તા.૧૯/૧/૧૧
સ્વામિશ્રીજી
જય ગુરૂહરિ પપ્પાજી
પરાભક્તિ પર્વની જય જય જય
ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પોષી પૂનમના શુભ મહામંગલ પર્વના જય સ્વામિનારાયણ !
સવિશેષ આજના મહાન દિને અતિ મહાન કાર્ય પ્રારંભ થઇ રહ્યો છે. તેની સ્મૃતિ માણીએ ! ગુરૂહરિ પપ્પાજી શાશ્વત ધામનું પુનઃસ્થાપનના ખાતમૂહૂર્ત નિમિત્તે મહાપૂજાનો કાર્યક્ર્મ આજે પપ્પાજી તીર્થ પર ખૂબ ભવ્ય રીતે, દિવ્ય રીતે થયો ! તેનું દર્શન કરીએ…આ કાર્યની સ્મૃતિ પ્રારંભથી માણીએ.
તા.૯/૧/૧૧ રવિવારના દિને
પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પૂજા વિધિ આરતી, સ્તુતિ, સ્તવન કરી શાશ્વત પ્રસાદી ઓટાનું ઉત્થાપન સંતો, ભાઇઓના તથા સ્વરૂપોના શુભ હસ્તે કરીને આ ધામની કિંમતી તત્વ (ઓટાનું પુષ્પ પ્રસાદી ભૂમિ રજ) શાશ્વત ધામેથી માનભેર લઇ, પપ્પાજી તીર્થની ‘P’ લોનના વર્તુળમાં બનાવવામાં આવેલ ‘સંચ’ માં વિધિસર પાત્રમાં લઇને પધરાવવાનું મુહૂર્ત સવારે ૧૦.૩૦ વાગ્યે પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન અને પ.પૂ.જસુબેનના શુભહસ્તે થયું ! ત્યારબાદ સંતો, વ્રતધારી ભાઇઓ અને સૌરભ ભાઇઓ, પપ્પાજી ગ્રુપના યુવકો ધ્વારા સંપૂર્ણ કાર્ય દિનભર શ્રમયજ્ઞ રૂપ થતું રહ્યું ! આ બાજુ જ્યોતમાં બહેનોએ પપ્પાજી હૉલમાં એક્ત્ર થઇને માનસી ધ્વારા મનોમન પપ્પાજી શાશ્વત ધામની આ સેવા જપયજ્ઞ સાથે કરી. એ પહેલા પપ્પાજી તીર્થ પર પધારીને પ્રદક્ષિણા-પ્રાર્થના ધરી હતી. આમ, ખૂબ ભક્તિ સન્માન સાથે પપ્પાજીનું શાશ્વત ધામનું સ્થાપન ‘P’ લોનમાં થયું. જેની પૂજા પ્રદક્ષિણા થતી રહે. એ અપૂજ ના રહે. તેવું અમૂલ્ય કાર્ય પ.પૂ.દીદીની પ્રેરણાથી થયું. ભાગ લેતા સર્વે ધન્ય થયા. એવું જ …
{gallery}photoalbums/Photos_In_articles/2011/2011 Jan 19 – Sashwat Khatmurat Mahapuja/shashwat_dham_mahapuja{/gallery}
આજે તા.૧૯/૧/૧૧ ગુણાતીતાનંદ સ્વામીનો દિક્ષા દિન ભગવાન સ્વામિનારાયણે પોતાનું ધામ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને ડભાણ ગામે આજે દિક્ષા આપેલી તેવા આ પોષીપૂનમના શુભ દિને ખાતમુહૂર્ત થયું. ગુણાતીત દિક્ષા દિનને પપ્પાજી આધ્યાત્મિક નૂતન વર્ષ તરીકે કહે છે. ગુણાતીતને દિક્ષા આપીને આપણને સનાથ બનાવ્યા. આ શુભદિને પ.પૂ.કાકાજી, પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.બા એ વ્રતધારી ભાઇઓની નવી પાંખ ખોલી હતી. પ.પૂ.સાહેબ અને આઠ ભાઇઓને વ્રત આપ્યુ હતું. જ્યોતના બહેનો, ગુણાતીત પ્રકાશના ભાઇઓ અને જ્યોત સમાજના ચૈતન્ય માધ્યમ, સક્રીય કાર્યકર મુક્તો એ એકત્ર થઇ આ મહાપૂજા કરી. જોત જોતામાં લંડન થી પૂ.અરૂણાબેન, પૂ.દિલિપભાઇ ભોજાણી પણ આ અવસરે દોડી આવ્યા હતા. સોનામાં સુગંધ ભળે તેમ કાકાજી સ્વરૂપ પૂ.દિનકરભાઇ પટેલ પૂ.બાપુ અને પવઇથી પૂ.ઘનશ્યામભાઇ અમીન, પૂ.વસીભાઇ વગેરે ભાઇઓ પણ પધારી ગયા. મહાપૂજામાં યજમાન રૂપે ૭ યુવાન દંપતિને બેસાડ્યા હતા. જે દંપતિના માતાપિતાએ પપ્પાજીની સેવા તન, મન, ધનથી સાથ આપીને આખી જીંદગી કરી છે. તેમના પુત્ર, પુત્રવધુ આ મહાપૂજામાં યુવાસમાજના મુક્તો વતી બેઠા હતા.યાવતચંદ્ર દિવા કરો આ સેવા અમને મળતી રહે એવી પ્રાર્થના, ભાવના સાથે મહાપૂજા આ ૭ યુગલ દંપતિએ કરી હતી. પૂ.દિનકરભાઇ, પૂ.બાપુ, પૂ.હેમંતભાઇ વસી, પૂ.ઘનશ્યામ ભાઇ અમીન, પૂ.અશ્વિનભાઇ, પૂ.મહેન્દ્રભાઇ મરચન્ટ આદિ ભાઇઓએ પાયાની ઇંટનું પૂજન કરી પુષ્પાર્પણ કર્યું. અને દિનકરભાઇએ આશીર્વાદ આપ્યા. આમ, સાક્ષાત્ કાકાજી અહીં પધાર્યા એવી અનુભૂતિ મહાપૂજા પ્રારંભે જ થઇ હતી.
{gallery}photoalbums/Photos_In_articles/2011/2011 Jan 19 – Sashwat Khatmurat Mahapuja/yajaman{/gallery}
થાળ – શુકનના કંસારનો થયો. જેમાં બધી જ વાનગીનું આહ્વાન થયું. આરતી – મોટેરા ધ્વારા આરતી ખૂબ દિવ્ય રીતે શંખનાદ સાથે થઇ હતી. પ.પૂ.બેન શાશ્વત ધામે પધાર્યા અને આશીર્વાદ આપ્યા ‘ભગવાન સહુનુય ભલું કરો.’ બેને બધી ઈંટ તેમજ પુષ્પને ર્દષ્ટિ પ્રસાદી અને હસ્ત પ્રસાદી કરી હતી. બ્રહ્મજ્યોતિ પરથી પૂ.રતિકાકા, પૂ.પૂનમભાઇ, પૂ.રજનીભાઇ, પૂ.અરૂણભાઇ પધાર્યા હતા. પ.પૂ.સાહેબ સ્વરૂપે તેઓનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. પૂ.રતિકાકાએ આશીષ લાભ આપ્યો. આપણે પપ્પાજીનાં ધામરૂપ બનીએ. એવો આજે સંકલ્પ કરીએ. તે માટે આ પ્રત્યક્ષ સ્વરૂપોને પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન, પ.પૂ.જસુબેન, પ.પૂ.પદુબેનને રાજી કરી લઇએ. પૂ.દિલિપભાઇ ભોજણી એ પપ્પાજીને યાવત ચંદ્ર દિવા કરો જીવંત રાખવા ઓળખાવવાની વાત કરી, સાથે પૂ.દીદીની કહેલ વાત કરી કે, “પપ્પાજી સોફામાં બેસી દર્શન લાભ આપતા” હવે આ શાશ્વત ધામે બિરાજી આપણને આશીષ અર્પે જ છે.
{gallery}photoalbums/Photos_In_articles/2011/2011 Jan 19 – Sashwat Khatmurat Mahapuja/pujan_taradev{/gallery}
સમઢિયાળાથી પ.પૂ.નિર્મળ સ્વામિ, કંથારિયા, હરિધામ, સાંકરદાથી સંતો પધાર્યા. તેઓએ પણ ‘P’ લોનની સમાધિએ (પાયામાં પધરાવવાની) ઈંટોનું પૂજન કર્યું હતું. આજના આ પ્રસંગે પાયાના સ્વરૂપ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.જસુબેને આશીર્વાદ આપ્યા. પૂ.વિરેનભાઇ, પૂ.લક્ષ્મણબાપા મોરબીએ આ શાશ્વત ધામની મહિમા સભર વાત કરી ધન્ય કર્યા.
પૂજા વિધિ
પૂ.જયંતિભાઇએ ભાઇઓએ લખેલ જપયજ્ઞનો કુંભનું પૂજન કર્યું અને પૂ.મહેન્દ્રભાઇ શાહે તે કુંભને પાયામાં પધરાવ્યો. ઈંટનું પૂજન પૂ.વિરેનભાઇ પટેલે સમગ્ર વ્રતધારી ભાઇઓ વતી કરીને પ્રથમ ઈંટ વિરેનભાઇ એ પાયામાં પધરાવી હતી. બીજો કુંભ સર્વ તીર્થ સ્થાનની પ્રસાદીની રજનો હતો. જેનું પૂજન પૂ.મહેન્દ્રભાઇ ગાંધીએ કર્યું હતું. અને પૂ.મહેન્દ્રભાઇ શાહે તે કુંભને પાયામાં પધરાવ્યો હતો. પૂ.નરસીફુવાએ દ્રિતીય ઈંટનું પૂજન કરીને તે પાયામાં પધરાવી હતી. પૂ.લક્ષ્મણબાપા મોરબી, પૂ.ભગવાનજી ફુવા રાજકોટ અને પૂ.ફકીરભાઇ ધ્વાર પપ્પાજીના પ્રસાદીના જળના કુંભનું પૂજન થયું હતું. અને તેઓના સ્વહસ્તે કુંભ પાયામાં પધરાવ્યો હતો. પપ્પાજીના માનસપુત્ર પૂ.દિલીપભાઇ ભોજાણી એ ‘લક્ષ્મીકળશ’ (પૈસાના ૨૬૯૫ સિક્કાનો કુંભ) તેનું પૂજન કર્યું હતુ અને પૂ.અરૂણાબેન અને પૂ.દિલીપભાઇએ સ્વહસ્તે પાયામાં પધરાવ્યો હતો.
તૃતીય ઈંટની પૂજા પૂ.વિઠલાણી સાહેબ, પૂ.રસિકભાઇ ખેતવાડી, પૂ.મનોજભાઇએ કરી, તે પૂ.કિશોરકાકાએ પાયામાં પધરાવી હતી. ખાતમુહૂર્તની સામગ્રીના કુંભનું પૂજન પૂ.તારાબેન પટેલ ખેતવાડી ના શુભ હસ્તે થયું હતુ. અને તે કુંભ તેઓના હસ્તે પાયામાં પધરાવ્યો હતો. પૂ.કુસુમબેન દવેએ ચર્તુથ ઈંટનુ પૂજન કર્યું હતું અને તેમની સાથે પૂ.અનિલાબેન, પૂ.રંભાબેન સૂરત, પૂ.જસુબેન મોદી, પૂ.નર્મદાફોઇ, પૂ.મંજુલાબેન ઉનડક્ટ, પૂ.જસુબેન મોરબી, પૂ.શાંતબેન ભઠ્ઠી નરોડા વગેરે ચૈતન્ય માધ્યમોએ મળી પૂજન કર્યું અને કુસુમબેને સ્વહસ્તે પાયામાં પધરાવી હતી. પૂ.અરૂણાબેન ભોજાણીએ પંચમ ઈંટનુ પૂજન સમગ્ર ગુણાતીત મિશન તથા પરદેશના ભક્તો વતી કર્યું અને સાથે સાથે પૂ.રજવંતીમામી, પૂ.અમૃતમાસી, પૂ.ઘૂમીબેન, પૂ.મમતાબેન, પૂ.પ્રેમીભાભી, પૂ.વનિતાબેન, પૂ.હંસાબેન ઓડેદરા વગેરે હાજર પરદેશના બહેનોએ પણ પૂજા કરી હતી અને પૂ.અરૂણાબેન ભોજાણીના સ્વહસ્તે પાયામાં પધરાવી હતી.
૭ દંપતિની પૂજામાં મૂકાયેલી ઈંટ તેઓ બંને પતિ-પત્નીએ સાથે પાયામાં સ્વહસ્તે પધરાવી હતી. પૂ.પરાભાભી અને પૂ.ભાવિનભાઇ પટેલ વડોદરા જે મુખ્ય યજમાન પદે હતાં. તેનાથી પ્રારંભ થયો. ત્યારબાદ દરેક દંપતિ વારાફરતી પાયામાં ખપી જવાની ભાવના સાથે પોતાની પૂજાની ઈંટ પધરાવી હતી. છઠ્ઠી ઈંટનું પૂજન પૂ.કિરણભાઇ શાહ, પૂ.અતુલભાઇ શાહ, પૂ.સુરેશભાઇ પેરીશ, પૂ.રાજુભાઇ ગઢિયા એ પૂજન કરીને તેઓના હસ્તે પાયામાં પધરાવાયી હતી. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી એ એક્મેક્ને નાડાછડી બાંધી હતી અને પ.પૂ.જ્યોતિબેને સાતમી ઈંટનું પૂજન કર્યુ હતું અને સ્વહસ્તે પાયામાં પધરાવી હતી. તે સમયે શંખનાદ થયો હતો અને મુક્તો ધ્વારા પુષ્પવૃષ્ટિ થઇ હતી. પ.પૂ.દીદીના શુભ હસ્તે કુંભનું પૂજન થયું જે ૧૬ લાખ મંત્ર જ્યોતના બહેનોના હસ્તે લખેલ હતાં.
{gallery}photoalbums/Photos_In_articles/2011/2011 Jan 19 – Sashwat Khatmurat Mahapuja/pujavidhi{/gallery}
૩૧/૧૨/૧૦ ના રોજ મંત્ર પ્રાગટ્ય દિને (૨૧૦મી જયંતિએ) લખાયેલ આ મંત્રો આજે આ કુંભમાં મૂકેલા છે અને તે કુંભ પ.પૂ.દીદીના સ્વહસ્તે પાયામાં પધરાવ્યો હતો.પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેન અને પ.પૂ.તારાબેન સ્વરૂપે પૂ.માયાબેને પાયામાં જઇ પૂજા પ્રાર્થના કરી હતી.
ભાઇઓ બહેનોનો કાર્યક્ર્મ પૂરો થયા બાદ બધા જ સંતોએ P લોનમાંથી ઈંટ માથા પર લઇને શોભાયાત્રા રૂપે ભક્તિભાવથી શાશ્વત ધામે પધારી પાયામાં પધરાવી હતી. જેવી રીતે સંતોએ જોગી મહારાજની રૂચિમાં ભળી કાકા, પપ્પાજીના વચને જીવન હોમ્યું છે તેવા પાયામાં પૂરાયેલા આ સંતોએ સમગ્ર સંત મંડળ વતી ભક્તિ અદા કરી હતી. આમ, ગુણાતીત સમાજના ચારેય પાંખાળા સ્વરૂપો મુક્તો ધ્વારા આ ખાતમુહુર્ત વિધિનો કાર્યક્ર્મ સંપન્ન થયો હતો.
{gallery}photoalbums/Photos_In_articles/2011/2011 Jan 19 – Sashwat Khatmurat Mahapuja/puja_santo{/gallery}
હે પપ્પાજી ! આપ અખંડ સાથે રહેજો. રાજી રહો તેવું જીવવા બળ, બુધ્ધિને પ્રેરણા દેજો.
એ જ જ્યોત સેવક P.૭૧ના જય સ્વામિનારાયણ.