Apr 16 – Smrutis of the Month

સ્વામિશ્રીજી, કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી વંદના

 

ગુરૂહરિ પપ્પાજીની એપ્રિલ મહિનાની બ્રહ્મવિહારની ઘણી ઘણી સ્મૃતિ છે. આમેય બ્રહ્મવિહારની કુટિર એટલે કે અક્ષરડેરી (બ્રહ્મ કુટિર) નો સ્થાપના દિન પણ મહિનામાં છે. તા.//૧૯૯૭ના ગુરૂહરિ પપ્પાજીની આજની સ્મૃતિ છે. ગુરૂહરિ પપ્પાજી આજે બ્રહ્મવિહારમાં પધાર્યા. ‘પપ્પાજી કુટિરનું બોર્ડ વાંચી કુટિરની અંદર બિરાજ્યા. અને પરભાવમાં બોલ્યા, “ મારી અક્ષરડેરી છે. હું અહીંયા રહીશ.” આજથી કુટિરને બ્રહ્મ કુટિર કહીશું. સાથે આશીર્વાદ આપ્યા કે, “ જે અક્ષરડેરીની ૧૧ પ્રદક્ષિણા ફરશે, તેનામાં કલ્યાણકારી ગુણો આવશે.”

 

pappaji

 

કુટિરમાં ગુરૂહરિ પપ્પાજીએ અનેક સ્મૃતિ લીલાનાં દર્શન આપ્યા છે. પૂજા, સ્વાધ્યાય, નાસ્તો, ભોજન, આરામ, નાનકડી સભા, કીર્તનો ગવડાવી, વચનામૃત સમજાવી સ્મૃતિ પ્રસાદ આપ્યો છે.

 

બ્રહ્મવિહારના બધા સ્થાનકોને અને છોડ વૃક્ષને મળી અનેકની પ્રેરણાએ સ્થાનકે અક્ષર કુટિરમાં અખંડ બિરાજી ગુરૂહરિ પપ્પાજી સુખ આપી રહ્યા છે.

આખા બ્રહ્મવિહારમાં ગુરૂહરિ પપ્પાજી અનેકવાર દરરોજ મંગલ પ્રભાતે પધારે. વૉક લેવો એક નિમિત્ત હતું. પણ સામાન્ય નહોતુ. અનેક ભક્તોને દર્શન મળતા, સેવા મળતી, સાંનિધ્ય મળતું. બ્રહ્મજ્ઞાન મળતું, સ્મૃતિ મળતી તે સ્મૃતિ જોઈએ.

 

ગુરૂહરિ પપ્પાજી પધારશે. હમણાં પધારશે. એવા અનુસંધાને બહેનોની સવાર પડતી. ગુરૂહરિ પપ્પાજી જ્યોતમાં દર્શન દેવા પધારે કે બ્રહ્મવિહારે પધારે ત્યારે માઈક પરથી ડીકલેર થતું કે, “વહાલી બહેનો જય સ્વામિનારાયણ સાઈન હતી. બ્રહ્મવિહારે પપ્પાજી પ્રભુકૃપામાંથી સાઈડના વરંડામાંથી પાછળના રસ્તેથી પધારતા. એક હાથમાં લાકડી હોય. બીજા હાથે સેવકનો હાથ પકડ્યો હોય. ભક્તો દર્શનની દોટ મૂકે. સેવકો બ્રહ્મ વિહારની બેઠક વ્યવસ્થા, ખુરશી, ટીપોઈ, પંખો, વીંજણા, રૂમાલ વગેરે અગાઉ મનન ચિંતવન સાથે તૈયાર કર્યા હોય તે સેવા ગ્રહણ કરે. ચાલતાચાલતા ગુરૂહરિ પપ્પાજીને રખેને બેસવાની જરૂર પડે તો ! એક ફોલ્ડીંગ ખુરશી લઈ સેવક પાછળ પાછળ હોય. અરે, પપ્પાજી એવું ગ્રહણ પણ કરે.

 

એક વખત શેતુરના ઝાડ નીચે બિરાજ્યા. અને ઉપરથી ચકલીએ શેતુર પપ્પાજીના પેટ પર પડે તેમ પડ્યું. સદરો બગડ્યો. ગુરૂહરિ પપ્પાજીએ એટલો ભાગ પકડી રાખ્યો અને બીજા સેવકે તે સાફ કર્યું. તો વળી, ક્યારેક આંબળાના ઝાડ નીચે બેસે. આંબળું ખરે. તેને ધોઈ સમારાવી તેની ચીરી ગ્રહણ કરે. તો વળી, ક્યારેક આંબા નીચેથી પસાર થાય અને કેરી લટક્તી હોય તો પોતાની લાકડીથી તેને પાડવા પ્રયત્ન કરે. કેરી તોડાવી, ધોઈ સમારાવી ગ્રહણ કરે અને પ્રસાદ આપે. વળી, વર્ષો પહેલાંની સ્મૃતિ ગુરૂહરિ પપ્પાજીએ અહીં બેસીને સ્વમુખે કહેલી કે, “ અમે નાના હતા. ઉનાળાનું વેકેશન હોય. હું અને કાકા કરમસદથી અહીં આંબાવાડીયુ હતું ત્યાં આવીએ. ખીસ્સામાં મીઠુંમરચું (મસાલા)ની પડીકી કાગળમાં વીંટીને લઈને આવીએ. કેરી આંબામાંથી તોડીને અહીં લીમડો હતો તેના નીચે ખાટલામાં સૂતા સૂતા બાટકીએ(ખાઈએ). આમ, એમના ખેતરમાં, એમના પ્લોટમાં ગુરૂ યોગી આજ્ઞાએ જ્યોત બાંધી. બ્રહ્મ વિહાર થયો. બ્રહ્મવિહારમાં બેસી જ્યોતને નીરખતા હતા. તથા પક્ષીઓના જૂથ માળો છોડી જતાં હોય તેને નીરખતા હોય.

 

એવું વૉક લીધા બાદ ચંપાના ઝાડ નીચે વિશ્રામ લે. અને નાસ્તોઉકાળો મંગાવે. ત્યાં સેવક નાસ્તો કરાવે. બે સેવક વીંજણો નાખે. પંખો કરે, ગાયક સેવકને ભજન ગાવાનું કહે, નાસ્તો કરતાં કરતાં ભજન સમજાવવા મંડી પડે. બીજો સેવક તે ટેપ કરે. આમ, બ્રહ્મજ્ઞાન પીરસી અનેક મુક્તોને સેવા આપી ધન્ય કરે. બ્રહ્મવિહારે ગુરૂહરિ પપ્પાજી પધારે ત્યારે મોગરા અત્યારે આવવાના શરૂ થયા હોય. એક સેવક મોગરાની માળા કે મોગરાની બે કલગી તૈયાર રાખી હોય તે અર્પણ કરે. “એક મારો અને એક મારા જોગીનોકહી બંને માળા પ્રભુકૃપામાં પોતાના ટેબલ પર જોગીબાપાની મૂર્તિને પહેરાવવા મોકલે. તો વળી, મોગરો ના મળે ત્યારે ડમરો તો કાયમનો હોય. ડમરો સેવક આપે એટલે બે હાથે ચોળી પોતાના ખીસ્સામાં મૂકે. અને કહે, “મચેડીએ તેમ વધારે સુગંધ આવે.” આમ, ગમ્મત સાથે જડ વસ્તુના ઉદાહરણ દ્વારા ચેતન મુક્તોને બોધ આપે. આપણને પણ પ્રભુ મચેડે તો પ્રાપ્તિ થાય અને વર્તનની સુવાસ પ્રસરે.

 

એપ્રિલ મહિનામાં ગુરૂહરિ પપ્પાજી સંઘધ્યાન પણ બ્રહ્મવિહારમાં કરાવે. વૉક લીધા પછી લોનમાં સંઘધ્યાનનું આસન ઠાકોરજી તૈયાર હોય ત્યાં બિરાજે. બહેનો જાય. ભાઈઓ સાથે સંઘધ્યાન કરે, કથાવાર્તા કરે, લેખ લખે વગેરે. ભાઈઓ જાય પછી બહેનોનું સંઘધ્યાન (મંગલસભા) થાય. ગુરૂહરિ પપ્પાજી ઉનાળામાં લંડન પધારવાના હોય. તેથી તે પહેલાના દિવસોમાં દર્શનની સહુને તાણ હોય. બધા મુક્તો લાભ લેવા આવી જાય, બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ હોય તેથી થોડાક હરિભક્ત ભાભીઓ, યુવતીઓ પણ જ્યોતમાં આવ્યા હોય. આમ, ગાર્ડન પણ નાનું પડે એટલા દર્શનાર્થીઓ હોય. બધી સ્મૃતિ એપ્રિલ માસની છે. બ્રહ્મ વિહારે સાક્ષાતના ચરણાર્વિંદ છે. હીંચકો છે તે પણ ખૂબ પ્રસાદીનો છે. ગુરૂહરિ પપ્પાજીને ભાવિક ભક્તો ખૂબ વહાલા. ભક્તો સાંનિધ્ય માણી શકે તેવું ગોઠવતા. છેલ્લા વર્ષોમાં ખુલ્લામાં ડૉ.ડાભીની સલાહ પ્રમાણે ગુરૂહરિ પપ્પાજી બ્રહ્મવિહારે સહુથી વધારે સમય ફાળવતા.

 

ગુરૂહરિ પપ્પાજી સ્વધામ સિધાવ્યા પછીની અહીંની સ્મૃતિ છે કે, ૨૦૦૬ના ઉનાળામાં ગુરૂહરિ પપ્પાજી માટે અખંડ ધૂન ચાલતી હતી. તેથી ગુરૂહરિ પપ્પાજીકે ભક્તો કોઈ બ્રહ્મવિહારે નહોતું જતું. ૨૯માર્ચ ૨૦૦૬ના ગુરૂહરિ પપ્પાજીના પાર્થિવ દેહને સવારે બ્રહ્મવિહારની યાત્રા કરાવી હતી. ઝાડપાન વૃક્ષ વેલીને એટલો બધો વિરહ લાગ્યો હશે. જેથી તે ગાર્ડન સુકાવા લાગ્યું. ગુરૂહરિ પપ્પાજી જે તોતા કેરીના આંબા નીચે આગળની લોનમાં બિરાજમાન થતાં તે આંબો મરી ગયો હોય તેવું લાગ્યું. ઝાડ સૂકાતું હતું તેથી ગાર્ડનના જવાબદાર મુક્તોએ તેની ટ્રીટમેન્ટ કરાવી.

 

બધી બહેનો પણ ભજન કરવા લાગ્યા. પપ્પાજીના ગાર્ડનના એક સેવક બહેને મહાપૂજા કરીને જળ લઈને આવ્યા. જળ આંબા ફરતે નાખતા ગયાને આંબા સાથે મોટેથી વાત કરીકે, “અમને પણ ગુરૂહરિ પપ્પાજીનો વિરહ લાગ્યો છે તો પણ અમે જીવીએ છીએ. તેમ તારે પણ જીવંત રહી સ્મૃતિ કરાવવાની છે. દિવસથી આંબો પાછો વળ્યો. લીલો થવા લાગ્યો. કૂંપળો ફૂટી. એવું કુટીરવાળુ ગાર્ડન પણ સૂકાવા લાગ્યું. ફૂલ એક પણ ના આવ્યા. પૂ.દિવ્યાબેનને થયું કે કુટિરમાં ગુરૂહરિ પપ્પાજી નથી તેથી છોડલોનને વિરહ લાગ્યો છે. કુટિરમાં હીંચકો મૂકી તેમાં ગુરૂહરિ પપ્પાજીની લાઈફ સાઈઝની મૂર્તિ (પેનલ) પધરાવી. ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થના કરી કે આપ સાંનિધ્ય આપો. ગાર્ડન લીલુંછમ થવા લાગ્યું અને ક્યારેય નથી આવ્યા તેટલા ફૂલ તે વર્ષે આવ્યા. દિવસ સુધી આવે છે.

 

વળી, જીવંત મુક્તો માટે કુટિર પૂ.દિવ્યાબેન અને બહેનોએ જીવંત રાખી છે. ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ મુજબ અહીં આવી દર્શનભજનપ્રદક્ષિણા, યોગા, વૉક ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સાથે બહેનો કરે છે. અને તેઓના વચન પ્રમાણે ગુરૂહરિ પપ્પાજી કામ પણ કરે છે. આનંદ આવે છે. સ્મૃતિપ્રાર્થનાના વિધ વિધ કાર્યક્રમો કરાવે છે. અને સમૈયા દર્શન પ્રસાદનો લાભ આપે છેધન્ય છે દિવ્યાબેનના ગ્રુપના બહેનોનેઆખા બ્રહ્મવિહાર ગાર્ડનની સંભાળની સેવા પૂ. હરિનીબેન, પૂ.હીનલબેન, પૂ.આભાબેન રાખે છે. પૂ.યશવંતભાઇનું ગાઈડન્સ છે.

 

ગુરૂહરિ પપ્પાજીએ બહેનોને કહેલું કે, બ્રહ્મવિહાર ગાર્ડન છે. ત્યાં મકાન ના બાંધવું. કાયમ બહેનો માટે ખુલ્લું આવું રાખવું. બહેનો ખરેખર તન, મન અને આત્મા પરોવી ગાર્ડનનું જતન કરે છે. સહુ મુક્તો સ્મૃતિ લાભ લે છે. અને ધન્યતા અનુભવે છે. સેવા કરનાર, સ્મૃતિ કરાવનાર સહુ મુક્તોને ધન્યવાદ.

ગુરૂહરિ પપ્પાજીને આભાર સહ જય સ્વામિનારાયણ !

 

                                             

                                             એ જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !