યક્ર્મ થયા. સંકલ્પધૂન કરીને સત્સંગપ્રધાન જીવન જીવવાની પ્રાર્થનાઓ કરી. નાનકડી શિબિર અને દેહપુષ્પ વિસર્જનનો સુંદર કાર્યક્ર્મ થયો. પૂ.વિરેનભાઈ, પૂ.રાજુભાઈ તથા પૂ.લાલજીભાઈએ દમણગંગામાં દેહપુષ્પો વિસર્જીત કર્યા. અહીં પણ દિવડા તરતા મૂક્યા. ખેરગામના મુક્તોને આ બધું પ્રથમ વખત દર્શન અને અનુભવ કરી આશ્ર્ચર્ય પામી ખૂબ આનંદિત થયા.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/p.p.ben ashthi visharjan/09-09-13 daman ganga asthi visarjan/{/gallery}

તા.૧૧//૧૩નડિયાદ

જ્યોતની સર્વે શાખાઓમાં ગુણાતીત તીર્થમાં વગેરે સ્થાનકોએ પ.પૂ.બેનની દિવ્યતા પ્રસરાવવા દિવ્ય દેહ પુષ્પ કળશ પ.પૂ.દેવીબેનના હસ્તે અર્પણ થયા તે દેહપુષ્પ તા.૧૧/૯/૧૩ ના રોજ બુધવાર મહાપૂજા કરી સાંજે ૬.૦૦ કલાકે નડીયાદ જ્યોતના ભાઈઓ હરિઓમ આશ્રમ લઈને જતા હતા. ત્યાં જતાં રસ્તામાં જ આગળ ગણપતિની મૂર્તિ  જાય અને પ.પૂ.બેન હાજરાહજૂર છે તેનું દર્શન કરાવ્યું. તેમજ શેઢી નદીના કિનારે પાંચ નદીઓનો સંગમ થાય ત્યાં જઈ બધા બેઠા અને પ્રાર્થના અને સ્વામિનારાયણ ધૂન સાથે પૂ.જયેશભાઈના હસ્તે દેહપુષ્પ કુંભ પધરાવ્યાં. સાથે ૧૧ દીપ પ્રગટાવ્યા અને ભાઈઓ તે દીપ જેવા નદીમાં વહેતા મૂકે છે અને મોરના ટહુકા સાથે વાતાવરણ ગુંજી ઉઠે છે. અને દરેક પળે પ.પૂ.બેન પ્રભુસ્વરૂપે આપણી સાથે જ છે તેવી અનુભૂતિ થઈ. દીપ પ્રગટાવી ફૂલ પધરાવ્યા. આમ, આ કાર્યક્ર્મની પૂર્ણાહુતિ થઈ.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/p.p.ben ashthi visharjan/11-09-13 nadiyad asthi mahapoja visharjan/{/gallery}

તા.૧૨//૧૩સપ્તેશ્વર 

સાબરમતી નદીએ પ.પૂ.બેનના દેહપુષ્પ વિસર્જનનો કાર્યક્ર્મ ખૂબ જ ભવ્યતાથી અને દિવ્યતાસભર સંપન્ન થયો હતો. આખું આયોજન પૂ.ઈન્દુબા, પૂ.મણીબા અને અમદાવાદ જ્યોતના મુક્તો દ્વારા થયું હતું. ઘણા દિવસથી પ્રિપ્લાન અને ભવ્ય આયોજન અમદાવાદ જ્યોતમાં થઈ રહ્યું હતું. તેના પરિણામનું દર્શન આજે સપ્તેશ્વર તીર્થધામે થયું હતું. ખૂબ પૂર્વ તૈયારી કરીને ધર્મશાળાના હૉલને સ્વચ્છ અને સુશોભિત ભાઈઓએ કર્યો હતો. અમદાવાદ જ્યોત, નરોડા જ્યોત સંલગ્ન સર્વે હરિભક્તોએ આજના કાર્યક્ર્મમાં ભાગ લીધો હતો. ઉપરાંત લાડોલ, ગાંધીનગર, સાબરવાડકંપા વગેરે ગામથી પણ હરિભક્તો પધાર્યા હતા. ૧૦૧ ગૃહસ્થ બહેનો મહાપૂજામાં શ્વેત સાડી, મહાપૂજાના યુનિફોર્મની ધારણ કરીને મહાપૂજામાં બેઠા હતા. પ.પૂ.બેનની મૂર્તિ વ્હીલચેરમાં પધરાવી, તેમના દેહપુષ્પ કુંભને મૂકી, તેમનું સ્વાગત પ.પૂ.બેનની આબેહૂબ સ્મૃતિ સાથે કર્યું હતું. વિદ્યાનગરથી બહેનો ગાડી લઈને પધાર્યા હતા. પૂ.કલ્પુબેન દવે, પૂ.ઈલાબેન મારડીયાએ ખૂબ સરસ મહાપૂજા કરી હતી. ત્યારબાદ આશિષ લાભ પૂ.ઈન્દુબા, પૂ.મણીબા, પૂ.હેમાબેન ભટ્ટ, પૂ.નીમુબેન દાડિયા વગેરેએ આપ્યો હતો. તથા નાના ગૃહસ્થ મુક્તરાજ પૂ.પ્રીતિબેન ફળદુએ પોતાના જીવનના પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.બેનના અનુભવી વાતો કરી હતી. ત્યારબાદ દેહપુષ્પ કુંભ પધરાવવા નદી તટે ગયા. પહેલા બહેનો, પછી ભાભીઓએ કુંભ લઈ ભાઈઓને આપ્યો. ગુણાતીત પ્રકાશ અને ગૃહસ્થ ભાઈઓએ સર્વએ કુંભ નદીમાં પધરાવવાનો લાભ લીધો હતો. જળાભિષેક(જળ સ્નાન) તથા મહાપ્રસાદનો લાભ લઈને સર્વે વિસર્જીત થયા હતા. અમદાવાદ મંડળના ભાઇઓએ તો માહાત્મ્યેયુક્ત સેવાથી સપ્તેશ્ર્વર ધાર્મિક સ્થળને જંગલમાં મંગલ બનાવી દીધું. વળી, સવારે ચા-નાસ્તાની અને બપોરના મહાપ્રસાદની પણ ખૂબ સરસ વ્યવસ્થા હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/p.p.ben ashthi visharjan/12-09-13 septashwar asthi visarjan/{/gallery}

આખું વાતાવરણ દિવ્યતાથી સભર બની ગયું હતું. જાણે સાક્ષાત પ.પૂ.પપ્પાજી આખા કાર્યક્ર્મ દરમ્યાન બિરાજમાન રહ્યા હોય તેવી અનુભૂતિ સહુ કોઈ ભક્તોને થઈ હતી. ભાદરવાનો સૂર્ય તપતો હતો છતાંય આંતરિક શીતળતાને લીધે ગરમી જાણે લાગી જ નથી.વળી, મેઘરાજાએ વિરામ લઈને સાનુકૂળતા બક્ષી હતી. આમ, દેહપુષ્પ કુંભ વિસર્જનના કાર્યક્ર્મો સર્વત્ર સર્વ રીતે સરસ સંપન્ન થયા હતા.

તા.૧૪//૧૩૧લીસપ્ટેમ્બરનોસમૈયો (સુરતજ્યોત)

આ વખતે ૧લી સપ્ટેમ્બરનો સમૈયો સ્થાનિક હતો. તેથી સુરત મંડળમાં ૧લી સપ્ટેમ્બર તા.૧૪મી સપ્ટેમ્બરે ઉજવવાનું નક્કી કર્યું હતું. એ મુજબ આજે વિદ્યાનગરથી પૂ.દયાબેન અને બહેનો પધાર્યાં હતાં. પ.પૂ.જ્યોતિબેન મુંબઈથી પધાર્યાં હતાં. આમ, સ્વરૂપોના સાંનિધ્યે ખૂબ સરસ સભા કરી. સભા માટે વરાછા રોડ પર આવેલ વર્ષા સોસાયટીની વાડીનો હૉલ રાખ્યો હતો. સભાનો સમય ૪.૦૦ થી ૭.૦૦ નો હતો.

પ.પૂ.જ્યોતિબેન, પૂ.દયાબેન અને બહેનો પધાર્યાં ત્યારે બાલિકામંડળની બહેનોએ ખૂબ સરસ સ્વાગત કર્યું. ત્યારબાદ સ્વરૂપોનું અને બહેનોનું પુષ્પ અર્પણથી સ્વાગત કર્યું. અને પૂ.દયાબેને મંડળ સંચાલક અને મંડળના વડીલ ભાભીઓનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કર્યું. ત્યાર પછી પ્રાસંગિક પ્રવચનમાં…

પૂ.દયાબેને ખૂબ સરસ માહાત્મ્ય, સેવા, સ્વધર્મ, નિષ્ઠાના મુદ્દા પર લાભ આપ્યો. સ્વરૂપોનું માહાત્મ્ય દર્શન કરાવ્યું અને પ.પૂ.પપ્પાજીની પણ સ્મૃતિ કરાવી સૌને તરબોળ કરી દીધા. પૂ.મીનાબેન દોશીએ આવા સમૈયાની સ્મૃતિ વાગોળીને ઈદમ્ કરી દઈએ જેનાથી આપણે ભર્યા રહીએ અને જ્યોતની સેવા માહાત્મ્યથી કરી લઈએ તેવી સૂઝ આપી. પ.પૂ.જ્યોતિબેને તો કળશ ચડાવી દીધો. તેમણે તો જળઝીલણીના સમૈયાની પ.પૂ.યોગીજી મહારાજની, પ.પૂ.પપ્પાજીની મુંબઈ તથા ગોંડલની વગેરે ઘણી સ્મૃતિ કરાવી અને વાત કરી કે, આવતીકાલે આપણા ફાર્મ પર અનિર્દેશમાં જળઝીલણી કરવા જવું છે? જો ફાવે તેવું હોય તો ત્યાં ઉત્સવ કરીએ અને ઠાકોરજી ને ત્યાં સૌને જળ વિહાર કરાવીએ. બસ સૌ ભાભીઓ ખુશ ખુશ બધા તૈયાર..

{gallery}/images_in_articles/newsletter/2013/Sept/14-09-13 1st sep samiya surat/{/gallery}

 અનુભવદર્શન 

ગયા વર્ષે જળઝીલણીની સભા કરી હતી. ત્યારે સૌને થયું હતું કે આપણે આપણા ભગવાનને લઈને જળવિહાર કરવા જઈએ તો ? પણ આખું વર્ષ ગયું તો કંઈ યાદ નહોતું. પણ એ ઈચ્છા આજે પ.પૂ.પપ્પાજીએ પ.પૂ.જ્યોતિબેનમાં રહી પૂરી કરી.

અનિર્દેશની તૈયારી થવા માંડી. પૂ.વિરેનભાઈ, પૂ.પિયૂષભાઈને જણાવ્યું અને તેમણે પૂ.રાજુભાઈ અને પરમહંસ ગૃપના યુવકોએ મોડી રાત સુધી તૈયારી કરી, સફાઈ કરી અને કેમ્પર્સ તૈયાર કરી દીધું. બસની ગોઠવણ કરી આપી અને સૌની મૂર્તિ લૂંટી લીધી.

હવે ૧લી સપ્ટેમ્બરની સભામાં મંડળની યુવતી, બાલિકા અને ભાભીઓએ પોતાની જાતે પ્રોગ્રામ તૈયાર કર્યો હતો. તે ભાવ પ.પૂ.જ્યોતિબેન અને પૂ.દયાબેન સામે રજૂ કર્યો. ૧લી સપ્ટેમ્બર નિમિત્તે કેક અર્પણ પૂ.રેખાબેન નિરવભાઈ મિસ્ત્રીએ કર્યું હતુ અને બાળકોને પ્રસાદ આપ્યો હતો. સભા બાદ પેંડાનો પ્રસાદ પૂ.વલ્લભભાઈ પટેલ – મોરબી તરફથી હતો. પછી પ.પૂ.જ્યોતિબેન કહે, આવતીકાલે પ.પૂ.પપ્પાજી તરફથી રસોઈ છે. એટલે અનિર્દેશ કોઈ કાંઈ જમવાનું ન લાવે. આમ, કૃપા કૃપા છે તેથી સૌ સુખીયા છીએ.

તા.૧૫//૧૩જળઝીલણીએકાદશી 

સવારે ૯.૦૦ વાગ્યે જ્યોતમાંથી સ્વરૂપો અને ગુણાતીતધામ પરથી ભાભીઓની બસ અનિર્દેશ જવા નીકળી. સૌ ૧૦.૧૫ વાગ્યે અનિર્દેશ પધારી ગયા. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દયાબેનના સાંનિધ્યે ભજન-કીર્તનની રમઝટ શરૂ થઈ ગઈ ત્યારપછી વિદ્યાનગરથી પધારેલ સૌ બહેનો અને સ્વરૂપોએ પ.પૂ.પપ્પાજીની જળઝીલણી એકાદશીની એક પછી એક સ્મૃતિ સૌ કહેવા લાગ્યા. ત્યારબાદ પૂ.ચેતના થોભાણીએ મંડળના સૌ મુક્તો વતી ભજનો દ્વારા યાચના કરી. ત્યારબાદ પ.પૂ.જ્યોતિબેને સરસ આશીર્વાદ આપ્યા. સભા પૂરી થઈ.

હવે તો ઠાકોરજી રાહ જોતા હતા કે ક્યારે જળને પવિત્ર કરવા જઉં. તેથી એક રીંગમાં બળદ ગાડું તેમાં નીલકંઠ વર્ણી અને પ.પૂ.પપ્પાજીની મૂર્તિ સાથે ભજનો ગાતા ગાતા શોભાયાત્રા ની જેમ ‘બ્રહ્મ ધુબાકા’ ના હોજમાં ઠાકોરજીને લઈ ગયા. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દયાબેન, પ.પૂ.મીનાબેને મૂર્તિ પર જળનો અભિષેક કર્યો. કાકડીનો અભિષેક કર્યો અને સૌને સ્મૃતિથી, પાણીથી તરબોળ કરી દીધાં. અને ૨.૦૦ વાગ્યે સૌએ સ્મૃતિ સાથે મહાપ્રસાદ લીધો.

સૌને ખૂબ આનંદ થયો. કુલ ૬૦ ભાભીઓ અને ૧૮ બાળકો અનિર્દેશ આ ઉત્સવનો લાભ લેવા પધાર્યાં હતાં. આમ, ૩.૩૦ વાગે પ.પૂ.જ્યોતિબેન, પૂ.દયાબેન અનિર્દેશથી વિદ્યાનગર આવવા નીકળ્યા. અમે સૌ મહાત્મ્યમાં, સ્મૃતિમાં તરબોળ રહીએ જેથી મૂર્તિમાં રહેવાની ટેવ અમને સૌને પડી જાય. સૌમાં પ્રભુનું દર્શન કરતા થઈ જઈએ એ જ અંતરની પ્રાર્થના.

આમ, આ મહિના દરમ્યાન વિશેષ લાભ સમૈયાનો માણ્યો હતો. મુશળધાર વરસાદની મોજ પણ અણધારી માણી હતી. બસ, અખંડ મહિમાથી ભીંજાયેલા રહેવાય એવી યાચના સહ સહુ મુક્તોને અત્રેના સહુ મુક્તો વતી ભાવભર્યા જય સ્વામિનારાયણ. અહીંથી સર્વે સ્વરૂપોના, સર્વે સદ્દગુરૂના આપ સર્વને ઘણા હેતથી જય સ્વામિનારાયણ. ભૂલચૂક ક્ષમા કરશો.

એ જ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !